visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કોમવેલ્થ ગેમ્સને અધવચ્ચેથી છોડવાની યુગાન્ડાની ધમકી
કોમવેલ્થ ગેમ્સ વિલેજમાં ત્રણ અધિકારીઓ દુર્ઘટનાનો શિકાર થયા બાદ તેની ગંભીરતાથી તપાસ નહીં કરવા બદલ યુગાન્ડાએ ગેમ્સમાંથી હટી જવાની ધમકી ઉચ્ચારી છે. યુગાન્ડાએ આરોપ લગાવ્યો છે કે, ગેમ્સની આયોજન સમિતિ અને દિલ્હી પોલીસ તપાસ પ્રક્રિયામાં તેઓને મદદ કરી રહી નથી. યુગાન્ડાના ખેલમંત્રીએ નારાજગી વ્યક્ત કરીને ભારતીય ખેલમંત્રી એમએસ ગિલ દ્વારા આયોજીત ડિનરનો પણ બહિષ્કાર કરી દીધો છે.ગેમ્સ વિલેજ પાસે એક દુર્ઘટનામાં યુગાન્ડાના શેફ ડિ-મિશન વિલિયમ તુમાવઇન, પ્રશાસનિક અધિકારી આઇરન અને પ્રેસ એટૈચી જૂલિયટ ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ તેઓનું સ્વાસ્થ્ય સારું છે.
મહિલા દોડવીરે ઓસ્ટ્રેલિયાનું નાક કપાવ્યું, ગોલ્ડ મેડલ છીનવાયો
ઓસ્ટ્રેલિયાની ઝડપી મહિલા દોડવીર સેલી પિયરસન પાસેથી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 100 મીટર દોડનો ગોલ્ડ મેડલ છીનવી લેવામાં આવ્યો છે. પિયરસને દોડ 11.28 સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ તેની દોડની શરૂઆત વિવાદાસ્પદ હતી. જ્યૂરીએ તપાસ બાદ તેને દોષી જાહેર કરીને મેડલ પરત લઇ લીધું હતું.જો કે, ઇંગ્લેન્ડની લાઉરા ટર્નરને અધિકારીઓ દ્વારા દોડની પરાવનગી સંદર્ભે બંદૂક ચલાવતા પહેલા જ દોડ શરૂ કરવા બદલ પહેલા જ રેડ કાર્ડ બતાવાયું હતું. જો કે, પિયરસને પણ આ જ રીતે દોડની શરૂઆત કરી હતી. જેના પર અધિકારીઓની નજર પડી ન હતી. રેસ પૂર્ણ થાય બાદ ટર્નર અંતિમ સ્થાન પર જ રહી જ્યારે ઓસ્ટ્રેલિયાની પિયરસને સ્પર્ધા જીતી લીધી હતી. જો કે, ટર્નરે ત્યારે અધિકૃત રીતે પિયરસન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
શૂટિંગ-તીરંદાજીમાં ભારતને ગોલ્ડ મેડલ
ભારતે પાંચમા દિવસે પણ ગોલ્ડ મેડલ જીતવાનું ચાલું રાખ્યું છે. તીરંદાજી અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યામાં 16એ પહોંચી છે. મહિલા ટીમે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. તો શૂટિંગમાં નાંરગ-ઇરમાનની જોડીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે કોમનવેલ્થમાં ગગન નારંગના નામે ત્રણ ગોલ્ડ મેડલ થઇ ગયા છે.
કોમનવેલ્થની ક્લોઝિંગ સેરેમનીમાં કિંગ ખાન પર્ફોમ નહિ કરે
સરકાર કોમનવેલ્થના ક્લોજિંગ સેરેમનીને લઈને ચિંતામાં છે. જો કે ક્લોઝિંગ સેરેમનીમાં કિંગ ખાન પર્ફોમ કરે તો તેને આપવામાં આવતી રકમ કોણ આપશે તેને લઈને ચર્ચા થઈ રહી છે અને માનવામાં આવે છે કે, કિંગ ખાન પર્ફોમ કરશે નહિ.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં ગુરૂવારના રોજ આ અંગે ચર્ચા થઈ હતી. જો કે સરકારે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે, શાહરૂખ પર કરવામાં આવતી ખર્ચની રકમ સરકાર આપશે નહિ.ત્યારબાદ રિહર્સલ અંગેનો પ્રશ્ન સામે આવ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ચીફ સેક્રેટરી રાકેશ મહેતા પણ હાજર હતા. ઓપનિંગ સેરેમનીની સફળતાને લઈને અભિનંદન આપવામાં આવ્યા હતા.
પાકિસ્તાને અમેરિકાની પીઠમાં છરો ભોંક્યો
પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ તાલીબાનને અમેરિકી સેના અને તેના સહયોગીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ પ્રમાણે આઈએસઆઈ વિરુદ્ધ ઘણા ગંભીર આરોપો સામે આવ્યા છે.કેટલાંક તાલીબાની કમાન્ડરો અને અમેરિકી અધિકારીઓએ પણ આઈએસઆઈ પર આરોપ લગાવ્યો છે કે તે આતંકવાદીઓને સરેન્ડર ન થવા માટે કહી રહી છે. આ સિવાય આ જ વાત કેટલાંક ઝડપાયેલા આતંકવાદીઓએ પણ કબૂલી છે. રિપોર્ટમાં કુનાર પ્રાંતના તાલીબાન આતંકવાદીઓ પાસેથી મળતી માહિતી અનુસાર જણાવ્યું છે કે આઈએસઆઈ એવા કમાંડરોની ધરપકડ ઈચ્છે છે, જેઓ તેમના આદેશ નથી માનતા.
આખી દુનિયા શોધી રહી છે કલમાડીને!
કૉમનવેલ્થ રમતોત્ષવની ઑર્ગેનાઇઝિંગ કમિટિના ચેરમેન સુરેશ કલમાડી આ દિવસોમાં ગુગલ ઉપર ખાસ્સા છવાઈ ગયા છે. દુનિયાભરના લોકો સર્ચ એન્જીન ગૂગલ ઉપર સુરેશ કલમાડીની શોધ (સર્ચ)કરી રહ્યાં છેજોકે તેમને શોધવા માટે લોકો જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે તે શબ્દો ચોક્કસ રિતે દેશની શાન ઉપર પ્રતિકૂળ અસરો પહોંચાડી રહ્યાં છે.સુરેશ કલમાડી વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે લોકો, 'સુરેશ કલમાડી કરપ્શન', 'સુરેશ કલમાડી સ્કેમ', 'સુરેશ કલમાડી પ્રોફાઇલ' જેવા શબ્દોનો ગુગલના સર્ચ એન્જીનમાં પ્રયોગ કરી રહ્યાં છે.આમ તો દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન વેબસાઇટ ઉપર કૉમનવેલ્થ ગેમ્સ વિશે જાણકારી પ્રાપ્ત કરવા આવનારા લોકોની પણ કોઈ કમી નથી.
આર.એસ.એસ. પર પ્રતિબંધ કોઈ ઉકેલ નથી: દિગ્વિજય સિંહ
કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ મામલાના પ્રભારી દિગ્વિજય સિંહે કહ્યું છે કે સંઘ પર પ્રતિબંધ લગાવવો કોઈ સમાધાન નથી. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે આ વાત ત્યારે કહી કે જ્યારે તેમને પુછવામાં આવ્યું હતું કે શું આરએસએસ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ પ્રયાસ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કોઈ સંગઠન પર પ્રતિબંધ લગાવવા માટે પુરાવા જોઈએ, ત્યારે રાજ્ય સરકાર તેને કેન્દ્ર પાસે મોકલે છે.દિગ્વિજય સિંહે કહ્યું હતું કે તેઓ જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા, ત્યારે બજરંગ દળ અને સીમી જેવા સંગઠનો વિરુદ્ધ પુરાવાઓ અને સાક્ષીએ મળ્યા હતા. તે સમયે કેન્દ્રની એનડીએ સરકાર હતી. તેમણે કહ્યું હતું કે તેમણે આ બંને સંગઠનો પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. સીમી માટે તો માગણી માની લેવામાં આવી, પરંતુ બજરંગ દળ માટે માગણી માનવામાં આવી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે તે યોગ્ય ન હતું.
રેડ લાઈટ એરિયામાં ઈમરાન શું કરતો હતો?
યંગ હાર્ટથ્રોબ ઈમરાન ખાન સ્વિટ અને ચોકલેટી પર્સનાલિટી ધરાવે છે. પણ આ તો તેની પર્સનાલિટી એવી છે આમ તો તે ઘણો જ તોફાની છે. તેમાં પણ જો તે તેનાં મિત્રોની સાથે હોય પછી પુછવું જ શું.હાલમાં ઈમરાન એમસ્ટરડેમમાં છે અને ત્યાં પણ તેણે રેડ લાઈટ એરિયાની મુલાકાત લિધી હતી.
રાજકોટ : ‘લોકો એમ કહે છે કે મારો દીકરો મોદી જેવો નેતા બનશે’
રાજકોટમાં ભાજપનો જે શંખનાદ થાય તે આખા દેશમાં સંભળાય છે: સિદ્ધુ ગુજરાત સમગ્ર દેશ માટે વિકાસનું મોડેલ બન્યું છે. અહીંના શહેરોએ અભૂતપૂર્વ વિકાસ ભાજપના શાસનમાં સાધ્યો છે અને તેમાં પણ રાજકોટ તો વર્ષોથી ભાજપનો ગઢ છે અહીં જે શંખનાદ થાય છે તે આખા દેશમાં સંભળાય છે તેવું ભાજપના રાષ્ટ્રીય આગેવાન, અમૃતસરના સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજયોતસિંઘ સિધ્ધુએ જણાવ્યું હતું. દેશમાં ૬૦ માંથી ૫૦ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અહીં રાજકોટમાં ૩૬માંથી પાંચ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું એ જ દર્શાવે છે કે અહીં લોકો કેવી રીતે ભાજપને ચાહે છે.રાજકોટમાં જાહેરસભાઓ સંબોધ્યા બાદ પત્રકારો સાથે વાતો કરતાં સિધ્ધુએ જણાવ્યું કે કંગાળ લોકો અહીં ખુશહાલ થયા છે, નર્મદાનું પાણી ગામડે ગામડે પહોંચ્યું છે. ભાજપના શાસનમાં અહીં શાંતિ, સલામતિ સ્થપાયા છે અને વિકાસ થયો છે. તેમણે કહ્યું કે અમદાવાદ મહાનગરપાલિકાએ પાંચ વર્ષમાં વિકાસકામો પાછળ ૫૦૦૦ કરોડ વાપર્યા છે જે એક સિધ્ધિ છે. અહીંના શહેરોના મેયરો સીએમના દરજજાના છે અને સીએમ નરેન્દ્રભાઇ વડાપ્રધાનના દરજજાના છે.
'સચિનને મહાનતા કોઇ એવોર્ડથી માપી શકાય નહીં
આઇસીસી ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર સચિનની મહાનતા કોઇ એવોર્ડથી માપી શકાય નહીં તેમ ભારતને એક માત્ર વિશ્વ કપ જીતાડનાર પૂર્વ સુકાની કપિલ દેવનું કહેવું છે.સચિનને લાંબા સમય બાદ મળેલા એવોર્ડ અંગે પ્રતિક્રિયા આપતા લેજન્ડરી ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું કે, સચિનને કોઇ એવોર્ડની જરૂર નથી. તે ઘણો મહાન છે તેથી કોઇ એવોર્ડ તેની મહાનતા માપી શકે નહીં.મોહલી ટેસ્ટે જૂની યાદોને તાજી કરી દીધી છે. મને મેલબોર્નમાં 1981માં મળેલો વિજય અને ચેન્નાઇમાં 1986માં ડ્રો ગયેલી ટેસ્ટ યાદ આવી ગઇ છે તેમ ઓસ્ટ્રેલિયા સામે ભારતે એક વિકેટે મેળવેલા વિજય અંગે કપિલ દેવે જણાવ્યું હતું.
શું મારી પાસે પળવાર બેસશો?
ઓસ્ટ્રેલિયામાં એક એવો પાર્ક છે, જે હવે મોટુ સરોવર બની ચૂક્યો છે. આ સ્ટીરિયાના ટ્રાગોસમાં આવેલું એક એવું તળાવ છે, જે પહેલા એક પાર્ક હતું. અત્યારે પણ જ્યારે શિયાળામાં આ તળાવ સૂકાઈ જાય ત્યારે ફરી પાછો એક પાર્ક બની જાય છે અને લોકો ત્યાં ચાલવા પણ આવે છે.એટલે કે વર્ષમાં 6 મહિના આ જગ્યા તળાવ અને 6 મહિના બગીચાની જેમ ઉપયોગમાં લેવાય છે. આ તસવીરો એક મરજીવાએ પાણીની અંદર જઈને લીધેલી છે
શાહિદ રણબિરની વર્લ્ડ ટૂરમાં ભાગ નહિ લે
રણબિર કપૂર પોતાની પ્રથમ વર્લ્ડ ટૂર પર જવાનો છે. પહેલા સમાચાર હતા કે, શાહિદ કપૂર પણ રણબિરની સાથે જશે. શાહિદને પણ ડાન્સ કરવો ઘણો જ ગમે છે.શાહિદના પ્રવક્તાએ કહ્યું હતું કે, શાહિદ રણબિર સાથે વર્લ્ડ ટૂર પર જવાનો હતો પંરતુ ફિલ્મ મૌસમની રીલિઝ અને સાજીદ ખાનની ફિલ્મના શુટિંગને કારણે હવે તે વર્લ્ડ ટૂર પર જઈ શકશે નહિ.
નોકિયા N8, Iફોન કરતા પણ સસ્તો મળશે
એપ્પલના આઈફોન-4ના જવાબમાં નોકિયાએ પોતાનો આધુનિક અને આકર્ષક સ્માર્ટફોન N-8ને બજારમાં ઉતારી દીધો છે. હવે કંપની તેની કિંમતનો પણ ખુલાસો કરી રહી છે.નોકિયાના કહ્યાં પ્રમાણે આ ફોનની અગાઉથી નોંધણી (પ્રી બુકિંગ)કરાવનારા લોકોને આ ફોન 26,259 રૂપિયામાં ઉપલબ્ધ કરાવાશે.જોકે વેબસાઇટ ઉપર ભારતમાં તેના વેચાણની જાહેરાત હજું કરી નથી, પરંતુ માનવામાં આવે છે કે આ ફોન 15તારીખથી 23 ઓક્ટોબર સુધીમાં ભારતમાં વેચાવાનું શરૂં કરી દવામાં આવશે. પરંતુ શરૂઆતમાં તેનું વેચાણ માત્ર નોકિયાના પ્રાયોરિટી શૉપમાં જ કરવામાં આવશે.
'હું ધોનીની જેમ ચુપચાપ લગ્ન નહી કરી લઉં'
હું ધોનીની જેમ ચુપચાપ લગ્ન નહી કરી લઉં. જ્યારે પણ મારી લગ્ન કરવાની ઇચ્છા હશે ત્યારે બધાને બતાવીને માથા પર સહેરો બાંધીશ. આ વાત દેશના ડેશિંગ ક્રિકેટર યુવરાજ સિંહે ગુરુવારે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું છે. યુવરાજ શુક્રવારથી શરૂ થઇ રહેલી એનકેપી સાલ્વે ટ્રોફી ચેલેન્જર શ્રેણીમાં ઇન્ડિયા બલ્યૂનું નેતૃત્વ કરી રહ્યો છે.
રેમ્પ પર બિગ બી-કિંગ ખાન-રીતિકનો આગવો અંદાજ.
હાલમાં એચડીઆઈએલ ઈન્ડિયા કોચર ફેશન વીક ચાલી રહ્યું છે. ફેશન શોના પ્રથમ દિવસે ઐશ્વર્યા રાય ઘણાં લાંબા સમય પછી રેમ્પ પર જોવા મળી હતી. એશે મનીષ મલ્હોત્રાના બ્રાઈડલ વેર પહેરીને રેમ્પ પર કેટવોક કર્યુ હતું.ફેશન શોના બીજા દિવસે બોલિવૂડ લિજેન્ડ અમિતાભ બચ્ચન, રીતિક રોશન અને શાહરૂખ ખાન ત્રણેય એક સાથે રેમ્પ પર જોવા મળ્યા હતા.સ્ટેજ પર ત્રણેયની એક સાથે એન્ટ્રી થતાં જ દર્શકોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.બિગ બી, કિંગ ખાન અને રીતિકે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો. આ ત્રણેએ ફેશન ડિઝાઈનર કરન જોહર અને વરૂણ બહલના ડિઝાઈન કરેલા વસ્ત્રો પરિધાન કર્યા હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment