07 October 2010

CWGમાં ઈતિહાસ રચનારી રેણુબાલાનું અપમાન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



CWGમાં ઈતિહાસ રચનારી રેણુબાલાનું અપમાન

કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિ પહેલાથી જ તેની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે વિવાદોમાં રહી ચૂકી છે અને ભારતના ઈજ્જત પર કાળો ધબ્બો લગાવી ચૂકી છે.પરંતુ હવે તેની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આયોજન સમિતિ તેના ચેમ્પિયન ખેલાડીઓનું કેટલું ધ્યાન રાખે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.ભારત માટે વેઈટલિફ્ટિંગમાં 58 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી રેણુ બાલા ચાનૂને સ્પોર્ટ્સ વિલેજ જવા એક પણ અધિકારી એક ગાડી પણ પૂરી પાડી શક્યા નહોતા.ગોલ્ડ મેડલ જીતીને થોડા કલાકો સુધી રેણુબાલાને ગાડી માટે અહીં-તહીં ભટકતી જોવા મળી હતી પરંતુ જ્યારે ઘણો સમય થયો છતાં તેને ગાડી ના મળી તો તે પોતાના પરિવાર સાથે રિક્ષામાં જતી રહી હતી.આ છે ભારતીય વેઈટલિફ્ટિંગમાં ઈતિહાસ રચનારા સ્ટાર ખેલાડીની મજબૂરી કે તેણે રિક્ષામાં સ્પોર્ટ્સ વિલેજ જવું પડે છે. એટલું જ નહીં તેનો પરિવાર પણ તેની સાથે હતો. આ અંગે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેઓ તેમ કહીંને જવાબદારી માંથી છટકી ગયા કે તેમને નહોતી ખબર કે તેઓ ગાડીમાં નથી આવી.ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા વેઈટલિફ્ટર રેણુ બાલા ચાનુએ કોમનવેલ્થ ગેમ્સની વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં 58 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.મણિપુરની રેણુબાલા ફાઈનલમાં 194 કિલોગ્રામ વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહી હતી. વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા વેઈટલિફ્ટિંગમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ દેશના ખાતામાં આવી ચૂક્યા છે.


ભારત-ચીનના કારણે વૈશ્વિક મંદી હટી-IMF

ભારત અને ચીનની વધતી આર્થિક ક્ષમતા હવે આઈએમએફે પણ માની લીધી છે.વૉશિંગન્ટનમાં કાલે આઈએમએફે કહ્યું હતુ કે ભારત અને ચીનની આર્થિક વ્યવસ્થામાં આવેલી વૃદ્ધિના પરિણામે વૈશ્વિક અને એશિયન અર્થવ્યવસ્થાને આર્થિક સંકટમાંથી ઉગરવામાં મદદ મળી છે.જોકે આઈએમએફે એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે ભારત અને ચીને આ વધતી ઝડપને ટકાવી રાખવા માટે કેટલીય લૉન્ગ ટર્મ પૉલિસિઓનું નિર્માણ કરવું પડશે.આઈએમએફે કહ્યું હતુ કે ભારત અને ચીનનું ઔદ્યોગીક ઉત્પાદન અને રિટેલ વેચાણમાં ખાસ્સી મજબૂતાઈ છે, જેના કારણે એશિયાના બાકિ ક્ષેત્રો માટે સકારાત્મક પરિણામો લાવી છે.આઈએમએફના જણાવ્યાનુંસાર ભારતની સકલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)દર 9.7ટકા અને વર્ષ 2011માં 8.4 ટકાના દરે વધશે, જ્યારે ચીનની અર્થવ્યવસ્થા 10.5ટકા અને વર્ષ 2011માં 9.6ટકાના દરે વધશે.


‘સીબીઆઈ કેસ કરી શકે, ચૂંટણી જીતાડી ન શકે’

‘કોંગ્રેસીઓ ચૂંટણીમાં આરામથી જીતી શકતા નથી. ચૂંટણી જીતવા માટે તેઓએ ચારે બાજુ પ્રયાસ કર્યો પરંતુ ફેલ થયા બાદ હવે તેઓ સીબીઆઇનો ઉપયોગ કરે છે, પણ સીબીઆઇ કેસ ચલાવી શકે છે, ચૂંટણી જીતાડી શકતી નથી.સીબીઆઇ પણ કોંગ્રેસને ચૂંટણીમાં સહાય નહીં કરી શકે તેથી કોંગ્રેસ ચિંતામાં છે.’ તેમ આજે અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધતાં રાજ્યસભાના વિપક્ષના નેતા અરુણ જેટલીએ જણાવ્યું હતું.સીબીઆઇ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સીબીઆઇ ખોટા સાક્ષી બનાવે છે બનાવટ કરે છે પણ સીબીઆઇના અધિકારીઓએ સમજી લેવું જોઈએ કે સરકાર અમર નથી હોતી. પાર્ટી બદલાય છે ત્યારે સીબીઆઇના અધિકારીઓએ જવાબ આપવો પડશે.સીબીઆઇ ચૂંટણીમાં કોંગ્રેસને ઉગારી શકશે નહીં અને ગુજરાતની જનતા ભાજપના પક્ષમાં જનમત આપી જડબાતોડ જવાબ આપશે.અરુણ જેટલીએ સંમેલનમાં કાશ્મીર મુદ્દે પંડિત જવાહરલાલ નહેરુ પર પણ ચાબખા માર્યા હતા. જો કાશ્મીર મુદ્દે જનમત મેળવવામાં આવે તો નહેરુના નિર્ણયને લોકો પણ ખોટો માનશે. જેટલીએ અયોધ્યા અને માઓવાદીઓ મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા હતા.



અમેરિકાએ પાકિસ્તાનની માફી માંગી

અમેરિકાએ પાકિસ્તાન પર ગત દિવસોમાં કરેલા હવાઈ હુમલા બદલ માફી માંગી છે. આ હુમલામાં પાકિસ્તાનના બે સૈનિકો માર્યા ગયા હતા.સમાચાર એજન્સી ડીપીએ પ્રમાણે પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂત એની પેટરસને કહ્યું છે કે બુધવારે ઔપચારિક રીતે પાકિસ્તાની સરકાર પાસે માફી માંગી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની કમાન સંભાળી રહેલા ડેવિડ પેટ્રિયોસે પણ આ હુમલા બદલ ખેદ પ્રકટ કર્યો છે.ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બરે અમેરિકી સેનાએ પાક પર કરેલા હુમલામાં પાકિસ્તાની સેનાના બે જવાન માર્યા ગયા છે. અમેરિકી સેનાનો નિશાનો ખરેખર આતંકવાદીઓ હતા. આ ઘટના પર પાકિસ્તાન સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.


શૂટિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ

ભારતની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય શૂટરોનો દબદબો જળવાઈ રહ્યો છે.25 મીટર ફાયર પિસ્તોલમાં વિજય કુમાર-ગુરમીત સિંહની જોડીએ શૂટિંગમાં ભારતને છઠ્ઠો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 19માં કોમનવેલ્થમાં ભારતનો આ 12મો ગોલ્ડ મેડલ છે.આ પહેલા ભારતે શૂટિંગમાં બીજા દિવસે બે અને ત્રીજા દિવસે ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતા.કોમનવેલ્થ ગેમ્સમાં તીરંદાજીમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધાની ટીમ ઈવેન્ટમાં ભારતે મલેશિયાને હરાવની બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત તરફથી ભાગ્યવતી ચાનૂ, ઝાઓ હંસદા અને ગગનદીપ કૌરકીની ત્રિપુટીએ મલેશિયાની ત્રિપુટીને હરાવીને તીરંદાજીમાં પ્રથમ મેડલ હાંસલ કર્યો છે.આ પહેલા ભારતીય ટીમે મલેશિયાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ સેમિફાઈનલમાં કેનેડાની ટીમ સામે હારી ગઈ હતી. કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઈનલમાં ઈંગ્લેન્ડે કેનેડાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે.આ બાજુ શુક્રવારના રોજ જયંત તાલુકદાર, રાહુલ બેનર્જી અને તનરદીપ રોયની પુરુષ કમ્પાઉન્ડ સ્પર્ધાની સેમિફાઈનલમાં મજબૂત ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ટકરાશે. આ ઉપરાંત મહિલા વર્ગમાં રિકર્વ સ્પર્ધાની સેમિફાઈનલમાં મેંમેં ડોલા બેનર્જી, લૈસરામ દેવી અને દીપિકા કુમારીની ટીમ મલેશિયાની ટીમ સામે ટકરાશે.


ભારતને વધુ ૬ ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો યથાવત્ રીતે ચાલુ છે. ભારતે હજીસુધી ૧૧ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ જીતી લીધા છે. બુધવારે ભારતે ૧૧ મેડલ મેળવ્યા. જે પૈકી શૂટિંગ (નિશાનબાજી)માં ૩ ગોલ્ડ અને ૩ સિલ્વર, વેઇટ લિફ્ટિંગમાં બે અને કુસ્તીમાં એક ગોલ્ડ અને કુસ્તીમાં ૧ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.ભારતીય નિશાનબાજો (શૂટર્સ)/ પહેલવાનો મિડાસ ટચ બુધવારે પણ ચાલુ રહ્યો અને તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ પર નિશાન લગાવી દીધા. ડૉ. કણીઁસિંહ રેન્જમાં ગગન નારંગે ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રાને પાછળ ધકેલીને ૧૦ મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો. જ્યારે અનિસા સૈયદે ૨૫ મીટર પિસ્તોલમાં બાજી મારી લીધી. ઓમકારસિંહે ૫૦ મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીય પ્રશંસકોની ખુશીમાં ત્રીજો હીરો જડી દીધો. યજમાનના ખોળામાં ત્રણ સિલ્વર મેડલ પણ આવ્યા.અભિનવ બિન્દ્રા (૧૦ મી. એર રાઇફલ), રાહી સરનોબત (૨૫ મી. પિસ્તોલ) તથા રંજન સોઢી અને અશર નોરિયા (ડબલ ટ્રેપ પેર્સ)ને સિલ્વર મેડલ મળ્યા. મંગળવારે અમારા નિશાનબાજોને બે ગોલ્ડ અને એટલા જ સિલ્વર મેડલ મળ્યા હતા.સવારના સત્રમાં વર્લ્ડ કાર્ડધારક નારંગ છવાઇ ગયો. તેણે કવાલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ૬૦૦માંથી ૬૦૦ અંક બનાવીને પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. બિન્દ્રા કવાલિફાઇંગમાં જ પાછળ ધકેલાઇ ગયા અને ૫૯૫ અંક બનાવી શક્યા. ફાઇનલમાં ગગને ૧૦૩.૬ અને બિન્દ્રાએ ૧૦૩ અંક બનાવ્યા. આવી રીતે ગગને ૭૦૩.૬ અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો. બિન્દ્રાએ ૬૯૮ અંક સાથે સિલ્વર મેડલ જીત્યો. ગગન અને બિન્દ્રાએ મંગળવારે પેર્સનું ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગગનની જેમ અનિસાએ પણ સતત બીજા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે કવાલફિાઇંગમાં જ સરસાઇ મેળવીને પોતાના ઇરાદા જાહેર કરી દીધા છે. ૫૮૩ અંક બનાવીને ફાઇનલમાં પહોંચેલી આ શૂટરે કુલ ૭૮૬.૮ અંક મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો. મંગળવારે અનિસાની સાથે મળીને પેર્સનું ગોલ્ડ મેડલ જીતનારી સરનોબત ૭૮૧ અંક સાથે બીજા સ્થાને રહી.s


“લક્ષ્મણ નિવૃત્ત થશે તે દિવસે ઓસી.માં નેશનલ હોલીડે હશે”

મોહાલી ખાતે ઓસ્ટ્રેલિયા સામે જે રીતે વીવીએસ લક્ષ્મણે ભારતને જીત અપાવી હતી તેના લીધે આજે ટીવી, ન્યૂઝ પેપરથી માંડીને ઈન્ટરનેટ પર લક્ષ્મણની જ ચર્ચાઓ ચાલી રહી છે.લક્ષ્મણે ફરી એક વખત ભારતની હારની બાજીને જીતમાં પલટી નાંખી હતી. ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ લક્ષ્મણની પ્રશંસા કરી રહ્યા છે.હાલમાં ટ્વિટર પર પણ લક્ષ્મણ જ છવાયેલો રહ્યો છે. લોકો લક્ષ્મણની જાદૂઈ ઈનિંગ્સ માટે જાતજાતની ટ્વિટ લખી રહ્યા છે. લક્ષ્મણની પ્રશંસા માટે લોકો ટ્વિટરનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.આવી જ એક રસપ્રદ ટ્વિટ આ પ્રમાણે છે. જેમાં લખ્યું છે કે જે દિવસે વીવીએસ લક્ષ્મણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થશે તે દિવસે ઓસ્ટ્રેલિયામાં નેશનલ હોલીડે હશે.જ્યારે એક બીજી ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ તેમના દેશમાં કેટલાક વિસ્તારને લક્ષ્મણ જન્મસ્થાન તરીકે જાહેર કરી દેવો જોઈએ.આ ઉપરાંત ઈશાંત શર્માની પણ ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી. એક પ્રશંસકે તો અયોધ્યામાં લક્ષ્મણનું મંદિર બનાવવાની, ઈશાંત શર્માને રાષ્ટ્રપતિ બનાવવાની અને પ્રજ્ઞાન ઓઝાને કોઈ મંત્રાલય સોંપવા માટેની ટ્વિટ લખી છે.


42 શ્રદ્ધાળુઓ સાથેની હોડી લાપતા

ઓરિસ્સાના ભદ્રક જિલ્લના ધામ્રા પોર્ટ પરથી એક હોડી રવાના થઈ હતી. જેમાં, સ્ત્રીઓ અને બાળકો સહિત 42 મુસાફરો સવાર હતા. જે લાપતા થતા વહિવટીતંત્ર કામે લગ્યું છે.ભદ્રક જિલ્લાના પોલીસ સુપ્રીટેન્ડન્ટ જે. એન. પંકજના કહેવા પ્રમાણે, તમામ શ્રદ્ધાળુઓ નવાગાંવના નિવાસી છે, જેઓ એક હોડીમાં આજુબાજુના મંદીરોના દર્શન માટે નિકળ્યા હતા. મંગળવારે સાંજે છેલ્લી વખત આ નૌકાએ દેખા દીધી હતી. કેટલાક માછીમારોએ આ હોડીને ધામ્રા પરત ફરતા જોઈ હતી. વહિવટી તંત્રએ તપાસ અભિયાન હાથ ધર્યું છે. પરંતુ, ઊંચા મોજાઓ અને ખરાબ વાતાવરણને કારણે બચાવ અને તપાસકાર્યમાં અવરોધ આવી રહ્યો છે.હાલ, કોસ્ટગાર્ડે શ્રદ્ધાળુઓની તપાસ હાથ ધરી છે. વહિવટીતંત્રને વિશ્વાસ છેકે, આ મુસાફરોએ આજુબાજુના કોઈ વિસ્તારમાં આશ્રય લીધો હશે. ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડને વિનંતી કરવામાં આવી છેકે, તેઓ હેલિકોપ્ટર દ્વારા તપાસકાર્યમાં સહાયતા આપે.


‘સરકાર વિરોધી તાકાતો પાક પર કબજો કરવા માગે છે’

પૂરના સંકટ સામે ઝઝૂમવામાં નિષ્ફળ રહેલા ઝરદારીએ સરકાર વિરોધી તાકાતો પર શંકા વ્યક્ત કરી છે. તેમનો એવા દાવો છે કે આ તાકાતો પાક પર કબજો જમાવવા માગે છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો આવી તાકાતો પોતાના ઈરાદામાં કામિયાબ થઈ જશે તો સમગ્ર દક્ષિણ એશિયા માટે જોખમ ઊભુ થશે. આવી જ તાકાતોએ મુંબઈ હુમલાનું કાવતરુ ઘડ્યું હતું.
રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનમાં હવે ગેર-લોકતાંત્રિક રીતે સત્તા પરિવર્તન નહીં થાય. એક ટીવી ઈન્ટરવ્યુમાં ઝરદારીએ કહ્યું હતું કે પહેલા પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારને બે વખત પાયાવિહોણા આરોપ લગાવીને સત્તા પરથી ઉતારી દેવામાં આવી હતી. આ આરોપો આજ સુધી સાબિત થયા નથી.વિપક્ષના નેતા નવાજ શરીફ માટે ઝરદારીએ કહ્યું હતું કે તેઓ લોકતાંત્રિક નેતા છે અને તેમણે ક્યારેય ખોટી રીતે સરકારને પાડવાની તરફેણ નથી કરી. તેમણે પૂર મામલે સરકારની વિફળતાની જવાબદારી લેતા પદ છોડવાનો ઈનકાર કરી દીધો હતો.


કડીથી ભાજપના વિજયના શ્રીગણેશ : ૨૮ બેઠકો બિનહરીફ

પાલિકા-પંચાયતોની ચૂંટણી પહેલાં જ ભાજપના ૫૬ ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં અપસેટ સર્જાયો છે. કડી નગરપાલિકામાં ૩૬માંથી ૨૮ બેઠક બિનહરીફ રહેતાં ભાજપે પાલિકા કબજે કરી વિજયના શ્રીગણેશ કર્યા છે. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ પણ ઉજવ્યો હતો.આ ૨૮ બેઠક ઉપર કોંગ્રેસ પોતાના એક પણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા નહોતા તેમજ કોંગ્રેસના ગઢ ગણાતી પાંચ બેઠક ઉપર કોંગ્રેસના જ મુસ્લિમ ઉમેદવારોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવતાં તેઓ પણ બિનહરીફ રહ્યા હતા. ૩૬ પૈકીની ૨૮ બેઠક ભાજપે બિનહરીફ મેળવી હોવાનો દાવો કર્યો છે. આ પાલિકામાં ૨૮ બેઠકો પર કોંગ્રેસે તેના ઉમેદવારો જ ઊભા રાખ્યા ન હતા.પ્રદેશ ભાજપના પ્રવક્તા આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ડાંગ, પંચમહાલ, કચ્છ અને જામનગર જિલ્લા પંચાયતમાં એક-એક મળીને કુલ ૪ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. આ બેઠકો પર કોંગ્રેસ કે અન્ય કોઈપણ ઉમેદવારે ફોર્મ ભયાઁ ન હતાં. ચીખલી, કરજણ, પાદરા, સહેરા, ફતેહપુર, બાયડ, રાધનપુર, પાલનપુર, અંજાર, નખત્રાણા, ભેંસાણ અને રાણાવાવ તાલુકા પંચાયતની એક-એક તથા માંગરોળ, ઝાલોદ, મહેસાણા અને ભુજ તાલુકા પંચાયતની બે-બે બેઠકો મળીને કુલ ૨૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે. આ ઉપરાંત નગરપાલિકાઓની ૩૨ બેઠકો ભાજપ બિનહરીફ કબજે કરી છે.


અમીનને માફી આપવા બાબતે પ્રથમ નિર્ણય કરવા હાઇકોર્ટનો આદેશ

નરેન્દ્ર અમીનને માફી આપવાની બાબતે પ્રથમ સુનાવણી કર્યા બાદ તેના નિવેદનને લગતી બાબતે સુનાવણી હાથ ધરવા ન્યયામુર્તિ જયંત પટેલની ખંડપીઠે મેટ્રોપોલીટન કોર્ટને આદેશ કર્યો છે. બંધારણીય મુદ્દે અમીનને તાજનો સાક્ષી બનાવવાના બાબતે થયેલા રેફરન્સનો ચૂકાદો આપતા કોર્ટે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને આ બાબતે નિર્ણય લેવાની સત્તા હોવાનું ઠરાવ્યું હતું. સાથે સહઆરોપીઓ બાબતે કોર્ટે નોંધ્યું હતુકે તેમને ટ્રાયલના તબક્કે સાક્ષીને તપાસવાની પુરતી તક આપવામાં આવે છે. આ તબક્કે તેમને તક આપવી યોગ્ય નથી.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં હાઇપ્રોફાઇલ આરોપીઓ પૈકી સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને આ કેસને લગતી માહિતી તથા જરૂરી પુરાવા સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવા માગે છે.


અમીનને માફી આપવા બાબતે પ્રથમ નિર્ણય કરવા હાઇકોર્ટનો આદેશ

નરેન્દ્ર અમીનને માફી આપવાની બાબતે પ્રથમ સુનાવણી કર્યા બાદ તેના નિવેદનને લગતી બાબતે સુનાવણી હાથ ધરવા ન્યયામુર્તિ જયંત પટેલની ખંડપીઠે મેટ્રોપોલીટન કોર્ટને આદેશ કર્યો છે. બંધારણીય મુદ્દે અમીનને તાજનો સાક્ષી બનાવવાના બાબતે થયેલા રેફરન્સનો ચૂકાદો આપતા કોર્ટે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને આ બાબતે નિર્ણય લેવાની સત્તા હોવાનું ઠરાવ્યું હતું. સાથે સહઆરોપીઓ બાબતે કોર્ટે નોંધ્યું હતુકે તેમને ટ્રાયલના તબક્કે સાક્ષીને તપાસવાની પુરતી તક આપવામાં આવે છે. આ તબક્કે તેમને તક આપવી યોગ્ય નથી.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં હાઇપ્રોફાઇલ આરોપીઓ પૈકી સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને આ કેસને લગતી માહિતી તથા જરૂરી પુરાવા સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવા માગે છે.

No comments:

Post a Comment