08 October 2010

અમીત શાહની જામીન અરજીનો ચૂકાદો ૪::૩૦ બાદ આવશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


અમીત શાહની જામીન અરજીનો ચૂકાદો ૪::૩૦ બાદ આવશે

સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં અમીત શાહની જામીન અરજીનો આજે ચુકાદો આવવાની શક્યતાને પગલે તેના ટેકેદારો તથા સમાચાર સંસ્થાઓના કર્મારીઓ મોટી સંખ્યામાં સવારથી જ સીબીઆઇ કોર્ટમાં હાજર થઇ ગયા હતા.સામાન્ય રીતે પ્રથમ બોર્ડમાં જ અમીત શાહ કેસની સુનાવણીઓ શરૂ થતી હોવાથી મોટા ભાગના લોકો સવારથી જ હાજર થઇ ગયા હતા જોકે બાદમાં કોર્ટ કાર્યવાહી શરૂ થતાં એ બાબત ધ્યાન પર આવી હતીકે કેસનો ચૂકાદો બપોર પછીના બીજા બોર્ડમાં રાખવામાં આવી છે. તેથી હવે આ કેસનો ચૂકાદો સાંજે ૪:૩૦ બાદ આવવાની શક્યતા છે.

અમદાવાદ : ૩૦૦ સ્કૂલવાન બંધ રહેનાર હોઇ વાલીઓમા રોષ

શનિવારના રોજ ૩૦૦ જેટલી સ્કૂલવર્ધીની વાન બંધ રહેનાર હોઇ વાલીઓમા રોષ ફેલાયો છે. શનિવારના રોજ મોટાભાગની શાળાઓ સવારની હોઇ વાલીઓને વહેલી સવારે ઉઠી બાળકોને સ્કૂલે મુકવા જવાનુ હોઇ રોષ ફેલાયો છે.શનિવારના રોજ સ્કૂલવાન બંધ રહેનાર હોઇ વાલીઓએ બાળકોને સ્કૂલે મુકવા જવાનો વારો આવશે. એમા પણ શનિવારના રોજ મોટાભાગની સ્કૂલો સવાર પાળીમા ચાલનાર હોઇ વાલીઓએ વહેલા ઉઠીને સ્કૂલે વિદ્યાર્થીઓને મુકવા જવુ પડશે. જેથી વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે.


નરોડામાં ગળા ફાંસો ખાઇ યુવાને જીવન ટુંકાવ્યુ

નરોડામાં ખુલ્લા મેદાનમાં ઝાડની ડાળી સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી યુવાને ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ રહીશોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.પ્રાપ્તમાહિતી અનુસાર,નોબલનગર સુભાષનગરના કાચા છાપરામાં રહેતો અંબિકા પ્રસાદ લાલ ચંદ્ર પ્રસાદ(ઉ.વ.૨૧) નરોડા જીઆઈડીસીમાં આવેલી રામેશ્વર ફાઉન્ડરી નામની ભઢ્ઢીમાં નોકરી કરતો હતો. અંબિકા પ્રસાદે નરોડા જીઆઈડીસી લાયન્સ સ્કુલ પાસેના ખુલ્લા મેદાનમાં જઇ ઝાળની ડાળી સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો.


બાળકી સાથે અડપલાં કરતાં સ્કૂલવેનના ચાલકની ધોલાઈ

મરીમાતાના ખાંચામાં રહેતી ધો.૪ની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર સ્કુલવેનના ચાલકને આજે બપોરે વિદ્યાર્થીનીની પરિવારજનોએ પકડીને ધોલાઈ કરી હતી.દાંડિયાબજાર વિસ્તારમાં મરીમાતાના ખાંચા પાસે રહેતી એક કિશોરી શહેરની જાણીતી શાળાના ધો.૪માં અભ્યાસ કરે છે. ગઈ કાલે સ્કૂલવેનના ચાલકે શાળા છુટયાં બાદ તેને ઘરે લાવતી વખતે તેની સાથે શારીરિક ચેડાં કર્યા હતા. જેથી પરિવારજનોએ વેનચાલક યુવકની ગઈ કાલના બનાવની પૂછપરછ કરી હતી.


ખોટી રીતે ફોર્મ રદ કર્યાના આક્ષેપ : ચૂંટણી અધિકારીને નોટિસ

સેવાસદનની ચૂંટણીમાં વોર્ડનં-૧૭માંથી ઉમેદવારી રદ કરાતાં અપક્ષ ઉમેદવારના વકીલે ખોટી રીતે ઉમેદવારી રદ કરવા બદલ શહેર ચૂંટણી અધિકારી અને વોર્ડના ચૂંટણી અધિકારીને નોટિસ ઇશ્યુ કરી હતી.સેવાસદનના વોર્ડનં-૧૭ના અપક્ષ ઉમેદવાર પ્રમોદ શાહના ચૂંટણી ફોર્મમાં દરખાસ્ત કરનાર તથા ટેકો આપનાર યાદીમાં ક્રમાંક નંબર ન હોવાનું કારણ રજુ કરીને ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કર્યું હતું.


કતારગામમાં કોંગ્રેસ ભાગલા પાડીને રાજ કરે છે : ફળદુ

કતારગામમાં લલિતાચોકડી પાસે યોજેલી જાહેર સભાને સંબોધતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ફળદુએ કહ્યું કે, ભાજપે સુરતને દેશમાં અગ્રિમ સ્થાન અપાવ્યું છે. ભાજપ જે બોલે છે તેને આચરણમાં મૂકે છે પણ કોંગ્રેસે અંગ્રેજોની જેમ ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અખત્યાર કરી છે.રાજ્યમાં કોંગ્રેસના સમયમાં નિર્દોષ લોકોને લૂંટનારાઓનું વર્ચસ્વ હતું પણ ભાજપે આવા તમામ ‘દાદા’ઓને ભગાવીને માત્ર હનુમાનદાદાને જ રાખ્યા છે. છેલ્લાં નવ વર્ષમાં મુખ્યમંત્રીએ ગુજરાતને શાંતિ અને સલામતીની સાથે વિકાસનું શાસન આપ્યું છે પરંતુ કોંગ્રેસને ઊભા કોઠે પીડા ઊપડી છે એટલે ગુજરાત સરકારને ઊથલાવવા માટે ત્રાંસી આંખ કરી રહી છે. ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગતા આતંકવાદીઓનો ખાત્મો જો ગુજરાતની પોલીસે બોલાવ્યો હોય તો કોઇ પાપ નથી કર્યું.


‘સી.એમ.ની રાજનીતિ સમાજને તોડવાની છે’

રાજસ્થાનનાં કોંગી મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરુવારે સુરતમાં ચૂંટણી પ્રચારાર્થે આવ્યા હતાં. સુરતમાં રાજસ્થાની મતદારોની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે રાજસ્થાનનાં મુખ્યમત્રીનું આગમન કોંગ્રેસ દ્વારા રાજસ્થાની લોકોને પોતાની તરફ આકર્ષવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમની કોમવાદી નીતિઓનો ઉપયોગ કરીને સમાજને તોડવાની કુચેષ્ટા કરી રહ્યાં હોવાનો આક્ષેપ ગેહલોતે કર્યો હતો. ભાજપે હંમેશા કોમવાદના નામે લોકોને ઉશ્કેરીને સમાજમાં પલિતો ચાંપવાની ચેષ્ટા કરી છે તેની સામે કોંગ્રેસે તેની સદભાવનાથી આ ભડકો હોલવવાના પ્રયાસ કર્યા છે.રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે ગુજરાતના વિકાસ માટે કોંગ્રેસ દ્વારા કોઇ પણ ભેદભાવ વગર વિવિધ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાની લ્હાણી પ્રજાની સુખાકારી માટે કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી કોંગ્રેસની આ સખાવતને પોતાના નામે ચઢાવીને પ્રજાને ગુમરાહ કરી છે. દેશમાંથી ભાજપને જાકારો આપવામાં આવ્યો છે. તેની સામે કોંગ્રેસ ગાંધીજીના સિધ્ધાંતોને વરેલી છે. દેશ આઝાદ થયો ત્યારે દેશની તિજોરી ખાલીખમ હતી.દેશમાં તમામ પ્રકારની પ્રાથમિક સવલતોનો અભાવ હતો. તેવા વિકટ સંજોગોમાં દેશને તથા લોકોને કોંગ્રેસ દ્વારા આજે તમામ પ્રકારની સુખાકારી આપવામાં આવી છે. કોંગ્રેસના હાઇકમાન્ડ સોનિયા ગાંધીએ પોતે સત્તાને લાત મારીને કલુષિત રાજકારણમાં એક ઉમદા ઉદાહરણ આપ્યું છે. કેન્દ્રમાં જે વિકાસ એનડીએના સમયે થયો તેનાં કરતાં બમણી ઝડપે યુપીએના સમયમાં થયો છે.


ગૌમાંસ નિકાસ કરનારને સબસીડી અને ખેડૂતો પર લદાતો વેરો

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગૌમાંસની નિકાસ માટે પણ સબસીડી આપી તેને પ્રોત્સાહન પુરૂ પાડે છે તો ઘરઆંગણે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને જીવાદોરી સમા કપાસની નિકાસ માટે વેરા લાદી દે છે. આ તો કેવો અન્યાય? તેવો પ્રશ્ન કરી ભાવેણાવાસીઓ આનો જડબાતોડ જવાબ રવિવારે મતદાન કરી કોંગ્રેસને આપી દેશે તેમ જણાવ્યું હતું.


ભાવનગર : મોટા ઉમરડાની મહિલાના પેટમાંથી ૧૦ કિલોની ગાંઠ કઢાઇ

ગઢડાના મોટા ઉમરડા ગામના રહિશ બાલુબેન બોઘાભાઈ સાંટીયા (ઉ.વ.૪૫) છેલ્લા દોઢ વર્ષથી પેટમાં દુ:ખાવાના દર્દથી પીડાતા હતા. બાદ તેઓએ નિદાન કરાવતા તેમના પેટમાં ગાંઠ હોવાનું જણાતા તેઓને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવતા અને ત્યાં નિષ્ણાંત ડૉ. વિજય ઠક્કર તથા એનેસ્થેટીક ડૉ. પ્રવિણસિંહ વાઘેલા દ્વારા સઘન ઓપરેશન હાથ ધરી મોટા ઉમરડાની મહિલાના પેટમાંથી ૧૦ કિલો વજન ધરાવતી ૧૭ બાય ૧૦ ઈંચની ગાંઠ સફળતાપૂર્વક બહાર કઢાઈ હતી. હાલ આમ દોઢ વર્ષથી પીડાતી મહિલા સ્વસ્થ બની હતી.


ભાવનગર : મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ લાંચ લેતા ઝડપાયા

દુ:ખી અને લાચાર મહીલાઓ પાસેથી તેની મજબુરીનો લાભ લઈને ભાવનગર મહિલા પોલીસ મથકમાં ખુલ્લેઆમ ફરીયાદી અને આરોપીઓ પાસેથી નાણા ખંખેરવાની પ્રવૃત્તિ ધમધમતી હોયને, જે અંગે એક મહિલાએ હિંમતપૂર્વક પોલીસનો સામનો કરીને, ભ્રષ્ટાચાર અંગેની સિલસિલાબંધ રજુઆત એ.એસ.પી. પ્રદીપ શેદુળને કરતા, જેમાં મહીલા પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવીને આ પોલીસ મથકના પીએસઆઈ એચ.ડી.સોલંકીને રૂ.૩ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. છેલ્લા દસ વર્ષ દરમ્યાન મહિલા પોલીસ મથકની અંદર ૪૯૮ (ક), દહેજ ધારો, સ્ત્રી અત્યાચાર તથા કરીયાવર પાછો અપાવવા માટેની કાર્યવાહી સહિતની કામગીરી અંગે પોલીસ મથકના ફોજદાર, અને મહીલા પોલીસ કોન્સ્ટેબલોએ ભ્રષ્ટાચારની દુકાન ખોલી નાંખતા રોજ ફરીયાદી અને આરોપી પાસેથી નાણાં લીધા વગર કામ નહીં કરવાનું નક્કી થતા અનેક લોકો આનો ભોગ બની ગયા હતા.


વિશ્વનું સૌથી મોટું કાર્ગો શિપ પ્રથમવાર અદાણી બંદરે આવશે
પાં
ચ હજાર કન્ટેઇનરોને સમાવી શકે તેવું દુનિયાનું સૌથી મોટું માલવાહક જહાજ ભારતમાં પહેલીવાર મુન્દ્રા અદાણી પોર્ટ પર આવશે.અમે.વી./આઇ.ઓ.એન./આઇ.એ.એન. - પ્રોસ્ટેરિટી નામનું આ વિશાળ શિપ સાઉથ આફ્રિકાના રિચાર્ડબેથી રવાના થયું છે અને સંભવત: ૧૧મી તારીખે મુન્દ્રા આવી પહોંચશે. અદાણી પોર્ટના સૂત્રોએ જોકે કહ્યું હતું કે, તેના આગમનનો દિવસ નિશ્વિત નથી. એકાદ દિવસમાં તેનું શિડ્યુલ આવી જશે.મુન્દ્રા પોર્ટમાં અત્યાર સુધી અધિકત્તમ એક લાખની ઉંડાઇ ધરાવતા જહાજ જેટી પર લાંગયાઁ છ,ે ત્યારે આ શિપની ડેફથ એક લાખ પંચોતેર હજાર હશે, જેને બીજી ભાષામાં ડસ્પિ્લેસમેન્ટ કહી શકાય. ૧,૫૧,૨૯૦ મેટ્રિક ટન વજનનું આ જહાજ કચ્છના કાંઠે લાંગરાશે એ ઘટના દરિયાઇ ઈતિહાસમાં પ્રથમ હશે.


કચ્છની સુધરાઇની ૧૪૫ બેઠકો માટે ૩૮૬ મુરતિયા

કચ્છની ચાર સુધરાઇના ચૂંટણી જંગનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે કુલ ૧૪૭ પૈકી ૧૪૫ સીટો માટે ૩૮૬ જેટલા મુરતિયાઓ મેદાનમાં રહયા છે. ભુજ અને અંજારમાં એક-એક બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચૂકી છે.નગરપાલિકામાં ફોર્મ પરત ખેંચવાના આજના અંતિમ દિવસે જોકે ખાસ રોમાંચકતા જોવા મળી નહોતી અને ૨૫ જેટલાં નામાંકનો પરત ખેંચાયાં હતાં સૌથી વધુ ગાંધીધામની ૧૪ વોર્ડની ૪૨ બેઠકોમાં ૧૩૩ ફોર્મ માન્ય રહયા હતા જેમાંથી ૯ પરત થઇ જતા હવે ૧૨૪ ઉમેદવારો રહયા છે. અંજારમાં ૧૨ વોર્ડની ૩૫ બેઠકો પર ૧૧૨ ઉમેદવારો ઝંપલાવશે. અહીં ૧૨૨ નામાંકન માન્ય રહયા હતાં અને ૧૦ પાછાં ખેચાયા હતાં તો પાંચમાં વોર્ડની એક બઠક બિનહરીફ થઇ હતી.


પુણેમાં જેલના રક્ષકે સગીર બાળાનો વિનયભંગ કર્યો

આટપાડા સ્થિત સ્વતંત્રપુર જેલના રક્ષકે શાળામાં ભણતી એક કિશોરીની છેડતી કર્યાની ઘટના બની હતી. આ કિશોરીને જેલમાં કેદ તેના પિતાની સજામાં વધારો કરી દેવાની ધાક દાખવીને તેની સાથે કુકર્મ આચયું હતું. આ ઘટના બાદ રક્ષક નાના બંસી ભોસલે ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ભોસલેએ કિશોરી શાળામાંથી પાછી આવતી હતી ત્યારે તેને ધમકી આપીને સૂમસામ સ્થળે લઈ જઈને તેની સાથે વિનયભંગ કર્યો હતો.બીજે દિવસે પણ ભોસલેએ આવું જ કહીને કિશોરીની સાથે અડપલાં કર્યાં હતાં. ત્યાર બાદ કિશોરીએ તેની માતાને આ બાબતની જાણ કરતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભોસલેની વિરુદ્ધમાં સગીર સાથે વિનયભંગ કરવાનો ગુનો નોંધીને તેની શોધ આદરી હતી.

મુબઈ : મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે વીજબોર્ડને કરંટ આપ્યો

મુબઈનાં ઉપનગરોમાં ૨૮ લાખ વીજળી ગ્રાહકો ઉપર રિલાયન્સ વીજળી કંપનીના જબરદસ્ત ભાવ વધારાનો બોજ ન પડવો જોઈએ, એવી માગણી રાજ્યના પ્રધાન મંડળની બેઠકમાં એક અવાજે કરવામાં આવ્યા બાદ વીજળી સંબંધી કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરીને આ ભાવવધારાને સ્થગતિ આપવાનો આદેશ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી બોર્ડને આપ્યો હતો. હવે બોર્ડ એ માટે શાં પગલાં લે છે તેની ઉપર સૌની નજર છે.પ્રધાનમંડળની બેઠકમાં ઉપનગર જિલ્લાના પાલક પ્રધાન નસીમ ખાને રિલાયન્સ દ્વારા વીજળીના ભાવમાં વધારાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ખાને કહ્યું હતું કે, ‘ઉપનગરોમાં મધ્યમવર્ગીય અને ગરીબ લોકો રહે છે. તેમને રિલાયન્સના દર પરવડતા નથી. ટાટાની વીજળી અને રિલાયન્સની વીજળીના ભાવમાં બેથી પાંચ રૂપિયાનો તફાવત છે.’

મુબઈ : નવેમ્બર-ડિસેમ્બરમાં વધુ હોલિડે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે શિયાળા દરમિયાન વધુ બે રુટ પર વિશેષ ટ્રેનો દોડાવશે. તેમાં ૭ નવેમ્બરથી ૨૭ ડિસેમ્બર સુધી અમદાવાદ અને મડગાવ (વાયા વસઈ) વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન અને ૬ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી જયપુર અને સકિંદરાબાદ વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો સમાવેશ છે, એમ પ. રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું.અમદાવાદથી ગોવા જવા માટે મડગાંવ સુપરફાસ્ટ ટ્રેન દર રવિવારે બપોરે ૨.૧૦ વાગ્યે રવાના થઈને બીજે દિવસે સવારે ૨.૩૦ વાગ્યે મડગાંવ પહોંચશે. વળતા મડગાંવથી આ ગાડી દર સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે રવાના થઈબીજે દિવસે બપોરે ૧.૩૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.

No comments:

Post a Comment