09 October 2010

મા જગદંબાએ સજયા સોળે શણગાર

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

મા જગદંબાએ સજયા સોળે શણગાર

મા જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રિ પર્વના પ્રથમ દિવસથી જ ચારેય તરફ આનંદ ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે. માઈ મંદિરોમાં મા જગદંબાને સોળે શણગાર કરીને જવારા, ગરબો અને માંડવણીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યારે આખુ વર્ષ જેની આતુરતાથી રાહ જોનાર ખેલૈયાઓ નવરાત્રિ શરૂ થતાં જ ઉત્સાહમાં આવી ગયા છે.આણંદમાં આવેલ માઈમંદિરોમાં અંબાજી માતા, ચામુંડા માતા, વહેરાઈ માતા, ખોડિયાર માતાને નવરાત્રિના પ્રથમ દિવસે શણગાર કરવામાં આવ્યા હતા. મંદિરને ફૂલો અને રોશનીથી સજાવવામાં આવ્યા હતા. મંદિર આગળ પરંપરા અનુસાર ગરબો અને માંડવલીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. માઈમંદિરોમાં સવાર-સાંજ માતાજીની આરતી અને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


સિંહે સુતેલા યુવકનો પગ ખેંચીને ફાડી ખાધો

ચાદરની બહાર દેખાતો પગ જડબામાં દબાવી સાવજે ખેંચતા યુવાને રાડારાડી કરી મુક્તા સિંહ ભાગી છુટ્યો.ગીર પૂર્વની સરસિયા રેન્જમાં ગોપાલગ્રામની સીમમાં દીપડાએ બાળાને ફાડી ખાધા બાદ વાડીમાં સૂતેલા છતડિયાના દેવીપૂજક પર સિંહે હુમલો કરી પગ કરડી ખાતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.સિંહ દ્વારા હુમલાનો આ બનાવ ગઇકાલે વહેલી સવારે બન્યો હતો. ગીર પૂર્વની સરસિયા રેન્જમાં આવેલ છતડિયા ગામના ભીખુભાઇ ટપુભાઇ દેવીપૂજકે તે જ ગામના સવજીભાઇ ઠુંમર નામના પટેલ ખેડૂતની વાડી ભાગવી વાવવા રાખી છે. ગઇરાત્રે તે વાડીએ સૂતા હતા ત્યારે મધરાત્રે શિકારની શોધમાં એક સિંહ ત્યાં ધસી આવ્યો હતો.ભીખુભાઇ દેવીપૂજક ચાદર ઓઢીને સૂતા હતા ત્યારે સિંહ તેને શિકાર સમજી બેઠો હતો અને તેમનો પગ મોઢામાં દબાવી ખેંચવા લાગ્યો હતો. સિંહની પકડના કારણે ભીખુભાઇ જાગી ગયા હતા અને રાડારાડ કરી મૂકી હતી. જેના કારણે સિંહ પણ ગભરાયો હતો. સામાન્ય રીતે સિંહ પ્રાણીઓનો શિકાર કરે છે પણ માણસને છંછેડતો નથી અહીં સિંહથી ભૂલ થતાં તે પણ ભીખુભાઇને છોડીને ભાગ્યો હતો.


મુસ્લિમો અયોધ્યાના ચુકાદાને સ્વીકારે: મહમૂદ મદની

મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત નેતા અને જમાત ઉલેમા એ હિંદના ધર્મગુરુ મૌલાના મહમૂદ મદનીએ મુસ્લિમોને અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારવાનું કહ્યું છે. સુન્ની મુસ્લિમ સમાજના સૌથી મોટા સંગઠનના નેતા મૌલાના મદનીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાય તેના પર શાંતિથી વિચારે અને ચુકાદાનો સ્વીકાર કરે. જો કે મદનીએ કહ્યું હતું કે આ તેમનો વ્યક્તિગત વિચાર છે. તેઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય પણ છે.


જામખંભાળિયા પાસે અપહરણ કર્યા બાદ વારંવાર યુવતિ પર બળાત્કાર

વગઢ બારિયામાંથી અપહરણ કર્યા બાદ જામખંભાળિયા પાસેના ગામમાં લઇ જઇને યુવતી ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવકની પકડમાંથી છટકીને વતનમાં આવેલી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળાત્કાર સંબંધી ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્તજાણકારી અનુસાર દુધીયા ગામમાં રહેતી ૨૩ વર્ષિય યુવતી ૧૬ એપ્રિલના રોજ કામ અર્થે દેવગઢ બારિયા ગઇ હતી. ત્યાં બપોરના ૧૨ વાગ્યાના અરસામાં ગામના જ વીનોદ દીપા બારિયા મોતની ધમકી આપીને બળપૂર્વક બાઇક ઉપર બેસાડી અપહરણ કરી ગયો હતો.

*બિપાશા, કંગનાને બોલાવનારી ઇવેન્ટ મે. કંપની પર ITની નજર

નવરાત્રિમાં હોટ અભિનેત્રી બિપાશા બાસુ, કંગના રાનાવત, ઈમરાન હાશ્મી સહિતની સેલિબ્રિટીઓને બોલાવનારી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પર ઇન્કમટેક્સ વિભાગ બાજનજર રાખશે. આ કંપનીઓએ સેલિબ્રિટીઝની ફી અને ખર્ચની પાઈએ પાઈનો હિસાબ ઈન્કમટેક્સ વિભાગને આપવો પડશે.વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે,‘નવરાત્રીમાં બોલાવાતા બોલિવૂડના કલાકારોને લાખો રૂપિયા ચૂકવાય છે. જેની માહિતી ક્યારેક છૂપાવવાનો પ્રયાસ થાય છે. ખાસ કરીને આયોજકનું નામ અથવા કંપનીનું નામ ક્યારેક બોગસ હોય છે.’ આ વર્ષે પણ ઈમરાન હાસમી, સંજય દત્ત, અજય દેવગણ જેવા સુપરસ્ટાર ઉપરાંત બિપાસા બાસુ અને કંગના રાણાવત જેવી હિરોઇન આવવવાની માહિતી છે.

આધ્યશક્તિની આરાધના પર્વનો રંગેચંગે આરંભ

શારદીય નવરાત્રીનો દીપ-ઘટ સ્થાપના સાથે શુક્રવારે શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. શુક્રવારે મંદિરોમાં માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી. ભદ્રકાળી મંદિર ખાતે શૈલપુત્રી સ્વરૂપ, માધપુરા અંબાજી મંદિરમાં ગબ્બર ઉપર ગરબે ઘૂમતાં માતાજીનાં દર્શન થયાં હતાં. બીજી તરફ પ્રથમ નોરતાની રાત્રિના પ્રારંભ સાથે જ પરંપરાગત વેશમાં સજ્જ ખેલૈયાઓએ પાર્ટી-પ્લોટ અને શેરીગરબામાં રાસની રમઝટ બોલાવી હતી.અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મંદિરના ટ્રસ્ટી રવિ અવસ્થીએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે મંદિરમાં ઘટ સ્થાપન થયું. નવરાત્રીની વિધિવત્ પૂજા થઈ હતી. જવારારોપણ કરી આરતી થઈ હતી. માતાજીને પ્રથમ દિવસે શૈલપુત્રી સ્વરૂપના શણગાર થયા હતા. રાત્રે આરતી બાદ ગરબા થયા હતા. ધના સુથારની પોળમાં આવેલા ૪૦૦ વર્ષ જુના અંબાજી માતાના મંદિરે પણ ઘટસ્થાપના કરવામાં આવી હતી.


મહાનગર સેવાસદનનો ચૂંટણી જંગ : ૨૮૮ યોધ્ધા મેદાનમાં

મહાનગર સેવાસદનના ચૂંટણી સંગ્રામ આડે ગણતરીના કલાકો બાકી રહેતા ઉમેદવારોના જીવ તાળવે ચોંટયા છે. મહાનગર સેવાસદનના ૨૫ વોર્ડની ૭૫ બેઠક માટે ૨૮૮ યૌધ્ધા મેદાનમાં છે ત્યારે મતદારોનો ઝોક કોની તરફ રહેશે તે અંગે ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ છે.મહાનગર સેવાસદનના ૨૫ વોર્ડની ૭૫ બેઠક માટે આવતી કાલે રવિવારે ચૂંટણી યોજાનાર છે અને તેને લઇને ચૂંટણી તંત્રે પૂવઁતૈયારીઓને અંતિમ ઓપ આપ્યો છે. ૭૫ બેઠક માટે ૨૮૮ ઉમેદવારો મેદાનમાં છે અને મતદાન પૂવેઁ મતદારોની સાથે ગ્રૂપ મિટિંગનો દોર ચાલુ રાખ્યો હતો.આવતી કાલના મતદાનને ધ્યાનમાં રાખી ઉમેદવારો અને તેના સમર્થકોએ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડે તેના પ્રયાસો શરૂ કર્યા હતા. આવતી કાલે સવારે આઠ વાગ્યાથી ૧૩૭૦ મતદાનમથકો ખાતે ઇવીએમ થકી મતદાનનો પ્રારંભ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. આ મતદાનમથકોમાં ફરજ બજાવવા માટેસાત હજારથી વધુ કર્મચારીઓને મતદાનમથકોની ફાળવણી કરવામાં આવી છે અને આ કમઁચારીઓ જે તે મતદાનમથક ઉપર મતદાનની સામગ્રી લઇને રવાના થયા હતા.


પોલીસકર્મીની પુત્રીએ ૪થા માળેથી કૂદકો મારતાં ઇજા

વાડીના પોલીસ કર્મચારીની પરિણીત પુત્રીએ શુક્રવારે સાંજે ઘરના ચોથા માળેથી કૂદકો મારતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પ્રતાપનગર પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા રામદાસ પાટીલ વાડી પોલીસ મથકમાં મોબાઇલ-૩માં ફરજ બજાવે છે. તેમની ૨પ વર્ષીય પુત્રી રાજશ્રીનાં લગ્ન પાંચેક વર્ષ પહેલાં થયાં હતાં, પરંતુ વળગાડ હોવાની શંકાએ ત્રણ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઇ ગયા હતા.છુટાછેડા બાદ પિતાના ઘરે રહેતી રાજશ્રીએ શુક્રવારે અગમ્ય કારણસર ચોથા માળેથી કૂદકો મારી દીધો હતો. ઇજાગ્રસ્ત રાજશ્રીને સયાજી હોસ્પિટલમાં ખસેડાતાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા ઉત્સવ મેળાના ઉમંગમાં જોડાઓ'

વડોદરા ઉત્સવ મેળામાં લોકો જાણીતા અભિનેતા - વિલન - કોમેડિયન શક્તિકપૂરના આઉ.. પર વાઉ પોકારી ઉઠ્યા હતાં.
બોલિવુડથી માંડી હોલિવુડ સુધી અભિનયનો ડંકો વગાડનાર શક્તિકપૂર આજે સાગુ ડ્રીમલેન્ડ અને દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત વડોદરા ઉત્સવ મેળો - ૨૦૧૦માં લોકોનું મનોરંજન પુરું પાડવા ઉપસ્થિત રહ્યો હતો. છેલ્લાં બે - ત્રણ વર્ષથી શક્તિકપૂર ફિલ્મોમાં જોવા મળતો ન હતો.આ સમયમાં તે કેમ ગાયબ રહ્યો હતો? તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં શક્તિકપૂરે જણાવ્યું હતું કે, હું પદ્મીની કોલ્હાપુરી સાથે નાટક ‘આસમાન સે ગિરે ખજુર પે અટકે’ના પ્રયોગોમાં વ્યસ્ત હોવાથી ફિલ્મોથી દૂર રહ્યો હતો. જોકે, હવે ટૂંક સમયમાં બચાવો, ચતુરસિંગ ટુ સ્ટાર, નો પ્રોબ્લમ, જેવી પાંચેક ફિલ્મો સાથે દર્શકોની વચ્ચે આવી રહ્યો છું.


ટાઇગર માટે પાંજરું તૈયાર


છઢ્ઢી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી ધ્વંસની ઘટના બની તેના વિરોધમાં ૧૯૯૩ના વર્ષમાં સુરતમાં રેલવે સ્ટેશન અને વરાછાના મિનીબજારમાં બોમ્બબ્લાસ્ટ થયા હતા. જેમાં વરાછા રોડ પર અલ્પા નામની એક આઠ વર્ષની વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ ઘટનામાં તત્કાલીન કોંગ્રેસની સરકારમાં મસ્ત્યોધ્યોગ ખાતાના પ્રધાન મોહંમદ સુરતી, હુસેન ઘડિયાળી, મુસ્તાક પટેલ સહિત ૧૨ની ૧૯૯૫ના વર્ષમાં પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી એકને બાદ કરતાં બાકીના તમામને ૨૦૦૮ના વર્ષમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.



કચ્છ : મઢમાં પહેલી નવરાત્રે દેશદેવીના જય નાદે ગગન ગુંજ્યું

કચ્છની દેશ દેવી આઇ આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ગુરુવારે રાત્રે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ થઇ હતી. શુક્રવારથી પ્રારંભ થયેલા શારદિય અશ્વિન નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારથી લાંબી લાંબી કતારોમાં ઉભેલા શ્રદ્ધાળુઓએ ભાવાવેશમાં આવી ‘જય માતાજી, જય માતાજી’ના નાદથી ગગન ગૂજતું કરી દીધું હતું.ગુરુવારે મોડી સાંજે માતાના મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની વિધિ કરાઇ હતી. શુક્રવારે વહેલી સવારથી જ લાંબી લાંબી કતારોમાં ઉભેલા પદયાત્રીઓ મુખ ઉપર પગે ચાલીને આવ્યાનો થાક જરા પણ વર્તાતો નહોતો. માના દર્શનાર્થીઓ માટે ગોઠવવામાં આવેલા મંડપ નીચેની રેલિંગમાં કતારબદ્ધ ઉભેલા ભાવિકો નજિ મંદિરના દ્વારા પાસે પહોંચી માથું ટેકવ્યું હતું.

ભુજ : વીજ વપરાશ ડબલ, આવક ૫% !

ભુજમાં શેરીએ શેરીએ સામાન્ય દિવસો કરતાં નવરાત્રિમાં પરંપરાગત રીતે ગરબીમાં માતાજીની આરાધના નથી થતી.સેંકડો આયોજનો પણ ભુજમાં ગરબીના ૮, કેમ્પના પ વીજ જોડાણો જ કાયદેસર,જિલ્લા મથક ભુજ હોય કે, છેવાડાના નાનકડું ગામડું હોય ઠેર-ઠેર શેરીએ-શેરીએ ગરબીના આયોજનો થાય છે. તેના કારણે સામાન્ય દિવસો કરતા વીજ વપરાશ સરેરાશ ડબલ ગણો વધી જાય છે. પરંતુ, મોટા ભાગની ગરબીઓમાં નિયમ મુજબ વીજજોડાણો લેવાતા નથી.એક સમય હતો જ્યારે ચોકની વચ્ચે ગરબીઓ મૂકીને તબલા, ઝાંજપખા જ વગાડીને પરંપરાગત રીતે ગરબી લઇ લોકો માતાજીની આરાધના કરતાં હતા. પરંતુ, સમયની સાથે ચોકની ગરબીનું સ્થાન પાર્ટી પ્લોટે લઇ લીધું છે. તેમાં હેવી વીજ વપરાશ કરતા સાધનો લગાડીને રોશનીનો ઝગમગાટ, ઓરકેસ્ટ્રા જેવા સાધનોનો સાર્વત્રિક રીતે ઉપયોગ થાય છે.


ભાજપ સામે કોંગ્રેસ-બસપ-અપક્ષનો પડકાર

ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ હવે નગરસેવક બનવાની તક ઝડપવા માટે મુખ્ય બે અને અન્ય પક્ષોના ઉમેદવારોએ પ્રચારકાર્યના શ્રીગણેશ મંદગતિએ કર્યા છે. આદિપુર સ્થિત વોર્ડ નં. એકમાં ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે જ્યારે લોકપ્રતિનિધિઓ અને પાલિકાની કામગીરી તથા હવે જનતાનો ચુકાદો શું હોઇ શકે એ માટે રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ચાલુ ટર્મના સત્તાધીશોની કામગીરી અને તેની સામેનો રોષ ઉભરી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, એક સમયે આ વોર્ડ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો જે ભાજપે છીનવી લીધો હતો. આ વખતે ભાજપે સત્તા ટકાવવી હશે તો કોંગ્રેસ ઉપરાંત બસપ સામે લડવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વોર્ડ ૧માં નવા બનેલા સીસીરોડ પર ગટર-સફાઇની રેલાઇ ગયેલી સમસ્યાઓ ભાજપને લપસાવી પરિવર્તન આણી શકે અથવા અન્ય હરીફ પક્ષોના ઉમેદવારોને નગર સેવક બનવાના સ્વપના અધૂરા રહી જાય તેમ છે.


ભાવનગર શહેરમાં ઉમેદવારો હવે ઘરે ઘરે જઈ પ્રચાર કાર્યમાં લાગી ગયા

ભાવનગર શહેરમાં ૧૦મી ઓક્ટોબરને રવિવારે યોજાનારી મહાનગરપાલિકાના ૧૭ વોર્ડની ૫૧ બેઠકો માટેની ચૂંટણી પ્રચારના ભુંગળા આજે સાંજથી બંધ થઈ ગયા બાદ હવે વ્યક્તિગત સંપર્ક, ટેલિફોનિક અને SMS કે ઈ-મેઈલથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ભાવનગરમાં આ વખતે ચૂંટણીમાં જ્ઞાતિવાદ વધુ વકર્યો છે અને આવા મતલબના SMS પણ ફરી રહ્યાં છે.ભાવનગર શહેરની ૫૧ બેઠકો માટેની ચૂંટણીના મતદાનનો પ્રચાર આજે સાંજથી પૂર્ણ થતા હવે ભાજપ, કોંગ્રેસ, મજપા સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડોર-ટુ-ડોર સંપર્ક તેમજ રાત્રિ ઓટલા બેઠકોમાં પ્રચાર શરૂ કરી દીધો છે.

No comments:

Post a Comment