visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
નોરતાંનો રંગ જામ્યો, ચૂંટણી જંગ પત્યો
નવરાત્રી પર્વમાં લોકશાહીના પર્વની સમાપ્તિ બાદ ત્રીજા નોરતાથી શહેરના ગરબાનો અસ્સલ મિજાજ જામ્યો હતો. રવિવારની રજા હોવાથી મોટાભાગનાં ગરબામેદાનો ખેલૈયાંથી ઊભરાયાં હતાં. હાલમાં ચાલી રહેલા નવરાત્રી પર્વમાં પ્રથમ બે દિવસ ગરબામેદાનોમાં પાંખી હાજરી જોવા મળી હતી.એક તરફ ગરબામહોત્સવ અને બીજી તરફ લોકશાહીના પર્વ સમાન સેવાસદનની ચૂંટણી હોવાથી રાજકીય પક્ષો સાથે સંકળાયેલા કાર્યકરો પ્રચારકાર્યમાં લાગી ગયા હતા. યુવાનો પણ પ્રચારકાર્યમાં જોડાયેલા હોવાથી નોરતાના પ્રથમ બે દિવસ ગરબામાં જવાનું ટાળ્યું હતું. જોકે રવિવારે મતદાન થઇ જતાં લોકશાહીના પર્વની પૂણૉહુતિ થઇ હતી. તેમાંય રજા હોવાથી મોટાભાગનાં ગરબામેદાનો ખેલૈયાં અને દર્શકોથી ઊભરાયાં હતાં.રાતના દસ વાગતાં જ ગરબામહોત્સવમાં ઉત્સવપ્રિય નગરીનો અસલ મિજાજ જોવા મળી રહ્યો હતો. રાતના બાર વાગ્યા સુધીની સમયમર્યાદામાં ઢબૂકતા ઢોલના તાલે ગરબાનાં ખેલીઓ ઝૂમી ઊઠયાં હતાં.
કર્ણાટક: ‘બહુમત’ બાદ પણ સંકટ યથાવત
કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે નાટકીય ઘટનાક્રમાં આજે ધ્વનિમતથી બહુમત સાબિત કરી દીધો છે. તેના પહેલા રાજ્યપાલના નિર્દેશને ગણકાર્યા વગર વિધાનસભા સ્પીકરે બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કર્યા હતા. સ્પીકરના આ પગલાંનો ફાયદો ભાજપને એ પ્રકારે મળ્યો કે બળવાખોર ધારાસભ્યો વિશ્વાસ મત દરમિયાન વિધાનસભામાં હાજર રહી શક્યા ન હતા. ગૃહની કાર્યવાહી દરમિયાન બળવાખોર ધારાસભ્યોએ ગૃહમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. સ્પીકરે ગૃહમાં સરકારને સીધા ધ્વનિમતથી વિશ્વાસ મત પારિત કરાવી દીધો હતો. જો કે તેનાથી યેદિયુરપ્પા સરકાર પરથી સંકટના વાદળ હટ્યા હોવાનું માનવામાં આવતું નથી.હકીતમાં યેદિયુરપ્પાએ વિશ્વાસ મત હાસિલ કરી લીધા બાદપણ રાજ્યપાલ પાસે એ વિશેષાધિકાર બચે છે કે તેઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ આ સંદર્ભે શું નિર્ણય કરે છે?
યેદિયુરપ્પા સરકારે ગૃહમાં બહુમત સાબિત કર્યો
કર્ણાટકમાં ભાજપની સરકારે બહુમતી સાબિત કરી છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજ્યપાલના આદેશ પ્રમાણે ગૃહમાં એક પંક્તિનો વિશ્વાસ મત રજૂ કર્યો હતો. વોઈસ વોટથી યેદિયુરપ્પા સરકારે વિશ્વાસ મત સાબિત કર્યો છે. હંગામાને કારણે વોઈસ વોટ પણ સ્પષ્ટ થઈ શક્યો ન હતો. વોઈસ વોટ પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ત્યારે રાજ્યપાલ પોતાના રિપોર્ટમાં વિશ્વાસ મત પર પ્રશ્ન ઉઠાવે તેવી સંભવાનાઓ વ્યક્ત થઈ રહી છે. વિશ્વાસ મત બાદ કર્ણાટક વિધાનસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે.
આ પહેલા વિધાનસભાની કાર્યવાહીના પ્રારંભે પાંચ ધારાસભ્યોએ પરિસરના કાચ તોડીને ગૃહમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો હતો. જેના કારણે પોલીસને કાર્યવાહી કરવી પડી હતી. વિશ્વાસ મત વખતે ગૃહમાં અફરાતફરીનો માહોલ હતો.કેટલાંક મહિલા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તુણક થઈ હોવાની પણ ખબર છે.
કર્ણાટકના બળવાખોર MLA અયોગ્ય ઘોષિત થયા
કર્ણાટકના રાજ્યપાલના નિર્દેશને દરકિનાર કરીને સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દીધા છે. શક્તિ પરીક્ષણના પહેલા સ્પીકરનો આ દાવ હવે ભાજપની રાજ્યમાંની સરકારને બચાવી શકે તેવી સંભાવના ઉભી થઈ છે. વિધાનસભામાં હવે ધારાસભ્યોની સંખ્યા 208 રહી જશે. તેનાથી ભાજપને બહુમતી માટેના આંકડા સુધી પહોંચવું આસાન બની જશે. આ ઘટનાક્રમ બાદ યેદિયુરપ્પાએ કહ્યું છે કે તેમની સરકાર બહુમત હાસિલ કરી લેશે.આ પહેલા રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે વિધાનસભા અધ્યક્ષ કે.જી.બપૈય્યાને કહ્યું હતું કે તેઓ શક્તિ પરીક્ષણ પહેલા કોઈપણ બળવાખોર ધારાસભ્યને અયોગ્ય ઘોષિત ન કરે. રાજ્યપાલના આ પ્રકારના નિર્દેશ બાદ યેદિયુરપ્પા સરકારનું બચવું મુશ્કેલ હતું.
કર્ણાટકની ઘટનાઓ પર કેન્દ્ર ચિંતિત
કેન્દ્રીય ગૃહ મંત્રાલય કર્ણાટકના ઘટનાક્રમને લઈને ચિંતિત છે અને તેણે અહીંની પરિસ્થિતિઓને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે. સૂત્રોનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ બંધારણની દસમી સૂચિ એટલે કે પક્ષાંતર વિરોધી કાયદાનો દુરુપયોગ થયો છે. મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું છે કે અપક્ષોને અયોગ્ય ઘોષિત કરવાના મામલમાં પક્ષાંતર વિરોધી કાયદાનો વધારે દુરુપયોગ થયો છે. તેમણે કહ્યું હતું કે દસમી અનુસૂચિ અપક્ષો પર લાગુ થતી નથી. અને માટે તેમને અયોગ્ય ઠેરવવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી. સૂત્રોએ કહ્યું છે કે ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોના મામલામાં પણ માત્ર બે આધાર પર અયોગ્ય ઠેરવી શકાય છે. પહેલો, જો ધારાસભ્ય સ્વેચ્છાથી પાર્ટીમાં રાજીનામું આપી દે અને બીજો, જો તે વ્હિપની વિરુદ્ધ જઈને મતદાન કરે.
“મોદી સાથે સંબંધ રાખ્યો તો બહાર ફેંકાઈ જશો”
રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબને આઈપીએલમાંથી બહાર કરી દીધા બાદ બીસીસીઆઈ એ હવે આઈપીએલની અન્ય ફ્રેન્ચાઈઝીના માલિકોને પણ ચેતવણી આપી છે.એક એસએમએસ દ્વારા આઈપીએલની ટીમોના માલિકોને મોકલવામાં આવેલી ચેતવણીમાં સ્પષ્ટપણે આઈપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદી સાથે સંબંધો ના રાખવાની સલાહ આપી છે.
ભારત ઑટો ક્ષેત્રમાં યૂરોપને પછાડશે!
ભારતમાં લક્ઝૂરિયસ કારોનું બજાર તેજી સાથે આગળ વધી રહ્યું છે. અને આવનારા દિવસોમાં અહિ લક્ઝૂરિયસ કારોના વેચાણની ઝડપ હજુ વધુ ઝડપ પ્રાપ્ત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.લક્ઝરી કાર બનાવનારી દુનિયાની બીજી સૌથી મોટી કંપની મર્સિડીઝનું માનવું છે કે આવનારા દસ વર્ષોમાં ભારતમાં મર્સિડીઝ કારોના ખરીદદાર ઇંગ્લેન્ડ કરતા પણ વધી જશે.આટલુ જ નહી કંપનીનું એમ પણ માનવું છે કે લક્ઝરી કારોની ખરીદદારીની બાબતમાં ભારત યૂરોપથી તમામ મોટા દેશોને પણ ધોબી પછડાટ આપી શકે છે.કંપનીનું માનવુ છે કે ભારતમાં ધનકુબેરોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. અને તેની સાથે જ દેશમાં લક્ઝરી કારોની માંગ પણ સતત વધતી જઈ રહી છે.
લાલુ : નીતિશના પગમાં ઘૂંઘરું બાંધો, હું તબલા વગાડીશ
લાલપ્રસાદ યાદવ આઠ સ્થાનો પરની ચૂંટણી સભાથી પાછા ફરીને આવ્યા બાદ પૂરા રંગમાં દેખાયા હતા. તેમણે દાવો કર્યો છે કે આ વખતે તેમની જ સરકાર બનશે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમોએ નીતિશ કુમાર પર વ્યંગબાણ ચલાવતા કહ્યું હતું કે જો તેમના પગમાં ઘૂઘરું બાંધી દેવામાં આવે, તો તેઓ તબલા વગાડશે.રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલુ યાદવે કટાક્ષ કરતાં કહ્યું હતું કે નીતિશ જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં દુકાળ પડયો. હવે તેઓ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં વરસાદ થઈ રહ્યો છે. લાલુએ કહ્યું હતું કે બિહારમાંથી કોંગ્રેસને તો તેમણે 74ના આંદોલનમાં જ ઉખાડીને ફેંકી દીધી હતી. કોંગ્રેસ, બીએસપી, એનસીપી અને એસપી દુકાન ખોલીને બેઠા છે. તેમના કાઉન્ટર પરથી વિધાનસભાની ટિકિટ મળે છે.
છ મહાનગરોમાં સરેરાશ ૪૩ ટકા મતદાન
રાજ્યના છ મહાનગરોમાં મતદાનના મહાસંગ્રામમાં રવિવારે સરેરાશ ૪૩થી ૪૫ ટકા જેટલું અંદાજે મતદાન થયું છે. જે ૨૦૦૫ના વર્ષમાં ૬ મનપામાં સરેરાશ ૪૧ ટકા રહ્યું હતું જ્યારે આ વખતે નવરાત્રિ અને નિરૂત્સાહના વાતાવરણમાં સવારે પ્રથમ કલાકમાં ઓછા મતદાને નેતાઓના જીવ અધ્ધર કરી દેતા તમામ પક્ષના ઉમેદવારો પણ દોડતા થઇ ગયા હતા.જો કે સાંજ સુધીમાં અગાઉની સરખામણીમાં વધુ મતદાન થતા નેતાઓએ હાશકારો અનુભવ્યો હતો. કેટલીક સામાન્ય અપ્રિય ઘટનાઓને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે. ૫૫૫ બેઠકો પર ચૂંટણી લડી રહેલા ૨૨૭૬ ઉમેદવારોનું ભાવિ અંદાજે ૩૮.૭૭ લાખ મતદારોએ ઇવીએમમાં બંધ કરી દીધું છે. સંખ્યાબંધ સ્થળોએ મતદારોએ નેગેટિવ વોટિંગ કરીને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો. અનેક સ્થળોએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડયા હતા. ૧૨મી ને મંગળવારે સવારે આઠ કલાકથી છ મહાનગરોના પરિણામ જાહેર થશે . ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના પક્ષના વિજયના દાવા કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય ભારત સાથે: દેવબંધ
દેવબંધમાં કાશ્મીર કોન્ફરન્સમાં જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય ભારત સાથે હોવાની વાત ઉપસ્થિત ઉલેમાઓએ કરી છે. દેવબંધી ઉલેમાઓના શક્તિશાળી સંગઠન જમાત ઉલેમા એ હિંદે રવિવારે જમ્મુ-કાશ્મીરના નાગરીક વિસ્તારોમાંથી સશસ્ત્ર સેના વિશેષાધિકાર અધિનિયમને હટાવવાની અને સુરક્ષાદળો તથા બેરીકેડ્સ દૂર કરવાની માગણીને ટેકો આપ્યો છે.દેવબંધમાં રવિવારે આયોજીત થયેલી કાશ્મીર કોન્ફરન્સમાં પારિત કરેલા પ્રસ્તાવમાં જમાત ઉલેમા એ હિંદે માગણી કરી છે કે માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે સ્વતંત્ર તપાસ પંચ રચાય અને ગુમ થયેલા સેંકડો યુવાનોની ભાળ મેળવવામાં આવે. તેમણે જાહેર સુરક્ષા અધિનિયમને પાછો ખેંચવાની અને પીડિતોને વળતર આપવાની માગણી પણ કરી છે.
બાઇકર્સ ગેંગનો અગ્રસચિવના પુત્ર પર હુમલો
બાઈકર્સ ગેંગના કરતબબાજોએ પાંજરાપોળ, આઈ આઈ એમ રોડ, સહજાનંદ રોડ અને એસ જી હાઈવે પર કાળો કેર વર્તાવ્યો હતો. અત્યંત હિંસક વૃત્તિ ધરાવતી આ ગેંગ એટલી બેફામ બની હતી કે રાતના અઢી વાગ્યે ઘરે પરત ફરી રહેલા મુખ્યમંત્રી મોદીના અગ્રસચિવ એ કે શર્માના પુત્ર અભિનવ શર્મા અને તેના મિત્રને કારમાંથી ઉતારીને બેફામ ફટકાર્યા હતા.ગાંધીનગર ખાતે રહેતાં અને સી જી રોડ પર કોલ સેન્ટર ચલાવતા અભિનવ શર્મા અને તેમના ભાગીદાર કિનલ પટેલ રાત્રે બે વાગ્યાના સુમારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આઈ આઈ એમ રોડ પર ૨૫ બાઈકર રસ્તાની વચ્ચોવચ ખતરનાક સ્ટંટ કરી રહ્યા હતા. ત્યારે કાર હંકારી રહેલા કિનલે હોર્ન વગાડીને સાઈડ માગતા ઉશ્કેરાયેલા બાઈકરો તેમની બાઈકો કારની આગળ રોકી કિનલને બહાર ખેંચી કાઢીને માર મારવા લાગ્યા હતા.
તારક મહેતા: એ જમાનામાં નિર્માતાઓની રખાતો બોલિવૂડમાં જાણીતી હતી
ટીવી ઉપર ‘ઇન્ડિયા’ ચેનલે શક્તિ કપૂર અને અમન વર્માનો પર્દાફાશ કરીને શી મોટી દેશ સેવા કરી નાખી હોય તેવી કાગારોળ મચાવી દીધી છે! અમે તો બોફર્સ કૌભાંડથી ઘાસચારા કૌભાંડ અને ત્યાર પછી થયેલા તહેલકાના વિસ્ફોટમાંથી પસાર થયા છીએ. અમારે ત્યાં તો સાધુસંતોની કામલીલાની સીડીઓ સરક્યુલર થાય છે, છતાં અમારા પેટનું પાણી હાલ્યું નથી. રાજયો ઉપર ઠોકી બેસાડેલા રાજયપાલો અસલના રાજવીઓની પેઠે ગોબાચારી કરે છે. લોકશાહીનું સરિયામ વસ્ત્રવિસર્જન કરે છે. નેતાઓનાં નગ્ન નાચ જોઈને અમને આઘાત લાગતા નથી અને તમે તમારા સુરસુરિયાને સુનામીનું સ્વરૂપ આપવાના વલખાં મારો છો.પાછા અમને આંજી દેવા દાવો કરો છો કે, આ બોલિવૂડ કૌભાંડને ઉઘાડું પાડવા ‘ઇન્ડિયા’ ચેનલના સર્વેસર્વા રજત શર્મા ત્રણ મહિનાથી પ્લાન કરી રહ્યા હતા. લો કરો વાત. ત્રણ મહિનાના હોમવર્ક પછી તમે કર્યું શું? જે ઉઘાડું જ છે તેને ઉઘાડું પાડયું. પેલો સુહેલ ઇલ્યાસી એની પાછળ હડકાયું કૂતરું પડયું હોય તેમ દોડાદોડ ને રાડારાડ કરે છે.
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કીની હરાજી
જો તમે દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કીનો સ્વાદ ચાખવા માંગો છો તો આવનારા દિવસોમાં આ સંભવ થઈ શકે છે. હાં પણ એના માટે તમારે પોતાના ખીસ્સાની મોટી રકમ ખાલી કરવી પડશે.વાત એમ છે કે ન્યૂઑર્કમાં આ દિવસોમાં દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી 'મેક-કેલન'ની હરાજી થવાની તૈયારીઓ ચાલી રહી છે. આ હરાજી 15 નવેમ્બરે કરવામાં આવશે.હરાજી માટે દુનિયામાં સૌથી ખાસ માનવામાં આવતી આ વ્હિસ્કીની શરૂઆત બોલી 1.5 લાખ ડૉલર એટલે કે 67 લાખ રૂપિયા આસપાસ રાખવામાં આવી છે.
કેટે ઈમરાનને 16 તમાચા ચોડી દીધા
કેટરિનાએ વાસ્તવમાં નહિ પરંતુ ફિલ્મ મેરે બ્રધર કી દુલ્હનના શુટિંગ દરમિયાન ઈમરાનને થપ્પડો મારી દીધી હતી.યશરાજ બેનરની આ ફિલ્મમાં કેટરિના કૈફ અને ઈમરાન ખાન કામ કરી રહ્યા છે. ફિલ્મના એક દ્રશ્યમાં કેટે ઈમરાનને તમાચો મારવાનો હોય છે.
11 October 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment