visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટ : દિવસભર બફારા બાદ સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન
રસ્તાઓ નદીમાં અને નિચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા.
રાજકોટમાં આજે મેઘ મહારાજએ ભારે જમાવટ કરી હતી. સાંજે ઝંઝાવાતી વરસાદ ખાબકયો હતો. માત્ર પોણી કલાકમાં જ આ તોફાની વરસાદથી બે ઇંચથી વધુ પાણી પડી જતાં માર્ગો, નદીમાં અને નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાઇ ગયા હતા. ચોમેર પાણી પાણી થઇ ગયુ હતુ. લાંબી ઇંતેજારી બાદ પ્રથમ આવો ધોધમાર વરસાદ પડતા લોકો નહાવા નીકળી પડ્યા હતા. રિંગ રોડ, યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ યુવાનોની ચિચિયારીથી ગાજી ઉઠયા હતા.ચાલુ મોસમમાં પ્રથમ વખત જ આજે લોકોના હૈયે ધરપત મળે એવી અનરાધાર મેઘકૃપા વરસી હતી. દિવસ દરમિયાન હળવા ઝાપટાં પડ્યા હતા અને સાંજ સુધી અસહ્ય બફારો રહ્યા બાદ પાંચેક વાગ્યાના અરસામાં રાત જેવું અંધારું થઇ જાય એવા કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઇ ગયું હતું. શરૂઆતમાં સૂસવાટા નાખતો ઠંડો પવન ફૂંકાયા બાદ સાંબેલાધારે વરસાદ તૂટી પડ્યો હતો.જાણે આકાશ નિચાવાતું હોય એવો તોફાની વરસાદ શરૂ થયો હતો. પોણી કલાક સુધી મેઘરાજાની આ તોફાની ઇનિંગ્સ ચાલી અને આ પોણી કલાકમાં બાવન મી.મી. એટલે કે ૨ ઇંચથી વધુ પાણી પડી ગયું હોવાનું હવામાન ખાતાની કચેરીમાં નોંધાયું હતું.
બીજીબાજુ અંધાધંધ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. શહેરના રામેશ્વર ચોક, આઝાદા ચોક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જતા રોડ પર, ગીતા મંદિર પાસે, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, લક્ષ્મીનગર અને પોપટપરાના નાલામાં કમરડૂબ પાણી ભરાઇ ગયા હતા. લક્ષ્મીનગર અને પોપટપરાના નાલામાંથી તો વાહન વ્યવહાર સતત એક કલાક સુધી ઠપ્પ થઇ ગયો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ માર્ગો પર નદીના વહેણની માફક પાણી દોડવા લાગ્યા હતા.હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા -આવી બેશુમાર મેઘકૃપાથી લોકોના હૈયા હરખાઇ ગયા હતા. વરસાદમાં નહાવાની મોજ માણવા માટે કોઇ અગાસી પર ચડી ગયા હતા તો કોઇ શેરીમાં નીકળી પડ્યા હતા. તો યુવાનો રિંગરોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ પર ઉમટી પડ્યા હતા. રાજકોટવાસીઓએ મેઘરાજાના વહાલને ભરપૂર માણ્યો હતો ‘વીજળી’ પડતાં જ ‘વીજળી’ જતી રહી - અનરાધાર વરસાદની સાથે જ વીજળીના ગગનભેદી કડાકા પણ સંભળાયા હતા. આકાશમાં થતાં તેજ લીસોટા જોઇને લોકો ખરેખર થોડા ડર્યા હતા અને શહેરના રૈયા રોડ તેમજ સોની બજાર બંને ગીચ અને વ્યાપારી વિસ્તારોમાં વીજળી પડતાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. લગભગ એકાદ કલાક સ્થિતિ ઓવી રહી હતી.રાજકોટ શહેરમાં દિવસભર બફારા બાદ સાંજે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતાં રસ્તાઓ પર પાણી ભરાતા અબાલ વૃધ્ધ મોજથી વરસાદી પાણીમાં તરબતર થયા હતા.
સિંગાપુરમાં દર ચારમાંથી એક વ્યક્તિ ભારતીય
ભારતીયોમાં વિદેશ જવાની ઘેલછા દિવસેને દિવસે વધતી જાય છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સિંગાપુરમાં દર ચારમાંથી એક વ્યક્તિ ભારતીય સમાજ સાથે સંબંધ ધરાવે છે.અન્ય દેશમાંથી આવેલા લોકો સહિતની સિંગાપુરની વસ્તી 17.9 લાખ જેટલી છે. જેમાંથી ચાર લાખ લોકો ભારતીય મૂળના છે. આ આંકડા બતાવે છે કે ફક્ત બે જ વર્ષમાં અહીં ભારતીયોની વસ્તીમાં બે ગણો વધારો થયો છે.ધ સ્ટ્રેઈટ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે 2006ની સરખામણીમાં હાલમાં અહીં આવીને કંપની સ્થાપનાર ભારતીયોમાં પણ બે ગણો વધારો થયો છે. 2006ના વર્ષમાં ભારતીયોની 1500 કંપની હતી જે વધીને હવે 3000 થઈ ગઈ છે.સિંગાપુરના બંગાળી એસોસિએશનના પ્રમુખ નિખિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સિંગાપુરમાં અંગ્રેજી, ચાઈનિઝ અને મલય બાદ તામિલ ચોથા નંબરની ભાષા બની ગઈ છે. જેના કારણે ખાસ કરીને દક્ષિણના રાજ્યોના લોકોનું સિંગાપુર પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.તેમના જણાવ્યા પ્રમાણે ભારતના ઉચ્ચ જ્ઞાન ધરાવતા લોકો અહીં એન્જીનિયરિંગ, આઈટી અને ફાયનાન્સ ક્ષેત્રોમાં જંપલાવી રહ્યા છે, જ્યારે પ્રમાણમાં ઓછું જ્ઞાન ધરાવતા લોકો બાંધકામ અને મરિન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે.
લોકોનો વિદેશમોહ ભંગ પાસપોર્ટની માગ ઘટી
ભારતની વસ્તીમાં ભલે વધારો થતો રહે, અર્થતંત્ર પણ મજબૂતીની દિશામાં આગળ વધતું હોય, લોકોની વિદેશ જવાની ઇચ્છામાં પહેલી જ વાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કાઢવામાં આવે તો, ૨૦૦૯માં પહેલી જ વાર એવું બન્યું કે, પાસપોર્ટની માગમાં ઘટાડો નોંધાયો હોય.ભારતમાં સાયબર સ્ટેટ્સ ગણાતા હૈદરાબાદ અને બેંગ્લોરમાંથી પણ આઇટી ક્ષેત્રે પ્રવર્તતી મંદીને લીધે પાસપોર્ટની ડિમાન્ડ ઘટી છે. એટલું જ નહીં સુરત કે મદુરાઇમાંથી અત્યાર સુધી જેટલા પાસપોર્ટ ઇશ્યૂ થતાં તેની સંખ્યા પણ ૨૦૦૯માં ઘટી ગઇ છે.ત્યાં સુધી કે કેરળ અને ઉત્તર પ્રદેશમાંથી કમાણી માટે વિદેશમાં વસેલા લોકો પણ હવે ત્યાં વધુ રહેવા ઉત્સુક નથી. આથી, પાસપોર્ટ રિન્યૂ પણ થતાં નથી.એક્સટર્નલ અફેર્સ મંત્રાલયના આંકડા અનુસાર જયારથી મંદીની અસરો માર્કેટમાં દેખાઇ ત્યારથી જ પાસપોર્ટની ડિમાન્ડમાં ઘટાડો તો નોંધાયો જ હતો. પરંતુ, ગત વર્ષે તો નવા પાસપોર્ટ ઇશ્યૂ કરવાની સંખ્યા પણ ઘટી જવા પામી હતી.
2009ના વર્ષમાં H-1B વિઝા મેળવવામાં ભારતીયો મોખરે
અમેરિકા દ્વારા આપવામાં આવતા H-1B વિઝા મેળવવામાં 2009ના વર્ષમાં ભારતીયો મોખરે રહ્યા છે. અમેરિકા દ્વારા આપવામાં આવતા આ વિઝાના ત્રીજા ભાગના વિઝા એકલા ભારતીય પ્રોફેશનલોએ મેળવ્યા છે. છેલ્લા બે વર્ષથી વિશ્વ તેમજ અમેરિકા મંદીનો સામનો કરી રહ્યું હોવા છતાં ભારતીય નિષ્ણાંતોમાં નોકરી માટે અમેરિકા હોટ ફેવરિટ રહ્યું છે.સતત બીજા વર્ષે અમેરિકા દ્વારા આપવામાં આવતા H-1B માટે મંગાવવામાં આવતી અરજીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે જૂલાઈ બે સુધી H-1B વિઝાની 24, 200 અરજીઓ મળી છે.H-1B વિઝા અરજી સ્વિકારવાની શરૂઆત થયાના પ્રથમ પાંચ દિવસમાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસને સસીઆઈએસ) સામાન્ય કેટેગિરીમાં 13, 500 અને એડવાન્સ ડીગ્રી કેટેગિરીમાં 8, 100 અરજીઓ મળી હતી. મે 14 સુધી USCISને સામાન્ય કેટેગિરીમાં 19, 000 અને ખાસ કેટેગિરીમાં 8,100 અરજીઓ મળી હતી.
અમેરિકા ખાસ ક્ષેત્રોમાં ઉંડુ જ્ઞાન ધરાવતા લોકોને પોતાના દેશમાં નોકરી કરવા માટે આમંત્રણ આપે છે. જે અતંર્ગત દર વર્ષે ડોક્ટરો, વૈજ્ઞાનિકો, એન્જીનિયરો અને કોમ્પ્યુટર પ્રોગ્રામરોને H-1B વિઝા આપવામાં આવે છે.ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા પ્રમાણે 2009ના વર્ષમાં કુલ 339, 243 લોકોને H-1B વિઝા આપવામાં આવ્યા હતાં. જેમાંથી 123, 002 લોકો ભારતીય હતાં. એટલે કે 2009માં આપવામાં આવેલા કુલ વિઝામાંથી 26.3 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતાં.
સાઉથ આફ્રિકા : જેલ' એઇડ્સ સામે રક્ષણ આપતું હથિયાર
સાઉથ આફ્રિકામાં થયેલા સંશોધનમાં પહેલીવાર જાણવા મળ્યું છે કે વઝાઇનલ જેલ મહિલાઓને એઇડ્સના વાયરસની સામે રક્ષણ આપવા માટે તેમજ અંદર પ્રવેશતા અટકાવવા માટે સક્ષમ છે. આ જેલ મહિલાઓને તેમના એચઆઇવી પોઝિટીવ પાર્ટનરથી એઇડ્સનો ચેપ લાગવાનો ખતરો પચાસ ટકા ઓછો કરી નાંખે છે. વૈજ્ઞાનિકોના મતે તેમને હાથ લાગેલી સફળતા દ્વારા તેઓ જે મહિલાઓના પાર્ટનર કોન્ડોમનો ઉપયોગ નથી કરતા તેમના માટે એઇડ્સથી બચવા કાર્યક્ષમ સાધન બનાવી શકાય છે.
જોકે, વૈજ્ઞાનિકોને મળેલા આ પરિણામ અન્ય અભ્યાસમાં ખરા ઉતરવાના બાકી છે અને મહિલાઓને વજાઇનલ જેલ દ્વારા એઇડ્સ સામે મળતા રક્ષણને દર્શાવતું સંશોધનનું આ સ્તર અમેરિકા જેવા દેશોમાં માઇક્રોબાઇસાઇડ જેલના અપ્રુવલ માટે પુરતું નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુએનએઇડ્સ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિશેલ સાઇદીબેએ આ અંગે જણાવ્યું હતું ,"અમારા આ સંશોધન થકી અમે મહિલાઓને એક નવી આશા આપી છે. અમારૂં આ સંશોધન એઇડ્સ સામેની લડતમાં અતિ ઉપયોગી સાબિત થશે."
કાબુલમાં કૃષ્ણા-કુરેશી વચ્ચે મુલાકાત નહીં!
વિદેશ મંત્રી કૃષ્ણા અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી વચ્ચે અફઘાનિસ્તાનના કાબુલમાં યોજાયેલા આતંરરાષ્ટ્રીય સંમેલનમાં મુલાકાત થવાની શક્યતા નહીવત છે. સૂત્રોએ આ જાણકારી આપી હતી.નોંધનીય છે કે કાબુલમાં અફઘાનિસ્તાનના પુનનિર્માણ બાબતે ચર્ચા કરવા એક આતંરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારત, પાકિસ્તાન અને અમેરિકા સહિત અનેક દેશોના વિદેશમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે.સંમેલન દરમિયાન કૃષ્ણા અમેરિકાના વિદેશ મંત્રી હિલેરીને મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કરવામાં આવી રહેલા કટાક્ષ નિવેદનોથી ભારત નારાજ છે.જો કે બે દિવસ પહેલા જ વિદેશ મંત્રાલયે એવો સંકેત આપ્યો હતો કે બંને દેશ વચ્ચેના વિદેશ મંત્રીઓ વચ્ચે ફરી એક વખત કાબુલમાં મુલાકાત થઈ શકે છે.
બ્રિટનના લંડન શહેરમાં ચમત્કાર ! અશ્વેત પરિવારમાં ગોરાનો જન્મ!!!
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બ્લેક હબસીના ઘરે ગોરા બાળકનો જન્મ થયો હોય! પરંતુ બ્રિટનના લંડન શહેરમાં એક દંપતિના ઘરે આવો ચમત્કાર થયો છે. સાઉથ લંડનમાં રહેતા બેન(44) અને અંગેલાના(35) ઘરે આ ચમત્કાર થયો છે. પુત્રીના જન્મબાદ બંનેએ જણાવ્યું હતું કે તેમની બાળકી ખરેખર સુંદર અને ચમત્કારી છે.બેને જણાવ્યું હતું કે જ્યારે નિમાચીનો જન્મ થયો ત્યારે તેને જોઈને હું દંગ રહી ગયો હતો. એક સમય માટે તો મને લાગતું હતું કે શું તે ખરેખર મારી પુત્રી છે? આશ્ચર્યની વાત તો એ છે કે દંપતિને આ પહેલા બે બાળકો છે, જે બંને કાળા છે.બેને વધુમાં જણાવ્યું હતું કે હું જાણું છું કે મારી પત્ની હંમેશા મને વફાદાર રહી છે. પરંતુ ભૂતકાળમાં તેણો કંઈ પણ આવું કર્યું હોત તો પણ જન્મ લેનાર બાળક આટલું સુંદર હોવાની શક્યતા નથી.બેને જણાવ્યું હતું કે બાળકીના જન્મ બાદ અમે તેની સામે જોઈને બેસી રહ્યા હતાં. અમે તેને જોઈને એક શબ્દ પણ બોલી શકતા ન હતાં.
જાપાની પોર્ન સ્ટારની 'ન્યૂડ' જીવનસફર
જાપાનની હોટ એન્ડ ચર્ચિત પોર્ન સ્ટાર મિહિરોનું જીવન લોકો સમક્ષ ખુલ્લુ થવા જઈ રહ્યું છે. આ પોર્ન સ્ટારના જીવનની કેટલીક વાતો જાહેર થવાની છે. આ પોર્ન સ્ટાર ન્યૂડ નામની એક ફિલ્મમાં કામ કરી રહી છે.આમ તો આ ફિલ્મ ગયા વર્ષે જ બની ગઈ હતી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં કેટલાંક જાપાની પોર્ન અભિનેતા-અભિનેત્રીઓની સાચી વાતો કહેવામાં આવી છે. આ ફિલ્મમાં મિહિરોએ સીનિયર પોર્ન સ્ટારની ભૂમિકા ભજવી છે. જ્યારે મિહિરોના જીવનની ભૂમિકા નાઓકો વાટાનાબીએ ભજવી છે.
ઉલ્લેખનીય છે કે મિહિરો જાપાનની એક જાણીતી પોર્નસ્ટાર છે. વર્ષ 2002માં સોફ્ટકોર ન્યૂડ મોડલિંગ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરનાર મિહિરોએ 2005માં એડલ્ટ વીડિયો ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ન્યૂડ એક એવી યુવતીની વાર્તા છે કે, જે સ્કૂલમાંથી નીકળીને ટોક્યો જઈને પોતાના સપનાઓ સાકાર કરવા માંગતી હોય છે. જો કે તે પોર્ન ઈન્ડસ્ટ્રીનો એક હિસ્સો બની જાય છે.
‘બોલરો ડાયનાસોરની જેમ લુપ્ત થઇ જશે’
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં વધુ પડતી શ્રેણીઓના કારણે ઝડપી બોલરો ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે તેવો ડર પાકિસ્તાનના પૂર્વ સુકાની ઇમરાન ખાનને સતાવી રહ્યો છે.1992ના વિશ્વકપ દરમિયાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરનાર ઇમરાન ખાને ઝડપી બોલરો પરના દબાણને દૂર કરવા માટે વનડે ક્રિકેટને સમાપ્ત કરી દેવી જોઈએ.લોર્ડ્સ ખાતે એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, કદાચ આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાંથી 50 ઓવરના ક્રિકેટને દૂર કરી નાંખવું જોઈએ. અને ટી-20 તથા ટેસ્ટ ક્રિકેટ જ ચાલું રાખવું જોઈએ.1980માં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોનો સામનો કરનાર ઇમરાને કહ્યું કે, હું એ વાત નથી માનતો કે પહેલા જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ ક્રિકેટનું હતું તેવું જ આજે છે.
શાહિદ આફ્રિદીને પાકિસ્તાનની ટીમની ટેસ્ટ ક્રિકેટની ક્ષમતા સામે પ્રશ્નો
ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃતિની જાહેરાત કરનાર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની ટીમની ટેસ્ટ ક્રિકેટની ક્ષમતા સામે પ્રશ્નો ખડા કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. તેણે કહ્યું છે કે, પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં એવા કેટલાક ખેલાડી છે કે જે ટેસ્ટ ક્રિકેટ રમવા લાયક નથી. તેમ છતાં તેઓ ક્રિકેટના પાંચ દિવસીય ફોર્મેટમાં રમી રહ્યાં છે. પોતે સાથી ખેલાડીઓ સાથેની સમસ્યાઓના કારણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી હોવાની વાતનો અસ્વિકાર કરતા આફ્રિદીએ કહ્યું કે, આ નિર્ણય મે જાતે જ લીધો છે. અને તે અંગે મે કોઈની સાથે ચર્ચા કરી ન હતી.આફ્રિદીએ કહ્યું કે, હું એ ખેલાડીઓને સલાહ આપી રહ્યો છું કે જે હાલ ટેસ્ટ ક્રિકેટ રમવામાં અનુકુળતાનો અનુભવ નથી કરતા તેઓએ ટીમનું દબાણ વધારવું જોઈએ નહીં અને પોતાનું સંપૂર્ણ ધ્યાન વનડે અને ટી-20 મેચો પર આપવું જોઈએ.હું જ્યારે ટેસ્ટ ટીમનો સુકાની હતો ત્યારે ઘણા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ નહીં રમવા અને ભવિષ્ય અંગે વિચારવા સુચનો કર્યાં હતા. તેમ છતાં તેઓ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યાં છે. તેઓ પોતાના પ્રદર્શન થકી પોતાની જાતને અને ટેસ્ટ ટીમને ન્યાય આપી શકતા નથી. કયો ખેલાડી ટેસ્ટ રમશે અને કયો ખેલાડી વનડે અને ટી-20 રમશે તે નક્કી કરવાનો સમય આવી ગયો છે. તેમ આફ્રિદીએ જણાવ્યું હતું.
ગોલ ટેસ્ટઃ શર્માને ત્રીજી સફળતા
ગોલ ખાતે રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં વરસાદ વિઘ્ન બન્યો છે. બીજા દિવસની રમત વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી તો મેદાનની પીચ હજૂ પણ ભીની હોવાના કારણે મેચના ત્રીજા દિવસની રમત નિર્ધારિત સમય કરતા મોડી શરું થઇ છે. ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરો છવાયા છે.દિવસની શરૂઆતમાં મિથુને સમરવીરાને શુન્ય રને એલબી કર્યો હતો. જ્યારે ઇશાંતે થરંગાની મહત્વની વિકેટ ઝડપી હતી. થરંગાએ 12 ચોગ્ગાની મદદથી 111 રન બનાવ્યા હતા. જો કે, એક પછી એક બે ઝટકા પહોંચ્યા હોવા છતાં સારું બેટિંગ કરી રહેલી શ્રીલંકા ટીમની પાંચમી વિકેટ મહિલા જયવર્દનેના રૂપમાં પડી છે. ત્રીજા દિવસે ઇશાંત શર્માની બોલિંગ ધારદાર રહી છે. તેણે થરંગા બાદ જયવર્દનેને 48 રનના વ્યક્તિગત સ્કોર પર એલબી આઉટ કર્યો છે. તેમજ તેણે મેથ્યુસને 41 રનના વ્યક્તિગત સ્કોરે લક્ષ્મણના હાથે ઝલાવી દીધો છે.
નોંધનીય છે કે, પ્રથમ દિવસે ગોલની ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેનોનું વર્ચસ્વ છવાયેલું રહ્યું હતું. શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 256 રન બનાવી લીધા છે. જેમાં સંગકારાએ અને થરંગાએ સદી ફટકારી છે.વરસાદના કારણે બીજા દિવસની રમત થઈ ન હતી. હાલ થરંગા 110 અને જયવર્દને 8 રન સાથે રમતમાં છે. ભારત તરફથી નવોદિત બોલર મિથુન અને સેહવાગ જ વિકેટ મેળવવામાં સફળ થયા હતા. હાલ ભારત માટે બોલિંગ એક ચિંતાનો વિષય છે.
મુરલીની નિવૃત્તિ બાદ દૂસરા પર પ્રતિબંધ લાદો: બેદી
એક તરફ પૂરું શ્રીલંકા તેના દિગ્ગજ સ્પિનર મુરલીધરનને તેની અંતિમ ટેસ્ટમાં વિદાય આપવાની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે ત્યારે ભારતના ભૂતપૂર્વ સુકાની બશિનસિંહ બેદીએ તેના વિક્રમો પર પ્રશ્નાર્થ કર્યો છે અને ઓફ સ્પિનરની નિવૃત્તિ બાદ આઈસીસીએ દૂસરા બોલ પર પ્રતિબંધ લાદવો જોઇએ તેવી વકીલાત કરી છે. બેદીએ મુરલીને એક સારા સ્પિનર તરીકે વર્ણવીને જણાવ્યું હતું કે તે સારી વ્યક્તિ છે અને સ્પર્ધાત્મક સ્પિનર પણ છે. મારે તેની સાથે કોઈ દુશ્મની નથી.
રીતિક રોશન સલમાન આગળ હારી ગયો!
રીતિક રોશન અગ્નિપંથની રીમેકમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચનને ભજવેલી વિજય દિનાનાથ ચૌહાણની ભૂમિકા ભજવવાનો છે. જો કે થોડા સમય પહેલા એક અંગ્રેજી અખબારે એક સર્વે કરાવ્યો હતો. તેમાં પૂછવામાં આવ્યું હતું કે, અગ્નિપથની રિમેકમાં સલમાન, શાહરૂખ, અભિષેક કે રીતિક આ ચારમાંથી કોણ વધારે સારું છે.આ સર્વેના પરિણામાં સલમાન ખાનને સૌથી વધારે વોટ મળ્યા હતા. સલમાનને 35 ટકા જ્યારે રીતિકને 32 ટકા વોટ મળ્યા હતા.નવાઈની વાત એ છે કે શાહરૂખને માત્ર 20 ટકા વોટ મળ્યા હતા. તો જુનિયર બચ્ચનને 13 ટકા વોટ મળ્યા હતા.હાલમાં સલમાનની એક પણ ફિલ્મ હિટ ગઈ નથી તેમ છતાં તે લોકોમાં ઘણો જ પ્રિય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment