visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મેઘરાજાએ મહાપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ છતી કરી દીધી
માત્ર ધોધમાર બે ઇંચ વરસાદમાં કેટલાક વોંકળા છલકાયા.
મહાપાલિકામાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ચાલતાં નાટકનો આજે માત્ર પોણો કલાકમાં જ પડેલા તોફાની બે ઇંચ વરસાદે છતી કરી દીધી હતી. ખાસ કરીને વોંકળા સફાઇના નામે ચોપડે ચિતરાયેલી કામગીરી છતી થઇ ગઇ હતી તો અનેક વિસ્તારોમાં તળાવની જેમ પાણી ભરાઇ ગયા હતા અને તેમાં આસપાસના વિસ્તારોમાંથી તણાઇ આવેલી ગંદકી જમા થતાં એ વિસ્તારમાં રહેતા રહેવાસીઓની ભારે દુર્દશા થઇ હતી.આ અગાઉ પ્રિ-મોન્સૂન કામગીરી માટે આરોગ્ય, બાંધકામ, ફાયરબ્રિગેડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની શાખાઓની બેઠક બોલાવવામાં આવી હતી અને પ્રિ-મોન્સૂન સંદર્ભે કરવાની થતી કામગીરીનું રૂપકડંુ આયોજન કરાયું હતું. જો કે આ બધું આયોજન માત્ર ચોપડા ચિતરવા માટે જ કરાયું હોય એવું આજે માત્ર પોણો કલાકમાં જ પડેલા બે ધોધમાર બે ઇંચ વરસાદથી છતું થઇ ગયું હતું. ખાસ કરીને આટલા વરસાદમાં પણ વોંકળામાં જાણે ઘોડાપૂર આવ્યા હોય એ રીતે છલકાઇ ગયા હતા. ગીતગુર્જરી, સદર, જંગલેશ્વર પાસેના વોંકળામાં આવી જ હાલત થઇ હતી. ચોમાસા પહેલા વોંકળા બરોબર સાફ થયા જ નથી એ આજે સ્પષ્ટ જોવા મળતું હતું.
ઉત્તરપ્રદેશ : રાહુલ ગાંધીના 'રાઇટ હેન્ડ' નિશાંત પટેલ લાપતા
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીના અતિ નજીકના વિશ્વાસુ માણસ ગણાતા નિશાંત ઉત્તરપ્રદેશના હરદોઇમાંથી અચાનક લાપતા થઇ ગયા છે. જેના કારણે અહીં ભારે ચકચાર જાગી છેરાહુલ ગાંધીના નજીકના એવા નિશાંત પટેલ હરદોઇની એક હોટલમાં ઉતર્યા હતા અને ત્યાંથી જ લાપતા થયા હતા. ઉત્તરપ્રદેશમાં યુવાનોમાં રાહુલ ગાંધીને લોકપ્રિય બનાવવા માટે તથા કોંગ્રેસ માટે નવા કાર્યકરોની ભરતી કરવાના માટે ચાલી રહેલા અભિયાનમાં નિશાંત પટેલ ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં હતા.નિશાંત પટેલના પિતા હસમુખ પટેલ પણ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દરમિયાન પ્રધાન પણ રહી ચૂક્યાં છે. હાલ, પોલીસ નિશાંત પટેલ અંગે તપાસ કરી રહી છે. જેઓ છેલ્લા પંદર દિવસથી હરદોઇમાં હતા. તેઓ સોમવારથી લાપતા બન્યા છે.સોમવારે સવારે પાર્ટીના કેટલાક ચૂંટણી અધિકારીઓ નિશાંત પટેલના રૂમમાં પહોંચ્યા હતા. જેઓ સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી કરાવવાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમના મોબાઇલ સહિતના સાધનો જેમ-તેમ પડ્યા હતા. પરંતુ ઘણી વખત સુધી નિશાંત પટેલનો કોઇ પતો ન લાગતા તેમના માતા-પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. પરંતુ, તેમણે કોઇપણ જાતની જાણકારી હોવાનો ઇન્કાર કર્યો હતો. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. નિશાંત તેમના માતા-પિતાના એક માત્ર પુત્ર છે.
મમતા બેનરજી રેલવેપ્રધાન બન્યા પરંતુ, નિંભર તંત્ર હજૂ જાગ્યું નથી
મમતા બેનરજી કેન્દ્ર સરકારમાં રેલવેપ્રધાન બન્યા છે. પરંતુ તેમની નજર પશ્ચિમ બંગાળ અને ત્યાંની મુખ્યપ્રધાન પદની ખુરશી ઉપર જ છે. જેની ઝલક આપણને કેન્દ્ર સરકારના રેલવે બજેટ તથા તેની જાહેરાતોમાં પણ જોવા મળી હતી. ટૂંક સમયમાં ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે તેઓ પક્ષ અને રેલવે મંત્રાલયની વચ્ચે વહેંચાયેલા રહે છે. રેલવે તંત્ર પણ સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાન બહેરૂ બની ગયું છે. છેલ્લા બે માસમાં રેલવે અકસ્માતોમાં અઢીસોથી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. પરંતુ, નિંભર તંત્ર હજૂ જાગ્યું નથી.આજે વહેલી સવારે પટનાના મુગલ સરાઇ સ્ટેશન પર પટના-દિલ્હી રાજધાની એક્સપ્રેસ સાથે અણબનાવ બન્યો હતો. ટ્રેનના ડબ્બા અને એન્જિન અલગ પડી ગયા હતા. સવારે લગભગ સાત કલાકે આ ઘટના ઘટી હતી. જેના કારણે લગભગ સાડા ત્રણ કલાક સુધી આ ટ્રેન મુગલસરાઇ સ્ટેશન પર અટકાવી દેવી પડી હતી. સવારે સાડા દસ વાગ્યા આસપાસ આ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.રેલવે મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં થાઇ તેવો એક બનાવ ગઇકાલે રાત્રે કાનપુર સેન્ટ્રલ સ્ટેશનના પાવર રિલે રૂમમાં આગ લાગી હતી. જેના કારણે આ વિસ્તારના રેલવે સિગ્ન સિસ્ટમે કામ કરવું બંધ કરી દીધું હતું. આથી લગભગ બે ડઝન જેટલી ટ્રેનોને જ્યાં હતી ત્યાં થંભાવી દેવાની ફરજ પડી હતી. લગભગ બે કલાક પછી સ્થિતી પૂર્વવત બની હતી.ત્યારે મમતા બેનરજી પ્રવાસીઓની સુરક્ષા ઉપર પણ ધ્યાન આપે તે જરૂરી બની રહે છે.
દિલ્હી : ‘મારી પુત્રીને પ્રેમ કરતો હોય તો મરીને દેખાડ’
દિલ્હીમાં ગર્લફ્રેન્ડના પિતાએ ધમકાવ્યા અને માર માર્યા બાદ હતાશ થઇ ગયેલા એક વિદ્યાર્થીએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. ધોરણ 12ના વિદ્યાર્થીએ આત્મહત્યા પહેલા પોતાની ગર્લફ્રેન્ડને ઇ-મેલ કર્યો હતો અને સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ પર ‘ગૂડ બાય નોટ’ પર લખી હતી.યુવકના પરિવારજનોના કહેવા મુજબ યુવતીના પિતાએ યુવકને કહ્યું હતું કે, ‘જો તું મારી પુત્રીને એટલો બધો પ્રેમ કરતો હોય તો મરીને દેખાડ’. આ બનાવ નોર્થ વેસ્ટ દિલ્હીના રાણીબાગ વિસ્તારમાં બન્યો હતો. પીતમપુરા સ્થિત ‘મહારાજા અગ્રસેન’ સ્કૂલના 17 વર્ષીય વિદ્યાર્થી સમર્થ ગુપ્તાએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી.પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીએ ઝેર પી લીધા ઉપરાંત પોતાના કાંડાની નસો પણ કાપી નાંખી હતી.પ્રાપ્ત વિગત મુજબ બે મહિના પહેલા ડાન્સ સ્કૂલમાં સમર્થની ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે પહેલી મુલાકાત થઇ હતી. સમર્થના પરિવારજનોનો કહેવા મુજબ સમર્થ અને યુવતી સારા મિત્રો બની ગયા હતા અને કલાકો સુધી ફોન પર વાતો કરતા હતા. પરંતુ યુવતીના પરિવારજનોને તેના પર આપત્તિ હતી.સમર્થની માતા કવિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે યુવતીએ સમર્થને પીતમપુરા સ્થિત પોતાની સ્કૂલ પર એક્ઝિબિશન જોવા બોલાવ્યો હતો, જ્યાં યુવતીના પિતાએ સમર્થને ખૂબ ધમકાવ્યો હતો. તેમણે સમર્થને થપ્પડ પણ મારી હતી અને પોતાની પુત્રીથી દૂર રહેવા જણાવ્યું હતું. કવિતા ગુપ્તાના જણાવ્યા મુજબ યુવતીના પિતાએ સમર્થને જો તું મારી પુત્રીને ખૂબ પ્રેમ કરતો હોય તો મરીને દેખાડ એવી વાત પણ કરી હતી.આ બનાવ બાદ ઘરે પરત ફર્યા પછી સમર્થ તણાવમાં જણાતો હતો. જો કે તેણે તેના પરિવારજનોને આ અંગે કંઇ કારણ જણાવ્યું નહોતું. બાદમાં રવિવારે તેણે ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. તેના મૃતદેહને હાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.સમર્થે આત્મહત્યા પહેલા એક લવ લેટર પણ લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘જ્યારે તું આ પત્ર વાંચીશ ત્યાં સુધીમાં હું આ દુનિયામાં નહીં રહું. હું તને ખૂબ પ્રેમ કરું છું. આ જન્મમાં નહીં તો આગળના જન્મમાં હું તને જરૂર મળીશ. રોજ દર્દ સહન કરવા કરતાં તો સારું છે કે એક જ વાર દર્દ સહન કરવું પડે. હું તને એટલો પ્રેમ કરું છું કે હવે લખી પણ શકાતું નથી. ખૂબ રડવું આવે છે. આંસુ રોકાતા નથી. હું હારી ગયો છું. મને માફ કરી દે અને મને માફ નહીં કરે તો મારું મરવું પણ બેકાર જશે.’
રૂપિયાના મુલ્યમાં ઘટાડો : છ સપ્તાહની નીચલી સપાટીએ
આયાતકારોની ડોલરની વધતી માંગને કારણે આજે રૂપિયો ડોલર સામે ચાર પૈસા નીચે ઉતર્યો હતો અને આ ઘટાડા સાથે તે છ સપ્તાહની નીચલી સપાટી પર આવી ગયો હતો.ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) માર્કેટમાં થયેલા ટ્રેડિંગમાં એક ડોલરનું મુલ્ય 47.15 રૂપિયા રહ્યું હતું.ફોરેક્સ ડિલરોના જણાવ્યા પ્રમાણે ડોલરનું મુલ્ય અન્ય કરન્સી સામે વધવાથી તેમજ આયાતકારોની ડોલરની માંગમાં વધારો થવાથી રૂપિયાના મુલ્યમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સુચકાંક સેન્સેક્સ 112 પોઇન્ટ્સના વધારા સાથે 18040 પર ખુલ્યો હતો.
ADAG ફેમ ઇન્ડિયામાં હિસ્સો 0.11 ટકા વધારીને 15.88 સુધી લઇ જશે
અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ કંપની રિલાયન્સ મીડિયા વર્ક્સે આજે જણાવ્યું હતું કે તેઓ અન્ય બે ગ્રુપ ફર્મ્સ ભાગીદારીમાં ફેમ ઇન્ડિયામાં પોતાનો હિસ્સો 0.11 ટકા વધારીને 15.88 સુધી લઇ જશે.બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કરેલા ફાઇલિંગમાં આપેલી વિગત પ્રમાણે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ રિલાયન્સ મીડિયા વર્ક્સ, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ કેપિટલ ફેમ ઇન્ડિયાના 37359 શેર અથવા 0.11 ટકા હિસ્સો ખરીદશે.અગાઉ 6 જૂલાઇએ અનિલ અંબાણી ગ્રુપની આ કંપનીઓએ ફેમ ઇન્ડિયાનો 0.05 ટકા હિસ્સો ખરીદ્યો હતો. અનિલ અંબાણી ગ્રુપે આ શેર 83.28ની કિંમતે ખરીદ્યા હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment