19 July 2010

રાજકોટનાં યાજ્ઞિક રોડ રાજ્ય કક્ષાની ઓપન ચેસ સ્પર્ધા સંપ્પન

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટનાં યાજ્ઞિક રોડ રાજ્ય કક્ષાની ઓપન ચેસ સ્પર્ધા સંપ્પન

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર પટેલ સેવા સમાજની વાડીમાં બે દિવસથી ચાલતી રાજ્ય કક્ષાની ઓપન સીલેકશન ચેશ ટૂર્નામેન્ટ રવિવારે પુરી થઇ હતી. રાજ્યભરનાં ૧૪પ જેટલા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનાં અંતે રાજકોટનાં મનિષ પરમાર ૭ પોઇન્ટ સાથે પ્રથમ અને બીજા ક્રમે ભાવનગરનાં શૈલેષ રાવલ રહ્યાં હતા.ટુર્નામેન્ટમાં પ્રથમ દસ ખેલાડીઓને સ્વ. છગનભાઇ પટેલ (ફિલ્ડમાર્શલ) ટ્રોફી તેમજ રોકડ ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વીતિય ખેલાડી આગામી સપ્ટેમ્બર મહિનામાં હરિયાણા ખાતે રમાનાર રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લેશે. દરેક રમતમાં આગળ રહેતા રાજકોટનાં ખેલાડીઓએ આ ચેસ સ્પર્ધામાં ૧૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા અહેસાસ ગ્રુપ તેમજ સરગમ કલબનાં મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.મનિષ પરમાર-રાજકોટ, શૈલેષ રાવલ-ભાવનગર, વિનય ઓઝા-અંજાર, પલક પટેલ-અમદાવાદ, પ્રતિક માણેક-રાજકોટ, જોય ચૌહાણ-સુરત, પ્રવિણ પરમાર-અમદાવાદ, વિશેષ દોશી-રાજકોટ, પ્રદિપ પંડ્યા-અમદાવાદ, મુકેશ ભટ્ટ-રાજકોટરાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ આવેલા રાજકોટનાં મનિષ પરમાર ડાયનામિક ચેશ એકેડમી ચલાવે છે. તેનો ૮ નેશનલ રમી ચૂક્યા છે. તેમજ ૧૮ વખત રાજ્ય કક્ષાએ અને જિલ્લા લેવલે ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમની એકેડમીમાં આવતા આકાંક્ષા બોઘાણી અને જય કુંડલીયા ઇન્ટરનેશનલ રેકિંગમાં સ્થાન ધરાવે છે.


ગાંધીનગર માટે જમીન દેનારા ૫૨૦ ખેડૂતો હક્કથી વંચિત

પાટનગરની સ્થાપનાના ૪ દાયકા વિતી ગયા છતાં આ શહેર માટે મરણમૂડી જેવી જમીન આપી દેનારા ખેડૂતો પૈકી હજુ પણ ૫૨૦ ખેડૂતોને સરકારે તે વખતે જાહેર કરેલા લાભ પૂરેપૂરા આપવામાં આવ્યા નથી. ગાંધીનગર અસરગ્રસ્ત ખેડૂત મંડળે આ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવને ઉપરોકત કેસોનો નિકાલ લાવવામાં ઝડપ કરવા રજુઆત કરી છે. લાંબા સમય પછી પણ બાબુશાહીમાં અટવાયેલા ખેડૂતોના હક્ક માટે આજસુધીમાં સંખ્યાબંધ રજુઆતો થઇ ચૂકી છે. આ ખેડૂતોને નોકરી, દુકાન, રહેણાંકની અને ખેતીની જમીન સહિતના લાભ આપવાના થાય છે. પરંતુ વર્ષો વિતવાની સાથે સરકારી તંત્ર આ મામલો જાણે ભૂલાવી દીધો છે.ગાંધીનગરની રચના માટે રાજ્ય સરકારે જમીન સંપાદન કરી તેમાં ૧૫૪૭ ખેડૂતોની જમીન મેળવવામાં આવી હતી. જમીન સંપાદન કરવાની સામે અસરગ્રસ્ત બનતા ખેડૂતોને તેના ખેડૂત ખાતા પ્રમાણે એક લાભ આપવા ઠરાવાયું હતું તેમાં નોકરી કે, દુકાન અથવા ખેતીની જમીન ત્રણમાંથી એક અને રહેણાંક હેતુના એક પ્લોટનો સમાવેશ થાય છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે, ૩૧૦ જેટલા ખેડૂતોને નોકરી કે, દુકાન અથવા ખેતીની જમીન ત્રણમાંથી એકનો લાભ મળ્યો નથી. આ ઉપરાંત ૨૧૦ જેટલા ખેડૂતો એવા છે કે, જેને રહેણાંકના પ્લોટનો લાભ મળ્યો નથી. પરંતુ આ હકિકતની ખરાઇ કરવાની તસ્દી પણ સરકારી તંત્ર લેતું નથી.ગાંધીનગરમાં બનાવવામાં આવેલી ફૂડકોર્ટનો કિસ્સો તો આ સંદર્ભે જાણે અવળી ગંગા જેવો બની ગયો છે. કરોડોના ખર્ચે બનેલી ફૂડકોર્ટમાં સરકારી જમીનો દબાવીને બેઠેલા પરપ્રાંતી લારી-ગલ્લાધારકોને સમાવી લેવા નિર્ણય કરાયો છે. બીજીબાજુ શહેરની સ્થાપના માટે જમીન આપનારા ખેડૂત ૪ દાયકા પછી પણ પોતાનો હક્ક મેળવવા માટે સચિવાલયમાં જુદા જુદા વિભાગોના ચક્કર કાપી રહ્યાં છે.


ગાંધીનગર મામલતદાર વિક્રમસિંહ જાદવ દ્વારા ચોમાસામાં વનવિભાગનો ૨૪ કલાકનો કન્ટ્રોલ રૂમ

છેલ્લા વર્ષોના ભારે ચોમાસા દરમ્યાન વ્યાપક સંખ્યામાં વૃક્ષો પડી જવાના અને તેનાથી ટ્રાફીક જામ સહિતની વિવિધ સમસ્યાઓ ઉભી થવાના બનાવો બન્યા હોવાથી ગાંધીનગર મામલતદાર વિક્રમસિંહ જાદવ દ્વારા વન ખાતાને આ સંદર્ભે તુરંત કાર્યવાહી કરવા માટે ૨૪ કલાકનો કન્ટ્રોલ રૂમ ચોમાસા દરમ્યાન કાર્યરત રાખવા તાકીદ કરી છે.તાલુકા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સંદર્ભે અધિકારીઓની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં ચોમાસા દરમ્યાન લોકો સાથે સીધા સંકળાયેલા રહેતા અધિકારી-કર્મચારીઓને તેનો મોબાઇલ ફોન ૨૪ કલાક ચાલુ રાખવા સુચના અપાઇ હતી. વાવાઝોડા જેવી અને ભારે વરસાદની સ્થિતિમા વૃક્ષો પડી જવાથી ગાંધીનગર શહેર વિસ્તારમાં રસ્તા બંધ થઇ જવા સહિતની સમસ્યાઓ પ્રતિવર્ષે સર્જાય છે. તેના નિવારણ માટે ૨૪ કલાકનો કન્ટ્રોલ રૂમ વન ખાતા દ્વારા ચાલુ રાખવામાં આવે તો વૃક્ષો હટાવવાની કામગીરી વધુ ઝડપથી થઇ શકે તેમ કહેવામાં આવ્યું હતું.તમામ ખાતાના અધિકારીઓને તેના તાબાના વિસ્તારના પિ્ર-મોન્સુન મુલાકાત લેવા પણ સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું. નગરપાલિકાઓના ચીફ ઓફીસરોને પણ કહેવામાં આવ્યું કે, જ્યાં પણ ભયજનક મકાન જોવા મળે તો તાત્કાલિક ઉતારી લેવાની ગોઠવણ કરવામાં આવે અને આવી બાબતે તપાસ કરીને યોગ્ય પગલા ભરવામાં આવે.


સંજય જોષીની સીડી A T S એ મુંબઈ અધિવેશનમાં વહેંચી હતી


ગુજરાતના પૂર્વ મહામંત્રી સંજય જોષીને કથિત રીતે કઢંગી હાલતમાં દર્શાવતી સીડી ગુજરાતમાં તૈયાર કરાઈ હતી અને ભાજપના મુંબઈ અધિવેશનમાં એટીએસના કેટલાક માણસોને લઈને વહેંચવામાં આવી હતી. તેમાં પોતે પણ સામેલ હતા તેમ એટીએસના તત્કાલીન પીઆઇ બાલકૃષ્ણ ચૌબેએ સીબીઆઇને ગુરુવારે જણાવ્યું હતું. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઇની ટીમે સાબરમતી જેલમાં બંધ ચૌબેની પૂછપરછ કરી વિગતો મેળવી હતી.સીબીઆઇ સૂત્રોના જણાવ્યા મુજબ, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સાથે ચૌબેના નિવેદનને કોઈ લેવાદેવા નથી, પરંતુ સીબીઆઇ ૨૬મી જુલાઇએ સુપ્રીમમાં રજૂ કરનારા રિપોર્ટમાં તેનો અલગથી ઉલ્લેખ કરવાની છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી સંજય જોષીનું સીડી પ્રકરણ મુંબઈમાં મળેલા ભાજપના અધિવેશન વખતે ખૂબ જ ચગ્યું હતું. સંજય જોષીના સીડીકાંડમાં સંજય જોષીને એક મહિલા સાથે હોટેલના રૂમમાં કઢંગી હાલતમાં દર્શાવ્યા હતા. આ સીડી બહાર આવ્યા બાદ સંજય જોષીએ મધ્યપ્રદેશમાં પોલીસ ફરિયાદ કરી હતી. મધ્યપ્રદેશ એફએસએલએ તેમના રિપોર્ટમાં સંજય જોષીના ચહેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ સીડી કોણે બનાવી હતી તેની કોઈ તપાસ થઈ ન હતી.સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઇની ટીમના અધિકારીઓએ એટીએસના પીઆઈ બાલકૃષ્ણ ચૌબેની અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પૂછપરછ કરી હતી. તેના નિવેદનમાં બાલકૃષ્ણ ચૌબેએ જણાવ્યું હતું કે, સંજય જોષીની સીડી ગુજરાતમાં તૈયાર કરવામાં આવી હતી અને મુંબઈમાં મળેલા ભાજપના અધિવેશનમાં વહેંચવામાં આવી હતી. આ સીડી વહેંચવા માટે બાલકૃષ્ણ ચૌબે અને એટીએસના કેટલાક માણસો પણ ગયા હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું. સીબીઆઇ આ નિવેદનનો પોતાના રિપોર્ટમાં અલગથી ઉલ્લેખ કરશે.ગાંધીનગર : સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસના મુદ્દે મોદી સરકારના ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ થશે કે નહીં અને તેઓનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તેવી અફવાઓ સચિવાલયમાં સતત બીજાદિવસે પણ ચર્ચાનો મુદ્દો બની હતી. સરકાર તેમજ પાર્ટી આ મુદ્દે આગળનાં કેવાં પગલાં વિચારી રહ્યું છે, તે માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.સૂત્રો જણાવે છે કે, ૧૬મી જુલાઈથી સીબીઆઇ ટીમ મોટું ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે, જેમાં ગુજરાત પોલીસને ફોર્સ અને વાહનો તૈયાર રાખવાનું કહ્યું છે. સજ્જડ સુરક્ષા બંદોબસ્તની માગણી સંદર્ભે શુક્રવાર અને શનિવાર મહત્વના માનવામાં આવે છે. રાજ્ય સરકારને પણ અંદેશો આવી ગયો હોવાથી રાજકીય સ્ટ્રેટેજી બનાવવા ગાંધીનગરમાં રાજકીય બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. સીબીઆઇ સમક્ષ રાજ્યકક્ષાના ગૃહમંત્રીને હાજર થવાનું ફરમાન હજી સુધી થયું નથી, તેથી મામલો વધારે પેચીદો બન્યો છે.જુના સચિવાલય સ્થિત સીબીઆઇની કચેરીમાં ભારે ચહલપહલ દેખાઈ રહી છે. સીબીઆઇ દ્વારા કાયદાકીય અભિપ્રાય લઇ લેવાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે.


કોંગ્રેસ ‘હિંદુ આતંકવાદ’નું ભૂત ઉભું કરી રહી છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માનવું છે કે મોંઘવારી, આતંકવાદ, નક્સલવાદ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર યુપીએ સરકારની કથિત જનવિરોધી નીતિઓ ક્યાંક ‘યુવરાજ’ રાહુલ ગાંધીની તાજપોશીમાં અડચણ પેદા ન કરી દે, માટે કોંગ્રેસ ‘હિંદુ આતંકવાદ’નું ભૂત ઉભું કરી રહી છે. આરએસએસના મુખપત્ર પાંચજન્યના તાજેતરના અંકમાં સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે સંઘને બદનામ કરવા માટે કોંગ્રેસ તરફથી એક સુનિયોજીત ષડયંત્ર હેઠળ હિંદુ આતંકવાદનું ભૂત ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ આતંકવાદ જેવા છદ્મ શબ્દ ઘડીને સંઘને તેની સાથે જોડવું કોંગ્રેસની હલ્કી રાજનીતિ સિવાય બીજું કંઈ નથી. કોઈક એકાદ હિંદુ મંચના આક્રોશને ‘હિંદુ આતંકવાદ’નું નામ આપવું રાજકારણ જ કહી શકાય છે. તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ ચૂંટણીનો લાભ લેવાનો કોઈ મોકો છોડવા ઈચ્છતી નથી, ચાહે રાહુલ ગાંધીનું 2012નું ઉત્તરપ્રદેશ અભિયાન હોય કે પછી વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ. મોંઘવારી, આતંકવાદ, નક્સલવાદ અને ભ્રષ્ટાચાર પર સરકારની જનવિરોધી નીતિઓનો દંશ રાહુલ ગાંધીની તાજપોશી માટે જોખમકારક ન બની જાય તેના માટે કોંગ્રેસ મુસ્લિમ વોટ પર એકાધિકાર ઈચ્છે છે. તેની આ ઈચ્છામાંથી ‘હિંદુ આતંકવાદ’નું ભૂત નીકળ્યું છે.સંઘે કહ્યું છે કે માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞાની ધરપકડનો મામલો કે પછી અજમેર દરગાહ વિસ્ફોટ કાંડમાં આરોપી બનાવાયેલા દેવેન્દ્ર ગુપ્તાનો મામલો હોય, તપાસ એજન્સીઓ કોઈ ઠોસ આધાર સ્થાપિત કરી શકી નથી. પૂછપરછના નામે તેમની ઓળખ મીડિયાના માધ્યમથી સુનિયોજીત પણે દુષ્પ્રચારીત કરીને સંઘને બદનામ કરવાની કોશિશ કરાય છે.


હિંદુ આતંકવાદ: સંઘના કપાળે પરસેવો વળ્યો

છેલ્લા કેટલાક સમયથી દેશમાં હિંદુ આતંકવાદ માથું ઉંચકી રહ્યો છે. આવા કૃત્યો કરનારા પ્રચારકો સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ છેડો ફાડી રહ્યો હોવાનું બહાર આવી રહ્યું છે. જેના કારણે, સંઘના શિર્ષસ્થ નેતાઓના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.મળતી માહિતી પ્રમાણે, સંઘે એક યાદી તૈયાર કરી છે. જેમાં એવા પ્રચારકોના નામ છે કે જેઓ હિંદુ આતંકવાદ સાથે સંકળાયેલા હોય શકે છે. તેમને સંઘ છોડી દેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. જેથી તેઓ આરએસએસ સાથે સામેલ નથી તેવું સાબિત કરી શકાય. તાજેતરમાં મધ્યપ્રદેશ અને ઝારખંડના બે વરિષ્ઠ પ્રચારકોને સંઘ છોડી દેવા માટે જણાવવામાં આવ્યું છે.
આ અંગે સંઘ દ્વારા આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જેથી કરીને સંઘ કાયદા પ્રિય તથા શિસ્તબદ્ધ સંગઠન છે તેવી છાપ જાળવી શકાય. બીજી બાજુ મળતી માહિતી પ્રમાણે, અસોક બેરી અને અશોક વાષ્ણેયની પુછપરછ ચાલી રહી છે. જેમાં સઘના એક વરિષ્ઠ નેતાનું નામ બહાર આવ્યું છે. આ બંને વરિષ્ઠ પ્રચારકોની નજીક રહેલા અન્ય પ્રચારકો ઉપર પણ સંઘ નજર રાખી રહ્યું છેઆ મુદ્દે સંઘના વરિષ્ઠ પ્રચારક મદનદાસ દેવી અને ભાજપના સંગઠન મહામંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. સંઘ જરૂર પડ્યે રાજકીય ચહેરા તરીકે ભાજપને આગળ કરવા ચાહે છે. ઉલ્લેખનીય છેકે, દેવેન્દ્ર ગુપ્તા નામના શખ્સની અજમેર બ્લાસ્ટ કેસમાં સંડોવણી બહાર આવી હતી. ઉપરાંત માલેગાંવ કેસમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ તથા લેફ. કર્નલ પુરોહિતની પણ સંડોવણી બહાર આવી હતી. તેઓ અભિનવ ભારત નામનના હિંદુ ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા.



આંતરરાષ્ટ્રીય સંમેલન પહેલા કાબુલમાં વિસ્ફોટ ત્રણના મોત

લગભગ આઠ દેશોના પ્રતિનિધિઓના એક આંતરરાષ્ટ્રીય સંમેલનના બે દિવસ પહેલા પૂર્વીય કાબુલમાં રવિવારે થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસ અધિકારી અબ્દુલ ગફૂર સૈયદજાદાએ કહ્યું હતું કે હુમલાખોર પગપાળા આવ્યો હતો અને તેનું નિશાન કોણ હતું તે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ પહેલા અધિકારીઓએ કહ્યું હતું કે હુમલાખોર સાયકલ પર સવાર થઈને આવ્યો હતો. સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગના અધિકારી કબીર આમિરીએ કહ્યું હતું કે હોસ્પિટલમાંથી મળેલી જાણકારી પ્રમાણે, હુમલામાં એક બાળક સહીત ત્રણ લોકો માર્યા ગયા છે. જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી તમીમ અહમદે કહ્યું હતું કે તેણે આંતરરાષ્ટ્રીય સૈનિકોના પસાર થઈ રહેલા એક કાફલા પાછળ એક વ્યક્તિને ભાગતા જોયો અને ત્યાર બાદ તેણે પોતાની કમર પર બાંધેલા વિસ્ફોટકથી ધડાકો કર્યો હતો. જો કે અફઘાન અધિકારીઓ અને નાટોએ કહ્યું છે કે તે ક્ષેત્રમાં કોઈ સૈનિક કાર્યરત નથી.મંગળવારે થનારા કાબુલ આંતરરાષ્ટ્રીય સંમેલન પહેલા રાજધાનીમાં સુરક્ષા કડક બનાવી દેવાય છે. આ સંમેલનમાં અમેરીકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સહીત નાટો, સંયુક્ત રાષ્ટ્રના નેતા અને શીર્ષસ્થ રાજનયિકો ભાગ લેવાના છે.


રાજકોટ : પત્રકાર બનાવવાની લાલચ આપી નાણાં ખંખેરનારની ધોલાઈ

રાજકોટમાંથી નાણાં ઉઘરાવી લાપતા થઇ ગયો’તો, કોર્ટ પાસે દેખાતાં જ ભોગ બનનારા તૂટી પડ્યા : પાંચ-પાંચ હજાર ઉઘરાવ્યા હતા.અખબાર-ટીવી ચેનલમાં પત્રકાર તરીકે નોકરી આપવાની અને રિપોર્ટર તરીકેના કાર્ડ આપવાની લાલચ આપી ગઠિયાઓએ અગાઉ અનેકને છેતર્યાના કિસ્સા બન્યા છે. વધુ એક ઘટનામાં નવ મહિનાથી આવું કૌભાંડ ચલાવતાં અને રૂ.પાંચ-પાંચ હજાર ઉઘરાવી દસેક વ્યક્તિઓને છેતરનાર રજપૂત શખ્સને ભોગ બનનારાઓએ ઝડપી લઇ ધોલાઇ કરતાં હોબાળો મચી ગયો હતો.બાબરિયા કોલોનીમાં રહેતો રજપૂત જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) બપોરે મોચીબજાર કોર્ટ પાસે હતો ત્યારે લક્ષ્મી સોસાયટીમાં રહેતો પોલીટેકનિકનો વિદ્યાર્થી મનીષ ધનજી રાઠોડ અને તેના મિત્રો ત્યાં ધસી ગયા હતા અને રજપૂત શખ્સની ધોલાઇ શરૂ કરી હતી. ઘટનાને પગલે એકઠાં થયેલા અન્ય લોકોને જાણ થતાં જ કે ધોલાઇ થઇ રહી છે તે શખ્સ ચીટર છે એ સાથે જ લોકોએ ટોળાં સ્વરૂપે હલ્લો કરી રજપૂત શખ્સને ઢીકા-પાટુ મારી અધમૂઓ કરી દીધો હતો.મનીષ રાઠોડ સહિતના યુવાનોએ જણાવ્યું હતું કે, જીતેન્દ્ર ચૌહાણ ભક્તિનગર પોલીસ મથક સામે ચાનો થડો ધરાવે છે અને પોતે ક્રાઇમ તહેલકા ન્યૂઝ નામના અઠવાડિક છાપાનો રાજકોટનો ચીફ હોવાનું કહી લોકોને તેમાં નોકરી અને રિપોર્ટર તરીકે નોકરી આપવાની લાલચ આપતો હતો. એ રીતે મનીષ અને તેના મિત્રો સુમીત રાઠોડ, વિપુલ ઝાલા, રિતેષ ચૌહાણ સહિત દસેક લોકો પાસેથી રૂ.પાંચ-પાંચ હજાર ઉઘરાવી લીધા હતા. રજપૂત શખ્સે કેમેરો આપવાની પણ લાલચ આપી હતી. પરંતુ પૈસા ઉઘરાવ્યા બાદ કોઇને નોકરી આપી ન હતી. ભોગ બનનારની નજરે ચડતો પણ નહીં. રજપૂત શખ્સની ધોલાઇ કર્યા બાદ ટોળું તેને એ-ડિવિઝન પોલીસ મથકે લઇ ગયું હતું. પરંતુ રજપૂત શખ્સે કોઠારિયા રોડ પર છેતરિંપડી આચરી હોય ભક્તિનગર પોલીસ મથકે મોકલી દેવાયો હતો. જો કે દરમિયાન રજપૂત શખ્સ અને ભોગ બનનારાઓ વચ્ચે સમાધાન થઇ જતાં ફરિયાદ નોંધાઇ ન હતી.કાર્ડ મળ્યા પછી તમે હથિયાર પણ રાખી શકો! - અઠવાડિક છાપાના પત્રકાર તરીકે નોકરી આપવાની લાલચ આપી પૈસા ખંખેરતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ તેની પાસે નોકરી અર્થે આવતા યુવાનોને કહેતો હતો કે, પત્રકાર તરીકેનું ઓળખકાર્ડ મળ્યા પછી તમે છરી પણ સાથે રાખી શકો.મહિલા કોંગી અગ્રણીએ પોલીસ મથકમાં ચીટરને ધોકાવ્યો - જીતેન્દ્ર ચૌહાણે પત્રકાર બનાવવાની લાલચ આપી કોંગ્રેસના મહિલા અગ્રણી જયોત્સનાબેન ભટ્ટીના પરિચિતને પણ છેતર્યો હતો. જીતેન્દ્ર પકડાયાની અને તે એ-ડિવિઝનમાં હોવાની જાણ થતાં જયોત્સનાબેન પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને રજપૂત શખ્સને પોલીસની હાજરીમાં ફટકાર્યો હતો.

No comments:

Post a Comment