23 August 2010

સાંસદોના પગારમાં વધુ 10 હજારનો વધારો!

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સાંસદોના પગારમાં વધુ 10 હજારનો વધારો!

કેબિનેટે સોમવારે સાંસદોને 10 હજાર રૂપિયા પ્રતિ માસનું વધારાનું ઈન્ક્રિમેન્ટ આપી દીધું છે. આ રકમ તેમના ભથ્થામાં જોડવામાં આવી છે. પરંતુ તેને અંતિમ મંજૂરી સંસદમાં મળશે. સાંસદોના વેતનમાં 300 ટકાનો વધારો કરવા છતાં તેઓ નારાજ હતા અને લોકસભામાં તેમણે વિરોધ પણ કર્યો હતો.સાંસદ મૂળ વેતનમાં 500 ટકાની વૃદ્ધિ ઈચ્છી રહ્યાં હતા. તેના માટે તેમણે આંદોલન પણ કર્યું હતું. શનિવારે નાણ્રાંમંત્રી અને સરકારના સંકટમોચક પ્રણવ મુખર્જીએ વિપક્ષી નેતાઓ સાથેની બેઠકમાં સાંસદોની માગણી પર વિચારનું આશ્વાસન આપ્યું હતું. ત્યારે સાંસદ આંદોલન ન કરવા અને સંસદની કાર્યવાહી ચાલવા દેવા માટે સંમત થયા હતા. આ ક્રમમાં સોમવારે બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી.શુક્રવારે કેબિનેટે સાંસદોના મૂળ વેતન 16 હજાર રૂપિયામાં વધારો કરીને તે 50 હજાર કરવા સંબંધિત પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી હતી. પરંતુ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના નેતૃત્વમાં સાંસદોએ તેનો પૂરજોર વિરોધ કર્યો હતો. તેમણે વેતન 80 હજાર રૂપિયા કરવાની માગણી કરી હતી. આ માગણી ન માનવા સુધી તેમણે સંસદની કાર્યવાહી ન ચાલવા દેવાના સોગંદ ખાધા હતા. તેને ધ્યાનમાં રાખીને નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ મુખ્ય નેતાઓ સાથે બેઠક બોલાવી હતી. જેમાં લાલુ પ્રસાદ યાદવ, મુલાયમ સિંહ યાદવ, શરદ યાદવ, અરુણ જેટલી અને ગોપીનાથ મુંડેએ ભાગ લીધો હતો. સરકાર તરફથી પ્રણવ મુખર્જીએ આશ્વાસન આપ્યું હતું કે 500 ટકાની વેતન વૃદ્ધિની માગણી પર વિચાર કરવામાં આવશે.



આ કમ્પ્યૂટર તમારૂં દિમાગ વાંચશે

આવી કલ્પના પોતાનામાં કેટલીક અલગ લાગે છે કે તમે કઇક વિચારો ને તે ઇન્ટરનેટમાં જાતે સર્ચ થાય? તો આ કલ્પના હવે જલ્દી હકીકતમાં પુરવાર થવાની છે. જી હા આ અમે નઇ વૈજ્ઞાનિકોએ કહ્યુ છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓ એક એવુ કમ્પ્યૂટર બનાવી રહ્યાં છે જે તમારૂં મગજ વાંચી લેશે. એટલે કે કમ્પ્યૂટર સરળતાથી એ જાણી લેશે કે તમારા દિમાગમાં શુ ચાલી રહ્યું છે.ઇન્ટેલ કૉર્પોરેશનમાં વૈજ્ઞાનિકોનું એક જૂથ નવી નવી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે જે વિચારોની વ્યાખ્યા શબ્દોના રૂપમાં કરશે. આ પહેલાથી હયાત દિમાગથી સંચાલીત કમ્પ્યૂટરથી અલગ છે આમાં યૂઝરને પોતાની કલ્પનાને સ્વરૂપ આપવા માટે કર્સરનો ઉપયોગ કરવો પડશે. ધ ટેલીગ્રાફના પ્રમાણે વાસ્તવમાં વૈજ્ઞાનિક દિમાગમાં એક ખાસ શબ્દ માટે હલનચલનના નક્શાને તૈયાર કરી રહ્યા છે.આ મેપને કોઇના દ્વારા કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને દિમાગી ગતિવિધિયોસાથે જોડી સકાશે. આનાથી મશીન યુઝર દ્વારા વિચારવામાં આવેલા શબ્દોને ઓળખી લેશે. ઈન્ટેલ લેબોરેટરીના વરિષ્ઠ શોધકર્તા ડીન પોમેરલ્યૂનુ કહેવુ છે કે ઉપસ્થિત સમયમાં દિમાગી ચાલચલનની તમામ પ્રક્રિયા આપનારા ડિવાઇસ ઘણા મોંઘા અને મેગ્નેટીક રેજોનેન્સ સ્કેનર્સ છે. જેનો ઉયયોગ હોસ્પિટલોમાં કરવામાં આવે છે.


પંજાબ ગુજરાતની નકલ કરશે બલ્લે બલ્લે!

ગુજરાત સરકાર ટુરિઝમ સેકટરના વિકાસના ભાગરૂપે જૂના અમદાવાદને હેરિટેજ વૉક તરીકે વિક્સિત કરી રહી છે. ત્યારે જૂના અમદાવાદના હેરિટેજ વોક કાર્યક્રમને જોઇને પંજાબ સરકાર અમૃતસર અને પટિયાલામાં આ પ્રકારના કાર્યક્રમો કરીને તેનો વિકાસ કરવાનું વિચારી રહી છે. અમદાવાદ હેરિટેજ વૉકની આબેહૂબ નકલ કરીને પંજાબ સરકાર તેમના ટુરિઝમ અને હેરિટેજનો વિકાસ કરવા માંગે છે."મેં અમદાવાદ હેરિટેજ વૉકની મુલાકાત લીધી, જે મારા માટે ખરેખર બહુ સારો અનુભવ રહ્યો. અમે આ જ પ્રકારની થીમ અપનાવીને અમૃતસર અને પટિયાલાને હેરિટેજ વૉકમાં ફેરવીને અમે પંજાબના કલ્ચરને પ્રમોટ કરવા માંગીએ છીએ" તેમ પંજાબ હેરિટેજ અને ટુરિઝમ પ્રમોશન બોર્ડના સેક્રેટરી હુસૈન લાલે આજે કહ્યું હતું. હુસેન લાલ અમદાવાદ ખાતે યોજાયેલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર (ટીટીએફ)માં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ, અમદાવાદ ખાતે આવ્યા હતા, ત્યારે તેમણે આ વાત કરી.


ધોનીનું બેજવાબદારભર્યૂ વર્તન!

વિવારના રોજ યોજાયેલી મેચમાં ભારતીય ટીમનો શ્રીલંકા સામે 8 વિકેટે પરાજય થયો હતો. મેચ પૂરી થયા પછી રવિવારના રોજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન ધોનીની રાહ જોઈ રહ્યા હતા.જો કે આ સમયે ધોની ફૂટબોલ રમવામાં વ્યસ્ત હતો. પત્રકારોએ વારંવાર ધોનીને પ્રેસ કોન્ફરન્સ માટે આવવાનું કહ્યું હતું. જો કે ધોનીએ પત્રકારોની કાને ધરી નહોતી અને તે ફૂટબોલ રમવામાં જ વ્યસ્ત હતો.


ગૂગલે ભૂલ સુધારી, POKને ભારતીય ભાગ દર્શાવ્યું

સર્ચ એન્જિનની દુનિયાના મહારથી ગૂગલે પોતાની ભૂલ સુધારી લીધી છે. હવે ગૂગલે નક્શામાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતના એક અભિન્ન હિસ્સા તરીકે દેખાડયું છે.થોડા દિવસો પહેલ ગૂગલ ઈનસાઈટ્સે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરને ભારતના નકશામાંથી ગાયબ કરી દીધું હતું. આ ઘટના બાદ ભારત સરકાર હરકતમાં આવી હતી. સંચાર અને આઈટી રાજ્ય મંત્રી સચિન પાયલટે આ મામલામાં ગૂગલને નોટિસ મોકલી હતી. ત્યાર બાદ ગૂગલે પોતાની ભૂલ સુધારી છે.મંત્રાલયે ગૂગલને મોકલી નોટિસમાં ચેતવણી આપી હતી કે ભારતીય નક્શાના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરવા બદલ કલમ-69એ અને કલમ-79 હેઠળ કાર્યવાહી કરી શકાય છે.સૂત્રોએ જણાવ્યું હતું કે ગૂગલે આ નોટિસ બાદ પોતાની ભૂલ સુધારી છે. જો કે નવા પેઈજ અપલોડ થવામાં હજી થોડો સમય લાગી શકે છે.


મુકેશ અંબાણીને પછાડશે અનિલ

ભારતના વ્યાપાર જગતમાં આ દિવસોમાં આ ચર્ચા તેજી પર છે કે શું ખરેખર અનિલ અગ્રવાલ મુકેશ અંબાણીને પાછળ કરી દેશે. જાણકારોનુ માનવુ છે કે આવુ એક બાબતમાં સંભવ છે. વાસ્તવમાં વેદાંતા ગ્રુપના પ્રમુખ અનિલ અગ્રવાલ આ દિવસોમાં કેયર્ન ઇન્ડિયા પર માલિકી જમાવાની તૈયારીમાં છે. અને આ કરાર થઇ ગયા પછી, અનિલ અગ્રવાલ કોઇ કંપનીને પ્રમોટ કરનારા દેશના સૌથી ધનિક વ્યક્તિ બની જશે. અને આ બાબતમાં તેઓ મુકેશ અંબાણીને પાછળ કરી દેશે.વેદાંતા રિસોર્સિસ દ્વારા કેયર્ન ઇન્ડિયાના અધિગ્રહણ અને સ્ટરલાઇટ ગ્રુપના પ્રસ્તાવિત આઈપીઓ બાદ આની પ્રમોટર ફેમેલીના પ્રમુખ અનિલ અગ્રવાલની કુલ સંપત્તિ લગભગ 1,67,000 કરોડ રૂપીયાની થઇ જશે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિજ લિમિટેડના પ્રમોટર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 4,45000 કરોડ રૂપીયા છે.


ચિદમ્બરમ સહીત 22 નેતાઓ નક્સલીઓના હીટલિસ્ટમાં

કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ નક્સલીઓના નિશાના પર છે. ચિદમ્બરમ સિવાય અન્ય 22 મોટા નેતાઓ પર પણ નક્સલી ખતરો મંડરાય રહ્યો છે. નેતાઓ પર નક્સલી ખતરાનો ખુલાસો આઈબીએ કર્યો છે.ઈન્ટેલિજન્સ બ્યૂરોનું કહેવું છે કે ચિદમ્બરમ અને ગૃહ સચિવ જી. કે. પિલ્લઈ સિવાય છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહ અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક નક્સલીઓના નિશાના પર છે. આ સિવાય ભાજપના કેટલાંક વરિષ્ઠ નેતાઓ પણ નક્સલીઓના હીટલિસ્ટમાં છે.નેતાઓ સિવાય નક્સલીઓની મનસા ડીઆઈજી રેન્કથી ઉપરના ઘણાં અધિકારીઓને પણ પોતાનું નિશાન બનાવાની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, 15 ઓગસ્ટ બાદ નક્સલીઓએ ઝારખંડના જંગલોમાં એક ગુપ્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં નક્સલીઓએ ચિદમ્બરમ, ગૃહ સચિવ જી. કે. પિલ્લઈ, રમન સિંહ અને નવીન પટનાયક સહીત 22 નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓનું હીટલિસ્ટ બનાવ્યું હતું.નક્સલીઓના તમામ મોટા નેતાઓએ નક્કી કર્યું છે કે તેમના પ્રવક્તા આઝાદની મોતનો બદલો લેવા માટે મોટા નેતાઓ અને અધિકારીઓની હત્યા જરૂરી છે. નક્સલીઓએ આ નેતાઓ અને અધિકારીઓની હત્યા માટે 15 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. નક્સલીઓની આ બેઠકથી સુરક્ષા એજન્સીઓ અને સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે.


હરિયાણાના મુખ્યમંત્રી હુડ્ડા પર જોડું ફેંકાયું

શ, પી. ચિદમ્બર, અડવાણી, જરદારી, ઉમર અબ્દુલ્લા બાદ હવે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દરસિંહ હુડ્ડા પર પણ જોડું ફેંકાયું છે. આ ઘટના હરિયાણાના મહેન્દ્રગઢની એક રેલીમાં બની છે. હુડ્ડા પર એક યુવાને રેલી દરમિયાન જોડું ફેંક્યું હતું, પરંતુ તે તેમનાથી ઘણું દૂર જઈને પડયું હતું. હુડ્ડા પર જોડું ફેંકનારો 21 વર્ષનો યુવક શક્તિસિંહ સરકાર તરફથી તેને નોકરી અને ઘાયલ થવાની અવેજમાં વળતર ન આપવાથી નારાજ હતો.જાણકારી પ્રમાણે, હુડ્ડા આઈટીઆઈ મેદાનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતા. ત્યારે પ્રેસ ફોટોગ્રાફર્સ ગેલેરીની પાછળ બેઠેલા યુવક શક્તિસિંહે હુડ્ડાને નિશાન બનાવીને જોડું ફેંક્યું હતું.જોડું હુડ્ડાથી 70 ફૂટ દૂર જઈને પડયું હતું. હુડ્ડાના ગૃહ જિલ્લા રોહતકના બનિયાની ખાતેના ગામના રહેવાસી શક્તિસિંહે જ્યારે જોડું ફેંકીને ભાગવાનો પ્રયત્ન કર્યો, તો તેની પાસે બેઠેલા લોકોએ તેને ઝડપી પાડયો હતો.


અમદાવાદ : સ્વાઇન ફલૂની હોમિયોપેથીની દવા મફત અપાશે

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હોમિયોપેથીના જન્મ અને પ્રચાર-પ્રસારની માહિતી આપતુ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું છે.અમદાવાદમાં તા. ૨૧થી ૨૩ ઑગસ્ટ દરમ્યાન અમદાવાદ મૅનેજમેન્ટ અસોસિએશન ખાતે તથા વલ્લભવિદ્યાનગરમાં તા. ૨૬થી ૨૯ ઑગસ્ટ દરમ્યાન સરદાર પટેલ યુનિવર્સિટીમાં મૂકવામાં આવશે તેમ જ સપ્ટેમ્બર મહિનામાં કલોલમાં યોજવામાં આવશે.ડો. સ્વામીનારાયણે જણાવ્યું હતું કે, ૧૮૩૦-૩૧માં જ્યારે ભારત પછી મોસ્કો, બર્લિન સહિત યુરોપના અન્ય દેશોમાં કૉલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે અન્ય ચિકિત્સા-પદ્ધતિઓ કરતાં હોમિયોપેથિક ઉપચાર વધુ અસરકારક નીવડ્યો હતો અને અનેક લોકોના જીવ બચી શક્યા હતા.


અમદાવાદ : શ્રાવણીયા સોમવારમાં મંદિરો ભક્તજનોથી ઉભરાયા

ભગવાન શંકરની આરાધના અને પુજા અર્ચના કરી ભોળાનાથને રીઝવવાના મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ, શ્રાવણ માસમાં ભાવિ ભક્તો શિવાલયમાં જઇને ભગવાન શંકરની આરાધના કરતા હોય છે. તેમાંય વળી શ્રવણ માસના સોમવારનું અનેરુ મહત્વ હોય છે. આ દિવસ ભક્તો શિવજીની આરાધના કરતા હોય છે તથા ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે.આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શહેરના શિવાલયો વહેલી સવારથીજ ભાવભિકતોથી ઉભરાઇ ગયા હતા, સવારથીજ શિવાલયોમાં શંખનાદ અને ઓમ નમ:શિવાયના નાદ સાંભળવા મળતા હતા.ઘણી મોટી સંખ્યામાં ભક્તો શિવાલયોમાં જઇ શિવલીંગ પર જળ ,દુધ, પંચામૃતનો અભિષેક કરતા તથા શિવલીંગ પર બિલીપત્ર પણ ચઢાવતા હતા.


વડોદરા સરકારે ૧૮ પ્રાથમિક શિક્ષકોના બદલીઓના ઓર્ડર રદ કર્યા

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વડોદરા જિલ્લામાં ૧૮ જેટલા પ્રાથમિક શિક્ષકોના બદલીઓના ઓર્ડર રદ કરતાં શિક્ષણ આલમમાં સોપો પડી ગયો છે. ગત વર્ષે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિએ રાજ્ય સરકારની મંજુરી મેળવ્યા બાદ આ બદલીઓ કર્યા પછી મોડેમોડે સરકાર સ્તરેથી આ બદલીઓના ઓર્ડર રદ થતાં આ મુદ્દે વિવાદ વકરે તેવા એંધાણ મળ્યા છે.વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિએ ગત વર્ષે બદલી કેમ્પ વગર કેટલાક શિક્ષકોની બદલી કરવા માટે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામકની મંજુરી માંગી હતી. નિયામક દ્વારા આ માટેની જરૂરી માર્ગદર્શન સાથે બદલી કરવા લીલી ઝંડી આપ્યા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા બદલીઓ કરાઇ હતી.આ બદલીઓ થયા પછી કેટલાક શિક્ષક આગેવાનોએ આ બદલીઓમાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ રાજ્ય સ્તરે કરી હતી. જેથી આ અંગે તપાસ પણ કરાઇ હતી. આ તપાસ બાદ મોડેમોડે જાગેલા રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે કુલ-૧૮ બદલીઓના ઓર્ડર રદ કરી દીધા છે.


“દિગ્વિજય સિંહ, સુશીલ શિંદે અને ગહેલોટ આતંકવાદી છે”

હિન્દુ આંતક કરનાર કોંગ્રેસ છે દિગ્વિજયસિંહ, સુશીલકુમાર શિંદે અને અશોક ગહેલોટ આંતકવાદી છે. ઇન્દિરાજીની હત્યા બાદ શીખો મારનાર કોંગ્રેસ આંતકવાદી છે. કસાબ અને અફઝલ ગુરુને ફાંસીની સજા આપવામાં આવતી નથી તે કેવી લોકશાહી તેવી ટકોર આરએસએસના અખિલ ભારતીય કાયઁકારી મંડળના સદસ્ય ઇન્દ્રેશકુમારે કરી હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાલિયા વાડી ખાતે આયોજિત રક્ષાબંધનના કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે અખિલ ભારતીય કાર્યકારી મંડળના સભ્ય ઇન્દ્રેશકુમારે જણાવ્યું હતું કે દેશમાં એક નવો શબ્દ હિન્દુ આતંકવાદ આવ્યો છે અને તે શબ્દ સેકયુલર પાર્ટી એવી કોંગ્રેસે આપ્યો છે. હિન્દુ ક્રાંતિકારી હોઇ શકે પણ આતંકવાદી તો ક્યારેય નહીં. ૨૬ નવેમ્બરના મુંબઇ હુમલાના પોણા બે વર્ષ થયા પણ પાકિસ્તાન ૧૧૦ કરોડની જનસંખ્યા ધરાવતા ભારતને જુઠ્ઠુ બોલાવીને ઉલટાનું ધમકાવે છે તો કેટલા વર્ષ હજુ સહન કરવાનું ? એક ભૂલ કરે તો ઇન્સાન, બીજી વખત ભૂલ કરે તો નાદાન, ત્રીજી વખત ભૂલ કરે તો શૈતાન અને દરેક વખત ભૂલો કરે તો તેને પાકિસ્તાન જ કહેવાય છે પણ દરેક વખતે માર ખાઇને પણ માફ કરે તો તે હિન્દુસ્તાન છે.ફાંસી આપવાના બદલે અફજલ ગુરુ અને કસાબને આજે દેશની સરકાર પાળી રહી છે.


૪૫ મોબાઇલ ચોરનારા ત્રણ ચોર ઝડપાયા

શુક્રવારની રાત્રે કડોદરા ખાતે આવેલા લેસર વિડીયો થિયેટરમાંથી ૪૫ મોબાઇલની ચોરીની ઘટના બન્યા બાદ બીજા દિવસે જ ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. રવિવારે પેટ્રોલીંગ દદરમિયાન ચોરી કરનાર ત્રણ ઇસમોની અટક સાથે ૬૫ હજારના ૪૫ મોબાઈલ પણ રીકવર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા ક્રિષ્ના નગરમાં ચાલતા લેસર વિડીયો થિયેટરમાં શુક્રવારે મોડી રાત્રે શો પૂર્ણ થયા બાદ સામે આવેલી મોબાઈલની દુકાનનો માલિક મોબાઈલ થિયેટરમાં મુકી દુકાન બંધ કરી નીકળી ગયા હતા. રાત્રે થિયેટરમાંથી ૪૫ મોબાઈલ અંદાજીત કિંમત રૂ. ૬૫ હજારની ચોરી તસ્કરો કરી ગયા હતાં. આ અંગે ગુનો નોંધાતા કડોદરા જીઆઇડીસી પોલીસના પો.સ.ઇ.એ તપાસ હાથ ધરી હતી.રવિવારે પો.સ.ઇ. ભરવાડ અને પોલીસ સ્ટાફ સાથે સવારે કડક પેટ્રોલીંગ હાથ ધયું હતું. જેમાં કડોદરા બસ સ્ટેન્ડ નજીક એક તરુણ શકમંદ હાલતમાં થેલી લઇ જણાતાં અટકાવી તપાસ કરતા તેની પાસે રર મોબાઈલ મળી આવ્યા હતાં. જે અંગે કડક પૂછપરછ કરતાં ચોરી અંગેની કબૂલાત કરી હતી. તેણે પોતાની ઓળખ મૂળ યુ.પી. અને હાલ ચલથાણ ગામના જલારામ કોમ્પ્લેકસ આશિષ નગરમાં રહેતો અને નામ પંકજ જયપ્રકાશ કહાર (૧૪) હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય સાથીમાં મૂળ યુ.પી. અને હાલ ચલથાણ અભિનંદન સોસાયટીમાં રહેતો દિપક ક્રિષ્નાનંદ યાદવ (૧૪) અને કડોદરા ખાતે મોદી હોસ્પિટલની પાછળ રહેતો મોહસીન અઝહરખાન પઠાણ (૨૦) પણ સામેલ હોવાની કબૂલાત કરી હતી.

No comments:

Post a Comment