22 August 2010

આજે અમિત શાહને જેલમાં ચાર સપ્તાહ પૂરા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

આજે અમિત શાહને જેલમાં ચાર સપ્તાહ પૂરા

અમિત શાહની ધરપકડને આજે ચાર અઠવાડીયાં પૂરા થઇ ગયા છે. આ ચાર અઠવાડીયામાં અમિત શાહ દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે અને તે જાણેકે મંત્રીમાંથી મુદ્દો બની ગયા છે. ચાર અઠવાડીયામાં માજી જેલમંત્રી શાહે જેલ પણ જોઇ લીધી અને સીબીઆઇની પુછપરછનો સામનો કરી લીધો, રીમાન્ડનો સામનો પણ કરી લીધો એક રાષ્ટ્રીય તહેવાર (૧૫મી ઓગષ્ટ, સ્વાતંત્રય દિન)ની ઉજવણી પણ જેલમાં કરી અને હવે રક્ષાબંધન પણ જેલમાંજ ઉજવશે તે વાત સ્પષ્ટ થઇ છે.શાહને જામીન મળે તે માટે પાર્ટી દ્વારા પણ પ્રયાસો થઇ રહ્યા છે. દેશના જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાની ખુદ શાહ માટે ૮૭ વર્ષની વયે પણ અદાલતના ચાર દાદારા ચઢીને શાહને જામીન અપાવવા માટે કોર્ટમાં આવ્યા હતા.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકરણ લગભગ અઢી વર્ષથી સતત ગાજતું રહ્યું છે. પંરતુ છ મહિનાથી તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવતાં તેમાં રોજે રોજ કંઇનું કંઇ ડિવલપમેન્ટ નોંધાયું છે અને તેમાંય વળી છેલ્લા ચાર અઠવાડીયામાં તેની ચર્ચા માત્ર ગુજરાતમાંજ નહિ પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં થઇ રહી છે. કેમકે સીબીઆઇએ સોહરાબુદ્દીન પ્રકરણમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને જેલના સળીયા પાછલ ધકેલી દીધા છે. જેલ ખાતુ સંભાળતા શાહે થોડા સ અગાઉજ જેલ સુધરાવી હતી પરંતુ ત્યારે તેમને ક્યાં ખબર હકી કે આજ સ્થળે તેમને પણ દિવસો ગુજારવા પડશે.આજે અમિત શાહની ધરપકડને ચાર અઠવાડીયા પુરા થઇ ગયા છે. રવિવારે તા. ૨૫મી જુલાઇને સવારે સાડા અગિયાર વાગ્યે અમિત શાહ ભાજપ કાર્યાલયે પત્રકાર પરિષદને સંબોધીને સીબીઆઇ સમક્ષ હાજર થયા હતા અને સીબીઆઇએ તેમની ધરપકડ કરી કોર્ટના આદેશથી શાહને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.


ભારત અમેરિકાની આગળ નિકળશે

ભારતની શાનમાં અન્ય એક ઓળખ જોડાઈ ચુકી છે. તાજા આંકડાઓ પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની ટૉપ 20 અર્થવ્યવસ્થાઓમાં ચોથા સ્થાને પર પહોચી ગયુ છે. આ આંકડાઓ આઈએમએફ દ્વારા પ્રકાશીત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં આઈએમએફે તાજેતરમાંજ પર્ચેજિંગ પાવરના આધારે દુનિયાની 20 સૌથી મજબુત અર્થવ્યવસ્થાઓનુ લીસ્ટ પ્રકાશીત કર્યું છે. આ લીસ્ટમાં ભારત અત્યારે ચોથા સ્થાને છે. ત્યાજ ભારતનો પાડોશી દેશ ચીન આ લીસ્ટમાં બીજા નંબર પર છે. લિસ્ટમાં પ્રથમ નંબર પર અમેરિકાને સ્થાન મળ્યુ છે.પરંતુ બીજી બાજુ આ વાત પણ કહેવામાં આવી રહી છે કે અમેરિકા પર એકવાર ફરીથી મંદીના વાદળો વર્તાઇ રહ્યાં છે. અને જો આવુ થાય છે તો અમેરિકાની અર્થવ્યવસ્થા બરબાદીની અસરમાં સપડાઇ જશે. કેમકે તે હજુ પ્રથમ મંદીમાથી પણ ઉપર નથી આવી શક્યુ. 2008ની મંદીના દરમિયાન ત્યાની બેરોજગારીની સંખ્યામાં લાખો લોકોને હજુ સુધી નોકરી નથી મળી શકી. જાણકારોનુ કહેવુ છે કે આવામાં જો બીજીવાર ત્યા મંદી આવે છે તો ચીન અને ભારત પર્ચેજિંગ પાવરની બાબતમાં એમેરિકન અર્થવ્યવસ્થાને પછાડી શકે છે.


આખરે કોણે કર્યો અમિત શાહ સાથે વિશ્વાસઘાત?

જુન,૨૦૦૬ અને જાન્યુઆરી ૨૦૧૦માં શું તફાવત છે? સોહરાબ એન્કાઉન્ટર કેસનો બારીકાઈથી અભ્યાસ કરી રહેલા લોકો એ વાતથી પરિચિત હશે કે બે અલગ-અલગ તપાસ સંસ્થાઓએ આ કેસના તથ્યોને ઉજાગર કરવાનું બીડુ ઝડપ્યુ હતું.૨૫ નવેમ્બર, ૨૦૦૫ની મધરાતે થયેલા સોહરાબના એન્કાઉન્ટર મામલે ભારે ઉહાપોહ સર્જાતા સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી ત્યારથી ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ સુધીમાં ગૃહ રાજ્યમંત્રી કે તત્કાલીન ડીસીપી-ક્રાઈમ અભય ચુડાસમા સામે આંગળી ચિંધવાનું સાહસ પણ કોઈએ દાખવ્યુ નહોતું.૨૪ એપ્રિલ, ૨૦૦૭ બાદ આ કેસમાં જેલમાં ગયેલા એટીએસના બે ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૩ પોલીસ કર્મચારીઓએ પણ આ બંને પૈકી કોઈનું નામ લીધુ હોવાનું રેકોર્ડ પર નોંધાયાનું જાણમાં આવ્યું નથી. આ તમામ લોકોના અકળ મૌનને શું સરકાર પ્રત્યેની તેમની વફાદારી ગણવી?


‘કુકર્મો કોઇને છોડતા નથી અમિત શાહને પૂછો’

ગુજરાતમાં સ્ત્રીઓ ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે ત્યારે માત્ર અને માત્ર ચુંટણીના સમયે મહિલાઓની ભાવના જીતવા ૧પ પૈસાનો પોસ્ટકાર્ડ લખવાની વાતો કરતા મુખ્યમંત્રી આજે ક્યાં છે તેવો સણસણતો સવાલ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરીએ કર્યો હતો.ઝગડીયા તાલુકાના રાજપારડી ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે સત્ય ઉજાગર સંમેલન યોજાયું હતું. સત્ય ઉજાગર સંમેલનમાં સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરનો મુદ્દો છવાયેલો રહયો હતો. વપિક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકારે બે હત્યા કરાવી છે.એક હરેન પંડ્યાની અને બીજી કૌસરબીની રાજ્યના પુર્વ ગૃહ મંત્રી અમીતશાહ તેમના કુકર્મોની સજા આજે સાબરમતી જેલમાં ભોગવી રહયા છે નરહરિ અમીને જણાવ્યું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથીની વાત કહેતા નરેન્દ્ર મોદીની સરકારના ગૃહમંત્રી જ મારબલના વેપારીઓ તથા બિલ્ડરો પાસેથી ખંડેણી ઉઘરાવતા હોવાનો પર્દાફાશ થયો છે.ખંડણીખોરોનો સરદાર જેલમાં બેઠો છે જે એક સમયે જેલમંત્રી હતો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારે પોતાના સ્વાર્થ માટે અધિકારીઓ તથા કર્મચારીઓ પાસે ખોટા કામો કરાવ્યા છે. આજે રાજ્યના ૨૮ જેટલા અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે.


અમિત શાહના જામીનની સુનાવણી 30 સુધી ટળી

આજે અમીત શાહના જામીન અંગેની સુનવણી હાથ ધરાઇ હતી. બાવીસ દિવસના જેલવાસ બાદ જેલની બહાર આવવાની શાહની ઇચ્છા પર પાણી રેડાઇ ગયું છે. કારણ કે એમની જામીનની સુનાવણી હવે 30મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે. આમ આજે એમને જામીન ના મળતા તેઓ ફરી પાછા જેલમાં. અમીત શાહના વકીલ રામ જેઠમલાણી અને પીઢ વકીલ કે.ટી.એસ. તુલસીની આજે સુપ્રિમ કોર્ટમાં હાજરી હોવાથી તેઓ બન્ને આજની સુનાવણીમાં હાજર ન્હોતા.છેલ્લા ઘણા દિવસનથી સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમીત શાહની જામીન અંગેની આજે સુનવણી હતી. અમીત શાહ તેમના જેલવાસ દરમીયાન સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરી ચુક્યા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતી. સીબીઆઇ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી અભય ચુડાસમા તથા રાજ્યના તત્કાલીની ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરતાં આ પ્રકરણમાં ગરમાટો આવી ગયો છે. જોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા. રીમાન્ડમાં પણ સીબીઆઇએ શાહની પુછપરછ કરી હતી.


દર પાંચમા કર્મચારીની જાતિય સતામણી થાય છે: સર્વે

કોર્પોરેટ સેક્ટરમાં કામ કરનારા દર પાંચમા કર્મચારી પોતાની નોકરી દરમિયાન વર્કપ્લેસ પર ક્યારેકને ક્યારેક જાતિય અત્યાચારના દોરમાંથી પસાર થાય છે. એક સર્વેક્ષણ દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. આ મામલામાં આઈટી સેક્ટરના હબ બેંગલુરુમાં સ્થિતિ ઘણી ચિંતાજનક છે. ત્યાં લગભગ પચાસ ટકા કર્મચારીઓનું કહેવું છે કે પોતાની નોકરી દરમિયાન તેઓ કોઈને કોઈ જાતિય ત્રાસમાંથી પસાર થયા છે. જ્યારે ચેન્નઈ આ મામલે અન્ય સ્થળોથી વધારે સુરક્ષિત છે. ચેન્નઈમાં માત્ર ત્રણ ટકા કર્મચારીઓને જ આ પ્રકારના ખરાબ અનુભવમાંથી પસાર થવું પડયું છે.ઈટી-સિનોવેટના આ ચોંકાવનારા સર્વેક્ષણથી ‘એપ્લયોઈ ફ્રેન્ડલી’ હોવાનો દાવો કરનારી કંપનીઓની પોલ ખુલી છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે કર્મચારીઓને પોતાના વર્કપ્લેસ પર કેટલાં ખરાબ અનુભવમાંથી પસાર થવું પડે છે. આ સર્વેમાં દેશના અલગ-અલગ શહેરોના 527 કર્માચારીઓને આ સવાલ પુછવમાં આવ્યો હતો કે શું તમારે તમારી ઓફિસમાં જાતિય સતામણીના દોરમાંથી પસાર થવું પડયું છે? તેના સંદર્ભે કર્મચારીઓનો જવાબ ચોંકાવનારો હતો.લગભગ 20 ટકા કર્મચારીઓએ એ વાતનો સ્વીકાર કર્યો કે તેમને ઓફિસમાં ક્યારેકને ક્યારેક જાતિય સતામણીનો શિકાર થવું પડ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે લગભગ 38 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે વર્કપ્લેસ પર યુવતીઓની જેમ જ યુવકોને પણ જાતિય ત્રાસના મુશ્કેલીકારક દોરમાંથી પસાર થવું પડે છે.



પાટીદાર સમાજનો ખંડણીખોરોને પડકાર

જ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહના ઇશારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખંડણીનો ભોગ બનેલા પોપ્યુલર બિલ્ડરવાળા રમણ પટેલ અને દશરથ પટેલનું આજે પાટીદારા સમાજ દ્વારા બાપુનગરમાં જાહેર સન્માન કરી ખંડણીખોરોને પડકાર ફેંકવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું પાટીદાર સમાજના કન્વીનર રોહિત પટેલે જણાવ્યું હતું.આજે સાંજે ૪-૦૦ કલાકે બાપુનગર સ્થીત ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે યોજાનારા આ પાટીદાર એકતા સંમેલન અંગે વધુ માહિતી આપતાં રોહિત પટેલે જણાવ્યું હતું કે પોપ્યુલર બિલ્ડર્સ પટેલ બંધુઓ પર ફાયરિંગ થી લઇને તેમની પાસેથી લેવાયેલી લાખો રૂપીયાનની ખંડણી અને સંખ્યાબંધ ખોટા આક્ષેપોમાંથી પટેલ બંધુઓ નિડરતા અને પ્રમાણીકતાના જોરે બહાર આવ્યા છે.આ વાતો ગુજરાતમાં કંઇ કેટલાય લોકો પરેશાન હશે તે તમામની હિમ્મત ખુલે તથા તેઓ પણ પોતાના પર થતા અત્યાચાર જાહેરમાં જણાવે તો આ ખંડણી અને અત્યાચારનું દુષણ ચોકકસ બંધ થશે. આ હેતુ માટેજ ખાસ પાટીદાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.


મથુરાના પ્રોફેસરે બનાવ્યો વિદ્યાર્થિનીનો અશ્લીલ એમ.એ.મએસ.

શિક્ષકની મર્યાદાને તાર-તાર કરતીને મથુરાના એક પ્રોફેસરે પોતાની જ વિદ્યાર્થિનીની ઈજ્જતને નિલામ કરવાની તૈયારી કરી લીધી હતી. વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસરે માર્ક્સ ઓછા આપવાની ધમકી આપીને બળજબરીપૂર્વક તેનો અશ્લીલ એમએમએસ બનાવ્યો હતો. વિદ્યાર્થિનીએ આ વાતની ફરીયાદ પોલીસને કરી છે. આ મામલો જ્યારે વિદ્યાર્થીઓની સામે આવ્યો તો તેમણે કોલેજમાં તોડફોડ કરી હતી.મથુરાની બીએસએ ડિગ્રી કોલેજની વિદ્યાર્થિનીના જણાવ્યા પ્રમાણે, પ્રોફેસર જે. એસ. પરિહારે બળજબરીપૂર્વક તેનો અશ્લીલ એમએમએસ બનાવી લીધો હતો. પીડિતોનું કહેવું છે કે પ્રોફેસરે માર્ક્સ ઘટાડવાની ધમકી આપીને ઘણી વિદ્યાર્થિનીઓ સાથે બળજબરી કરી છે.અશ્લીલ એમએમએસની ખબર પડતા જ કોલેજમાં હંગામો મચી ગયો છે. એમએમએસમાં પ્રોફેસરની હાજરી વિદ્યાર્થિનીના આરોપને સાચો ઠેરવે છે. હવે કોલેજના વિદ્યાર્થી સંગઠનો માગણી કરી રહ્યાં છે કે પ્રોફેસરની તુરંત ધરપકડ કરવામાં આવે. વિદ્યાર્થીનો આરોપ છે કે કોલેજનું વહીવટી તંત્ર આરોપી પ્રોફેસરને બચાવીનો પ્રયત્ન કરી રહ્યું છે.


અમદાવાદની જેલમાં અમીનની હત્યા માટે સોપારી

અમદાવાદની સાબરમતી જેલના ત્રણ જેલરોએ સોહરાબુદ્દીનકેસના આરોપી અને તાજના સાક્ષી બનવા અરજી આપનારા ડૉ. નરેન્દ્ર અમીનને મારી નાખવા માટે રૂ. ૧૦ લાખની સોપારી આપી હોવાનો આક્ષેપ કાચા કામના કેદી તેજાએ કરતા સનસનાટી મચી જવા પામી છે. હત્યા કરવાની ના પાડતાં ત્રણેય જેલરોએ વડોદરાના કેદીને મારમારી મારી નાખવાની ધમકી આપી હોઈ તેણે અન્ય જેલમાં ખસેડવાની કોર્ટ સમક્ષ માગણી કરતાં આ કેસની સુનાવણી ૪થી તારીખ પર મુલતવી રખાઈ હતી.વડોદરાના એક ખૂનકેસમાં હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા શકીલ ઉર્ફે તેજા ગુલામહુસેન શેખને શનિવારે કેસની મુદતમાં અત્રેની સેશન્સ કોર્ટમાં હાજર કરાયો હતો. દરમિયાન કોર્ટમાં તેણે એવી લેખિત રજુઆત કરી હતી કે ગત ૧૧મી ઓગસ્ટે સવારે નવથી દસના સમયગાળામાં તેને સિનિયર જેલરની ઓફિસમાં બોલાવાયો હતો. ત્યાં હાજર જેલર મકવાણા, જેલર ગઢવી અને જેલર જાડેજાએ તેને ધમકાવીને જણાવ્યું હતું કે તેને જ્યારે બહાર લઈ જઈએ ત્યારે તું સોહરાબકેસના આરોપી ડૉ. નરેન્દ્ર અમીનની બેરેક વચ્ચે આવે ત્યારે તારે અમીનને મારી નાખવાનો છે અને આ કામ માટે તને રૂ. ૧૦ લાખ મળશે.જેલરોની વાત સાંભળી શકીલે તુરંત ના પાડતાં જેલરોએ ખૂબ મારમારી જમણા હાથે ફ્રેક્ચર કર્યું હતું. ત્રણેય જેલરોએ તેને એવી પણ ધમકી આપી હતી કે આ વાતની કોઈને પણ ફરિયાદ કે જાણ કરીશ નહિ ,નહીંતર તારે પાછા સાબરમતી જેલમાં આવવાનું જ છે ત્યારે તારી શું હાલત થશે? અને તેઓ તેને જીવતો નહિ રહેવા દે. ઇજા બાદ તેણે ફ્રેકચર થતાં ૨૧મી તારીખે જેલમાં એક્સ-રે પડાવ્યો હતો.તેજાના આક્ષેપ બાદ જેલના આઇ જી પી.સી. ઠાકુરે આ સમગ્ર પ્રકરણની તાકીદે તપાસ કરવાનો આદેશ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણી શકાયું છે. જોકે આ મુદ્દે પી.સી.ઠાકુરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.


જેઠવા હત્યાકાંડ : દિનુ બોઘાની પુછપરછની તૈયારી

જેઠવા હત્યાકાંડમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીની સંડોવણી પ્રકાશમાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ ધીમે ધીમે તેના કાકા અને સાંસદ દિનુ બોઘા સામે પુરાવા એકત્ર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોડીનારમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે સાંસદ દિનુ બોઘા સંસદનું ચોમાસુ સત્ર છોડીને શનિવારે સવારે કોડીનાર આવી પહોંચ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરવા માટે લોકસભાના સ્પીકરની પરવાનગી મેળવવાની પણ તજવીજ હાથ ધરે તેવી પણ શક્યતા છે. જેઠવાનો કાંટો કાઢી નાંખવા માટે સાંસદના ભત્રીજા શિવા સોલંકીની સૂચનાથી શૈલેષ પંડ્યા અને પચાણ શિવાને સોપારી આપનારા ગીરગઢડાના કોન્સ્ટેબલ બહાદુરસિંહે દિનુ બોઘા સામે પણ વટાણા વેરી દીધા છે.બહાદુરસિંહે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે સોપારી માટેના પૈસા ચૂકવવામાં દિનુ બોઘાનો ખાસ મનાતો એક સ્થાનિક શખ્સ સંડોવાયેલો છે. આ શખ્સ કોણ છે તે અંગેની તમામ માહિતી ક્રાઈમ બ્રાન્ચે એકત્ર કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તેની પણ ધરપકડ થશે તેવી સંભાવના છે. જો કે દિનુ બોઘા ઉપરાંત સોરાષ્ટ્રમાં વગદાર મનાતા અન્ય પાંચ કે છ શખ્સો પણ જેઠવા હત્યાકાંડમાં પકડાશે તેવા સંકેતો ક્રાઈમ બ્રાન્ચે આપ્યા છે.બહાદુરસિંહ, શિવા સોલંકી તથા જેઠવા હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો દિવના નાગવા બીચ પરની હોટેલમાં રોકાયા હતા તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં ચકાસણી કરી હતી. એવું મનાય છે કે બહાદુરસિંહ તેના મિત્રો સાથે ઐયાશી કરવા આ જ હોટેલમાં કાયમ જતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં પણ તપાસ કરી હતી.


મોદીની કાર્યવાહીથી નારાજ ધારાસભ્યો ગાંધીનગર ગયા જ નહીં

મુખ્યમંત્રી મોદીએ તેમના મંત્રીમંડળના ખરડાયેલા મંત્રીઓનાં રાજીનામાં બાદ ખાલી જગ્યા ભરવા આજે નવા ચાર મંત્રીઓને લઇ મંત્રી મંડળનું વિસ્તરણ કર્યું હતું. પરંતુ આ વિસ્તરણના નામોની માહિતી અગાઉથી મળી જતાં મધ્ય ગુજરાતના મોટાભાગનાં નારાજ ધારાસભ્યોએ ગાંધીનગરમાં આયોજિત મંત્રી મંડળ વિસ્તરણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. જેના પગલે ભાજપમાં મોદી સામે છુપો અસંતોષ પ્રવર્તતો હોવાની વાતને સમર્થન મળ્યું હતું.ગુજરાતના મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ આપવાના મુદ્દે મધ્ય ગુજરાતને અન્યાય કરવાનો સિલસિલો વધુ એક વખત યથાવત્ રહ્યો છે. જેની પ્રતીતિ આજના મંત્રી મંડળના વિસ્તરણમાં પણ થઇ હતી. પરિણામે આ અન્યાયથી સમસમી ઉઠેલા મધ્ય ગુજરાતના મોટાભાગના ભાજપના ધારાસભ્યો એક્યા બીજા બહાને ગાંધીનગરના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. મંત્રી મંડળ વિસ્તરણમાં મધ્ય ગુજરાતને સ્થાન મળશે તેવી વાત વહેતી થઇ હતી. એટલું જ નહીં પસંદગીનાં નામો પણ બહાર આવ્યા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી.ફળદુ શુક્રવારે વડોદરા જિલ્લાની મુલાકાતે આવ્યા ત્યારે પણ જિલ્લામાંથી કોઇ એકને મંત્રી મંડળમાં સમાવવા માટે રજુઆત કરાઇ હતી. જેથી મંત્રી મંડળમાં વડોદરા શહેર-જિલ્લા, ભરૂચ-નર્મદા અને પંચમહાલ-દાહોદ જિલ્લામાંથી કોઇને સ્થાન મળશે તેવી આશા કાર્યકરોમાં બંધાઇ હતી.પરંતુ આજે જ્યારે વિસ્તરણ થયું ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતની બાદબાકી કરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મહત્વ અપાયું હતું. જેથી મધ્ય ગુજરાતના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરોમાં જબરદસ્ત અસંતોષ ભભૂકી ઊઠ્યો હતો. પ્રાપ્તમાહિતી મુજબ મધ્ય ગુજરાતના ભાજપના ધારાસભ્યોને મંત્રી મંડળ વિસ્તરણમાં પોતાનો નંબર નથી લાગવાનો તેની જાણ અગાઉથી જ થઇ ગઇ હતી.


એન.આર.આઇ. મતદાન માટેનું પહેલું પગલું મંડાયું

દેશ બહાર વસતા ભારતીયો(એનઆરઆઇ)ને મતાધિકાર માટેની સતત માગણી સમક્ષ ઝૂકીને સરકારે શનિવારે મતદાર યાદીમાં તેઓનાં નામની નોંધણી થઇ શકે તે સંબંધિત એક બિલને રાજ્યસભામાં દાખલ કર્યું છે. રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ,૧૯૫૦માં સુધારાની માગણી કરતું રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ(એમેન્ડમેન્ટ) બિલ,૨૦૧૦ને કાયદા મંત્રી વીરપ્પા મોઇલીએ દાખલ કર્યું હતું.દેશથી દૂર વસતા અને અન્ય કોઇ દેશનું નાગરિકત્વ નહિ મેળવનારા ભારતીયો મતદાર યાદીમાં તેમનાં નામો નોંધાવી શકે તેવી જોગવાઇ આ નવું બિલ પૂરું પાડશે. આવા નાગરિકોના પાસપોર્ટમાં ઉલ્લેખ કરાયેલા સરનામાવાળા મતક્ષેત્રમાં તેમનાં નામ નોંધવામાં આવશે. ચૂંટણીપંચ સાથે સલાહ-મસલત બાદ ક્યા સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં એનઆરઆઇના નામ નોંધવા તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.સરકારે આ સંબંધિત બિલ વર્ષ ૨૦૦૬માં ઉપલા ગૃહમાં દાખલ કર્યું હતું અને વિચારણા અંગે સંસદીય સ્થાયી સમિતિને પણ મોકલી આપ્યું હતું. સમિતિએ આ બિલનો સ્વીકાર કર્યો હતો અને બિન-નિવાસી ભારતીયોને મતદાર યાદીમાં નોંધણી સંદર્ભે એક સર્વગ્રાહી બિલ લાવવા ભલામણ કરી હતી. તદનુસાર, સરકારે વર્ષ ૨૦૦૬ બિલને પાછું ખેંચવાનો અને નવું બિલ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મતાધિકાર માટે દેશ બહાર વસતા અસંખ્ય ભારતીયો તરફથી સતત માગણી થઇ રહી હતી.


સમજણપૂર્વક લઇશું નિર્ણયઃ પ્રણવ

નાણામંત્રી પ્રણવ મુખર્જિએ ત્રીમાસીક સમીક્ષા રિપોટ જાહેર કરતા પ્રોત્સાહન પેકેજ સમજીવિચારીને પાછા ખેંચવાનો સંકેત કર્યો છે. મંત્રાલયએ જાહેર કરેલા રિપોટમાં કહ્યું છે કે આ નિર્ણય સમજદારી પુર્વકનો હોવો જોઈએ, જેનાથી વૃદ્ધિ દર અસરગ્રસ્ત ન થાય અને અમારો આર્થિક વૃદ્ધિનુ લક્ષ પુરૂ થઇ શકે.સરકારે ચાલૂ નાણાકીયમાં 8.5 ટકાની આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના માટે પ્રોત્સાહન પેકેજોને સમજી-વિચારીને પાછા લેવા પડશે. નાણા મંત્રાલયે ત્રીમાસીક સમીક્ષામાં કહ્યું છે કે, પ્રોત્સાહન ઉપાયોને પાછા ખેંચવાથી આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવામાં મદદ મળી સકશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમાવિષ્ટ અનિશ્ચિત્તાઓને ધ્યાનમાં લેતા રિપોટમાં આ વાત પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.


કેટરિનાનાં શિરે વધુ એક યશકલગી

બોલિવૂડ બાર્બી ડોલ કેટરિના કૈફ 'યુનાઈટેડ અરબ એમિરેટ્સ' એરવેઝની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. યુએઈની રાષ્ટ્રિય એરલાઈનની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં હાલમાં કેટરિના ઘણી જ ખુશ છે. જો કે હાલમાં કેટરિનાને અધિકૃત રિતે યુએઈ એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર જાહેર કરવામાં આવી નથી. પણ એરલાઈનનાં માર્કેટિંગ ઉપ પ્રમુખ અને એરલાઈનનાં મેનેજર નિર્જા ભાટિયાએ મંગળવારે એક પત્રકાર પરિસદમાં કેટરિનાને એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર જાહેર કરી હતી. અધિકૃત માહિતી પ્રમાણે કેટરિના સાથેનાં કરારો કરવાનાં બાકી છે પણ બન્ને પક્ષે સમતિં થઈ ગઈ હોવાથી તે એરલાઈનની બ્રાન્ડએમ્બેસેડર બનશે તે વાત નક્કી છે.


‘વીરુ લેશે રણદિવની માનસિક શક્તિની પરિક્ષા’

આજે ભારત અને શ્રીલંકા વચ્ચે નિર્ણાયક મુકાબલો થવાનો છે. જો ભારત આજની મેચ જીતી જશે તો તે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. જ્યારે શ્રીલંકા માટે આ મુકાબલો કરો યા મરો જેવો છે. પરંતુ રવિવારે રમાનાર ત્રિકોણીય શ્રેણીના આ મુકાબલામાં બન્ને ટીમો કરતા બે ખેલાડીઓ પર વિશ્વ ક્રિકેટ ચાહકોની નજર હશે. અને એ રણદિવ અને સેહવાગ છે. તેમાં પણ ખાસ કરીને રણદિવી માનસિક સ્થિતિની કપરી પરિક્ષા થશે.ટીમ ઇન્ડિયાના સફળ સુકાનીઓમાં જેમની ગણના થાય છે તેવા સૌરવ ગાંગુલીનું માનવું છે કે, રવિવારની મેચ બે ટીમ કરતા બે ખેલાડી વચ્ચેની મેચ બની રહશે કારણ કે, આ પહેલાની મેચમાં શ્રીલંકાના ખેલાડી રણદિવે ઇરાદાપૂર્વક નાંખેલા નો-બોલની સજા ભલે મેળવી ચુક્યો હોય. પરંતુ ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના આક્રમક રૂપનો સામનો કરવા તેણે તૈયાર રહેવું પડશે.રવિવારની મેચમાં વિરેન્દ્ર સેહવાગ માત્ર બોલિંગમાં આક્રમક વલણ જ નહીં દર્શાવે પરંતુ સાથોસાથ તે રણદિવની માનસિક તાકાતની પણ કપરી કસોટી કરશે. આ સાથે જ ગાંગુલીએ ટીમ ઇન્ડિયાએ જે રીતે તેની બીજી ટીમમા પ્રદર્શન કર્યું હતું. તે સરાહનીય હતું. અને આજની મેચમાં પણ તેની પાસેથી આ પ્રકારના પ્રદર્શનની આશા રાખવામાં આવશે. જ્યારે બીજી તરફ શ્રીલંકાને વિવાદમાંથી બહાર આવવા માટે થોડો સમય મળી ગયો હશે. તેથી તેઓ પણ ટીમ ઇન્ડિયાને પરાસ્ત કરવા બનતા પ્રયત્નો કરશે.


ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અપર્ણા કમિશનર

સુરતનાં મ્યુનિસપિલ કમિશનર એસ.અપર્ણાની બદલી અંગે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાનો શનિવારે અંત આવી ગયો હતો. આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર કોઈ કમિશનરોને બદલાવવા માગતાં ન હોવાનો સરકારનો રૂખ જોઈ શનિવારે ગાંધીનગર ગયેલાં એસ. અપર્ણા પરત ફર્યા હતાં.કોર્પોરેશનનાં કમિશનર તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતાં એસ.અપર્ણાની છબિ સ્વચ્છ છે. બીજી બાજુ મસમોટા પ્રોજેક્ટ લઈ બેઠેલા બિલ્ડરો પોતાનાં કામો ન થતાં હોવાની બૂમરાણ મચાવી રહ્યા છે એટલું જ નહીં અંદર ખાનેથી એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડર લોબી અને સ્થાનિક રાજકારણીઓ દ્વારા એસ. અપર્ણાને બદલવાની માગ કરવામાં આવી છે, ત્યારે શનિવારે ખુદ એસ.અપર્ણા આ પ્રકારના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીનગર ગયા હતા. તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાની બદલીની સામે ચાલીને માગ કરવાનાં હતાં પરંતુ કહે છે કે આવનારી ચૂંટણી પૂરી કર્યા બાદ જ મ્યુનિસપિલ કમિશનરોની બદલી અંગે વિચારવામાં આવશે તેવું વાતાવરણ લાગતાં તેઓ પાછા ફર્યાં હતાં.સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનમાં અત્યાર સુધીનો ઈતિહાસમાં જોઈએ તો કોઈ કમિશનર ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી ત્યારે બલવંતસિંગ પછી એસ. અપર્ણાએ સૌથી વધુ સમય કાઢ્યો છે. જ્યારે અન્ય મ્યુનિસપિલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં આઇપી ગૌતમ તેમજ વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશનના કમિશનર એમ.કે. દાસનો પણ સમય પૂરો થઈ ગયો છે છતાં બદલી થઈ નથી. આથી નજીકના વર્તુળોમાં છેલ્લા એક માસથી મ્યુનિસપિલ કમિશનરોની બદલીની વાતો ચાલી રહી છે.

No comments:

Post a Comment