23 August 2010

રક્ષાબંધનના દિવસે પૂર્ણિમા-પંચકનો દુર્લભ યોગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રક્ષાબંધનના દિવસે પૂર્ણિમા-પંચકનો દુર્લભ યોગ

રક્ષાબંધનના આ પવિત્ર તહેવારને કોઈ પણ મુહૂર્તમાં ન સમાવી શકાય પરંતુ રક્ષાબંધન જો પંચકમાં આવે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે.આ વર્ષે રક્ષાબંધન પંચક યોગમાં આવી રહી છે. તેમાં આવનારા પાંચેય પંચકોને શ્રેષ્ઠ માનવામાં આવે છે.શ્રાવણ મહિનામાં પૂર્ણિમા, મંગળવાર , ધનિષ્ઠા નક્ષત્ર તેમજ શોભન યોગનો દુર્લભ સંયોગ બનતા જ રક્ષાબંધનના પર્વનું મહત્વ અનેકગણું વધ્યું છે.શુક્લ પક્ષનું પંચક શ્રેષ્ઠ- આ દિવસે 8.20 વાગે કુંભ રાશિનો ચાંદ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે.ધનિષ્ઠા નક્ષત્રમાં પાંચ નક્ષત્ર પર્યત પંચક માનવામાં આવે છે. આ માટે રક્ષાબંધનના દિવસે શુક્લ પક્ષ પંચકને શ્રેષ્છ માનવામાં આવે છે. ભારતીય જ્યોતિષ ગણના આધારે ત્રણથી પાંચ વર્ષની વચ્ચે એક કે બે વાર આ સ્થિતિનું નિર્માણ થાય છે.શનિ ગ્રહની ગણનાના આધારે જોઈએ તો રક્ષાબંધનના પાંચ અંગ યોગ, તિથી, વાર ,નક્ષત્ર તેમજ કરણના આધારે આ વર્ષે ખાસ રક્ષાબંધનના પર્વની ઉજવણી થશે. આ યોગ 1956 બાદ 2010 સુધી સાત વાર બન્યો છે. મંગળવારના દિવસે પૂર્ણિમા તિથી, ધનિષ્ઠા નક્ષત્ર તથા શોભન યોગ અને બવકરણ તથા કુંભ રાશિના ચંદ્રમા યોગની પાંચ સ્થિતિઓ પંચાંગ પ્રમાણે પંચ અંગ કહેવાય છે.


પાગલ માતાની માસૂમ મમતા : મૃત પુત્રને ‘ટાટા’

આજથી છ મહિના અગાઉ લુણાવાડામાં રસ્તે ભટકતી પાગલ મહિલા ગર્ભવતી બનતાં લુણાવાડાના સામાજિક કાર્યકરોની મદદથી ગોધરાની હોસ્પિટલ ખાતે પુત્રને જન્મ આપ્યો હતો.સંત મોરારીબાપૂ દ્વારા જેનુ નામ મંત્ર પાડવામાં આવ્યું હતું. તેનું આજે ઝાડા ઉલ્ટીના કારણે અવસાન થતાં વડોદરા ખાસવાડી સ્મશાનગૃહ ખાતે તેની માતાના અંતિમ ‘વહાલ’ સાથે અંતિમવિધિ કરાતા કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા.પંચમહાલના લુણાવાડા નગરમાં અસ્થિર મગજની સ્વીટી તરીકે ઓળખાતી ભટકતી મહિલા આજથી સાત મહિના અગાઉ કોઈ હરામખોરના પાપે ગર્ભવતી બની હતી. અતુલભાઈ ભટ્ટ સહિતના કાર્યકરોએ તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં તેણે ૧લી ફેબ્રુઆરીના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. ગોધરાના નારીકેન્દ્રની બહેનોએ તેનું નામ મોહિત પાડ્યું હતું. માતા અસ્થિર હોવાને લીધે તેને ગોધરા શિશુગૃહ ખાતે ઉછેર માટે ખસેડાયો હતો.


ધર્મસેના વિલન બન્યા ત્રણ નિર્ણય વિવાદાસ્પદ

ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં યજમાન શ્રીલંકાએ ભલે ભારત સામે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હોય પરંતુ તેના વિજયમાં સ્થાનિક અમ્પાયર કુમાર ધર્મસેનાનું મુખ્ય યોગદાન રહ્યું હતું.અધર્મ અપનાવીને ધર્મસેનાએ ભારતની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરવામાં વિલનની ભૂમિકા ભજવી હતી અને તેમણે ભારતના વીરેન્દ્ર સેહવાગ, દિનેશ કાર્તિક અને યુવરાજસિંઘને નોટઆઉટ હોવા છતાં ધરાર આઉટ આપીને ભારતીય ટીમની ફાઇનલમાં પ્રવેશવાની આશા પર પાણી ફેરવ્યું હતું. લીગ મેચમાં શ્રીલંકાએ ભારતને આઠ વિકેટે પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.ટેસ્ટ ક્રિકેટર તરીકે ૩૧ મેચ રમી ચૂકેલા ધર્મસેનાએ કુલશેખરાનો એક બોલ સ્વિંગ થઇને લેગ સ્ટમ્પની બહાર જતો હોવા છતાં તેને બેનિફિટ ઓફ ડાઉટ આપ્યા વિના એલબીડબ્લ્યૂ જાહેર કરી દીધો હતો.ત્યારબાદ કુલશેખરાની બોલિંગમાં જ કાર્તિકને કોટ બિહાઇન્ડ જાહેર કર્યો હતો. ટીવી રિપ્લેમાં પણ બોલ બેટથી દૂર થઇને જતો રહ્યો હતો તે સ્પષ્ટ દેખાતું હતું.ભારતની ઇનિંગ્સને યુવરાજ જ્યારે સ્થિરતા આપી રહ્યો હતો ત્યારે ઓફ સ્ટમ્પની બહાર જતા બોલમાં ધર્મસેનાએ યુવરાજને એલબીડબ્લ્યૂ જાહેર કરીને તમામને સ્તબ્ધ કર્યા હતા. હોક આઈ ટેક્નિકમાં પણ બોલ બે ઇંચ જેટલો સ્ટમ્પથી દૂર જતો હતો તે સ્પષ્ટ દેખાતું હતું.


પરિવારને ડંકીએ બાંધી લુખ્ખાએ માથે દારૂ રેડ્યો

આટકોટમાં પોલીસની મહેરબાનીથી માથાભારે તત્વો બેફામ બન્યા છે. પરંતુ શનિવારે તો લુખ્ખાઓએ તમામ હદ વટાવી હતી. સાઢુભાઇની પુત્રી પર બળાત્કારનો પ્રયાસ કરનાર સામે દેવીપૂજક પરિવારે ફરિયાદ નોંધાવેલી હોય તેનો ખાર રાખી માથાભારે તત્વોએ દેવીપૂજક પરિવારને જાહેરમાં ડંકીએ બાંધી ઢોરમાર મારતાં ખળભળાટ મચી ગયો હતો.આટકોટમાં રહેતાં રિક્ષાચાલક દેવીપૂજક અશોક નાનજીભાઇ સોલંકીના સાઢુભાઇની પુત્રી કિરણ પર ગત તા.૫ના વિનુ નાનજીએ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અશોક સોલંકીએ જસદણ પોલીસમથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં કોઇ સ્ફૂર્તિ દાખવી ન હતી.ગંભીર ગુનામાં સરાજાહેર ફરતાં માથાભારે તત્વો પોલીસની રહેમથી બેફામ બન્યા હતા. શનિવારે વિનુ નાનજી, જીવણ નાનજી, જસદણ દેનાબેંકનો કર્મચારી રતિલાલ ગીરધર, બહાદુર અનુ અને અન્ય દસ શખ્સો કૈલાશનગરમાં અશોક સોલંકીના ઘરે ધસી ગયા હતા અને ફરિયાદ કેમ નોંધાવી તેમ કહી માથાભારે તત્વોએ ઘરમાંથી બહાર ખેંચી કાઢયા હતા.


જામનગરમાં મોબાઇલ શોપમાંથી ૬ લાખની ચોરી

જામનગરમાં જી.જી. હોસ્પિટલ નજીક જાણિતી મોબાઇલ શો સીટી પોઇન્ટમાં ખાબકેલા તસ્કરો દુકાનનું શટર ઉંચકાવીને અંદરથી રૂ. ૭૦ હજાર રોકડા અને મોબાઇલ મળી અંદાજે રૂ. ૬ લાખની માલમત્તા ઉસેડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ મોબાઇલ શોપને શટર તોડ ટોળીએ નિશાન બનાવી છે.તમામ ચોરીમાં એક જ ટોળીની સંડોવણી હોવાનું પોલીસનું માનવું છે. પરંતુ, પોલીસ આજ દિન સુધીમાં એક પણ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી.


પલસાણા : આરટીઓના નિયમોના ભંગ બદલ ૪૧ રિક્ષા ડિટેઇન કરાઈ

પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં ઘણા સમયથી રિક્ષાચાલકો નીતિ નિયમોનો ભંગ કરી આડેધડ પાર્કિગ કરતાં હોવાની ફરિયાદ ઊઠી હતી. જે આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ વડાની આગેવાની હેઠળ વાહન ચેકિંગ હાથ ધરતાં ૪૧ રિક્ષાચાલકો આરટીઓના નિયમ વિરુદ્ધ હંકારતા ઝડપાઈ જતાં રિક્ષા ડીટેઈન કરવામાં આવી હતી.થોડા સમય પહેલા જ કામરેજ ચાર રસ્તા ખાતે રિક્ષાના ભાડા બાબતે ઝઘડો થતાં ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે પલસાણા તાલુકાના કડોદરા-ચલથાણ વિસ્તારમાં ફરતા રિક્ષાચાલકો પણ આરટીઓના નીતિ નિયમોને નેવે મુકીને મુસાફરો આડેધડ ભરી હંકારતા હતાં. વધુમાં આડેધડ પાર્કિગ કરતા ટ્રાફિક માટે પણ અડચણરૂપ બન્યા હોવાની રાવ ઊઠી હતી.આ અંગે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ વડા સી.એસ.બારંગ, સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ચૌધરી, જિલ્લા ટ્રાફિક પોસઈ મલ્હક્ષેત્રા અને કડોદરા જીઆઈડીસી પોસઈ ભરવાડ પોલીસ સ્ટાફ સાથે રવિવારે કડક વાહન ચેકિંગ હાથ ધરતા કુલ ૪૧ રિક્ષાચાલકો આરટીઓના નિયમ મુજબ લાઈસન્સ વગર વધારે પેસેન્જરો, રિક્ષાના જરૂરી કાગળો તેમજ રિક્ષાચાલકના બેચ નંબર વગર હંકારતા ઝડપાઈ ગયા હતા.૪૧ રિક્ષાને ડીટેઈન કરી કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે લઈ જવામાં આવી હતી અને આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિવારના પોલીસના અભિયાનને જોતાં કડોદરા વિસ્તારના રિક્ષાચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


રક્ષાબંધન કરવા આવી રહેલ પરિવારને અકસ્માત નડ્યો

રક્ષાબંધનના પર્વ નિમીત્તે દહેજ-ભરૂચથી ભાવનગર આવી રહેલ વૈષ્ણવ પરિવારને ગઈરાતે પીપળીથી વટામણ વચ્ચે અકસ્માત નડતા જેમાં બે સગાભાઈ અને એક બહેન સહીત ત્રણના કમકમાટીભર્યા મોત થતા વૈષ્ણવ પરિવારમાં શોકનું માતમ છવાઈ ગયું હતું.ભાવનગરના બિલ્ડર એવા વિપુલભાઈ (એન્જીનીયર)ના પરિવારમાં આ દુ:ખદ ઘટના બનતા, અનેક સ્નેહીજનો ગઈરાત્રે ધોલેરા હાઈવે ઉપર દોડી ગયા હતા. ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ ઉપર રાજસ્થાન બેંક અને એચડીએફસી બેંકનું બિલ્ડીંગ ઉભુ કરનાર વિપુલભાઈ નવીનભાઈ શાહનો પરિવાર ભરૂચમાં સ્થાયી થયેલ છે અને તેમના સાઢુભાઈ પરેશભાઈ મહેતા વડોદરામાં સ્થાયી થયેલ છે.


નખત્રાણા ; સાળાઓ સાથે ડખ્ખો થતાં નખત્રાણાના તબીબ ઘાયલ

નખત્રાણાના પૂર્વે મેડિકલ ઓફિસર અને હાલે ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉ.રમેશભાઇ બુચિયા અમરેલીમાં રિસામણે ગયેલી પત્નીને લેવા ગયા, ત્યારે સાળાઓ સાથે ઝઘડો થયા પછી નાદુરસ્ત હાલતમાં અમરેલી અને બાદમાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ડૉ.બુચિયાને હાથ, પેટ અને છાતીના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના છટકા પડેલા છે તેમજ ઘેનની ૫૦ ટીકડીઓ પેટમાં જતાં તેઓ ૧૨ કલાક બેભાન રહ્યા હતા. આ મામલે બે વિરોધાભાષી વાતો બહાર આવી છે.અમરેલીના અહેવાલ પ્રમાણે ત્રણ સાળાઓ સાથે ઝઘડો થયા પછી તેમણે જાતે ઘેનનીગોળીઓ ખાઇ લીધી હતી, પરિણામે અમરેલીમાં જ તેમની કાર ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી, બીજી બાજુ ભુજની જનરલ હોસ્પિટલના બિછાને ડૉ.રમેશભાઇએ એવું ગંભીર આળ મુક્યું હતું કે, તેમના સાળા દિનેશ વાલજી, અશ્વિન વાલજી અને જંયત વાલજી સોલંકીએ તેમના ઉપર છરીથી હુમલો કરીને, બળજબરીપૂર્વક ઘેનની ૫૦ ગોળી ખવડાવી દીધી હતી.


સ્ત્રી પગભર થશે તો ગરીબી હટશે

ગરીબી નાબૂદ કરવા શિક્ષણ ઉપરાંત બહેનોની ભૂમિકા મહત્વની હોઇ તેમને પગભર કરાશે તો જ ગરીબી નેસ્તનાબૂદ કરી શકાશે, એટલા માટે રાજ્ય સરકારે ૫૦૦૦ કરોડ રૂપિયા સખી મંડળના સ્વરૂપે બહેનોના હાથમાં મૂકવા નિરધાર કર્યો છે એવું ભુજમાં યોજાયેલા ગરીબ મેળામાં રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.લેઉવા પટેલ સંકુલમાં તાલુકાના ૬૬૯૯ લાભાર્થીઓને અંદાજે ૭ કરોડ જેટલી રકમની સહાયનું વિતરણ કરતા શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ કલ્યાણ મેળા દ્વારા પૈસા ગરીબોના હાથમાં મુક્યા છે. તે વ્યસનમાં ઉડાડવાના નથી, પરંતુ પગભર થવા માટે છે. રાજ્યના વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું હતું કે, જે સહાય મળે છે તેમાંથી પગભર બનવા પ્રયાસ કરાશે, તો જ કાર્ય સાર્થક થયું ગણાશે.રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે કહ્યું હતું કે, વિકાસની સાથે સાથે રાજ્ય સરકારે પુત્ર-પુત્રીની સંખ્યા સમાજમાં જળવાઇ રહે તે માટે જાતીય સમતુલા સાચવવા માટે પણ તકેદારી રાખવાનું શરૂ કર્યું છે. તેમણે દીકરીને જરૂરિયાત લાગણીસભર રીતે કરતા સૌની આંખોના ખૂણા ભીના થયા હતા. ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પીંડોરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.


ખંભાતમાં મેઘમહેર જારી અન્ય સાત તાલુકામાં વિરામ

આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં એક સપ્તાહથી મેઘરાજાના વિરામ બાદ રવિવારે બપોરના ખંભાતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદનો એક છાંટો પણ પડ્યો ન હતો. વરસાદના બદલે સૂર્યદેવતા તપતા ગરમી અને ભેજનું પ્રમાણ વધી જતાં ઉકળાટભર્યા વાતાવરણથી લોકો હેરાનપરેશાન થઈ ગયા છે. બેવડી ઋતુના પગલે બિમારી માથું ઊંચકતાં સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓનો ઘસારો પણ વધી રહ્યો છે.ખંભાતમાં રાજપર, સોખડા, રાલજ, વાસણા, આખોલ, વડગામ, નગરા, નવાગામ, તડાતલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના ૨.૩૦ કલાકે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. એટલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. એક સપ્તાહ બાદ વરસાદ વરસતાં ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. જોકે ખંભાત સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદનો એક છાંટો પણ પડ્યો ન હતો.

No comments:

Post a Comment