visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour27 AUGUST 2010
ચીન સાથે તણાવ બાદ ભારતે સંરક્ષણ સંબંધો તોડ્યા
ભારત અને ચીનના સંબંધોમાં તણાવ આવી ગયો છે. ભારતે ચીન સાથે તમામ સંરક્ષણ સંબંધો તોડી નાખ્યા છે. ચીને ભારતીય સેનાના ઉત્તરીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફને ચીન યાત્રાની મંજૂરી આપી નથી. ત્યાર બાદ ભારતે આ પગલું લીધું છે. ચીન જમ્મુ-કાશ્મીરને વિવાદીત ક્ષેત્ર માને છે. ભારતીય સેનાના આ વરિષ્ઠ અધિકારીના તાબા હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર આવે છે અને ચીનના આ નિર્ણયનું કારણ પણ તે છે.મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી સંરક્ષણ સંબંધો હેઠળ દર વર્ષે ચીનની યાત્રા પર જાય છે. આ સંદર્ભે ઉત્તરીય કમાન્ડના ચીફ લેફ્ટિનન્ટ જનરલ બી. એસ. જસવાલને આ માસમાં ચીન જવાનું હતું. તેના માટે ભારતીય સેનાએ જૂનથી જ તૈયારીઓ આરંભી દીધી હતી. જો કે ચીનના આ પગલાંથી ભારત આચંબિત છે. ચીને જસવાલના નામ પર એમ કહીને વાંધો દર્શાવ્યો હતો કે જસવાલ જમ્મુ-કાશ્મીરના વિવાદીત ક્ષેત્રને ‘નિયંત્રિત’ કરે છે. ચીનના આ નિર્ણય પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના આ પગલાંનો જવાબ આપતાં ભારતે ચીની સેનાના બે અધિકારીઓને ભારત આવવાની પરવાનગી આપી નથી. ચીનના બંને અધિકારીઓ નેશનલ ડિફેન્સ કોલેજમાં ટ્રેનિંગ માટે આવવા માગતા હતા. આ સાથે ભારતે પોતાની સેનાના અધિકારીની ચીન યાત્રાને પણ રદ્દ કરી દીધી છે. ભારતે ચીનને આ નિર્ણયના કારણની જાણકારી પણ આપી છે કે જેથી આ મામલામાં કોઈ ભ્રમની સ્થિતિ ન રહે.
ઇંગ્લેન્ડનું અર્થતંત્ર ખતરામાં
અમેરિકાના લોકો જ તેમના અર્થતંત્રને વખોડી રહ્યા છે. અમેરિકામાં ફરી એકવખત મંદીનું ભૂત બેઠું થયાની ઠેરઠેર ચર્ચા છે.
દુનિયા આખીને 2008ની વૈશ્વિક મંદીએ ભરડામાં લીધા છે. ત્યારે ફરી એકવખત આ મંદીનું ભૂત બેઠું થયું છે. ચોતરફ ચર્ચા ચાલી રહી છે કે અમેરિકામાં ફરી બીજી મંદી શરૂ થયાના એંધાણ છે. અમેરકિન અર્થંતંત્ર નિરાશાવાદમાં ગકરાવ થઇ ગયું છે તેવું 10માંથી 8 અમેરિકનો એટલે કે 83 ટકા લોકોનું કહેવું છે.અમેરિકાન અર્થંતંત્રની માઠી બેઠી છે તેમ એક શિકાગોની સ્ત્રીએ જણાવ્યું હતું. એક સર્વેમાં 59 ટકા અમેરિકનો વિચારી રહ્યા છે કે દેશની ઇકોનોમી બાઉન્સ બેક થઇ રહી છે. જ્યારે 37 ટકા લોકો અર્થંતંત્રમાં મોટો ઘટાડો જોવા મળશે તેમ કહી રહ્યા છે.વોશિંગ્ટન ડી.સી.ની એક સ્ત્રીએ જણાવ્યું કે અમેરિકામાં બેરોજગારીનો દર વધતો જાય છે. અને મને નથી લાગતું કે અર્થંતંત્રની સ્થિતિ થોડાંક સમયમાં સુધારી જાય.એક અગ્રણી અખબારના સર્વેમાં જાણવા મળ્યું છે કે દેશમાં 5 ટકા લોકો ઓબામાની પોલીસીના લીધે જ બેરોજગારીનો ગ્રાફ ઊંચો ચઢતો જાય છે તેવું માની રહ્યા છે.
નોકરિયાત વર્ગ પર સરકારની મહેરબાની
કેન્દ્ર સરકાર પગારદાર વર્ગ પર ઘણી મહેરબાન થતી નજર આવી રહી છે. સરકારના નવા પ્રસ્તાવથી કંઇક આ પ્રકારની તસવીર ઉભરીને સામે આવી છે. સરકારે વ્યક્તિગત ઇનકમ ટેક્સ મર્યાદા હાલ 1.6 લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. એ જ નહિં, કોર્પોરેટ જગત પર પણ સરકારની કૃપા નક્કી નજર આવી રહી છે. સરકારે કોર્પોરેટ ટેક્સ પર સરચાર્જ અને સેસ હટાવોન પ્રસ્તાવ કર્યો છે.ઉલ્લેખનીય છે કે એવામાં કંપનીઓને પણ ઘણી રાહત મળવાની આશા છે. કેબેનિટે ગુરૂવારે જે ડીટીસી વિધેયકની મંજૂરી આપી તેમાં આ તમામ ઉત્સાહવર્ધક વાતોનો ઉલ્લેખ કર્યો છે. સંસદના ચાલુ સત્રમાં જ આ વિધેયકને રજૂ કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે જેથી કરીને આવતા નાણાંકીય વર્ષથી ડીટીસી લાગૂ થઇ શકે.કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ આ તમામ માહિતી આપી. તેમણે ટેક્સના સ્લેબોનો તો ખુલાસો કર્યો નહિં, પરંતુ કહ્યું કે ત્રણ સ્બેલ હશે. આ ખુલાસો નાણાંકીય વિધેયકમાં હશે. કોર્પોરેટ ટેક્સ અંગે પ્રણવ દા નું કહેવું છે કે તેને 30 ટકા પર બરકરાર રાખવાનો પ્રસ્તાવ છે, પરંતુ તેના પર કોઇ સેસ અથવા સરચાર્જ નહિં લાગે. તેની સાથે જ તેમણે કહ્યું કે તેની પાછળનો મુખ્ય હેતુ સરકાર દ્વારા આપવામાં આવતા અલગ-અલગ પ્રકારના કર રિયાયતોની સંખ્યાને સીમિત કરવાનું છે.આ પહેલાં વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં ગુરૂવારની સાંજે અહિં બેઠકમાં ડીટીસી બિલને રજૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો. મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ વિધેયક દેશના વર્તમાન ઇનકમ ટેક્સ કાયદાનું સ્થાન લેશે. તેનાથી દેશની કર પ્રક્રિયા સરળ થશે. તેમનું કહેવું છે કે ડીટીસીથી કર બોજ તો ઘટશે, સાથો સાથ તેમનો દાયરો પણ વધશે. તેના લીધે જ સરકારને ખોટ તો નહિં થાય, પણ લોકોને ફાયદો થશે. સૂત્રોનું કહેવું છે કે 30મી ઓગસ્ટના રોજ તેણે સંસદમાં રજૂ કરી શકાય છે.નાણાંમંત્રાલયે પહેલાં ડીટીસી વિધેયક પર એક ડ્રાફટ તૈયાર કર્યો હતો, પરંતુ તેની જોગવાઇઓને ઉદ્યોગ જગતની સાથો સાથ સામાન્ય પ્રજાએ પણ ઘણી ટીકા કરી હતી. તેમાં પીએફની નિકાસી પર ટેક્સ લગાવાની અને ઉદ્યોગ જગતની પરિસંપત્તિઓ પર મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ની જોગવાઇની સર્વાધિક ટીકા થઇ. રાજસ્વ સચિવ સુનિલ મિત્રાના મતે ઓગસ્ટ 2009 દરમ્યાન રજૂ થયેલ ડીટીસી પર 1600 રિપ્રેઝન્ટેશન મળ્યા હતા. આ સમસ્યાઓના સમાધાન માટે મંત્રાલયે સંશોધિત ડીટીસી તૈયાર કર્યા.નાણાંમંત્રાલયનું કહેવું છે કે રિવાઇઝ્ડ ડીટીસીમાં સરકારે ભવિષ્ય નિધિ (જીપીએફ), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને રિકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ (આરપીએફ) પર અગજેંપ્ટ-અગજેંપ્ટ-અગજેંપ્ટ (ઇઇઇ)નો દરજ્જો બરકરાર રહેશે. એ જ નહિં ભવિષ્ય નિધિ સંગઠનની પેન્શન યોજનાની સાથો સાથ જાન્યુઆરી 2004 બાદ ભરતી થયેલ સરકારી કર્મચારીઓની પેન્શન યોજના પર પણ ઇઇઇ દરજ્જો બરકરાર રહેશે. ઉદ્યોગ જગત માટે રાહતની વાત એ છે કે તેમના પર લગાનાર મેટ માં પણ સંશોધન થયું. પહેલાં કંપનીઓની પરિસંપત્તિઓને મેટ ના દાયરામાં લાવામાં આવી હતી. જો કે હવે જોગવાઇ એ છે કે કંપનીઓના બુક પ્રોફિટ પર જ મેટ લાગશે.
‘ગડકરીજી, જલ્દી બહુ ઉંચો ‘જંપ’ લગાવ્યો’:તરુણસાગરજી
મુનિશ્રી તરુણ સાગરના કડવા વેણથી ગુરુવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ પણ બચી શક્યા નથી. મુનિશ્રી તરુણ સાગરે મંદમંદ સ્મિત સાથે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીને કહ્યું કે ગડકરીજી, જલ્દી બહુ ઉંચો ‘જંપ’ લગાવ્યો. તેના સંદર્ભે ગડકરીએ એટલું જ કહ્યું કે બધું તમારો આશિર્વાદ છે.હવે વારો હતો પ્રદેશાધ્યક્ષ પ્રભાત ઝાનો. મુનિશ્રી બોલ્યા કે તેમને અહીં આવવાનો હવે સમય મળ્યો છે? પ્રભાત ઝા મૌન રહ્યાં અને હસતાં-હસતાં હાથ જોડી લીધાં. આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી ઉમાશંકર ગુપ્તા, ધારાસભ્ય વિશ્વાસ સારંગ અને જીતેન્દ્ર ડાગા પણ હાજર હતા.તેઓ મુનિશ્રી તરુણસાગરના દર્શન કરવા માટે ટીટી નગર ખાતેના જૈન મંદિર પહોંચ્યા હતા. થોડા સમય બાદ જ પરિદ્રશ્ય બદલાય ગયું હતું. ગડકરી, ચૌહાણ અને મુનિશ્રી તરુણ સાગર વચ્ચે લગભગ દસ મિનિટ સુધી બંધ બારણે વાતચીત થઈ હતી.સંગઠનના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ગડકરી મુનિશ્રી તરુણ સાગરના દર્શન કરવા માટે જૈન મંદિર પહોંચ્યા હતા. તમામ નેતાઓએ મુનિશ્રીને શ્રીફળ ભેંટ આપીને આશિર્વાદ લીધા હતા.પ્રસન્ન ભાવથી મુનિશ્રીએ સ્મિત કરતાં કહ્યું હતું કે ઘણી ખુશીની વાત છે કે ગડકરીજી તમે ઓછાં સમયમાં ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે અને દેશ હિતનું કામ પણ આ પ્રકારે કરતાં રહ્યાં. આ પ્રસંગે ગડકરીએ મુનિશ્રીને જણાવ્યું હતું કે તેઓ આજે તેમના દર્શન કરી રહ્યાં છે અને આ પહેલા તેમના કડવા પ્રવચનોના પુસ્તકો અને અન્ય સાહીત્ય તેઓ વાંચતા રહ્યાં છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તરફ ઈશારો કરતાં મુનિશ્રીએ કહ્યું હતું કે તેઓ ઘણાં પરિશ્રમી અને વિનમ્ર છે. સારું કામ કરી રહ્યાં છે. ગડકરીએ પણ મુખ્યમંત્રીના કાર્યોની પ્રશંસા કરી હતી. મુનિશ્રીએ કહ્યું હતું કે વિચાર સકારાત્મક હોય તો પરિણામ પણ સારું આવે છે. તમામ દેશની પ્રગતિ અને વિકાસ માટે કામ કરે તથા વ્યવસ્થાને ભ્રષ્ટ થવાથી બચાવે.
શીર્ષસ્થ નક્સલી નેતા ઉમાકાંત મહતો એન્કાઉન્ટરમાં ઠાર
જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેન કાંડનો મુખ્ય આરોપી અને પીસીપીએ નેતા ઉમાકાંત મહતોને સીઆરપીએફ, એસએએફ અને પશ્ચિમ બંગાળ પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં શુક્રવાર સવારે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ઝારગ્રામ વિસ્તારમાં ઠાર કર્યો છે.પશ્ચિમ બંગાળના ડીજીપી ભૂપિન્દર સિંહે જણાવ્યું હતું કે એક સંયુક્ત કાર્યવાહીમાં ઉમાકાંત મહતો માર્યો ગયો છે. મહતો પીપલ્સ કમિટી અગેન્સ્ટ પોલીસ એટ્રોસિટી એટલે કે પીસીપીએનો નેતા હતો. જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ કાંડ પાછળ પીસીપીએનો હાથ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉમાકાંત મહતો સાથે સુરક્ષાદળોની સંયુક્ત ટુકડી સાથેનું એન્કાઉન્ટર લોઢાશૂલી નજીક મોહનપુરના જંગલમાં રાત્રે લગભગ દોઢ વાગ્યે શરૂ થયું હતું. અથડામણ બાદ એક 9 એમ.એમ.ની પિસ્તોલ જપ્ત કરાય છે. જ્યારે ઉમાકાંત મહતોના સાથીદારો ફરાર થવામાં કામિયાબ થયા છે. આ પહેલા જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ કાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ ઉમાકાંત મહતો પર એક લાખનું ઈનામ ઘોષિત કર્યું હતું.મહત્વપૂર્ણ છે કે 28 મેના રોજ મુંબઈ જઈ રહેલી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસના કેટલાંક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને તેને સામેથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 148 લોકોના મોત નીપજ્યા હતા. મહતો આ દુર્ઘટના બાદથી ગાયબ હતો. આ મામલામાં અન્ય મુખ્ય આરોપી બાપી મહતોને પોલીસ ઝડપી ચુકી છે. જ્યારે ત્રીજો મુખ્ય આરોપી અસિત મહતો પોલીસની પકડમાંથી ભાગી છૂટયો છે. આ એન્કાઉન્ટર વડાપ્રધાન મનમોહન સિંહના એ નિવેદન બાદ થયું છે કે જેમાં તેમણે નક્સલીઓને ‘પોતાના’ ગણાવ્યા હતા. એવામાં માનવામાં આવતું હતું કે વડાપ્રધાન નક્સલી મુદ્દે નરમ પડી ગયા છે. પરંતુ મહતોના એન્કાઉન્ટર બાદ નક્સલીઓ અને સરકાર વચ્ચે વાતચીતની કોશિશોને ઝાટકો લાગી શકે છે.
'અમિત જેઠવા બાદ હવે અમારો જીવ જોખમમાં છે'
અમિત જેઠવાની ઠંડે કલેજે કરાયેલી હત્યા બાદ કોડીનારના કોંગ્રેસના ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે તેમની પોતાની તથા તેમના ભત્રીજા પિન્ટુની પણ હત્યાનો કારસો રચાયાની દહેશત વ્યક્ત કરી, મુખ્યમંત્રી મોદી સમક્ષ પોલીસ રક્ષણની માગણી કરતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.ધીરસિંહભાઇએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ મે માસમાં એક આનામી પત્ર મળ્યો હતો જેમાં તેમના ભત્રીજા પિન્ટુ ઉર્ફે રણજીતસિંહ ભૂપતભાઇ બારડની હત્યા માટે એક મોટા રાજકીય માથાએ રૂ.૫૦ લાખની સોપારી આપી હોવાની વિગત દર્શાવવામાં આવી હતી. એ અંગે ધીરસિંહભાઇએ ગત તા.૨૧-૦૫-૧૦ના રોજ જુનાગઢના ડી.આઇ.જી. સહિતનાઓનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું.ત્યારબાદ વેરાવળના ડી.વાય.એસ.પી.એ ધીરસિંહભાઇ તથા તેમના ભત્રીજાનું નિવેદન લીધું હતું. પરંતુ રક્ષણ આપવા માટે કોઇપણ કાર્યવાહી કરવામાં નહોંતી આવી. દરમિયાનમાં અમિત જેઠવાની હત્યા માટે કોડીનાર વિસ્તારના એક મોટા ઉદ્યોગગૃહમાં કાવતરું ઘડાયું હોવાની ચર્ચાનો હવાલો આપી ધીરસિંહભાઇએ જણાવ્યું હતું કે એ અંગેની મિટિંગમાં ટોચના રાજકીય માણસો અને ઔદ્યોગિક કંપનીના અધિકારીઓ સામેલ હતા.ધીરસિંહભાઇએ ઉમેર્યું છે કે એ ઉદ્યોગગૃહ દ્વારા થતી ખનિજ અને માટીની ચોરી પ્રદૂષણને કારણે ખેતી અને પીવાના પાણીના તોને થતું નુકસાન સરકારી અને ગૌચરની જમીનમાંથી થતી ખનિજ ચોરી તથા ગેરકાયદે ઓવરલોડિંગ વાહનો અંગે હું ધારાસભ્ય તરીકે વારંવાર રજુઆત કરતો આવ્યો છું. પરિણામે એ કંપની પૈસા આપીને રાજકીય માણસો સાથે મળીને મારી તથા મારા ભત્રીજાની હત્યા કરશે તેવી દહેશત છે. એ સંજોગોમાં ધીરસિંહભાઇએ રક્ષણની માંગણી કરતાં ભારે ચકચાર જાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર ધારાસભાની બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના એટલે કે દીનુભાઈ સોલંકીના કબજામાં હતી. દીનુભાઈ સાંસદ બન્યા બાદ એ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મેળવીને ધીરસિંહભાઈ બારડે ભાજપના એ જુના અને મજબૂત ગઢના કાંગરા ખેરવી નાખ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ ધીરસિંહભાઈ એ વિસ્તારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત રજુઆતો સાથે લડત ચલાવી રહ્યા છે.
ચૂંટણી આવતાં જ ભાજપ આતંક ફેલાવે છે: કોંગ્રેસ
કિશનવાડી વિસ્તારમાં લાભાર્થીઓ માટેના લોનમેળા ટાણે કોંગ્રેસના માજી કાઉન્સિલરને ભાજપના કાર્યકરોએ ધીબી નાંખવાના મામલે આજે શહેર કોંગ્રેસે દેખાવો યોજયા બાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.કિશનવાડીમાં જેએન એન યુઆરએમ હેઠળ તૈયાર થયેલા આવાસોનાં લાભાર્થીઓના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર જયેશ જાદવને ભાજપી કાર્યકરોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલ સેવાસદનના વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીની આગેવાનીમાં કોંગ્રેસે દેખાવો કર્યા બાદ પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે, સત્તાધારી પક્ષ ભાજપ આગેવાનોએ જવાબદાર માજી કાઉન્સિલરનુ અપમાન કર્યું છે.તેમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ જયેશ જાદવની ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ, પોલીસ સ્ટેશનમાં જ ચક્કર આવતાં એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ પણ માગણી કરાઈ હતી.માજી કાઉન્સિલરને માર મારનાર બે ઝડપાયાગઈકાલે ભાજપાના મંત્રી તેમજ વોર્ડ નંબર ૬ અને ૨૩ના પ્રભારી ધનંજય ઉફe છોટુ કશિનરાવ શીંદે અને તેના સાગરીત વિનોદ ગભરુ ભરવાડ, ભૂરિયાએ જયેશ જાદવને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે આજે છોટુ શીંદે અને વિનોદ ભરવાડની ધરપકડ કરી હતી.
ફિલ્મો માટેની ઉંમર તો જતી રહી: ગૌરી ખાન
બોલિવૂડનાં સુપર સ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન બિ ટાઉનની સૌથી સ્ટાયલિશ અને ગ્લેમરસ સેલિબ્રિટીમાંની એક છે. પણ તે પોતે માને છે કે હવે ફિલ્મોમાં આવવાં માટેનો સમય ગયો. તેની ફિલ્મો કરવાની ઉંમર જતી રહી છે.જ્યારે શાહરૂખે ગૌરીને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વિશે પુછ્યું ત્યારે ગૌરીએ તેને જણાવ્યું હતું કે, " હવે મારી ઉંમર થઈ ગઈ છે. જો હું જવાન હોત તો જરૂર એક ફિલ્મ કરવાની ઈચ્છા રાખત."આ ચર્ચા બોલિવૂડનાં સૌથી પ્રેમાળ કપલ વચ્ચે વિશ્વની સૌથી મોટી ફર્નિશીંગ કંપની ડિ'ડેકોરનાં બ્રાન્ડ એમ્બેસેડોરનાં જાહેરાત સમયે થઈ હતી.ઉલ્લેખનીય છે કે ડિ'ડેકોર કંપનીએ આ જોડીને કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડોર તરીકે સાઈન કરી છે.
આવી રહી છે 'ભાંગથી બનેલી કાર!!'
અત્યાર સુધી આપણે સ્ટીલ અથવા ફાયબરથી બનેલી કારો વિશે જ સાંભળ્યુ છે પરંતુ હવે એવી કાર આવી રહી છે જેની બૉડી ભાંગના પત્તાથી બનેલી છે. બેટરીથી ચાલનારી આ કારની સ્પીડ વધુમાં વધુ 55 માઈલ પ્રતિ કલાક સુધી હશે. એક વખત ચાર્જ કર્યા પછી આ 25 થી 100 માઇલ સુધી ચાલી સકે છે.જણાવ્યા પ્રમાણે કેનેડાના એન્જીનિયરોએ ભાંગના પાંદડાઓને પીગાળીને તૈયાર કરેલા પદાર્થ વડે આ કારની બૉડી બનાવી છે. આ પણ એટલીજ મજબૂત હશે જેટલુ ફાયબર. સૌથી મહત્વની વાત એ છે કે ભાંગના પાંદડાઓમાથી બનાવાયેલી કારની બૉડી એકદમ હલ્કી હશે.ભાંગના પાંદડા ઉગાડવા અમેરિકામાં ગેરકાનૂની છે. પરંતુ પડોસી દેશ કેનેડામાં આની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ફ્રાન્સ, ઇંગલેન્ડ,જર્મની, ઑસ્ટ્રેલિયા અને રૂસમાં પણ આની ખેતી કરવામાં આવે છે. આ કારનુ પ્રોટોટાઇપ તૈયાર થઈ ચુક્યૂ છે અને ગમે તે સમયે આને પરીક્ષણમાં મુકી દેવામાં આવશે.
વાહ રે... આટલી મોટી સજા ને આટલો નજીવો દંડ!!
પાંચ વર્ષ પહેલાંનાં એક કેસમાં ઉત્તર પ્રદેશની એક કોર્ટે ગઈકાલે એક્ટર આમિર ખાન, નિર્દેશક કેતન મહેતા અને નિર્માતા બોબી મહેતાને રૂપિયા 500નો દંડ કર્યો હતો. આ દંડ સિવીલ જજે કર્યો હતો.ઉલ્લેખનિય છે કે, વર્ષ 2005માં ફિલ્મ 'મંગલ પાંડે'માં સ્વતંત્ર સેનાની મંગલ પાંડેનાં ચારિત્ર્યને ખોટી રીતે દર્શાવવાની સજા હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો હતો.ફિલ્મી સિતારાઓ કોઈને કોઈ કારણોસર કોર્ટ કચેરીનાં ચક્કર કાપતાં હોય જ છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ કેસનો ચુકાદો આવ્યો તે પણ ફક્ત રૂપિયા 500નાં નજીવા દંડ સાથે.ફિલ્મનાં ચેરમેન, ફિલ્મ સેન્સર બોર્ડ અને પબ્લિકેશન ડિરેક્ટર પર પણ આ મુદ્દે કેસ થયો હતો. જેની સુનવણીની તારિખ 13 સેપ્ટેબંર નક્કી કરવામમાં આવી છે.
ગર્મીથી બચ્યા તો રેફ્રિજરેટરે માર્યા
સુદાનના ખાર્તૂમ શહેરમાં ફ્રિઝની અંદર બેઠેલા 3 યુવકોના મોત નીપજ્યા છે. આ યુવકો ગર્મીથી છુટકારો મેળવવા માટે ફ્રિઝની અંદર બેઠા હતા. અહીંયા ગરમી એટલી બધા અસહ્ય હોય છે કે લોકો અહીંયા ગરમીથી બચવા માટે રેફ્રિજરેટરમાં બેસે છે અને આવા મોટી સાઇઝના રેફ્રિજરેટરમાં બેસવા માટે તેઓ પ્રતિ કલાક બે ડોલર જેટલું ભાડુ પણ ચૂકવે છે.ન્યુઝ એજન્સી આરઆઇએ નોવોસ્તી પ્રમાણે આ શહેરમાં કેટલાંક સ્થાનિક વ્યવસાયિકો ગરમીથી બચવા માગતા લોકોને અનોખી સુવિધા પૂરી પાડે છે. પોર્ટ સુદાનના ચિકિત્સા અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીંયા દર અઠવાડિએઓછામાં ઓછા 13 લોકો ગરમીના કારણે બીમાર પડે છે. આમ પણ ઓગસ્ટ મહિનો સુદાનમાં સૌથી વધુ ગરમીનો ગણાય છે. અહીંયા ગઈકાલે અતિશય ગરમી બાદ તરત જ રેફ્રિજરેટરમાં બેસવા આવેલા લોકોને ગરમી અને ઠંડી ભેગા થવાને કારણે મોતનો શિકાર બનવું પડ્યું.
એર 'ફી'સ ઘટી રે ભૈયા અબ સુખ આયો રે
હવાઈ સફર કરનારાઓ માટે એક સારા સમાચાર છે. દેશની સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ પોતાના ભાડામાં કાપ મુકવાની જાહેરાત કરી છે. ભાડામાં 3 થી 23 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. કુલ 48 સ્થાનિક રુટ્સમાં કરવામાં આવેલો આ ઘટાડો 1 સપ્ટેમ્બરથી લાગૂ કરી દેવામાં આવશે.ડિસેમ્બર 2008 પછી આવુ પ્રથમવાર બન્યુ છે જ્યારે એર ઇન્ડિયાએ પોતાના ભાડામાં ઘટાડો કર્યો છે. વાસ્તવમાં જુલાઈ મહિના દરમિયાન સ્થાનિક મુસાફરી કરનારા પેસેન્જર્સની સંખ્યામાં સતત સાતમાં મહિને વધારો જોવા મળ્યો છે. અને એર ઇન્ડિયા વધારેમાં વધારે પેસેન્જર્સને આકર્ષવા માટે જ પોતાના ભાડા ઘટાડી રહી છે.આ અગાઉ પણ એક પ્રાઈવેટ એરલાઈન્સે પાતાના ભાડામાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે એર ઇન્ડિયાના આ તાજા નિર્ણય પછી થોડા જ સમયમાં અન્ય એર લાઇન્સોને પણ પોતાના ભાડા ઘટાડવાં પડશે. સ્પષ્ટ છે કે હવામાં ફાટી નિકળેલા આ ભાડાયુદ્ધમાં ફાયદોતો પેસેન્જર્સને જ મળશે.
પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોય તો?
પતિ- પત્ની વચ્ચે ઝઘડા તો સામાન્ય વાત છે. પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં ક્યારેક વાકયુદ્ધ થતું રહે છે. પરંતુ અનેક વાર પતિ પત્ની વચ્ચે ઝઘડા એટલા વધી જાય છે કે વાત મારપીટ સુધી પહોંચી જાય છે. અનેક મહિલાઓને એવા જીવનસાથી મળે છે જે પોતાની પત્નીને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફો આપે છે.પતિની તકલીફોથી પરેશાન મહિલાઓ કાં તો ઘર છોડી દે છે કાં તો આત્મહત્યા કરી લે છે. એ જ રસ્તો અપનાવી લે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તમને એ વાતનો ખ્યાલ આવશે કે યુવતીને કેવો પતિ મળશે ? તેને મારપીટ કરનારા પતિનો યોગ છે તે પછી બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બાંધનારા પતિ મળવાનો યોગ છે કે નહીં. આ માટે આવશ્યક જ્યોતિષી ઉપાયો કરો અને એ યોગના પ્રભાવથી તમે સાચા જીવનસાથીની શોધ પણ કરી શકો છો.- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો સ્ત્રીની લગ્ન કુંડળીમાં સાતમા સ્થાને સૂર્ય હોય તો તેને એવો જ પતિ પ્રાપ્ત થશે.- જે યુવતીની કુંડળીમાં શત્રુ રાશિ પ્રમાણે મંગળ, શનિ હોય અને તે ક્રુર રાશિમાં સ્થિત હોય તો સાતમા સ્થાને હોય તો ક્રુર પતિ મળી શકે છે.- રાહુ સાતમા સ્થાને હશે તો પરસ્ત્રીગામી પતિની પ્રાપ્તિ થશે. એ સ્ત્રીનો પતિ અનેક મહિલાઓ સાથે સંબંધ રાખનારો હશે. વૈશ્યાગામી હશે. શનિ મંગળ મારપીટ કરનારો પતિ આપનારા ગ્રહો છે.આ ગ્રહ દોષને લીધે યુવતીને એ પતિ મળી છે જે અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ બાંધનારો હોય છે અને તે પોતાની પત્નીને બિલકુલ પ્રેમ નથી કરતો અને તેની કદર કે પરવાહ નથી કરતો.
સચિન ગુસ્સે થતાં જ અંજલી
ભારતીય ક્રિકેટ ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડલુકરથી જે રીતે અન્ય ટીમના ખેલાડીઓ ડરે છે. તેવી જ રીતે તેની પત્ની અંજલી પણ ડરે છે. જેનો ઉલ્લેખ વિકાસ લૂથરાના પૂસ્તક ક્રિકેટના રોમાંચક પ્રસંગમાં કરવામાં આવ્યો છે.સચિનને જ્યારે 1997-98માં ખેલ રત્ન આપવામાં આવ્યો હતો. ત્યારે અંજલીને ભયંકર રીતે ડરનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં સચિન, અજય જાડેજા, સૌરવ ગાંગુલી સહિત ઘણા દિગ્ગજ હાજર હતા. સાથે સચિનની પત્ની અંજલી પણ હતી. અને એ સાથે જ ત્યાં પત્રકારો અને ફોટોગ્રાફરોનો મોટો કાફલો પણ હાજર હતો.બધા ફોટોગ્રાફરો સચિન અને અંજલીની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. જો કે, સચિન એ વાતથી સચેત હતો કે જ્યારે તે સમારોહમાંથી બહાર જશે ત્યારે પણ તેણે આ કાફલાનો સામનો કરવો પડશે. અને અહીંથી આસાનીથી નીકળી શકાશે નહીં.સચિન જ્યારે ત્યાંથી ઉઠ્યો ત્યારે તેણે અંજલીને કહ્યું કે તે ઝડપથી કારમાં બેસી જાય. હું આવું છું. સચિને આપેલા આદેશ મૂજબ તે કારમાં બસેવા જઇ રહી હતી. પરંતુ તે દરમિયાન સચિનની ચોતરફ ફોટોગ્રાફરો ગોઠવાઇ ગયા હતા. જ્યારે કેટલાક ફોટોગ્રાફરો અંજલી તરફ દોડી ગયા હતા. અને એક ફોટો આપવા નિવેદન કરવા લાગ્યા. જે સાંભળી અંજલી ઉભી રહી ગઇ હતી. સચિને આ આખો ઘટનાક્રમ નિહાળ્યો અને અંજલીને જોરથી બૂમમારીને કારમાં બેસી જવા કહ્યું હતું.જો કે, તેમ છતાં ફોટોગ્રાફરોએ અંજલીનો પીછો છોડ્યો ન હતો. તેથી અંજલી કહ્યું કે જો હવે હું બે ઘડી પણ અહીં ઉભી રહીશ તો તે મારી જાન લઇ લેશે. આટલું કહીને અંજલી કારમાં બેસી ગઇ હતી. થોડીક ક્ષણોમાં જ સચિન પણ કારમાં આવી ગયો હતો. અને ડ્રાઇવરને કાર હંકારવા કહી દીધું હતું.
જીવના બદલામાં જીવ!
અશકતાશ્રમ હોસ્પિટલમાં ૯ ઓગસ્ટે એક યુવતીના મોત બાદ શરૂ થયેલી ઘટના ૧૫મા દિવસે વધુ એક મોત બાદ સમેટાઈ...
અશક્તાશ્રમ હોસ્પિટલમાં તોડફોડ કરી તબીબ-નર્સને માર મારવાની ઘટના બાદ એક નર્સની પ્રીમેચ્યોર ડિલિવરીમાં બાળકીનો જન્મ થયો હતો. મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ આ બાળકીનો જીવ બચે તે માટે પ્રાર્થના કરી તેમ છતાં આ બાળકીએ ગુરુવારે ૧૩મા દિવસે અંતિમ શ્વાસ લીધો હતો. આ ઘટનામાં જાણે જાનના બદલામાં જાન લેવાઈ હોય તેમ મૃતકનો પરિવાર આઘાતના દરિયામાં ડૂબી ગયો છે.શું આપણા સમાજમાં જીવના બદલે જીવ હણી લેવાની પ્રથા આજે પણ યથાવત છે? તબીબોની ભૂલથી અશકતાશ્રમ હોસ્પિટલમાં જોઈ કોઈ દર્દીનું મોત થયું પણ હોય તો મૃતકના દર્દીઓ માટે કાયદા મુજબ ન્યાય મેળવવા માટે ઘણા રસ્તા છે. પરંતુ એક હોસ્પિટલમાં આતંક મચાવવાની ઘટનાનું પરિણામ કેટલું વિચિત્ર આવ્યું છે તે આજે સૌ કોઈ જોઈ રહ્યા છે, જેમાં નર્સ તો ઠીક એક નિર્દોષ બાળકીએ જીવ ખોવાનો વારો અવ્યો હતો.
એમસીએ સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ ઓછુ આવતા હોબાળો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સાથે સંકળાયેલ એમસીએ કોલેજોનું સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ તાજેતરમાં ૩૬ ટકા જાહેર થયું છે. એમસીએ સેકન્ડ સેમેસ્ટરનું પરિણામ ખૂબ જ ઓછુ આવ્યુ હોવાના મુદ્દે કોલેજોના વિદ્યાર્થીઓએ જીટીયુ ખાતે વિરોધ પ્રદિર્શત કર્યો હતો.જીટીયુની વિવિધ એમસીએ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કુલપતિ ડો. અક્ષય અગ્રવાલ સમક્ષ આ મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. વિવિધ બેનર્સ સાથે અહીં આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે હોબાળો મચાવી દીધો હતો.વિદ્યાર્થીઓએ કુલપતિને મળીને એમસીએના ખૂબ ઓછા આવેલા પરિણામ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. એમસીએ સેકન્ડ સેમેસ્ટરના પરિણામ અંતર્ગત એલ.જે એમસીએ, અમદાવાદ, જીએલએસ એમસીએ, વાસદ અને વિદ્યાનગરની એમસીએ કોલેજોના વિદ્યાર્થીઓએ ભારે શોર મચાવી દીધો હતો.
બારડોલી : પોસ્ટ ઓફિસમાં જવું હોય તો પાણીમાંથી
બારડોલીની હેડ પોસ્ટ ઓફિસના ગેટ પર સતત પાણીનો ભરાવો, વૃદ્ધોએ મદદ લેવી પડે છે,બારડોલીની પોસ્ટ ઓફિસના મુખ્ય ગેટ પર સતત પાણીનો ભરાવો રહે છે. આ પાણી ભરાવાના કારણે ઓફિસમાં લોકોને કામ અર્થે અવર-જવર કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવતા વૃદ્ધોએ ગેટથી ઓફિસમાં જવા માટે કોઈની વાટ જોવી પડે છે. આવી કરૂણ દાસ્તાનના કારણે ફરિયાદ બુકમાં નોંધ પણ કરવામાં આવી છે.બારડોલી નગરપાલિકાની બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસમાં ટપાલ, મનીઓર્ડર, રજીસ્ટ્રી, પીએલઆઈ, સ્પીડ પોસ્ટ, બચત જેવી વિવિધ સુવિધા અર્થે રોજીંદા લોકોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બારડોલીની પોસ્ટ ઓફિસ કચેરીના ગેટથી ઓફિસના દરવાજા સુધીમાં પાણીનો સતત ભરાવો રહેતાં લોકોને અવર-જવર કરવી મુશ્કેલ બની રહે છે.વૃદ્ધોને પાણીમાંથી પસાર થવાનું હોવાથી સતત પડી જવાનો ભય સતાવતો હોય છે, જેના કારણે ઘણી વખત આવતા જતાને અટકાવી અંદર સુધી મુકી આવવા જણાવતા હોય છે. આટલી ગંભીર સ્થિતિના કારણે પોસ્ટઓફિસની ફરિયાદ બુકમાં ગ્રાહકોએ નોંધ પણ કરી છે. છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યુ નથી.પાણીના નિકાલ અર્થે ખુદ અધિકારીઓ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાજુમાં જ આવેલી પાલિકાને ધ્યાન દોરવામાં આવે તો સમસ્યાનો નિકાલ થઈ શકે એમ છે. જેનુ કારણ પોસ્ટ ઓફિસની બાજુમાં બનતી બિલ્ડિંગ માટે વપરાતુ પાણી પણ અહીં જમા થાય છે. જેના કારણે વરસાદ આવે કે ન આવે પોસ્ટ ઓફિસના ગેટમાં સંગ્રહ થતુ પાણીમાં ઓછુ થતુ નથી.
જુનાગઢ, અમરેલી પંથકમાં ઝાપટાંથી માંડી ૨ ઈંચ વરસાદ
હાલારમાં ભાણવડ પંથકમાં પોણો કલાકમાં સવા બે ઈંચ ખાબક્યો, એક ધારા એક મહિના સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં અવિરતપણે વરસ્યા બાદ શ્રાવણ માસના પ્રારંભે જ સરવડાં વરસાવ્યા પછી મેઘરાજા અમરેલી અને જુનાગઢ પંથકમાં ફરી પધાર્યા છે. વીજળીના કડાકાભડાકા સાથે આ બન્ને જિલ્લામાં ઝાપટાંથી માંડીને સવા બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. જ્યારે હાલારના ભાણવડ પંથકમાં માત્ર પોણી કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળે છે.જુનાગઢ શહેર અને જિલ્લામાં બુધવારે પણ ચાર ઈંચ સુધીનો વરસાદ અમુક વિસ્તારોમાં થયો હતો. દરમિયાન સતત બીજા દિવસે ઊનામાં બે ઈંચ અને માણાવદર પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેર અને તાલાલામાં ઝાપટાં પડ્યા હતા. જુનાગઢથી મળતા અહેવાલ મુજબ સુત્રાપાડામાં ગુરુવારની સાંજના સાડા છ વાગ્યા બાદ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો હતો.અમરેલી જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. સૌથી વધુ ચલાલા પંથકમાં ગાજવીજ સાથે સવા બે ઈંચ વરસાદ થયો હતો. રાજુલા, લીલિયા અને ધારી પંથકમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. જાફરાબાદ અને ખાંભા પંથકમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો.પોરબંદરના રાણાકંડોરણા પંથકમાં માત્ર એક કલાકમાં એક ઈંચ વરસાદ થયો હતો.
આટકોટના ત્રણ માફિયાની ધરપકડ : એક ફરાર
જાહેરમાં મારનો ભોગ બનનાર પરિવારની તરુણી હજુ પણ લાપતા,આટકોટમાં એક દેવીપૂજક પરિવારની મહિલા સહિત ત્રણ સભ્યોને જાહેરમાં ડંકી સાથે બાંધીને બે-બે કલાક સુધી માર મારવાની અતિ ગંભીર ઘટનામાં પણ જસદણ પોલીસે અપનાવેલા કૂણા વલણને કારણે આજે એ ઘટનાના પાંચ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ પોલીસમાં રજૂ થઇ ગયા બાદ જસદણ કોર્ટમાં રજૂ કરતાં ત્રણેનો જામીન ઉપર છુટકારો થયો હતો.જસદણના અશોકભાઇ સોલંકીએ એમની ભત્રીજી ઉપર બળાત્કાર થયાની ગત તા.૫-૮ના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ ઉશ્કેરાયેલા આરોપી અને તેના સાગરીતોએ ગત સોમવારે અશોક સોલંકી તેના પત્ની જયાબેન તેમજ ભત્રીજા હરેશને ઘરમાં ઘુસી માર માર્યો હતો. બાદમાં ત્રણેને જાહેરમાં ડંકી સાથે દોરડા વડે બાંધી બે-બે કલાક સુધી ઢોર માર મારવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઘવાયેલાં સોલંકી પરિવારના ત્રણે સભ્યોને બાદમાં પ્રથમ જસદણ હોસ્પિટલે અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જસદણ પોલીસે તે સમયે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલના બિછાનેથી અશોક સોલંકીએ જિલ્લા પોલીસ વડાને કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ લેખિત અરજી આપી હતી. આ ઘટના બન્યા બાદ એ પરિવારની પંદર વર્ષની કિશોરી લાપતા બની ગઇ છે. એ કિશોરીને આરોપીઓજ ઉપાડી ગયા હશે એવી દહેશત અશોક સોલંકીએ વ્યક્ત કરી હતી.આ બનાવનો ‘દિવ્ય ભાસ્કર’માં સતસવીર અહેવાલ પ્રસિધ્ધ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જાહેરમાં ડંકી સાથે બાંધીને ઢોર માર મારનારા ગુંડાઓ સામે પોલીસે કડક પગલાં લેવા જોઇએ એવી લોકલાગણી વ્યાપી હતી. પરંતુ માફિયાઓ સાથેના ગાઢ સંબંધોને કારણે પોલીસે કાંઇ પગલાં લીધા નહોતા.આવી ગંભીર ઘટના પછી પણ પોલીસે પાંચ પાંચ દિવસ સુધી આરોપીઓની ધરપકડ નહોતી કરી. જો કે હોબાળો થયા બાદ પોલીસે તપાસનું નાટક ચલાવ્યું હતું અને ધારણા મુજબના આરોપીઓ પૈકીના વિનુ નાનજી, જીવણ નાનજી અને બહાદુર વાઘેલા પોલીસમાં રજુ થયા બાદ આજે કોર્ટમાં રજુ કરાતાં ત્રણે આરોપીનો જામીન ઉપર છુટકારો થયો હતો.
રાજકોટ : પ્રૌઢાએ ગળાફાંસો ખાઇ લીધો
આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી,પોપટપરા મેઇન રોડ પર રહેતા નિરૂબેન હર્ષદભાઇ ચૌહાણ નામના મોચી પ્રૌઢાએ ગુરુવારે સવારે પોતાના ઘરના બાથરૂમમાં રબ્બર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા પ્રૌઢાને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતુ.પુત્રવધૂના આપઘાત બાદ થયેલા કેસમાં સમાધાન કરવાનું વેવાણને કહેતા તેમણે કહેલા આકરા વેણ કહ્યાં હતા. જે સહન નહીં થતા આપઘાતનું પગલું ભર્યાની પોલીસ કમિશનરને સંબોધીને લખેલી સુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે કબજે લઇ તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગતો મુજબ મૃતકના બે પુત્ર અને એક પુત્રી પૈકી નાના પુત્ર સુનિલે વૈશાલીનગરમાં રહેતા રમેશભાઇ લીડિયાની પુત્રી શિલ્પા સાથે એક વર્ષ પહેલા બન્ને પરિવારની રાજીખુશીથી લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નના છ માસ બાદ જ શિલ્પાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોત માટે તેની જ સાસુ નિરૂબેન જ જવાબદાર હોવાનો આક્ષેપ કરી મૃતક શિલ્પાની માતા દીદીબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ પોલીસે નિરૂબેનની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. જેલમાં ત્રણ મહિના રહ્યા બાદ નિરૂબેન જામીન પર મુક્ત થયા હતા.દરમિયાન નિરૂબેન કોર્ટની મુદ્દતે ગયા ત્યારે વેવાણ દીદીબેનને સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ વેળાએ દીદીબેને ‘તને તો જેલમાં જ સડાવવી છે’ તેવા કડવા વેણ કહ્યા હતા.વેવાણના આવા આકરા વેણ કહ્યા બાદ માતા નિરૂબેન ગુમસુમ રહેતા હોવાનું અને અંતે આજે તેમને આ પગલું ભરી લીધાનું પુત્ર સુનિલે જણાવ્યું હતું. પોલીસે કબ્જે કરેલી સુસાઇડ નોટમાં પોલીસ કમિશનરને સંબોધી લખ્યું છે કે, હું ગુનેગાર નથી, મેં સજા ભોગવી છે. છોકરા મરે એના કરતા હું મરૂ તે વધારે સારૂ, મને મારા વેવાણે મરવા મજબૂર કરી છે. પ્રધ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment