visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
વિશ્વમાં ભારત-બાંગ્લાદેશ સીમાથી સૌથી વધારે ઘૂસણખોરી
વિશ્વ બેંકના એક અધિકારીએ દાવો કર્યો છે કે દુનિયામાં સૌથી વધારે ઘૂસણખોરી બાંગ્લાદેશ સાથે લાગેલી ભારતીય સરહદથી થાય છે.વિશ્વ બેંકની પ્રવાસી શાખાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી દિલીપ રાઠાએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશ સરહદે લગભગ 1.2 કરોડ લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી ગયા છે. જો કે 2001ની વસ્તીગણતરીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા 30 લાખની દર્શાવાય છે. અહીં એક સંગોષ્ઠિને સંબોધિક કરતાં રાઠાએ કહ્યું હતું કે મેક્સિકો-અમેરીકાની સરહદ અને ભારત-બાંગ્લાદેશની સરહદે સૌથી વધારે ગેરકાયદેસર ઘૂસણખોરી થાય છે.તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરીથી જ્યાં ઘૂસણખોરી થાય છે, તે દેશના લોકોનો હક માર્યો જાય છે. પરંતુ એ દેશ ફાયદામાં રહે છેકે જ્યાંથી લોકો અન્ય દેશમાં ઘૂસણખોરી કરે છે. રાઠાએ જણાવ્યું હતું કે આ લોકો પોતાના દેશમાં પરિવારજનોને ધન મોકલે છે, જેનાથી ત્યાંની અર્થવ્યવસ્થા ફલે-ફૂલે છે.
આખરે ક્યાં ગાયબ થઈ ગયા એ લોકો?
ઉત્તર-પશ્ચિમ અમેરિકાના વેરમાઉન્ટ સ્ટેટનો એક રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે. વેરમાઉન્ટના બેનિંગ્ટનમાં 1920થી 1950ના સમયગાળામાં ઘણાં બધા લોકોના ગુમ થઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. આમાંથી કોઈ પણ કેસ હજુ સુધી ઉકેલી શકાયો નથી. ન્યુ ઈંગ્લેન્ડના લેખક જોસેફ એ સિટોએ પોતાના એક રેડિયો કાર્યક્રમમાં આ રહસ્યને બેનિંગ્ટન ટ્રાયંગલ એવું નામ આપ્યું છે.અહીંના ગ્લાસ્ટેનબરી પહાડની આજુબાજુ આ લોકો ગાયબ થયા હોવાનું માનવામાં આવે છે. આ ક્ષેત્રનો વિસ્તાર ચોક્કસ નથી.1892માં એક મિલ કર્મચારી હેનરી મેક ડોવેલે દારૂના નશામાં પોતાના મિત્ર જિ ક્રાઉલેની હત્યા કરી નાખી હતી. આ માટે તેને ઉંમરકેદની સજા પણ સંભળાવવામાં આવી હતી, પણ પોલીસની પકડમાંથી ભાગી છૂટેલો હેનરી કદી પાછો જ ન આવ્યો.1945માં મિડી રિવર્સ નામનો એક વ્યક્તિ આ પહાડ પાસે પોતાના મિત્રો સાથે અહીં શિકાર કરવા આવ્યો હતો. મિત્રોથી અહીંના કોઇક વિસ્તારમાં છૂટા પડી ગયા બાદ તે પણ કદી પાછો ન આવ્યો. ત્યારબાદ તો દરેક વર્ષે સતત આવા કોઇને કોઇ કિસ્સા બનતા જ રહ્યા છે. 1946માં પાઉલા નામની એક 18 વર્ષીય યુવતી અહીં ફરવા આવી અને ગાયબ થઈ ગઈ. ત્યાર પછી દર વર્ષે અહીંયા કોઇને કોઈ લાપતા થાય છે, પણ શોધખોળ કરવા છતાં તેઓની કોઈ ભાળ મળતી નથી. અહીંયા લોકો ખોવાઈ જાય પછી પાછા શા માટે મળતા નથી તે રહસ્ય હજુ સુધી કોઈ શોધી શક્યું નથી. આ કારણે અહીંયા ઘણાં બધા લોકો આવતા પણ ડરી રહ્યા છે.
બોલિવૂડ: કોઇને છે એકલતા તો કોઇએ જમાવી છે જોડી
બોલિવૂડમાં અભિનેતા-અભિનેત્રીઓના સંબંધોને લઈને અનેક સવાલો કરવામાં આવે છે અને તેઓના સંબંધોનો અંત કેવો હશે તે બાબત જાણવાની લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આવા સમાચારો ચપોચપ વેચાઈ જતા હોય છે અને એમાંય જો કોઈ અભિનેત્રી જાહેરમાં રડવા લાગે તો પછી તો પૂછવું જ શું.શાહિદ કપૂર: શાહિદ કપૂરના સંબંધો સૌ પહેલા કરિના કપૂર હતા. કરિના સાથેના સંબંધોમાં શાહિદ ઘણો જ ગંભીર હતો. જો કે કરિના સાથેના સંબંધો તૂટ્યા પછી શાહિદનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું હતુ પરંતુ હાલમાં તો શાહિદ એકલો જ છે.દીપિકા પાદુકોણ: દીપિકા અને રણબિરના સંબંધોનો અંત આવી ગયો છે. દીપિકા અને સિદ્ધાર્થના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દીપિકા તો સિદ્ઘાર્થને માત્ર સારો મિત્ર માને છે. દીપિકાએ સ્વીકાર્યુ છે કે, તે હાલમાં એકલી છે.કેટરિના કૈફ: કેટરિના અને સલમાન સાથેના સંબંધો તૂટી ગયા છે. કેટરિનાનું નામ રણબિર સાથે જોડાયું હતુ. જો કે આ માત્ર અફવા હતી. કેટરિનાએ મંગળવારના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વીકાર્યુ હતું કે, તેના અને સલમાનના સંબંધોનો અંત આવ્યો છે અને તે હાલમાં એકલી છે.સોનમ કપૂર: સોનમ કપૂરની ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરી ઘણી જ સફળ રહી હતી. જો કે સોનમ અને ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રા સાથેના સંબંધો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જો કે સોનમે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.નીલ નીતિન મુકેશ: નીલ નીતિન મુકેશના સંબંધો પ્રિયંકા સાથે હતા. જો કે તેઓ સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. હવે નીલ એકલો છે.રણબિર કપૂર: રણબિર અને દીપિકાના સંબંધોનો અંત આવ્યો છે. રણબિર એકલો જ છે.
સૈફિના: કરિના કપૂર અને સૈફ અલી ખાને પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. કરિના પોતાના સંબંધોને લઈને હંમેશા બોલતી હોય છે.
અમીનની પત્નીની અરજીની આજે સુનાવણી
સાબરમતી જેલમાં ડો. નરેન્દ્ર અમીનની જાનનું જોખમ હોઇ તેમની સુરક્ષા માટે યોગ્ય પગલા લેવા અમીનની પત્ની જયશ્રીબેને સીબીઆઇને અરજી સીબીઆઇને કરી હતી. જે બાબતે સીબીઆઇ દ્વારા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા મુદ્દે અરજી કરતાં કોર્ટે તેની આજે સુનાવણી હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો આજે હવે એ જોવાનું રહ્યું કે કોર્ટ અમીનની સુરાક્ષા માટે શું આદેશ કરે છે.થોડા દિવસ અગાઉ જ તેજા નામના એક માથાભારે કેદીએ કોર્ટ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેને સાબરમતી જેલના જેલરોએ જ ડો. નરેન્દ્ર અમીનનું મર્ડર કરી નાંખવા માટે રૂપીયા ૧૦ લાખની સોપારીની ઓફર કરી હતી. પરંતુ તેને ઓફર ઠુકરાવતાં જેલરોએ તેને ઢોર માર માર્યો હતો, આ બાબતને લઇને ફરી એક વખત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવાની જાહારાત કરનાર ડો. નરેન્દ્ર અમીનની સલામતીને લઇને સવાલ ઉભા થયા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૫ આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવેલ છે. જો કે વર્ષ ૨૦૦૭થી જેલમાં રાખવામાં આવેલા અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને પોતાની પાસેની માહિતી સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવાની અરજી કરી હતી.જેને લઇને તેમને સહઆરોપીઓ સાથેના સંબંધો વણસ્યા હતા માટે તેમને આ પ્રકરણના તમામ આરોપીઓથી દુર રાખવામાં આવ્યા હતા. તેમાંય વળી અમિત શાહની જેલમાં એન્ટ્રી થતાંજ ડો.અમીને જેલમાં પોતાની જાનને ખતરો હોવાથી જેલ ટ્રન્ફર માટે અરજી કરી હતી જોકે તે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ તાજેતરમાંજ તેજા ઉર્ફે શકીલના નિવેદન બાદ અમીની પત્નએ સીબીઆઇને અરજી કરી છે.કે શકીલનના નિવેદન ભલે સાચા હોય કે ખોટા તે અમે નથી જાણતા પરંતુ આ સંજોગોમાં મારા પતિની જેલમાં સલામતીને લઇને ચિંતા સતાવી હતી છે. માટે તેમની સુરક્ષા સઘન કરવી જરુરી છે.જે અરજીને આધારે સીબીઆઇ દ્વારા પણ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં અમીનની સુરક્ષા વધારવા માટે અરજી કરી હતી જેની સુનાવણી આજે કોર્ટમાં હાથ ધરાશે હવે કોર્ટ અમીનની સુરક્ષા માટે જેલ તંત્રને શું આદેશ કરે છે તે જોવાનું રહ્યું.
આજે યશપાલ-અજય પટેલના આગોતરા જામીન અંગે સુનાવણી
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટે અજય પટેલ તથા યશપાલ ચુડાસમા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યા હતાં. આથી બંનેએ કરેલી આગોતરા જામીનઅરજીની આજે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન અજય પટેલ તથા યશપાલ ચુડાસમાએ પોતાના વકીલ અજિતસિંહજાડેજા મારફતે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેની ગુરુવારે સુનાવણી હાથ ધરાઇ હતી. યશપાલ ચુડાસમા તરફી અજિતસિંહજાડેજા, હાઇકોર્ટના કાઉન્સેલ જે .એમ. પંચાલ તથા દિલ્હી સુપ્રીમ કોર્ટના કાઉન્સેલ કે.કે. મનન તથા અજય પટેલ તરફી હાઇકોર્ટના કાઉન્સેલ કે.જી. આનંદજીવાલાએ દલીલો કરી હતી. જ્યારે સીબીઆઇ તરફથી એજાઝ ખાન તથા હરીશ સાલવેએ દલીલો કરી હતી.ચુડાસમા તથા પટેલના વકીલોએ એવી દલીલો કરી હતી કે તેમને જયાર સમન્સ પાઠવવામાં આવ્ય ાહતા ત્યારે તેઓ વિદેશ હતા અને આ ઉપરાંત પણ તેમણે સીબીઆઇ સમક્ષ મુંબઇ જઇને નિવેદનો આપ્યા છે, સાથેસાથે તેમની કોઇપણ મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો આપવાની તૈયારી છે માટે તેમને આગોતરા જામીન મળવા જોઇએ બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બન્નેના આગોતરા જામીન અંગેની સુનાવણી આજે હાથધરવાનો આદેશ કર્યો હતો હવે એ જોવાનું રહ્યું કે તેમને આગોતર જામીન મળે છે કેમ?
મ્યુનિસપિલ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ ભાજપમાં અંદરોઅંદરના વિખવાદ આજે ચરમસપાટીએ આવી ગયા હતા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહની જાહેરાતમાં મ્યુનિ. ભાજપે છેલ્લા ત્રણ વર્ષના વિકાસની ગાથા વર્ણવતા ભાજપનું એક જુથ ભારે રોષે ભરાયું છે અને આ અંગેની રજુઆત કરવાનો પણ નિર્ણય લેવાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહની જાહેરાતમાં હાલના સત્તાધીશોએ એવું જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે સુવિધાઓ સ્થાપવા સફળ પ્રયાસો કર્યા છે. એનો મતલબ અગાઉના બે વર્ષમાં કોઈપણ કામો થયા નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ સને ૨૦૦૫-૦૬માં પૂર્વનો વિકાસ પશ્ચિમ જેમ કરવા મ્યુનિ. સત્તાધીશોને જણાવ્યું હતું અને તેના ભાગરૂપે ડે. મેયર દિનેશ મકવાણા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મધુબેન પટેલ પૂર્વ વિસ્તારમાં સ્પોટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગપૂલ, જિન્મેશિયમ વગેરેના બજેટની જેગવાઈ કરાઈ હતી, એટલું જ નહી મેમ્કો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાસ મુહૂર્ત પણ તેજ સમયે થયું હતું ત્યારે કાનાજી ઠાકોર કે અસિત વોરા સામાન્ય કોર્પોરેટર જ હતા.હાલ મ્યુનિ. ભાજપમાં જુના અને વર્તમાન શાસકો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ હવે જાહેરાતના સ્વરૂપમાં આવી ગઈ છે. મોવડી મંડળ આ અંગે ધ્યાન નહીં આપેતો આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ ચર્ચાઈ રહ્યું છે.વર્તમાન શાસકો ભાજપે માત્ર ત્રણ વર્ષમાંજ સમગ્ર શહેરનો વિકાસ કર્યો છે. તેવું દર્શાવવા માગે છે જેના કારણે લોકોમાં ભાજપની છબી ખરડાઈ રહી છે શું આગળના બે વર્ષના શાસકો શું ભ્રષ્ટાચારી જ હતા તેમણે કોઈ કાર્યો કર્યા નથી. તમામ કામો છેલ્લા ત્રણ વર્ષમાંજ થયા છે. આ અંગે મ્યુનિ. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર પ્રથમ અઢી વર્ષમાં ૯૭ કામોના ખાત મુહૂર્ત થયા હતા જેમાં વર્તમાન શાસકોએ ૬૩ કામોના ઉદ્ઘાટનો કર્યા છે આમ વિકાસનું બીજ તો પ્રથમ અઢી વર્ષમાં રોપાઈ ગયું હતું.
કોંગ્રેસી આગેવાનને માર મારવાના વિરોધમાં આજે સાંજે દેખાવો
ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના માજી કાઉન્સિલરને ધીબી નાંખ્યો હતો. આ ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરનાર છે. એટલુ જ નહીં, ત્યાર બાદ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરશે.શહેરના કશિનવાડી વિસ્તારમાં બુધવારે શહેરી ગરીબોના આવાસોના લાભાર્થીઓ માટે લોન મેળો યોજાયો હતો. આ લોનમેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવે ગરીબોને મકાન ક્યારે આપશો તેવો સવાલ ઉઠાવતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં છંછેડાયેલા ભાજપના કેટલાક કાર્યકરોએ જયેશ જાદવ ઉપર હુમલો કરીને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં,શહેર ભાજપના મંત્રી છોટુ (ધનંજય) શિંદે સહિત બે ભાજપી આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનને માર મારવાના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલની આગેવાનીમાં ગુરુવારે સાંજે ચાર વાગે સેવાસદનના પ્રાંગણમાં એટલેકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવનાર છે. સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નૂર્મની આવાસ યોજનામાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે ગરીબોને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસી આગેવાનને માર મારવાના વિરોધમાં આજે સાંજે દેખાવો
ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના માજી કાઉન્સિલરને ધીબી નાંખ્યો હતો. આ ઘટનાના વિરોધમાં શહેર કોંગ્રેસ આજે સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરનાર છે. એટલુ જ નહીં, ત્યાર બાદ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરશે.શહેરના કશિનવાડી વિસ્તારમાં બુધવારે શહેરી ગરીબોના આવાસોના લાભાર્થીઓ માટે લોન મેળો યોજાયો હતો. આ લોનમેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવે ગરીબોને મકાન ક્યારે આપશો તેવો સવાલ ઉઠાવતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં છંછેડાયેલા ભાજપના કેટલાક કાર્યકરોએ જયેશ જાદવ ઉપર હુમલો કરીને જાહેરમાં જ માર માર્યો હતો. જેમાં,શહેર ભાજપના મંત્રી છોટુ (ધનંજય) શિંદે સહિત બે ભાજપી આગેવાનો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.કોંગ્રેસના આગેવાનને માર મારવાના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલની આગેવાનીમાં ગુરુવારે સાંજે ચાર વાગે સેવાસદનના પ્રાંગણમાં એટલેકે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો યોજવામાં આવનાર છે. સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, નૂર્મની આવાસ યોજનામાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે ગરીબોને વગર વાંકે સહન કરવાનો વારો આવ્યો છે.
ભાજપના કાર્યકરોએ કોંગ્રેસીને ધીબ્યો
શહેરી ગરીબો માટેની આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના લોન મેળાના પ્રસંગમાં ભાજપના કાર્યકરોએ માજી કોંગી કાઉન્સિલરને માર મારતાં ભારે હોબાળો મચી ગયો હતો.આ ઘટનામાં કોંગ્રસના માજી કાઉન્સિલરને ઇજા થતાં તેના વિરોધમાં શહેર કોંગ્રેસે આવતી કાલે દેખાવો સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવાનું એલાન આપતા રાજકીય મોરચે ભડકો નિશ્વિત થયો છે.મહાનગર સેવાસદન અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સહયોગથી શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આજે સવારે કિશનવાડી ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાસ યોજનાના લાભાર્થીઓની હાજરીમાં આયોજિત સમારોહમાં મેયર બાળકૃષ્ણ શુક્લ, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસ, ડેપ્યુટી મેયર, વિરોધ પક્ષના નેતા ડાયસ ઉપર હાજર રહ્યા હતા.આ ટાણે, કોંગ્રેસના માજી કાઉન્સિલર અને શહેર કોંગ્રેસના અનુ.જનજાતિ મોરચાના અધ્યક્ષ જયેશ જાદવ લાભાર્થીઓ સાથે સ્ટેજ ઉપર ધસી ગયા હતા અને ક્યાં સુધી ગરીબોએ ભાડાં ભરવાના તેવો સવાલ કર્યો હતો. ત્રણ ત્રણ વર્ષથી ગરીબો ભાડાં ભરી રહ્યા છે અને હજી સુધી મકાનોના ઠેકાણાં નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.એક તબક્કે વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરીની આભારવિધિ ચાલતી હતી ત્યારે મેયર બાળુ શુક્લે લોનની કાર્યવાહી પૂરી થયાના બીજા દિવસે લાભાર્થીને મકાનનો કબજો મળી જશે તેવી ખાતરી આપી હતી. પરંતુ, કોંગી આગેવાન જયેશ જાદવે ક્યાં સુધી ઉલ્લુ બનાવતા રહેશો તેવો ટોણો મારતાં ભાજપના કેટલાક કાર્યકરોના પેટમાં તેલ રેડાયું હતું અને જયેશ જાદવની ફેંટ પકડી ઝાપટ મારી દેતાં સન્નાટો છવાઇ ગયો હતો.એટલું જ નહીં, જયેશ જાદવને માર મારવામાં આવતા ભાજપના કેટલાક કાઉન્સિલરો અને વિપક્ષી નેતાઓ દ્વારા દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવતા મામલો બેકાબૂ બનતાં અટક્યો હતો. જોકે, આ મારામારીમાં ઇજાગ્રસ્ત જયેશ જાદવને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.આ ઘટનાને વખોડી કાઢતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મકાનોથી વંચિત લાભાર્થીઓ ઉપર ભાજપના કાર્યકરોએ કરેલા હુમલાના વિરોધમાં આવતી કાલે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે દેખાવો કરવામાં આવનાર છે અને ત્યારબાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવનાર છે.તેવી જ રીતે, સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચિરાગ ઝવેરીએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, પેકેજ નં.૩ હેઠળ કિશનવાડી ખાતે ૧૩૪૪ મકાનો બાંધવામાં આવ્યા હતા અને ત્યાં બબ્બે કાર્યક્રમો બાદ પણ મકાન ફાળવવામાં આવ્યા નથી.ભાજપની નિષ્ફળતા છતી થતી જોઇ ભાજપના કાર્યકરોએ કિશનવાડી વિસ્તારના માજી સભાસદ જયેશ જાદવ ઉપર હુમલો કરી ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી ભારતીય ગુંડા પાર્ટી બની ગયેલ છે તેવી તેમણે ટીકા પણ કરી હતી.લાભાર્થીઓને લોન મેળાનો લાભ મળે તે જયેશ જાધવને પચ્યું ન હતું : ભાજપદલિત સમાજના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલરે ધાંધલ ધમાલ મચાવી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપના શહેર અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી મગનભાઇ પરમાર અને સુરેન્દ્ર રાજે જણાવ્યું હતું કે, કિશનવાડી ખાતેના લોનમેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને લાભ મળે તો સ્થાનિક વિસ્તારના માજી કાઉન્સિલર જયેશ જાદવને પચ્યુ ન હતું. તેઓ બદઇરાદા સાથે વાતાવરણ ડહોળવા અને લોન મેળાને નિષ્ફળ બનાવવા માટે સ્ટેજ ઉપર ચડી જયેશ જાદવે અભદ્ર વર્તન કર્યું હતું.તેમને ભાજપના કાર્યકરોએ સમજાવીને નીચે લાવ્યા ત્યારે તેમની સાથે તેઓ હાથાપાઇ ઉપર ઉતરી આવ્યા હતા તેવો આક્ષેપ કરી તેમણે માજી કાઉન્સિલર અગાઉ પણ દલિત સમાજને મળતાં લાભોથી વંચિત રાખવા માટે છપાયેલા કાટલા સમાન છે વધુમાં, આ બનાવને ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.જીવરાજ ચૌહાણ અને શહેર મોરચાના પ્રમુખ ચંદ્રકાંત સોલંકીએ વખોડી કાઢયો છે.ભાજપના મંત્રી સહિત બે સામે પોલીસ ફરિયાદ,ભાજપના કાર્યકરોએ માજી કોંગી કાઉન્સિલર જયેશ જાધવને ઝૂડી નાંખતાં આ અંગે કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે શહેર ભાજપ મંત્રી છોટુ શીંદે અને તેના સાગરીત ભૂરિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટ્યૂશન ચલાવતો આધેડ વિદ્યાર્થિનીને લઈને છુ
કાપોદ્રા રામકૃપા સોસાયટી ખાતે રહેતી ૧૯ વર્ષની યુવતીને વેડ રોડ પરના કલાસીસનો આધેડ સંચાલક લલચાવી ફોસલાવીને અપહરણ કરીને પલાયન થઈ ગયો હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશને કરવામાં આવી છે, જેમાં યુવતીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે વિદેશમાં સેટ કરવાની લાલચ આપીને મારી પુત્રીને લાઇફ સ્કીલ ઇન્ડિયા નામના સ્પોકન ઇંગ્લિશના કલાસ ચલાવતા આધેડે રીતસર ફસાવી છે.રામકૃપા સોસાયટી ખાતે રહેતા દિલીપભાઈ સોલંકી દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી પુત્રી જાગૃતિ (૧૯) અને એક વર્ષ પહેલાં જ બીજી એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. જાગૃતિ સુમુલ ડેરી રોડ પર આવેલી એસ.વી. પટેલ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને છએક માસ પહેલાં વેડ રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં ચાલતા લાઇફ સ્કીલ ઇન્ડિયા નામના સ્પોકન ઇંગ્લિશના કલાસ કરવા માટે જોડાઈ હતી. દરમિયાનમાં આ કોર્સ પૂરો થતાં કલાસના સંચાલક ધવલ હરશિંકર ત્રિવેદી (૪૫)એ જાગૃતિને નોકરીની ઓફર કરી હતી. આ ઓફર જાગૃતિએ સ્વીકારી હતી અને કોલેજની સાથેસાથે નોકરી પણ કરતી હતી. દરમિયાન ગત શનિવારના રોજ સવારે તે કોલેજ ગઈ હતી અને પછી ઘરે પાછી ન ફરતાં પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી.દરમિયાન પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે તે કોલેજથી સીધી જ કલાસ ખાતે ગઈ હતી અને ત્યારબાદ કલાસના સંચાલક ધવલ ત્રિવેદી સાથે ગઈ હતી. આ પછી તેનો કોઈ પત્તો નથી. આથી પરિવારના સભ્યોએ ધવલ ત્રિવેદીની શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે તે કામરેજ પેસેફિક હોટલમાં રહેતો હતો અને કૈલાસ કોમ્પ્લેકસમાં કલાસની ઓફિસ પણ ખોલી હતી. પરંતુ તે પણ શનિવાર સવારથી ગાયબ છે. આથી આ અંગે મંગળવારે જાગૃતિના પિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને રજુઆત કરી હતી. પરંતુ પોલીસે તેમની અરજી સ્વીકારી ન હતી. ત્યારબાદ બુધવારે આ અંગે અરજી સ્વીકારીને પોલીસ સબ ઇન્સપેક્ટર પરમારે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ : જંબુસરના દરિયામાં શંકાસ્પદ બોટની હિલચાલ
ભરૂચ જિલ્લાના જંબુસર નજીકના નાડા ગામ નજીકના દરિયામાં શનિવારની રાત્રિથી એક શંકાસ્પદ બોટ ઊભી હોવા છતાં પોલીસ ચાર દિવસથી કોઈ કાર્યવાહી કરી શકી નથી.આ બોટ દેખાઈ ત્યારે રખેને આતંકીઓ હોય તેમ માની ગામવાસીઓએ પોલીસને જાણ કરી હતી પરંતુ સ્થળ પર પહોંચેલી જંબુસર પોલીસનો ટાંચા સાધનોની સાથે કિચડમાં બોટ સુધી પહોંચવાનો પનો ટૂંકો પડ્યો હતો.જંબુસર પોલીસે સુરત અને ભાવનગર મરિન પોલીસની મદદ માગી પણ પોતાની હદ ન હોવાનું બહાનું ધરી બંનેએ નનૈયો ભણી દીધો હતો. સ્ટેટ પોલીસ કંટ્રોલને જાણ કરાય પણ ત્યાંથી પણ મદદ ન મળી નહોતી.બોટમાં રાત્રે લાઈટ પણ ઝગમગે છે!આ શંકાસ્પદ બોટ બે દિવસથી એકની એક જગ્યાએ જ પડેલી છે. નવાઈની વાત તો એ છે કે આ બોટમાં રાત્રિના સમયે ફ્લેશ લાઈટ ઝગમગે છે. જેથી, તેનું લોકેશન પણ જાણી શકાય છે. આ જ બાબત બોટમાં કોઈ હોવાનો ઈશારો કરે છે. છતાં રાજ્યની પોલીસ તેને ગંભીરતાથી લેતું નથી અને ગામવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.ભરતી વેળા બોટ દરિયાની સપાટી ઉપર તરી આવે છે જેના કારણે તેને સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે ઓટ આવતા જ તે ફરી કિચડમાં ખૂપી જાય છે. જેથી, દેખાતી બંધ થઈ જાય છે.ભરૂચ મરીન પોલીસ પાસે બોટ ન હોવાથી અમે પડોશી મરીન પોલીસ પાસે મદદ માગી છે. વળી, દરિયામાં કાદવ વધારે હોવાથી ત્યાં સુધી સ્થાનિક પોલીસ પહોંચી શકે તેમ નથી.
સ્વાઇન ફ્લૂથી મોતની બાબતમાં ગુજરાત બીજા નંબરે
સ્વાઇન ફ્લુને મહામારી જાહેર કરાયાં છતાં તેને અટકાવવામાં અસરકારક પગલાં લેવામાં સરકારની નિષ્ફળ રહી છે. ગુજરાત રાજ્યમાં ૧૬થી ૨૨ ઓગસ્ટ સુધીમાં સ્વાઇન ફ્લુના કારણે ૧૨ જણાનાં મોત થઈ ગયા છે. પરિણામે ગુજરાત દેશમાં સ્વાઇન ફ્લુના કારણે મૃતકોની સંખ્યાની બાબતમાં બીજા નંબરનું રાજ્ય બની ગયું છે.૧૬થી ૨૨ ઓગસ્ટ સુધીનાં આકડામાં મહારાષ્ટ્ર ૪૦ માત સાથે પ્રથમ નંબરે, ગુજરાત ૧૨ મોત સાથે બીજા નંબરે, કર્ણાટક ૮ મોત સાથે ત્રીજા નંબરે, મધ્ય પ્રદેશ ૬ મોત સાથે ચોથા નંબરે, દિલ્હી પાંચ મોત સાથે પાંચમાં નંબરે અને રાજસ્થાન ૪ જણાનાં મોત સાથે છઠ્ઠા નંબર પર રહ્યું છે. સુરત શહેરમાં આ સમયગાળામાં ૧૮૭ શંકાસ્પદ કેસ નોંધાયા છે.જેમાંથી ૨૧ કેસ પોઝિટીવ આવ્યા છે. આવા કેસોમાંથી સાતના મોત થયાં છે. શહેરમાં એક દિવસમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના વધુ બે દર્દી નોંધાયા હતા. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બીજાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. ૧૫ જૂન બાદ શહેરમાં સ્વાઇન ફ્લૂના બીજો રાઉન્ડ શરૂ થયો છે. અત્યાર સુધી ૧૮૫ શંકાસ્પદ દર્દી નોંધાયા છે, જેમાંથી ૨૧ પોઝિટિવ અને તેમાંથી ૭નાં મોત નીપજ્યાં છે. બુધવારે શહેરની મશિન અને એપલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દી નોંધાયા હતા. મશિનમાં દાખલ ૧૮ વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સીમકાર્ડ કૌભાંડમાં CBIએ ભાવનગરના શખ્સને ઉઠાવ્યો
મહુવા શહેરમાં ચોકકસ જગ્યાએ રૂ.૨ થી ૨.૫૦માં સીમકાર્ડ ખરીદવા માટે ડોકયુમેન્ટ મળી રહે છે. જેથી આવા નકલી ડોકયુમેન્ટ ઉપર વેચાતા સીમકાર્ડથી દેશની સલામતી સામે ખતરો ઉભો થશે તેવા તા.૪ જૂન-૧૦ના રોજ સૌરાષ્ટ્ર સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેના અનુસંધાને ભાવનગરમાંના એક શખ્સને સીબીઆઇએ ઉઠાવી લીધાના સમાચારથી ડુપ્લીકેટ ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.તાજેતરમાં ભાવનગર શહેર અને જુનાગઢમાંથી દેશવ્યાપી સીમકાર્ડ કૌભાંડ ચાલતુ હોવાના પગલે ભાવનગરમાં એક શખ્સને સીબીઆઇ પુછપરછ માટે લઇ ગઇ હોવાની ચર્ચા ઉઠતા મહુવા-ભાવનગરમાં નકલી ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા આવા તત્વોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.મહુવામાં આ પ્રવૃતિ ઉપર અંકુશ આવ્યો હતો. પરંતુ સીમકાર્ડ ખરીદવા માત્ર ઝેરોક્ષ ડોકયુમેન્ટ ઉપર બ્લ્યુ સહીથી સ્વપ્રમાણિત કરેલી ડોકયુમેન્ટ જરૂરી બનાવવાની જરૂરીયાત હોવાનુ ચર્ચાય છે. ઉપરાંત સીમકાર્ડના ડોકયુમેન્ટમાં ચૂંટણી ફોટો ઓળખકાર્ડની ઝેરોક્ષ અને ફોર્મમાં ઓળખકાર્ડનો નંબર લખવો જરૂરી છે. અને ભવિષ્યમાં નેશનલ આઇડી અપાય ગયા બાદ નેશનલ આઇડીની ઓળખ ફરજીયાત બનાવવી જોઇએ તેમ પણ ચર્ચા છે.
ડીટીસી દ્વારા નોનસાઇટ હોલ્ડર્સને કાચા હીરા અપાશે
ડાયમંડ ઉદ્યોગમાં રફની અછત નિવારવા ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) હવે ટૂંક સમયમાં પોતાની જ કંપની ડાયમંડેલ ઓનલાઇન ઓકશન દ્વારા સાઇટ હોલ્ડરોને ડી-બિયર્સના ડાયમંડ્સનું વેચાણ કરશે. ઉપરાંત નોનસાઇટ હોલ્ડર્સને પણ ટેન્ડર ભરવાની તક આપશ્, એમ ડીટીસીના સીઈઓ વરદા સાઈને સોમવારે લંડન ખાતે એક નિવેદનમાં જણાવ્યું હતું.ડીટીસીના આ પરિવર્તનને કારણે સુરત અને ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે.ડીટીસીના સીઈઓ વરદા સાઈને કહ્યું હતું કે અત્યારનું માર્કેટ અને બે વર્ષ પહેલાંની સ્થિતિ અને હવે પછીના દસકાને ધ્યાનમાં રાખીને પરિવર્તન જરૂરી હતું. સાઈને વધુમાં કહ્યું હતું કે ડીટીસી ડાયમંડેલને માલ સપ્લાય કરશે અને ડાયમંડેલના કલાયન્ટોને ઇન્ટેન્શન ટુ ઓફર(આઈટીઓ) હેઠળ રફ ખરીદવા આમંત્રણ આપશે. આને કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ ને વધુ રફનો પુરવઠો મળી શકશે.ડીટીસીના સીઇઓએ કહ્યું હતું કે સાઇટ હોલ્ડર્સ માટે ડાયમંડેલ ઓનલાઇન ઓકશન ઓક્ટોબર ૨૦૧૦થી શરૂ થશે અને એપ્રિલ ૨૦૧૧થી બાકીના ક્વોલિફાઇંગ ડાયમંડ ઉદ્યોગકારોને સુવિધા ઉપલબ્ધ થશે. વર્ષ ૨૦૦૮ની કારમી મંદી બાદ હીરાઉદ્યોગની ગાડી ફરી પાટે ચઢી રહી છે. ત્યારે રફની ભારે અછત બજારમાં ઊભી થઈ છે. ડાયમંડ કંપનીઓ પાસે પૂરતા ઓર્ડર છે પરંતુ કાચો માલ હાથ પર નથી. ડીટીસીના આ પરિવર્તનને કારણે ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે
ભચાઉમાં ચાર મહિલાએ કરી ચાંદીના દાગીનાની તફડંચી
ભચાઉમાં આજે ધોળા દિવસે સોની વેપારીને ચકમો આપીને ચાર મહિલાઓએ દુકાનમાંથી ચાંદીના દાગીનાની તફડંચી કરી જતાં થોડા સમય માટે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, દુકાનના સી.સી. ટી.વી. કેમેરામાં ચોરી કરતાં કેદ થયેલી મહિલામાંથી બેને તો તાત્કાલિક પકડી પાડવામાં આવી હતી.પકડાયેલી મહિલાઓ મૂળ મોરબી તરફથી હોવાનું ખૂલ્યું હતું. શહેરના સિધ્ધાચલ કોમ્પલેક્ષની સામે મારુતિ જવેલર્સ દુકાન ધરાવતા મયૂરકુમાર મહેશભાઇ સોનીની દુકાનમાં આજે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ અંદર ઘૂસી હતી અને સોની વેપારી ચાંદીના સાકળા બતાવવા કહ્યું હતું. જેમાં બે મહિલાઓ આગળ કાઉન્ટર બાજુ ઉભી હતી અને બે મહિલાઓ પાછળ ઉભી હતી.જેમાં જોતાં-જોતાં બે સાકળા જોડી તફડાવી લીધા અને અને પસંદ ન પડ્યાનું કહીને નીકળી ગઇ હતી. બાદ વેપારીએ સાકળા પરત મૂકતાં બે જોડી સાકળા ઓછા જોવા મળ્યા. કંઇક ગડબડ થઇ હોવાનું જણાતાં સી.સી. કેમેરામાં તપાસ કરતાં મહિલાઓની હાથ ચાલાકીની જાણ થઇ હતી. ત્યારબાદ તસ્કર મહિલાઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ અને ભચાઉના વથાણ ચોકમાંથી ચારમાંથી બે મહિલાઓ પોલીસ હસ્તક પકડી પાડી હતી.જેમાં પી.એસ.આઇ. જે.જે.પટેલને ઘટનાની જાણ થતાં સી.સી. કેમેરામાં થયેલા શુટિંગ મારફત ન મળેલી. બે મહિલાઓની તપાસ ચાલુ કરવામાં આવી છે.બીજી તરફ પકડાયેલી બે મહિલાઓની મહિલા પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરાતાં પણ તેમણે ચોરી કબૂલી નહોતી. પકડાયેલી મહિલાઓ મૂળ મોરબી બાજુની અને દેવીપૂજક હોવાનું જાણવા મળ્યું હતું.
‘ઝળુંબતું મોત’ હટાવવા સૂચના
ભુજના મહત્વના માર્ગોના ડિવાઇડર પર લગાવેલા પોલ પરના તૂટેલા અને નીચાં ડસ્ટિ્રીબ્યુશન બોક્સ હટાવવા નગરપાલિકાએ લોક ભાગીદારીની ટહેલ નાંખવા વિચાર્યું છે.સંભવિત અકસ્માત ટાળવા ત્વરાએ કામગીરી કરવા સૂચના અપાઇ છે.પાલિકાએ જ્યાં જ્યાં આવી ક્ષતિઓ છે, ત્યાં સ્થાનિક લોકો કે સંસ્થાના સહકારથી નવાં. સાધનો નાંખવા નક્કી કર્યું છે, ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ કહ્યું કે, ભૂકંપ બાદ જીયુડીસી દ્વારા લાઇટોના કામ આડેધડ કરાયા હતા.જેના પરિણામે આજે આવી હાલત થઇ છે શહેરની તમામ લાઇટો સલામત તબક્કે લઇ જવા પાછળ અંદાજે ૧૫ લાખનો ખર્ચ કરવો પડે તેમ છે.કલેક્ટરે રિપોર્ટ માગ્યોકલેક્ટરે પણ આ અંગે તુરંત જ સાચી સ્થિતી અંગેનો રિપોર્ટ માંગ્યો હોવાનું પાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડીયાએ જણાવ્યું હતું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment