22 August 2010

રાજકોટમાં નાગરિકોને ગેસ સિલિન્ડર મેળવવા પડતી ભારે હાલાકી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટમાં નાગરિકોને ગેસ સિલિન્ડર મેળવવા પડતી ભારે હાલાકી

શ્રાવણ માસમાં તહેવારો સમયે જ રાંધણગેસના બાટલાની અછત સર્જાતા તેમજ બેકલોગ મુદ્દે કલેક્ટર અને આઇઓસી દ્વારા જવાબદારી સંદર્ભે ચલકચલાણાની રમત રમાતા કારણ વગર નિર્દોષ નાગરિકો હાલાકી વેઠી રહ્યા છે.શહેરમાં નોંધણી કરાવ્યા બાદ એક-એક સપ્તાહ સુધી બાટલાની ડિલિવરી થતી ન હોય તેમજ હજારો રાશનકાર્ડ ધારકોને રાશનકાર્ડ પર કેરોસીન મળતું ન હોય ગૃહિણીઓ માટે રસોઇ કરવી કેમ? ની સમસ્યા સર્જાઇ છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ આજ સ્થિતિ છે. આઇઓસી દ્વારા વારંવાર દાખવાતી બેદરકારી ડાંડાંઇને કારણે છાસવારે સિલિન્ડરોનો બેકલોગ વધતો જાય છે.આ કાયમી સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર કે પુરવઠા તંત્ર દ્વારા કોઇ કાયમી ઉકેલ લવાતો નથી જો કે ૩૦ જુલાઇ તેમજ ૭ ઓગસ્ટના એમ બે વખત પત્ર પાઠવી પુરવઠા તંત્ર દ્વારા બેકલોગ પૂર્ણ કરવા આઇઓસીને જણાવાયું હતું પણ પુરવઠા તંત્રના આ લેખિત પત્રોની નિંભર આઇઓસી તંત્ર પર કોઇ અસર થઇ નથી, છેવટે કલેક્ટર તંત્ર દ્વારા આ અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે.દરમિયાન મંગળવારે રક્ષાબંધનનો તહેવાર હોય બે દિવસમાં બેકલોગ પૂર્ણ કરવા માટે તંત્રએ આઇઓસીના સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર તેમજ જનરલ મેનેજરને રજૂઆત કરી છે.


રાજકોટમાં વીડિયો ગેમ : બાળ માનસને જુગારી બનાવતું મશીન

વીડિયો ગેમના રવાડે ચડી મોજશોખ પૂરા કરવા માટે અંતે જુગાર રમવાનો માર્ગ અપનાવ્યો અને બની ગયા જુગારી અને ગુનાખોરીની દુનિયામાં ડગ માંડી દીધા: પ૦ ચીલઝડપ કરનાર બે ગેંગના ૧૨ થી ૩પ વર્ષના સાત સભ્યોની આપેલી ચોંકાવનારી કબૂલાત.પોલીસે પખવાડિયા પહેલાં સંસ્કારી પરિવારના બે નબીરાને ચીલઝડપના ૩૬ ગુનામાં પકડ્યા હતા. બાર દિવસ પહેલાં ચીલઝડપના ૧૧ ગુનામાં ૧૨ થી ૧૭ વર્ષના પાંચ ટાબરિયાની ગેંગને પકડવામાં આવી હતી. જેમાં ત્રણ તો સગા ભાઇ છે ! આ બન્ને ટોળકીની જરૂરિયાત અને કબૂલાત સરખી હતી. વીડિયો ગેમ પર જુગાર રમવાના પૈસા માટે તે ચોરી અને ચીલઝડપ કરતા હતા.ગિલ્લી દંડા, થપ્પો, કબડ્ડી અને સાપસીડી જેવી નિર્દોષ રમત રમીને આનંદ લૂંટનારા બાળકો હવે શોધ્યા જડતા નથી. હાઇફાઇ રમતોના આકર્ષણમાં સંતાનોને વીડિયો ગેમ્સ પાર્લરમાં જવાની છૂટ આપતાં વાલીઓને એ ખબર નથી કે, પાર્લરમાં ફ્લોટ મશીન ઉપર લગાડેલા લક્કી નંબર ઉપરથી ખણણણ ટપકતા સિક્કાની લાલચમાં અનાયાસે જ તેમના બાળ માનસમાં જુગાર પ્રવૃત્તિ પગ-પેસારો કરી રહી છે. શહેરમાં વીડિયો ગેમ્સના ઓઠા હેઠળ જુગાર રમાડતા ૧પ૦થી વધુ પાર્લર ધમધમે છે. બાળકોને જુગારના રવાડે ચડાવવામાં ભ્રષ્ટ પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે. સંચાલકો પોલીસને મહિને ૩ હજારથી ૧૦ હજારનો હપ્તો ચૂકવે છે. .


કળિયુગના શ્રવણ સળિયા ગણશે

વૃધ્ધ મા-બાપને ખાધાખોરાકી નહીં ચૂકવનાર સંતાનોને સજા. ૧૪ માસથી ચડત રકમ નહીં ચૂકવતા કોર્ટે ૧૪૦ દિવસની સજા ફટકારી.‘દેખ તેરે ઇન્સાન કી હાલત ક્યા હો ગઇ ભગવાન’પેટે પાટા બાંધી પોતે ભૂખ્યા રહી સંતાનોને લાડ પ્યારથી ઉછેર કરતા મા-બાપની સંતાનોને હવે કોઇ પડી નથી. આવા જ એક કેસમાં તમામ મિલકતો પોતાના નામે કરાવી નાખ્યા બાદ મગનભાઇ પનારા અને તેમના પત્ની સંતોકબેનને તરછોડી દેનાર તેમના પુત્રો બાબુભાઇ અને અરવિંદભાઇ સામે ભરણ પોષણ મેળવવા વકીલ બકુલ વી. રાજાણી મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે કોર્ટે વૃધ્ધ દંપતીને માસિક ૭૦૦-૭૦૦ની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો.દરમિયાન, વૃધ્ધ મા-બાપને નહીં સાચવનાર કિળયુગી શ્રવણો કાયદાને પણ ઘોળીને પી જઇ મા-બાપને ૧૪ મહિના સુધી ફદિયું પણ આપ્યું નહીં.જેથી, દીકરીના ઘરે આશરો લેનાર વૃધ્ધ દંપતીએ કપાતર પુત્રો સામે ચડત રકમ મેળવવા ફરી કોર્ટમાં અરજી કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન વૃધ્ધ દંપતી તરફે રોકાયેલા વકીલે સમાજમાં બનતા આવા બનાવો અટકાવવા રજૂઆત કરી હતી.અગાઉ મા-બાપને ખાધાખોરાકીની રકમ ચૂકવવા અસમર્થ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેનાર બન્ને પુત્રો સામે અદાલતે જપ્તી અને પકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું.તેમ છતાં બન્ને પુત્રોએ વૃધ્ધ મા-બાપને રકમ ચૂકવી ન હોય અદાલતે લાલ આંખ કરી બાબુભાઇ અને અરવિંદભાઇને ૧૪૦-૧૪૦ દિવસની સજા ફટકારતો હુકમ કર્યો છે.


રાજકોટમાં સરાજાહેર ખૂન: પોલીસ ચોકી પહોંચે તે પૂર્વે મોત આંબી ગયું

રાજકોટમાં છરીના ઘા ઝીંકાતા જીવ બચાવવા ભાગેલો વિપ્ર યુવાન હુડકો પોલીસ ચોકીમાં જ ઢળી પડ્યો.રાજકોટમાં ગુનાખોરીએ માજા મૂકી છે. લૂંટ-હત્યા જેવા ગંભીર ગુનાઓ સતત બની રહ્યા છે. નિલકંઠ પાર્કના પટેલ યુવાનનું ગળું કાપી થયેલી ઘાતકી હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં શનિવારે બપોરે હુડકો પોલીસ ચોકીની બાજુમાં જ વપિ્ર યુવાનને ગઢવી બંધુએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ હતી. હત્યારાઓથી બચવા ભાગેલો વપિ્ર યુવાન પોલીસ ચોકીમાં જ ઢળી પડ્યો હતો.શહેરના કોઠારિયા રોડ પરના ઘનશ્યામનગરમાં રહેતો.અને હાલમાં હદપાર થયેલો ભોલો ઉર્ફે ભોલિયો મહેશભાઇ ઠાકર (ઉ. વ. ૨૨) બપોરે હુડકો કવાટર્સ બસ સ્ટોપ પાસે તેના મિત્ર જીતેન્દ્ર લક્ષ્મણભાઇ સગર (ઉ. વ. ૨૧) ની રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ પર બેસી ટેપ વગાડતો હતો ત્યારે હુડકો વિસ્તારનો નામચીન કાકુ કરશનભાઇ ગઢવી અને તેનો ભાઇ રઘુ ધસી આવ્યા હતા અને ભોલાને રિક્ષામાંથી બહાર ખેંચી છાતી અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ભોલિયાને બચાવવા દોડેલા તેના મિત્ર જીતેન્દ્ર પર રઘુ ગઢવીએ પાઇપથી હુમલો કર્યો હતો.આરોપીઓએ ઝનૂનપૂર્વક હુમલો કરતા મોત નજર સામે દેખાતા ભોલો લોહીલુહાણ હાલતમાં રોડ પર ભાગ્યો હતો. વપિ્ર યુવાનને ઢાળી દેવાના નિર્ધારસાથે આરોપીઓ પણ તેમની પાછળ દોડ્યા હતા. આ ર્દશ્ય જોઇ રાહદારીઓ સ્તબ્ધ થઇ ગયા હતા. જીવ બચાવવા ભાગેલો ભોલો હુડકો પોલીસ ચોકી સુધી પહોંચવામાં સફળ થયો હતો. પરંતુ, પોલીસ ચોકીના પટાંગણમાં જ ઢળી પડ્યો હતો અને ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું. ચોકીના કોન્સ્ટેબલ ઇકબાલભાઇએ વિપ્ર યુવાનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ, ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.


રાજકોટ : ફેડરેશન ઓફ વિધ્યુત સહાયક પીજીવીસીએલ સામે આંદોલન છેડશે

રાજકોટની પીજીવીસીએલની કચેરીએ ગત વર્ષે ૪૯૨ જેટલા વિધ્યુત સહાયકોની પસંદગી કરી હતી, પરંતુ તેમાંથી માત્ર થોડા જ ઉમેદવારોને નોકરીમાં સમાવેશ કરી બાદમાં ભરતી બંધ કરતા ફેડરેશન ઓફ વિધ્યુત સહાયકે વીજકંપનીની આ અન્યાયી નીતિ સામે લડતના મંડાણ કરવા તા. ૨૨ને રવિવારે રેસકોર્સમાં સવારે ૧૦ વાગ્યે વિધ્યુત સહાયકોની બેઠક બોલાવી છે, અને નોકરી ન અપાય તો આંદોલનના મંડાણની રણનીતિ ઘડી કઢાશે.રાજકોટની પીજીવીસીએલની કચેરીએ જુલાઇ-૨૦૦૯માં જુનિ. આસિસ્ટન્ટની ૧૯૦૦ ઉમેદવારોની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષામાં ૪૯૨ ઉમેદવારો વિધ્યુત સહાયક તરીકે પસંદગી પામ્યા હતા.આ ૪૯૨ પસંદગી પામેલા વિધ્યુત સહાયકોમાંથી ૭૬ને કાયમી અને ૧૦૦ને વિધ્યુત સહાયક તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા. જો કે આ બાદ બાકી રહેલા ૩૧૬ ઉમેદવારોને પીજીવીસીએલ દ્વારા નોકરી આપવામાં આવી નથી.વાસ્તવમાં રાજકોટ પીજીવીસીએલ અંતર્ગત ૯ થી ૧૧ સર્કલ આવે છે. આ તમામ સર્કલ નીચે ૩ થી ૧૫ ડિવિઝનો આવેલા છે. જો દરેક સર્કલમાં ૩૦ થી ૪૦ વિધ્યુત સહાયકને ભરવામાં આવે તો તમામ વિધ્યુત સહાયકને નોકરી મળે તેમ છે પરંતુ પીજીવીસીએલ આઉટ સોર્સિંગના નામે ભરતી કરતું નથી. પીજીવીસીએલના ભાવનગર, પોરબંદર, મોરબી સર્કલમાં જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કરાતી નથી.પીજીવીસીએલની આ અન્યાયી નીતિ સામે લડતના મંડાણ કરવા રાજકોટમાં ફેડરેશન ઓફ વિધ્યુત સહાયક દ્વારા તા. ૨૨ને રવિવારે બહુમાળી ભવન સામે, રેસકોર્સમાં સવારે ૧૦ વાગ્યે વિધ્યુત સહાયકોની બેઠક બોલાવામાં આવી છે. બેઠકમાં આંદોલનના મંડાણ કરવાની રણનીતિ ઘડવામાં આવશે.


એક હિન્દુ કરે છે ૨૬ વર્ષથી રોજા

ત્રણ મિત્રો કે જેમાં હિન્દુ, એક મુસ્લિમ અને એક જૈન છે જેઓને પોતાના ધર્મ ઉપરાંત અન્ય ધર્મો પ્રત્ય પણ એટલું જ આકર્ષણ આદર અને માન છે જે આજે ધર્મની દીવાલથી ઉપર ઉઠીને સમસ્ત માનવ ધર્મમાં પરિવતિંત થઇ હોવાનું તેઓ મહેસૂસ કરે છે.
આ વાત છે સને ૧૯૭૪ની અને સ્થળ છે નાગદા જી. ઉજૈન, મધ્યપ્રદેશ જ્યાં આ ત્રણે મિત્રો ૯માં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્રણે પાક્કા મિત્રો છતાં એક વખત રમજાનના સમયે ત્રણે મિત્રો વચ્ચે ધર્મ બાબતે બહેસ શરૂ થઇ કે અમારા રોજા રાખવા અઘરા પડે જ્યારે હિન્દુ અને જૈન પોત-પોતાના ઉપવાસ અધરાં પડે એમ બતાવી રહયા હતા એ બહેસ આગળ વધીને કંઇક નવું ઝઘડા રૂપ લે પહેલાં પાસે આવેલ ગ્રાસિમ કોલોનીમાંથી નીકળતા એક વડીલે.આ ચર્ચા સાંભળી અને ત્રણે મિત્રોને ટોક્યા કે આ રીતે એક બીજાના ધર્મ વિશે જાણ્યા સમજયા વિના ટીકકા કરીને ઝઘડવું તે યોગ્ય નથી પરંતુ સર્વેને એક સૂચન તેમણે કર્યું કે, એક બીજાના ઉપવાસ-રોજા-પયુંષણ સાથે જ રાખો અને પછી નકકી કરો કઇ વસ્તુ કિઠન છે. આ સૂચનનો અમલ કરતાં ત્રણે મિત્રોએ રમજાનના રોજાથી ચાલુ કર્યા.આ વાત યાદ કરતા પી.ચંદ્રા સોની ૨૬ વર્ષ પાછળ ચાલ્યા જાય છે અને ર્દશ્ય રજૂ કરતા જણાવે છે કે, એ વખતે અને એક બીજાના ધર્મની કસોટી કરવા માટે રમજાનમાં રોજા, પયુંષણમાં ઉપવાસ તથા બંને નવરાત્રિમાં માતાજીના અનુષ્ઠાન કરીને ફક્ત પાણી ઉપર ઉપવાસ કરેલાં પરંતુ બીજા વર્ષથી જાણે ત્રણે જણ આ તહેવારોની રાહ જોતા હતાં જે એમણે ચાલુ રાખ્યું અને એક સિલ સિલો બન્યો કે આ ત્રણ ઉત્સવો ત્રણેય મિત્રો સારી રતી ઉજવાય જેમાં અનુષ્ઠાન પછી પારણાં રોજા પછી ઇંદ તથા પયુંષણના પારણાં ઉજવવા માં આવે છે જે આજે ૨૬ વર્ષથી સતત એક પણ વખત ચૂક્યા વિના ત્રણે જણ દ્વારા ચાલુ છે.વધુમાં સોની ઉમેર્યું છે કે, આ સિલસિલો ક્યારેય તોડશે નહી. આનંદ અને આશ્ચર્યની વાત એછેકે હાલમાં ત્રણે મિત્રો વચ્ચે સ્થળનું ઘણું અંતર પડી ગયું છે.


'નવી મુંબઈમાં એરપોર્ટને પરવાનગીના એંધાણ'

નવી મુંબઈના પ્રસ્તાવિત એરપોર્ટને કેન્દ્રીય પર્યાવરણ ખાતાની પરવાનગી મળવાના એંધાણ છે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કહ્યું હતું.રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે દિલ્હીમાં પર્યાવરણ ખાતા સમક્ષ વિમાનમથક બાબતે પોતાની ભૂમિકા રજુ કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર વતી જણાવાયું હતું કે, નવા એરપોર્ટ માટે નવી મુંબઈની જગ્યા જ યોગ્ય છે. વિમાનોનાં ટેક-ઓફ અને લેન્ડિંગ માટે આ જગ્યા બરાબર છે.અન્ય ઠેકાણે એરપોર્ટ ઊભું કરી શકાશે નહીં, કારણ કે સહ્યાદ્રીના પર્વતમાળાને લીધે હવાઈ ટ્રાફિકને અવરોધ નડશે. ઉલવા અને અન્ય એક નદીનો માર્ગ બદલવો પડશે, એ સામે કેન્દ્રના પર્યાવરણ ખાતાએ વાંધો ઊઠાવ્યો હતો. પર્યાવરણ ખાતાએ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં રાજ્યે ‘ઉલવા નદીનો પ્રવાહ બદલવાની જરૂર નથી અને બીજી નદીનો પ્રવાહ છે એમ જ રાખવાની’ વાત જણાવી હોવાનું જાણવા મળ્યું હતું.


વાંકાનેર : ચાર વર્ષની બાળકી પર બળાત્કાર

વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરપંચના પુત્રએ ચાર વર્ષની માસૂમ ફૂલ સમાન બાળકી પર બળાત્કાર ગુજારતાં હાહાકાર મચી ગયો છે. બાળકીને ભાગ લઇ દેવાની લાલચ આપી તેને ગામની સીમમાં ચેકડેમ પાસે અંધારામાં બેસાડી અધમ કૃત્ય આચરીને ૨૩ વર્ષનો શખ્સ ભાગી છુટ્યો હતો. બાળાને ગુપ્તભાગે સતત રક્તસ્ત્રાવ થતો હતો તેને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. પોલીસે સરપંચના પુત્ર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તરકિયા ગામમાં રહેતો સરપંચનો પુત્ર શૈલેષ સોમા કોળી ગત શુક્રવારે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે તેના ઘર પાસે ઊભો હતો ત્યારે કોળીની ચાર વર્ષની દીકરી પણ ત્યાં રમી રહી હતી. સાતિર દિમાગના માલિક શૈલેષના મનમાં હલકો વિચાર આવ્યો અને તેણે ચાર વર્ષની બાળાને ‘ચાલ દીકરી તને ભાગ લઇ આપું’ કહીને ગામની સીમમાં ચેકડેમ પાસે લઇ ગયો હતો.અંધારું છવાઇ ગયું હોય શૈલેષે તેનો લાભ ઊઠાવીને બાળાને ખોળામાં બેસાડી દીધી હતી અને કુકર્મ આચરવાનું શરૂ કર્યું હતું. બાળા રડવા લાગી હતી પરંતુ મગજ પર શૈતાન સવાર થઇ ગયો હોય, બાળકીની ચીસો નરાધમને સંભળાઇ ન હતી. અને તે તેના કામમાં રત રહ્યો હતો.આ સમયે સીમમાં રહેતા મગનભાઇ છનાભાઇ ડાભી ગામમાં બીડી-બાકસ લેવા માટે ગામમાં આવી રહ્યા હતા તેઓએ બાળકીના રડવાનો અવાજ સાંભળતાં ચેકડેમ તરફ ગયા હતા. જ્યાં શૈલેષ કુકર્મ આચરી રહ્યો હોય મગનભાઇએ તેને પડકાર્યો હતો.જો કે, શૈલેષ ચેકડેમમાં ભૂસકો મારી તરીને સામાકાંઠે પહોંચીને ભાગી ગયો હતો. બાદમાં મગનભાઇ બાળાને તેના ઘરે લઇ ગયા ત્યાંથી લોહીલુહાણ હાલતમાં રહેલી બાળકીને મેસરિયા ગામના હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં તાવ સંદર્ભેની દવા આપવામાં આવતાં બાળાને લઇને તેમના પરિવારજનો પરત પોતાના ગામ ચાલ્યા આવ્યા હતા.



પાણીની અરુચિ: 30 વર્ષથી માત્ર 1 ઘૂંટડો પાણી પીતો માણસ!

શરીરમાં લગભગ 70 ટકા પાણી રહેલું છે. પાણી વગર કોઈ માણસના જીવનની કલ્પના કરી શકાય તેમ નથી. પરંતુ આ તમામ વાતોથી અલગ જશપુર જિલ્લાનો એક યુવક એવો પણ છે કે તે 30 વર્ષથી દરરોજ માત્ર એક ઘૂંટ પાણી પીને જીવન-યાપન કરી રહ્યો છે. એ આશ્ચર્યની વાત છે કે તેના શરીર પર આ વાતની કોઈ અસર પડી નથી. છેલ્લા પાંચ વર્ષથી તે બિમાર પણ પડયો નથી.વ્યવસાયથી શિક્ષક એવા 39 વર્ષીય કલેશ્વર રામ ભગત હાલમાં સંયુક્ત આશ્રમ છાત્રાવાસમાં અધિક્ષકના પદ પર તેનાત છે. તેમની આ આદતથી તેમના તમામ મિત્રો પણ પરેશાન રહે છે. હવે તેમના મિત્ર અને તેમના પરિવારજનોએ પણ તેમને આ સંદર્ભે કંઈપણ કહેવાનું માંડી વાળ્યું છે. કલેશ્વર રામે જણાવ્યું હતું કે તેઓ એ નથી જાણતાં કે તેઓ પાણી કેમ પીતા નથી? પરંતુ તેમને પાણી પીવામાં અરુચિ થવા લાગે છે. તેનાથી તેમની નિયમિત દિનચર્યા પર કોઈ પ્રભાવ પડતો નથી.તેઓ સવારે નિયમિત 5 વાગ્યે ઉઠે છે. નિત્યકર્મથી નિવૃત થઈને તેઓ પોતાની દૈનિક દિનચર્યામાં લાગી જાય છે. શારીરિક રૂપથી તેઓ એ તમામ કાર્યો કરે છે કે જે એક સ્વસ્થ વ્યક્તિ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 1984માં બારમા ધોરણના અભ્યાસ બાદ ભોપાલ એન્જિનિયરીંગના અભ્યાસ માટે ગયા હતા, પરંતુ ત્યાં રોટલી ખાવાના કારણે તેમને ઘણી મુશ્કેલી થવા લાગી હતી. જેના કારણે તેઓ બિમાર પણ થઈ ગયા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે તેઓ ઓછું પાણી પીવે છે.


નિફ્ટી માટે ૫,૬૩૪ નવી પ્રતિકાર સપાટી

ઘરમાં જે થવું હોય તે થાય, એમાં આપણે શું? આપણે આપણી મસ્તીમાં જીવોને! અત્યારે ભારતીય શેરબજારનું વલણ કંઇક આવું જ રહ્યું છે. વૈશ્વિક શેરબજારની સ્થિતિ જે હોય તે, ત્યાં નરમાઇ હોય કે સુધારો આપણે શું? આપણી નિફ્ટી અને સેન્સેક્સ વધે છે ને, બસ આપણે એ જોઇએ. જો છેલ્લા બે સપ્તાહની વૈશ્વિક શેરબજારની ચાલ સાથે ભારતીય શેરબજારની ચાલને સરખાવવામાં આવે તો આવું ચિત્ર ઉપસે છે.વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ ૨૩૫ પોઇન્ટ વધીને ૧૮,૪૦૨ની ૩૦ મહિનાની ઊંચી સપાટીને અને નિફ્ટી ૭૮ પોઇન્ટ વધીને ૫,૫૩૧ની ૩૧ મહિનાની નવી સપાટીએ બંધ રહ્યા હતા.નવા સપ્તાહમાં ડેરિવેટિવ્ઝનો છેલ્લો દિવસ આવતો હોવાથી બજારની ચાલ ઓપન ઇન્ટરેસ્ટમાં થનારા ફેરફાર પર આધાર રહેશે. વર્તમાન આરએસઆઈ પર નજર નાખવામાં આવે તો તે ઓવરબોટની સ્થિતિનો નિર્દેશ કરે છે અને સપ્ટેમ્બર કોન્ટ્રેકટ માટે સાવચેતીના અભિગમને જોતાં જો રોવઓવરની કામગીરી નીચી રહેશે તો નિફ્ટીની આગેકૂચ ધીમી થશે. નિફ્ટીએ ગયા અઠવાડિયે ૫,૪૭૫નું મહત્વનું પ્રતિકારક લેવલ કુદાવતા ૫,૫૫૦ સુધી જવાની જગા બની હતી અને હાલ નિફ્ટી ૫,૫૩૧ના મથાળે છે. હવે જો નિફ્ટી ૫,૫૪૫ ઉપર બંધ આપશે તો ૫,૬૩૪ સુધી આગળ વધવાનો માર્ગ ખૂલશે. સેન્સેક્સ માટે પણ ૧૮,૫૫૯ પ્રતિકારક લેવલ ગણવામાં આવે છે. આ સપાટી ઉપર નીકળતા ૧૮,૮૩૯ના સ્તરે જવાની સંભાવના છે.


એન્ટિબાયોટિક્સ હવે તો છોડો!

ધમ્મપદનો એક સુંદર શ્લોક આજના ભોગપ્રધાન માનવીને માટે ૨૧મી સદીમાં ઉપયોગી છે. ‘યદી થોડે સુખ કે પરિત્યાગ સે અધિક સુખ કી પ્રાપ્તિ હોતી હૈ તો બુદ્ધિમાન મનુષ્ય અધિક સુખ કી ઔર ધ્યાન દેતા હુઆ થોડે સુખ કો ત્યાગ દે.’હજી ભારતમાં અને ખાસ કરીને શહેરોમાં મેલેરિયાની વાત શમી નહોતી ત્યાં દેશવિદેશના તબીબી વિજ્ઞાનીઓએ કાગારોળ કરી મૂકી છે કે એક એવું કીટાણું, જીવાણું કે રોગાણું, જંતુ બ્રિટન, ભારત અને પાકિસ્તાનમાં ફેલાયું છે જે એન્ટિબાયોટિક્સ દવાને ગાંઠશે નહીં. ધમ્મપદના ઉપદેશ પ્રમાણે જો આ કીટાણુ કે જંતુથી મુક્ત રહેવું હોય તો આ ચોમાસામાં અને શ્રાવણ-ભાદરવામાં બહારના ખુલ્લા રેંકડીના નાસ્તા, ફરસાણની દુકાનો વગેરેનું ખાણું ઝાપટવાનું સુખ થોડો વખત ત્યાગશો તો આખી દિવાળી પછી નવું વર્ષ નરવા રહી શકશો.આજકાલ મેડિકલ જગતમાં ઓથોરિટી મનાતા ‘લાન્સેટ’ નામના મેડિકલ વીકલી તેમ જ ‘‘ન્યુ સાયિન્ટસ્ટ’’ અને લંડનના ગાિર્ડયને ધડાકો કર્યો છે કે એન્ટિબેકટેરિયલ દવાને ગાંઠે નહીં તેવું એક બેકટેરિયલ જીન (સુપર બગ) ફેલાયું છે અને તેને એન.ડી.એમ.-૧ નામ અપાયું છે. તેના ૧૪૩ કેસો ભારતમાં અને ૩૭ કેસો બ્રિટનમાં માલૂમ પડ્યા છે. તે જંતુઓને એન્ટિબાયોટિક્સ દવા અસર ન કરતાં આ દર્દીઓ મોતને ભેટવાની તૈયારીમાં છે. આ એન.ડી.એમ.-૧ નામના ખતરનાક-રોગાણુ - જંતુનું (સુપર બગ) આખું નામ ‘ન્યુ દિલ્હી-મેટ્રા લો બી.લેકટામેઝ-૧’ છે.


દીપિકાને જોઈ શરમાઈ ગયો હતો નત્થા

ખેડુતોની સમસ્યા પર રાજકારણીઓ અને મીડિયાની હાસ્યાસ્પદ રિતે ગાથા ગાતી ફિલ્મ પીપલી લાઈવમાં નત્થાનો રોલ અદા કરનાર છત્તીસગઢનાં ઓમકારદાસ મણિકપુરીએ અદા કર્યો હતો.ઓંમકારદાસે શનિવારે એક પત્રકાર પરિસદ યોજી હતી અને તેમનાં વિશે તેમજ ફિલ્મ વિશે વાત કરી હતી. હવે ઓમકાર તેમનાં સાચાં નામની જગ્યાએ નત્થાનાં નામે લોકો વધુ ઓળખે છે.આ પણ તેમની સફળતા જ કહેવાય કે તેમની ફિલ્મી કરિયરની પહેલી ફિલ્મમાં જ તેમને આટલી સારી નામનાં મળી ગઈ છે. પીપલી લાઈવનો નત્થા જે રિતે ફિલ્મમાં જોવા મળ્યો હતો તેવાં જ અંદાઝમાં તેઓ તેમની રીયલ લાઈફ જીવવાનું પસંદ કરે છે.ઓમકારદાસ દીપિકાનાં ઘણાં મોટા ચાહક છે અને તેઓ તેને મળવાં માટે આતુર હતાં આ વાતની જાણ આમિરને થતા તેણે દીપિકાને મળવાં આવવાં જણાવ્યું હતું તો આ તરફ દીપિકાએ પણ તેમની વાતનું માન રાખી ઓમકારને મળવા આવવાંનું આંમત્રણ સ્વિકાર્યુ હતું.દીપિકાને મળતા ઓમકાર તેની ખુબસુરતી પર આફરીન થઈ ગયો હતો. તેણે દીપિકાને છત્તિસગઢી કંઠી આપી હતી (આ એક માળા છે જે સિક્કાની બનેલી હોય છે. આદિવાસી મહિલાઓનું આ પસંદીદા ઘરેણું છે.) આ માળા દીપિકાએ તેમની સામે જ પહેરી લીધી હતી.ઓમકારદાસ દીપિકાની સ્માઈલ પર ફિદા થઈ ગયા હતા તેઓને કાંઈ સમજણ જ નહોતી પડતી કે તેઓ દીપિકા સાથે શું વાત કરે. તેઓ તેને મળીને શરમાઈ રહ્યાં હતાં.


શું આપુ રક્ષાબંધનની ગિફ્ટ?

બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન તેની મોટી બહેનને રક્ષાબંધન પર શું ભેટ આપે તે વાતે હાલમાં ઘણો જ ગુચવણ છે.અભિષેકે તેનાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''રક્ષાબંધનને હવે ફક્ત બે દિવસ બાકી છે દરેક ભાઈ માટે સૌથી વધુ ચિંતાતુર કરતો સમય. શું લાવીશું બહેન માટે સૌથી મોટો પ્રશ્ન? એવું કાંઈ વસ્તુ છે જે એક ભાઈનો તેની બહેન પ્રત્યેનો પ્રેમ રજૂ કરી શકે? કોઈ પણ ભાઈ આ લાઈન ક્યારેય તેની બહેનને કહેતાં નહી મારો અંગત અનુભવ છે કે તમને મેથીપાક સિવાય કાંઈ જ નહી મળે. હાલમાં તો અભિષેક તેની બહેન શ્વેતા નંદાને શું ભેટ આપે તેની ગુચવણમાં છે. હાલમાં તો અભિષેકની બહેન તેને ઈમોશનલી બ્લેકમેઈલ કરી રહી છે. શ્વેતા નવી દિલ્હીમાં રહે છે.અભિષેકે વધુમાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''આપણે કદાચ આટલું કહીએ કે 'આઈ લવ યુ વેરી મચ દીદી' અને વાર્તા પતી જાય તો કેટલું સારૂ હતું. પણ ત્યાર બાદ તો આવી જ બને તેની કચકચ ચાલુ જ થઈ જાય હું તારા માટે આટલી સરસ રાખડી લઈને આવી અને આ શું તે બસ આટલામાં જ પતાવી દીધુ.. મને વિશ્વાસ છે મારી સાથે આજ થવાનું છે''


સૈફ સાથે 4 ફિલ્મો કરી રહી છે પ્રિયંકા

પ્રિયંકાએ સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સાઈન કર્યા બાદ તેને અન્ય ત્રણ ફિલ્મોની ઓફર આવી છે અને મઝાંની વાત તો ત્યાં છે કે આ ત્રણેય ફિલ્મોમાં તેની સામે સૈફ અલી ખાન જ છે.એ વાતતો નક્કી જ છે કે પ્રિયંકા સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મ સિધાર્થ આનંદ નિર્દેશ કરશે અને તેમાં સૈફ અલી ખાન હિરો હશે. તેમજ પ્રિયંકા અન્ય ત્રણ ફિલ્મો પણ સાઈન કરવાંનું વિચારી રહી છે જો તેની ડેટસ્ સાથે કોઈ મુશ્કેલી ન ઉભી થઈ તો તે જરૂરથી આ ત્રણ ફિલ્મો પણ સાઈન કરી લેશે.પણ મુશ્કેલી ત્યાં છે કે તેની 2011સુધીની બધી જ તારિખો નક્કી થઈ ચુકી છે. પણ તેને હાલમાં જે રીતે ફિલ્મોની ઓફર થઈ રહી છે તે જોતા લાગતું નથી કે આ બધી જ ફિલ્મો સાઈન કરી શકે.જો કે એક સમાચાર પ્રમાણે હાલમાં જ વિશાલ ભારદ્વાજે તેમની આગામી ફિલ્મમાં પ્રિયંકાની જગ્યાએ દીપિકાને સાઈન કરી છે. પણ સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે ફિલ્મની વાર્તા પ્રમાણે તેમાં બે મુખ્ય વુમેન કિરદાર છે તેથી અન્ય રોલ પ્રયંકા કરે તેવી શક્યતા છે.


લગ્નથી ડરી રહી છે કેટી?

સિંગર કેટી પેરી અને તેનાં ફિઆન્સ રસેલ બ્રાંડનાં લગ્ને હવે ફક્ત એક અઠવાડિયું બાકી છે ત્યાં જાણે તેને લગ્નથી ડર લાગતો હોય તેમ લાગે છે.ખરેખરમાં કેટીને લગ્નનો નહી પણ તે દિવસે પરસેવામાં લથપથ થવાનો ડર લાગી રહ્યો છે. તેથી જ તેણે નક્કી કર્યું છે કે તે લેટેક્સમાંથી બનેલો ડ્રેસ લગ્નમાં પહેરશે નહી.આ વિશે પેરીએ જણાવ્યું હતું કે, હું લેટેક્સનો ડ્રેસ પહેરી વિવાહ કરીશ નહી. કારણકે આ પોશાક જ્યારે પણ હું પહેરુ છું મને પરસેવો છુટી જાય છે અને હું પરસેવાથી લથપથ થઈ જાવું છું.તેથી જ હું મારા લગ્ન માટે અલગ પ્રકારનો ડ્રેસ તૈયાર કરવી રહી છું. હું મારા લગ્નનાં દિવસે પરસેવામાં નાહ્વાં ઈચ્છતી નથી.


મીઠી છુરી નેહાનાં ફોટો જોઈ માતાને આચકો લાગ્યો

બાલિકા વધુની ગહેના એટલે કે નેહા મર્ડા પ્રખ્યાત ટિવી સ્ટાર હાલમાં બાલિકાની એક શરમાળ સોહામણી વધુ મટીને મીઠી છુરી બનવા જઈ રહી છે. આ માટે તેણે એક હોટ ફોટોશૂટ પણ કરાવ્યું છે.આ ફોટોમાં તે ખુબજ સુંદર લાગે છે. નેહા તેનાં આ નવા પોર્ટફોલિયોથી ઘણી જ ખુશ છે. પણ વાત ત્યાં છે કે તે તેની માતાને તેનો આ પોર્ટફોલિયો બતાવતાં અચકાઈ રહી છે.આ વિશે નેહાએ જણાવ્યું હતું કે, ''દરેક માતાની જેમ મારી માં પણ નથી ઈચ્છતી કે તેની દીકરી મોટી થઈ જાય. હું જાણું છું મારી માં પણ મારાં આટલાં બોલ્ડ અને હોટ ફોટો જોઈને નવાઈ પામી જશે અને તેને તે પસંદ પણ પડશે નહી.''


રક્ષાબંધન: ભાઈબહેનના સંબંધની મહોર

‘ખોટી લડાઈ કરી તેણે મને રડાવી છતાય મમ્મી પપ્પા સામે હંમેશાં વકીલાત કરી મને બચાવી એક એવો સલાહકાર જેણે જીવનના વાંકેચૂકે રસ્તે મને સલાહ આપી...જ તો છે ભાઈ-બહેનના ખાટામીઠા સંબંધો. થોડી મસ્તી, થોડા ઝઘડા છતાંય કશું જ કહ્યા વગર એકબીજાની વાતને સમજી તકલીફ દૂર કરવામાં લાગી જતાં ભાઈબહેનના સંબંધની મહોર છે રક્ષાબંધન. આ સંબંધોની રક્ષા કાજે ઉજવાતા રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાં ભાઈની રક્ષા કાજે બહેન રાખડી અને મીઠાઈની ખરીદીમાં લાગી ગઈ છે. જયારે ભાઈ આ દિવસે બહેનને બેસ્ટ ગિફ્ટ આપવા માટે ગિફ્ટની ખરીદીમાં જોતરાઈ ગયો છે.ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાનાં, સૂતરના તાંતણે બંધાતી રાખડીમાં પણ બદલાતા સમય સાથે પરિવર્તન આવ્યાં છે. બાળકોને માટે સ્પાઈડર, ગણેશા, કાર્ટૂન વગેરે જેવી વેરાઈટીવાળી રાખડી સાથે લુમ્બા, ગલગોટા વગેરે જેવી વેરાઈટી ઉપરાંત સોના-ચાંદીની રાખડીઓ પણ બજારમાં વેચાઈ રહી છે. આજે જયાં ગ્રહ અને નક્ષત્રમાં લોકોની આસ્થા દિવસેને દિવસે વધી રહી છે, ત્યાં આ વર્ષે રાખડીના બજારમાં રાશિ પ્રમાણેની રાખડીઓ ધૂમ મચાવી છે અને સંખ્યાબંધ બહેનો પોતાના ભાઈની બર્થ તારીખને મેચ થતી રાખડી ખરીદીને લઈ જાય છે.ભાઈબહેનના મીઠા સંબંધોમાં મીઠાશ ઉમરે છે મીઠાઈ.સારાં કામ કે સારા પ્રસંગેને વધાવવા માટે મીઠાઈ જરૂરી છે. ત્યાં રાખડીના પર્વે ભાઈને મોંઢું મીઠું કરાવવા માટે સંખ્યાબંધ મીઠાઈઓ બજારમાં ઠલવાઈ છે. સૂકો મેવો, સાદા પેંડાથી લઈને અવનવી મીઠાઈઓ ઠલવાઈ છે. સાથે સાથે ઓલ ટાઈમ હિટ ચોકલેટના અવનવાં પેકેટ પણ ધૂમ વેચાઈ રહ્યાં છે.રાખી મેં ભી કાર્ડ...શબ્દોમાં દરેક સંબંધને વણર્વવા મુશ્કેલ છે. એક સમય હતો કે લોકો સારા કે નરસા પ્રસંગે પત્રવ્યવહાર દ્વારા એક બીજાના ખબર અંતર પૂછતા. બીજા કોઈ દિવસે બહેન ભાઈને પત્ર લખે કે ન લખે પણ રક્ષાબંધનના પર્વે બહેન પોતાના ભાઈને અચૂક પત્ર લખી રક્ષા મોકલે છે. જેનું સ્થાન બદલાયેલા સમયે ગ્રિટિંગ્સ કાર્ડે લીધું છે. દરેક સ્પેશિયલ દિવસને લઈને વેહેંચાતાં કાર્ડમાં હવે રાખીના કાર્ડનો ઉમેરો થયો છે. જેનું વેચાણ બીજા બધા સ્પેશિયલ દિવસોમાં વેહેંચાતા કાર્ડ કરતાં વિશેષ છે. જેમાં રાખડીવાળા કાર્ડનું વેચાણ વિશેષ પ્રમાણમાં થાય છે.હાઈટેક જમાનાની હાઈટેક રક્ષાબંધન,ફિલ્મો અને ટી.વી. સિરિયલો બાદ હવે રક્ષાબંધન પણ હાઈટેક બની ગઈ છે. સ્પર્શ માત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે તેવી રાખડી એટલે એનિમેટેડ રાખડી. દેશવિદેશમાં જઈને વસેલા ભાઈબહેન માટે આ એનિમેટેડ રાખડી ખૂબ જ ઉપયોગી બની છે. ભાઈબહેનાં લાગણી સભર દ્વશ્યો અને ગીતો દર્શાવતી આ એનિમેટડ રાખડીનો ઉપયોગ ત્રણ દિવસમાં સાત લાખથી પણ વધારે લોકોએ કર્યો છે. જે વાત રૂબરૂ મળીને ભાઈબહેન એકબીજા સાથે શેર કરે છે તે દરેક વાત એનિમેટડ રાખડીમાં વણી લીધેલ છે. નો કુરિયર નો એસ.એમ.એસ. જસ્ટ ઈમેલ કરીને સંખ્યાબંધ ભાઈબહેન રક્ષાબંધન સેલિબ્રેટ કરે છે.

No comments:

Post a Comment