27 August 2010

શ્રાવણમાં ભાદરવાનો અનુભવ: ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

શ્રાવણમાં ભાદરવાનો અનુભવ: ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત

ચાલુ વર્ષે અમદાવાદ શહેર તથા આજુ બાજુના વિસ્તારો પર મેઘરાજાની સારી મહેર રહેતા સારો વરસાદ થયો છે. અને સારો વરસાદ થતાં સર્વત્ર ઠંકર પ્રસરી ગઇ હતી પરંતુ આજે સવારથી અસહ્ય ઉકળાટ શરૂ થઇ જતાં શહેરીજનોને જાણેકે શ્રાવણ માસમાં ભાદરવાનો અનુભવ થઇ રહ્યો હતો અન બફારા તથા અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન થઇ ગયા હતાં.ઓગષ્ટ મહિનાની શરુઆતમાં અમદાવાદમાં એકજ રાત્રિમાં ૧૪ ઇંચ વરસાદ ઝીંકાઇ જતાં સર્વત્ર જળબંબાકારની સ્થીતી સર્જાઇ હતી. ત્યાર બાદ શહેરમાં નિયમીત વરસાદ થતાં વાતાવરણ ઠંડુ ગાર થઇ ગયું હતું અને ચાલુ વર્ષે શહેરીજનોએ અનુભવેલી અસહ્યા ગરમી બાદ વરસાદની ઠંડક લોકો માટે જાણેકે આશિવૉદ સમાન બની ગઇ હતી પરંતુ આજે સવારથીજ વાતવરણાં ઉકળાટ અને જેને લીધે લોકોએ અનુભવેલા બફારાને લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.


અમીત શાહના જામીન મુદ્દે વાંધા અરજીની આજે સુનાવણી

સોહરાબુદ્દીન શેખના ભાઇ રૂબાબુદ્દીને સીબીઆઇ સેસન્સ કોર્ટ સમક્ષ અમીત શાહને જામીન મળે તે મુદ્દે પોતાની વાંધા અરજી રજુ કરી હતી અને આ મુ્દ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ વકીલ સમસાદ પઠાણ દ્વારા અરજી કરી હતી જે અરજીની આજે કોર્ટ દ્વારા સુનાવણી હાથધરવામાં આવશે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમે ગુજરાત રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી તેમને કોર્ટના આદેશથી જેલમાં રાખવામાં આવ્યા છે. જેના લીધે સમગ્ર પ્રકરણમાં ગરમાવો આવી ગયો છે. ધરપકડ બાદ શાહે સીબીઆઇ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.શાહને જામીનના મળે તે માટે સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીને વાંધા અરજી કરી આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવા માટે પણ અરજી કરી રૂબાબુદ્દીને એવી રજુઆત કરી હતી કે જો શાહ ગુજરાતના માજી ગૃહરાજ્ય અંત્રી છે. અને જો તેમને શાહને જામીન મળે તો તે આ પ્રકરણમાં પુરાવાને નુકસાન કરી શકે છે અને સાક્ષીઓને ફોડી શકે છે. માટે તેમને જામીન ન આપવા જોઇએ જોકે રૂબાબુદ્દીનની આ મુદ્દે પક્ષકાર તરીકે જોડાવીની અરજીની સીબીઆઇ સેસન્સ કોર્ટ દ્વારા આજે સુનાવણી હાથ ધરાશે,


દેશમાં પહેલી વખત ગેરંટર વગર બેન્કોએ લોન આપી

મકાનોની કિંમત ૨.૫ લાખ : લાભાર્થીનો ફાળો ૫૭ હજાર : ૪૫ હજારની લોન : કુલ લાભાથ¾ ૧૬ હજાર હપ્તા નિયમિત ન ભરનારા પાસેથી મકાન પરત લઇને વેઇટિંગ લિસ્ટવાળાને ફાળવાશે. દેશમાં પહેલી વખત શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થી માટે કોઇપણ જાતના ગેરંટર વગર બેન્કોએ લોન મંજૂર કરી છે. શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત પ્રથમ તબક્કાનાં તૈયાર થયેલાં મકાનો પૈકી ચાર હજાર મકાનોની ફાળવણી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા.૨૪મી એપ્રિલના રોજ ડ્રો દ્વારા કરવામાં આવી હતી.અંદાજે ૨.૫૬ લાખ રૂપિયાના આવાસમાં લાભાર્થીઓનો ફાળો ૫૭ હજાર ભરવાના છે. જે પૈકી ૧૨ હજાર રોકડા ચૂકવવાના રહેછે અને બાકીના ૪૫ હજાર રૂપિયાની લોન નક્કી કરવામાં આવી છે.મહાનગર સેવાસદન દ્વારા સાથ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એનજીઓ સંસ્થાની નિમણુંક કરી આ ટ્રસ્ટના પ્રતિનિધિઓ લાભાર્થીના ઘરે જઇને પાવતી આપી હ’ાની રકમ મેળવશે અને બેન્કમાં જમા કરાવશે.મંજુર કરનાર બેંકો સિવાય બેન્ક ઓફ બરોડા અને દેના બેન્ક દ્વારા વધુ આઠ થી૧૦ હજાર આવાસોની લોન મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. આ લોન નિયમિત રીતે ભરપાઇ ન કરનારા પાસેથી મકાન પરત લેવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટવાળા લાભાર્થીને અપાશે. જેના માટે નવી લોન આપવામાં આવશે.લોનની પ્રક્રિયા કેવી છે?લાભાર્થીના લોન દસ્તાવેજો તૈયાર કરી મંજૂર કરેલી લોનની રકમ સેવાસદનને અદા કરવામાં આવનાર છે. ૨૯ વર્ષની લીઝ ઉપર સેવાસદને કોઇ આર્થિક જવાબદારી સ્વીકાર્યા વગર લોન ભરપાઇ કરવાની જવાબદારી માત્ર લાભાર્થીઓની નક્કી કરેલી છે. જે માટે વસૂલાત કરવાની કાર્યવાહી એનજીઓ દ્વારા નિભાવવામાં આવનાર છે.


૬૨ના ૫૪૦ ગુણ બતાવી બોગસ માર્કશીટ બનાવી

મ.સ.યુનિના નામે ફરતી બોગસ માર્કશીટના કિસ્સા ઘણી વાર પ્રકાશમાં આવ્યા છે. પણ આ માર્કશીટ અંગે જાણ થયા બાદ યુનિ. દ્વારા શું પગલાં લેવાયા છે? એની આજદિન સુધી ખબર પડી નથી. એટલું જ નહીં, પણ યુનિ. પાસે આ અંગે વેરિફિકેશન કરવા માટેની તત્કાલ સેવાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યારે આજે ફરી એક વાર વધુ એક બોગસ માર્ટશીટનો કિસ્સો સપાટી પર આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની ધી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો- ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ., વડોદરા ખાતે કલાર્કના ઇન્ટવ્યું માટે અવાદેન આપનાર ભટ્ટ વિમલકુમરા હસમુખભાઇની માર્કશીટને યુનિ.માં વેરિફિકેશન અર્થે મોકલતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. સંસ્થાના સત્તાધીશોએ આ અંગે યુનિ.માં જાણ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે મળતી વધુ વિગતો મુજબ એપ્રિલ વર્ષ ૨૦૦૩માં કોમર્સ ફેકલ્ટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનાર વિમલે પોતાના આવેદનપત્ર સાથે તેની બીકોમની માર્કશીટની નકલ જોડી હતી. જેમાં તેણે પોતાને સેકન્ડ કલાસ મળ્યો હોવાનું જણાવ્યું હતું અને આ માર્કશીટમાં એક હજારમાંથી તેના ૫૪૦ માર્ક આવ્યા છે એમ બતાવવામાં આવ્યું હતું. પણ સત્તાધીશો દ્વારા વેરિફિકેશન માટે મોકલતાં વિમલના કુલ માર્કસ માત્ર ૬૨ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જે અંગે વધુ વિગતો મેળવવા સંસ્થાના સત્તાધીશો દ્વારા યુનિ.ને જણાવતાં ૨૪ કલાકમાં પણ તેમને આ અંગેની વિગતો મળી ન હતી.આ તો માત્ર એક જ કિસ્સો છે. આવા અનેક કિસ્સાઓ છે જેમાં યુનિ. તરફથી કોઇ ધ્યાન અપાતું નથી. ન તો યુનિ દ્વારા આ અંગે કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે આવી બોગસ માર્કશીટનો ધંધો વધે એમાં કોઇ શંકાને સ્થાન નથી.યુનિ પાસે વેરિફિકેશનની ઝડપી વ્યવસ્થા નથી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હાઇ ટેક હોવાના દાવા તદ્દન પોકળ સાબિત થાય છે. કારણ કે આવા સમયે યુનિ. પાસે એવી કોઇ વ્યવસ્થા નથી કે કોઇ પણ વ્યક્તિ માત્ર એક ક્લિકમાં માર્કશીટનું વેરિફિકેશન કરી શકે. એ માટે વ્યવસ્થા છે પણ એ એકદમ સરકારી ઢબે ચાલે છે. જેમાં લાંબા સમય સુધી માર્કશીટ સાચી છે કે બોગસ તેની જાણ કરવામાં આવતી નથી. અહીં ૧૦૦ રૂપિયા ભરી તમારે અરજી કર્યા બાદ જવાબની રાહ જ જોવાની હોય છે.કંપની જો એફઆઇઆર કરે તો જ યુનિ. ધ્યાન આપે,કોઇ પણ કંપની આવી કોઇ બોગસ માર્કશીટ પકડી પાડે તો તેણે આ અંગે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પાડવામાં આવે છે. યુનિ. તરફથી માત્ર એ અંગે જરૂરી કાગળ ત્યાં મોકલી આપવામાં આવે છે. પણ એ અંગે આગળ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.


ચૂંટણી આવતાં જ ભાજપ આતંક ફેલાવે છે: કોંગ્રેસ

કિશનવાડી વિસ્તારમાં લાભાર્થીઓ માટેના લોનમેળા ટાણે કોંગ્રેસના માજી કાઉન્સિલરને ભાજપના કાર્યકરોએ ધીબી નાંખવાના મામલે આજે શહેર કોંગ્રેસે દેખાવો યોજયા બાદ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.કિશનવાડીમાં એન એન યુઆરએમ હેઠળ તૈયાર થયેલા આવાસોનાં લાભાર્થીઓના લોન મેળામાં કોંગ્રેસના માજી કાઉન્સિલર જયેશ જાદવને ભાજપી કાર્યકરોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઇ પટેલ સેવાસદનના વિપક્ષી નેતા ચિરાગ ઝવેરીની આગેવાનીમાં કોંગ્રેસે દેખાવો કર્યા બાદ પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે, સત્તાધારી પક્ષ ભાજપ આગેવાનોએ જવાબદાર માજી કાઉન્સિલરનુ અપમાન કર્યું છે.તેમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ જયેશ જાદવની ફરિયાદ લેવાની ના પાડી હતી. ત્યાર બાદ, પોલીસ સ્ટેશનમાં જ ચક્કર આવતાં એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર બનાવની નિષ્પક્ષ તપાસ પણ માગણી કરાઈ હતી.માજી કાઉન્સિલરને માર મારનાર બે ઝડપાયા,ગઈકાલે ભાજપાના મંત્રી તેમજ વોર્ડ નંબર ૬ અને ૨૩ના પ્રભારી ધનંજય ઉફe છોટુ કશિનરાવ શીંદે અને તેના સાગરીત વિનોદ ગભરુ ભરવાડ, ભૂરિયાએ જયેશ જાદવને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે આજે છોટુ શીંદે અને વિનોદ ભરવાડની ધરપકડ કરી હતી.


ખુટાડિયામાં પતિએ પત્નીને રહેંસી

ચારિત્રય બાબતે બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો , ગડદાપાટુંનો માર મારી પતાવી દીધી,વ્યારા તાલુકા મથકે આવેલ ખુટાડીયા ગામે બીજા પતિએ તેની પત્ની પર ચારિત્ર્ય પર શંકા રાખી ગત બુધવારના રોજ સાંજે તેની સાથે ઝઘડો કરી પત્નીને ઢીકામુક્કી તેમજ ગડદાપાટુનો માર મારી મોત નીપજાવ્યું હતું. જે બાદ પતિ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં વ્યારા પોલીસ તેમજ એફએસએલ ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે ઘટના સ્થળ તેમજ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વ્યારા તાલુકા ખાતે આવેલા ખુટાડીયા ગામે પટેલ ફિળયામાં મીનાબહેન દીવાનભાઈ ગામીત (૪૫) રહે છે. ગત ત્રણ વર્ષ અગાઉ દીવાનભાઈ મંગલા ગામીતનું માંદગીના કારણે મોત નીપજ્યું હતું. જેથી એકવાયું જીવનથી કંટાળી મીનાએ ખુટાડીયા ગામે રહેતા હીરાભાઈ છોટુભાઈ ગામીતને બીજા પતિ તરીકે રાખ્યો હતો.બન્ને ખેતીકામ કરી જીવન ગુજારતા હતાં. ગત છ મહિનાથી બંને પતિ પત્ની એકબીજાના ચારિત્ર્ય પર શંકા રાખી અન્ય સાથે આડા સંબંધના વહેમના કારણે બન્ને અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતાં. ગત બુધવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે પતિ-પત્ની વચ્ચે ભારે ઝઘડો થયો હતો. આ બબાલમાં ઉશ્કેરાયેલા હિરાએ પત્ની મીનાને ઘરના આંગણામાં મુઢ માર મારી તેને ઘરમાં ઘસડી લાવી ઉંચકીને નીચે પટકી હતી. આ દરમિયાન મીનાને પેટમાં લાતો મારતાં તેણીને ગંભીર રીતે મુઢ માર વાગતા તેનું રાત્રિ દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.બીજા દિવસે ગુરુવારે સવારે પાડોશી તેને ઘરે આવતાં મીનાની લાશ જોતા તેમણે વ્યારા પોલીસને જાણ કરતાં વ્યારા પોસઈ જે. જે. વસાવા તેમજ સ્ટાફ ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી એફએસએલને જાણ કરી પીએમની કાર્યાવહી હાથ ધરી હતી.મૃતકના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ બહાર ન આવ્યું,ખુટાડિયા ગામે રહેતા પતિ હીરાએ તેની પત્ની મીનાબહેનને મૂઢ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન મીનાબહેનના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ બહાર આવ્યું ન હતું. જોકે, શરીરમાં વાગેલા મૂઢ મારને કારણે તેણીએ જીવ ગૂમાવી દીધો હતો.


ભુજમાં ચાલતા ‘દેશીદારૂના બાર’ !

ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં દેશીદારૂનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થતું હોવાનું ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે કરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે. પોલીસ તંત્રની મીઠીનજર હેઠળ બે નંબરનો આ કારોબાર બેરોકટોક અને બિન્દાસ ચાલી રહ્યો છે.દારૂબંધીનો અમલ ન થતો હોવાની વાત પણ એટલી જ સૌ જાણે છે. કેટલાંય વિસ્તારોમાં પ્યાસીઓ માટે આગતા-સ્વાગતા સાથે મોજથી પી શકવાની આરામદાયક સુવિધા છે. આ ધંધામાં ત્રણ પ્રકારના લોકોને દેખીતો ફાયદો થાય છે. બંધાણીઓને આકંઠ પીવા મળે છે, ઝૂંપડાં બાંધીને રહેતા ધંધાદારીઓનું ‘ગુજરાન’ ચાલે છે અને સૌ જાણે છે એમ પોલીસના ખિસ્સામાં હપ્તા જાય છે.ભીડનાકાં નજીકના વિસ્તારમાં સરાહજાહેર અતિ વ્યસ્ત રહેતા માર્ગ પર દેશીદારૂનું હાટડું જોવા મળ્યું હતું, જ્યાં ખુલ્લેઆમ દેશીદારૂ બનાવીને વેચવામાં આવે છે. આંગણે આવેલા ગ્રાહકને મીઠો આવકાર આપી મહેમાનની જેમ સત્કાર કરવામાં આવે છે. એટલું જ નહીં નિ:સંકોચ બેસાડીને પીવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. ગેરકાયદે હોવા છતાં કોઇ પ્રકારનો ડર ન હોવા વિશે પૂછતાં દેશીદારૂના વિક્રેતાએ જણાવેલું કે, અમે પોલીસ ઇન્સપેક્ટરને નિયમિત હપ્તો ચૂકવીએ છીએ, ઉપરાંત નીચેના કર્મચારી પણ આવીને હપ્તો વસૂલી જાય છે.


પોલીસ વડા વાબાંગ જામીર ઉંઘતા ઝડપાયા

શહેરમાં બેધડક ચાલતા દેશીદારૂના બાર સામે પોલીસ તંત્રમાં કઇ હદે પોલ છે તેનો વરવો દાખલો પણ સામે આવ્યો છે. ખુદ ભુજ એસ.પી. વાબાંગ જામીર પણ ઉંઘતા પકડાયા છે. તેનું કહેવાતુ બાતામીદોરનું બોદં નેટર્વક પણ ખુલ્લુ પડી ગયું છે.ક્યા વિસ્તારોમાં દેશીદારૂ વેચાય છે અને બને છે તેની જાણ સુદ્ધા પણ તેઓને નથી.! ‘દિવ્ય ભાસ્કરે’ જ્યારે તેમનો સંપર્ક કરી અમુક વિસ્તારોની માહિતી આપી, ત્યારે એવો પ્રત્યુત્તર મળ્યો કે ‘મૈં અભી તપાસ કરવાતા હું!’દેશીદારૂના દૂષણ સામે પોલીસ તંત્ર કઇ રીતે કામગીરી કરે છે! એવા સવાલ સામે પણ પોલીસ વડા વાબાંગ જામીર પાસે બોલવાના કોઇ શબ્દો ન હતા!


ગાંધીધામ-ભુજ માર્ગ ફોરલેન કરવા સરકારમાં ધા

કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રગતિની સાથોસાથ માળખાકીય સુવિધામાં વધારો થાય એ આવશ્યક છે ત્યારે ગાંધીધામથી ભુજનો રસ્તો ફોરલેનમાં પરિવર્તિત કરવામાં આવે તેવી માગણી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રી સમક્ષ કરવામાં આવી છે.માર્ગ મકાન ખાતાના મંત્રી આનંદીબેન પટેલને કરાયેલી લખિત રજુઆતમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ હિરાલાલ સી. પારખે જણાવ્યું છે કે, કંડલા અને મુન્દ્રા બંદરના કારણે માલસામનની હેરફેર વધી છે.છેવાડાના વિસ્તાર સુધી આવાગમન વધ્યું છે. તથા વાહન વ્યવહારમાં વૃદ્ધિ થઇ છે. આગામી સમયમાં પ્રગતિની ગતિ વધુ તેજ બનવાની સંભાવના છે ત્યારે ગાંધીધામથી ભુજ તરફનો રોડ ચાર માર્ગીય રોડમાં ફેરવાય એ જરૂરી ગણાશે. આ માટે થનારા ખર્ચાની જોગવાઇ પણ બજેટમાં કરવામાં આવે તથા તજજ્ઞોના અભિપ્રાય પણ મેળવવામાં આવે એવી વિનંતી પણ પત્રમાં જણાવાઇ છે.પ્રવાસન ક્ષેત્રે જિલ્લો આગળ વધી રહ્યો છે ત્યારે જો રસ્તા જેવી સુવિધાઓ પૂરી પડાશે તો નિ:શંકપણે ટુરિઝમને વેગ મળશે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ધોરીમાર્ગ નંબર ૨૫ ગાંધીધામ-આદિપુર વચ્ચેના ટાગોર રોડને દ્વ માર્ગીય બનાવવામાં આવ્યો છે. જેના થકી વાહન વ્યવહારમાં પણ ઝડપ આવી હોવાની તથા અકસ્માતનું પ્રમાણ ઘટયું હોવાનું યાદીમાં જણાવાયું છે.


રાખીએ રાજ ઠાકરેને લલકાર્યા

મુંબઈ શહેરમાં ધસી આવતા પરપ્રાંતિયોનાં ધાડાં માટે મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના વડા રાજ ઠાકરે કરતાં વધારે સારા ઉકેલ મારી પાસે છે, એમ આયટમ ગર્લ રાખી સાવંતે ગુરુવારે જણાવ્યું હતું.‘રાખી કા ઈન્સાફ’ નામે નવા રિલાયલિટી શોમાં રાખી ગુસ્સાવાળી ચાચીની ભૂમિકામાં આવી રહી છે. તેણે પરપ્રાંતિયો વિશે બોલતાં જણાવ્યું હતું કે ‘‘આવો મારા શોમાં, હું તેનો ઉકેલ જણાવીશ. મારા મિત્ર રાજ ઠાકરે કરતાં વધુ સારો ઉકેલ મારી પાસે છે.’’ઈમેજિન ટીવી ચેનલ પર આવી રહેલા તેના નવા શોના શુભારંભ બાબતે પૂછતાં ૩૧ વર્ષીય રાખીનું કહેવું છે કે આ શોમાં મેં મુંબઈની અનેકવિધ સમસ્યાઓને વાચા આપી છે. હું પોતે મહારાષ્ટ્રિયન છું. આપણા સમાજમાં ઠેર ઠેર સમસ્યાઓનો ખડકલો છે. તાજેતરની સમસ્યાઓને પણ મેં વાચા આપી છે. માધ્યમ મને વધુ સારી રીતે જાણે છે. શહેરના માર્ગોના બાંધકામ માટે મેં બીએમસીના દરવાજા ખટખટાવ્યા છે. એવી કોઈ સમસ્યા નથી કે જે મેં ઉકેલી ન હોય. તમારા માર્ગોના સમારકામ માટે બીએમસી આયુક્તના કાર્યાલયમાં બૂમાબૂમ કરી હોય તેવી એક પણ સેલિબ્રિટીનું મને નામ આપો, એમ તેણે જણાવ્યું હતું.આડેધડ ચાલતા મુંબઈ શહેરના કારભાર સામે રાખી સાવંત ઘણી જ રોષે ભરાયેલી છે. ખાસ કરીને ભારતની આર્થિક અને મનોરંજન રાજધાનીમાં કામ કરવા અને રહેવા આવનારા પરપ્રાંતિયો સામેના રાજ ઠાકરેના વિરોધથી ખફા છે.



ડિમ્પલ- બિરલાના વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનાં લગ્ન સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે જ્યાં થયાં હતા એ બંગલાનો વિવાદ હવે મુંબઈ વડી અદાલતમાં પહોંચ્યો છે. બંગલાના માલિક યશ બિરલાની કંપની લકસેલ પ્રોપર્ટીઝ આ મામલો હાઈકોર્ટમાં લઈ ગઈ છે.
આ બંગલામાં ૧૯૭૩ની સાલથી રહેતા હોવાનું પુરવાર કરવા માટે ડિમ્પલની માતાએ ડિમ્પલ અને રાજેશ ખન્નાનાં લગ્ન ૨૧ માર્ચ, ૧૯૭૩ના રોજ થયાં ત્યારે વરઘોડો એ બંગલામાં જ આવ્યો હોવાનું દર્શાવતા ફોટોગ્રાફસ અદાલતમાં રજુ કર્યા હતા.
ભાડા નિયંત્રણ કાયદાનું રક્ષણ મળે અને બંગલાનો કબજો છોડવા માટે યોગ્ય વળતર મળે એવી રજુઆત ડિમ્પલ તરફથી કરવામાં આવી છે. પરંતુ અદાલતે ફક્ત તસવીરોને પુરાવા માનવાને બદલે બંગલા પર હક અંગેના નક્કર દસ્તાવેજો આપવા જણાવ્યું હતું.આ ખટલો ત્રીસ વર્ષોથી અદાલતમાં ચાલી રહ્યો છે. હવે વડી અદાલત વહેલી તકે તેનો નિકાલ લાવે એવી શક્યતા છે. આ કેસ નિમિત્તે અન્ય કેટલાક મકાન માલિકોએ મુંબઈમાં આવા સેંકડો કેસ પ્રલંબિત હોવાથી તેમાં માલિકોએ ભીંસાવું પડતું હોવાનું જણાવતાં આવા માલિકોને રાહત આપવાની માગણી કરી હતી.


આણંદ : બોરીઆવીના શખસને વીજ ચોરી ગુનામાં છ માસની કેદ

વીજ ચોરી મામલે આણંદ કોર્ટે આરોપીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો.આણંદ તાલુકાના બોરીઆવી ખાતે વીજ ચોરી કરતાં ઝડપાયેલા ઇસમને આણંદ કોર્ટે છ માસની સજા અને ત્રણ લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.બોરીઆવી ખાતે મેલડી માતાના મંદિર પાસે આવેલ લગ્નવાડીમાં ગામના ભગાભાઇ બીજલભાઇના સંબંધીનું લગ્ન હોઇ વાડીની બાજુમાંથી પસાર થતી વીજ લાઇન ઉપર વાયર જોડી લગ્ન માટે વીજળી વાપરવામાં આવતી હોવાની માહિતી આધારે તા. ૧૯-૫-૦૩ના રોજ આણંદ વીજ તંત્રના અધિકારીઓએ ચેકિંગ કરી વીજ ચોરી ઝડપી પાડી હતી.વીજ કંપનીના અધિકારીએ આ બાબતે આણંદ રૂરલ પોલીસ મથકે કનુભાઇ કાભઇભાઇ ભોઇ તથા બીજા એક શખ્સ સામે વીજ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.આ બાબતનો કેસ તાજેતરમાં આણંદ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો જેમાં એડીશ્નલ સેશન્સ જજ એમ.પી.ગમારાએ સરકારી વકીલ મહેશભાઇ એન.પટેલની દલીલો અને પુરાવા તથા પંચોની જુબાની આધારે આરોપી કનુભાઇ કાભઇભાઇ ભોઇને કસુરવાર ઠેરવી છ માસની કેદની સજા અને ૩૧૫૯૮૧ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.


સિલિકોસિસ મામલે અંતે કેન્દ્રનું માનવ અધિકાર પંચ મેદાનમાં

કામદારોની સંસ્થાએ કેન્દ્રીય પંચ સમક્ષ ધા નાંખી હતી : રાજ્ય સરકારને માહિતી આપવાની તાકીદ,ખંભાત તાલુકામાં અકીકના પથ્થરોને કલાત્મક ઘાટ આપનાર કારીગરો અકીકની રજકણોના કારણે ૮ થી ૧૦ વર્ષની કામગીરી દરમિયાન સિલિકોસિસની બિમારીનો ભોગ બનતાં હોઈ આ કારીગરોના રક્ષણ, યોગ્ય વળતર, દાકતરી સારવાર સહિતની કામગીરી કરતી પી.ટી.આર.સી. સંસ્થાએ સંપૂર્ણ અહેવાલ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને મોકલ્યો હતો.ખંભાત નગરમાં ૫૩ જેટલાં કામદારના સિલિકોસીસથી મૃત્યુ થવા છતાં તંત્ર બેદરકાર રહેતાં કેન્દ્રના માનવ અધિકાર પંચે રાજ્ય સરકાર, જિલ્લા તથા તાલુકા વહીવટીતંત્રને જાણ કરી તત્કાલ અહેવાલ માગતા જિલ્લા કલેક્ટર, મામલતદાર તથા વેપારી એસો. દોડતા થઈ ગયા છે.ખંભાત મામલતદાર કુ.પન્નાબહેન મોમાયાએ પીટીઆરસીના સંચાલકો સાથે બેઠક યોજી તેમના જવાબો મેળવ્યા હતા. જેમાં કલેક્ટર સહિતના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.વિદ્યુત જોષીનો કારીગરો સાથે વિચાર વિર્મશ, ભાવનગર યુનિ. પૂર્વ કુલપતિ, લેખક તથા ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટના વડા વિદ્યુત જોષી તેમ જ ગુજરાત પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના ગૌતમ ઠાકરે તથા ગુજરાત હાઈકોર્ટના વકીલ ભાવસારે તાજેતરમાં કારીગરો સાથે બેઠક યોજી હતી. જેમાં કોમન શેડ, પ્રોડ્યુસર કંપની, એકઝોસ્ટ સીસ્ટમ જેવા મુદ્દાઓ અંગે માહિતી આપી હતી. તેમણે કારીગરોને પોતાની જાતે જ ઉકેલ માટે સક્રિય બનવા આહ્વાન કર્યું હતું.


પડતર પ્રશ્નોના ઉકેલ મુદ્દે શાળા સંચાલકોના ધરણાં

જિલ્લા કલેક્ટર અને શિક્ષણાધિકારીને શાળા સંચાલક સંઘના હોદ્દેદારોએ આવેદનપત્ર સુપરત કર્યું,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સંચાલનમાં પડતી તકલીફો અને પ્રશ્નોના ઉકેલ લાવવા આણંદ જિલ્લા શાળા સંચાલક સંઘના હોદ્દેદારોએ આવેદનપત્ર આપીને જિલ્લા સેવા સદન ખાતે ધરણાં યોજયા હતાં.શાળા સંચાલનમાં થતી મૂંઝવણોને દૂર કરવા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે,આણંદ જિલ્લા શાળા સંચાલક સંઘના ભરતભાઈ શાહ અને શશીકાન્તભાઈ પટેલની આગેવાનીમાં સંચાલકોએ જિલ્લા સેવા સદન ખાતે ધરણાં કર્યા હતા તેમજ જિલ્લા કલેક્ટર અને શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં શાળા સંચાલનના પાંચેક પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર ૨૦૦૯થી ભરતી બંધ કરી હોવાથી શિક્ષણને માઠી અસર પહોંચે છે.શાળામાં શિક્ષણ સહાયકો અને આચાર્યની ભરતીના સંદર્ભમાં હકારાત્મક સહયોગ આપવા, વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ હટાવી લેવા, મોંઘવારીના પ્રમાણમાં શાળા નિભાવ ગ્રાન્ટ વધારી આપવા, વર્ગખંડમાં બાળકોની સંખ્યા ઘટાડવા જેવા શાળા સંચાલનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ લાવવા રજુઆત કરી છે.જુન-૨૦૧૦થી ક્રમશ: ધો.૮ને માધ્યમિક શિક્ષણમાંથી પ્રાથમિક શિક્ષણમાં લઈ જવાના નિર્ણયથી શિક્ષકો ફાજલ થવાના છે. જેથી ૩૧મી ડિસેમ્બર,૨૦૦૯નો પરપિત્ર સ્થગિત કરીને ફાજલ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું મુલતવી રાખવા સાથે વિનીયમ ૯(૧૩) ૧,૨,૩ મુજબ વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા અને સરાસરી માટેની જોગવાઈઓ ચાલુ રાખવા અરજ કરી છે.


ડીટીસી દ્વારા નોનસાઇટ હોલ્ડર્સને કાચા હીરા અપાશે

ડાયમંડ ઉદ્યોગમાં રફની અછત નિવારવા ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) હવે ટૂંક સમયમાં પોતાની જ કંપની ડાયમંડેલ ઓનલાઇન ઓકશન દ્વારા સાઇટ હોલ્ડરોને ડી-બિયર્સના ડાયમંડ્સનું વેચાણ કરશે. ઉપરાંત નોનસાઇટ હોલ્ડર્સને પણ ટેન્ડર ભરવાની તક આપશ્ો, એમ ડીટીસીના સીઈઓ વરદા સાઈને સોમવારે લંડન ખાતે એક નિવેદનમાં જણાવ્યું હતું.ડીટીસીના આ પરિવર્તનને કારણે સુરત અને ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે.ડીટીસીના સીઈઓ વરદા સાઈને કહ્યું હતું કે અત્યારનું માર્કેટ અને બે વર્ષ પહેલાંની સ્થિતિ અને હવે પછીના દસકાને ધ્યાનમાં રાખીને પરિવર્તન જરૂરી હતું. સાઈને વધુમાં કહ્યું હતું કે ડીટીસી ડાયમંડેલને માલ સપ્લાય કરશે અને ડાયમંડેલના કલાયન્ટોને ઇન્ટેન્શન ટુ ઓફર(આઈટીઓ) હેઠળ રફ ખરીદવા આમંત્રણ આપશે. આને કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધુ ને વધુ રફનો પુરવઠો મળી શકશે.ડીટીસીના સીઇઓએ કહ્યું હતું કે સાઇટ હોલ્ડર્સ માટે ડાયમંડેલ ઓનલાઇન ઓકશન ઓક્ટોબર ૨૦૧૦થી શરૂ થશે અને એપ્રિલ ૨૦૧૧થી બાકીના ક્વોલિફાઇંગ ડાયમંડ ઉદ્યોગકારોને સુવિધા ઉપલબ્ધ થશે. વર્ષ ૨૦૦૮ની કારમી મંદી બાદ હીરાઉદ્યોગની ગાડી ફરી પાટે ચઢી રહી છે. ત્યારે રફની ભારે અછત બજારમાં ઊભી થઈ છે. ડાયમંડ કંપનીઓ પાસે પૂરતા ઓર્ડર છે પરંતુ કાચો માલ હાથ પર નથી. ડીટીસીના આ પરિવર્તનને કારણે ભાવનગરના ડાયમંડ મેન્યુફેકચરર્સને સારો ફાયદો થશે


ભાવનગરમાં રાખડી રૂપી રક્ષાના બંધનની ઉજવણી

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમને વ્યક્ત કરવાનો તહેવાર રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અને આગવું સ્થાન ધરાવતો ઉત્સવ છે. ચાલુ વરસના શ્રાવણી પર્વ બળેવની ઉજવણી આજે સવાર દરમિયાન કરેલ પછી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.શ્રાવણ સુદી પૂનમના દિવસે શ્રાવણ નક્ષત્ર હોય ત્યારે જ બ્રાહ્નણો યજુર્વેદી શ્રાવણી નિમિત્તે જનોઈ બદલવાનું આયોજન કરે છે અને જનોઈ બદલ્યા બાદ રક્ષાબંધન કરવાની પરંપરાગત માન્યતા છે.વહેલી સવારથી જ નવા-નવા વસ્ત્રોથી સુશોભિત આબાલ વૃદ્ધ સૌ રક્ષાબંધનનું પર્વ માણવા નીકળી પડ્યા હતા. બહેનો પોતાના વીરાને રાખી બાંધવા માટે અને પોતાના અંતરના આશિવૉદ પાઠવવા દિવસભર નાના-મોટા વાહનોમાં ધૂમતી જોવા મળી હતી. તો બીજી બાજુ શહેરના ભૂદેવો નાના-મોટા મંદિરો, જ્ઞાતિની વાડીઓ અને સમુદ્ર કિનારે જનોઈ બદલવા માટે હેમાદ્રિ મંત્રોના ઉચ્ચાર તેમજ હર હર મહાદેવના નારા સાથે મોટી સંખ્યામાં એઠકા થયા હતા.શહેરના જુના બંદર ખાતે સાંજના સમયે સમુદ્ર પૂજન તથા નાળિયેર અર્પણ કરવા માટે પરંપરાગતમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજાશાહીનાં સમયથી યોજાતો નાળિયેરી પૂનમનો આ મેળો ભાવનગરની જનતા ભારે શ્રદ્ધા સાથે ભાવભેર રીતે ઉજવે છે. બળેવના આ પર્વની શ્રાવણી ઉપાકર્મ તરીકે અને નાળિયેરી પૂનમ તરીકે લોકોએ મંદિરોમાં દર્શન કરીને, મેળાની મજા માણીને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.ભાવેણાના રાજવી પરિવાર દ્વારા બળેવના દિવસે ઠાઠમાઠ ભરી હાથીની સવારી સાથે રાજાપોતે ભાવનગરની ઉભી બજારમાં પસાર થઈને જુનાબંદર ખાતે સમુદ્રનું પૂજન કરવા દરિય જતાં હતા. અનેક રત્નોની ખાણસમા રત્નાકર મહારાજનું હવે માત્ર લોકમેળારૂપેજ અસ્તિત્વમાં રહ્યું છે. રાજા અને સમુદ્રના આ સંબંધને ભાવનગરીઓએ બળેવના પ્રસંગે લોકમેળો ભરીને જાળવી રાખ્યો છે.


સીમકાર્ડ કૌભાંડમાં CBIએ ભાવનગરના શખ્સને ઉઠાવ્યો

મહુવા શહેરમાં ચોકકસ જગ્યાએ રૂ.૨ થી ૨.૫૦માં સીમકાર્ડ ખરીદવા માટે ડોકયુમેન્ટ મળી રહે છે. જેથી આવા નકલી ડોકયુમેન્ટ ઉપર વેચાતા સીમકાર્ડથી દેશની સલામતી સામે ખતરો ઉભો થશે તેવા તા.૪ જૂન-૧૦ના રોજ સૌરાષ્ટ્ર સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. તેના અનુસંધાને ભાવનગરમાંના એક શખ્સને સીબીઆઇએ ઉઠાવી લીધાના સમાચારથી ડુપ્લીકેટ ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા લોકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.તાજેતરમાં ભાવનગર શહેર અને જુનાગઢમાંથી દેશવ્યાપી સીમકાર્ડ કૌભાંડ ચાલતુ હોવાના પગલે ભાવનગરમાં એક શખ્સને સીબીઆઇ પુછપરછ માટે લઇ ગઇ હોવાની ચર્ચા ઉઠતા મહુવા-ભાવનગરમાં નકલી ડોકયુમેન્ટ ઉપર સીમકાર્ડ વેચતા આવા તત્વોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.મહુવામાં આ પ્રવૃતિ ઉપર અંકુશ આવ્યો હતો. પરંતુ સીમકાર્ડ ખરીદવા માત્ર ઝેરોક્ષ ડોકયુમેન્ટ ઉપર બ્લ્યુ સહીથી સ્વપ્રમાણિત કરેલી ડોકયુમેન્ટ જરૂરી બનાવવાની જરૂરીયાત હોવાનુ ચર્ચાય છે. ઉપરાંત સીમકાર્ડના ડોકયુમેન્ટમાં ચૂંટણી ફોટો ઓળખકાર્ડની ઝેરોક્ષ અને ફોર્મમાં ઓળખકાર્ડનો નંબર લખવો જરૂરી છે. અને ભવિષ્યમાં નેશનલ આઇડી અપાય ગયા બાદ નેશનલ આઇડીની ઓળખ ફરજીયાત બનાવવી જોઇએ તેમ પણ ચર્ચા છે.


ઊંઝાના વેપારીનું અપહરણ: ૬ લાખ લઇ છુટકારો

ઊંઝાના એક વેપારીનું બુધવારે રાત્રે રૂ.૨૦ લાખની ખંડણી માટે અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઇ ગયા બાદ તેને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બાદ અંતે રૂ.૬ લાખમાં સમાધાન થતાં મોડીરાત્રે સિધ્ધપુર ખાતે ખંડણીની રકમ સ્વીકાર્યા બાદ ગુરુવારે સવારે ભાંખર ગામ પાસે વેપારીને છોડી અપહરણકારો ફરાર થઇ જતાં ચકચાર પ્રસરી છે.ઊંઝાની રાજેન્દ્રરનગર સોસાયટીમાં રહેતા લલીત રામકુમાર કર્નામી કૃષિ પેદાશોને લગતો વેપાર કરે છે. જેમાં બુધવારે રાત્રે લલીતભાઇ ઊંઝાના પાટણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મારૂતિ કારમાં આવેલા કેટલાક શખ્સો લલીતભાઇને બળજબરીથી કારમાં બેસાડી અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા.આ બાદ અપહરકારોએ લલીતભાઇ પાસેથી રૂ.૨૦ લાખની ખંડણીની માગ કરી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ બાદ અંતે લલીતભાઇએ રૂ.૬ લાખ આપવાની વાત કરતા અપહરકારો સહમત થયા હતા. જેમાં સિધ્ધપુરની હોટલ પાસે મોડી રાત્રે પૈસા લઇને આવવા લલીતભાઇએ પોતાના એકાઉન્ટંટને જણાવ્યું હતું.જોકે, આ દરમિયાન આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હોવાની ગંધ અપહરકારોને આવતા તેઓએ લલીતભાઇને બિવડાવવા હાથ પર છરી વડે ઘા મારવાની શરૂઆત કરી હતી. આથી લલીતભાઇએ પોતાના એકાઉન્ટંટને એકલા હાથે જ જલ્દીથી પૈસા લઇને આવવા ફોન કર્યો હતો અને મોડીરાત્રે સિધ્ધપુરની એક હોટલ પાસે પહોંચેલા એકાઉન્ટંટ પાસેથી પૈસા લઇને બે અજાણયા યુવાનો બાઇક પર ફરાર થઇ ગયા હતા. આ બાદ વહેલી સવારે અપહરકારો લલીતભાઇને બાંધેલી હાલતમાં ભાંખર ગામના રોડ પાસે મુકીને ફરાર થઇ ગયા હતા. આ બાબતે ઊંઝા પોલીસે લલીતભાઇની ફરિયાદના આધારે અજાણ્યા ચાર યુવાનોની સામે અપહરણની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.અપહરકારોનો એક સાથી જેલમાં હોવાની શક્યતા,કલાકો સુધી અપહરણકારોની ચુંગલમાં અજ્ઞાત સ્થળે રહેલા લલીતભાઇની સાથે અપહરકારોએ કરેલી વાતોને આધારે પોલીસને અમુક વિગતો જાણવા મળી છે. જેમાં અપહરકારોનો એક સાથી કોઇ ગુના બાબતે લાંબા સમયથી જેલમાં હોવાથી તેઓએ આ અપહરણ કર્યું હોવાનું જણાવ્યુ હતુ. ચાર અપહરકારોમાંથી એક શખ્સ ૩૫ વર્ષથી વધારે ઉંમરનો તેમજ અન્ય ત્રણ વર્ષના હોવાનું પોલીસે જણાવ્યું હતું.મહેસાણાના યુવાનના અપહરણ કેસમાં ગૃહમંત્રીને રજૂઆત,મહેસાણાની સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલ પ્રજાપતિના અપહરણ કેસમાં પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે અપહૃતના પરિવારે ગૃહમંત્રી પ્રફુલભાઈ પટેલને મળી વિપુલને સહીસલામત પરત લાવવા રજૂઆત કરી હતી. આ રજુઆત સમયે પાલનપુરના ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. તો વળી પોલીસે વિપુલનું વર્ણન અન્ય રાજ્યોની પોલીસને ફોટો સાથે મોકલી આપ્યું છે.


હાઇસ્કૂલ સંચાલકો આંદોલનના માર્ગે

માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી પર લગાવેલ પ્રતિબંધ, ગ્રાન્ટ તથા વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા સહિતના વિવિધ પ્રશ્નો મામલે જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તથા સંચાલકોએ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી તથા કલેક્ટરને આવેદન પત્ર આપી ઉકેલની માંગ કરી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી પર પ્રતિબંધ, વર્ગદીઠ વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા સહિતના મામલે જાહેર કરેલા નવા નિયમોથી શાળા સંચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કક્ષાએ બેઠકો કરી સંચાલક સંઘે આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે.જોકે વાટાઘાટો તથા રજુઆતો બાદ પણ કંઇ નક્કર ઉકેલ ના આવતાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના આદેશ અનુસાર સંચાલકોના પડતર પ્રશ્નો જેવા કે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની ભરતી પર પ્રતિબંધ, વર્ગમાં વિદ્યાર્થીઓની ૬૦ સંખ્યા તેમજ ગ્રાન્ટના પ્રશ્નો અંગે જિલ્લા શાળા સંચાલક મંડળ તથા સંઘે ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.દર્શનાબેન જોશી તથા નિવાસી નાયબ કલેક્ટર ડી.આર.પટેલને આ અંગે આવેદન પત્ર આપી ઉકેલની માંગ કરી હતી.જો આમ કરવામાં વિલંબ થશે અને અમારી મૂંઝવણોના નિવારણ અંગે શિક્ષણ વિભાગ યોગ્ય પગલાં નહીં લે તો અમારે ના છુટકે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનના કાર્યક્રમો આપવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ રામભાઇ પટેલ, મહામંત્રી દિનેશભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ કંચનલાલ એન.પટેલ, મંત્રી દશરથભાઇ મોદી, મહામંત્રી રતિલાલ પટેલ સહિત હાજર રહ્યાં હતા.શાળા સંચાલકોની મુખ્ય માગણી,ઓમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવેમ્બર ૨૦૦૯થી બંધ કરેલી શિક્ષકો, આચાર્યોની ભરતી શરૂ કરવી. પ્રાથમિક શાળાઓની જેમ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકો અને આચાર્યોની કેન્દ્રિય રીતે ભરતી કરવાની સુચવેલી પ્રથાનો અમલ થતો અટકાવવો અને ભરતી માટે સંચાલક મંડળનો અધિકાર અબાધિત રાખવો.શાળાઓમાં ખાલી પડી રહેલી વહીવટી કર્મચારીઓની ભરતી પરનો પ્રતિબંધ દુર કરી તાત્કાલિક ધોરણે ભરતી શરૂ કરવી.અગાઉની નીતિની સમીક્ષા કરી મોંઘવારીના પ્રમાણમાં શાળા નિભાવ ગ્રાન્ટ વધારી આપવી. વર્ગની શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે વર્ગમાં બાળકોની સંખ્યા ઘટાવવી જોઇએ પરંતુ તાજેતરમાં કરાયેલા નવા નિયમ મુજબ વર્ગદીઠ સરેરાશ ૬૦ બાળકોની સંખ્યાનો નિર્ણય રદ કરવો.જુન-૨૦૧૦થી ક્રમશ ધો. ૮ને માધ્યમિક શિક્ષણમાંથી પ્રાથમિક શિક્ષણમાં લઇ જવાનું પરિવર્તન આપી રહ્યું છે ત્યારે માધ્યમિક વિભાગમાં શિક્ષકો ફાજવ થવાના છે ત્યારે આ સમયે તા. ૩૧-૧૨-૨૦૦૯નો જી.આર.હાલ તુરંત સ્થગિત કરી ફાજલ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું મુલત્વી રાખવું જરૂરી છે

No comments:

Post a Comment