visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સેન્સેક્સે 20,000ની સપાટી કૂદાવી
ભારતીય શેર બજારના પ્રમુખ સૂચકાંકોમાં આજે સવારે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.બજાર ખુલતાની સાથે થોડીક જ મિનિટોમાં સેન્સેક્સે 20,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી લીધી છે. નિફ્ટી પણ 6,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી ગયો છે. સવારે 9:10 કલાકે સેન્સેક્સ 127 અંકના જબરદસ્ત વધારા સાથે 20,033 ઉપર છે, જ્યારે નિફ્ટી 35 અંકની મજબૂતાઈ સાથે 6015 ઉપર છે.એનએસઈનાં મધ્યમ કક્ષાના સૂચકાંક સીએનએક્સ મિડકેપમાં 0.56 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યાજ બીએસઈ સ્મૉલકેપમાં 0.50 ટકા અને બીએસઈ મિડકેપમાં 0.49 ટકાની મજબૂતાઈ જોવા મળી રહી છે.સેક્ટર ઓલ ઇન્ડેક્સના પરિણામે બીએઅઈના તમામ સૂચકાંકો આજે ખુશ-ખુશ જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મજબૂતાઈ કેપિટલ ગુડ્સમાં જોવા મળી રહી છે. આનો સૂચકાંક 0.94 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સના 28 શેરોમાં વધારાનુ વલણ જોવા મળ્યુ છે, જ્યારે માત્ર 1 શેરમાં નબળાઈ વર્તાઈ રહી છે. જય પ્રકાશ એસોસિએટ્સનો શેર સ્થીર કક્ષામાં છે. સૌથી વધારે મજબૂતાઈ હીરો હોન્ડામાં આવી છે, અને તેનો શેર 2.32 ટકાની ઉંચાઈએ પહોંચ્યો છે.
કોઈ યુવતીના અનેક પુરુષો સાથે સંબંધ હોય તો.
કહેવાય છે કે સ્ત્રીના ચારિત્ર્યને બ્રહ્મા પોતે પણ નથી સમજી શક્યા. એવામાં કોઈ સામાન્ય વ્યક્તિ માટે તેને સમજવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જ્યોતિષ અનુસાર કુંડળીના આધારે કોઈ પણ યુવતીનું ચારિત્ર્ય સમજી શકાય છે.સ્ત્રીઓના સંબંધમાં જન્માક્ષરની સાથે કુંડળી પણ જોવામાં આવે છે. જેમાં સ્ત્રી વિશે સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે.- ત્રિશાંશ કુંડળીમાં લગ્નમાં વિષમ રાશિ તથા ચંદ્રમાં શત્રિ રાશિમાં હોય તો સ્ત્રી પુરુષો સમાન અંગ ધરાવનારી હોય છે.- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં લગ્નમાં સમ રાશિ તથા ચંદ્રમા સમ રાશિ હોય તો તે સારા વિચારો ધરાવનારી કુશળ ગૃહિણી હોય છે.- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં શુભ ગ્રહ સાતમા ભવમાં હોય તો સાતમાં ભાવને જોઈને પોતાના કામથી તે સૌનું મન રોશન કરનારી હોય છે. સમાજ અને પરિવાર તેના પર ગર્વ અનુભવે છે.- સ્ત્રીની ત્રિશાંશ કુંડળીમાં જો અશુભ ગ્રહ સાતમા સ્થાનને પ્રભાવિત કરનાર હોય તો તે અનેક પુરુષો સાથે સંબંધ રાખનારી હોય છે.સ્ત્રીનો સ્વભાવ જાણવા માટે આ એક જ્યોતિષ ઉપાય છે. ત્રિશાંશ ચક્રને કોઈ જ્યોતિષ વિશેષજ્ઞ જ જોઈ શકે છે. માટે સામાન્ય જ્યોતિષી સાથે તેનું અધ્યયન કરાવવું જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીના અનેક પ્રકાર છે જેમાં લગ્ન કુંડળી, નવમાંશ કુંડળી, ચંદ્ર કુંડળી, નિર્ણય ભાવ ચલિત, વિશાંશ, દ્દાદશાંશ, સપ્તાંશ , હોરા દ્રષ્ટોકોણ કુંડળી, ચતુર્થાંશ અને દશમાંશ વગેરે કુંડળી હોય છે. તે પ્રમાણે એક વધુ કુંડળી હોય છે તે છે ત્રિશાંશ કુંડળી. આ કુંડળીથી કોઈ પણ યુવતીનું ચારિત્ર્ય જાણી શકાય છે. આમ તો લગ્ન કુંડળીના આધારે તેનું ચારિત્ર્ય જાણી શકાય છે પરંતુ ત્રિશાંશ કુંડળીથી તેનું સ્ફટિક જ્ઞાન મળે છે.
કિતને દૂર, કિતને પાસ
ઈન્ટરનેટ ડેટિંગ એજન્સી વેબસાઇટ પર મળ્યા બાદ લગ્ન કરનાર એક યુગલ એ વાતથી અજાણ હતું કે તે બંને એક જ સ્કૂલમાં નોકરી કરે છે.32 વર્ષીય લક્કી હેજલ કાર્ટર અને 35 વર્ષીય ડોમિનિક ગ્રીન એક બીજાને મેચ ડોટ કોમ પર મળ્યા હતા. આ પહેલા તેઓ જાણતાં નહોતા કે તેઓ એક જ સ્કૂલમાં નોકરી કરે છે.હેજલે નવી નોકરી મળ્યા બાદ એક ડેટિંગ વેબસાઇટ જોઇન કરી હતી અને એક પરફેક્ટ પાર્ટનર મેળવવાનો અનુરોધ કર્યો હતો. એજન્સીએ તેને ડોમિનિકનું નામ જણાવ્યું. હેજલે જ્યારે ડોમિનિકનો સંપર્ક સાધ્યો ત્યારે તેને તરત જ ઓળખી લીધો કારણ કે તે એક સ્કૂલમાં કેરટેકર છે. ડેટિંગ વેબસાઇટ પર મળ્યા બાદ આ યુગલ દરરોજ સ્કૂલમાં મળતું હતું. થોડાં દિવસ એકબીજાને જાણ્યા બાદ તેમણે લગ્ન કરી લીધા હતા.
ટ્વિંકલે ગૌરી ખાનને ઉતારી પાડી
બોલિવૂ઼ડની સ્ટાર્સ પત્નીઓ વચ્ચે હંમેશાથી સારા સંબંધો રહ્યા હોય છે. સ્ટાર્સ વાઈફને પાર્ટીઓ ઘણી જ ગમે છે. આટલું જ નહિ આ સ્ટાર્સ પત્નીઓને શોપિંગ, પાર્ટી અને ફરવા જવું ઘણું જ ગમતું હોય છે.ગૌરી ખાન, સુઝાન ખાન અને મલાઈકા અરોરા વચ્ચે ખાસ મિત્રતા છે. જો કે ટ્વિંકલ ખન્ના આ ગ્રુપમાં સામેલ થવા ઈચ્છતી નથી. એવું નથી કે ટ્વિંકલને પાર્ટીઓ પસંદ નથી.ખરી રીતે તો ટ્વિંકલ ખન્ના પોતાના પતિને અસર કરતી બાબતોથી દૂર રહેવા માંગે છે. તે કારણ વગર પોતના જીવનમાં કોઈ મુસીબત આવે તેમ ઈચ્છતી નથી.શાહરૂખ ખાન અને અક્ષય કુમાર વચ્ચે પહેલા સારા સંબંધો નહોતા. જો કે હવે તેઓની વચ્ચે સારા સંબંધો છે. શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ઘણીવાર એકબીજા સાથે વાતચીત કરતાં હોય છે.ગૌરી ખાન પોતાના પતિના મિત્રોની પત્ની સાથે ગાઢ સંબંધ રાખે છે. આ જ કારણથી ગૌરી ખાન ટ્વિંકલ ખન્ના સાથે પણ સારા સંબંધો રાખવાની શરૂઆત કરી હતી. જો કે ટ્વિંકલે આ અંગે ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૌરી ખાનની બહેનપણીઓ મહિપ કપૂર(સંજય કપૂરની પત્ની), મલાઈકા અરોરા, ભાવના પાંડે(ચંકી પાંડેની પત્ની) અને અન્ય સ્ટાર્સ વાઈફ વચ્ચે સારા સંબંધો છે. જો કે ટ્વિંકલને આ લોકો સાથે હાલમાં કોઈ સંબંધ રાખવો નથી.ગૌરી ખાને ટ્વિંકલ સાથે મિત્રતા બાંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટ્વિંકલે હજી સુધી હકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી.
કેમ નાખુશ અને અકળાયેલો છે સચિન?
દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ચેમ્પિયન્સ લિગ ટી20 ટૂર્નામેન્ટમાંથી સચિન તેંડુલકરની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ બહાર થઈ ગઈ છે. અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની એક સાથે રમેલી તે કદાચ છેલ્લી ટી20 મેચ હશે. કેમ કે આઈપીએલની આગામી સિઝનમાં ઘણા પરિવર્તનો આવશે.હવે આઈપીએલ-4 માટે નવી બોલી બોલાશે. તથા તેના નિયમ મુજબ જૂની ટીમમાંથી ફક્ત 4 ખેલાડીઓને જ ફરીથી ટીમમાં લઈ શકાશે. એટલે કે તે 4 ખેલાડીઓ સિવાય અન્ય ખેલાડીઓ નવા હશે અથવા તો અન્ય ટીમોના હશે. જો કે માસ્ટર બ્લાસ્ટરને આ વાત બિલકુલ પસંદ પડી નથી.આ અંગે ભાવુક બનેલા સચિને જણાવ્યું હતું કે આ નિયમ સ્વિકારવો થોડો અઘરો છે. અમે આ ટીમ ઉભી કરવા માટે ઘણી મહેનત કરી છે અને સાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યુ છે. ત્રીજા વર્ષે અમે થોડા કેમ્પ પણ યોજ્યા હતા જેમાં ક્રિકેટને લગતી કોઈ વાતો નહોતી. અમે ફક્ત એકબીજાને સારી રીતે જાણી શકીએ તે માટે જ આ કેમ્પ યોજ્યા હતા.અમે સાથે મળીને ખૂબ જ આનંદ કરતા હતા. અમે ટેબલ ટેનિસ રમતા હતા, સ્વિમિંગ કરતા હતા અને સાથે મળીને અન્ય રમતોનો આનંદ ઉઠાવતા હતા. મેનેજમેન્ટ અને માલિકો માટે પણ કંઈક આવું જ છે, મિસ્ટર અને મિસિસ અંબાણીએ ખેલાડીઓ સાથે મળીને ઘણી મહેનત કરી છે અને જ્યારે તમને ખબર પડે છે કે આખી ટીમ બદલાઈ જવાની છે. આ વાત સ્વીકારવી ઘણી અઘરી છે, તેમ સચિને કહ્યું હતું.
7 કલાક દોરડાં પર જ સૂવે છે તે.
એક ચાઈનીઝ માણસનો એવો દાવો છે કે તે બે ઝાડ વચ્ચે બાંધેલા એક નાનકડાં દોરડાં પર 7 કલાક જેટલું આરામથી સૂઈ શકે છે. ગાઓ યાંગ નામની આ 37 વર્ષીય વ્યક્તિને આમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવો છે.ચીનના લિઆઓનિંગ પ્રાંતના અન્શાનનો ગાઓ કહે છે કે આ માટે તેણે ખાસ્સી પ્રેક્ટિસ પણ કરી છે. તે દરરોજ સવારે અહીંના સ્થાનિક બગીચામાં આવી અને ઝાડ પર દોરડું બાંધીને સૂઈ જતો હતો. તે જ્યારે 12 વર્ષનો હતો, ત્યારે તેને એક ગુરુએ આ માટેની ટિપ્સ આપી હતી. પોતાની આ આવડત કેળવતા તેને 24 વર્ષ જેટલો સમય લાગ્યો છે.ગાઓ કહે છે કે સામાન્ય માણસ માટે આ કામ અશક્ય છે. તેના માટે બોડી મસલ્સ અને બેલેન્સિંગ સ્કીલ્સ વચ્ચે પરફેક્ટ કો-ઓર્ડિનેશન જોઇએ. હવે તે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે.
અક્ષય કુમાર એ બચ્ચન બહુને શું આપ્યું?
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ખાનગી ટીવી ચેનલ પર એક કુકરી શોનું સંચાલન કરવાનો છે. અક્કીએ બચ્ચન બહુ સાથે એક્શન રિપ્લેમાં કામ કર્યુ છે. આ ફિલ્મમાં અક્કીની સાથે ઐશ્વર્યા રાય છે.અક્ષય કુમાર માસ્ટર શેફ ઈન્ડિયા નામનો શો લઈને આવી રહ્યો છે. આ શોના પ્રમોશન માટે ઐશ્વર્યા રાય પણ આવી હતી. આ સમયે અક્કીએ એશને એક કુકરી બુક ભેટમાં આપી હતી.આ બુકમાં અક્કીની પણ વાનગીઓનો સમાવેશ થાય છે. લાગે છે કે, બચ્ચન બહુ હવે રોજે રોજ નવી નવી વાનગી બનાવીને અભિષેકને જમાડશે.નોંધનીય છે કે, અક્કી-એશની ફિલ્મ એક્શન રિપ્લે પાંચ નવેમ્બરના રોજ રીલિઝ થાય છે.
હવે સચિન-સેહવાગ વચ્ચે ખેલાશે જંગ!
મેદાન પર સાથે મળીને વિરોધી ટીમના છોતરા કાઢી નાખનારા ટીમ ઈન્ડિયાના બે ધૂરંધરો સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ આઈસીસીના વાર્ષિક એવોર્ડ્સમાં ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે શોર્ટ લિસ્ટ થયા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો હાશિમ અમલા પણ સચિન અને સેહવાગ સાથે આ જ કેટેગરીમાં પસંદગી પામ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો જ ઝડપી બોલર ડેલ સ્ટેઈન ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે શોર્ટ લિસ્ટ થયો છે. ઈંગ્લેન્ડનો ગ્રીમ સ્વાન ક્રિકેટર ઓફ ધ યરની કેટેગરીમાં સ્થાન પામ્યો છે.તેંડુલકર વન ડે પ્લેયર ઓફ ધ યરની યાદીમાં સ્થાન પામ્યો છે, જ્યારે ટીમ ઈન્ડિયાનો સુકાની એમએસ.ધોની કોઈ પણ કેટેગરીમાં સામેલ થવામાં નિષ્ફળ રહ્યો છે.ટી20 ઈન્ટરનેશનલ પર્ફોર્મર ઓફ ધ યર માટે ન્યૂઝિલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ, ઓસ્ટ્રેલિયાનો માઈકલ હસ્સી, શ્રીલંકાનો મહેલા જયવર્દને અને દક્ષિણ આફ્રિકાનો રેયાન મેકલારેન શોર્ટલિસ્ટ થયા છે.આઈસીસીના વાર્ષિક એવોર્ડ્સમાં વ્યક્તિગત નવ ઈનામો છે જેમાં એલજી પીપલ્સ ચોઈસ એવોર્ડ્સની નવી કેટેગરી સામેલ કરવામાં આવી છે.
અજય પટેલ-યશપાલ ચુડાસમાના આગોતરા જામીન મંજૂર
જરાત રાજ્યના ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. (એડીસી) બેંકના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમાને આજે ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન આપી દીધા છે.આ પહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ દ્વારા અજય પટેલ તથા યશપાલ ચુડાસમા સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યા હતા.
પારુલ આયુર્વેદ કોલેજના મેનેજમેન્ટ ક્વોટા પર પ્રવેશ માટે ૨૩મીએ ઇન્ટરવ્યુ
વાઘોડીયા ખાતે આવેલી પારુલ આયુર્વેદ કોલેજના મેનેજમેન્ટ ક્વોટા પર પ્રવેશ માટે કોલેજ દ્વારા મેરીટ યાદીની જાહેરાત કરવામા આવી છે. હવે આ બેઠકો પર પ્રવેશ માટે ૨૩મીએ ઇન્ટરવ્યુ યોજાશે.પ્રાપ્તમાહીતી અનુસાર આયુર્વેદમા એડમશિન કમિટી દ્વારા પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જોકે મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ માટે જે તે કોલેજ દ્વારા જ મેરીટ યાદી જાહેર કરી પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામા આવનાર હતી.જે અંતર્ગત વાઘોડીયા ખાતે આવેલી પારુલ આયુર્વેદ કોલેજ દ્વારા મેનેજમેન્ટ ક્વોટા માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી હતી. જેના આધારે ૨૬ વિદ્યાર્થીઓનુ મેરીટ લીસ્ટ જાહેર કરવામા આવ્યુ છે. મેરીટ લીસ્ટના આધારે હવે કોલેજ દ્વારા ૨૩મીએ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવવામા આવ્યા છે. જેના આધારે તેમને પ્રવેશ ફાળવવામા આવશે.
તસ્કરોને ગણેશોત્સવ ફળ્યો : દોઢ લાખની ચોરી
ઉંડેરા રોડ પર જીવાભાઈ પાર્કમાં રિલાયન્સ કંપનીના બે કર્મચારીઓના મકાનમાં તેમજ સયાજીગંજની દુકાનમાંથી તસ્કરો ચોરી કરી ગયા હતા.રિફાઈનરી-ઉંડેરા રોડ પર જીવાભાઈ પાર્કમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા નગીનભાઈ પટેલ ગઈ કાલે રજા હોઈ બપોરે બજારમાં ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ નગીનભાઈને ૨૫ વર્ષ સુધી નોકરી કરવા બદલ મળેલા ચાંદીના ૫૦૦ ગ્રામ વજનના બે મેડલ તેમજ ચાંદીના આઠ સિક્કા સહિત રૂ. ૧૫ હજારની મતાની ચોરી કરી હતી.આ ઉપરાંત તસ્કરોએ તેમના પાડોશમાં રહેતા અને હાલમાં આણંદ સ્થિત વતનમાં ગયેલા સહકર્મચારી વનરાજસિંહ મહિડાના મકાનમાંથી રૂ. ૧.૧૫ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. સાડા ત્રણ વાગે ઘરે પરત ફરેલા નગીનભાઈને તેમના અને તેમના સાથી કર્મચારીના મકાનમાં ચોરીના બનાવની જાણ થઇ હતી.જ્યારે સયાજીગંજ સ્થિત પ્રેસ્ટજિ કોમ્પ્લેકસ સ્થિત મોબાઈલમાંથી તસ્કરો રૂ. ૭૫૦૦ના ૧૫ મોબાઈલની ચોરી કરી ગયા હતા. દુકાનમાલિકે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વિસર્જનયાત્રાનો ૨૬ સેક્ટરમાં બંદોબસ્ત
સી.સી. ટી.વી. કેમેરા ઉપરાંત વીડિયો શુટિંગ કરવામાં આવશે,ગણેશ વિસર્જન આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે શહેરમાં આ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેપોલીસે કમર કસી છે. વિસર્જનયાત્રાનો બંદોબસ્ત ૨૬ સેક્ટરમાં ગોઠવાશે.ગણેશ વિસર્જનમાં બહારથી અધિકારીઓ તેમજ પોલીસ જવાનોનો જંગી કાફલો આવવાનો હોવાના કારણે વિસર્જનના દિવસે શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે. શહેર પોલીસે બંદોબસ્ત માટે વધારાના ડી.સી.પી. કક્ષાના આઠ અધિકારી, એ.સી.પી. કક્ષાના ૧૪ અધિકારી અને ૫૦ પી.આઇ.ની માંગણી કરી છે. બહારથી અધિકારીઓ અને જવાનોનો કાફલો આવી ગયા બાદ આજે પોલીસ બંદોબસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્તથયેલી માહિતી મુજબ ગણેશ વિસર્જનનો તહેવાર તા.૨૨ સપ્ટેમ્બરના રોજ છે અને તેના બંદોબસ્તમાં સમગ્ર શહેર પોલીસ કાફલા ઉપરાંત વધારાના આઠ ડી.સી.પી., ૧૪ એ.સી.પી., ૫૦ પી.આઇ., ૧૬૮ પી.એસ.આઇ. , ૭૩૦ પોલીસ જવાનો અને ૪૦ ચેતક કમાન્ડોની માંગણી કરવામાં આવી છે.આ ઉપરાંત એસ.આર.પી. આર.એ.એફ. અને બોર્ડર વિંગની આઠ વધુ કંપનીની માંગણી કરવામાં આવી છે.આ તહેવારમાં ૩૦૦૦ હોમગાર્ડ જવાનોની પણ માંગણી કરવામાં આવી છે.
અમિતાભ બચ્ચનના ઊર્જા સ્ત્રોત
અમિતાભ બચ્ચનને આર. બાલ્કીની ફિલ્મ ‘પા’ માટે રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે. ૬૮ વર્ષની ઉંમરે તેર વર્ષના પ્રોજેરિયા પીડિત બાળકની ભૂમિકા ભજવવી જરાયે સહેલી નહોતી અને અમિતાભને શૂટિંગ પૂર્વે અને પછી મેકઅપ કરવા અને ઉતારવામાં ઘણા કલાક લાગતા હતા. બીમારીઓ માટે કેટલીક વખત તેમની શસ્ત્રક્રિયાઓ પણ થઈ ચૂકી છે અને આજે તેઓ ફક્ત પોતાના વિલપાવરથી સક્રિય છે.આ ઉંમરે, આટલી બધી વ્યાધિઓ છતાં તેમની પાસે આટલું બધું કામ કરાવે છે. એ કઈ ઊર્જા છે, કર્યું પરિબળ છે? ફિલ્મઉદ્યોગમાં અને બહાર અનેક લોકો અમિતાભ સામે કોઈ ને કોઈ કારણસર નારાજ-અસંતુષ્ટ છે. પરંતુ મિત્રો અને વિરોધીઓ બંને તેમને અદ્ભુત અભિનેતા તરીકે સ્વીકારે છે. તેમની વિચારશૈલીના ટીકાકારો પણ તેમની અભિનય પ્રતિભા પર આફરીન છે.અમિતાભને સંચાલિત કરતી એ શક્તિ કઈ છે, એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓ આ બાબતનો યશ તેમનાં માતા-પિતાને આપે છે. હરિવંશરાય બચ્ચને એવા અર્થની વાત કરી હતી કે તેમની ભીતરની સ્ત્રી હંમેશા મુખર રહે છે. તેજી બચ્ચન શીખધર્મી અને હનુમાનજીનાં અનન્ય ભક્ત હતાં. સામાન્ય રીતે કલાકારો પોતાની ભીતરની સ્ત્રીની પ્રેરણા લે છે પરંતુ અમિતાભની સાથે એવું બન્યું નથી. એ સ્ત્રીસહજ કોમળતા તેમનામાં ક્યારેય, ક્યાંય જોવા મળી નથી. એટલે સુધી કે સ્ત્રીનું રૂપ ધારણ કરીને ‘મેરે અંગને મેં તુમ્હાર ક્યા કામ હૈ?’નો અભિનય કરતી વેળા પણ તેઓ પૂરેપૂરા પુરુષ દેખાયા. તેમની તમામ ભૂમિકાઓ પૌરુષ્ય જ રહી છે.અમિતાભ બચ્ચનના જન્મની એક રાત પૂર્વે હરિવંશરાયે સ્વપ્ન જોયું કે ‘તેઓ પોતાના પિતાના પૂજાના ઓરડામાં ઊભા છે અને તેમના પિતા શ્રીરામ ચરિતમાનસની પોથી ખોલીને માસ પારાયણના પાંચમા અધ્યાયનો પાઠ કરી રહ્યા છે. તેમાં મનુના તપ અને વિષ્ણુએ પ્રગટ થઈને વરદાન માગવાની કરેલી વાતનો પ્રસંગ છે. ‘પાહઉં તુમ્હહિં સમાન સુત’ પિતાના મુખેથી એક એક શબ્દ હરિવંશજી, સ્વપ્નમાં સ્પષ્ટ સાંભળી શકતા હતા. ‘આપુ સરિસ ખો જોં કહં જાઈ, નૃપ તવ તનય હોબ મૈં આઈ’ બરાબર એ જ વખતે તેજીજીએ હરિવંશજીને જગાડ્યા. તેમને પ્રસૂતિની પીડા થવા માંડી હતી.
21 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment