visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
માના સાનિધ્યે આજે પૂનમનો મહાઅવસર
ભાદરવી મહાકુંભના અવસરે ગુરુવારે પૂનમ હોઇ લાખો શ્રદ્ધાળુઓ માનાં દર્શન કરવા પૂનમની પૂર્વસંધ્યાએ બોલ માડી અંબે.. જય જય અંબેના જયઘોષ સાથે યાત્રાધામ અંબાજીમાં આવી પહોંચતાં માઇમંદિર સહિત સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ છવાયો છે.ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી સાત દિવસીય મહામેળાનો ગુરુવારે અંતિમ દિવસ હોઇ અને પૂનમના મહાત્મયને લઇને શ્રદ્ધાળુઓમાં પણ હરખની હેલી પ્રસરી છે. જ્યારે છ દિવસ દરમિયાન ૨૦ લાખ શ્રદ્ધાળુઓ આ મહાઅવસરનો લાભ લઇ ચૂક્યા હોઇ પૂનમે પણ શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને ધ્યાનમાં લઇને મંદિર સહિત આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.આ વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાએ અગાઉ કરતાં જાણે કે વધુ કૃપા કરીને દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની કાળજી રાખી છે. મેળા દરમિયાન મેઘરાજાએ પણ શાંત બેસીને ભક્તોને મદદ કરી છે. સાત દિવસ માટે શરૂ થયેલા મેળામાં ચૌદસના દિવસે અંદાજે વધુ ચાર લાખ ભક્તોએ આરાસુરી ધામમાં આવીને મા અંબાના ચરણોમાં નતમસ્તક વંદન કરી દર્શનનો લાભ લીધો હતો. મેળા નિમિત્તે બુધવાર સુધીમાં અંદાજે ૨૦ લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લેતાં વહિવટી તંત્ર પણ માની કૃપાથી કોઇ જ અનિચ્છનીય ઘટના ન બનવાને કારણે ખૂબ જ સંતોષ અનુભવે છે.
અમદાવાદમાં ધોળે દિવસે રૂ.૩ લાખની ચોરી
પાલડીમાં ગૃહિણી ખરીદી કરવા ગઇ હોવાની તકનો લાભ લઇ ધોળે દિવસે ત્રણ કલાકમાં તસ્કરો મકાનનું તાળુ તોડી રોકડ તેમજ દાગીના મળીને અંદાજે રૂ.૩ લાખની મત્તા લઇ ગયા હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી.પ્રાપ્તમાહિતી અનુસાર,પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા સનરાઈઝ પાર્ક ત્રીજો માળ મકાન નં-૧૨ ખાતે રહેતા કાહેરભાઇ લાઠીવાલા વણાંકબોરી ખાતે જીઈબીમાં નોકરી કરતા હોવાથી તેઓ ત્યાં જ રહે છે. જ્યારે પાલડી ખાતેના તેમના મકાનમાં પત્ની અને બે દીકરીઓ રહે છે. કહેરભાઇ શનિ-રવિની રજામાં પરિવારને મળવા ઘરે આવે છે.નિત્યક્રમ અનુસાર કહેરભાઇની બે દીકરીઓ બુધવારે સ્કુલે ગઇ હતી જ્યારે તેમના પત્ની બપોરે ૧૨.૦૦ વાગે ખરીદી કરવા બહાર ગયા હતા અને બપોરે ૩.૦૦ વાગે ઘરે પાછા આવ્યા હતા. ઘરે આવીને તેમણે જોયું તો તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલુ હતુ તેમજ તિજોરીમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળીને અંદાજે રૂ.૩ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે એલિસબ્રજિ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
ઝરીન ક્યાં ખોવાઈ ગઈ?
ઝરીન ખાન ક્યાં ગઈ?આ સવાલ દરેકના મનમાં મૂંઝવી રહ્યો છે. ઝરીનની ફિલ્મ વીર સુપરફ્લોપ રહી છે. ત્યારબાદ ઝરીને એકપણ ફિલ્મ સાઈન કરી રહી નથી.ઝરીન માત્રને માત્ર સલમાનની સલાહ લઈ રહી છે. જો કે ઝરીને કહ્યું હતું કે, તેને ઘણી ફિલ્મોની ઓફર આવે છે પરંતુ તેને ગમે તેવી સ્ક્રીપ્ટ હજી સુધી તેને મળી નથી.હાલમાં તો ઝરીન માત્રને માત્ર જાહેરાતોમાં કામ કરીને ખુશ છે. તેણે હાલમાં બે એન્ડોર્સમેન્ટ સાઈન કરી છે પરંતુ કોઈ ફિલ્મ સાઈન કરી નથી.માનવામાં આવતું હતું કે, પાર્ટનરની સિક્વલમાં ઝરીન કામ કરી રહી છે. જો કે ગોવિંદા અને સલમાન વચ્ચે તકરાર થતાં પાર્ટનરની સિક્વલનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયુ છે.
જ્હોન-અભિ અસમંજસમાં મુકાઈ ગયા
ફિલ્મ દોસ્તાનાનાં પ્રેમીઓ હાલમાં એક અસમંજસમાં પડી ગયાં છે. કારણકે આ બન્ને સ્ટાર્સને બે અલગ અલગ વ્યક્તિએ એક જ ફિલ્મ 'મિલતે હૈ' માટે એક જ રોલ માટે ઓફર કરી છે.હાલમાં અભિષેક બચ્ચનની નજીકનાં બે ખાસ મિત્રોએ તેને ફિલ્મમાં આ રોલ અદા કરવાની ઓફર કરી હતી. વિદ્યા બાલન જે આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં છે ફિલ્મમાં અન્ય એક હિરોઈન મેઘના ગુલ્ઝારએ ફિલ્મમાં એક્ટરનું મુખ્ય પાત્ર ભજવવાં અભિને ઓફર કરી હતી જ્યારે ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાએ આ રોલ માટે જ્હોન અબ્રાહમનો સંપર્ક સાધ્યો હતો.જોકે હવે સમય જ કહેશે કે ફિલ્મમાં અભિષેક કે જ્હોન મુખ્ય કિરદાર અદા કરશે. ઉલ્લેખનિય છે કે, ફિલ્મમાં વિદ્યા મુખ્ય પાત્રમાં છે જેણે અભિષેક સાથે આ પહેલાં ફિલ્મ 'પા'માં કામ કર્યુ હતું અને તેની ફરી એક વખત અભિ સાથે કામ કરવાની ઈચ્છા હતી જ્યારે ફિલ્મ સલામ-એ- ઈશ્ક બાદ જ્હોન વિદ્યા વચ્ચે વધેલી નિકટતા બાદ બિપાશાએ જ્હોનને તેની સાથે કામ ન કરવાની ધમકી આપી છે.તો હવે જોવું રહ્યું કે ફિલ્મમાં ફરી એક વખત 'પા'ની જોડી જામે છે કે પછી સલામ-એ-ઈશ્ક ફરમાવવામાં આવે છે.
સલ્લુની ભાભીએ જાહેરમાં સ્તન બતાવ્યા
મલાઈકા અરોરા ખાને મુન્ની બદનામ હુઈ આઈટમ સોન્ગ કરીને તમામ લોકોની વાહવાહ મેળવી લીધી છે. જો કે મલાઈકા એમને એમ બદનામ થઈ નથી.જો મલાઈકાના આ ફોટા પર નજર નાંખવામાં આવશે તો ખ્યાલ આવશે કે મુન્ની શા માટે બદનામ થઈ છે.સુપર હોટ મલાઈકા અરોરા ખાન આ ફોટામાં શું બતાવી રહી છે તે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. જો કે તમે બીજું કંઈ વિચારો તે પહેલા જ અમે કહી દઈએ કે, મલાઈકા પોતાનું નવું પેડન્ટ બતાવી રહી છે.જો કે આ ફોટાને જોઈને આ વાત માનવા કોઈ તૈયાર થશે નહિ તે વાત તો નક્કી છે. ફોટા પરથી તો એમ જ લાગે છે કે, મલાઈકા પોતાના સ્તનનું પ્રદર્શન કરી રહી છે. તમે આ માનો કે નહિ પરંતુ મલાઈકા પોતાના સ્તન નહિ પરંતુ પેડન્ટ બતાવે છે. બાકી તમારે જે વિચારવું હોય તે વિચારી શકો છો.મુન્ની બદનામ હુઈ ગીતને કારણે મલાઈકા ઘણી જ લોકપ્રિય થઈ ગઈ છે. આમ પણ ફિલ્મ દબંગ સુપરડુપર હિટ રહી છે. અરબાઝ ખાન પોતાની પત્નીના આઈટમ સોન્ગને લઈને ગર્વ અનુભવે છે.જો કે આ ફોટો જોઈને અરબાઝ શું કહેશે તે તો અમને ખબર નથી.
નોકિયાની બોલતી બંધ, ફ્લાઈનો થીએટર મોબાઇલ લૉન્ચ
યૂરોપની પ્રખ્યાત મોબાઇલ બનાવનારી કંપની ફ્લાઈ ઇલેક્ટ્રૉનિક્સ ભારતમાં પોતાનો નવો મોબાઇલ લૉન્ચ કરી દિધો છે. આ નવા મોબાઇલનુ નામ છે ફ્લાઈ ફોન 'થીએટર MV-135'.કંપનીનુ કંપનીનુ કહેવુ છે કે આ ફોનની જબરદસ્ત સાઉન્ડ ક્વોલિટી અને વિડિઓ ક્વોલિટીના કારણે તેને થીએટરનુ નામ આપવામાં આવ્યુ છે. આ મોબાઇલ ત્રણ વિડીઓ ફૉર્મેટ્સ 3 જીપી, એવીઆઈ અને એમપી4ને પણ સપોર્ટ કરે છે.આ ફોનમાં 30x40 એમએમનુ મોટુ સ્પીકર મુકવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આ સ્પીકરના કારણે મોબાઇલ ફોન ઉપર મ્યુઝિક સાંભળતા અથવા વિડીઓ જોતા તમને થીએટરનો અનુભવ થશે.આ ખાસ મોબાઇલની બીજી ખૂબિઓની વાત કરીએ તો આ એક ડ્યૂઅલ મોબાઇલ ફોન છે, જેમાં 2.4 ઇન્ચની ટીએફટી ડિસ્પલે પણ આપવામાં આવી છે.આની સાથે જ તેમા સ્ટીરિયો એફએમ પણ ઉપલબ્ધ છે. કંપનીને આશા છે કે ભારતીય ગ્રાહકોને ફ્લાઈનો આ મોબાઇલ ખુબ જ પસંદ પડશે. આ મોબાઇલની કિંમત છે 3,949 રૂપિયા.
ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે...
મંગળવારનો દિવસ રાધોગઢની 3 બહેનો માટે મંગળકારી સાબિત થયો. બાળપણથી અવાજની દુનિયાથી દૂર આ બહેનોનું નસીબ ત્યારે બદલાયું જ્યારે એક શિબિરમાં જેવું તેમના કાનમાં શ્રવણયંત્ર લગાવવામાં આવ્યું કે તરત જ તેઓ અંદરોઅંદર વાતચીત કરવા લાગી.રાધોગઢ ગામમાં પ્રથમ વખત આલિ યાબર જંગ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેન્ડીકેપ્ટ, મુંબઈ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ઉપચાર માટે મુંબઈથી ચિકિત્સકો આવ્યા હતા. આ ગામમાં રહેતા જયનારાયણ પ્રજાપતિની ત્રણ દીકરીઓ 18 વર્ષીય અંજુ, 16 વર્ષીય અંજુબાઈ અને 12 વર્ષીય ગાયત્રી બાળપણથી જ સાંભળી શકતી નહોતી. આ કારણે તેઓ બોલી પણ નહોતી શકતી. મુંબઈથી આવેલા ડોક્ટર આર. કે. શર્મા આ ત્રણેય બહેનો માટે ભગવાન સાબિત થયા છે. શ્રવણશક્તિ ન હોવાને કારણે આ બહેનો બોલી પણ નહોતી શકતી. જેવો આ બહેનોના કાનમાં શ્રવણયંત્ર દ્વારા અવાજ પડ્યો કે તરત જ આ બહેનો અંદરોઅંદર વાતચીત કરવા લાગી હતી.
ધોની-કુંબલે આમને સામને થશે
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ટૂનૉમેન્ટની લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વોરિયર્સને દસ રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો ભારતની જ અન્ય એક ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે.બીજી તરફ વોરિયર્સે પરાજય મેળવ્યો હોવા છતાં તે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું હતું અને તેનો મુકાબલો સાઉથ ઓસ્ટ્રેલિયા રેડબેકસ સામે થશે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ચેન્નાઈના છ વિકેટે ૧૩૬ રનના જવાબમાં વોરિયર્સની ટીમ આઠ વિકેટે ૧૨૬ રન નોંધાવી શકી હતી. વોરિયર્સ માટે જેકોબ્સે સવૉધિક ૩૨ રન બનાવ્યા હતા. અશ્વિને ત્રણ અને મુરલીધરને બે વિકેટ ખેરવી હતી.ઓપનર્સની સંગીન શરૂઆત બાદ વિરાટ કોહલીના મેચવિનિંગ યોગદાન વડે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લાયન્સને છ વિકેટે હરાવીને ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ક્રિકેટ ટૂનૉમેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર લાયન્સના છ વિકેટે ૧૫૯ રનના જવાબમાં બેંગલોરની ટીમે ૧૯ ઓવરમાં ચાર વિકેટે ૧૬૦ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. આ સાથે લાયન્સનાં અભિયાનનો અંત આવ્યો હતો.મનીષ પાંડે અને દ્રવિડે પ્રથમ વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી નોંધાવી ટીમના વિજયનો પાયો નાખ્યો હતો. પાંડેએ ૩૬ બોલમાં ૪૪ અને દ્રવિડે ૨૬ બોલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ કોહલીએ પણ શાનદાર ફોર્મને જાળવી રાખીને ૪૯ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
ભાવનગર : મા એ દીકરીને વેશ્યાવૃત્તિ તરફ ધકેલી
આર્થિક મજબુરીમાં સગી માતા તેની પુત્રી પાસે વૈશ્યાગીરી કરાવતા અને પુત્રીએ મુંબઈની બાર ડાન્સરને લાવીને સિદસરના હિલપાર્કમાં ભરવાડ જીવાભાઈની ઓરડીમાં ધંધો શરૂ કરતા, આ અંગેની પૂર્વ બાતમી એ.એસ.પી. પ્રદીપ શેદુળને મળતા એલસીબી પોલીસને સાથે રાખીને માતા અને તેની પુત્રી તથા બાર ડાન્સર અને વૈશ્યાગીરીના કોઠા ઉપર ગયેલ ગ્રાહક સહિત ચાર શખ્સો સામે વૈશ્યાધારી કલમ હેઠળ ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી હતી.શહેરના સિદસર રોડ ઉપર હીલપાર્ક નંબર બેમાં જી.ઈ.બી. સબસ્ટેશન પાસે, ભરવાડ જીવાભાઈની ઓરડીમાં લોહીનો વેપાર ચાલે છે તેવી માહિતી મળતા, એ.એસ.પી. પ્રદીપ શેદુળ સહિતનાએ દરોડો કરતા ઘોઘાના વાલેસપુર ગામે રહેતી ક્રીષ્ચયન ઈન્માન્યુલ એલ્વીના બકુલ ચાવડા અને તેની પુખ્ત વયની પુત્રી પ્રિયા તથા મુંબઈથી આવેલ બારડાન્સર અને વિઠલવાડી ખાતે થોડા સમયથી રહેણાંક ધરાવતી કોળી સંગીતા તથા ગ્રાહક બનીને ગયેલ પટેલ મેહુલ રમણલાલ ગાબાણી (રે.આર.ટી.ઓ. રોડ, શિવનગર) સહિતનાને ઝડપી લેવાયા હતા.આ જગ્યા ઉપર ૬ માસથી કુટણખાનુ ચાલતુ હતું. ઝડપાયેલ મહિલાનો પતિ વાલેસપુર ખેતીકામ કરતો હોયને આર્થિક જીવન ગુજારવા માટે માતા-પુત્રી લોહીના વેપારના રસ્તે ચડી ગયા હતા તેમ પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.
ભાવનગર : યુવક કોંગ્રેસ ભાજપનું એન્કાઉન્ટર કરી સત્તા પરિવર્તન લાવશે
યુવક કોંગ્રેસની યુવા જાગરણ યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનોએ ભાજપ પર કરેલા તાતા પ્રહારો,‘મોદી સરકારના કરતુતોને યુવક કોંગ્રેસ લોકો સુધી લઈ જઈ બનાવટી એન્કાઉન્ટર કરનારાઓનું સાચુ એન્કાઉન્ટર આગામી ૨૦૧૩માં કરી ગુજરાતમાં સત્તા પરિવર્તન કરશે.’ના ગુજરાત સરકાર પર તિક્ષ્ણ પ્રહારો આજે યુથ કોંગ્રેસની ભીલાડથી ભાવનગરની પદયાત્રાના કાર્યકરોથી ખીચોખીચ ભરેલા ગુલીસ્તાં મેદાનમાં યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી વિકાસ ઉપાધ્યાયે કર્યા હતા.ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા ભીલાડથી ભાવનગર ૧૭૨૫ કિ.મી.ની ૧૨૫ દિવસની યુવા જાગરણ પદયાત્રાનો આજે શહેરના ગુલીસ્તાના મેદાન ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. સમારોહમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને કદાચિત લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસના આઠથી દસ નગરસેવકો રિપિટ થવાની સંભાવના
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી એકા’દ બે દિવસમાં જ પ્રસિદ્ધ થશે જ્યારે કોંગ્રેસમાં વર્તમાન બાર પૈકી આઠથી દસ નગરસેવકોને રિપિટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રદેશ કક્ષાએ પણ ઉમેદવારો માટે નિર્ણય થઈ ગયો છે. પરંતુ બળવાથી બચવા અંતિમ દિવસોમાં જ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરશે. અંતર્ગત સૂત્રોમાંથી પ્રાપ્ય માહિતી અનુસાર આગામી ચૂંટણીમાં ૧૨ નગરસેવકો પૈકી આઠથી દસ નગરસેવકોને રિપીટ કરવાની સંભાવના છે.કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નં.૧ વડવા-બમાંથી હિમ્મતભાઈ મેણીયા, રૂસ્તમભાઈ ચાવડા, જયોતિબેન બારૈયા, વોર્ડ નં.૨ કણબીવાડમાંથી ઈકબાલભાઈ આરબ, અલ્પેશ પટેલ, ગોમીબેન પરમાર અથવા યુવક કોંગ્રેસના બિન્દુબેન પરમાર, વોર્ડ નં.૩ કરચલીયાપરામાંથી ઉદયસિંહ રાઠોડ, કાનાભાઈ ચૌહાણ, જયાબેન બેરડીયા, વોર્ડ નં.૪ ઉત્તર કૃષ્ણનગરમાંથી ભરતભાઈ બુધેલીયા, જીતુભાઈ સોલંકી, રામુબેન વાજા, વોર્ડ નં.૫ દક્ષિણ કૃષ્ણનગરમાંથી રાજેશ જોષી અથવા કિરણભાઈ ગાંધી, ભદ્રેશ ચૌહાણ, પ્રતિમાબેન ભટ્ટ, વોર્ડ નં.૬ તખ્તેશ્વરમાંથી ઈલ્યાસ કુરેશી, ભગવાનદાસ, ધર્મિષ્ઠાબેન ત્રિવેદી,વોર્ડ નં.૭ પીરછલ્લામાંથી યુવક કોંગ્રેસના ઈમરાન કોમરેડ, ઉમંગ જોષી, રંજનબેન સોની, વોર્ડ નં.૮ વડવા-અમાંથી જેન્તીભાઈ ધરાજીયા, ટીણાભાઈ, દર્શનાબેન જોષી, વોર્ડ નં.૯ કુંભારવાડામાંથી જી.પી. મકવાણા, મહેન્દ્રસિંહ ગોહિલ, જેતુનબેન રાઠોડ, વોર્ડ નં.૧૦ ચિત્રા-ફુલસરમાંથી ચેતનસિંહ સરવૈયા, એ.ડી. ચુડાસમા, રૈયાબેન સોલંકી, વોર્ડ નં.૧૧ પાનવાડીમાંથી ઉપેન્દ્રસિંહ ગોહિલ, ત્રીકમ પટેલ, ઈન્દુબેન ધરાજીયા, વોર્ડ નં.૧૨ વડવા-કમાંથી લાલજી પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, શકિનાબેન રાઠોડ,વોર્ડ નં.૧૩ ઘોઘાસર્કલમાંથી ધર્મેન્દ્ર ડાભી, યુવક કોંગ્રેસના અમિત પરમાર, જયોતિબેન, વોર્ડ નં.૧૪ સરદારનગર ઉત્તર બાબુભાઈ બારૈયા અથવા નિખિલ પંડયા ભગવાનભાઈ ભરવાડ, ઈલાબેન ડોડીયા, વોર્ડ નં.૧૫ સરદારનગર દક્ષિણમાંથી વિક્રમસિંહ ગોહિલ, જયેશ જોષી, પાર્વતીબેન ચાવડા, વોર્ડ નં.૧૬ કાળિયાબીડમાંથી જીતુભાઈ ઉપાધ્યાય, ધીરૂભાઈ કરમટીયા, આશાબેન પટેલ અને વોર્ડ નં.૧૭ બોરતળાવમાંથી જયદપિસિંહ ગોહિલ, મુકેશ પટેલ તેમજ ગીતાબેન ડાભી સંભવિત ઉમેદવારો હોવાનું જાણવા મળે છે
જોકે, ઉમેદવારોનો અંતિમ નિર્ણય પ્રદેશ પર જ છે અને અંતિમ તબક્કામાં ફેરફાર કરે તો ચિત્ર પલટાઈ પણ શકે.
બોરસદમાં શ્રીજીની યાત્રામાં કોમી ભડકો
બોરસદ ખાતે ગણેશજીની શોભાયાત્રા દરમિયાન બેન્ડવાજાં વગડાવાની બાબતમાં નગીના મસ્જિદ પાસે ભારે પથ્થર, એસિડ બલ્બ અને કાકડાનો મારો થતાં અફડાંતફડી મચી ગઇ હતી. એસઆરપી સહિત અધધ બંદોબસ્ત છતાં સતત બે કલાક સુધી ચાલેલાં ધમાસણમાં ૫૦થી વધુ નાગરિકોને ઇજા થવાની સાથે ચાર વાહનો અને એક દૂકાનને આગ ચાંપવાના બનાવો બન્યાં હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ૧૩ રાઉન્ડ ગોળીબાર અને ૩૦થી વધુ ટિયરગેસના સેલ છોડવા પડ્યાં હતાં. હાલ બોરસદની સ્થિતિ ભારેલાઅગ્નિ જેવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ બોરસદ નગરમાં સ્થાપિત ગણેશદાદાની ૨૩ મૂર્તિઓ સાથેની શોભાયાત્રા સવારે સાડાદસ કલાકે ગાંધી ગંજથી નગરયાત્રાએ નીકળી હતી. ડીજે અને બેન્ડ વાજાના તાલે નાચતું કૂદતું યુવાધન ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે આગળ વધી નગના મસ્જિદે પહોંચતાં બોરસદ પીઆઇ રાઠોડ, ડીવાયએસપી તેમજ મુસ્લીમ આગેવાનોએ શોભાયાત્રાનું સ્વાગત કરી ગણેશ દાદાની પૂજા કરી હતી. ત્યાંથી શોભાયાત્રા આગળ વધી હતી. લગભગ બારેક મૂર્તિઓ મસ્જિદ પાસેથી પસાર થવાની બાકી હતી, તે વખતે એક મંડળના બેન્ડવાળાઓએ બેન્ડ બંધ કરી દેતાં યુવક મંડળના યુવકોએ વાજા હાથમાં લઇ વગાડવાની શરૂઆત કરી હતી.એ જ સમયે મસ્જિદ પાસેથી તેમજ તેની પાછળથી કોમી તત્વોએ એકાએક ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. એકાએક હુમલો થતાં શોભાયાત્રીઓ ગભરાઇ જઇ નાસભાગ કરી મૂકી હતી. પથ્થરની સાથે એસિડ ભરેલાં બલ્બ અને કાકડા તેમજ ડબ્બા બોંબ ફેંકાવાનું શરૂ થયું હતું. પથ્થરો ગણેશની મૂતિઓ ઉપર પડતાં સાત જેટલી મૂર્તિઓ ખંડિત થવા પામી હતી. મૂર્તિઓ ખંડિથ થતાં ગણેશભક્તોની લાગણી દૂભાતાં તેઓ રોષે ભરાયાં હતાં અને જે પથ્થરો તેમની ઉપર આવતાં હતાં તે જ પથ્થરો સામે મારવાનું શરૂ કરી દીધું હતું.
બે શખ્સોએ મિત્રને જ ગળે ચપ્પુ મારી નહેરમાં ધક્કો માર્યો!
આણંદ તાલુકાના બોરીઆવી મોટી નહેર પાસે સોમવારની રાત્રે મહેમદાવાદના બે ઇસમોએ કુદરતી હાજત માટે પાણી નહીં લાવનાર પોતાના મિત્ર ખેડાના ઇસમને ગળા ઉપર ચપ્પુ મારી નહેરમાં ધકકો મારી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ બન્યો છે.મહેમદાવાદમાં રહેતા અને રિક્ષા ચલાવતા ટીનાભાઇ નામના ઇસમની પત્ની થોડા સમયથી ભાગી ગઇ હોઇ તેઓએ ખેડાનાં તેમના મિત્ર અતુલભાઇ પટેલને પોતાના ઘરે બોલાવ્યાં હતાં. તે વખતે ટીનાભાઇ અને ત્યાં હાજર રહેલા તેમના બનેવીએ અતુલભાઇને‘મારી પત્ની ભાગી ગઇ છે જેથી ભૂવાને બતાવવા જવાનું છે’ તેમ કહી રિક્ષામાં બેસાડી નડિયાદ થઇ આણંદ તરફ લાવ્યાં હતાં.રાત્રિના બારેક વાગ્યાના સુમારે બોરીઆવી નહેર પાસે ટીનાભાઇએ રિક્ષા ઉભી રાખી કુદરતી હાજત માટે કેનાલમાંથી પાણી લઇ આવવા અતુલભાઇને કહેતાં તેઓએ પાણી લાવી આપવાની ના પાડતાં ટીનાભાઇએ ઝઘડો કર્યો હતો. જેમાં ટીનાભાઇના બનેવીએ અતુલભાઇને પકડી રાખ્યા અને ટીનાભાઇએ તેમના ગળા ઉપર છરી મારી નહેરમાં ધકકો મારી દીધો હતો.
ભાવિકોના ઘોડાપુર વચ્ચે શ્રીજીનું વિસર્જન
આણંદ શહેર સહિત ઉમરેઠ, પેટલાદ અને ખંભાતમાં ઠેર ઠેર પ્રસ્થાપિત કરાયેલ વિઘ્નહર્તા દેવ ગણપતિબાપાને બુધવારે વાજતેગાજતે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ડી.જે., ઢોલ - નગારા અને ત્રાંસા સાથે અબીલ ગુલાલની છોળો ઉછળતાં ગણપતિબાપાની કલાત્મક મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.મુખ્ય શોભાયાત્રામાં નહીં જોડાનાર યુવક મંડળોએ છુટા છવાયા જઈને ગણેશ વિસર્જન કર્યું હતું. ગણેશ વિસર્જન પ્રસંગે આણંદમાં તમામ બજારો બંધ રહ્યા હતા તેમ જ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહ્યો હતો.ગણપતિબાપાની સ્થાપના કર્યા બાદ દસ દિવસ સુધી પૂજા અર્ચના, ભજનકિર્તન સાથે અનેક ધાર્મિક કાર્યક્રમોથી ઉત્સવમય માહોલ છવાઈ ગયો હતો અને બુધવારે સવારના ગણપતિબાપાને વાજતેગાજતે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
23 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment