visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ચાર ચાર મુદત બાદ આજે શાહના જામીનની સુનાવણી
ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જામીન માટે ચાર ચાર મુદત પડી ગયા બાદ આજે સુનાવણી હાથ ધરાશે હવે જોવાનું એ રહ્યું કે આજે શાહને જામીન મળે છે કે પાછી તારીખ પડે છે.ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રખાયેલા ગુજરાતના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના જામીન અંગેની સુનાવણી આજે હાથધરાશે . હવે આજે શાહને જામીન મળશે કે નહિ તે અંગે રાજ્યભરમાં ઉત્તેજના છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા કેસમાં સીબીઆઇએ શાહની ધરપકડ કરી કોર્ટના આદેશથી તેમને જેલમાં મોકલી આપ્યા બાદ સીબીઆઇની પરવાનગીથી તેમની ઓન કેમેરા ત્રણ દિવસની પુછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઈકોર્ટે સીબીઆઇને શાહના બે દિવસના રીમાન્ડ પણ આપ્યા હતા.
રોહિત-કોહલી મન ફાવે તેમ વર્તે છે: યુવરાજ
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી સિનિયર ખેલાડીઓનું કહ્યું માનતા નથી અને પોતાના મનમાં જે આવે તે રીતે વર્તે છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટને આપેલી મુલાકાતમાં યુવરાજ સિંહે આ વાત કરી હતી.મેદાન બહારની પ્રવૃત્તિઓના કારણે યુવરાજ સિંહ અવારનવાર લોકોની ટીકાઓનો ભોગ બને છે. જેમાં તેની મેદાન બહારની પ્રવૃત્તિઓના કારણે તે મેદાનમાં કંગાળ પ્રદર્શન કરે છે તેવી ટીકાઓ થતી રહે છે. યુવરાજને પોતાને થયેલા અનુભવોના આધારે જણાવ્યું હતું કે તમને થોડી સફળતા હાંસલ થાય અને તમે વિચારો કે હવે હું પ્રત્યેક વખતે તેવું પ્રદર્શન કરી શકું છુ કે જે સંભવ નથી.બાદમાં તમે જ્યારે ભારત માટે રમતા હોવ ત્યારે તમે વિચારો કે હું જે ઈચ્છું તે કરી શકુ છુ જે ક્યારેય સંભવ નથી. તે ફક્ત પરિપક્વતા છે. તમને અનુભવ નથી તેથી તમે ભૂલો કરો છો અને તમે તેમાથી અને સિનિયર ખેલાડીઓમાંથી કંઈક શીખો છો.આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે યુવરાજ સિંહ પોતાના અનુભવોના આધારે તેઓને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેઓ તેનું સાંભળતા નથી. હું જોઈ શકું છું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા યુવા ક્રિકેટરો ઘણા પ્રતિભાશાળી છે. એક સિનિયર તરીકે હું તેમને મેં કરી હતી તેવી ભૂલો ન કરવાનું કહું છું અને તેને તેમના સારા ભાવિ માટે માર્ગદર્શન આપતો રહું છું. જ્યારે મેં રમવાનું શરૂઆત કરી હતી ત્યારે તમને બેધ્યાન કરવા માટે ઘણી બાબતો હતી. હવે તેવી બાબતો ઘણી વધી ગઈ છે અને યુવા ખેલાડીઓને મારી સલાહ છે કે મેદાનની બહાર શું થઈ રહ્યું છે તેનાથી બેધ્યાન ના થાઓ અને તમારૂ ધ્યાન ફક્ત રમત પર જ કેન્દ્રિત કરો.
'સ્પ્લેન્ડર' અને 'ડિસ્કવર' વચ્ચે ખરાખરીની જંગ
બજાજ ઑટોએ દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બ્રાન્ડ સ્પ્લેન્ડરને પછાડવાની યોજના બનાવી લીધી છે.તેના સ્વરૂપે પોતાની 150સીસીની બાઇક ડિસ્કવરની ઉત્પાદન ક્ષમતા વધારીને ઓક્ટોબરમાં બમણી કરી દીધી છે. કંપનીએ જણાવ્યુ કે થોડા જ સમયમાં 10 લાખથી પણ ડિસ્કવરનુ વેચાણ થવાથી ઉત્સાહીત થઈને તેની ઉત્પાદન ક્ષમતા 20 લાખ બાઇક કરી દેવામાં આવશે.પાછલા મહીને 1 લાખ 27 હજાર 397 ડિસ્કવર બાઇકનુ વેચાણ થયુ હતુ અને કંપની તેને ધ્યાનમાં રાખીને વેચાણમાં હજુ પણ વધારો થવાની આશા વ્યક્ત કરે છે. કંપની અત્યારે એક મહીનામાં સરેરાશ 85 હજાર ડિસ્કવર બાઇકનુ વેચાણ કરે છે. આ બાઇકને 2010માં પ્રસ્તુત કરવામાં આવી હતી.ડિસ્કવર બ્રાન્ડના વેચાણમાં પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે અપ્રિલથી ઑગસ્ટ સુધીમાં 242 ટકા વધારો થયો છે. કપની તેઓ દાવો કરે છે કે હવે તે દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બની ગઈ છે.કંપનીના પ્રેસીડેન્ટ એસ શ્રીધરે કહ્યુ હતુ કે બજાજ ડિસ્કવર આ ક્લાસની બાઇક્સના બજારમાં પ્રથમ સ્થાને પહોંચવાની દિશામાં જ છે. ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી તેના વેચાણમાં વધારો થઈ જશે.
'સ્પ્લેન્ડર' અને 'ડિસ્કવર' વચ્ચે ખરાખરીની જંગ
બજાજ ઑટોએ દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બ્રાન્ડ સ્પ્લેન્ડરને પછાડવાની યોજના બનાવી લીધી છે.તેના સ્વરૂપે પોતાની 150સીસીની બાઇક ડિસ્કવરની ઉત્પાદન ક્ષમતા વધારીને ઓક્ટોબરમાં બમણી કરી દીધી છે. કંપનીએ જણાવ્યુ કે થોડા જ સમયમાં 10 લાખથી પણ ડિસ્કવરનુ વેચાણ થવાથી ઉત્સાહીત થઈને તેની ઉત્પાદન ક્ષમતા 20 લાખ બાઇક કરી દેવામાં આવશે.પાછલા મહીને 1 લાખ 27 હજાર 397 ડિસ્કવર બાઇકનુ વેચાણ થયુ હતુ અને કંપની તેને ધ્યાનમાં રાખીને વેચાણમાં હજુ પણ વધારો થવાની આશા વ્યક્ત કરે છે. કંપની અત્યારે એક મહીનામાં સરેરાશ 85 હજાર ડિસ્કવર બાઇકનુ વેચાણ કરે છે. આ બાઇકને 2010માં પ્રસ્તુત કરવામાં આવી હતી.ડિસ્કવર બ્રાન્ડના વેચાણમાં પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે અપ્રિલથી ઑગસ્ટ સુધીમાં 242 ટકા વધારો થયો છે. કપની તેઓ દાવો કરે છે કે હવે તે દેશમાં સૌથી વધારે વેચાનારી બાઇક બની ગઈ છે.કંપનીના પ્રેસીડેન્ટ એસ શ્રીધરે કહ્યુ હતુ કે બજાજ ડિસ્કવર આ ક્લાસની બાઇક્સના બજારમાં પ્રથમ સ્થાને પહોંચવાની દિશામાં જ છે. ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી તેના વેચાણમાં વધારો થઈ જશે.
વકીલે પરણિતાને અશ્લીલ SMSથી બદનામ કરી
પરણિતાને બદનામ કરવાના ઈરાદાથી વકીલે અશ્લીલ એસએમએસ બનાવ્યો અને તેને લગભગ 2500 લોકોને મોકલી દીધો હતો. તેમાં પરણિતા, તેના પતિ અને તેના સસરાના નંબર લખ્યા હતા. વકીલની આ કરતૂતની ખબર ત્યારે પડી કે જ્યારે આ લોકોને ફોન આવ્યા હતા.આખો મામલો સમજમાં આવ્યા બાદ પરણિતાના પિતાએ વકીલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીના કબ્જામાંથી સાત સિમ કાર્ડ અને ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. આરોપીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી વકીલને જ્યુડિશ્યલ રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.આરોપી લગભગ એક વર્ષથી પરણિતાને પરેશાન કરી રહ્યો હતો. આરોપીની ઓળખ ગુરવિન્દર સિંહ સભ્રવાલ (લાજપત નગર) થઈ છે. પરણિતાના પિતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી તેમનો સંબંધી છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેણે તેમની પુત્રીનું માંગુ નાખ્યું હતું. પરંતુ પરણિતાના પિતાએ તે વખતે ઈન્કાર કર્યો હતો.
ટીમ ઈન્ડિયાના ‘દબંગ’ વીરૂથી થથરે છે પંટર
1 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્યારે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને થાય છે ત્યારે પ્રત્યેક મેચ રોમાંચક બની જાય છે.જો કે આ વખતે ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગે ભારત આવતા પહેલા જ જાહેરાત કરી દીધી છે કે કાંગારૂ ટીમ હવે નંબર એક ટેસ્ટ ટીમ બનીને જ જંપશે. તેના આ વાક્યમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે તે કોઈ પણ હાલતમાં ભારતને હરાવવા ઈચ્છે છે.પરંતુ સાથે સાથે રિકી પોન્ટિંગને ભારતીય સ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગથી ડર લાગી રહ્યો છે. પોન્ટિંગે ભારત પ્રવાસ પહેલા જ કહ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગ તેમના માટે સૌથી મોટો ખતરો છે. તેણે કહ્યું હતું કે સેહવાગ અમારા માટે સૌથી મોટો પડકાર છે.આમ પણ એક વખત સેહવાગ મેદાન પર જામી જાય છે ત્યારે તેને આઉટ કરવો ઘણો કપરો બની જાય છે. અને એમાં પણ જો વિરોધી ટીમના બોલરોને નસીબે સાથ ના આપ્યો તો પછી તેમને સેહવાગથી કોઈ બચાવી શકતું નથી.ઓસ્ટ્રેલિયા સામે સેહવાગે અત્યાર સુધી 15 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 51.13ની સરેરાશ સાથે 1483 રન ફટકાર્યા છે. જેમાં તેણે 3 સદી અને 7 અડધી સદી ફટકારી છે.જ્યારે આ વખતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે જે મેદાન પર ટેસ્ટ મેચો રમાવવાની છે તેમાં મોહાલી અને બેંગ્લોરનો સમાવેશ થાય છે. આ બન્ને સ્ટેડિયમમાં ભારત અને કાંગારૂ ટીમ આમને સામને થશે.
આત્મવિશ્વાસે હરાવી દુનિયા!
કોઈ વ્યક્તિ સ્વિમિંગમાં રેર્કોર્ડ બનાવે તે કંઈ નવાઈની વાત નથી, પણ જો કોઈ એવી વ્યક્તિ રેકોર્ડ બનાવે કે જેના હાથ-પગ ન હોય તો? વાત ગળે ઉતરે તેવી નથી, પણ હકીકત છે. આ અપંગ વ્યક્તિ તેના આત્મવિશ્વાસે માત્ર ચાલતો જ નથી, તરે પણ છે. તેણે અપંગ હોવા છતાં આખી ઈંગ્લિશ ચેનલ પાર કરી લીધી છે.આ વ્યક્તિ છે 42 વર્ષનો ફિલિપ ક્રોઇઝોન. આ સ્પર્ધા તેણે નિયત સમય કરતા 10 કલાક પહેલા જ પૂરી કરી લીધી છે. તેણે આ માટે માછલીના તરવાના અવયવો જેવા ખાસ પ્રોસ્થેટિક અવયવોની મદદ લઈને એ કરી બતાવ્યું છે, જે સારા હાથ-પગવાળા પણ નથી કરી શકતા. ક્રોઇઝન આ સ્પર્ધામાં 2 માઇલ પ્રતિ કલાકની ઝડપથી તર્યો હતો.ફ્રાંસની આ વ્યક્તિએ શનિવારે સવારે 8 વાગ્યે ફોક સ્ટોન, કેન્ટથી તરવાનું શરૂ કર્યું હતું અને રાત્રે 9:30 સુધી તો કોલાઈસ નજીક વિન્સેટ સુધી પહોંચી પણ ગયો હતો. ખરેખર તો ક્રોઇઝોન માટે આ એક મોટો પડકાર જ હતો, પણ તે શારીરિક ખોડખાંપણ ધરાવતા લોકો માટે એવું ઉદાહરણ સ્થાપિત કરવા માગે છે, જેથી તેમને પણ એ અહેસાસ થાય કે તેઓ સામાન્ય માણસની જેમ દુનિયામાં બધું જ કરી શકે છે.
આજથી ત્રણ દિવસ કોઇ કેદી કોર્ટમાં હાજર રહેશે નહી
આજથી ત્રણ દિવસ સુધી માત્ર એસઆઇટીને બાદ કરતાં કોઇ પણ કોર્ટમાં કોઇ પણ કેદીને ઉપસ્થીત રાખી શકાશે નહિ. કેમકે આજથી શહેરમાં ગણેશ વિસર્જન અને અયોધ્યા પ્રકરણના ચુકાદાને લઇને તમામ પોલીસ કર્મીઓ તથા એસ.આર.પી.ને બંદબોબસ્તમાં તૈનાત કરી દેવાયા હોવાથી પોલીસ ત્રણ દિવસ સુધી જા’ો આપશે નહિ.તા. ૨૨,૨૩ તથા ૨૪મીએ ગણેશ વિસર્જનના બંદોબસ્ત તથા બાબરી મિસ્જદના ચુકાદાને લઈને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સમગ્ર શહેરમાં પોલીસ તહેનાત કરી દેવાતાં આ ત્રણ દિવસ પોલીસ કોઈ પણ કેદીને જાપ્તો આપી શકશે નહીં, જે અંગે કોર્ટનું ધ્યાન દોરતો પત્ર પોલીસ કમિશનર કચેરીએ ચીફ મેજિસ્ટેટ તથા પ્રિિન્સપાલ સેશન્સ જજને લખ્યો હતો. અત્રે નોંધનીય છે કે આજે તા. ૨૨,૨૩ તથા ૨૪મીના રોજ કોર્ટના મુદતના કામકાજે જેલમાંથી આરોપીઓને લાવવામાં આવશે નહીં.
ST બસની છત બેસી મુસાફરી કરનાર સામે તંત્રની લાલ આંખ
અંબાજી જવા માટે એસ.ટી. બસની છત પર બેસીને મુસાફરી કરતાં મુસાફરો સામે એસ.ટી. નિગમે આંખ લાલ કરી છે. તેમજ છત પર બેસીને પ્રવાસ કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઊચ્ચારી છે.ભાદરવી પૂનમને દિવસે અંબાજીમાં માં અંબાનાં દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઊમટી પડે છે. જેમાં ખાસ કરીને દસમથી પૂનમ સુધી પગપાળા સંઘોથી માંડીને શહેરનાં વિવિધ શહેરોમાંથી એસ.ટી. અને પ્રાઇવેટ વાહનો દ્વારા અંબાજી આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા પણ ઘણી મોટી છે.
અંબાજી જાવ તેમજ આવવા માટેના ધસારાને પગલે પ્રાઇવેટ અને એસ.ટી. બસો ચિક્કાર રહેતી હોવાથી કેટલાંક મુસાફરો વહેલા પહોંચવાની હોડમાં એસ.ટી. બસની છત પર બેસીને મુસાફરી કરતાં હોય છે. જેમાં કેટલીકવાર અકસ્માતનાં કિસ્સા પણ બને છે. જેને ધ્યાનમાં લઇને એસ.ટી. નિગમ દ્વારા સતત પટ્રોલિંગ કરીને છત પર બેસીને મુસાફરો સામે કાયદે,રની કાર્યવાહી કરશે. તેમ એસ.ટી. નિગમનાં સચિવ પી.ડી. પટેલે જણાવ્યું હતું.
22 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment