23 September 2010

રામમંદિર: ચુકાદા માટે 28 સપ્ટેમ્બરે SCમાં સુનાવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રામમંદિર: ચુકાદા માટે 28 સપ્ટેમ્બરે SCમાં સુનાવણી

બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પરના અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના ચુકાદા પર સુપ્રિમ કોર્ટે 28 સપ્ટેમ્બર સુધી તાત્કાલિક અસરથી રોક લગાવી છે. સુપ્રિમ કોર્ટમાં સેવાનિવૃત બ્યૂરોક્રેટ રમેશચંદ્ર ત્રિપાઠીની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ સંદર્ભે આવતીકાલના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટ આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરે હાથ ધરશે.રમેશચંદ્ર ત્રિપાઠીએ પોતાની અરજીમાં સુપ્રિમ કોર્ટને વિનંતી કરી હતી કે કોમનવેલ્થ ગેમ્સ સુધી ચુકાદાને ટાળી દેવામાં આવે અને તે સમયગાળા દરમિયાન વિવાદના પક્ષકારો વચ્ચે સમાધાન અને સુલેહની કોશિશો કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે આ દલીલો બાદ આજે સુનાવણી કરતાં ચુકાદાને 5 દિવસ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર ત્રિપાઠી આ વિવાદનો ચુકાદો ટાળી દેવાની એક અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ કરી હતી. જો કે કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી અને ત્રિપાઠીને ભારે રકમનો દંડ પણ ફટકાર્યો હતો. જો કે તેની સામે ત્રિપાઠીના વકીલે બુધવારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. બુધવારે સુપ્રિમ કોર્ટની બેન્ચે આ સંદર્ભે સુનાવણી કરવાનો ઈન્કાર કરીને અન્ય ખંડપીઠ પાસે જવાનું કહ્યું હતું. હાલ દેશભરમાં આ વિવાદ સંદર્ભે આવનારા ચુકાદાને લઈને ભારે ઈન્તેજારીનો માહોલ છે.


દેશની ઈજ્જત બચાવવા હવે મનમોહન મેદાનમાં

ભારતની રાજધાની દિલ્હી ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ હાલમાં સૌથી કપરા સમયમાં છે. આ ઘટનાથી ચિંતિત બનેલા વડાપ્રધાન મનમોહન સિંહે તાકીદના ધોરણે એક બેઠક બોલાવી છે.આ બેઠકમાં રમત મંત્રી એમએસ.ગીલ અને શહેરી વિકાસ મંત્રી જયપાલ રેડ્ડીને બોલવવામાં આવ્યા છે. આ બેઠકમાં 3થી 14 ઓક્ટોબરના દરમિયાન યોજાનારા રમતોત્સવની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવશે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે આ બેઠકમાં કોમનવેલ્થ આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીને બોલાવવામાં આવ્યા નથી.સૂત્રોના જણાવ્યા મુજબ મનમોહન ગીલ અને રેડ્ડીને મળશે. આ બન્ને નેતાઓ ગેમ્સની તૈયારીની દેખરેખ માટે બનાવેલી સમિતિના વડા છે.આંતરરાષ્ટ્રીય સમુદાયો દ્વારા સ્પોર્ટ્સ વિલેજની કરેલી આકરી ટીકાઓ અને તેની સ્વચ્છતા અને સુરક્ષા અંગેના મુદ્દાઓ ઉઠાવ્યાના બે દિવસ બાદ વડાપ્રધાને આ બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અને સુરક્ષાને લઈને કેનેડા, સ્કોટલેન્ડ અને ન્યૂઝિલન્ડ જેવા દેશોએ તેમના ખેલાડીઓને દિલ્હી મોકલવામાં વિલંબ કર્યો છે.આંતરરાષ્ટ્રીય સમુદાયોની ટીકાને કારણે પહેલા જ શરમજનક સ્થિતિ ઉભી થઈ તેટલું ઓછુ હોય તેમ ગઈ કાલે રમતોત્સવના મુખ્ય સ્ટેડિયમ એવા જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમની છતનો ભાગ તૂટી પડ્યો હતો. તેના એક દિવસ પહેલા જ સ્ટેડિયમની બહાર બનાવવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો જેમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


ભારત કાશ્મીરને પોતાનું માનવાનું બંધ કરે :પાકિસ્તાન

પાકિસ્તાને આજે ફરીથી પોતાના લખ્ખણ દેખાડતા કહ્યું હતું કે ભારત કાશ્મીરને પોતાનું અભિન્ન ભાગ માનવાનું બંધ કરે અને ત્યાર બાદ જ આ મુદ્દે કોઈ ઉપયોગી ચર્ચા થઈ શકે છે.પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ બસિતે કહ્યું હતું કે જ્યાં સુધી ભારત કાશ્મીરને પોતાનો અભિન્ન ભાગ ગણતું રહેશે અને ભારતીય બંધારણ પ્રમાણે કાશ્મીરના સમાધાનની માગણી કરતું રહેશે ત્યાં સુધી આ મુદ્દે કોઈ પણ ઉપયોગી અને પરિણામજનક વાર્તાલાપ થઈ શકે નહીં.બસિતે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની ભારત યાત્રાનો આધાર પણ એ વાત પર રહેશે કે શું ભારત વિશાળ અને બંને દેશ વચ્ચે વાર્તાલાપ ચાલું રહે તે માટે સહમતી દર્શાવે છે કે નહીં.બસિતના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન પણ ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિંસાના સમાધાન માટે ભારત સરકાર દ્વારા એક ડેલિગેશન બનાવીને તેને જમ્મુ-કાશ્મીરના મોકલવા બાબતે પૂછવામાં આવેલા એક પ્રશ્નને જવાબમાં બસિતે આવી પ્રતિક્રિયા આપી હતી. બસિતે જણાવ્યું હતું કે હુરિયત કોન્ફરેન્સે સરકારની આવી ઓફર પહેલા જ નકારી કાઢી છે.


અમેરિકાના 400 ધનીકોમાં 4 ભારતીય: ફૉર્બ્સ

ફૉર્બ્સના 400 સૌથી ધનાઢ્ય અમેરિકન લોકોના લિસ્ટમાં 4 ભારતીયનો સમાવેશ થઈ ગયો છે. જેમાં 252માં ક્રમે ભારત દેસાઈ, 288 માં ક્રમે કવિતર્ક રામ શ્રીરામ, 290માં ક્રમે રોમેશ વાધવાની, અને 308માં ક્રમે માઇક્રો સિસ્ટમના સહ સંસ્થાપક વિનોદ ખોસલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.એક વાર ફરી બિલ ગેટ્સ આ લિસ્ટમાં સૌથી ઉપર રહ્યા છે. ફોર્બ્સના આ લિસ્ટમાં તેઓ 17 વર્ષથી પહેલા સ્થાને બનેલા છે. તેઓએ 54 અબજ ડૉલરની સંપત્તિ સાથે અમેરિકામાં સૌથી અમિર વ્યક્તિ તરિકે પોતાનુ સ્થાન ટકાવી રાખ્યુ છે. બર્કશર હેથવેના મુખ્ય કાર્યકારી અધિકારી ઉદ્યોગપતિ વૉરેન બફેટ આ વર્ષે 45 અબજ ડૉલર સાથે આ લિસ્ટમાં બીજા નંબરના સ્થાને બનેલા છે. જ્યારે ત્રીજા સૌથી ધનાઢ્ય અમેરિકન વ્યક્તિના સ્થાને છે, સૉફ્ટવેર કંપની ઓરેકલના સહ સંસ્થાપક અને સિઈઓ લૈરી એલિસન.અન્ય લોકોની વચ્ચે આ લિસ્ટમાં ફેસબૂકનાં સંસ્થાપક અને સીઈઓ માર્ક ત્સુકરબેર્ગ 6.9 અબજ ડૉલરની સંપત્તિ સાથે 35માં સ્થાને છે. તેઓ એપ્પલના બૉસ સ્ટીવ જૉબ્સ અને મિડિઆ મુગલ ઓપ્રાહ વિનફ્રી કરતા વધારે ધનાઢ્ય છે. સ્ટીવ જૉબ્સ 42માં સ્થાને છે જ્યારે ઓપ્રાહ વિનફ્રી 130માં સ્થાને છે. ફોર્બ્સની પત્રિકામાં બિલ ગેટ્સ ઉપર ટિપ્પણી કરતા કહેવામાં આવ્યુ છે કે "ગેટ્સ માત્ર સંપત્તિમાં જ દુનિયાના સૌથી ધનિક નહી પણ ઉદારતાની બાબતમાં પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે." બિલ ગેટ્સ અત્યાર સુધીમાં કુલ 28 અબજ ડૉલર દાનમાં આપી ચુક્યા છે.ગેટ્સ અને બીજા સ્થાને બનેલા બફેટ બન્ને ધનિકો, અમેરિકનોને આ અપીલ કરતા આવ્યા છે કે તેઓએ વધારેમાં વધારે રૂપિયા દાનમાં આપવા જોઈએ. બફેટે પણ આવી જાહેરાત કરી છે કે તેઓ પોતાની મૃત્યુ પછી પોતાની સંપત્તિમાનો અમુક ભાગ બિલ ગેટ્સની 'બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન'માં દાનમાં આપશે.


કેટરિના-રીતિક વચ્ચે બોલિવૂડના ઈતિહાસનું સૌથી પ્રગાઢ ચુંબન!

ઝોયા અખ્તરની ફિલ્મ જિંદગી મિલેંગી ના દોબારમાં રીતિક રોશન, કેટરિના કૈફ, અભય દેઓલ, કલ્કી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની ચર્ચા થઈ રહી છે.આ ફિલ્મનું દિગ્દર્શન ઝોયા અખ્તર કરવાની છે. આ પહેલા ઝોયાએ લક બાય ચાન્સ જેવી સફળ ફિલ્મ આપી છે. ફિલ્મનું શુટિંગ સ્પેનમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રીતિક અને કેટરિના વચ્ચે પ્રગાઢ ચુંબન જોવા મળશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીતિક અને કેટરિના વચ્ચે સૌથી લાંબુ ચુંબન દ્રશ્ય જોવા મળશે. ફિલ્મમાં કેટરિનાને જાણ થાય છે કે, તે ખરી રીતે રીતિકના પ્રેમમાં છે. આ સમયે રીતિકની સાથે અભય અને ફરાહન પણ હોય છે. કેટરિના રીતિકની બાઈક બેઠી હોય છે. કેટ તરત જ બાઈકને ઉભી રાખે છે અને રીતિકને ચુંબન કરવા લાગે છે. આ સમયે કેટરિના પોતાની લાગણી વ્યક્ત કરતી હોય છે.કેટરિના રીતિકને ચુંબન કરવા તૈયાર થઈ ગઈ હતી. તેને રીતિકને ચુંબન કરવા સામે કોઈ જ વાંધો નથી. માનવામાં આવે છે કે, બોલિવૂડના ઈતિહાલમાં આ કેટરિના-રીતિકનું ચુંબન સૌથી લાંબુ છે. ઉલ્લેખનીય છે કે, રાજા હિન્દુસ્તાનીમાં કરિશ્મા કપૂર અને આમિર વચ્ચે સૌથી લાંબુ ચુંબન હતું. હવે આ રેકોર્ડ રીતિક અને કેટરિનાના નામે થઈ ગયો છે.


GM ( જનરલ મોટર્સ )નું હાલો...હાલોલ, ગુજરાત

જનરલ મોટર્સના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડન્ટ પી. બાલેન્દ્રન ઉપરાંત પ્રેસિડન્ટ કાર્લ સ્લીમએ હાલોલ ખાતેના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તાજેતરમાં, અહીં લિક્વિફાઈડ નેચરલ ગેસના ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. કંપનીએ શાંઘાઈ ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન સાથે મળીને ત્રણ કોમર્શિયલ લાઈટ વ્હીકલ અને બે પેસેન્જર કારનું નિર્માણ કરવાના છે. જેમાં હાલોલ પ્લાન્ટ ખાતે લાઈટ કોમર્શિયલ વ્હીકલનું નિર્માણ કરવામાં આવશે


મિસ ગ્રેટ બ્યુટી કોન્ટેસ્ટની પ્રતિસ્પર્ધી સેક્સ વર્કર

લંડનમાં આયોજિત થનારી મિસ ગ્રેટ બ્રિટન સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી એક પ્રતિસ્પર્ધી સેક્સ વર્કર રહી ચૂકી છે. આ મામલો સામે આવતા આયોજકોએ આ મોડલને બહાર કાઢી મૂકી છે. 27 વર્ષીય લોરા એનિસને તાજેતરમાં જ મિસ પ્લાઈમાઉથ સિટીથી નવાજવામાં આવી છે અને તે નવેમ્બરમાં આયોજિત થનારી મિસ ગ્રેટ બ્રિટન કોમ્પિટિશનમાં ભાગ લેવાની હતી.એક અહેવાલ પ્રમાણે પ્રતિયોગિતાના આયોજક આ બ્યુટી ક્વીનની હકીકતથી અજાણ હતા. લોરાએ 1999માં ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું અને એવા મસાજ પાર્લરમાં પણ કામ કરતી હતી, જ્યાં સેક્સનો ધંધો ચાલતો હતો. આ પહેલા આ વર્ષે પોતાની સાચી ઉંમર છુપાવવાના કારણે મિસ કાર્નિવલ બ્યુટી કોમ્પિટિશનનો તાજ પણ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.આ પછી બ્યુટી ક્વીને મિસ ગ્રેટ બ્રિટન માટે નસીબ અજમાવવાનો નિર્ણય લીધો. આ પ્રતિયોગિતાના નિયમો પ્રમાણે પ્રતિસ્પર્ધીઓએ નગ્ન ફોટોશૂટ ન કારવ્યું હોવું જોઇએ અને તે વેશ્યાવૃત્તિમાં પણ સંકળાયેલા ન હોવા જોઇએ. જો કે મિસ ગ્રેટ બ્રિટન કોમ્પિટિશનના આયોજક લિઝ ફલર આ ઘટનાથી બહુ દુઃખી છે.

રાજકોટ : મહિલા પાસેથી બે બુકાનીધારીઓ ૪૦ હજારના ઘરેણાં લૂંટી ગયા

રાજકોટ જિલ્લામાં ખેત મજૂરોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ટોળકીના બુકાનીધારી બે સભ્યએ ટંકારાના હરબટીયાળી ગામે ભર બપોરે ખેતરમાં મજૂરી કરી રહેલી પટેલ મહિલા ઉપર હુમલો કરી રૂ. ૪૦ હજારની કિમતના ઘરેણાની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ગભરાટ ફેલાયો છે. જો કે બનાવ અંગે હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.


રાજકોટ : મધરાતે રેલ-વે ફાટક ખોલવાનું કહી તલવારથી હુમલો

શહેરના કોઠારિયા સોલવન્ટ નજીક મોડી રાતે કાર લઇને નિકળેલા બે દારૂડિયાએ ટ્રેન આવવાના સમયે ફાટક બંધ હોવાથી ફાટક ખોલાવવા ગેટમેનને ઢોર માર મારી તલવારથી હુમલો કરતા ઘવાયેલા ગેટમેનને હોસ્પિટલમાં ખસેડાયો છે.કોઠારિયા સોલવન્ટ નજીક ફાટક નંબર ૧પ ઉપર ફરજ બજાવતા ગેટમેન મનસુખભાઇ ગોવિંદભાઇ ઝાલા (ઉ.વ.પ૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાતે અઢી વાગે ટ્રેન આવવાનો સમય થતાં ફાટક બંધ કર્યું હતું. દરમિયાન સફેદ કલરની કારમાં આવેલા બે શખ્સે ફાટક ખોલવાનું કહેતા તેમણે ટ્રેન પસાર થયા પછી જ ફાટક ખૂલશે તેવો જવાબ આપ્યો હતો.આથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સ તેની ઉપર તૂટી પડ્યા હતા. અને તલવાર,પાઇપથી હુમલો કરીને આખા શરીરે ઇજા કરી નાસી ગયા હતા. બન્ને હુમલાખોર નશામાં હોવાની ગેટમેને શંકા વ્યકત કરી હતી.


અમિતાભની રાષ્ટ્રભાવના

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને અયોધ્યા વિવાદ પર આવનારા કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને લોકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે.બિગ-બીએ પોતાના બ્લોગ પર કહ્યું છે કે અયોધ્યા, બાબરી મસ્જિદ વિવાદ પર 24 સપ્ટેમ્બરે કોર્ટનો ચુકાદો આવવાનો છે અને તે દરમિયાન ઘણાં લોકોએ આપણને શાંતિ અને સૌહાર્દ જાળવવાની અપીલ જારી કરીને આગ્રહ કર્યો છે.અમિતાભે કહ્યું છે કે કેટલાંક લોકો ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપ્ત ધર્મનિરપેક્ષતા અને એકજૂટ પ્રકૃતિ સંદર્ભે જાણવા ઈચ્છે છે. સાથએ તેઓ એ પણ જાણવા ઈચ્છે છે કે પ્રતિક્રિયા હિંસક થઈ જાય ત્યારે ફિલ્મ ઉદ્યોગમાં સમુદાયો વચ્ચ મતભેદ થાય છે કે નહીં?તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે આપણે લોકો રાષ્ટ્રીય એકતાનું સૌથી મોટું ઉદાહરણ છીએ અને આપણને તેનો ગર્વ છે. મહાનાયકે કહ્યું હતું કે 1992, બોમ્બ વિસ્ફોટ બાદ અમે બધાં લોકોએ સાથે મળીને શાંતિ માર્ચ કાઢી હતી. ભાઈચારો સ્થાપિત કરવાની વિનંતી કરતાં આ શાંતિ માર્ચ હુલ્લડ પ્રભાવિત વિસ્તારોમાંથી પસાર થઈ હતી.તેમણે કહ્યું હતું કે ફિલ્મોમાં તેઓ વિભિન્ન ધર્મોના પાત્રોની ભૂમિકા ભજવે છે. જ્યારે વાસ્તવમાં તેઓ તે હોતા નથી પરંતુ તેમની વચ્ચે એક અલિખિત નિયમ હોય છેકે જે તેમને એકજૂટ, સાથ સાથ ને પારદર્શી બનાવી રાખે છે.


રાજકોટ : ખુલ્લા પ્લોટમાથી વિદેશીદારૂનો જથ્થો રેઢો મળ્યો

શહેરના સંત કબીર રોડ, પ્રજાપતિની વાડી સામે આવેલા ખુલ્લા પ્લોટમા ચાર થેલા બિનવારસી હાલતમા પડ્યા હોવાની કોઇ નાગરિકે ગુરૂવારે સવારે પોલીસ કંન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જેના પગલે બી ડીવીઝન પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી જઇ તપાસ કરી હતી. તપાસમા ખુલ્લી જમીનમા ચાર ગુટખા કંપની થેલા પડ્યા હતા અંદર ચેક કરતા વિદેશીદારૂની પ૦ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ કબ્જે લઇ જથ્થો કોનો છે તે અંગે તપાસ હાથ ધરી છે.

No comments:

Post a Comment