20 September 2010

શાહના જામીનની તારીખ અંગે આજે નિર્ણય લેવાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

શાહના જામીનની તારીખ અંગે આજે નિર્ણય લેવાશે

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલમાં બંધ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી અમિત શાહના જામીન અંગેની સુનાવણી ૨૨મી તારીખે હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો, પરંતુ આ દિવસે સીબીઆઇના સિનિયર કાઉન્સેલ કેટીએસ તુલસીને હાઇકોર્ટમાં કોઈ કેસમાં હાજરી આપવાની હોવાથી આ તારીખ બદલવા માટે સીબીઆઇના વકીલ સાલવે દ્વારા સીબીઆઇ સેશન્સ જજ સમક્ષ અરજી કરવામાં આવી હતી.જો કે સુનાવણીની તારીખ નહીં બદલવા માટે અમિત શાહના વકીલ મિતેશ અમીને રજુઆત કરતાં સીબીઆઇ સેશન્જ જજ જી.કે. ઉપાધ્યાયે આજે ૨૦મી તારીખે બંને પક્ષે રજુઆત સાંભળી શાહના જામીન અંગેની સુનાવણીની તારીખ નક્કી કરવા આદેશ કર્યો હતો.હવે આજે બન્ને પક્ષે વકીલો અમીત શાહના જામીનની સુનાવણી માટે કઇ તારીખ રાખવી તે અંગે રજુઆતો કરશે.જેના આધારે શાહની જામીન અરજીની સુનાવણી કઇ તારીખે રાખવી તે અંગે કોર્ટ નીર્ણય લઇ તારીખ જાહેર કરશે અથવા ૨૨ મી તારીખ યથાવત રાખશે.s


આજે ચુડાસમા, અમીન અને ચૌહાણના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ

સોહરાબુદ્દીન પ્રકરણમાં થયેલા સ્ટિંગ ઓપરેશનના અવાજ અભય ચુડાસમા, નરેન્દ્ર અમીન તથા એન.વી.ચૌહાણના જ છે કે કેમ તે અંગેની ચકાસણી માટે સોમવારે ત્રણેય જણને વોઇસ સ્પેકટ્રોગ્રાફી માટે આજે કોર્ટમાં હાજર રાખવામાં આવશે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર અમીને એન.વી. ચૌહાણ સાથેની વાતો રેકોર્ડ કરી લીધી હતી, જ્યારે આ જ પ્રકરણમાં ખંડણી લેતી વખતની અભય ચુડાસમા, અજય પટેલ તથા યશપાલ ચુડાસમાની વાતો પોપ્યુલર બિલ્ડર્સવાળા પટેલબંધુઓએ રેકોર્ડ કરી લીધી હતી. જે તમામ રેકોર્ડેડ સીડી સીબીઆઇએ કબજે લીધી છે.હવે આ અવાજ અભય ચુડાસમા, અજય પટેલ, યશપાલ ચુડાસમા તથા અમીન અને ચૌહાણના જ છે કે નહીં તે માટેના એફએસએલમાં વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરાવવા માટે સીબીઆઇએ કોર્ટ સમક્ષ અરજી કરી છે.પાંચ પૈકી અજય પટેલ તથા યથપાલ હજુ નાસતા ફરતા હોવાથી બાકીના ત્રણ આરોપીઓ ચુડાસમા, અમીન તથા ચૌહાણના વોઇસ રેકોર્ડિંગ માટે કોર્ટે ત્રણે જણને ૨૦મી તારીખે કોર્ટમાં હાજર રાખવા માટે અમદાવાદ, નડિયાદ તથા વડોદરા જેલને આદેશ કર્યો છે.


સુકાની સરવનનું દિલ લઈ ગઈ સેક્સી કેટરિના

હાલમાં દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટમાં ક્રિકેટનો જાદૂ છવાયો છે પરંતુ કેટલીક એવી પણ ટીમો છે જે દક્ષિણ આફ્રિકામાં ઈન્ડિયન સ્ટાઈલની મજા ઉઠાવી રહી છે. આ ટીમોમાં સૌથી ઉપર છે વેસ્ટ ઈન્ડિઝની ગુયાના ટીમ.આ ટૂર્નામેન્ટમાં ગુયાના ટીમનું પ્રદર્શન ફિક્કુ રહ્યું છે. શ્રેણીમાં તેણે રમેલી ત્રણેય મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેમ છતાં તેઓ ઉદાસ નથી અને પોતાના મનોરંજન માટે બોલિવૂડ ફિલ્મોનો સહારો લઈ રહ્યા છે.તેમાં પણ ટીમનો સુકાની રામનરેશ સરવન તો બોલિવૂડની હોટ એન્ડ સેક્સી અભિનેત્રી કેટરિના કૈફનો દિવાનો છે. સમગ્ર શ્રેણી દરમિયાન તેણે કેટરિનાની મોટા ભાગની ફિલ્મો જોઈ નાંખી છે.ખેલાડીઓના રૂમમાં લગાન, સિંઘ ઈઝ કિંગ અને બોલિવૂડની અન્ય સુપર હિટ ફિલ્મોની સીડી જોવા મળે છે. જ્યારે પણ તેમને નવરાશ મળે છે ત્યારે કેરેબિયન ખેલાડીઓ આ ફિલ્મોની મજા માણે છે. સુકાની સરવનને તો કેટરિનાનો ચસ્કો લાગ્યો છે.જો કે હવે શ્રેણીમાં તો તેમને કોઈ આશા નથી અને તેઓનું શ્રેણીમાંથી બહાર થઈ જવું લગભગ નક્કી છે. પરંતુ આ બધામાં તેઓનું બોલિવૂડ અને તેની ફિલ્મો અંગેનું જ્ઞાન જરૂરથી વધી રહ્યું છે.


એશિયન બજારમાં મિશ્ર પ્રતિસાદ
સપ્તાહના પહેલા કારોબારી દિવસે એશિયન શેર બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.યબીએસ (UBS) અને બીએનપી પરિબા (BNP Paribas)એ ચીનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનિયોની રેટિંગ વધારી દિધી છે. આનાથી ચીનના રિયલ એસ્ટેટ કારોબારને લઈને રોકાણકારોની ચિંતાઓ કેટલીક હદે ઓછી થઈ છે.ચીનનો શંઘાઈ કંપોઝિટ 2 અંકના સાધારણ વધારા સાથે સ્થિર છે. તાઈવાન વેટેડ 0.16 ટકા ઉપર છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ 1 અંકનો સાધારણ વધારો છે અને હવે તે સ્થિર છે. પરંતુ કૉસ્પીમાં 0.4 ટકાનો ઘટાડો છે. જાપાનના શેર બજારમાં આજે રજા છે.


જામા મસ્જિદ કાંડ પ્લાન LETનો, કામ ઈન્ડિયન મુજાહિદ્દીનું

દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં વિદેશી ટુરિસ્ટોની બસ પર હુમલો લશ્કરે તોઈબાના ઈશારે કરવામાં આવ્યો હતો. ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલા સમાચાર પ્રમાણે, લશ્કરે આ હુમલા માટે ઈન્ડિયન મુજાહિદ્દીનની મદદ લીધી હતી. વિદેશી પર્યટકો પર હુમલો કરનારા ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્યો હતા. કહેવામાં આવે છે કે કુલ ચાર લોકો હુમલા પહેલા દિલ્હીમાં દાખલ થયા હતા. આ વિસ્તારની રેકી કરી અને એ નક્કી કરવામાં આવ્યું કે જામા મસ્જિદ વિસ્તારમાં કેટલાં પર્યટકો આવે છે? બે લોકોએ રવિવારે હુમલો કર્યો અને અન્ય બે વ્યક્તિઓ હુમલા વખતે આસપાસમાં જ હાજર રહ્યાં હતા. સમગ્ર યોજના તૈયાર કરીને હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. વિસ્તારમાંથી જે ઈયર ફોન મળ્યો છે, તેનાથી સાબિત થાય છે કે હુમલાખોરોને પહેલેથી જ સૂચનાઓ મળી રહી હતી. હુમલાની રીત જરૂર નવી હતી. પરંતુ જે લોકોએ હુમલો કર્યો તે તાલીમબદ્ધ હતા.દિલ્હીમાં રેડ એલર્ટ કરાયા બાદ પૂરી તાકાતથી આ હુમલાની તપાસ શરૂ કરી દેવાય છે. પુરાવાના નામે પોલીસ પાસે ગેટ નંબર-3ની પાસેથી મળેલા ખાલી ખોખા, એક મેગઝીન, બસ પર લાગેલા નિશાન અને બાઈકની પાછળ બેઠેલા યુવકનું ઈયર ફોન છે. પોલીસે જામા મસ્જિદની આસપાસ ચાર મોબાઈલ કંપનીઓના છ મોબાઈલ ટાવરોને સ્કેન કરી લીધા છે. તમામ મોબાઈલ ફોનની ડિટેઈલ જોવામાં આવી છે.


કૈલાસ યાત્રા: ગુજરાતનાં ૩૯ યાત્રીઓ ઉત્તરાખંડમાં ફસાયાં

કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલાં ગુજરાતનાં ૩૯ યાત્રીઓ મુશળધાર વરસાદના કારણે છેલ્લા ૩૨ કલાકથી ઉત્તરાખંડમાં ફસાયાં હોવા છતાં તેઓને કેન્દ્ર સરકાર કે, રાજ્ય સરકાર દ્વારા કોઇ મદદ પૂરી પાડવામાં ન આવતાં આ તમામ યાત્રીઓની હાલત કફોડી બની છે.પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કૈલાસ - માનસરોવરની યાત્રાએ ગયેલાં બેચ નંબર ૧૫નાં ૩૯ યાત્રીઓ બે દિવસ પહેલાં દારચૂલાથી બસમાં બેસી કાઠગદામ જવા માટે રવાના થયાં હતાં. યાત્રીઓ બીજા દિવસે ૬૦૦ કિ.મી.નો રસ્તો કાપી નિધૉરીત સ્થળે પહોંચી જવાનાં હતાં.જોકે, મુશળધાર વરસાદના કારણે રોડ પર ઠેરઠેર ભેખડ ધસી પડતાં યાત્રીઓની બસ ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લાના ચોસલી ગામ ખાતે ફસાઇ ગયાં હતાં. તમામ પ્રવાસીઓ છેલ્લા ૩૨ કલાકથી બસમાં બેસી રહ્યાં છે અને તેઓને કેન્દ્ર સરકાર કે, પછી રાજ્ય સરકાર દ્વારા કોઇ મદદ પૂરી પાડવામાં આવી રહી નથી.બે દિવસથી ગ્રામજનો યાત્રીઓને જમવા સહિતની મદદ પૂરી પાડી રહ્યાં છે. જોકે, તેઓ સ્થળ પરથી નીકળી શકે તેવી કોઇ મદદ મળી રહી ન હોવાના કારણે તમામ યાત્રીઓ મુશળધાર વરસાદની વચ્ચે બસમાં જ સમય કાઢી રહ્યાં છે. ગુજરાતનાં જે ૩૯ યાત્રીઓ છે તેમાં નવ મહિલાનો સમાવેશ થાય છે.મુન્નીબહેન પટેલ તમજ દક્ષાબહેન પટેલ નામનાં યાત્રીઓએ જણાવ્યું હતુંકે, સામાન્ય રીતે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં યાત્રીઓને કેન્દ્ર સરકાર કે, રાજ્ય સરકાર દ્વારા હેલિકોપ્ટરની મદદ પૂરી પાડવામાં આવે છે, પરંતુ તેમને સાંભળનાર અહી કોઇ નથી.


ભાજપ-કોંગ્રેસમાં પસંદગીની પળોજણ

મહાનગર સેવાસદનની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની સત્તાવાર કાર્યવાહી આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પસંદગીને લઇને ભાંજગડ યથાવત્ રહેવા પામી છે. જેના કારણે, આવતી કાલે પહેલા દિવસે ભાજપ-કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવારી ભરાશે નહીં તે નિશ્વિત છે.નવા સીમાંકનના પગલે મહાનગર સેવાસદનના ૨૫ વોર્ડની ૭૫ બેઠક માટેના મુરતિયાની પસંદગી કરવા માટે ભાજપની પાલૉમેન્ટરી બેઠકમાં ચર્ચાનો દોર બે દિવસ સુધી ચાલુ રહ્યો હતો. પરંતુ, દરેક વોર્ડના નવ નવ નામોની ચર્ચા કર્યા બાદ પાંચ પાંચ નામોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. પરંતુ, આંતરિક વિખવાદના કારણે ભાજપ મોવડીમંડળમાં ઉમેદવારોનાં નામોને લઇને એકમતી ન સધાતાં ભાંજગડ યથાવત્ રહી છે. આવતી કાલથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થઇ રહ્યો છે પણ ભાજપ દ્વારા પેનલ નક્કી કરાતાં હજુ બે દિવસનો વિલંબ થાય તેવું ચિત્ર હાલમાં ઉપસી રહ્યું છે ત્યારે ઉમેદવારીપત્ર ભરવાની મુદત પૂરી થવાના એક દિવસ પહેલાં જ ફોર્મ ભરાય તેવું મનાઇ રહ્યું છે.તેવી જ રીતે, કોંગ્રેસમાં પણ આજે વિધાનસભા વિસ્તારની સમિતિમાં બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો અને ઉમેદવાર ગેરલાયક ના ઠરે તે રીતના નિયમોને આધીન રહી બેઠકદીઠ ત્રણ ત્રણ નામો શહેર સમિતિને સુપરત કરવામાં આવ્યાં છે. જેમાંથી બેઠકદીઠ બબ્બે નામો પ્રદેશ કોંગ્રેસને મોકલી આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.


બાબુ બજરંગીના જામીન રદ કરવાની અરજી ૧લી ઓક્ટોબરે

નરોડા પાટીયા કેસમાં બાબુ બજરંગીની જામીન અરજી રદ કરવા માટે સીટ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી ૧લી ઓકટોબર પર મુલત્વી રહી છે.સીટ તરફે એડવોકેટ જે.એમ.પંચાલે બાબુ બજરંગીની જામીન અરજી રદ કરવા માટે કરેલી અરજીમાં એવી રજુઆત કરી હતીકે તેની સામે કેટલાક નવા પુરાવા સામે આવ્યા હોવાથી તેની જામીન રદ કરવા જોઇએ.આ કેસની વધુ સુનાવણી ૧લી ઓકટોબર પર મુલત્વી રાખવા ન્યાયમુર્તિ આર.એચ.શુકલએ હુકમ કર્યો છે.


આધેડે અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવતા ચકચાર

સાબરમતી વિસ્તારમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી અસાધ્ય રોગથી પીડાઇ રહેલા સાબરમતીનાં એક આધેડે ઘરમાં શરીર પર કેરોસીન છાંટી આપઘાત કરી લેતા કમકમાટી વ્યાપી ગઇ છે. ગંભીર રીતે દાઝેલા આધેડને પરિવારે તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યા હતા, જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રામનગરની હીરાજૈન સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ સોનાભાઇ શાહે (૫૨) શુક્રવાર સાંજે ૫ વાગ્યે ઘરમાં શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.જો કે આગની લપટોમાં ઘેરાયેલા વિક્રમભાઇને જોઇ દોડી આવેલા પરિવાર તથા પડોશનાં લોકોએ તેમને તાત્કાલિક વા.સા. હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વિક્રમભાઇ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હોઇ તેમણે કંટાળીને અંતિમ પગલું ભર્યું છે.


સુરતમાં પણ હાઇએલર્ટ

દિલ્હીમાં ફાયરિંગ તેમજ કાર વિસ્ફોટ બાદ સુરત સહિત અમદાવાદ તેમજ ગાંધીનગરને હાઇએલર્ટ કરાયા છે.બીજી તરફ ગણેશ વિસર્જન, બાબરી ધ્વંશનો ચુકાદો તેમજ સ્થાનિક સ્વરાજની ચુંટણને ધ્યાને લઈ રાજ્ય પોલીસે સવિષેશ સુરક્ષા વ્યવસ્થા રાખવાનો નિર્ણય લીધો છે.અધિક પોલીસ મહાનિરિક્ષક સુધિર સિન્હાએ જણાવ્યું હતું તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓની રજાઓ રદ કરીને સ્ટેન્ડ ટુના આદેશ જારી કરી દેવાયા છે.


બમરોલી - મધરાત્રે પંખા સાથે સ્લેબનો ટુકડો પડતાં બાળકીનું મોત

ભેસ્તાન-જીયાવ રોડ પરની પ્રિયંકા ગ્રીન સોસયટીના એક મકાનમાં રવિવારે મધરાત્રે ૨.૩૦ વાગ્યે પંખા સાથે સ્લેબનો ભાગ પડતા ત્રણ વર્ષની કરીના કાપૂરેનું મોત થયું હતું. પંખાની નીચે એક જ રૂમમાં સૂઈ રહેલા પરિવારના પાંચ સભ્યોને નાની- મોટી ઈજા થઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર બમરોલી-જીયાવ રોડની પ્રિયંકા સોસાયટીના આ મકાનમાં કાપૂરે પરિવાર ગાઢ નિદ્રામાં હતો. ત્યારે તેમની ઉપર સ્લેબના ટુકડા સાથે પડેલા પંખાએ તમામને મોટી આફતમાં મૂકી દીધા હતાં. સૂતેલા પરિવારના જયોતિબેન ગણેશભાઈ કાપૂરે (૨૨), વિવેક ગણેશભાઈ કાપૂરે (૨), ગણેશભાઈ શંભુભાઈ કાપૂરે (૨૪), શાંતાબેન શંભુભાઈ કાપૂરે અને જિજ્ઞેશ શંભુભાઈ કાપૂરેને પણ નાની-મોટી ઈજા પહોંચી હતી.


કોંગ્રેસ પક્ષના વોર્ડ પ્રમુખ સોલંકીના રિમાન્ડ મંજૂર

સરકારના ગરીબ સહાય કલ્યાણ મેળા ઉપર વિધવા મહીલાઓ માટે નાણાંકીય સહાય અર્થે તેમના પતિઓના જન્મ-મરણના ખોટા દાખલા કઢાવીને નાણાંકીય કૌભાંડ કરવા માટેનો તખ્તો તૈયાર કરનાર કોંગ્રેસ પક્ષ સેવાદળના મંત્રી અને પાનવાડી વોર્ડના વોર્ડ પ્રમુખ બાબુ પરશોત્તમ સોલંકીની ગઈકાલે ધરપકડ થયા બાદ, કોર્ટએ આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતાં.આ પ્રકરણમાં એ ડીવીઝનના પી.આઈ. પ્રદીપસિંહ જાડેજા, પી.એસ.આઈ. આર.જી. રાણા, રાઈટર બી.કે. આહીરે મોતીતળાવમાં રહેતો કોંગ્રેસ પક્ષનો કાર્યકર મુસ્લીમ હમીદમકવાણાને આજે ઝડપી લીધો હતો.આ શખ્સ બીપીએલ કાર્ડ, રેશનકાર્ડ સહીતની બોગસ પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોયને તેમજ બાબુ સોલંકી સાથે કામગીરીમાં જોડાયેલ હોયને તેની ધરપકડ કરવામાં આવી છે.


ઉર્ષ નિમિત્તે રાજવી પરિવાર દ્વારા ચાદર અને ધજા અર્પણ

ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ મહાન સુફી સંત કોમી એકતાના પ્રતિક સમાન ઓલીયાપીર હઝરત બાલમશાબાપુનો ઉર્ષ શરીફ ત્રણ દિવસ શાનદાર રીતે ઉજવાશે. આજે સોમવારે રાત્રે ૧૧.૩૦ કલાકે સંદલ વિધિ કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાવેણાના રાજવી પરિવાર દ્વારા અત્રે ચાદર-નિશાન અર્પણ કરાય છે.આ પરંપરા મુજબ ભાવેણાના મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે નિલમબાગ પેલેસ ભાવનગર ખાતે નિશાન (ધજા), ચાદર, સંદલ સહિતની અર્પણવિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જુમ્મા મસ્જીદના હઝરતકારી અબ્દુલ કાદીર, હુસૈનમીયાબાપુ, મઝીદભાઈ મુંજાવર રહેમાનબાપુ, સલીમબાપુ અને કાળુભાઈ બેલીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ઈસ્લામી સલાતો, સલામ અને સામુહિક દુઆ કરાઈ હતી.


લોડાઇમાં રસ્તો પસાર કરવાના મુદ્દે મારામારી

તાલુકાના લોડાઇમા આજે ખેતરનો રસ્તા પસાર કરવાની વાતે બોલા ચાલી થતાં બે પરિવારના સભ્યોએ એક બીજાને માર માર્યો હતો. એક બાજુ પથ્થર ફેકાયા તો બીજી બાજુ ઊંધી કુહાડીનો ઘા ઝીંકીના સામ સામી ફરિયાદ થઇ હતી. બંને પક્ષે એક એક ઘાયલ થતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.લોડાઇમાં બનેલી આ ઘટના વિશે પોલીસે જણાવ્યું કે, ભુજના ખેંગારપરના ગોપાલ,રામા હરજિન (ઉ.વ.૪૧) અને તેના પિતા રામા ભોજા આજે સવારે ગાડંુ લઇને જતા હતા ત્યારે પોતાના ખેતરમાં દાખલ થવા માટે ઝાંપો ખોલવાની વાતે રામજી આભુ કોલી અને તેની પત્ની લખીબેન સાથે બોલાચાલી થઇ હતી.
બોલાચાલીનો આ મામલો ઉગ્ર બનતા બને પક્ષો મારા મારી પર ઉતરી આવ્યા હતા જેમાં ગોપાલની ફરિયાદ મુજબ રામજી અને તેની પત્નીએ તમારો રસ્તો નથી એમ કહીને પથ્થરના ઘા કર્યા હતા જેમાં ગોપાલને માથાના ભાગે ઇજા થવા પામી હતી. ગોપાલે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.


ગુમ થયેલી ગાયના કપાયેલા પગ ઉકરડે મળ્યા

ભુજમાં જીઆઇડીસી બાપા દયાળુનગર પાછળ ખડકાયેલા ગૌવંશના હાડકાં અને શિંગડાના ઢગલામાં મુસ્લિમ કાકા-ભત્રીજાએ ગાયના અવશેષ ઓળખ્યા.પર્યુષણ પર્વ પૂર્ણ થયાને હજુ ગણતરીના દિવસો થયા છે, ત્યારે ભુજમાં વધુ એક ગૌવંશ કપાવાનો બનાવ પ્રકાશમાં આવતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. ઇદના પવિત્ર દિવસે જ મુસ્લિમ કાકા-ભત્રીજાની ગુમ થયેલી ગાયના પગ ઉકરડે મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.ભુજમાં ભીડ વિસ્તારમાં રહેતા ગનીભાઇ અને તેમના ભત્રીજા સાલેમામદભાઇની માલિકીની ગાય ઇદ ઉલ ફિત્રના દિવસે ગુમ થઇ ગઇ હતી, ત્યારે શોધખોળ બાદ આ મુસ્લિમ માલધારીને એમની ગાય કપાઇ હોવાની દહેશત હતી. તે સાચી ઠરી હતી.ભુજ જીઆઇડીસી વિસ્તારમાં બાપા દયાળુનગર પાછળ ખડકાયેલા ગૌવંશના હાડકાંને રૂબરૂ જઇને જોતાં ગનીભાઇ અને સાલેમામદના હોંશ ઉડી ગયા હતા. હાડકાં અને શિંગડાના ઢગલામાં બંને મુસ્લિમ માલધારીઓએ પોતાની ગાયના કપાયેલા પગ અને શિંગડા ઓળખી બતાવ્યા હતા. પત્રકારોને સાથે લઇને ગયેલા આ માલધારીએ સ્થળ પર જ પોતાની ગાયના અવશેષ ઓળખી બતાવીને કહ્યું હતું કે, અગાઉ પણ પોતાની સાત જેટલી ગાય ગુમ થઇ છે.એક તરફ શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન ઉકેલાય એ પહેલાં ગાયના ગુમ થવાના બનાવે માલધારીઓને વિચારતા કરી દીધા છે. જોકે, તંત્ર ચોક્કસ દિશાએ આગળ વધ્યે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી શકે.


ઊંઝા પાસે ઇસબગુલની ફેક્ટરીમાં આગ

ઊંઝા હાઇવે પર આવેલ ઇસબગુલની ફેક્ટરીમાં મધરાત્રિ દરમિયાન શોર્ટ-સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ફાયર ફાયટરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.આ આગને લીધે ફેક્ટરીમાં રાખેલ અંદાજે ૨૦૦ બોરી ઇસબગુલ બળી ગયુ હોવાની ફરિયાદ ફેક્ટરીના માલિકોએ નોંધાવી છે. ઊંઝા પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઊંઝા-સિધ્ધપુર હાઇવે પરના બ્રાહ્નણવાડા ગામ પાસે સતનામ ફેક્ટરીના એક ભાગમાં રવિવારે વહેલી સવારે આગ લાગી હોવાની જાણ થતા નગરપાલિકા અને એપીએમસીના ફાયર ફાયટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.આ ફેક્ટરીના માલિક ચંદુભાઇ પટેલે પોલીસને આપેલી માહિતી પ્રમાણે તેઓ શનિવારે રાત્રે આઠ વાગ્યે ફેક્ટરી પરથી ઘરે ગયા બાદ આ બનાવ બન્યો છે . જેમાં મધરાતથી વહેલી સવાર દરમિયાન શોર્ટ-સર્કિટ થવાને લીધે આગ લાગ્યાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે.


જૂનાગઢમાં ચોરીની શંકાથી રિક્ષા ચાલકનું અપહરણ

જૂનાગઢની રઘુવીર સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલકનુ ટ્રાન્સ્પોર્ટના સંચાલકે ચોરીની શંકાથી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.રઘુવીર સોસાયટીમાં રહેતા યાકુબ રહીમભાઇ નામના મુસ્લીમ રિક્ષા ચાલકે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ટ્રાન્સપોર્ટ સંચાલક વિપુલ રબારી અને તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સ હોવાનું જણાવ્યું છે.તેના કહેવા મુજબ, આરોપી વિપુલના ટ્રાન્સ્પોર્ટમાંથી ચોરી થઇ હતી. એ ચોરીમાં યાકુબની સંડોવણી હોવાની શંકાથી તેનું અપહરણ કરીને અજ્ઞાત સ્થળે ગોંધી રાખી તેને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને છોડી મુકતા તે સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો.

No comments:

Post a Comment