visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રદ્દ થઈ શકે છે કોમનવેલ્થ ગેમ્સ
દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ માટેના ન્યૂઝિલેન્ડ દળના નેતા ડેવ કરીએ મંગળવારે જણાવ્યું હતું કે જો સ્પોર્ટ્સ વિલેજને લઈને વ્યક્ત કરવામાં આવી રહેલી ચિંતાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો કોમનવેલ્થ ગેમ્સને રદ કરવામાં આવી શકે છે.કરી તે દળમાં સામેલ છે જેણે દિલ્હીના સ્પોર્ટ્સ વિલેજની મુલાકાત લઈને તેની રહેઠાણને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો ગુરૂવારના રોજ ખેલાડીઓની પહેલી ટૂકડી આવવાની છે તે પહેલા રહેઠાણની સ્થિતીમાં સુધારો નહીં કરવામાં આવે તો 3થી 14 ઓક્ટોબર સુધી રમાનારા કોમનવેલ્થ ગેમ્સને રદ કરવામાં આવી શકે છે.ન્યૂઝિલેન્ડ મીડિયાના જણાવ્યા અનુસાર કરીએ કહ્યું હતું કે આ વાસ્તવિકતા છે. મને લાગે છે કે જો સ્પોર્ટ્સ વિલેજ તૈયાર નહીં થાય તો ખેલાડીઓ આવી શકશે નહીં અને પછી તો સ્વાભાવિક છે કે ગેમ્સ નહીં યોજાય. તેમણે વધારેમાં ઉમેર્યુ હતું કે આ અમારો નિર્ણય નથી. અમે તે નથી કહીં રહ્યા કે અમે નથી આવી રહ્યા કે અમારો દેશ ભાગ નથી લઈ રહ્યો. અમે એમ કહી રહ્યા છીએ કે તેમના માટે મોટો પડકાર સ્પોર્ટ્સ વિલેજ છે અને તે સમસ્યાનું સમાધાન કરવા માટે તેમણે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ
દુનિયામાં ભારતની વધતી તાકાતને સલામ કરતા અમેરિકાએ એક સરકારી રિપોર્ટમાં ભારતને દુનિયાનું ત્રીજુ સૌથી શક્તિશાળી રાષ્ટ્ર જાહેર કર્યું છે.સૌથી શક્તિશાળી દેશોની તાજેતરની યાદીમાં ભારતનું સ્થાન અમેરિકા અને ચીન પછી ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે સ્થપાયું છે. એ સંભાવના પણ જાહેર કરવામાં આવી છે કે આ દબદબો વર્ષ 2025 સુધી હજુ વધશે.નેશનલ ઈન્ટેલીજન્સ નિર્દેશક કાર્યાલયની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ તથા યુરોપીય સંઘની ઈન્સ્ટીટ્યુટ ફોર સિક્યોરિટી સ્ટડીઝે ‘ગ્લોબલ ગવર્નન્સ 2025’ અંતર્ગત એક અહેવાલ જાહેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્યુચર્સ મોડલ પ્રમાણે વર્ષ 2025 સુધી અમેરિકા, યુરોપીય સંઘ, જાપાન તથા રશિયાની તાકાત ઘટશે જ્યારે ચીન, ભારત અને બ્રાઝિલ વધુ શક્તિશાળી બનશે.
મોદીએ સુપ્રિમ કોર્ટમાં ધા નાંખી
ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ના સસ્પેન્ડ કરાયેલા કમિશ્નર લલિત મોદી પોતાની સામે લગાવવામાં આવેલા નાણાંકિય ગોટાળાઓની તપાસ કરી રહેલી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની શિસ્ત સમિતિના બે સભ્યો બદલવા માટે સુપ્રિમ કોર્ટ ગયા છે.આ પહેલા બોમ્બે હાઈ કોર્ટે લલિત મોદીની શિસ્ત સમિતિના બંધારણને પડકારી અરજીને નકારી કાઢી હતી અને બીસીસીઆઈને શિસ્ત સમિતિના તે જ સભ્યો સાથે આગળની કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી.મોદીએ શિસ્ત સમિતિના બે સભ્યો અરૂણ જેટલી અને ચિરાયુ અમિન તેમની સામે પક્ષપાત રાખી રહ્યા છે તેથી તે બન્નેને બદલવાની માંગણી કરી હતી.આ પહેલા સુપ્રિમ કોર્ટે બીસીસીઆઈના સેક્રેટરી એન.શ્રીનિવાસન પાસે આઈપીએલની ટીમના માલિક અને બોર્ડ અધિકારીની બેવડી ભૂમિકા ભજવવા બદલ જવાબ માંગ્યો હતો.
ઈમરાન-દીપિકા તદ્દન અલગ છે
ઈમરાન ખાન તેની ફિલ્મ જાને તુ... યા જાને નાની સફળતા બાદ ઘણો મોટો સ્ટાર થઈ ગયો છે. પણ તે ક્યારેય તેનાં જુના મિત્રોને ભુલ્યો નથી. શૂટિંગમાંથી સમય મળતાં જ તે તેનાં મિત્રો સાથે સમય ગાળવા જતો રહે છે.તે હાલમાં પણ જણાવે છે કે આજે પણ જ્યારે તેને સમય મળે છે તે તેનો ઉપયોગ કરી લે છે અને તેનાં મિત્રો સાથે સારો એવો સમય વિતાવે છે. તેને તેનાં મિત્રો સાથે રહેવું ખુબ પસંદ છે.હાલમાં ફિલ્મ બ્રેક કે બાદનાં પ્રોમોશનમાં વ્યસ્ત ઈમરાન જણાવે છે કે, ''મને જેમ સમય મળે છે હુ મારા મિત્રો સાથે કાફે પહોચી જાવું છુ. ત્યા અમે કલાકો બેસીને કોફીની મજા માણીએ છીએ અને ગપ્પા મારીએ છીએ. પણ હાલમાં ફિલ્મ બ્રેક કે બાદનાં પ્રોમોશનની વ્યસ્તતાને કારણે એટલો સમય મળતો નથી.''જોકે ઈમરાનથી તદ્દન અલગ તેની કો-સ્ટાર દીપિકા પાદુકોણે સમય મળતા જ એકલાં રહેવાનું પસંદ કરે છે.આ વિશે દીપિકાએ જણાવ્યું હતું કે, ''હુ સમય મળતા જ હુ સ્પામાં જવાનું પસંદ કરુ છુ. મને શાંત વાતાવરણમાં રહેવું પસંદ છે.''
2013માં સૂર્ય પૃથ્વી પર તબાહી મચાવશે
પૃથ્વી પર સતત નવી નવી આફતો આવી રહી છે. આ પહેલા માયા કેલેન્ડરમાં એવી આગાહી કરવામાં આવી હતી કે 2012માં પૃથ્વીનો નાશ થઈ જશે. હવે વૈજ્ઞાનિકોએ એવી ચેવતણી આપી છે કે 2013માં સૂર્યમાંથી આગની એવી જ્વાળાઓ નિકળશે જેના કારણે પૃથ્વી પર તબાહી ફેલાઈ જશે. આ ઘટના બાદ પૃથ્વી પર ચારેતરફ અંધારૂ છવાઈ જશે અને ભયંકર અવ્યવસ્થા ઉભી થશે.ધ સનના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 2013માં સૂર્યમાંથી એટલા પ્રમાણમાં ઉર્જા નિકળશે કે જેના કારણે વિદ્યુત ગ્રિડ અને સંચાર વ્યવસ્થા ઠપ્પ થઈ જશે. સૂર્યની ઉર્જાને કારણે વિમાનો જમીન પર પટકાઈ શકે છે, ઈન્ટરનેટ વ્યવસ્થા સંપૂર્ણ બંધ થઈ શકે છે. નોંધનીય છે કે આવી ઘટના 100 વર્ષમાં ફક્ત એક વખત બને છે.બ્રિટનમાં ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આયોજિત એક સમારંભમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બ્રિટના રક્ષા સચિવ લાયમ ફોક્સે નિષ્ણાંતોને ચેતવણી આપી હતી કે જો વર્તમાન યુગમાં આવો વિસ્ફોટ થાય છે તો તેનાથી ક્યારેય પૂરી ન શકાય એવી ખોટ પડશે.વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે 2013માં સૂર્ય પોતાના ચક્રની એક નાજુક સ્થિતમાં પહોંચી જશે. જેના કારણે વાતવરણમાં ચુંબકિય ઉર્જાના કિરણોના તરંગો વિ-કિરણના તોફાનને જન્મ આપી શકે છે. જેનાથી મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન થશે. અને જ્વાળાની જેમ પૃથ્વી પર ફેંકાશે. ફોક્સે વૈજ્ઞાનિકોને જણાવ્યું હતું કે આવનાર તહાબીને રોકવા માટે પુરતા પગલા ભરે તેમજ તેને રોકવા માટે ચોક્કસ રણનીતિ બનાવે.
કોને જોઈને સચિન મંત્રમુગ્ધ થઈ ગયો?
અનિલ કપૂર સિરીઝ 24ના ક્રિકેટર સચિન તેંડુલકર અને મિથુનદા દિવાના છે.અમેરિકન ટીવી શોની આઠમી અને અંતિમ સિઝન પ્રસારિત થશે. આમાં અનિલ કપૂર ઓમરા હસન બન્યો છે. ઓમાર હસન કામિસ્તાનના પ્રમુખ છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન તેંડુલકર આ સીરિઝનો ઘણાં લાંબા સમયથી ચાહક છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીની પાર્ટીમાં અનિલ અને સચિન મળ્યા હતા. સચિને અનિલને લાજવાબ પર્ફોમન્સ આપવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. સચિને કહ્યું હતું કે, તે સંપૂર્ણ રીતે અનિલનના અભિનયનો દિવાનો થઈ ગયો છે. તે માત્રને માત્ર અનિલ માટે આ સીરિઝ જોવે છે. અનિલ પણ સચિનની પ્રશંસા સાંભળીને ખુશ થઈ ગયો હતો.તો મિથુને કહ્યું હતું કે, અનિલે અમેરિકન ટીવી શોમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. મારી પત્ની યોગિતા બાલી આ સીરિયલને નિયમિત રીતે જુએ છે. જો કે જ્યારે મેં આ શો પહેલીવાર જોયો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અનિલ કમાલનો અભિનેતા છે. જ્યારે અનિલ અભિનય કરે છે ત્યારે મારી આંખમાં પાણી આવી જાય છે, તેમ મિથુને જણાવ્યું હતું.વધુમાં મિથુને જણાવ્યું હતું કે, અનિલ સખત મહેનત કરે છે. તે કોઈ પણ કાર્યમાં પોતાના 100 ટકા આપે છે.અનિલે કહ્યું હતું કે, મિથુનના મેસેજથી મને આશ્ચર્ય થયુ હતું. મિથુન મારા માટે શિક્ષક છે. અનિલના અભિનયના અભિષેક, ઐશ્વર્યા અને સચિને વખાણ કર્યા છે પરંતુ મિથુને કરેલા વખાણ અનિલ માટે ખાસ છે.
અજય પટેલ-યશપાલ ચુડાસમાના આગોતરા જામીન મંજૂર
સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં અમીત શાહના ખાસ ગણાતા અજય પટેલ અને યશપાલ ચુડાસમાના અગોતરા શરતી જામીન ન્યાયમુર્તિ આર.એચ.શુકલએ મંજુર કર્યા છે.અત્રે નોંધનીય છેકે સોહરાબુદ્દિન કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડનો દોર શરૂ કર્યા બાદ આ પ્રથમ કિસ્સામાં હાઇકોર્ટે બે મહત્વના આરોપીને શરતી જામીન આપ્યા છે.બંને તરફે હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જે.એમ. પંચાલે એવી રજુઆત કરી હતીકે આરોપીઓ ૨૦૦૫ના ગુનામાં કોઇ સંડોવણી નથી. માત્ર ૨૦૧૦માં જ કેટલાક સાક્ષીઓ ફોડવાનો તેમના પર આરોપ છે જે જામીન લાયક ગુનો છે.
ધ્રોલ નજીક હત્યા કરી ચાર શખ્સે લૂંટ ચલાવી
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક જાયવા ગામ નજીક ચાર શખ્સોએ વાડીમા નિંદ્રાધીન દંપતિ પર હુમલો કરી લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમા આવતા સનસનાટી મચી ગઇ છે. લૂંટારૂઓના હુમલામા ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધે દમ તોડતા બનાવ હત્યામા પલટાયો છે.બનાવની વિગતો મુજબ જાયવા ગામ જવાના રસ્તે હીરાભાઇ બેચરભાઇ મકવાણા નામના વૃધ્ધની વાડી આવેલી છે. ગત રાત્રે તેઓ પિત્ન સાથે વાડીએ સુતા હતા ત્યારે ચારેક વાગ્યાના અરસામા અજાણ્યા ચાર શખ્સો વાડીમા ધૂસી આવ્યા હતા. વૃધ્ધ તેઓને પડકારે તે પહેલા જ ચારેય શખ્સો દંપતિ પર તૂટી પડ્યા હતા. અને ચારેય શખ્સો વૃધ્ધના બે મોબાઇલ તેમજ રૂ.૧ હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છુટયા હતા.દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા દંપતિને લોહીલુહાણ હાલતમા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ વૃધ્ધ હીરાભાઇને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતુ. જ્યારે પાનીબેનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ બનાવ સ્થળે દોડી ગયા હતા.લૂંટ કરવાના ઇરાદે જ લૂંટ થયાનું પોલીસ તપાસમા બહાર આવતા પોલીસ રાજ્યભરમા સંદેશા વહેતા કરી બનાવની જાણ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ મૃતક હીરાભાઇને સંતાનમા એક પુત્રી જ હોવાનું અને તે પણ સાસરે છે. પોલીસે જિલ્લામા નાકાબંધી કરી લૂંટારૂ ટોળકીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
રાજકોટ મહાનગરપાલિના છેલ્લા જનરલ બોર્ડમાં માઇક ઉડ્યા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આજે યોજાયેલી છેલ્લી સામાન્ય સભા તોફાની બની ગઇ હતી. મેયર સંધ્યાબેન વ્યાસે પાંચ વર્ષમાં ભાજપના વિકાસ કામોના ગુણગાન શરૂ કરતા જ વપિક્ષી સભ્યોએ આ પ્રવચનને આચરસંહિતાનો ભંગ હોવાનો રોષ વ્યક્ત કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. બન્ને પક્ષના નગરસેવકો સામસામે આવી ગયા હતા.ઉશ્કેરાયેલા કોંગી કોર્પોરેટરોએ સભામંચ પર જઇ મેયરને ઘેરાવ કર્યા બાદ જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યો હતો.અપેક્ષા એવી હતી કે, ચૂંટણી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં બન્ને પક્ષના કોર્પોરેટરો આ પાંચ વર્ષમાં બોલ્યું ચાલ્યું માફ કરવાની લાગણી રાખી એકબીજાને ગળે લગાડી સ્પોટસમેન સ્પીરીટ દેખાડશે, પણ થયું તેનાથી તદ્દન ઊલટું. આ છેલ્લી સામાન્ય સભામાં પણ બન્ને પક્ષ વચ્ચે સટાસટી બોલી ગઇ હતી. સભાના પ્રારંભે મેયરે પ્રવચનમાં ભાજપના આ પાંચ વર્ષના શાસનમાં થયેલા કામોનું વર્ણન ચાલું કર્યું હતું.આ બાબત આચારસંહિતાનો ભંગ હોવાનું કહી વિપક્ષની છાવણીમાંથી વિરોધ થયો હતો. આમ છતાં વિરોધ વચ્ચે પણ મેયર સંધ્યાબેન વ્યાસે વાચન ચાલુ રાખતા વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, અતુલ રાજાણી, દેવજીભાઇ ખીમસુરિયા, હાસમ સુમરા, નવનીત વ્યાસ સહિતના તમામ કોંગી કોર્પોરેટરો રેલિંગ ઠેકી સભામંચ પર ધસી ગયા હતા અને ડાયસ પર ચડી જઇ નારા લગાવતા સામા પક્ષે ભાજપના કોર્પોરેટરો પણ ઊભા થઇ ગયા હતા.બન્ને પક્ષેથી સામસામે વાક્યુધ્ધ અને ગંભીર આક્ષેપોનો મારો થતાં ભારે બઘડાટી બોલી ગઇ હતી. આ ધમાલ મેયર સંધ્યાબેન વ્યાસ અને ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા સહિતના ધક્કે ચડ્યા હતા. સતત એક કલાક સુધી આ બઘડાટી બોલ્યા બાદ કોંગી કોર્પોરેટરોએ વોકઆઉટ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિની ચૂંટણી માટે પ્રથમ દિવસે ૨૭૧ ફોર્મ ઉપડી ગયાં
રાજકોટ મહાનગરપાલિની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતાં એક તરફ આચાર સંહિતાનો કડક અમલ શરૂ થયો છે તો બીજી બાજુ આજથી જ ફોર્મનું વિતરણ પણ શરૂ થતાં રાજકીય પક્ષોના ઉમેદવારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે.આજે પ્રથમ દિવસે જ રાજકોટના ૨૩ વોર્ડની ૬૯ બેઠકો માટે કુલ ૨૭૧ ફોર્મ વિવિધ પક્ષના તેમજ અપક્ષ દાવેદારો લઇ ગયા છે. જો કે, એક પણ વોર્ડ માટે આજે એક પણ ફોર્મ પરત આવ્યુ નથી. મુખ્ય પક્ષો તો આમ પણ છેલ્લા બે દિવસ બાકી હશે ત્યારે જ ઉમેદવારી કરશે તે નક્કી છે પરંતુ આટલાં બધા ફોર્મનો ઉપાડ પણ ઘણું સૂચવે છે.આજે સવારે અગિયાર વાગ્યાથી ઉમેદવારીપત્રોનું વિતરણ શરૂ થઇ ગયું છે. જ્યાં જ્યાં જે વોર્ડની વ્યવસ્થા છે ત્યાં દાવેદારોના સમર્થકો ફોર્મ લેવા પહોંચી ગયા હતા. ભાજપ કે કોંગ્રેસે હજી પોતાની યાદી જાહેર કરી નથી પરંતુ તે પક્ષના લોકોએ પણ આજે ફોર્મ તો મેળવ્યા જ છે તેના પરથી એટલું સ્પષ્ટ છે કે કેટલાક ઉમેદવારોને પક્ષ તરફથી ચૂંટણી લડવાનું કન્ફર્મેશન મળી જ ગયું છે.આજે પ્રથમ દિવસે ૨૩ વોર્ડ માટે ફોર્મ લેવા ધસારો થયો હતો. કુલ ૨૭૧ ફોર્મ ગયા છે. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ ૨૫ સપ્ટેમ્બર છે. દરેક આર. ઓ. એ જો કે પક્ષ કે વોર્ડ અનુસાર તારીજ તૈયાર કરી નથી પરંતુ જે વિગતો પ્રાપ્તથઇ છે તે મુજબ, ૧૩ થી ૧૬માં કોંગ્રેસે ૮ અને મજપાએ ૮ ફોર્મ લીધાં હતાં. વોર્ડ ૨૧ થી ૨૩ માટે કોંગ્રેસે ૩૪ અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ લીધું છે. વોર્ડનં. ૧૯માં કોંગ્રેસે એક અને અપક્ષે ચાર ફોર્મ લીધાં છે. વોર્ડ નવથી બારમાં ભાજપે ૪૮ અને અપક્ષે ૧ ફોર્મ લીધું છે.
21 September 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment