20 September 2010

રાજકોટ : જામનગર રોડ પર જીપ પલટી ખાતા એકનું મોત, ૧૧ ઘવાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : જામનગર રોડ પર જીપ પલટી ખાતા એકનું મોત, ૧૧ ઘવાયા

જામનગર રોડ પર મુસાફરોનું ગેરકાયદે પરિવહન કરતી ક્રૂઝર જીપના ચાલકે બાઘી ગામના પાટીયા પાસે આજે સવારે ૧૦ વાગે ડબલ સવારી સ્કૂટી મોપેડને ઠોકરે લેતા સ્કૂટી ચાલક ન્યારા ગામના પટેલ પ્રૌઢનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મૃત્યે નિપજ્યું હતું. અકસ્માત બાદ પુલની રેલીંગ સાથે અથડાયેલી જીપ પલટી મારીને ખાડામાં ખાબકતા ૧૧ મુસાફરોને નાની-મોટી ઇજા થઇ હતી.ન્યારા ગામે રહેતા હરિલાલ જાદવભાઇ કણસાગરા (ઉ.વ.પ૨) આજે સવારે પોતાના સ્કૂટી મોપેડ પાછળ મિતેષ સામતભાઇ ભરવાડને બેસાડીને જામનગર રોડ પર ભારત ઓફસેટ નામના કારખાને જઇ રહ્યા હતા. બાઘી ગામ નજીક પૂર ઝડપે આવી રહેલી ક્રૂઝર જીપના ચાલકે સ્કૂટી મોપેડને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં સ્કૂટી સવાર બન્ને ફંગોળાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા હીરાલાલનું સ્થળ ઉપર જ મોન નિપજ્યું હતું.અકસ્માત બાદ ભાગી છૂટવાના પ્રયાસમાં જીપના ચાલકે કાબૂ ગુમાવતા જીપ પૂલ સાથે અથડાઇને ખાડામાં ખાબકતા અંદર બેઠેલા ૧૧ મુસાફરોને ઇજા થતાં તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.


ઈંગ્લેન્ડના ખેલાડીઓએ હારવાના પૈસા લીધા હતા: પી.સી.બી.

પાકિસ્તાન વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો પીસીબી વડા એજાઝ બટ્ટનો આક્ષેપ.પહેલા ટેસ્ટમાં અને પછી વન ડેમાં પાકિસ્તાની ખેલાડીઓ પર લગાવવામાં આવેલા સ્પોટ ફિક્સિંગના આરોપો બાદ પાકિસ્તાન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (પીસીબી) આ ઘટનાની તપાસ કરાવાના બદલે પાયાવિહોણા આક્ષેપો કરીને પોતાના ખેલાડીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.પીસીબી અધ્યક્ષ એજાઝ બટ્ટ અનુસાર ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેમાં પાકિસ્તાન ખેલાડીઓએ ફિક્સિંગ નથી કર્યુ પરંતુ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જ મેચ હારવા માટે મોટી રકમ લીધી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ વિરૂદ્ધ એક મોટુ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેનો તે જલદીથી ખુલાસો કરશે.ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેમાં પાકિસ્તાન 23 રને જીત્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડના એક ટેબ્લોઈડ ધ સનમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ઈનિંગ્સમાં સ્કોરિંગ પેટર્ન પર ફિક્સિંગ કરવામાં આવ્યું હતું.જો કે સાથે સાથે ટેબ્લોઈડે પહેલાથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને તે અંગેના પૂરતા પૂરાવા આપ્યા હતા જેના આધારે આઈસીસી દ્વારા આ વન ડેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે આ પહેલા જ પાકિસ્તાની ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફને ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ કરવાના આરોપમાં આઈસીસી એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પીસીબીના અધ્યક્ષ એજાઝ બટ્ટે દાવો કર્યો છે કે સટ્ટાજગતમાં એ વાતની ચર્ચા છે કે ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓએ મેચ હારવા માટે મોટી રકમ લીધી હતી. તેથી ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન વેરવિખેર થઈ ગઈ હતી. બટ્ટે તે પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે જેનો ખુલાસો તેઓ થોડા દિવસોમાં જ કરશે.


મધ્યપ્રદેશમાં બે ટ્રેન વચ્ચે ટક્કર, 10ના મોત

આજ સવારે ગ્વાલિયર પાસે બદરવાસ રેલવે સ્ટેશન પાસે ઈન્દૌર-ગ્વાલિયર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાથે એક માલગાડીની ટક્કર થતાં ભીષણ રેલ દુર્ઘટના સર્જાય છે. દુર્ઘટના સવારે પાંચ વાગ્યે બની હતી અને પ્રારંભિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 10 લોકોના શબ દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાંથી કાઢવામાં આવ્યા છે અને મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકા છે.ઈન્દૌર-ગ્વાલિયર ઈન્ટરસિટી એક્સપ્રેસ ઈન્દૌરથી ગ્વાલિયર જઈ રહી હતી અને બદરવાસ રેલવે સ્ટેશન પાસે જ્યારે ટ્રેન ઉભી હતી, ત્યારે માલગાડીએ ટક્કર મારી હતી. જેના કારણે આ રેલવે દુર્ઘટના સર્જાય હતી.આ રેલવે દુર્ઘટનામાં ત્રણ બોગીઓ ક્ષતિગ્રસ્ત થઈ છે અને અત્યાર સુધીમાં 10 લોકોના શબ અને અન્ય 50 ઘાયલ પ્રવાસીઓને ટ્રેનની બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય લોકોને પણ ટ્રેનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ છે. ટ્રેનની બે બોગીઓને ઘણી વધારે ક્ષતિ પહોંચી છે. મૃતકોની સંખ્યા વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


વાતચીત માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ કાશ્મીરમાં

કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમની આગેવાની હેઠળ એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સોમવારે શ્રીનગર પહોંચ્યું છે. બે દિવસની યાત્રા પર આવેલું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ કાશ્મીરની જમીની પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં સતત હિંસક ઘટનાઓમાં 100 દિવસમાં 102 લોકોના મોત નીપજ્યા છે.42 સભ્યોના પ્રતિનિધિ મંડળના કેટલાંક સભ્યો સંભવત્ હુર્રિયતના કટ્ટરપંથી ધડાના પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીને તેમના હૈદરપુરા ખાતેના નિવાસસ્થાને મુલાકાત કરવા પણ જશે.જો કે આધિકારીક રીતે ગિલાનીએ તેમને મળવાથી ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે પ્રતિનિધિમંડળના સભ્યો જો તેમને મળવા આવે છે, તો તેમને તેમના નિવાસસ્થાનેથી બેરંગ પાછા મોકલવામાં આવશે નહીં, કારણ કે તેઓ તેમના મહેમાન છે. અલગતાવાદીઓએ પ્રતિનિધિમંડળની યાત્રાનને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. હુર્રિયતના નરમપંથી ધડાના પ્રમુખ મીરવાઈજ ઉમર ફારુકે અને મોહમ્મદ યાસિન મલિકની આગેવાનીવાળા જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટે કહ્યું છે કે તેઓ સંયુક્ત પરામર્શ કરીને નિર્ણય કરશે કે પ્રતિનિધિ મંડળને મળવું કે નહીં.બીજી તરફ સૈયદ અલી શાહ ગિલાનીની આગેવાનીવાળા હુર્રિયતના ધડાએ પ્રતિનિધિમંડળને મળવાનો ઈન્કાર કર્યો છે. પ્રતિનિધિ મંડળને આશા છે કે વિભિન્ન અલગતાવાદી સમૂહોના નેતાઓ અંતે વાતચીત માટે આગળ આવશે જેથી કાશ્મીરમાં ચાલી રહેલા ગતિરોધને તોડી શકાય . મહત્વૂપૂર્ણ છે કે કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી હિંસક ઘટનાઓમાં 100થી વધારે લોકો માર્યા ગયા છે.રાજ્યના મુખ્ય વિપક્ષ પીડીપીએ રવિવારે એ આરોપ લગાવીને પ્રતિનિધિમંડળમાં પોતાની ભાગીદારી પર ફરીથી વિચાર કરવાની ધમકી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાં સરકાર કાશ્મીર ખીણમાં કર્ફ્યુ લાગુ કરીને યાત્રાના ઉદેશ્યને પૂરો થવા દેવા માગતી નથી.


ચીન અને જાપાન વચ્ચે સંઘર્ષની શરૂઆત

જાપાને એક ફિશિંગ બોટ અથડામણના મામલામાં ધરપકડ કરાયેલા ચીની કેપ્ટનની અટકાયતનો સમયગાળો વધારી દીધો છે. આ મામલે ચીને જાપાનને આનો જોરદાર જવાબ આપશે તેવી ચેતવણી આપી છે. ચીની કેપ્ટનની બિનશરતી અને તાત્કાલિક મુક્તિની માંગણી કરવામાં આવી રહી છે. હવે આ મામલો એક રાજનૈતિક વિવાદ બની ગયો છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એમ શાઓક્સુ જણાવે છે કે જો જાપાન આ રીતે તેની મરજીનું કામ કરતું રહેશે અને ભૂલ પર ભૂલ દોહરાવતું રહેશે તો ચીન આનો સણસણતો જવાબ આપશે. 7 સપ્ટેમ્બરના રોજ પૂર્વીય ચીની સમુદ્રમાં આ કેપ્ટનની બોટ બે જાપાની તટરક્ષક નૌકાઓ સાથે અથડાઈ હતી.કેપ્ટન જોન ક્વિસિંગની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. આ પૂર્વીય ચીન સમુદ્ર પર જાપાન અને ચીન બંને દેશો દાવો કરે છે. આ ઘટના અંતર્ગત ટોકિયો અને બેઇજિંગ વચ્ચે રાજનૈતિક વિવાદ શરૂ થઈ ગયો છે અને ચીનમાં આના કારણે વિરોધ પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે.


પાકિસ્તાનનો ઈંગ્લેન્ડ પ્રવાસ રદ કરી દો

પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પહેલા ટેસ્ટ મેચમાં ફિક્સિંગ બાદ હવે વન ડેમાં પણ ઉભા થયેલા મેચ ફિક્સિંગના વિવાદથી રોષે ભરાયેલા ઈંગ્લેન્ડના કોચ એન્ડી ફ્લાવર અને ભૂતપૂર્વ સુકાની એલેક સ્ટુઅર્ટે તાત્કાલિક ધોરણે પાકિસ્તાની ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરવાની માંગણી કરી છે.તેણે જણાવ્યું હતું કે તેના કારણે અમારી ટેસ્ટ અને વન ડે શ્રેણીને મહત્વતા ઘટી જશે. ફ્લાવરે જણાવ્યું હતું કે જો આ શ્રેણી ચાલુ રહેશે તો બન્ને ટીમોના સંબંધો પ્રભાવિત થશે. હું વધારે ઉંડાણમાં જવા નથી માગંતો પરંતુ આ પ્રકારની બાબતો બન્ને ટીમોના સંબંધોને અસર કરશે.જ્યારે સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે જો ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ત્રીજી વન ડેમાં સ્કોરિંગ પેટર્નના આરોપો સાચા ઠરે તો પછી તો શ્રેણી ચાલુ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી.


હું મારા દેશ સાથે ક્યારેય દગો ન કરી શકુ

ક્રિકેટ જગતમાં ફેલાયેલી ફિક્સિંગની માયાજાળ અંગે ભારતીય ક્રિકેટ ટીમના ડેશિંગ ક્રિકેટર યુવરાજ સિંહે કહ્યું છે કે, ફિક્સિંગ માત્ર વિશ્વ ક્રિકેટ પૂરતું જ નહીં પરંતુ દેશ અને વ્યક્તિગત રીતે પણ ઘણું નુકસાન પહોંચાડનારું અને શરમજનક છે. મારા માટે દેશ માટે રમવું એક ગર્વની બાબત છે. અને હું મારા દેશ સાથે દગો ન કરી શકું તેથી અત્યાર સુધી એકપણ બૂકી મારો સંપર્ક કરી શક્યો નથી.એક ભારતીય ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં યુવરાજે કહ્યું હતું કે, ફિક્સિંગ વિશ્વ, દેશ અને વ્યક્તિગત રીતે ઘણું જોખમ ઉભુ કરે છે. ક્રિકેટર ત્યારે આ માયાજાળમાં ફસાઇ જાય છે જ્યારે તે યુવા હોય છે. પરંતુ તમારે તમારી પ્રામિણકતાને પકડી રાખવી જોઇએ. પૈસા કરતા વધારે મહત્વ એક સારી રાત્રીની નીંદ્રાનું છે.યુવાઓએ તેમના વરિષ્ઠ ખેલાડીઓ પાસેથી હંમેશા મદદ લેવી જોઇએ. સચિન, ગાંગુલી અને દ્રવિડ જેવા વરિષ્ઠ ખેલાડીઓની યુવા ખેલાડીઓએ મદદ લેતા રહેવી જોઇએ તેમ યુવરાજે જણાવ્યું છે.કોઇ બૂકી દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે પૂછવામાં આવતા યુવરાજે કહ્યું કે, ક્યારેય પણ કોઇ બૂકી દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. મારા દેશ પ્રત્યે મારી બોડી લેંગ્વેજ ઘણી મજબૂત છે. તેથી કોઇ મારી આસપાસ ફરકતું પણ નથી. મારા માટે ભારત તરફથી રમવું એ એક ગર્વ સમાન છે. હું ક્યારેય પણ મારા રાષ્ટ્ર પર લાંછન ન લગાવી શકુ.


ક્યાંક હાહાકાર ન મચાવી દે કોરિયા

ઉત્તર કોરિયાએ જબરદસ્ત આર્થિક સંકટ છતાં દક્ષિણ કોરિયા સાથે જોડાયેલી સીમા પાસે સૈન્ય અને શસ્ત્ર સરંજામ વધારી દીધા છે. દક્ષિણ કોરિયાની સંવાદ સમિતિ યોનહાપે એક સરકારી સૂત્રના હવાલાથી કહ્યું છે કે ઉત્તર કોરિયાએ ભારે સુરક્ષાવાળી સીમા પર 240 મિલીમીટરના મલ્ટીપલ રોકેટ લોંચરોના 200 જેટલા એકમો સજ્જ કર્યા છે.યોનહાપે જણાવ્યા અનુસાર 240 મિલીમીટરના આ રોકેટ લોન્ચર પ્રત્યેક 35 સેકન્ડમાં 22 રાઉન્ડ ફાયર કરી શકે છે અને તેની મારક ક્ષમતા આશરે 60 કિલોમીટર છે. સૂત્રો પ્રમાણે ઉત્તર કોરિયાની સીમા પર 2100 નવી તોપો સાથે 300 ટેંકો સજ્જ કરી છે. આ તૈયારીઓ જોતાં દક્ષિણ કોરિયાએ પણ સીમા પર 28,500 જેટલા સૈનિકો સજ્જ કરી દીધા છે.


વધતી ઉંમરને રોકવી છે? આ રહ્યા ઉપાયો

વધતી ઉંમરને રોકી ના શકાય અને બધા જ એક દિવસે ઘરડા થવાના જ છે. ઘડપણની ચિંતા દરેકને સતાવતી હોય છે. વધતી ઉંમર સાથે આ બધુ તો થવાનુ જ પણ અમુક લોકોના ચહેરા પર સમય કરતા પહેલા જ ઉંમર દેખાવા લાગતી હોય છે. માટે અહીં કેટલાક ઘરઘથ્થુ ઉપચાર આપ્યા છે જે વધતી ઉંમરને રોકવામાં મદદ કરશે.રોજ રાત્રે ચહેરાને ધોઈને દૂધ લગાડો જેનાથી તમારી ત્વચામાં તાજગી રહેશે. દૂધ એ સૌથી વધુ સૌમ્ય સત્વ છે જે ડેડ સ્કિનના કણોને દૂર કરવામાં મદદ કરશે. દૂધમાં લેક્ટિક એસિડ રહેલુ હોય છે જે ત્વચાના નવા કણો પેદા કરવામાં મદદ કરે છે.
• પાઈનેપલનો ગર કાઢીને તેને ચહેરા પર લગાવો. પછી ચહેરાને 10-15 મિનીટ સૂકાવા દો. આનાથી ચહેરા પર કરચલીઓ પડતી અટકે છે.• લીંબુ ખાલી ઉનાળામાં તરસ છૂપાવવા માટે જ નહિ પણ ચહેરા માટે પણ ઉપયોગી છે. લીંબુના રસના થોડા ટીપાં ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થશે.• ચહેરા પર જે જગ્યાએ ડાઘ અને ધબ્બા હોય એ જગ્યાએ કાચુ બટાકુ ઘસવાથી તે દૂર થાય છે. આ એકદમ સરળ અને અસરકારક ઉપચાર છે.• નાળિયેરનુ દૂધ પણ વધતી ઉંમરને રોકવા માટે અસરકારક સાબિત થાય છે. કાચા નાળિયેરને છીણીને તેનુ દૂધ કાઢો અને તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચા ચમકશે.• ફેસિયલ મસાજ કરવાથી વધતી ઉંમરને અટકાવી શકાય છે. મસાજથી લોહીનુ પરિભ્રમણ વધે છે, જેનાથી સ્નાયુ અને પેશીઓ ખેંચાય છે અને તમારા ચહેરાને એક યુવાન દેખાવ મળે છે. પણ યાદ રાખો કે મસાજ ગળાના ભાગેથી શરૂ કરી કપાળની દિશામાં કરવુ.


બ્રૂનીને વેશ્યા શા માટે કહી, જવાબ આપો!

ફ્રાંસની પ્રથમ મહિલા કાર્લા બ્રૂનીને વેશ્યા કહેનારા ઈરાની અખબારને રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે નિશાના પર લીધી છે. તેમણે કહ્યું છે કે આવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ ઈસ્લામ વિરોધી છે.તેમણે ઉમેર્યું કે આપણા મીડિયામાં અમુક તો એવી વાતો લખવામાં આવે છે, જેના પર જરાય વિશ્વાસ ન કરી શકાય. નહીં તો કોઈ અખબાર એક યુરોપીયન દેશના રાષ્ટ્રપતિની પત્ની માટે આવા અભદ્ર શબ્દો વાપરે? અહમદીનેજાદે આ વાતો સરકારી અખબાર ઈરાન સાથેની વાતચીતમાં કહી છે.તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે એવો કયો ઈસ્લામ છે, જે આવું કરવાનો હુકમ આપે છે. જો ખરેખર અહીંયા ન્યાય થાય છે, તો અપરાધીઓને અદાલતમાં લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક ઈરાની અખબારે કાર્લા બ્રુનીને તેહરાનની એક અદાલતના નિર્ણય વિરુદ્ધ આપવામાં આવેલા નિવેદનના વિરોધમાં ‘વેશ્યા’ કહી હતી.



સળિયો ગળાની આરપાર, છતાં જીવ બચ્યો

લોખંડનો સળિયો ગળાની આરપાર થવા છતાં મધ્ય પ્રદેશના નીમચના એક યુવકનો ચમત્કારિક રીતે જીવ બચી ગયો છે. ગઈકાલે અહીંની એમબી હોસ્પિટલમાં ઓપરેશન કરીને તેનો સળિયો કાઢી નાંખવામાં આવ્યો છે. આ 22 વર્ષીય યુવકનું નામ મદનલાલ છે, જે દેવઝૂલણી એકાદશીના રોજ મેળો જોઇને આવ્યા બાદ મોડી રાત્રે એક ખાડામાં પડી ગયો હતો.આ ખાડામાં આરસીસી બંધકામ માટેના લોખંડના સળિયા લગાવવામાં આવ્યા હતા. પડતાં વેંત જ આમાંથી એક સળિયો તેની ગરદનમાં ઘૂસીને આરપાર થઈ ગયો. આખી રાત મદનલાલ આ ખાડામાં જ પડી રહ્યો હતો. ગઈકાલે સવારે જ્યારે લોકોએ તેને જોયો કે તરત જ સળિયાનો કેટલોક ભાગ કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોની ટીમે 40 મિનિટના સફળ ઓપરેશન પછી સળિયો કાઢી નાંખ્યો હતો. હોસ્પિટલના ઈએન્ડટી વિભાગના અધ્યક્ષ ડો. એસ કે વૈષ્ણવે જણાવ્યા અનુસાર મદનલાલ હવે જોખમની બહાર છે.


સુંદર પગના અપમાનનો બદલો આમ લેવાય?

વોશિંગ્ટનની એક 18 વર્ષીય યુવતીએ 19 વર્ષના યુવકને એટલા માટે ચપ્પુ મારી દીધું કારણકે યુવકે તે યુવતીના પગને દુર્ગંધયુક્ત કહીને તેને ચીડવી હતી. સ્થાનિક અખબાર ‘ધ હેરાલ્ડ’ પ્રમાણે પોલીસને જ્યારે આ યુવક મળ્યો ત્યારે તેની પીઠમાં ચપ્પુ ઘૂસેલું હતું.આ ચપ્પુ એટલું ઊંડું હતું કે તેના ફેફસાંને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના એ સમયે બની હતી, જ્યારે ડલાસ એમ્બર સ્મિથ દારૂપીને પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરી રહી હતી. એક મિત્રએ તેને ચીડવવા માટે ઊંધો કૂદકો મારવાનો પડકાર આપ્યો.જ્યારે આવું કરવા માટે તેણે પોતાના જૂતા કાઢ્યા તો તે યુવકે તેને એવું કહીને ચીડવી કે તેના પગ વાસમાંથી વાસ આવે છે. સ્મિથનો કોઈ અપરાધિક રેકોર્ડ નથી. અત્યારે તેના પર ઘાતક હથિયારથી હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

No comments:

Post a Comment