24 September 2010

પાણીની બોટલમાં ISI માર્કો ફરજિયાત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાણીની બોટલમાં ISI માર્કો ફરજિયાત

સરકારે બોટલબંધ પાણી એટલે કે પાણીની બોટલમાટે આઈસીઆઈ માર્કો લગાવો ફરજિયાત કરી દિધો છે. આ કાયદો પાણીના ડ્રિન્કિંગ અને મિનરલ વોટર ઉપર લાગૂ થશે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયએ ગુરૂવારે તેની સાથે સંબંધીત એક નિવેદન પ્રસ્તુત કર્યુ હતુ.નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે બોટલ અથવા પાઉચ વગેરેમાં વેચવામાં આવતા પાણી અથવા મિનરલ વોટરની મેન્યૂફેક્ચરિંગ, વેચાણ, તેમજ જાહેરાત ભારતીય માનાંક બ્યૂરો (બીઆઈએસ)ના પ્રમાણીત થયા વગર નહી કરવુ. બીઆઈએસ આઈએસઆઈ માર્કો આપવાનુ કામ કરે છે.બીઆઈએસ એ ખાદ્ય મિશ્રણ પ્રતિબંધક કાયદાની સ્વરૂપે ડ્રિન્કિંગ વોટર તેમજ મિનરલ વોટર માટે અલગ-અલગ પ્રમાણો નક્કી કર્યા છે. અત્યારે 18 બીઆઈએસ લાઇસન્સ ધરાવનાર કંપનીઓ પેકેજ્ડ પ્રાકૃતિક મિનરલ વોટરનુ વેચાણ કરી રહી છે.જ્યારે 2,354 એવી કંપનીઓ છે જે આરઓ (રિવર્સ ઑસમોસિસ) દ્વારા પેકેજ્ડ ડ્રિન્કિંગ તેમજ 633 કંપનીઓ પ્રાકૃતિક સાધનોથી પાણીની બોટલનુ વેચાણ કરી રહી છે.


અમેરિકા પર હુમલાથી ખુશ હતો સદ્દામ

પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન 2008માં પૂર્વીય આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસો પર થયેલા હુમલાથી બહુ જ ખુશ હતો. આ જાણકારી ઈરાકના પૂર્વ વિદેશમંત્રી તારીક અઝીઝે એફબીઆઈને સોંપી છે. આ ખુલાસો કેટલાંક ખાનગી દસ્તાવેજોમાંથી થયો છે. અઝીઝે જણાવ્યા અનુસાર સદ્દામને ઓસામા બિન લાદેન જોડે નિકટતા વધારવાની કોઈ ઈચ્છા નથી.27 જૂન, 2004ના રોજ થયેલી પૂછપરછમાં અઝીઝના હસ્તલિખિત દસ્તાવેજો પ્રમાણે ‘સદ્દામ ઈસ્લામિક ચરમપંથીઓ પર વિશ્વાસ નહોતો કરતો.’ જો કે તે અલકાયદાને એક પ્રભાવશાળી સંગઠન માનતો હતો. ઈરાકના ટોચના અધિકારીઓની પૂછપરછના એફબીઆઈ પાસે હજારો દસ્તાવેજો છે, જેમાંનો આ એક છે.એફબીઆઈએ આ પહેલા સદ્દામ સાથેની પૂછપરછના કેટલાંય દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સદ્દામે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેના લાદેન સાથે કોઈ સંબંધો હતા. અઝીઝે એફબીઆઈને જણાવ્યું છે કે તે લાદેન અને બીજા ચરમપંથીઓને ‘અવસરવાદી’ માનતો હતો.


ખાલી બેઠકો માટે સંસ્થાઓ ખાતે કાઉન્સેલીંગ શરૂ

ડિપ્લોમા અભ્યાસક્રમની ખાલી બેઠકો ભરવાની જવાબદારી જે તે સંસ્થાઓને સોંપાયા બાદ પોલીટેકનીક દ્વારા કાઉન્સેલીંગની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. આ કાર્યવાહી બે દિવસ સુધી ચાલશે અને તેના આધારે પોલીટેકનીક સંસ્થાઓમા વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામા આવશે.પ્રાપ્તમાહીતી અનુસાર ડિપ્લોમા એડમિશન કમિટી દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહી બાદ ખાલી પડેલી બેઠકો ભરવાની જવાબદારી જે તે સંસ્થાઓને સોંપવામા આવી હતી. જેના પગલે પોલીટેકનીક સંસ્થાઓ દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પ્રવેશને લગતી મોટાભાગની કાર્યવાહી પુર્ણ થયા બાદ આજે બપોરથી પોલીટેકનીક સંસ્થાઓ દ્વારા કાઉન્સેલીંગની કાર્યવાહી હાથ ધરી છે.મેરીટમા સમવિષ્ટ વિદ્યાર્થીઓને કાઉન્સેલીંગ માટે બોલાવી પ્રવેશની ફાળવણી કરવામા આવી રહી હોવાનુ જાણવા મળે છે. આ કાર્યવાહી બે દિવસ સુધી ચાલશે, જેથી જે વિદ્યાર્થીઓ આજે કાઉન્સેલીંગ માટે જઇ શક્યા ન હોય તેઓ આવતીકાલે કાઉન્સેલીંગ માટે જઇ શકશે.


વિસર્જનયાત્રામાં નાચતા યુવકોએ પથ્થરમારો કર્યો

શહેરમાં ગઈ કાલે દબદબાભેર થયેલા શ્રીજી વિસર્જન દરમિયાન સિટી પોલીસ સ્ટેશન પાસે તેમજ બદામડીબાગ પાસે થયેલાં પથ્થરમારા તેમજ વાહન અને લારીઓની તોડફોડના બનાવમાં પાણીગેટ કહાર મહોલ્લાના શ્રી ગણેશ યુવક મંડળની સંડોવણી સપાટી પર આવી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, શ્રીજી વિસર્જન દરમિયાન શહેરના સંવેદનશીલ માંડવીથી પાણીગેટ વચ્ચેના રોડ પર રાતે સાડા આઠ વાગે પાણીગેટ કહાર મહોલ્લાના શ્રી ગણેશ યુવક મંડળની સવારી પાણીગેટથી આગળ રાજપુરાની પોળ પાસે આવતાં જ મંડળમાં ડાન્સ કરી રહેલાં કેટલાક યુવકોએ અચાનક રાજપુરાની પોળ પાસેની દુકાનો અને મકાનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો.આ બનાવના પગલે ગણતરીની મિનિટોમાં પરિસ્થિતિ તંગ બની હતી. ટોળાએ રોડની બંને તરફ બનાવેલી બેરિગેટ તોડી નાખ્યા બાદ લારીઓ ઊંઘી પાડી દઈ એક વાહનની આગચંપીનો પ્રયાસ કર્યો હતો.પોલીસ કાફલાએ મંડળમાં સામેલ યુવકોને આગળ ધકેલવાની શરૂઆત કરતાં ટોળાએ પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કર્યો હતો જેને કારણે ડીસીબી પીઆઈ રામગિઢયા અને સિવિલ ડિફેન્સના મહેન્દ્રસિંહ કનકસિંહને ઈજાઓ પહોંચી હતી. પોલીસે લાઠીચાર્જ કરી માંડ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


ચૂનો ચોપડી ચેક આઉટ ચતુર દંપતી

ખાતામાં નાણાં પૂરતાં ન હોઇ થોડાક દિવસ બાદ ચેક વટાવવા જણાવ્યું મહિનાના રોકાણ બાદ અચાનક દંપતી ગાયબ થઇ ગયું.
હોટલ સંચાલકે રૂમમાં તપાસ કરતાં સામાનમાં જુનાંપુરાણાં કપડાં મળ્યાં મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહેતાં પોલીસને જાણ કરાઇ.શહેરના સયાજીગંજ વિસ્તારની એક જાણીતી હોટલમાં તાજેતરમાં પોતાની નાની બાળકી સાથે આવેલા દંપતીએ વડોદરામાં વેપાર સંદર્ભે આવ્યાં હોવાનું જણાવીને હોટલમાં આશરે એક માસ સુધી રોકાણ કર્યા બાદ રૂ. ૧ લાખથી વધુના બિલની ચૂકવણી કરવાના બદલે હોટેલ સ્ટાફની હાજરીમાં જ આબાદ રફુચક્કર થઈ જવાની ઘટનાએ શહેરની હોટલ લોબીમાં ભારે ચકચાર જગાવી છે. આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસે દંપતીની શોધખોળ કરી હતી પરંતુ તેઓના તમામ ફોન નંબરો બંધ હોવાની જાણ થતાં પોલીસ માટે પણ દંપતીની શોધ પડકારરૂપ બની છે.થોડાક સમય અગાઉ આવેલી સુપરહીટ હિન્દી ફિલ્મ ‘બન્ટી ઓર બબલિ’માં શીર્ષક કલાકારોનું પાત્ર ભજવનારાં અભિષેક બચ્ચન અને રાની મુખર્જી દ્વારા વિવિધ વેપારીઓને અલગ અલગ સ્વરૂપે નીતનવા નુસખા દ્વારા ઠગી લેવાના બનાવોનું સુંદર રીતે ચિત્રણ કરાયું હતું. જોકે આ ફિલ્મી બન્ટી ઓર બબલિને પણ ટક્કર મારે તેવા વાસ્તવિક દંપતીએ શહેરના એક હોટલ માલિકને એક બે દિવસ સુધી નહિ પરંતુ પુરા એક મહિના સુધી ગોળગોળ ફેરવીને ઠગાઈ કરી હોવાની વિગતો ડીબી ગોલ્ડને સાંપડી છે.
મળતી વિગતો મુજબ સયાજીગંજના હાર્દસમા વિસ્તારમાં આવેલી હોટલમાં થોડાક દિવસો પૂર્વે એક દંપતી તેઓની નાની બાળકી સાથે આવ્યા હતા. પતિ-પત્ની તેઓ વેપાર-ધંધાના કામઅર્થે આવ્યાં હોઈ તેઓને લાંબા સમય સુધી હોટલમાં રોકાવાનો પ્લાન છે તેમ જણાવ્યું હતું. પતિ-પત્નીએ લાંબા સમયના રોકાણની વાત કરતાં તેઓની પાસેથી જરૂરી વિગતો લઈ હોટલના રિસેપ્શનિસ્ટે તેઓને માંગણી મુજબનો એસી રૂમ ફાળવી આપ્યો હતો.


ચુકાદા પર બ્રેક: ટેન્શનનું એક્સટેન્શન

અયોધ્યા કેસનો ચૂકાદો તા.૨૪મીએ આપવા સામે સુપ્રિમ કોર્ટે બ્રેક મારી દેતાં છેલ્લા એક સપ્તાહથી ચૂકાદાના કારણે ઊભી થયેલી અજંપાની હવા પણ ઓસરી ગઇ છે. બાળકોને શાળાએ મોકલવા કે નહિ?થી માંડીને કાલે તોફાનો થશે કે કેમ? જીવન જરૂરી ચીજવસ્તુઓ મળશે કે નહિ? જેવા અનેક સવાલોના જવાબો શોધવામાંથી રાહત રહી છે. તો વળી હવે જે ૨૪મીએ થવાનું હતું તે એક અઠવાડીયું પાછું ઠેલાયું અને આવી જ અજંપો લંબાયો હોવા અંગે કેટલાકે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.અયોધ્યા વિવાદનો ચૂકાદો તા.૨૪ સપ્ટેમ્બરે આવવાનો હતો ત્યારે આ ચૂકાદાના કેવા પ્રત્યાઘાતો પડશે તે બાબત ભારે ચર્ચાનો વિષય બની હતી. સાથે સાથે વડોદરામાં ચુકાદાના કારણે કોઇ અનિચ્છનીય બનાવ તો નહીં બને ને ? તેવી દહેશત પણ ફેલાઈ હતી. જેના કારણે લોકોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ બાબતે તેઓને કોઇ પરેશાનીનો સામનો કરવો ન પડે તે માટે ખરીદી કરી લીધી હતી.તો વળી સંવેદનશીલ વિસ્તારોમાં દુકાન ધરાવતાં કેટલાક વેપારીઓએ તેઓની દુકાનમાંથી માલ સામાન અન્યત્ર ખસેડવાની હીલચાલ પણ શરૂ કરી દીધી હતી. તા.૨૪મીએ ચુકાદો આવવાનો હોવાના કારણે કેટલીક સ્કૂલના રિકશા ચાલકો અને વાન ચાલકોએ પણ તેઓ વિદ્યાર્થીઓને સ્કૂલે નહી લઇ જાય તેવી જાહેરાત કરી દીધી હતી.


સુરતમાં ભૂકંપનું જોખમ વધ્યું

હાલમાં દર વર્ષે ભારત દેશ ઇશાન ખૂણા તરફ ૫૦ મિલિમીટર જેટલો સરકી રહ્યો છે, જેથી ભૂગર્ભીય ટેક્ટોનિક પ્લેટ બેન્ડ થતાં ભૂકંપના આંચકા અનુભવાય છે, નવા આલ્ફા ઝોન ફેકટરના કારણે સુરત પર ભૂકંપનું જોખમ ચાર ગણું વધી ગયું છે.સુરતને સ્પર્શતી મોટાભાગની ફોલ્ટલાઇન સક્રિય થઈ છે અને પહેલાં ભૂકંપ સમયે એક જ આંચકો અનુભવતા હતા તેની માત્રા વધી ચૂકી છે અને હવે ચોક્કસ અંતરે ભૂકંપના એક સામટાં ત્રણ આંચકા આવે છે. જેની તીવ્રતા ભલે ઓછી હોય પરંતુ જોખમ વધી ચૂક્યું છે. ભૂકંપ માટેના ઝોન-૩ માં આવતા અમદાવાદ, સુરત, મુબંઈ અને દિલ્હી જેવા શહેરો માટે આ સારી નિશાની નથી.
ન્ટના વડા અને ભૂકંપ વિષયને લઈને પીએચડી કરનાર ડૉ. અતુલ દેસાઈએ ઉપર મુજબ જણાવ્યું હતું. તેઓએ હાલની સ્થિતિ પર પ્રકાશ પાડતા વધુમાં કહ્યું હતું કે ૧૯૮૪ના વર્ષમાં ઇન્ડિયન સ્ટાન્ર્ડડ કોડ ૧૮૯૩ પ્રમાણે સુરતનો અર્થકવીક ઝોન-૩ હતો. ત્યારે બેંગ્લોર ઝોન-૧માં આવતું હતું એટલે કે બેંગ્લોર ભૂકંપ સામે સૌથી સેફેસ્ટ સિટી હતું. અને સુરતનું આલ્ફા ઝોન ફેકટર ૦.૦૪ હતું.
૨૦૦૨માં જે નવા સ્ટાન્ર્ડડ તૈયાર કરાયા તે મુજબ ઝોન-૧તો કાઢી જ નાંખવો પડ્યો. એટલે કે ભૂકંપ સામે કોઈ શહેર સલામત રહ્યું નથી. સુરતનો ઝોન-૩ જ રહ્યો છે પરંતુ સુરતના આલ્ફા ઝોન ફેકટરમાં ચાર ગણો વધારો થઈ ચૂકયો છે. એટલે કે સુરત અત્યારે ૦.૧૬ના ફેકટર પર છે. આલ્ફા ઝોન ફેકટરથી તમે બિલ્ડિંગ, બ્રીજિસ, ડેમ વગેરે જેવા સ્થાનો પર ભૂકંપ સમયે જે લોડ આવે તેની માત્રા દર્શાવે છે. આ ફેકટર વધતાં સુરત માટે ભૂકંપ સમયે જોખમ ચાર ગણું વધી ચૂક્યું છે તેમ કહી શકાય.


સુરત : ફોસ્ટા દ્વારા પણ એર કનેક્ટિવિટી માટે સતત રજુઆતો

સુરત શહેરના લોકો હવે એરપોર્ટના મામલે તેમને થઈ રહેલો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કરવા તૈયાર નથી. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (ફોસ્ટા) દ્વારા સુરત શહેરને અન્ય શહેરો સાથે એર કનેક્ટિવિટી મળે તે માટે નજીકના ભૂતકાળમાં ખાનગી એરલાઇન્સના સંચાલકો સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી.ફોસ્ટા દ્વારા જે તે સમયે એરલાઇન્સને ઓફિસ માટે જગ્યા આપવા ઉપરાંત મુસાફરો માટે ખાસ બસની સુવિધા આપવા માટે પણ તૈયારી દર્શાવાઈ હતી. ફોસ્ટાના પ્રમુખ દેવકશિન મંઘાણીના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા એર ઇન્ડિયા, લુઆન એરવેઝ, ગો એરવેઝ, સ્પાઇસ ઝેટ, વેન્ચુરા એરવેઝ વગેરે એરલાઇન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી હતી.ફોસ્ટા દ્વારા આ એરલાઇન્સોને એવી ઓફર પણ આપવામાં આવી હતી કે જો સુરતમાંથી અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટી આપવામાં આવશે તો જે તે એરલાઇન્સને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફોસ્ટા દ્વારા ઓફિસ માટે જગ્યાની પણ ગોઠવણ કરી આપવામાં આવશે. આ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાંથી એરપોર્ટ સુધી જવા માટે ખાસ બસ સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.ફોસ્ટાની આ ઓફર બાદ લુઆન એરવેઝ દ્વારા સુરતને અન્ય શહેરો સાથે કનેકટિવીટી આપવા માટેની પ્રાથમિક તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે પરંતુ તેને હજુ સુધી મંજુરી મળી નથી. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો પણ સુરતને અન્ય શહેરો સાથે ઝડપથી એર કનેક્ટિવિટી મળે તે દિશામાં સક્રિય થયા છે. ફોસ્ટા ઉપરાંત પણ શહેરના અનેક વેપારી સંગઠનો એ મુદ્દે એકમત છે કે સુરતને કોઇપણ ભોગે એર કનેક્ટિવીટી મળવી જ જોઇએ


પાન-બીડી @ લેપટોપ!

કોઈ વડીલને જમાના વિષે પૂછતાં તરત જણાવશે કે જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આ વાતની સાબિતી આપતો દાખલો શહેરના હાર્દસમા ઘોઘાગેઈટ ચોક ખાતેની જય મહાદેવ પાન નામની દુકાનમાં હાજરાહજુર છે.૨૧મી સદીના પરિવર્તનને સ્વીકારતા પાન-બીડીના હોલસેલ વેપારી કિશોરભાઈ આગીચા માત્ર ૧૦ ધોરણ પાસ હોવા છતાં પોતાનો પાનનો વ્યવસાય સંપૂર્ણપણે લેપટોપ કોમ્પ્યૂટર ઉપર કરી રહ્યા છે.કિશોરભાઈના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા પાંચ વર્ષથી લેપટોપ દ્વારા વ્યવસાય ચલાવે છે. તેઓએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મેં ભલે માત્ર ધો.૧૦ સુધી જ અભ્યાસ કર્યો હોય પરંતુ આજનો આઈ.ટી. યુગમાં હું પણ કંઈ ઉતરતો નથી. લેપટોપના ઉપયોગથી મારું કામ એકદમ સરળ થઈ ગયું છે. પાન-બીડી, સીગરેટ પાન-મસાલા વગેરેની ખરીદી કરવા આવતા વેપારીઓને હું સીધી જ લેપટોપની એક કિલક દ્વારા હિસાબ-કિતાબ કરી આપું છું. માલની ગણતરી કરવાની, હિસાબ-કિતાબ રાખવાની, કેલકયુલેટરથી ગણતરી કરવાની વગેરે ઝંઝટમાંથી મને મુકિત મળી ગઈ છે.કોઈ ચારભાઈ બીડીનું પેકેટ ખરીદવા આવે ત્યારે કિશોરભાઈ લેપટોપ ઉપર ચારભાઈ બીડી ટાઈપ કરીને કિલક કરે છે કે તરત જ તેનો ભાવ સ્ક્રીન ઉપર જોવા મળે છે. કિશોરભાઈએ કમ્પ્યૂટરમાં પોતાના વ્યવસાયને અનુકૂળ એવો સોફટવેર ઈન્સ્ટોલ કરાવ્યો છે. જેના કારણે જે કોઈપણ વસ્તનું વેચાણ કરવામાં આવે તેનો સીધો હિસાબ-કિતાબ લેપટોપમાં રહે છે.


ભાવનગર : વેપાર-ધંધા વગર જ બે કરોડના બેન્ક વ્યવહારો કર્યા

ભાવનગર શહેરના આંબાવાડી મંગળા માતાજીના મંદિર પાસે પ્લોટ નં.૧૨૬૪માં આવેલ ગાયત્રી એન્ટરપ્રાઈઝના નામે જનક પરશોત્તમભાઈ પંડયાએ નોંધણી નંબર લીધા બાદ છેલ્લા દોઢ વર્ષમાં રાતીપાયનો વેપાર-ધંધો નહીં કરવા છતાં બેન્કમાં કરોડોના વ્યવહારો કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.બોગસ બિલીંગ કરવાના હેતુસર ટીન નં.૨૪૧૪૦૫૦૩૬૩૮ લીધા બાદ વેપારીના કરતુતો બહાર આવતા વેટ તંત્રએ ટીન નંબર ધડમૂળમાંથી રદ કરી નાંખ્યો છે. નવાઈની વાત તો એ છે કે, ગાયત્રી એન્ટરપ્રાઈઝના નામે સને ૨૦૦૬-૦૭ થી સને ૨૦૦૮-૦૯ ત્રણ વર્ષ સુધી ૨૦ લાખથી માંડી ૯૦ લાખ સુધીના વ્યવહારો કર્યા હતાં. અને વેરો પણ ભર્યો હતો. પરંતુ છેલ્લે સને ૨૦૦૯-૧૦ થી ૩૦-૬-૧૦ સુધીમાં બિલકુલ વ્યવહારો કર્યા વગર જ બેન્કમાં ૨ કરોડ ૮ લાખ ૭૫ હજારના વ્યવહારો એક જ વર્ષમાં કર્યા હતા, ત્યારબાદ છેલ્લા છ માસમાં રૂપિયા ૧૦ લાખ ૧૭ હજારના બેન્ક વ્યવહારો ધ્યાને આવ્યા છે, ઉલ્લેખનિય છે કે, ધંધાનો હેતુ લોખંડ-સિળયા તથા સીટીડી બ્રાસના પુન: વેચાણનો હતો.


એક્સાઇઝ અને ઇન્કમટેક્સના શિપબ્રેકરોને ત્યાં વ્યાપક દરોડા

સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના એન્ટી ઇવેઝનની વાપી સ્કવોડ દ્વારા સેનવેટ ક્રેડિટ અને અન્ય ગેરરીતિઓ સબબ તથા આયકર વિભાગ દ્વારા કરચોરીના મુદ્દે આજે શહેર અને જિલ્લામાં શિપબ્રેકિંગ વ્યવસાય અને સંલગ્ન વ્યવસાયકારો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.આજે સવારથીજ વાપી સેન્ટ્રલ એક્સાઇઝની તથા ઇન્કમટેક્સ વિભાગની ટુકડીએ શહેરમાં અલગ અલગ જગ્યાએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. એક્સાઇઝ વિભાગ દ્વારા અલંગના ઓઇલના ધંધાર્થી મિનાઝભાઇને શોધવા શહેરમાં ઠેરઠેર સર્ચ ઓપરેશન હાથ ધયું હતું. તથા અન્ય એક વેપારીની શોધમાં શિશુવિહાર સર્કલમાં આવેલા ફલેટમાં અધિકારીઓનો કાફલો ધસી ગયો હતો. ત્યારબાદ મિનાઝભાઇની ભાળ મેળવવા અલંગ ખાતે શ્રીજી યાર્ડમાં તથા મહુવા સુધી અધિકારીઓએ કસરત કરી હતી, પરંતુ તે નિરર્થક નિવડી હતી. થોડા સમય અગાઉ અલંગના ઓઇલના ધંધાર્થી મિનાઝભાઇને ત્યાં સેન્ટ્રલ એક્સાઇઝના એન્ટી ઇવેઝનની રેડ પડી હતી, અને ત્યારબાદ તેઓ પોતે આપેલા નિવેદનમાંથી ફરી ગયા હતા અને અધિકારીઓએ બળજબરી વાપરી નિવેદનો નોંધ્યા હોવાની વાત ઉચ્ચારી હતી, તેના પડઘારૂપે વાપીની ટુકડીએ પુન: ચેકિંગ કર્યું હતું. આજની દરોડાની કામગીરી દરમિયાન મોટી રકમના વાંધાજનક દસ્તાવેજો અધિકારીઓ સીઝ કરી લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં સમયાંતરે આંગડીયા અને શિપબ્રેકરોને ત્યાં રેડ કરી રહેલા એક્સાઇઝના એન્ટી ઇવેઝન વિભાગે શિપબ્રેકિંગ સંલગ્ન વ્યવસાયકારોને ત્યાં સવારથીજ ચેકિંગ આદર્યું હતું. શહેરના કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પણ અલંગના ભંગારને લગતી કામગીરી પર આજે દરોડાને પગલે બ્રેક લાગી હતી, મોટાભાગના લોકોએ ધંધા બંધ રાખ્યા હતા.

No comments:

Post a Comment