22 September 2010

આજે ભાવભેર ગણપતિ વિસર્જન થશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજે ભાવભેર ગણપતિ વિસર્જન થશે

શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલ ગણપતિ મહોત્સવનું કાલે સમાપન થશે અને અગલે બરસ તું જલદી આના સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. સતત દસ દિવસ સુધી ગણપતિનું પૂજન-અર્ચન કર્યા બાદ ભારે હૈયે ગણપતિને ભક્તો વિદાય કરશે અને નદીમાં મૂર્તિને પધરાવશે.સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સામૂહિક ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ બુધવારે બપોરે શાસ્ત્રીમેદાન ખાતેથી થશે. બપોરે ૧૨ વાગ્યાથી ગણેશજી એકત્ર થશે ત્યારબાદ, સમૂહમાં વાજતે-ગાજતે વિસર્જનયાત્રાનો પ્રારંભ થશે. ખોખળદડ નદીના પુલતળે ગણેશજીને પધરાવાશે તે ઉપરાંત હનુમાનધારા પાસે પણ અમુક લોકો મૂર્તિને પધરાવશે.દસ દિવસથી વિવિધ ગણેશ પંડાલોમાં ભક્તિનો અનેરો માહોલ જામ્યો હતો અને ગણપતિદાદાની ઉત્સાહભેર સેવા કરવામાં આવી હતી ત્યારે અંતિમ દિવસે ભક્તો આજે ભારે હૈયે ભાવભેર ગણેશજીને વિદાયમાન આપશે અને અગલે બરસ તું જલદી આનાના નારા લગાવશે.


રાજકોટમાં કોંગ્રેસે પેનલ તૈયાર કરી

કોંગ્રેસે મંગળવારે સાંજ સુધીમાં વડોદરા અને સુરત મહાનગરપાલિકાના ઉમેદવારોનાં નામની પેનલ પર મંજુરીની મહોર મારી છે. ગુરુવારે ભાવનગર, જામનગર, રાજકોટ મહાનગરપાલિકાની પેનલ માટે ઝોનના આગેવાનો અને પ્રદેશના આગેવાનો પુન: મળશે. અમદાવાદનો મામલો ૨૪મીએ રાત્રે હાથ પર લેવામાં આવશે.ભાવનગર ખાતે બુધવારે યુવક કોંગ્રેસની રેલીના સમાપનમાં સંભવત: રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતાને પગલે પ્રભારી બી. કે. હરિપ્રસાદ, કેન્દ્રીય ઊર્જાપ્રધાન ભરત સોલંકી, પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો ભાવનગરના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી હવે બુધવારે રાત્રે ઉમેદવારો અંગેની ચર્ચા થાય તેવી શક્યતા છે.


વોર્ડ ૨૨માં બે અપક્ષોએ ફોર્મ ભરવાના શ્રીગણેશ કર્યા

મનપા ચૂંટણી માટે ફોર્મ વિતરણના બીજા દિવસે આજે કુલ ૨૭૮ ઉમેદવારોએ ફોર્મ લીધાં હતાં. હજી મુખ્યપક્ષો તો પોતાના ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે. આજે વોર્ડનં.૨૨ માટે બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા હતાં. ફોર્મમાં ભૂલ થાય તો રદ ન થાય તે માટે લોકો એક સાથે ચાર ચાર ફોર્મ લઇ જાય છે. છ સ્થળેથી ફોર્મ અપાઇ રહ્યાં છે અને ત્યાંજ રજુ કરવાના રહે છે.
આ વખતે ચૂંટણીપંચે ઉમેદવારીપત્રોની ફિ રૂ.૫૦ રાખી છે તેમ છતાં સારી એવી સંખ્યામાં આ ફોર્મ ઉપડી રહ્યાં છે. ગઇકાલે ૨૭૧ ફોર્મ ઉપડ્યાં હતાં જ્યારે આજે બીજા દિવસે કુલ ૨૭૮ ફોર્મ જુદા જુદા વોર્ડ માટે ઊપડ્યાં હતાં. વોર્ડનં. ૨૨ માં હેમતભાઇ વાઘેલા તથા મનીષાબેન સંજયભાઇ વાઘેલા નામના બે ઉમેદવારોએ બબ્બે ફોર્મ ભરીને પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.વોર્ડ નં. ૧ થી ૪ માટે ૨૨, ૫ થી ૮ માટે ૫૫, ૯ થી ૧૨ માટે ૧૬, ૧૩ થી ૧૬ માટે ૭૭, ૧૭ થી ૨૦ માટે ૬૨ અને ૨૧ થી ૨૩ માટે ૪૬ ફોર્મ ઉમેદવારો લઇ ગયા હતા. એક એક વ્યક્તિ ચાર કે ત્રણ ફોર્મ લઇ જતાં હોય છે તેથી પણ સંખ્યા વધારે લાગે છે. આજે કુલ ૨૭૮ ફોર્મ ૨૩ વોર્ડ માટે ગયા છે અને ફોર્મ ભરીને પરત આપવાની છેલ્લી તારીખ ૨૫ સપ્ટેમ્બર છે. ભાજપ, કોંગ્રેસ અને મજપા તથા જો કોંગ્રેસ સાથે જોડાણ ન કરે તો એનસીપી વગેરે પક્ષના ઉમેદવારો તા. ૨૪ અને ૨૫ ના રોજ ફોર્મ ભરશે.


સ્ટ્રીટલાઇટ ચાલુ નહીં જ થાય, તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ

શહેરના જામનગર રોડ પર આવેલા વાલ્મીકિ વાડી વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોય વિસ્તાર રાત પડેને ભેંકાર બની જાય છે. છેલ્લા ત્રણેક દિવસથી રહેવાસીઓ ફરિયાદ કરે છે પણ કોઇ નિવેડો આવતો નથી. આ વિસ્તારના ડે. ઇજનેર ઝાલા પણ એવો ઉડાઉ જવાબ આપે છે કે, સ્ટ્રીટલાઇટ રિપેર થવાની હશે ત્યારે થશે, ફરિયાદ કરવા જવું હોય ત્યાં જાવ !મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતામાં પ્રજાની પ્રાથમિક સેવામાં પણ આચારસંહિતા આવી હોય એવા જલસા નિંભર તંત્રવાહકોને થઇ ગયા છે. મ્યુનિ. કમિશનર દોડાવે તો જ દોડવાનું, બાકી ઓફિસ ભલીને ઘર ભલું ! એવું માનતા કર્મચારીઓ પ્રજાના પ્રશ્નને પણ ઠેબે ચડાવી દે છે.આવી જ હાલત જામનગર રોડ પર આવેલા વાલ્મીકિ વાડી વિસ્તારની છે. અહીં છેલ્લા ઘણા દિવસથી સ્ટ્રીટલાઇટ બંધ છે. રાત પડે ને આ વિસ્તાર અંધારામાં ગરકાવ થઇ જાય છે. રાત્રે આવા ભેંકારમાં પડવા આખડવાથી લોકોને ઇજા થાય છે.સ્ટ્રીટલાઇટના આ પ્રશ્ને મનપાના કોલ સેન્ટરમાં પણ ફરિયાદ કરેલી છે પણ હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી. સૌથી મોટી આઘાતજનક વાત એ છે કે, આ વિસ્તારના ડેપ્યુટી ઇજનેર ઝાલા લોકોને એવો ઉધ્ધતાઇભર્યો જવાબ આપે છે કે, લાઇટ ચાલુ થવાની હશે ત્યારે થશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો !



નઇમુદ્દીન દબાણ હેઠળ નિવેદન બદલી રહ્યો છે: રૂબાબુદ્દીન

અમિત શાહના જામીનની સુનાવણીની પૂર્વ સંધ્યાએ મંગળવારે સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીને સીબીઆઇ જજ સમક્ષ લેખિતમાં રજુઆત (એફિડેવિટ) કરી હતી અને તેણે એવો આક્ષેપ કર્યો છે કે શાહ જેલમાં રહીને પણ પોતાના ભાઈ નઇમુદ્દીનનું ભારે દબાણથી નિવેદન બદલાવી શકે છે. જો તેમને જામીન મળે તો તે ચોક્કસ આ કેસના સાક્ષીઓ પર દબાણ લાવી તેમનાં નિવેદનો બદલાવી શકે છે, તેથી શાહને જામીન આપવા જોઈએ નહીં. સાથેસાથે રૂબાબુદ્દીને શાહ પર અનેક આક્ષેપો પણ કર્યા હતા.પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌસરબી હત્યા પ્રકરણમાં ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલમાં રાખ્યા છે. શાહે ધરપકડ બાદ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.જે પ્રકરણમાં પક્ષકાર બનવા માટે સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીને કોર્ટમાં રજુઆત કરી શાહને જામીન ન મળે તે માટે રજુઆત કરતી અરજી કરી હતી, જે અરજી હાઇકોર્ટે તા. ૩-૯-૨૦૧૦ના રોજ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે એવો આદેશ કર્યો હતો કે રૂબાબુદ્દીન આ પ્રકરણમાં માત્ર લેખિતમાં કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે.આ સમય દરમિયાન સોહરાબુદ્દીનના સૌથી નાના ભાઈ નઇમુદ્દીને ફેબ્રુઆરી-’૧૦માં સીબીઆઇ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેમના પરિવારને સોહરાબુદ્દીન મુદ્દાની પિટિશન પાછી ખેંચી લેવા રૂ. ૫૦ લાખની ઓફર કરી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી.


પ્રિયંકાએ રણબિરને ચુંબનો કરતાં શાહિદ

પ્રિયંકાનો પ્રેમી શાહિદ કપૂર આજકાલ થોડો ઉદાસ જોવા મળી રહ્યો છે. પ્રિયંકાએ ફિલ્મ અન્જાના અન્જાનીમાં રણબિરને ચુંબન કર્યુ છે. આ વાત શાહિદને બિલકુલ પસંદ આવી નથી.ફિલ્મ અન્જાના અન્જાનીમાં રણબિર અને પ્રિયંકાએ એકબીજાને હોઠો પર બે વાર ચુંબન કર્યુ છે.ફિલ્મના પ્રોમોમાં જે લોકોએ પણ આ ચુંબનો જોયા છે, તેઓને રણબિર અને પ્રિયંકાની કેમેસ્ટ્રી ગમી છે. જો કે પિગ્ગી ચોપ્સના પ્રેમીને આ વાત બિલકુલ પસંદ આવી નથી.ગયા અઠવાડિયે પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર ફિલ્મ દબંગ એકસાથે જોવા મગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંનેએ ફિલ્મ અન્જાના અન્જાની વિષે ચર્ચા કરી હતી.શાહિદે હજી સુધી ફિલ્મના પ્રોમો જોયા નથી. માનવામાં આવે છે કે, પ્રિયંકા રણબિરને ચુંબન કરે છે તે વાત શાહિદને ગમી નથી, તેથી શાહિદ ફિલ્મના પ્રોમો જોવા તૈયાર નથી.શાહિદ અને પ્રિયંકા વચ્ચે કોઈ સંબંધ નથી તે વાતને તેઓએ ખોટી ઠેરવી છે. પ્રિયંકા જ્યારે બ્રાઝિલ ખતરો કે ખિલાડીના શુટિંગ અર્થે જતી હતી ત્યારે શાહિદ તેને એરપોર્ટ પર મૂકવા ગયો હતો.



વાગુદળ : મારું પૂરું થઇ ગયું છે તું દરવાજો ના ખોલીશ

ધ્રોલ નજીક વાગુદળ ગામના વગડામાં આવેલી વાડીમાં ઘુસેલા પાંચ લુટારૂ શખ્સોએ ગાઢ નિંદ્રામાં પોઢેલા વૃધ્ધ દંપતિ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી વૃધ્ધની કરપીણ હત્યા નિપજાવી છે. જ્યારે વૃધ્ધાને ગંભીર ઇજા પહોંચાડી રૂપિયા સાત હજારના મુદામાલની લુંટ ચલાવી અજ્ઞાત શખ્સો નાશી છુટતા સનસનાટી પ્રસરી ગઇ છે.પોલીસે પરપ્રાંતિય મજુરો સામે શંકાની સોય તાણી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર જિલ્લાભરમાં ટોકીગ પોઇન્ટ બનેલા બનાવની પ્રાપ્તવિગતો મુજબ, ધ્રોલ નજીક ૩ કિમી દુર વાગુદળ ગામના રસ્તા પર વગડામાં આવેલી વાડીએ સુતેલા હિરાભાઇ બેચરભાઇ મકવાણા ઉર્ફે લધર ભગત (ઉ.વ.૬૫) અને તેમના પિત્ન પાનીબેન (ઉ.વ.૬૦) પર પાંચ અજ્ઞાત લુંટારૂ શખ્સોએ ધોકા, પથ્થર સહિતના તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.જેમાં વૃધ્ધને માથાના ભાગે ઉપરા ઉપરી પ્રહારો કરવામાં આવતા તેમની ઘટનાસ્થળે જ લોથ ઢળી પડી હતી. જ્યારે વૃધ્ધાને પણ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ફટકારી અજ્ઞાત લુંટારૂ શખ્સો તેણીના હાથમાં પહેરેલી પીળી ધાતુની બંગડીઓ, એક હજારની રોકડ, બે મોબાઇલ, એક કાંડા ઘડીયાળ સહિત રૂ.૭૮૦૦ની મતા લુંટી નાશી છુટયા હતા.

No comments:

Post a Comment