23 September 2010

આગામી ૨૫મીના રોજ અડવાણી સોમનાથ દર્શને?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



આગામી ૨૫મીના રોજ અડવાણી સોમનાથ દર્શને?

પ્રતિવર્ષની માફક સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા છેલ્લાં બે દાયકાથી અચુકપણે આવતાં ભાજપનાં રાષ્ટ્રીય અગ્રણી લાલકૃષ્ણ અડવાણી સંભવત: આગામી તા.૨૫નાં ૨૧મી વખત પ્રભાસતિર્થ ખાતે આવનાર હોવાનું જાણવા મળે છે.અત્રે નોંધનીય બની રહેશે કે, તા.૨૪નાં અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવનાર છે. અને તેનાં બિજા દિવસે અડવાણીની પ્રતિક્રિયા જાણવા સોરઠવાસીઓમાં ભારે ઈંતજારી જોવા મળી રહી છે.૨૧ વરસ પહેલા સોમનાથ ખાતેથી સોમનાથ-અયોધ્યા રથયાત્રાનો પ્રારંભ અડવાણીજીના વડપણ હેઠળ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપે કેસરીયો લહેરાવી સતામાં બિરાજમાન થઈ હતી. ત્યારથી અડવાણીજી સોમનાથ મહાદેવને શીશ નમાવવા સાથે પૂજા-અર્ચન કરવા દર્શનાર્થે તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ અતિવ્યસ્ત કાર્યક્રમો વચ્ચે અચૂક આવ્યા છે.ત્યારે આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ પણ તેમના આગમન તથા સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અડવાણીજી ભગિરથમનો રથ માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા તથા બલ પ્રાપ્તિ માટે અચુક રહેલ છે ત્યારે અડવાણીજીની આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ સોમનાથની યાત્રા મહત્વપૂર્ણ બની રહેશે.

ટેપ વગાડવા પ્રશ્ને બે પડોશીએ સામસામે છરીના ઘા ઝીંક્યા

મવડી વિસ્તરમાં વિશ્વાનગર આવાસ યોજનાના કવાર્ટરમાં ટેપ ધીમે વગાડવાના મુદ્દે પડોશીઓ વચ્ચે ઝઘડો થતા બન્નેએ એક બીજા ઉપર છરીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા મહિલા બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા છે.કવાર્ટરમાં રહેતા ભાવનાબા ગિરવાનસિંહ ગોહિલ (ઉ.વ.૪પ) એ આરોપી તરીકે અન્ય બ્લોકમાં રહેતા કમલેશ ગુપ્તાનું નામ જણાવ્યું છે. આરોપીએ ભાવનાબાને ટેપ ઘીમે વગાડવાનું કહીને ગાળો ભાંડી હતી. તેમજ છરીથસ હુમલો કરી ખંભામાં ઇજા કર્યાનું જણાવ્યુ હતું.સામા પક્ષે પ્રિયંકા કમલેશભાઇ ગુ’ા (ઉ.વ.૧૩) એ પડોશી ભાવનાબા, શક્તિસિંહ અને બે અજાણ્યા શખ્સે તેણીના પિતા કમલેશભાઇને મારી પીઠ અને પડખામાં છરીના ઘા મારી નાસી ગયાનું જણાવ્યું હતું.




મહેસાણામાં જુગારના બે દરોડા : છ શકુનિ ઝડપાયા

મહેસાણાના સિન્ધી માર્કેટ તેમજ કસ્બા વિસ્તારમાં વરલી મટકાના જુગાર પર મંગળવારે ત્રાટકેલી શહેર પોલીસે કુલ રૂ. ૫૫૮૦ સાથે છ જુગારીઓની ધરપકડ કરી હતી. આ અંગે શહેર પોલીસે વિવિધ બે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ, મહેસાણાના સિન્ધી માર્કેટમાં વરલી મટકાનો આંખ ફરકનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે શહેર પોલીસે મંગળવારે સાંજે અત્રે ઓંચિતી રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે બનાવ સ્થળેથી રોકડ રૂ. ૨૮૨૦ સાથે પરાગકુમાર જયંતિલાલ રાવલ (રહે નીચો ભાટવા),ડો, અશોકકુમાર રમણલાલ શાહ (રહે દેસાઈ નગર) તથા શૈલેષજી પૃથ્વીજી (રહે ગેરીતા તા. વિજાપુર)ને ઝડપી લીધા હતા.આ ઉપરાંત અન્ય એક દરોડાની વિગતો મુજબ, શહેરના કસ્બા વિસ્તારમાં રહેતા જયંતિલાલ વરલી મટકાનો આંખ ફરકનો વરલી મટકાનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે મહેસાણા પોલીસે અત્રે ઓંચિતી રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસે રોકડ રૂ. ૨૭૬૦ સાથે વિશ્વાસ જયંતિલાલ રાવળ, મફાજી મણાજી ઝાલા (રહે મીરા દરવાજા પાટણ) અને ગુલાબભાઈ ગજરાભાઈ બેલીમ (રહે કસ્બા)ને ઝડપી લીધા હતા. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઊંઝા પાલિકામાં ભાજપ વિરુદ્ધ એકતા વિકાસ પેનલ

ઊંઝા પાલિકાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા પોતાની સત્તા કાયમ રાખવા ઉમેદવારોની પસંદગીમાં અનેક માપદંડો ચકાસવામાં આવી રહ્યા છે. જો કે, આ વખતે પણ ઊંઝા પાલિકામાં કોંગ્રેસના બેનર હેઠળ એકપણ ઉમેદવાર ન ઝંપલાવે એવી શક્યતા દેખાઇ રહી છે. આ તરફ ઊંઝા નાગરિક બેન્કની ચૂંટણીમાં વિજયી બનનાર એકતા વિકાસ પેનલ દ્વારા પાલિકાની તમામ બેઠકો પર ઝંપલાવવા આયોજન થયું છે.ઊંઝા પાલિકાના ૧૨ વોર્ડની કુલ ૩૬ બેઠકો માટે આગામી ૨૧ ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં ૩૭ હજારથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઊંઝા પાલિકામાં ચાર બેઠકો ક્ષીપંચ માટે અને ત્રણ બેઠકો એસ.સી. માટે અનામત છે. જેમાં આ બન્ને કેટેગરીમાં એક-એક બેઠક સ્ત્રી અનામત રાખવામાં આવી છે. જ્યારે જનરલ કેટેગરીની બાકીની ૨૯ બેઠકોમાં પણ ૧૦ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. વેપારી નગર ઊંઝામાં ચૂંટણી અરાજકીય પક્ષોના બેનર તળે નહિ પણ વ્યક્તિ કે જેતે કુટુંબની શાખ પર લડાતી હોવાથી અહીં ચૂંટણીનો માહોલ અનેરો હોય છે.ઊંઝા પાલિકામાં સત્તાધારી ભાજપ દ્વારા ટીકીટવાંચ્છુકોની સેન્સ લેવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવાની કવાયત હાલ શરૂ થઇ છે. આ તરફ પોલિકાની ચૂંટણીમાં ક્રોંગ્રેસના બેનર નીચે એકપણ ઉમેદવાર ચૂંટણી ન લડે એવા સંજોગો હાલ દેખાઇ રહ્યા છે. જોકે, એકતા વિકાસ પેનલની આગેવાનીમાં તમામ બેઠકો પર ભાજપની સામે ઉમેદવારો ઉભા રાખવાનું આયોજન હાલ થઇ રહ્યુ છે.

આગામી ૨૫મીના રોજ અડવાણી સોમનાથ દર્શને?

પ્રતિવર્ષની માફક સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા છેલ્લાં બે દાયકાથી અચુકપણે આવતાં ભાજપનાં રાષ્ટ્રીય અગ્રણી લાલકૃષ્ણ અડવાણી સંભવત: આગામી તા.૨૫નાં ૨૧મી વખત પ્રભાસતિર્થ ખાતે આવનાર હોવાનું જાણવા મળે છે.અત્રે નોંધનીય બની રહેશે કે, તા.૨૪નાં અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવનાર છે. અને તેનાં બિજા દિવસે અડવાણીની પ્રતિક્રિયા જાણવા સોરઠવાસીઓમાં ભારે ઈંતજારી જોવા મળી રહી છે.૨૧ વરસ પહેલા સોમનાથ ખાતેથી સોમનાથ-અયોધ્યા રથયાત્રાનો પ્રારંભ અડવાણીજીના વડપણ હેઠળ કરવામાં આવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપે કેસરીયો લહેરાવી સતામાં બિરાજમાન થઈ હતી. ત્યારથી અડવાણીજી સોમનાથ મહાદેવને શીશ નમાવવા સાથે પૂજા-અર્ચન કરવા દર્શનાર્થે તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ અતિવ્યસ્ત કાર્યક્રમો વચ્ચે અચૂક આવ્યા છે.ત્યારે આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ પણ તેમના આગમન તથા સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અડવાણીજી ભગિરથમનો રથ માટે સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવા તથા બલ પ્રાપ્તિ માટે અચુક રહેલ છે ત્યારે અડવાણીજીની આગામી તા.૨૫મી સપ્ટેમ્બરનાં રોજ સોમનાથની યાત્રા મહત્વપૂર્ણ બની રહેશે.


ઈરાનમાં મિલિટ્રી પરેડ દરમિયાન વિસ્ફોટ, 10ના મોત

ગઈકાલે ઉત્તર પશ્ચિમી ઈરાનમાં મિલિટ્રી પરેડ દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં 10 દર્શકોના મોત નીપજ્યા છે. ઈરાની અધિકારીઓ આને કુર્દિશ અલગાવવાદીઓની હરકત માને છે.ઈરાક અને તુર્કી સીમા નજીક મહાબાદ શહેરમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટમાં 57 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યના ગવર્નર વાહિદ જલાલદેહે જણાવ્યા અનુસાર મરનારામાં મોટા ભાગની મહિલાઓ અને બાળકો હતા.ઉલ્લેખનીય છે કે સીમાવર્તી વિસ્તારોમાં ઈરાની સેના વર્ષોથી કુર્દીશ અલગાવવાદીઓ સાથે લડતી રહી છે. કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી તુર્કી અને ઈરાકમાં પણ અલગ કુર્દિસ્તાન બનાવવાની માંગને લઈને સંઘર્ષ કરી રહી છે.



“વર્લ્ડ કપ પહેલા મજબૂત ટીમો સામે રમવુ સારૂ રહેશે”

ટીમ ઈન્ડિયાના કોચ ગેરી કર્સ્ટને કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓ ઘણી સારી છે અને તેઓ વર્લ્ડ કપને લઈને ઘણા જ ઉત્સાહિત છે. કર્સ્ટને કહ્યું હતું કે હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા સારા ખેલાડીઓ છે અને હાલમાં કોઈ ખેલાડીને ગંભીર ઈજાઓ થઈ હોવાનું દેખાઈ નથી રહ્યું.તે વાત સાચી છે કે હાલમાં ટીમ ઈન્ડિયાનું ફોર્મ સારૂ નથી પરંતુ વર્લ્ડ કપ જેવી મહત્વની અને મોટી શ્રેણીમાં જીત ટીમના આત્મવિશ્વાસ પર આધાર રાખે છે. વર્લ્ડ કપ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે શ્રેણીઓ રમવાની છે.ભારતે હજી આ સત્રમાં ઘણું ક્રિકેટ રમવાનું છે. પહેલા ટીમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમવાનું છે અને બાદમાં ન્યૂઝિલેન્ડ સામે ટક્કર લેવાની છે. ત્યાર પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે અને બાદમાં ભારતીય ઉપખંડોમાં રમાનારા વર્લ્ડ કપમાં ભાગ લેશે.



વિદેશી રોકાણકારો ભારતીય બજારો પાછળ ઘેલા થયા

શેર બજારોની તોફાની તેજી પાછળનુ કારણ છે વિદેશી નાણું, અને વિદેશી નાણાકીય સંસ્થાઓ હજુ પણ નાણાનું રોકાણ કરી રહી છે. વિદેશીઓની નજરમાં ભારતીય બજારોમાં નાણા રોકવામાં કોઈ જોખમ નથી અને તેઓ અહી સારી કમાણી કરી રહ્યા છે.અત્યારે પાછલા આઠ સત્રમાં વિદેશી રોકાણકારોએ 3.25 અબજ ડૉલરનુ રોકાણ કર્યુ છે અને તેઓ હજુ પણ બજારમાં નાણા રોકવાથી પાછળ નથી ખસી રહ્યા.ન્યૂઓર્ક સ્થિત બ્લેક રૉક ઇન્કના રૉબર્ટ ડૉલે આ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે અત્યારે ઉભરતા બજારો પ્રમુખ છે અને એટલા માટે રોકાણકારોની નજર તેની ઉપર બનેલી છે.એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યુ કે અત્યારે ભારત પ્રત્યે રોકાણકારોની આશાઓ બનેલી છે અને એટલા માટે એવુ કોઈ કારણ નથી જેનાથી તેઓ અહી પોતાના પૈસા લગાવાથી ખચકાય.તેઓએ જણાવ્યૂ હતુ કે અત્યારે ઇક્વિટીમાં પૈસા લગાવનારા થોડા સાવધાન છે, અને તે જ કંપનીઓ પાછળ નાણા રોકવામાં આવી રહ્યા છે જે કંપનીઓ તેજીમાં રમી રહી છે.


આપણે ખરેખર ગરીબ છીએ?

આપણે એવા વિકાસ પાછળ મુઢ્ઢીવાળી દોડી રહ્યા છીએ કે, ૨૦૧૦ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઔદ્યોગિક વિકાસના દરે તેર ટકાને પાર કર્યો છે પણ આટલા વિકાસ છતાં રોજગારી વધતી નથી. પરિણામે ભારતની સાઠ ટકા રોજગારી સ્વરોજગારમાંથી આવે છે અને નેવું ટકા રોજગારી અસંગિઠત ક્ષ્ક્ષેત્રમાંથી મળે છે. ખબર નથી રોજગારી વગરના વિકાસને વિકાસ કેવી રીતે કહેવો?ભારતની રાજધાની દિલ્હી, કોમનવેલ્થ રમતોત્સવ માટે સજ્જ થઈ રહી છે. ખર્ચ થવાનો અંદાજ છે માત્ર ને માત્ર ૯૦૦ કરોડ ડોલર. આટલો ખર્ચાળ આ તમાશો ચાલતો હશે ત્યારે રોજની વીસ રૂપિયાની આવકમાં જીવતો ભારતવાસી આ વીસ રૂપિયા કમાવાની પળોજણમાં પડ્યો હશે.કમ સે કમ ચોસઠ વરસથી વિકાસની રાજરમત ચાલી રહી છે. આમાં વડાપ્રધાને ભારતને નવી આર્થિક નીતિની ભેટ આપ્યાને આજકાલ કરતાં બે દાયકા થઈ ગયા છે. આ રમતના છેલ્લા ભાગનું નામ ભારત નિર્માણ છે. વૈશ્વિક મંદીએ વિશ્ચના મૂડીવાદી વિકાસના રથનાં પૈડાં કાદવમાં ખૂંપાવી દીધાં છતાં ભારતનો વિકાસ વણથંભ્યો ચાલી રહ્યાની યાદ વડાપ્રધાન, નાણાપ્રધાન અને યોજના આયોગના ઉપાધ્યક્ષ બિચારા વારંવાર આપે છે.વીસ વરસમાં વાર્ષિક વિકાસદર માંડ દોઢ વખત નવ ટકાને પાર કરી શક્યો છે. આર્થિક વિકાસનો દર ઊંચો જાય છે પણ અથાગ પ્રયાસો અને નામી-અનામી ગરીબીનાબૂદીના કાર્યક્રમો પાછળના અબજોના ખર્ચ પછી ખુદ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉ.. સુરેશ તેન્ડુલકર આપણી ગરીબાઈનો છેલ્લો હિસાબ માંડી જણાવે છે કે, ભારતમાં ગરીબીની રેખા નીચે જીવનારી જનસંખ્યાના હિસાબે ચાળીસ કરોડથી વધુ સંખ્યા થઈ. સવાલ એ ઊઠે છે કે, શું ગરીબી વધી રહી છે?


ચુકાદા પછી શું ટેન્શન... ટેન્શન...

ચુકાદો શું આવશે તેના કરતાં ચુકાદા પછી શું થશે એની ચિંતા દેશને સતાવી રહી છે. ૨૪મીએ આવનાર ચુકાદો જો મુલતવી ન રહે તો તે પછીનો સમય ભારે રહેશે. ધર્માચાર્યો, મૌલવીઓ, સરકાર અને વહીવટીતંત્ર લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે તે જોતાં બધાને નવા-જુની થવાની દહેશત સતાવી રહી છે તે સ્પષ્ટ થાય છે. કેન્દ્ર સરકાર પણ શાંતિ જાળવવા માટે ખાસ અપીલો બહાર પાડી રહી છે. બલકે એસએમએસ પર ૭૨ કલાક સુધી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો છે તે ચુકાદાની ગંભીરતા દર્શાવે છે. ગમે તે પક્ષના તરફેણમાં ચુકાદો આવે, ટેન્શન તો થવાનું જ.આ તંગદિલી માત્ર ચુકાદો અનામત રાખીને, તેને રિફર કરીને અથવા ગોળ ગોળ ચુકાદો આપીને જ નિવારી શકાય તેમ છે. પણ, અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના ત્રણ ન્યાયમૂર્તિઓમાં પડેલા તડાં દર્શાવે છે કે, ચુકાદા બાબતે ભારે ખેંચતાણ છે. ૬૩ વર્ષ પછી કાનૂની લડાઈમાં નિર્ણય આવી રહ્યો છે. રામજન્મભૂમિ વિવાદ આ નિર્ણયથી ઉકલી જવાનો નથી પણ જે જમીન પર એક સમયે મંદિર હતું, તે પછી મસ્જિદ હતી અને તે બાદ અત્યારે મેકશિફ્ટ મંદિરમાં રામલલ્લા બિરાજે છે તે સ્થળની માલિકી કોની? નિર્મોહી અખાડાની કે બાબરી એકશન કમિટીની કે અન્ય કોઈની? એ બાબતે નિર્ણય આવવાનો છે.


આવું પ્લેન જોયું છે ક્યાંય?

‘ધ બેટલ ઓફ બ્રિટન’ ની 70મી વર્ષગાંઠ ઉજવવા માટે યોર્કશાયરના એક ખેડૂતે નવો રસ્તો શોધી કાઢ્યો છે. શહેરની બહાર ટોમં પિઅસીનું ખેતર છે,જ્યાં અત્યારે બાજરીનો પાક લેવાયો છે.ટોમે આ પાકની વચ્ચે ખેતર જેવડું એક ફાઇટર પ્લેન બનાવ્યું છે. બીજા વિશ્વયુદ્ધન એક ફાઇટર પ્લેન જેવડી જ આ આશરે 1000 ફૂટ લાંબી આકૃતિ છે. ટોમ આ પહેલા પણ પોતાના ખેતર ઉપર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ફ્લાઇંગ સ્કોટ્સ મેન, બિગ બૈન અને વાઇકિંગ લોંગ શિપ બનાવી ચૂક્યા છે.

No comments:

Post a Comment