visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રામમંદિર: વિવાદના ચુકાદાને હજી લાંબો ‘વનવાસ’?
સુપ્રિમ કોર્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદીત પરિસરના માલિકી હક મામલામાં શુક્રવારે આવનારા ચુકાદા પર એક સપ્તાહની રોક લગાવી દીધી છે. તેના કારણે ચુકાદો લાંબા સમય સુધી લટકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. હકીકતમાં આ મામલાની સુનાવણી કરી રહેલી અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચના ત્રણ જજોમાંથી એક જસ્ટિસ ધર્મવીર શર્મા 1 ઓક્ટોબરે સેવાનિવૃત થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં બેન્ચમાં નવા જજને સામેલ કરાયા બાદ ચુકાદાની પ્રક્રિયા નવેસરથી ચાલુ થશે.જાણકારો જણાવે છે કે જો નવી બેન્ચ ઝડપથી સુનાવણી કરે, તો પણ અંતિમ દલીલોમાં કેટલાંક મહિના લાગી શકે છે. આ પરિસ્થિતિમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદામાં કેટલાંક મહિનાઓ લાગી શકે છે. સુપ્રિમ કોર્ટના વકીલ ડી.બી.ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, નવી બેન્ચ બનવાની સ્થિતિમાં બંને પક્ષોને ફરીથી નવી બેન્ચ સામે અંતિમ દલીલો કરવી પડશે. અંતિમ દલીલો બાદ ચુકાદાને સુરક્ષિત કરવામાં આવશે.ચુકાદા પર એક સપ્તાહ માટે રોક લગાવા સંદર્ભે નિરાશા વ્યક્ત કરતાં વિશ્વ હિંદુ પરિષદે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટના આ પગલાંથી મામલામાં અનિશ્ચિતકાલીન વિલંબ થશે. વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ પ્રવિણ તોગડિયાએ કહ્યું છે કે જો ચુકાદો સંભળાવ્યા પહેલા એક જજ નિવૃત થાય છે, તો નવી બેન્ચ દ્વારા નવેસરથી સુનાવણી કરવામાં આવશે. આ સ્થિતિમાં અંતિમ ચુકાદો આવવામાં અનિશ્ચિતકાલીન વિલંબ થઈ શકે છે.
“કોમનવેલ્થની યજમાની માટે ભારત ખોટી પસંદગી”
દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થમાં અપૂરતી તૈયારીઓ બદલ ઓસ્ટ્રેલિયાએ ભારતની ટીકા કરી.ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સમાં પહેલા ભ્રષ્ટાચાર અને બાદમાં સ્પોર્ટ્સ વિલેજમાં ગંદકી અને બેદરકારીના કારણે વિશ્વનો ત્રીજો શક્તિશાળી દેશ જાહેર થયેલા ભારતની આબરૂના કાંકરા થઈ ગયા છે. સમગ્ર વિશ્વ આજે ભારતની ટીકાઓ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ જોન કોટ્સે તો એટલે સુધી કહીં દીધું છે કે ભારતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની આપવી જ નહોતી જોઈતી.ધ ઓસ્ટ્રેલિયન એસોસિયેટેડ પ્રેસના જણાવ્યા પ્રમાણે તૈયારીઓમાં થઈ રહેલા વિલંબ પર જોન કોટ્સે કહ્યું કે જો તમે પ્રાથમિક જરૂરીયાતોની ચિંતમાં જ રહેશો તો પછી રમત પર ક્યારે ધ્યાન આપશો.તેમણે તો એ પણ કહ્યું છે કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને જાતે જ તૈયારીઓમાં ભાગ લેવો જોઈતો હતો. કોટ્સે કહ્યું હતું કે ફેડરેશન પાસે સંસાધનોની ઉણપ છે તેથી તે ઓલિમ્પિક સમિતિની જેમ તૈયારીઓ પર ઝીણવટ ભરેલી નજર રાખી શકે નહીં.
નરોડા પાટિયા કેસમાં આજે મહત્વનો ચુકાદો
નરોડા પાટિયા કેસમાં રાહુલ શર્માની સીડી અને સબંધિત પુરાવાની વધુ તપાસ અંગે આજે ચુકાદો. નરોડા પાટિયા કેસમાં આઇપીએસ ઓફિસર રાહુલ શર્માની સીડી તથા તહેલકા સ્ટિંગ ઓપરેશન સહિતના બીજા મહત્વના પુરવાની વધુ તપાસનો ચૂકાદો આજે સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ આપશે.સીટની તપાસ સામે કેટલાક પ્રશ્નો ઉભા કરી જનસંઘર્ષ મંચે કરેલી અરજીના અનુસંધાનમાં સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ શ્રીમતિ જ્યોત્સનાબહેન ગોકાણી આજે પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે. સ્પેશિયલ જજના ચૂકાદા ઉપરથી નક્કી થશે કે સીટે સંલગ્ન કેસમાં વધુ તપાસ કરવી કે નહીં.ગોધરાની ઘટના બાદ ગુજરાતભરમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. અમદાવાદના નરોડા પાટિયા ખાતે પણ ભારે તોફાનો ફાટી નિકળ્યા હતાં. તોફાનો સમયે આઇપીએસ ઓફિસર રાહુલ શર્માએ અધિકારીઓ અને નેતાઓના કોલની સીડી ઉતારી હતી. ઉપરાંત જાણીતા મેગેઝિન તહેલકાએ પણ એક સ્ટિંગ ઓપરેશન કરીને કેટલીક સ્ફોટક વિગતો રજુ કરી હતી.
“ભારતે લાંચ આપી કોમનવેલ્થની યજમાની મેળવી છે”
દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે ભારતે 72 દેશોને ભારે મોટી રકમ ચૂકવી હતી.ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારી અને પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલી કોમનવેલ્થ ગેમ્સ ફરી એક મોટા વિવાદમાં સપડાય તેવી શક્યતાઓ છે.એક મીડિયા અહેવાલ અનુસાર ભારતે 3થી14 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની લેવા માટે કોમનવેલ્થના 72 દેશોને લાંચ આપી હોવાનો ખુલાસો થયો છે. ભારતે પ્રત્યેક દેશને 1,00,000 ડોલરની લાંચ આપીને કોમનવેલ્થની યજમાની મેળવી હતી.ડેઈલી ટેલીગ્રાફે દાવો કર્યો છે કે જમૈકામાં યોજાયેલા અંતિમ પ્રેઝન્ટેશનમાં ભારતે 72 કોમનવેલ્થ દેશોને મોટી રકમની લાંચ આપીને તે બોલીમાં હેમિલ્ટનને હરાવ્યું હતું.તેમાં કહેવામાં આવ્યું છે કે જમૈકામાં યોજાયેલી અંતિમ બોલીમાં ભારતે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની બોલી જીતી હતી. જો કે ભારતે જો તે સફળતાપૂર્વક બોલી જીતી જશે તો 72 દેશોને એથલેટ ટ્રેઈનિંગ સ્કીમ માટે પ્રત્યેક દેશને 1,00,000 ડોલર આપાવાનું કહ્યું હતું.નાના દેશોએ કે જેઓને આ રમતોત્સવમાં બહુ ઓછો રસ હતો તેમણે તેમનો વોટ પાછો ખેંચી લીધો હતો અને ભારતે કેનેડિયન શહેર હેમિલ્ટનને 46-22થી હરાવીને યજમાની મેળવી હતી. હેમિલ્ટને પ્રત્યેક દેશને 70,000 ડોલર ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિલેજમાં નહીં હોટલમાં રહેશે ઈંગ્લેન્ડની ટીમ
કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે થોડા સમય બાદ ભારત પહોંચી જશે પરંતુ તેમની ટીમે સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ સ્પોર્ટ્સ વિલેજમાં નહીં રહે પરંતુ તેઓ હોટલમાં રહેવાના છે.તેમણે એટલા માટે આવો નિર્ણય લીધો છે કે તેમનું માનવું છે કે સ્પોર્ટ્સ વિલેજ હજી સુધી રહેવા માટે લાયક નથી. શુક્રવારના રોજ ઈંગ્લેન્ડની ટીમ 22 સભ્યો સાથે ભારત આવશે. જ્યારે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના અધ્યક્ષ માઈક ફેનલ તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે ગેમ્સ વિલેજની મુલાકાતે છે.ફેનલ ગુરૂવારના રોજ દિલ્હી પહોંચ્યા હતા. ફેનલ પહેલા આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી સ્પોર્ટ્સ વિલેજ પહોંચ્યા હતા. સ્પોર્ટ્સ વિલેજની મુલાકાત બાદ ફેનેલ કેબિનેટ સચિવને પણ મળશે.
આવી કોમનવેલ્થમાં શું મજા આવશે
વિશ્વની નબંર ત્રણ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે કોમનવેલ્થ ગેમ્સમાંથી ટોચના ખેલાડીઓ ખસી જતા ઘણી જ નિરાશ થઈ છે. સાથે સાથે તેણે ડર વ્યક્ત કર્યો હતો કે ક્યાંક દિગ્ગજ ખેલાડીઓના ભાગ ન લેવાના કારણે ક્યાંક દર્શકો રોમાંચક સ્પર્ધા જોવાથી વંચિત રહી ના જાય.સાયનાએ કહ્યું હતું કે રમતોત્સવમાં કેટલાક ટોચના ખેલાડીઓ ખસી જવાથી હું ઘણી જ નિરાશ છું. જો કોઈ સ્પર્ધા નહીં થાય તો મજા નહીં આવે. લોકો રોમાંચક સ્પર્ધા જોવા ઈચ્છે છે.જો કે સાયનાએ પોતાના દેશનું સમર્થન કરતા કહ્યું હતું કે ઘરઆંગણે રમાતી કોમનવેલ્થમાં રમવા માટે હું ઘણી જ ઉત્સાહિત છું અને હું ગોલ્ડ મેડલ જીતવાનો ધ્યેય રાખુ છું.
હવે મદદ માંગવાનું બંધ કરો: ઓબામા
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વિકાસશીલ દેશોને અપીલ કરી છે કે તેઓ વિકાસ અને મદદને લઇને પોતાનું વલણ બદલે. સાથોસાથ તેમણે ચેતવણી પણ આપી છે કે જો આવું નહીં થાય તો દેશો ગરીબી દૂર કરવાના પોતાના લક્ષ્યાંકોને ક્યારેય પૂરા નહીં કરી શકે. સંયુક્ત રાષ્ટ્રના સહસ્ત્રાબ્દી વિકાસ ઉદ્દેશ્ય સંમેલનને સંબોધતા તેમણે આ વાત કરી હતી.ઓબામાએ આ સમારોહમાં કહ્યું હતું કે વિકાસ એ સૌ માટે અગત્યનો મુદ્દો છે. પરંતુ અત્યારે વિકાસશીલ દેશો સહાય માટે વિકસિત દેશો પર નિર્ભર રહે છે તે વ્યાજબી નથી. આ માટે આવા દેશોએ તેમનું વલણ બદલવુ પડશે. વિકાસશીલ દેશોએ પોતે જ પોતાની મદદ કરવાની છે. તે જ આખી દુનિયાના હિતમાં રહેશે કારણ કે વિકાસશીલ અને વિકસિત બંને દેશો સમૃદ્ધિ અને સફળતા ઈચ્છે છે.
આ પ્રસંગે ગરીબી અને ભૂખમરો દૂર કરવો, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવું, બાળમૃત્યુદર ઓછો કરવો, માતૃસ્વાસ્થયમાં સુધારો લાવવો, એચઆઈવી એઇડ્સ સામે લડવું તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓને સહસ્ત્રાબ્દી વિકાસ ઉદ્દેશ્યો તરીકે ગણાવ્યા હતા.
મહારાણીની મશાલ પાછળ દેશ દોડી રહ્યો છે: બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવએ ક્વિન્સ બેટનનો વિરોધ કર્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે બ્રિટનની મહારાણીની મશાલ પાછળ આખો દેશ દોડી રહ્યો છે. જે અંગ્રેજોએ આપણાં લાખો લોકોને બર્બરતાપૂર્વક મારી નાખ્યા હતા, તેમની ગુલામીને યાદ કરવી બેવકૂફી છે. ઈંગ્લેન્ડની ગુલામી સહન કરનારા 70 દેશોનો સમૂહ કોમનવેલ્થ કહેવાય છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં થઈ રહેલા ભારે ખર્ચા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી છે.કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં તંત્રની તૈયારીના શરમજનક પ્રદર્શન પર ચોતરફા હુમલા થઈ રહ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સની તૈયારી હજી પૂર્ણ થઈ ન હોવાથી વડાપ્રધાન સુધીના તમામ લોકો ચિંતામાં છે. અપૂરતી તૈયારીના કારણે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની દેશની આબરૂનો ફજેતો થયો હોવાની વાત પણ થઈ રહી છે. તો કોમનવેલ્થ ગેમ્સમાં આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી તરફ ભ્રષ્ટાચાર બાબતે આંગળી ચિંધાયેલી છે.
અમેરિકા પર હુમલાથી ખુશ હતો સદ્દામ
પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન 2008માં પૂર્વીય આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસો પર થયેલા હુમલાથી બહુ જ ખુશ હતો. આ જાણકારી ઈરાકના પૂર્વ વિદેશમંત્રી તારીક અઝીઝે એફબીઆઈને સોંપી છે. આ ખુલાસો કેટલાંક ખાનગી દસ્તાવેજોમાંથી થયો છે. અઝીઝે જણાવ્યા અનુસાર સદ્દામને ઓસામા બિન લાદેન જોડે નિકટતા વધારવાની કોઈ ઈચ્છા નથી.27 જૂન, 2004ના રોજ થયેલી પૂછપરછમાં અઝીઝના હસ્તલિખિત દસ્તાવેજો પ્રમાણે ‘સદ્દામ ઈસ્લામિક ચરમપંથીઓ પર વિશ્વાસ નહોતો કરતો.’ જો કે તે અલકાયદાને એક પ્રભાવશાળી સંગઠન માનતો હતો. ઈરાકના ટોચના અધિકારીઓની પૂછપરછના એફબીઆઈ પાસે હજારો દસ્તાવેજો છે, જેમાંનો આ એક છે.એફબીઆઈએ આ પહેલા સદ્દામ સાથેની પૂછપરછના કેટલાંય દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સદ્દામે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેના લાદેન સાથે કોઈ સંબંધો હતા. અઝીઝે એફબીઆઈને જણાવ્યું છે કે તે લાદેન અને બીજા ચરમપંથીઓને ‘અવસરવાદી’ માનતો હતો.
લગ્ન ભારતીયોના, અને બલ્લે બલ્લે અમેરિકાને
અમેરિકામાં યોજાનારા ભારતીયોના લગ્નોમાં આ દિવસોમા તો અમેરિકનોને બલ્લે બલ્લે થઈ રહી છે.તે સાંભળીને તમને થોડી નવાઈ તો જરૂર થશે કે ભાઈ લગ્ન ભારતીયોના અને બલ્લે બલ્લે અમેરિકનોને શેની?તો મિત્રો તમને જણાવી દઈએ કે અમેરિકાની હોટલોમાં ભારતીય હિન્દૂ પરંપરા પ્રમાણે લગ્ન કરવાની રીતભાત ઝડપથી વધી રહી છે. પૂરા ઠાઠમાઠ સાથે યોજાનારા આ લગ્નોમાં હોટલો અને કોમ્યૂનિટી હોલ્સની સારી એવી કમાણી થઈ રહી છે.વાયસ ઑફ અમેરિકાની એક રિપોર્ટ પ્રમાણે, તાજેતરમાં જ ભારતીય મૂળના તરૂણ ગુલજરાની અને પ્રીતિ ગુરનાની, ફ્લોરિડાના ગેલાર્ડ પામ્સ રિસોર્ટમાં લગ્નગ્રંથીમાં જોડાયા હતા. આ લગ્નમાં 250 થી પણ વધારે મહેમાનોએ હાજરી આપી હતી.હિન્દૂ દંપત્તિ દ્વારા શાહી અંદાજમાં ભોજન આપવાની પરંપરા પ્રમાણે, મંદીના આ સમયમાં અમેરિકાની હોટલોને સારી એવી કમાણી થઈ રહી છે. અરે મારા ભાઈ હવે તો અમેરિકામાં હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે ખાસ પ્રકારના ટ્રેઇનિંગ કૉર્સ પણ ચાલવા લાગ્યા છે.ખાસ કરીને આપણી હિંન્દૂ પરંપરા પ્રમાણે યોજાનારા લગ્નોમાં ત્રણ-ચાર જેવા પ્રશંગોનો સમાવેશ થાય છે. જેના કારણે આવી હોટલોની બુકિંગ પણ લાંબા સમય સુધી કરવામાં આવે છે. અને તેના કારણે અમેરિકામાં હોટલનું બિલ લગભગ સરેરાશ 2 લાખ ડૉલરની આસપાસ પડે છે.
ગ્રહોના મિલનથી દેશમાં થશે ઉથલ-પાથલ
21 અને 23 સપ્ટેમ્બરે દર વર્ષે વિંટર ઈક્યુનોક્સ થાય છે. આ દરમ્યાન રાત અને દિવસ બંને સમાન થાય છે. તે દરમ્યાન ગુરુ અને શુક્ર પૃથ્વીની પાસે આવે છે. આ દિવસે ચંદ્ર, ગુરુ અને ધરતીનું મિલન થાય છે. પરંતુ આ વર્ષે ગુરુ પૃથ્વીથી જેટલો નજીક આવ્યો છે તેટલો પાછલા 47 વર્ષથી નથી આવ્યો. હવે ગુરુની આટલી સમીપતા વર્ષ 2022 માં જોવા મળશે.જ્યોતિષ અનુસાર આ સમયે ગુરુની સ્થિતી વકરી છે. ગુરુ જળ રાશિમાં સ્થિત છે. આ માટે પૃથ્વી પર જળ સંબંધિત મુશ્કેલીઓ હોવાના યોગ બને છે. બાર રાશિઓમાંથી મીન રાશિને જળતત્વની રાશિમાં માનવામાં આવે છે. આ માટે ભારતની રાજધાની દિલ્લી જેની રાશિ મીન છે એ યમુનાના સંકટથી પરેશાન છે અને યમુનાનું પાણી સતત વધી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં પૃથ્વી પર જળ સંબંધિત પ્રબળ આપદાઓનો યોગ બને છે. સંભવ છે કે દિલ્લીમાં જલ્દી શરુ થનારા કોમનવેલ્થ ગેમમાં તેની વિપરીત અસર જોવા મળે.
ગુરુ મીન રાશિમાં છે. સૂર્ય અને શનિ ગુરુ પર એક સાથે દ્રષ્ટિ નાખી રહ્યા છે. તેનાથી દેશ અને ન્યાયાલય તથા શાસન સંબંધિત નિર્ણયો પર તેનો ઉંડો પ્રભાવ જોવા મળે છે. ગુરુની દ્રષ્ટિ વક્ર થવાથી દેશમાં ધર્મ સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને આઘાત લાગી શકે છે. સાથે જ દેશમાં મીન રાશિ ધરાવનારા દરેક શહેરોને તેનાથી નુક્સાન પહોંચવાના યોગ છે.
અમિતાભ એક ચહેરા અનેક
અમિતાભ બચ્ચન પોતાની દરેક ફિલ્મમાં પોતાનો લુક અલગ અલગ રાખે છે. અમિતાભ બચ્ચન પ્રતિભાશાળી અભિનેતા છે. અભિનય તો જાણે કે તેમના લોહીમાં હોય તેમ લાગી રહ્યું છે. બિગ બીએ પોતાના લુકમાં ઘણાં જ ફેરફાર કર્યા છે.તાજેતરમાં જ રાજકુમાર સંતોષીની ફિલ્મ પાવરમાં બિગ બી તદ્દન અલગ જ લુકમાં જોવા મળશે. બિગ બી આ ઉંમરે પણ સખત મહેનત કરે છે. બિગ બીની કામ કરવાની ધગશ જોઈને કોઈ પણ યુવા કલાકારને શરમ આવે તે સ્વાભાવિક છે. આજે પણ સીનિયર બચ્ચન કામથી કંટાળતા નથી.
આફ્રિદીનો ‘દર્દ-એ-ઈંગ્લેન્ડ’ પ્રવાસ
પાકિસ્તાની વન ડે ટીમના સુકાની શાહિદ આફ્રિદીએ ઈંગ્લેન્ડના પ્રવાસને તેની કારકિર્દીનો સૌથી કપરો પ્રવાસ ગણાવ્યો હતો. આફ્રિદીએ કહ્યું હતું કે 14 વર્ષની મારી કારકિર્દીનો આ સૌથી કપરો પ્રવાસ હતો. હોટલની બહાર પણ અમારા માટે ઘણું ખરાબ વાતાવરણ હતું. લોકો અમારો ઉપહાસ કરતા હતા અને ખેલાડીઓ અત્યંત દબાણમાં હતા. પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ, ટી20 અને વન ડે શ્રેણી હારી ગયુ હતું અને તેના કેટલાક ખેલાડીઓ સામે ફિક્સિંગના આરોપોથી ટીમ હચમચી ઉઠી હતી. ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ અને ઝડપી બોલર મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝની સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી હતી.જો કે ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ સમાચાર પત્રએ ધડાકો કર્યો હતો કે બટ્ટ, આસિફ અને આમિર સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા અને બોલરોએ ચોથી ટેસ્ટમાં નો બોલ નાંખવા માટે પૈસા લીધા હતા, આવા આરોપો બાદ આઈસીસી દ્વારા ત્રણેય ખેલાડીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.જૂલાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ શાહિદ આફ્રિદીએ ટેસ્ટ ટીમનું સુકાની પદ છોડી દીધુ હતું.તેણે કહ્યું હતું કે આ ઘણો કપરો પ્રવાસ હતો કારણ કે ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. હોટલની બહાર પણ ખેલાડીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ટીમ વિરૂદ્ધ ઘણા નકારાત્મક અહેવાલો પ્રકાશિત થયા હતા. અમે અત્યંત દબાણમાં હતા.
સ્યુઇસાઇડ નોટ: 'હું મારી ફરજ બજાવી શક્યો નથી
શહેરના ધરમ સિનેમા રોડ, કસ્તુરબા ટેલીફોન એક્સચેંજ પાછળ આવેલા સરકારી ર્ક્વાટર ૧/૩૦મા ગાંધીગ્રામ-૬મા રહેતા હીરેન સુરેશભાઇ દવે નામના વિપ્ર યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમા નોંધાયો હતો.બનાવ બાદ દોડી ગયેલી પોલીસ તપાસમા આ ર્ક્વાટર રમણીકભાઇ દવેનું હોવાનું અને તેના ભત્રીજાએ આપઘાત કર્યાનું બહાર આવ્યું હતુ.યુવાને આપઘાત કરતાં પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં કાકાને સંબોધીને મારી ભૂલો માફ કરજો, હું મારી ફરજ બજાવી શક્યો નથી, મારી પાછળ કોઇ ખર્ચ કરતાં નહીં અને મારા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવને પગલે વિપ્ર પરિવારમાં શોકનું મોજું ફરિ વળ્યું છે.
આવી કોમનવેલ્થમાં શું મજા આવશે!!
વિશ્વની નબંર ત્રણ બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે કોમનવેલ્થ ગેમ્સમાંથી ટોચના ખેલાડીઓ ખસી જતા ઘણી જ નિરાશ થઈ છે. સાથે સાથે તેણે ડર વ્યક્ત કર્યો હતો કે ક્યાંક દિગ્ગજ ખેલાડીઓના ભાગ ન લેવાના કારણે ક્યાંક દર્શકો રોમાંચક સ્પર્ધા જોવાથી વંચિત રહી ના જાય.સાયનાએ કહ્યું હતું કે રમતોત્સવમાં કેટલાક ટોચના ખેલાડીઓ ખસી જવાથી હું ઘણી જ નિરાશ છું. જો કોઈ સ્પર્ધા નહીં થાય તો મજા નહીં આવે. લોકો રોમાંચક સ્પર્ધા જોવા ઈચ્છે છે.જો કે સાયનાએ પોતાના દેશનું સમર્થન કરતા કહ્યું હતું કે ઘરઆંગણે રમાતી કોમનવેલ્થમાં રમવા માટે હું ઘણી જ ઉત્સાહિત છું અને હું ગોલ્ડ મેડલ જીતવાનો ધ્યેય રાખુ છું.
અમેરિકા પર હુમલાથી ખુશ હતો સદ્દામ
પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસૈન 2008માં પૂર્વીય આફ્રિકામાં અમેરિકાના બે દૂતાવાસો પર થયેલા હુમલાથી બહુ જ ખુશ હતો. આ જાણકારી ઈરાકના પૂર્વ વિદેશમંત્રી તારીક અઝીઝે એફબીઆઈને સોંપી છે. આ ખુલાસો કેટલાંક ખાનગી દસ્તાવેજોમાંથી થયો છે. અઝીઝે જણાવ્યા અનુસાર સદ્દામને ઓસામા બિન લાદેન જોડે નિકટતા વધારવાની કોઈ ઈચ્છા નથી.27 જૂન, 2004ના રોજ થયેલી પૂછપરછમાં અઝીઝના હસ્તલિખિત દસ્તાવેજો પ્રમાણે ‘સદ્દામ ઈસ્લામિક ચરમપંથીઓ પર વિશ્વાસ નહોતો કરતો.’ જો કે તે અલકાયદાને એક પ્રભાવશાળી સંગઠન માનતો હતો. ઈરાકના ટોચના અધિકારીઓની પૂછપરછના એફબીઆઈ પાસે હજારો દસ્તાવેજો છે, જેમાંનો આ એક છે.એફબીઆઈએ આ પહેલા સદ્દામ સાથેની પૂછપરછના કેટલાંય દસ્તાવેજો જાહેર કર્યા હતા, જેમાં સદ્દામે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો કે તેના લાદેન સાથે કોઈ સંબંધો હતા. અઝીઝે એફબીઆઈને જણાવ્યું છે કે તે લાદેન અને બીજા ચરમપંથીઓને ‘અવસરવાદી’ માનતો હતો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment