21 September 2010

શાહના જામીનની સુનાવણી ૨૨મી સપ્ટેમ્બરે યથાવત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


શાહના જામીનની સુનાવણી ૨૨મી સપ્ટેમ્બરે યથાવત

અમિત શાહના જામીન અંગેની સુનાવણીની તારીખ ૨૨મી સપ્ટેમ્બર યથાવત્ રાખવાનો સીબીઆઇ સેશન્સ કોર્ટે આદેશ કર્યો હતો.સોહરાબ કેસમાં અમિત શાહના જામીન અંગેની સુનાવણી ૨૨મી તારીખે હાથ ધરવાનો કોર્ટે આદેશ કર્યો હતો, પરંતુ આ દિવસે સીબીઆઇના સિનિયર કાઉન્સેલ કેટીએસ તુલસીને હાઇકોર્ટમાં કોઈ કેસમાં હાજરી આપવાની હોવાથી આ તારીખ બદલવા માટે સીબીઆઇના વકીલ સાલવે દ્વારા સીબીઆઇ સેશન્સ જજ સમક્ષ અરજી કરવામાં આવી હતી.જો કે સુનાવણીની તારીખ નહીં બદલવા માટે શાહના વકીલ મિતેશ અમીને રજુઆત કરી હતી. સીબીઆઇ સેશન્જ જજ જી.કે. ઉપાધ્યાયે સોમવારે બંને પક્ષે રજુઆત સાંભળી શાહના જામીન અંગેની સુનાવણીની તારીખ ૨૨મી યથાવત્ રાખવાનો આદેશ કર્યો હતો.


પાકિસ્તાની ટીમમાં ક્રિકેટરો નહીં, ફિક્સરો છે?

હવે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાની વચ્ચે લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ શંકાના ઘેરામાં આવી.જૂલાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની થયેલી 150 રનની હાર હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના શંકાના ઘેરામાં આવી ગઈ છે. મેચ ફિક્સિંગની આ નવી ઘટનામાં પાકિસ્તાનના તે ખેલાડીઓને સામેલ નથી બતાવવામાં આવ્યા જેમના પર ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાં સ્પોટ ફિક્સિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની ટીમમાં સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સિવાય બીજા ઘણા ખેલાડીઓ છે જેઓ સ્પોટ અથવા તો મેચ ફિક્સિંગ કરી રહ્યા છે. મળતા સમાચાર અનુસાર પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓએ પૈસા લઈને મેચ ફિક્સ કરી હતી.આઈસીસી તે વાતની તપાસ કરી રહી છે કે શું પાકિસ્તાની ટીમમાં ખેલાડીઓના બે અલગ-અલગ ગ્રુપ છે જે અલગ-અલગ સટ્ટા રેકેટ સાથે જોડાયેલા છે. બ્રિટનના સમાચાર પત્ર ધ સનએ દાવો કર્યો છે કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ પણ ફિક્સ હતી.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીમના ત્રણ ખેલાડીઓ સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને આઈસીસી એ સ્પોટ ફિક્સિંગના આરોપ બાદ સસ્પેન્ડ કરી દીધા હતા. ત્રણેય ખેલાડીઓ પર લોર્ડ્સ ટેસ્ટમાં પૈસા લઈને નો બોલ ફેંકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેની તપાસ હજુ ચાલી રહી છે.આ ઉપરાંત આઈસીસી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ખાતે રમાયેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચની પણ તપાસ કરી રહી છે. આ વન ડેમાં પાકિસ્તાની ઈનિંગ્સની સ્કોરિંગ પેટર્ન ફિક્સ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો.s


ઈંગ્લેન્ડના ખેલાડીઓએ હારવાના પૈસા લીધા હતા: પી.સી.બી.

પાકિસ્તાન વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો પીસીબી વડા એજાઝ બટ્ટનો આક્ષેપ.પહેલા ટેસ્ટમાં અને પછી વન ડેમાં પાકિસ્તાની ખેલાડીઓ પર લગાવવામાં આવેલા સ્પોટ ફિક્સિંગના આરોપો બાદ પાકિસ્તાન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (પીસીબી) આ ઘટનાની તપાસ કરાવાના બદલે પાયાવિહોણા આક્ષેપો કરીને પોતાના ખેલાડીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.પીસીબી અધ્યક્ષ એજાઝ બટ્ટ અનુસાર ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેમાં પાકિસ્તાન ખેલાડીઓએ ફિક્સિંગ નથી કર્યુ પરંતુ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જ મેચ હારવા માટે મોટી રકમ લીધી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ વિરૂદ્ધ એક મોટુ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેનો તે જલદીથી ખુલાસો કરશે.ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેમાં પાકિસ્તાન 23 રને જીત્યું હતું. પરંતુ ઈંગ્લેન્ડના એક ટેબ્લોઈડ ધ સનમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ઈનિંગ્સમાં સ્કોરિંગ પેટર્ન પર ફિક્સિંગ કરવામાં આવ્યું હતું.જો કે સાથે સાથે ટેબ્લોઈડે પહેલાથી જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને તે અંગેના પૂરતા પૂરાવા આપ્યા હતા જેના આધારે આઈસીસી દ્વારા આ વન ડેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે આ પહેલા જ પાકિસ્તાની ટેસ્ટ સુકાની સલમાન બટ્ટ, મોહમ્મદ આમિર અને મોહમ્મદ આસિફને ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ કરવાના આરોપમાં આઈસીસી એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પીસીબીના અધ્યક્ષ એજાઝ બટ્ટે દાવો કર્યો છે કે સટ્ટાજગતમાં એ વાતની ચર્ચા છે કે ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓએ મેચ હારવા માટે મોટી રકમ લીધી હતી. તેથી ઈંગ્લેન્ડની બેટિંગ લાઈન વેરવિખેર થઈ ગઈ હતી. બટ્ટે તે પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે જેનો ખુલાસો તેઓ થોડા દિવસોમાં જ કરશે.


બુધવારે રમાનારી પાક.-ઈંગ્લેન્ડ વન ડે પણ ફિક્સ છે

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ શ્રેણીમાં સ્પોટ-ફિક્સિંગનો વિવાદ બંધ થવાનું નામ નથી લેતો. આ શ્રેણીની લોર્ડ્સ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ અને ઓવલ ખાતે રમાયેલી વન ડેની તપાસ હજી શરૂ છે.હવે ફ્રિલાન્સ ભારતીય ફોટોગ્રાફરે દાવો કર્યો છે કે શ્રેણીની બુધવારના રોજ રમાનારી પાંચમી વન ડે પણ ફિક્સ થઈ ગઈ છે.ફોટોગ્રાફર ધીરજ દીક્ષિતે લંડનથી મોબાઈલથી ભાસ્કરને જણાવ્યું હતું કે જોયું, મેં તમને કહ્યું હતું તેમ જ થયુ ને. હવે શ્રેણીની પાંચમી વન ડે પણ ફિક્સ છે. વન ડે શ્રેણી પહેલા જ ધીરજે ભાસ્કરને જણાવ્યું હતું કે પ્રથમ અને ત્રીજી વન ડે ફિક્સ છે. ધીરજે કહ્યું હતું કે હું નથી જાણતો કે પાંચમી વન ડેમાં પાકિસ્તાનનો વિજય થશે કે પરાજય. પરંતુ જે રીતે ઓવલ વન ડેમાં પાકિસ્તાને જીતીને ફિક્સિંગ કર્યુ હતું તેવું જ કંઈ બુધવારના રોજ થશે.મોટો ખેલાડી છે માસ્ટર માઈન્ડ,ધીરજે કહ્યું હતું કે એક વ્યક્તિ છે જેની પાસે તમામ માહિતી હોય છે. મને પણ તેનાથી જ જાણકારી મળે છે. તેણે કહ્યું હતું કે પાકિસ્તાનનો એક મોટો ખેલાડી તેમા સામેલ છે. જે આખી ગેંગનો માસ્ટર માઈન્ડ છે. ભલે આઈસીસીની એન્ટિ કરપ્શન યુનિટ ડ્રેસિંગ રૂમની સામે બેસી રહે તેમ છતાં તે ફિક્સિંગને નહીં રોકી શકે. આ ખેલાડીને લિંગ ડાયરેક્ટ છે. જો હું તેનું નામ જણાવું તો કદાચ હું જીવતો નહીં રહું.


અલગતાવાદીઓને મળવું સામુહિક નિર્ણય નહીં: સુષ્મા સ્વરાજ

હિંસાગ્રસ્ત કાશ્મીર ખીણમાં શાંતિ બહાલ કરવાનો રસ્તો શોધવા ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં તિરાડ પડતી નજરે પડી રહી છે. ભાજપના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું છે કે અલગતાવાદી ધડા સાથે મુલાકાત કરવાનો નિર્ણય 39 સભ્યોના પ્રતિનિધિમંડળનો સામુહિક નિર્ણય ન હતો.પ્રતિનિધિ મંડળના મહત્વપૂર્ણ સભ્ય અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અલગતાવાદી ધડાને મળવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો ન હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાંક લોકો પોતાની મરજીથી જ આ મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે સોમાવારે સીપીએમના નેતા સીતારામ યેચુરી અને પ્રતિનિધિમંડળના કેટલાંક સભ્યોએ અલગતાવાદી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની સિવાય વિભિન્ન વિચારધારાવાળા જૂથો સાથે મુલાકાત કરીને કાશ્મીર ખીણની પરિસ્થિતિની ચર્ચા કરી હતી.


અમેરિકામાં હિન્દુઓના પવિત્ર પ્રતીક ‘સ્વસ્તિક’નું અપમાન

અમેરિકામાં બીજા ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા કેટલી હદ સુધી છે, તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે.કેલિફોર્નિયાના અરવાઇન વિસ્તારના બાળકોના મ્યુઝિયમમાં હિન્દુઓના પવિત્ર પ્રતીક સાથિયાનું અપમાન થયું છે.આ મ્યુઝિયમમાં સાથિયાવાળુ એક પેઇન્ટિંગ લગાવવામાં આવ્યું હતું. આ સામે મ્યુઝિયમની મુલાકાતે આવતાં કેટલાંક લોકોએ વાંધો ઉઠાવ્યો છે.જોકે મ્યુઝિયમમાં આવનારા મોટા ભાગનાને ખબર નથી હોતી કે આ હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતીક છે. હિન્દુ સિવાયના પણ કેટલાંક ધર્મોમાં આ પ્રતીકનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. ઉલ્લેખનીય છે કે સ્વસ્તિકનો ઉપયોગ હિટલરના સમયમાં જર્મનીમાં નાઝીઓએ પણ કર્યો હતો. મ્યુઝિયમમાં સાથિયાવાળું આ પેઇન્ટિંગ 27 જુલાઈએ લગાવવામાં આવ્યું હતું અને 31 ઓગસ્ટે તો તેને કાઢી પણ નાંખવામાં આવ્યું હતું. જો કે ગયા સપ્તાહે આ પેઇન્ટિંગને એકવાર ફરીથી લગાડી દેવામાં આવ્યું છે.આ મ્યુઝિયમમાં આસપાસના ઘરોમાંથી લાવવામાં આવતી કેટલીક વસ્તુઓ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સાથિયાના ચિત્રવાળુ આ કેનવાસ પેઇન્ટિંગ અહીંના એક હિન્દુ પરિવારના ઘરેથી જ લાવવામાં આવ્યું હતું. અમેરિકામાં અન્ય ધર્મના પ્રતીકોના અપમાનની ઘટના આ કંઈ પહેલી નથી. આ પહેલા તાજેતરનો જ કુરાન બાળવાનો મુદ્દો હજુ ચર્ચામાં જ છે. જો કે હવે આ પાદરીને સુરક્ષા બિલ રૂપે 1 લાખ પાઉન્ડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


જળ પ્રલય: ઉત્તર ભારતમાં 1 કરોડ લોકો પરેશાન

આ વખતે યમુના પોતાનું રૌદ્ર રૂપ દેખાડી રહી છે. હરિયાણાએ સોમવારે સવારે યમુનાનગર જિલ્લાના હથિનીકુંડ બેરેજમાંથી સાડા સાત લાખ ક્યુસેક પાણી યમુનામાં છોડયું છે. જેના કારણે દિલ્હીમાં પૂરની સ્થિતિ પેદા થઈ રહી છે. 100 વર્ષમાં પહેલી વાર છે કે જ્યારે એક દિવસમાં હરિયાણાએ યમુના નદીમાં આટલું પાણી છોડયું છે. તેનાથી હરિયાણામાં યમુનાનું જળસ્તર સદીના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે.નેશનલ હાઈવે પૂરના પાણીમાં ડૂબી ગયો છે. પાણિપતના ઘણાં ગામડાંમાં પાણી ઘૂસી ગયું છે. યમુનાના વહેણે તાજેવાલા બેરેજને અસ્તવ્યવસ્ત કરી નાખ્યો છે. હથિનીકુંડ બેરેજમાં પણ તિરાડ આવી ગઈ છે. તેના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે.ત્યારે ઉત્તરાખંડમાં મુખ્ય નદીઓના જળસ્તર વધવાની પ્રક્રિયા ચાલુ છે. હરિદ્વારમાં ગંગા પોતાના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. વિકાસનગરમાં યમુના પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ટેહરી બંધનું જળસ્તર 831.05 મીટર પહોંચ્યું હોવાથી ત્યાંથી મોટીમાત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રુડકી-હરિદ્વાર માર્ગ પર ભૂસ્ખલનને કારણે હરિદ્વાર-નવી દિલ્હી નેશનલ હાઈવે બંધ કરી દેવાયો છે.રેલવેએ દેહરાદૂન અને હરિદ્વાર જનારી કેટલીક ટ્રેનો રદ્દ કરી છે. દિલ્હીમાં રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે સહરાનપુર-દિલ્હી અને દિલ્હી-હરિદ્વાર ટ્રેનો રદ્દ કરી દેવાય છે. આ સિવાય દેહરાદૂન-ચેન્નઈ એક્સપ્રેસ અને દહેરાદૂન-સહરાનપુર પેસેન્જર ટ્રેનો પણ રદ્દ કરી દેવાય છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્રણ દિવસમાં મરનારાઓની સંખ્યા 100થી વધારે થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સોનિયા ગાંધી ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરશે


'ઝંડૂ બામ' 'મુન્ની'ને બદનામ નહી થવા દે

એક્ટર પ્રોડ્યૂસર અરબાઝ ખાનની ફિલ્મ દબંગના પ્રસિદ્ધ ગીત 'મુન્ની બદનામ હુઈ' ના પરિણામે શરૂ થયેલો વિવાદ હવે અંત લેવાના મુડમાં છે. આ ગીતમાં થયેલા 'ઝંડૂ બામ' શબ્દ પ્રયોગના કારણે ઇમામી કંપની વાંધો ઉઠાવ્યો હતો.કંપનીનુ કહેવુ હતુ કે આ શબ્દપ્રયોગના કારણે કંપનીની બ્રાન્ડ ખરડાય છે અને આ શબ્દનો કોપી રાઈટ માત્ર અમારી પાસે જ છે તેનો તમે ઉપયોગ કરી ન શકો.કંપનીએ 24 કલ્લાકમાં આ ગીતમાંથી આ શબ્દને હટાવી લેવાની નોટીસ પણ ફટકારી હતી. પરંતુ હવે કંપની તેમની સાથે સમાધાન કરવા ઉપર રાજી થઈ ગઈ છે.જણાવામાં આવ્યુ છે કે ઇમામી અને અરબાઝ ખાન વચ્ચે આ બાબતે વાતચીત થઈ છે. અરબાઝ ખાન ઇચ્છે છે કે આ બાબતને કોર્ટની બહાર જ સમજી લેવામાં આવે.ફિલ્મ પ્રોડક્શન કંપનીનુ કહેવુ છે કે આ ગીતમાં 'ज़डू' શબ્દ નહી પરંતુ 'झंडू' શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. એમ પણ જણાવાઈ રહ્યુ છે કે આ એફએમસીજી કંપનીએ પોતાના પ્રૉડક્ટ સામે બ્રાન્ડિગ માટે અગઉ વાતચીત પણ કરી હતી.


ભારત વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ

દુનિયામાં ભારતની વધતી તાકાતને સલામ કરતા અમેરિકાએ એક સરકારી રિપોર્ટમાં ભારતને દુનિયાનું ત્રીજુ સૌથી શક્તિશાળી રાષ્ટ્ર જાહેર કર્યું છે.સૌથી શક્તિશાળી દેશોની તાજેતરની યાદીમાં ભારતનું સ્થાન અમેરિકા અને ચીન પછી ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે સ્થપાયું છે. એ સંભાવના પણ જાહેર કરવામાં આવી છે કે આ દબદબો વર્ષ 2025 સુધી હજુ વધશે.
નેશનલ ઈન્ટેલીજન્સ નિર્દેશક કાર્યાલયની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ તથા યુરોપીય સંઘની ઈન્સ્ટીટ્યુટ ફોર સિક્યોરિટી સ્ટડીઝે ‘ગ્લોબલ ગવર્નન્સ 2025’ અંતર્ગત એક અહેવાલ જાહેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્યુચર્સ મોડલ પ્રમાણે વર્ષ 2025 સુધી અમેરિકા, યુરોપીય સંઘ, જાપાન તથા રશિયાની તાકાત ઘટશે જ્યારે ચીન, ભારત અને બ્રાઝિલ વધુ શક્તિશાળી બનશે.


રામમંદિર: ચુકાદો ટાળવા સુપ્રિમમાં અરજીની તૈયારી

અયોધ્યા વિવાદ પર અલ્હાબાદ હાઈકોર્ટના 24 સપ્ટેમ્બરના ચુકાદાને ટાળવા માટે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. આ વાત અરજદારે સોમવારે કહી છે. આ સંદર્ભેની અરજી કોર્ટે પહેલા જ ફગાવી દીધી છે.સેવાનિવૃત બ્યૂરોક્રેટ રમેશચંદ્ર ત્રિપાઠી આ મુદ્દા પર હાઈકોર્ટના શુક્રવારના ચુકાદા વિરુદ્ધ મંગળવારે સુપ્રિમ કોર્ટમાં જવા પૂરી રીતે તૈયાર છે.ત્રિપાઠી ઈચ્છે છે કે આ ચુકાદો ત્યાં સુધી ન સંભળાવામાં આવે કે જ્યાં સુધી 14 ઓક્ટોબર સુધી ચાલનારા કોમનવેલ્થ ગેમ્સ સમાપ્ત ન થઈ જાય. તેઓ એમ પણ ઈચ્છે છે કે આ સમયગાળા દરમિયાન આ વિવાદને સમજૂતીથી ઉકેલવાની સંભાવના તરફ ધ્યાન આપવામાં આવે. ત્રિપાઠીએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે તેઓ મંગળવારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવા જઈ રહ્યાં છે. તેમની અરજી તૈયાર છે અને તેઓ તમામ જરૂરી દસ્તાવેજો પર પહેલા જ હસ્તાક્ષર કરી ચુક્યા છે.ત્રિપાઠીએ કહ્યું છે કે તેમના વકીલ પ્રશાંત ભૂષણ સુપ્રિમ કોર્ટમાં ઉપસ્થિત થશે અને તેમને પૂરો વિશ્વાસ છે કે સુપ્રિમ કોર્ટ તેમના દ્વારા ઉઠાવાયેલા મામલાની ગંભીરતા નજરઅંદાજ કરશે નહીં.


કચ્છી વેપારીના ઘરમાંથી સાડાસાત લાખનાં ઘરેણાંની ચોરી

ખાર પશ્ચિમ સ્થિત ૧૧મા રસ્તા ઉપર આવેલા વિનોદ વિલાના પહેલા માળે રહેતા કચ્છી વેપારી ભરત દામજી ગાલાના ઘરમાંથી રવિવારે અજ્ઞાત શખસે ઘરનાં તાળાં તોડીને અંદર પ્રવેશ કરીને રૂ. ૪.૦૭ લાખના સોના અને હીરાજડિત ઘરેણાં અને ૩.૩૭ લાખની રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.ખાર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અજ્ઞાત શખસની વિરુદ્ધમાં ઘરફોડીનો ગુનો નોંધીને તેની શોધ આદરી હતી. ખાર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ખાર પશ્ચિમમાં રહેતા કચ્છી વેપારી ગાલા રવિવારના રોજ સવારે પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે અજ્ઞાત શખ્સે ઘરનાં તાળાં તોડીનેં ઘરેણાં અને રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.


મેક્સિકોના કાર્લ વાવાઝોડાએ 1 લાખ લોકોને બેઘર કર્યા

મેક્સિકોમાં તાજેતરમાં આવેલા કાર્લ તોફાને ઓછામાં ઓછા 16 લોકોના ભોગ લીધા છે. સરકાર તરફથી જાહેર કરાયેલા એક અધિકારિક નિવેદનમાં આ આંકડાં આપવામાં આવ્યા છે.આ તોફાનથી સૌથી વધારે તબાહી વેરાક્રુઝ પ્રાંતમાં થઈ છે. અહીંયા વરસાદ અને પૂરના કારણે સ્થિતિ બદતર થઈ ગઈ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ફેલિપ કાલ્ડેરોને ગઈકાલે વેરાક્રુઝના તોફાન પ્રભાવિત વિસ્તારની તેમજ તેમાં રાહતકાર્ય માટે જોડાયેલા અધિકારીઓની મુલાકાત લીધી હતી.વેરાક્રુઝના ગવર્નર ફિડેલ હેરેરા જણાવે છે કે તોફાન અને પૂરના કારણે 5 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે. અહીંના લગભગ 1 લાખ લોકો બેઘર થયા છે. કરોડોની સંપત્તિનું પણ નુકસાન થયાના અહેવાલ છે.

No comments:

Post a Comment