12 October 2010

રાજકોટ : ભાજપ 50 બેઠકો પર વિજય

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

રાજકોટ : ભાજપ 50 બેઠકો પર વિજય

ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં એક સાથે ત્રણ જગ્યાએ મહિલા કોલેજ, વિરાણી હાઇસ્કૂલ અને પીડીએમ કોલેજ ખાતે મતગણતરી થઇ રહી છે.


ભાજપ ક્લિન સ્વિપ તરફ, કોંગ્રેસ સ્તબ્ધ

રાજ્યની છ મહાનગરપાલિકની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઇ છે. પ્રાથમિક ટ્રેન્ડ મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં બીજેપી આગળ ચાલી રહી છે.રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની મતગણતરી બરોબર નવ વાગ્યાના ટકોરે શરૂ થઇ હતી. બપોર સુધીમાં મોટાભાગે ચિત્ર સ્પષ્ટ થઈ જવાનો અંદાજ છે.


વડોદરા : ભાજપનો 27 બેઠકો પર વિજય

સવારે નવ વાગ્યાથી પોલિટેક્નિક કોલેજ ખાતે સેવાસદન ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થયો હતો. મહાનગર સેવાસદનના 25 વોર્ડની 75 બેઠક માટે 44.41 ટકા મતદાન થયું હતું કે જે ગત ચૂંટણી કરતાં 0.45 ટકાનો વધારો સૂચવે છે.પોલિટેક્નિક કોલેજના નક્કી કરાયેલા મતગણતરી ખંડમાં 1212 ટેબલ ગોઠવવામાં આવ્યા છે અને એક સાથે 72ઇવીએમની મતગણતરી કરવામાં આવી રહી છે.


સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ 32 બેઠક પર વિજય

સુરત મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી શરૂ થતાંની સાથે રાજકીય આગેવાનો સહિત લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળતી હતી


અમદાવાદ: ભાજપે 51 બેઠકો પર કબજો કર્યો

હેરના પુર્વ વિસ્તારના ૩૧ વોર્ડની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થઈ રહી છે. જેમાં આજે સવારે ૯:૧૦ કલાકે મતગણતરી શરૂ થઇ ગઇ હતી. વહેલી સવારથી જ સરકારી કર્મચારીઓના ૩૦૦ થી વધારે કર્મચારીઓ, ૫૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ કામે લાગી ગયા હતા. ભારે ઉત્તેજના પુર્ણ માહોલમાં મતગણતરી પ્રારભ થઇ હતી.


કર્ણાટક સંદર્ભે આજે કેન્દ્રના નિર્ણયની સંભાવના

મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા દ્વારા ગૃહમાં વિશ્વાસ મત હાસિલ કરવા સાથે જોડાયેલા વિવાદ બાદ રાજ્યપાલ દ્વારા કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રને કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા સંદર્ભેની ભલામણવાળો રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજનો અહેવાલ મળી ગયો છે. જણાવવામાં આવે છે કે રાજ્યપાલે પોતાના રિપોર્ટમાં ભાજપના 11 અને 5 અપક્ષ ધારાસભ્યોને વિશ્વાસ મત પહેલા જ અયોગ્ય ઠેરવલવાની સ્પીકર કે.જી.બોપૈય્યાની કાર્યવાહી ગેરબંધારણીય ગણાવીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે.


સલમાને કારણે બિગ બોસને મોટુ નુક્શાન!!

સલમાન ખાને બોલિવૂડ એક્ટ્રેસ સાથે બિઈંગ હ્યુમન માટેનું રેમ્પ વોક કર્યુ હતું. આ વોકમાં બિ ટાઉનની મોટાભાગની અભિનેત્રીઓએ ભાગ લીઘો હતો. પણ આ શોમાં આટલી મજા માણ્યાં બાદ થાકેલાં સલ્લુ મિયા માટે ખાસ એક એપિશોડ રાખવામાં આવ્યો હતો જેનું શૂટિંગ 10 ઓક્ટોબરે કરવાનું હતું.આ શો 11 ઓક્ટોબરે રિલીઝ થવાનો હતો જેથી તે દિવસે સોની એન્ટરટેઈન્મેઈટ પર ચાલુ થતાં અમિતાભ બચ્ચનનાં શો કૌન બનેગા કરોડપતિની ઓપનીંગ ટીઆરપીને અસર પહોચે. પણ આ પાર્ટીમાં આટલું એન્જોયમેન્ટ કર્યા બાદ સલમાન એટલો તે થાકી ગયો હતો કે તે શૂટિંગ પર પહોચ્યો ન હતો.


બોલિવૂડ અભિનેત્રી કોંકણા સેન શર્મા લગ્નના એક મહિના બાદ જ ગર્ભવતી

બોલિવૂડ અભિનેત્રી કોંકણા સેન શર્મા એક પર્ફેક્ટ ફેમિલી વુમન બની ગઈ છે. કોંકણાએ એક મહિના પહેલા જ રણવિર શૌરી સાથે લગ્ન કર્યા હતા.જો કે હવે, સમાચાર આવ્યા છે કે, કોંકણાને સારા દિવસો જઈ રહ્યા છે. કોંકણા માતા બનવાની છે.કોંકણા ગર્ભવતી હોવાની વાતે ત્યારથી જ જોર પકડ્યું કે, જ્યારથી સપ્ટેમ્બર મહિનાથી જ કોંકણાએ એક પણ ફિલ્મ સાઈન કરી નથી.


મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ

ચિત્રા નક્ષત્રના આરંભથી ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અણધાર્યો પલટો આવ્યો છે. આજે મહુવામાં બે ઈંચ અને ભાવનગર શહેર સહિત અન્ય વિસ્તારોમાં હળવાભારે ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી છે.ભાદરવી નક્ષત્રએ પુછડી પછાડતા બે કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ પડતા મહુવા શહેરના જુદા-જુદા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ચૂંટણીના ગરમાવાના માહોલ વચ્ચે અચાનક આવી પડેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી જવા પામેલ હતી.આજે ભાવનગર શહેરમાં સવારથી વાદળો છવાઇ ગયા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાંથી માંડી અડધા ઇંચ સુધીનો વરસાદ પડી જતાં ટાઢોડું થઇ ગયું હતું.ગઇ કાલથી ચિત્રા નક્ષત્રના આરંભ બાદ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા અને બપોરે બે વબગ્યા પછી ધોધમાર વરસાદ વરસવો શરૂ થઇ ગયો હતો. આજના વરસાદથી નવરાત્રિના ખેલૈયાઓ તેમજ પ્રોફેશનલ આયોજકો ચિંતામાં પડી ગયા છે. દાંડિયા-રાસના મેદાન આ વરસાદથી બગડ્યા હોય પ્રોફેશનલ દાંડિયાના આયોજકોની આજની ટિકીટ વેચાશે કે નહી તેની ચિંતામાં પડી ગયા હતા. ગઢડામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોણો ઈંચ વરસાદ વરસી ગયાનો અંદાજ છે. સિહોર અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં આજે હળવા ઝાપટા વરસ્યાના વાવડ છે.


આણંદ જિલ્લામાં તાલુકા પંચાયતોમાં કસોકસનો જંગ

આણંદ જિલ્લામાં સ્વરાજ્ય ચૂંટણી જંગનો માહોલ ધીમે ધીમે રસાકસીભર્યો બની રહ્યો છે. જિલ્લાની આઠ તાલુકા પંચાયતોની ૧૭૪ બેઠકો માટેનો ચૂંટણી જંગ નવાં સીમાંકનને રસપ્રદ બની ગયો છે. ત્યારે જિલ્લાના ઉમેદવારો મતદારો ર૦૦પની સ્વરાજ્ય ચૂંટણીજંગના પરિણામોના લેખાં-જોખાં જાણવા પણ રસપ્રદ બની રહેશે.આણંદ જિલ્લામાં વર્ષ ર૦૦પમાં યોજાયેલ સ્વરાજ્ય ચૂંટણી જંગમાં ભાજપને એકમાત્ર ખંભાત તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે ઉમરેઠ તાલુકા પંચાયતમાં રાજકીય સમીકરણો બદલાતાં બહુમતિ કોંગ્રેસ પાસે હોવા છતાં પણ ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું હતું.

No comments:

Post a Comment