16 October 2010

આજે શારદીય નવરાત્રીની પૂર્ણાહુતિ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



આજે શારદીય નવરાત્રીની પૂર્ણાહુતિ

તા.૧૬મી ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રીની પૂર્ણાહુતિ થશે. આ સાથે જે ભક્તોએ અનુષ્ઠાન કર્યું છે, તેની પૂર્ણાહુતિ પણ થશે અને દશાંશ હોમ પણ કરવામાં આવશે. સાથે કુમારિકા પૂજનનો પણ આ દિવસે વિશિષ્ટ મહિમા હોય છે. સાથે આઠમના દિવસે શુક્રવારે મોટી સંખ્યામાં હવન થયા હતા અને માઇભક્તો માતાજીનાં મંદિરોમાં દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.સાથે આ દિવસે માતાજીના તીર્થસ્થાનનાં દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. જેથી આ દિવસે અનેક લોકો અંબાજી, બહુચરાજી, ચોટીલા, માટેલ વગેરે સ્થાનોએ દર્શન કરશે.જ્યારે જયોતિષાચાર્ય કંદર્પભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, નવરાત્રીના અંતિમ દિવસે, કુમારિકાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આઠ વર્ષ સુધીની ૧, ૩, ૫, ૭ કે ૯ની સંખ્યામાં કુમારિકાઓનું પૂજન, ભોજન અને દાન-પુણ્ય કરવાથી દેવી-કૃપા પ્રાપ્ત થાય છે, સાથે સપ્તશ્લોકી દુગૉ સ્તક્ષેત્રનું પઠન કરવાનું પણ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.


આલ્પ્સ પર્વતની અંદર બનશે વિશ્વની સૌથી લાંબી સુરંગ

સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વતની અંદર આજથી દુનિયાની સૌથી લાંબી સુરંગ બનવાની શરૂ થશે. ખોદકામ કરનારું એક વિશાળકાય મશીન આ ફાસ્ટેસ્ટ રેલવે માટે રસ્તો બનાવવાનું શરૂ કરશે.સ્વિસ પરિવહન મંત્રી મોરોત્ઝ લ્યુનબર્ગરે જણાવ્યું છે કે ગોથાર્ડ એક જોવાલાયક સ્થળ રહેશે અને તેની સાથે દુનિયાની દરેક સુરંગની તુલના કરવામાં આવશે. ગોથાર્ડ ખાતે 57 કિલોમીટર લાંબી સુરંગ 2017માં ખૂલ્યા પછી ઉત્તરીય અને દક્ષિણ-પૂર્વ યુરોપમાં નવો માર્ગ તૈયાર કરશે.


લગ્ન પછી પણ પતિનુ દિલ જીતો

એણે તમને જીતવા માટે ઘણી મહેનત કરી અને તમે પણ આગળ વધ્યા જેથી જ આજે તમે બન્ને સાથે છો અને ખુશ છો. એવુ જોવા મળતુ હોય છે કે પરિણીત યુગલો એકબીજાને ખુશ કરવા કે આકર્ષવા માટે ખાસ કંઈ જ નથી કરતા. તેઓ એકબીજાને હળવાશથી લેવા લાગે છે જેના કારણે સંબંધમાં તફાવતો આવે છે.તેમ છતા અમુક સરળ હરકતોથી તમે તમારા લગ્ન જીવનની તાજગી જાળવી શકો છો. અમે અહીં કેટલીક ટિપ્સ આપીએ છીએ જેનાથી તમે તમારા પતિને ખુશ કરી શકો છો.- તમારા પતિ જ્યારે થાકીને ઘરે આવે ત્યારે તમે એનુ સ્વાગત એક પ્રેમભર્યા સ્મિત સાથે કરી જ શકો. તમારા ઘરને સ્વચ્છ રાખો, બહુ ભારે નહીં પણ સારા કપડા પહેરો, સારુ જમવાનુ જમાડો, આનાથી તેને ઘરે આવ્યાનો આનંદ થશે


ફરી એક વખત બચ્ચન બહુએ ભજવ્યાં પ્રણયદ્રશ્યો!!

બોલિવૂડની સૌથી રોમેન્ટિંક જોડીની વાત કરીયે તો એશ્વર્યા રાય બચ્ચન અને રિતીક રોશનનું નામ જરૂરથી આવે છે. તેમાં પણ ફિલ્મ જોધા અકબર અને ધુમ-2માં તેમની જોડીને મળેલી લોકપ્રિયતા વધારી દીધી છે.હવે જો અહેવાલની વાત કરીયે તો આ બન્ને સ્ટાર્સે તેમની આગામી ફિલ્મ ગુઝારીશમાં પણ પ્રણય દ્રશ્યો ભજવ્યાં છે. તેમજ જોડીએ આ ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રીને વધુ જમાવવાં પ્રણયદ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યાં છે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, આ બન્ને સ્ટાર્સ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારિશમાં પ્રણયદ્રશ્યો કરતાં જોવા મળશે. તેમજ આ દ્રશ્યો તેમની ગત ફિલ્મો કરતાં પણ ઘણાં જ કામુક હશે.સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે, '' આ સિન ઘણાં જ કામુક અને પ્રણ્યથી ભરપુર છે. આ સિન્સમાં એશ ઘણી જ પેશનેટ લાગે છે. પણ ખરેખરમાં આ સિન ભજવતાં સમયે એશ્વર્યા ઘણી જ નર્વસ હતી. પણ એક પ્રોફેશનલ વ્યક્તિ તરિકે એશે આ સિન્સ બખુબી નિભાવ્યાં હતાં.''


સેહવાગે લગાડ્યો તમિમને તોફાની બેટિંગનો ચસ્કો

ગુરુવારના રોજ વિઝડન ક્રિકેટર ઓફ ધ યરનું બહુમાન મેળવનારા 21 વર્ષિય તમિમે કહ્યું હતું કે વિરેન્દ્ર સેહવાગની બેટિંગ સ્ટાઈલ ટેસ્ટ મેચના પ્રથમ સેસનમાં મને આક્રમક ફટકા રમવાનો આત્મવિશ્વાસ અપાવે છે.જ્યારે વન ડે ક્રિકેટનો સવાલ છે ત્યાં સુધી મેં બહુ ખરાબ પ્રદર્શન નથી કર્યું પરંતુ ટેસ્ટમાં હું બે વાતને લઈને મૂંઝવણમાં મૂકાઈ જઉ છું. મારે આક્રમક રમવું કે પછી સંરક્ષણાત્મક રમવું તે વાત ઘણી મહત્વની છે. પરંતુ જ્યાં સુધી ટેસ્ટ ઓપનર્સનો સવાલ છે ત્યાં સુધી સેહવાગે બેટિંગનું ગ્રામર જ બદલી નાંખ્યું છે, તેમ તમિમે કહ્યું હતું.કેટલાક સમય બાદ મેં નક્કી કર્યુ હતું કે હું પણ સેહવાગની જેમ મારી સ્વાભાવિક રમત જ રમીશ. તેનાથી બોલરો પર પ્રભુત્વ મેળવી શક્યો અને સદનસીબે હું તેમાં સફળ પણ રહ્યો છું.


ફ્લોરિડામાં વાસણની સાથે દાદીમાના અસ્થિ પણ વેચી દીધા

ફ્લોરિડાની એક મહિલાના પતિએ ભૂલથી એક વાસણ એક યાર્ડ સેલમાં વેચી દીધું, જેમાં તેની દાદીમાના અસ્થિ ભરેલા હતા. ફોર્ટ વોલ્ટન પાસે રહેનારી પાઇપર જેફરીએ કહ્યું છે કે ગયા સપ્તાહે જ્યારે તે ઘરે આવી તો તેણે જોયું કે તેનો પતિ ઘરની કેટલીક વસ્તુઓ વેચી રહ્યો હતો.જ્યારે તેણે ઘરના સામાન તરફ નજર કરી તો ખ્યાલ આવ્યો કે એક ઘડામાં તેની દાદી મારોરી પોટેસ જેફરીની અસ્થિઓ પડી હતી, તે પણ વેચાઈ ગઈ હતી. તેની દાદીનું મૃત્યુ જાન્યુઆરીમાં 99 વર્ષની ઉમરે થયું હતું.પાઇપરે આ ઘટના પછી ફેસબુક પર એક મેસેજ લખ્યો હતો કે આ વાસણ જે કોઇએ પણ ખરીદ્યું હોય તે તેનું ધ્યાન રાખે. ખુશીની વાત તો એ છે કે જેણે આ ઘડો ખરીદ્યો હતો તેણે ફેસબુક પર સામે રીપ્લાય પણ આપ્યો હતો અને આ અસ્થિભરેલો ઘડો પાઇપરને પાછો મોકલાવ્યો હતો.


વાસણની સાથે દાદીમાના અસ્થિ પણ વેચી દીધા

ફ્લોરિડાની એક મહિલાના પતિએ ભૂલથી એક વાસણ એક યાર્ડ સેલમાં વેચી દીધું, જેમાં તેની દાદીમાના અસ્થિ ભરેલા હતા. ફોર્ટ વોલ્ટન પાસે રહેનારી પાઇપર જેફરીએ કહ્યું છે કે ગયા સપ્તાહે જ્યારે તે ઘરે આવી તો તેણે જોયું કે તેનો પતિ ઘરની કેટલીક વસ્તુઓ વેચી રહ્યો હતો.જ્યારે તેણે ઘરના સામાન તરફ નજર કરી તો ખ્યાલ આવ્યો કે એક ઘડામાં તેની દાદી મારોરી પોટેસ જેફરીની અસ્થિઓ પડી હતી, તે પણ વેચાઈ ગઈ હતી. તેની દાદીનું મૃત્યુ જાન્યુઆરીમાં 99 વર્ષની ઉમરે થયું હતું.પાઇપરે આ ઘટના પછી ફેસબુક પર એક મેસેજ લખ્યો હતો કે આ વાસણ જે કોઇએ પણ ખરીદ્યું હોય તે તેનું ધ્યાન રાખે. ખુશીની વાત તો એ છે કે જેણે આ ઘડો ખરીદ્યો હતો તેણે ફેસબુક પર સામે રીપ્લાય પણ આપ્યો હતો અને આ અસ્થિભરેલો ઘડો પાઇપરને પાછો મોકલાવ્યો હતો.


તાજના સાક્ષી તરીકેનું નિવેદન આપવું છે: અમીન

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તાજના સાક્ષી બનવા માટેની અરજી કરનારા ડૉ. નરેન્દ્ર અમીને આજે કોર્ટ સમક્ષ એવી અરજી કરી હતી કે ‘મારે કોર્ટ સમક્ષ સીઆરપીસી ૧૫૪ મુજબ ગુનાની કબૂલાત કરતું નિવેદન આપવું નથી મારે સીઆરપીસી ૩૦૬ મુજબ તાજના સાક્ષી બનવા માટેનું જ નિવેદન આપવું છે.’પોતાની અરજીમાં અમીને જણાવ્યું હતું કે, વારંવાર કોર્ટ દ્વારા મારું નિવેદન લીધા પહેલાં જ તમારું નિવેદન તમારા માટે જ ફાંસીનો ગાળિયો કે સજાનું કારણ બની શકે છે તેવાં ઉચ્ચારણો કરવામાં આવે છે, જેનાથી મારી માનસિક સ્થિતિ પર વિપરીત અસર પડી શકે છે. આ સંબંધે ડૉ. અમીનના સાક્ષી બનવા અંગે ૨૬મીએ બંધ બારણે નિવેદન લેવાશે.

અમદાવાદ : વસ્ત્રાપુર સ્ટેશન નજીક શેષનગરમાં મિત્રોએ હત્યા કરી

વસ્ત્રાપુર સ્ટેશન નજીક શેષનગર સોસાયટીમાં ઇશ્વરભાઈ દેસાઈ પત્ની અને પાંચ સંતાનો સાથે રહે છે. ઇશ્વરભાઈનાં પાંચ સંતાનો પૈકી પરિણીત દીકરો મનોજ (ઉં.વ.૨૦) તા.૧૨ સપ્ટેમ્બરની રાત્રે મિત્રો સાથે સેટેલાઇટ ખાતે ગરબા જોવા ગયો હતો, પરંતુ મોડી રાત સુધી તે ઘરે પાછો આવ્યો નહોતો. દરમિયાન વહેલી પરોઢે પોણા ચાર વાગ્યે ઇશ્વરભાઈના ઘરના નંબર ઉપર વસ્ત્રાપુર તળાવ પાસેની સંજીવની હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને મનોજને કોઈએ માર્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું.આ સાંભળીને ઇશ્વરભાઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં મનોજે તેમને કહ્યું હતું કે, મારા મિત્રો દિનેશ રબારી, કલ્પેશ રબારી, ફુલેશ રબારી, મહેશ રબારી, દિનેશ રબારી તેમજ શૈલેષ રબારી કાર લઈને ત્યાં આવ્યા હતા. તેઓ મને ગરબા જોવાના બહાને કારમાં વાસણા રામદેવપીરના મંદિર પાસે લઈ ગયા હતા, જ્યાં છએ જણા ‘આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે’ તેમ કહીને લાકડીઓ વડે તૂટી પડ્યા હતા. આ અંગે ઇશ્વરભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શુક્રવારે બપોરે મનોજનું મોત નીપજતાં પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


પંચાયતોની ચૂંટણીની રણનીતિ ઘડવા ભાજપની બેઠક યોજાઇ

આગામી તા.૨૧ ઓકટોબરે યોજાનારી વડોદરા જિલ્લા પંચાયતની ૫૧ બેઠકો અને ૧૨ તાલુકા પંચાયતોની ૨૬૪ બેઠકો માટેની ચંૂટણી જીતવાની રણનીતિ ઘડવા પ્રદેશ ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપની મહત્વની બેઠક વડોદરામાં યોજાઇ હતી.પ્રદેશ મહામંત્રી-સાંસદ ભરતસિંહ પરમાર, ભીખુભાઇ દલસાણીયા અને જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં શહેર-જિલ્લાના સાંસદો, વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા-વિચારણા કરાઇ હતી.બેઠકમાં જિલ્લા પંચાયતની કમજૌર ગણાતી બેઠકોને અલગ તારવી આ બેઠક જીતવા માટે શહેરના કોર્પોરેટરો અને કાર્યકરોને ત્યાં કામે લગાડવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત પ્રચારના બાકી રહેલા દિવસોમાં જિલ્લા-તાલુકા પંચાયત બેઠકના ઇન્ચાર્જને એક પણ ગામ સંપર્કથી બાકી ન રહે તે માટેની સૂચના અપાઇ હતી. ખાસ કરીને ગામેગામ મતદાન વધુમાં વધુ થાય તે માટે મતદારોને મતદાન મથક ખાતે લઇ આવવા અનુરોધ કરાયો હતો.


વડોદરામાં રકતદાન કરી વિજયા દશમી મનાવશે

વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ વિજયા દશમીના પર્વે શસ્ત્ર પૂજન-સમી પૂજન, તેજસ્વી તારલાઓનું સન્માન, સમાજના રત્નોનું સન્માન અને વિશિષ્ઠ એવોર્ડ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આ વર્ષે રાજપૂત યુવા એસોસિયેશન તેની સ્થાપનાનું રજત જયંતી વર્ષ પણ માનવી રહ્યું હોઇ આ વખતનો દશેરાનો કાર્યક્રમ અલગ રીતે ઉજવાશે.આ અંગે માહિતી આપતાં સંગઠન મંત્રી જશવંતસિંહ શિનોરાએ જણાવ્યું હતું કે, રાજપૂતો સમાજના રક્ષણ માટે લોહી વહાવતા આવ્યા છે. પરંતુ હવે સમય બદલાયો હોઇ રાજપૂત સમાજ આ વખતે દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની સાથે પોતાના રકતનું સમાજના જરૂરિયાત મંદો માટે દાન કરી સમાજને નવી રાહ ચિંધશે. રવિવારે સાંજે ૪.૩૦ કલાકે મકરપુરા જકાત નાકા પાસે આવેલા સ્વ.કુમારશ્રી પ્રધ્યુમનસિંહ માનસિંહજી સાંસ્કૃતિક ભવનમાં દશેરાનો કાર્યક્રમ યોજાશે.


સમુજી રામ પ્રતાપ કપિ કોપા, સભા માહિં પલ કરી પગ રોકા

સમુજી રામ પ્રતાપ કપિ કોપા, સભા માહિં પલ કરી પગ રોકા’ રામલીલામાં સ્વામી દેવકીનંદન શર્માએ આ ચોપાઈનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે જ્યારે અંગદ રાવણ પાસે શ્રી રામનો દૂત બની જાય છે ત્યારે રાવણ શ્રી રામની નિંદા કરવાનું શરૂ કરે છે. આ વાત અંગદને ગમતી નથી. ત્યારે અંગદને થયું કે આ તો આપણા ઈષ્ટદેવની નિંદા કરે છે અને ઈષ્ટદેવની નિંદા સાંભળવી જોઈએ નહીં. રાવણને તેના આ દુષ્કર્મની સજા થવી જ જોઈએ. રામલીલામાં શુક્રવારે વૃંદાવન પાર્ક ખાતે વિભિષણ શરણાગતિ, રામેશ્વર સ્થાપના, અંગદ-રાવણ સંવાદ અને લક્ષ્મણશક્તિ પ્રસંગો ભજવાયા હતા.રામલીલામાં અંગદ-રાવણ સંવાદ પ્રસંગે અંગદ રાવણને પાઠ ભણાવવા માટે પોતાનો પગ જમીન પર જમાવી દે છે અને રાવણના યોદ્ધાઓને પોતાનો પગ ખસેડવા માટે લલકારે છે. ત્યારે રાવણની સેનાના યોદ્ધાઓ એક પછી એક અંગદનો પગ ખસેડવાની કોશિશ કરે છે પરંતુ અંગદનો પગ હલાવી પણ નથી શકતા. અંતમાં જ્યારે રાવણ પોતે અંગદનો પગ ખસેડવા માટે ઝૂકે છે ત્યારે અંગદ પગ હટાવી લે છે અને કહે છે કે પગ પકડવા જ છે તો પ્રભુ શ્રી રામના પકડો, જેનાથી તમારો ઉદ્ધાર થશે.


કાપડ બજારમાં દિલ્હીની લાઈન ખૂલવાની આશા

સુરત : દિલ્હીમાં હવે કોમનવેલ્થ ગેમનું સમાપન થઇ ગયુ હોવાથી દિલ્હીની લાઇન ખુલવા સાથે દિલ્હી અને ઉત્તર ભારતમાંથી વેપારીઓની સુરતના બજારમાં આગમનની આશા રાખવામાં આવી રહી છે.સાડીના વેપારીઓનો વેપાર સરેરાશ કરતા ઘણો ઓછો હોવાને કારણે ટેક્સટાઇલ ટ્રેડર્સ ચિંતામાં મુકાયા હતા પરંતુ દક્ષિણ ભારતના વેપારીઓ દ્વારા દિવાળીની ખરીદી માટે ઘસારો કરવામાં આવતા હવે સ્થિતિમાં સુધારો થયો છે.કોમન વેલ્થ ગેમનું ગુરુવારના રોજ સમાપન થઇ ગયા બાદ હવે શુક્રવારે મધરાતથી ટ્રાન્સપોર્ટર પર લાગેલી સમયની પાબંદી પણ ઉઠી ગઇ છે જેના કારણે હવે સોમવારથી દિલ્હીના વેપારીઓ ખરીદી માટે આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત સોમવારથી ઉત્તર ભારતના રાજ્યોમાંથી પણ વેપારીઓ દિવાળીની ખરીદી માટે આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.


ભુજ શહેરમાં આવેલા એપાર્ટમેન્ટ વોર્ડ પર ભાજપ-કોંગ્રેસનાં જીતનાં દાવા

ભુજ શહેરમાં આવેલા એપાર્ટમેન્ટની સંખ્યા જ્યાં સવિશેષ છે તે આઠમાં વોર્ડમાં ટ્રાફિક, ગંદકી અને ખરાબ રસ્તાના પ્રશ્નો ઉભરી આવ્યા છે. ભાસ્કરની ટીમ જ્યારે હવે અહીં પહોંચી ત્યારે આવી સમસ્યાઓ જોવા મળી હતી. જોકે. ભાજપ દ્વારા વિકાસ કામોનું ભાથ્થું વિજયી બનાવશે તેવું જણાવ્યું છે તો કોંગ્રેસ કહે છે, પ્રશ્નોથી ત્રાસેલા નાગરિકો પરિવર્તન લાવશે.ઘનશ્યામ નગરમાં ઝાડી, રસ્તા, ગટર જેવી સમસ્યાઓ દેખાઇ તો એપાર્ટમેન્ટ ધારકો પાણી પ્રશ્ને ત્રસ્ત જણાયા હતા. ગઇ ટર્મમાં ભુજ પાલિકાનું નેતૃત્વ કરી ચૂકેલા દેવરાજ ગઢવીની પેનલ ફરીથી મેદાનમાં ઉતરી છે. દેવરાજભાઇ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહે છે કે, આ વોર્ડમાં ઐતિહાસિક કહી શકાય તેવા ૧ કરોડ ૩૦ લાખના કામો થયો છે અને એકપણ વિસ્તાર બાકી રહ્યો નથી.


સિહોર તાલુકાના મોટા સુરકા ગામે સહેરો બંધાય તે પહેલા જ યુવાનનું મોત

સિહોર તાલુકાના મોટા સુરકા ગામે ભાવનગર-રાજકોટ હાઇ-વે પર આવેલ પુલ પાસે બે બાઇક સામ-સામા અથડાતા નોંઘણવદરના આશાસ્પદ અને જેમના થોડા દિવસો પછી લગ્ન થવાના હતા તેવા મુસ્લિમ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા મુસ્લિમ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતાં કરીમભાઇ અલ્લીભાઇ પઠાણના દીકરા યાસીનભાઇ (ઉ.વ.૧૯) ના લગ્ન આગામી તા. ૪/૧૧ના રોજ લગ્ન નિધૉયા હતા.


મહુવામાં રોગચાળો ડામવામાં તંત્ર વામણું પુરવાર

અસંખ્ય પ્રજાજનો વિવિધ બિમારીઓનો ભોગ બનેલા છે ત્યારે તમામ તંત્રો દર્દીઓને વહારે આવવાને બદલે ચૂંટણી નિવિર્ઘ્ને પાર પાડવામાં લાગી ગયા હોવાથી લોકોના આરોગ્ય પ્રત્યે બેદરકારી સેવવામાં આવી રહી છે. ચૂંટણીની કામગીરીમાં આરોગ્ય તંત્રને જોતરવામાં આવ્યું ન હોવા છતાં તેઓ ચૂંટણીનું બહાનું આગળ ધરીને આરોગ્ય તંત્ર રોગચાળાને ડામવા માટે આવશ્યક પગલાઓ ભરવામાં આળસ સેવી રહ્યું હોવાથી આ રોગચાળો વધતો ચાલ્યો છે. દિવાળીના તહેવારો નજીક આવી પહોંચ્યા છે ત્યારે વધુને વધુ લોકો આ રોગચાળાનો ભોગ બનીને વેકેશનમાં ફરવા જવાના કાર્યક્રમો રદ્દ કરે કે તહેવારોમાં જ દવાખાના-હોસ્પિટલના ચક્કરો ન કાપે તે માટે આરોગ્ય તંત્ર સક્રિય બનીને રોગચાળો ડામવા માટે જરૂરી પગલાઓ ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


આણંદ જિલ્લા પંચાયત ભાજપના ઉમેદવારનું નિધન

આણંદ જિલ્લા પંચાયતની સ્વરાજ્ય ચૂંટણીમાં કહાનવાડી બેઠક ભાજપના ઉમેદવાર આનંદબેન પરમારનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.આંકલાવ તાલુકાના ભેટાસી ગામના વતની આનંદબેન મનુભાઈ પરમારે તા. ૨૧મી ઓકટો.એ યોજાનાર સ્વરાજ્ય ચૂંટણી અંતગઁત આણંદ જિલ્લા પંચાયતની કહાનવાડી બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી હતી.તેઓ એક સપ્તાહ પૂર્વે આણંદ ખાતે ભાજપના ઉમેદવારોની માર્ગદર્શન તેમ જ તાલિમ શિબિરમાંથી પરત ફરી રહ્યાં હતાં, ત્યારે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવારમાં એક સપ્તાહ બાદ તેમનું શુક્રવારે અવસાન થયેલ છે.

ઔરંગાબાદમાં એક જ દિવસમાં ૧૫૦ મર્સિડીઝ ખરીદાઈ

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં એક દિવસમાં ૧૫૦ મર્સિડીઝ બેન્ઝ મોટરકારો વેચાતાં જિલ્લાના લોકોની ખરીદશક્તિ અને વૈભવ ચર્ચાનો વિષય બન્યાં છે.અગાઉ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ અને વડોદરા શહેરોમાં મર્સિડીઝ બેન્ઝની ઈ કલાસ અને સી કલાસની ૮૪ મોટરકારોનું ૨૯ કરોડ રૂપિયામાં એક જ દિવસમાં વેચાણ થયું હતું. એક જ દિવસમાં વડોદરામાં ૫૭ (સી કલાસ) અને અમદાવાદમાં ૨૭ (ઈ કલાસ)ની કારોની ડિલિવરી અપાઈ હતી.

No comments:

Post a Comment