12 October 2010

દીવાળીના દિવસે ડોકોમોનો મોટો ધમાકો

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

દીવાળીના દિવસે ડોકોમોનો મોટો ધમાકો

ભારતમાં પોતાની જાપાનની સહયોગી કંપની એનટીટી ડૉકોમો સાથે મળીને ટેલીકૉમ સર્વિસ આપનારી કંપની ટાટા ટેલી સર્વિસિઝે આ જાહેરાત કરી દિધી છે કે દીવાળીના દિવસે મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે.ટાટા ટેલી સર્વિસિઝે આ જાહેરાત કરી દિધી હતી કે દીવાળીના દિવસે એટલે કે 5 નવેમ્બરે પોતાની 3જી મોબાઇલ સર્વિસ શરૂ કરી દેશે.આની સાથે જ ટાટા ટેલી સર્વિસેઝ ભારતમાં 3જી સર્વિસ શરૂ કરનારી પહેલી પ્રાઇવેટ સેક્ટરની કંપની બની જશે. તમને જણાવી દઈએ કે સરકારી ટેલીકૉમ કંપનીઓ બીએસએનએલ અને એનટીએનએલ પહેલાથી જ 3જી સર્વિસ શરૂ કરી ચુકી છે.આ જ વર્ષે મે માસમાં ટાટા ટેલી સર્વિસિઝને નવ સર્કલમાં 3જી સ્પેક્ટ્રમ ઉપલબ્ઘ કરાવી દેવામાં આવશે. 3જી સર્વિસના શરૂ થયા પછી ટાટા ડૉકોમોના ગ્રાહકો ફોન ઉપર જ ટેલીવિઝનનો લાભ પ્રાપ્ત કરી સકશે. અને સાથે જ સરળતાથી મોબાઇલ ઉપર આખી ફિલ્મ પણ ડાઉનલોડ કરી સકાશે.

કેબીસીએ બિગ બીને ઘરની યાદ અપાવી

સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગઈ કાલે પોતાનો 68મો જન્મદિવસ મનાવ્યો હતો. સોની ચેનલ પર 11 ઓક્ટોબરના રોજથી કૌન બનેગા કરોડપતિ શરૂ થઈ ગયું છે.કેબીસીમાં શ્રીનાથે બિગ બીના ઘણાં જ ગીતો પર પર્ફોમ કર્યુ હતું. મેગાસ્ટારે અમિતાભ બચ્ચન મીડિયાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમના માટે આ દિવસ ઘણો જ મહત્વનો છે. કેબીસી 4ની સિઝન શરૂ થઈ રહી છે અને તેમણે કેબીસી 4ની તમામ ટીમનો આભાર માન્યો હતો.વધુમાં બિગ બીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે નવી સિઝનનું શુટિંગ કર્યુ હતું ત્યારે તેઓ થોડા નર્વસ થઈ ગયા હતા. જો કે તેમણે સ્વીકાર્યુ હતું કે કેબીસીના સેટ પર તેમને ઘરમાં હોય તેવી લાગણી થઈ હતી. તેઓને સેટ પર ઘણું જ અનૂકુળ વાતાવરણ મળ્યું હતું.

મહુવામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ

મહુવા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરે ૧૨.૨૦ થી ૨.૩૦ દરમ્યાન બે ઇંચ વરસાદ પડતા મહુવાનો મોસમનો કુલ વરસાદ ૭૫૧ મીલી મીટર થવા જાય છે. ભાદરવી નક્ષત્રએ પુછડી પછાડતા બે કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ પડતા મહુવા શહેરના જુદા-જુદા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આજે ભાવનગર શહેરમાં સવારથી વાદળો છવાઇ ગયા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાંથી માંડી અડધા ઇંચ સુધીનો વરસાદ પડી જતાં ટાઢોડું થઇ ગયું હતું.ગઇ કાલથી ચિત્રા નક્ષત્રના આરંભ બાદ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા અને બપોરે બે વબગ્યા પછી ધોધમાર વરસાદ વરસવો શરૂ થઇ ગયો હતો. આજના વરસાદથી નવરાત્રિના ખેલૈયાઓ તેમજ પ્રોફેશનલ આયોજકો ચિંતામાં પડી ગયા છે. દાંડિયા-રાસના મેદાન આ વરસાદથી બગડ્યા હોય પ્રોફેશનલ દાંડિયાના આયોજકોની આજની ટિકીટ વેચાશે કે નહી તેની ચિંતામાં પડી ગયા હતા. ગઢડામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોણો ઈંચ વરસાદ વરસી ગયાનો અંદાજ છે. સિહોર અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં આજે હળવા ઝાપટા વરસ્યાના વાવડ છે.

બિગ બોસે આપ્યું નવું કામ

બિગ બોસને ખ્યાલ છે કે, બિગ બોસના ઘરમાં છેલ્લાં આઠ દિવસોમાં માત્રને માત્ર ઝઘડો અને એકબીજા પર દોષારોપણ કરવામાં આવ્યું છે.આ જ કારણથી બિગ બોસે ઘરના સભ્યોને એક ખાસ કામ સોંપ્યું છે. ઘરના તમામ લોકોએ સફેદ ગાઉનમાં ગોલ્ડન બોર્ડર પહેરવાની હોય છે. માથઆ પર વાંસની ટોપી પહેરવાની હોય છે. લોકોએ પછી શક્તિ દે, ભક્તિ દે મુક્તિ દે શ્લોક બોલવાનો છે.

કેબીસીએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ઘરની યાદ અપાવી

સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગઈ કાલે પોતાનો 68મો જન્મદિવસ મનાવ્યો હતો. સોની ચેનલ પર 11 ઓક્ટોબરના રોજથી કૌન બનેગા કરોડપતિ શરૂ થઈ ગયું છે.કેબીસીમાં શ્રીનાથે બિગ બીના ઘણાં જ ગીતો પર પર્ફોમ કર્યુ હતું. મેગાસ્ટારે અમિતાભ બચ્ચન મીડિયાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમના માટે આ દિવસ ઘણો જ મહત્વનો છે. કેબીસી 4ની સિઝન શરૂ થઈ રહી છે અને તેમણે કેબીસી 4ની તમામ ટીમનો આભાર માન્યો હતો.વધુમાં બિગ બીએ જણાવ્યું હતું કે, જ્યારે તેમણે નવી સિઝનનું શુટિંગ કર્યુ હતું ત્યારે તેઓ થોડા નર્વસ થઈ ગયા હતા. જો કે તેમણે સ્વીકાર્યુ હતું કે કેબીસીના સેટ પર તેમને ઘરમાં હોય તેવી લાગણી થઈ હતી. તેઓને સેટ પર ઘણું જ અનૂકુળ વાતાવરણ મળ્યું હતું.

No comments:

Post a Comment