visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
રાજકોટવાસીઓ માટે ચૂંટણી પૂરી, પાણીકાપ શરૂ આજે વોર્ડ નં. ૧૧માં કાપ
મહાપાલિકાનું નપાણિયું તંત્ર અને પાણી વગરના શાસકો રાજકોટને પાણીકાપમાંથી કાયમી મુક્તિ અપાવવામા નિષ્ફળ નીવડી રહ્યા છે. વધુ એક વખત આવી જ એક કમનસીબી વચ્ચે હજુ તો ચોમાસુ ગયું છે ત્યાં જ ફરી પાણીકાપના કારમા દિવસો આવી ગયા છે અને એ પણ નર્મદાના ધાંધિયાના કારણે જ.આજે વોર્ડ નં. ૧ અને ૧૨માં પાણી વિતરણ થઇ શક્યું ન હતું. પાણીકાપનો આ સિલસિલો ચાલુ રાખી આવતીકાલે વોર્ડ નં. ૧૧માં પાણીકાપ ઝીંકી દેવામા આવ્યો છે. મહાપાલિકાની યાદીમાં જણાવાયા મુજબ નર્મદાની કેનાલમાં પુરતો પુરવઠો ન હોવાથી શહેરની પાણી વિતરણની વ્યવસ્થા જાળવવા દોઢસો ફૂટ રિંગ રોડ પમ્પિંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૨(પાર્ટ)માં સવારે પ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થઇ શકે. હજુ બે દિવસ સુધી આ જ સ્થિતિ રહેશે.
ભાગેડુ પાકિસ્તાની ઝડપાયો
સેલવાસ કોર્ટમાંથી પરત ફરતી વેળાએ કેદી જાપ્તામાંથી ભાગેલા લૂંટ, હત્યા તથા અપહરણના ગુનેગાર મૂળ પાકિસ્તાનના ખૂંખાર આરોપી ખેરુ તથા સત્તાર ખાનને સુરત જિલ્લા એલસીબી પોલીસે પાકિસ્તાન ભેગા થઈ જાય તે પહેલાં ગાંધીનગર-હિંમતનગર રોડ પર ચીલોડા નજીક લકઝરી બસમાંથી ઝડપી પાડ્યો હતો. ખેરુ વાયા રાજસ્થાન થઈ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતો.
અંકલેશ્વર ગરબા જોવા ગયેલો જમીનદલાલ ગાયબ
વરાછા એફિલ ટાવર પાસે આવેલી સૈફી સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના જમીનદલાલ ચેતન્ય ત્રિવેદી અંકલેશ્વર ફાલ્ગુની પાઠકના ગરબા જોવા ગયા હતા. એ પછી ત્રણ દિવસે પણ પાછા ન ફરતાં તેમની પત્નીએ આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. સેફી સોસાયટીમાં બનાવવામાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા ચૈતન્ય બટુકભાઈ ત્રિવેદી (૩૦) ગત તા. ૧૨મીના રોજ રાત્રે ૮.૦૦ વાગ્યે ગયા પછી પરત થયા નથી.તેમની પત્ની સુવિધાને કહ્યું હતું કે હું અંકલેશ્વર ગરબા જોવા માટે મિત્રો સાથે જાઉં છું મારી સાથે મારા પાંચ-છ મિત્રો પણ છે અમે કવોલિસ લઈને જવાના છીએ. અવારનવાર મિત્રો સાથે પતિ આ રીતે બહાર જતા હોવાથી પત્નીએ વાતને સાહજિકતાથી લીધી હતી અને પોતે સૂઈ ગયા હતા પરંતુબીજા દિવસે સવારે પતિ ઘરે ન આવતાં પત્નીએ તેમને ફોન જોડ્યો હતો.
વેરા વસૂલાત માટેની કવાયત શરૂ : ૧૩૯ કરોડ જમા
પાલિકાના ઇન્ચાર્જ ડે.કમિશનર શરદ મહેતાએ કહ્યું કે, તમામ ઝોનમાં ચાલુ નાણાંકીય વર્ષ પેટે વેરાની વસૂલાત હવે ધીમે ધીમે આગળ ધપાવી રહ્યાં છીએ. તેમાં અત્યાર સુધી તમામ ઝોનના આકારણી વિભાગ દ્વારા ૧૨ લાખ ઉપરાંત મિલકતદારોને વેરાબિલ પહોંચાડી દેવાયા છે.કુલ ૨૮૦ કરોડની માગણી કરતાં બિલ રવાના કરાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, પાલિકા એપ્રિલ અને મે મહિના દરમિયાન એડવાન્સ વેરો ચૂકવવાની જે સ્કીમ્સ મૂકે છે, તેના પેટે અને અત્યારસુધી રૂટિનમાં જે વસૂલાત થઈ રહી છે. તેનાથી આજસુધીમાં રૂ.૧૩૯.૫૬ કરોડની આવક થઈ ચૂકી છે. એટલે અડધી મજલ તો કપાઈ ચૂકી છે.હવે ફેબ્રુઆરી સુધીમાં રેગ્યુલર વસૂલાત થયા પછી જે બાકી નીકળતો વેરો હશે તેના માટે વિશેષ અભિયાન છેડીશું. તેવું તેમનું કહેવું હતું.
દિયરના મૃત્યુના આઘાતથી ૧૫ મિનિટ બાદ ભાભીનું પણ મોત
દાણાપીઠની મહિપતરાય હરજીવનદાસ શાહ (અગિયાળીવાળા) પેઢીના મહિપતભાઈના પુત્ર હરેશભાઈ (ઉં.વ.૫૨) બંબો છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. ગઈકાલે રાત્રે હરેશભાઈનું અચાનક અવસાન થયું. ભાવનગર પ્રાર્થના મંડળના સક્રિય કાર્યકર અને ખૂબ માયાળુ સ્વભાવના એવા હરેશભાઈના નિધનના સમાચાર સાંભળતા જ ૧૫ મીનીટ બાદ તેમના ભાભી કિરણબેન જયેન્દ્રભાઈ (ઉં.વ.૪૫)ને આઘાત લાગતા તેમનું પણ નિધન થયેલ છે. જૈન સમાજના એક જ પરિવારના બે સભ્યોના અચાનક અવસાનથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે સ્વ.ની નીકળેલી સ્મશાનયાત્રામાં જૈનસમાજના આગેવાનો, વેપારીઓ વગેરે ભારે મોટી સંખ્યામાં જોડાયા હતા.
દિયરના મૃત્યુના આઘાતથી ૧૫ મિનિટ બાદ ભાભીનું પણ મોત
દાણાપીઠની મહિપતરાય હરજીવનદાસ શાહ (અગિયાળીવાળા) પેઢીના મહિપતભાઈના પુત્ર હરેશભાઈ (ઉં.વ.૫૨) બંબો છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. ગઈકાલે રાત્રે હરેશભાઈનું અચાનક અવસાન થયું. ભાવનગર પ્રાર્થના મંડળના સક્રિય કાર્યકર અને ખૂબ માયાળુ સ્વભાવના એવા હરેશભાઈના નિધનના સમાચાર સાંભળતા જ ૧૫ મીનીટ બાદ તેમના ભાભી કિરણબેન જયેન્દ્રભાઈ (ઉં.વ.૪૫)ને આઘાત લાગતા તેમનું પણ નિધન થયેલ છે. જૈન સમાજના એક જ પરિવારના બે સભ્યોના અચાનક અવસાનથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે સ્વ.ની નીકળેલી સ્મશાનયાત્રામાં જૈનસમાજના આગેવાનો, વેપારીઓ વગેરે ભારે મોટી સંખ્યામાં જોડાયા હતા.
જેઠવા કેસની તપાસ સીબીઆઇને સોંપવા હાઇકોર્ટમાં રિટ
અમિત જેઠવા કેસમાં ક્રાઇમબ્રાન્ચ દ્વારા હજુ સુધી સાંસદ દિનુ બોઘા સોલંકીની તપાસ પણ ન કરી હોવાથી તેના પિતાએ આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા હાઇકોર્ટ સમક્ષ રિટ કરી છે. તેમણે રિટમાં જણાવ્યું છે કે હાલની તપાસ એજન્સીએ દિનુ સોલંકીના ભત્રીજા શિવાની ધરપકડ કરી તપાસ ત્યાં જ અટકાવી દીધી છે.સાંસદ સોલંકી વજુભાઈ વાળાના સંબંધી હોવાથી આ કેસની યોગ્ય તપાસ થાય તેની સામે તેમને શંકા છે. શિવા સોલંકી સિવાય પકડાયેલી એક પણ વ્યક્તિ સાથે અમિત જેઠવાને કોઈ દુશ્મની નહોતી. દિનુ બોઘાની તપાસ થાય તો જ તેની હત્યાની સંપૂર્ણ ચેન ખુલ્લી પડી શકે તેમ છે.
પ્રજાના મિજાજે કોંગ્રેસનો કચ્ચરઘાણ વાળ્યો છે : મોદી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુરુવારે ગોધરા અને દાહોદની સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં દિલ્હીથી નીકળેલો એક રૂપિયો ઘસાઈને ગરીબના હાથમાં ૧૫ પૈસા થઈ જતો હતો. કોઈ પંજો તરાપ ન મારે તે માટે ગાંધીનગરમાં ચોકીદાર તરીકે છું, માટે ઠેરઠેર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબોને હાથોહાથ કરોડો રૂપિયાની સહાય આપી છે. કોંગ્રેસે મોંઘવારી હટાવવાનું વચન આપ્યુ હતું પરંતુ તેમ ન થતાં હવે કોંગ્રેસને હટાવવી પડે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ
કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.
વિશ્વની ‘બળાત્કાર’ રાજધાની બન્યું કોંગો
સંયુક્ત રાષ્ટ્રના એક દૂતે આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોના સરકારી સૈનિક પણ દૂરના ગામોમાં મહિલાઓ પર બળાત્કાર અને તેમની હત્યા કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દૂત મારગોટ વોલસ્ટ્રોમે સુરક્ષા પરિષદને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે કોંગોમાં એક વાર ફરી મહિલાઓ યૌનહિંસાનો શિકાર બની રહી છે.ઉલ્લેખનીય છે કે જુલાઈ અને ઓગસ્ટમાં સશસ્ત્ર જૂથો માઈ-માઈ તથા ફોર્સેસ ડેમો ટિક્સ ડિ લિબરેશન ડુ રવાંડાના વિદ્રોહીઓએ મહિલાઓને પકડી, ગામવાળાઓ અને સ્વજનો સામે તેમનો બળાત્કાર કર્યો હતો.
હવે, એશ બિગ બીના નિશાના પર
એશ અને અક્ષય પોતાની ફિલ્મ એક્શન રિપ્લેના પ્રમોશન માટે કેબીસીમાં આવવાના છે. આ માટે એશ અને અક્કીની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. આ માટે ફિલ્મના નિર્માતા વિપુલ શાહની મંજૂરી પણ મળી ગઈ છે. એશ પહેલીવાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટીવીના પડદે જોવા મળશે.જોવાનું એ રહે છે કે, અમિતાભ પોતાની વહુને કઈ રીતે સવાલો પૂછે છે. તો એશ પોતાના સસરાના પૂછાયેલા સવાલોનો કઈ રીતે જવાબ આપે છે.
કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ
શહેરના પશ્ચિમ વિસ્તારના કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.ચૂંટણીની કતલની રાતોમાં કોંગ્રેસના દિગ્ગજ અને ભાજપના માજી કોર્પોરેટર બંધ બારણે મતોની ગોઠવણ કરી રહ્યા હતા ત્યારે યુવક કોંગ્રેસના નેતાએ તેમની વીડિયો ક્લિપિંગ ઉતારી લીધી હતી.
૧જાન્યુઆરીથી CNG સિવાયની રિક્શા નહીં દોડે
પર્યાવરણને થતાં નુકસાનને ધ્યાનમાં લઇ હવે આરટીઓ દ્વારા ફક્ત સીએનજી રિક્શાનું જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ હાલમાંપેટ્રોલ-ડીઝલથી ચાલતી રિક્શાઓ પણ સીએનજી કિટથી સજ્જ કરવી પડશે. જેના માટે રિક્શાચાલકોને તા.૧ જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી છે.શહેરમાં હાલમાં કુલ ૪૫ હજાર જેટલી રિક્શાઓ રોડ પર દોડી રહી છે. જેમાંથી ચાર હાજર જેટલી રિક્શાઓ પેટ્રોલ-ડીઝલથી ચાલી રહી છે અને ૪૧ હજાર રિક્શાઓ સીએનજી સંચાલિત આરટિઓ કચેરીમાં રજિસ્ટ્રેશન થયેલી છે. પેટ્રોલ અને ડીઝલથી ચાલતી રિક્શાઓ દ્વારા પ્રદૂષણમાં બેફામ વધારો થતાં પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. તેમાંય કેટલાક રિક્શા ચાલકો કેરોસીન નાખીને રિક્શા ચલાવતા હોવાથી પર્યાવરણની ઘોર ખોદાઇ રહી છે.
પોલીસની શેરી ગરબા પર તવાઈ, મોટા ગરબાને છુટ
શેરી ગરબાઓમાં કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવા દંડુકો લઈને ઉતરી પડતી પોલીસ ફોજ માલેતુજારોના મોટા ગરબામાં ગરીબડી બની જતી હોઈ શેરી ગરબા બારનો ટકોરે બંધ થઈ જાય છે જ્યારે ધંધાકીય મોટા ગરબા રાતે બે વાગ્યા સુધી પોલીસ અધિકારીઓની હાજરીમાં ચાલું રહે છે.ગરબા ગમે ત્યાં યોજાય પરંતુ રાતે બાર વાગે ગરબામાં વાગતા લાઉડસ્પીકરો બંધ કરી દેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોઈ પોલીસ તંત્ર દ્વારા આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા માટે બંધાઈ છે. જોકે સુપ્રીમકોર્ટનો આદેશનું પાલન કરાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા વ્હાલાદવલાની નિતિ સપાટી પર આવતાં શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ‘ગે’?
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ઈસ્લામિક આત્મઘાતી બોમ્બર, ગે અને મેક્સિકન લૂંટારાના રૂપમાં દર્શાવતા એક જાહેરાતના બોર્ડને કારણે અમેરિકામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે.અમેરિકાના પશ્ચિમ શહેર કોલોરાડોમાં આવતા મહિને યોજાનાર મિડ ટર્મ ચૂંટણી પહેલા ઓબામાના વિરોધીઓ કંઈક આવી રીતે તેમની પર વાર કરી રહ્યા છે.આ વિવાદિત પોસ્ટરમાં ઓબામાના ચાર રૂપ બતાવવામાં આવ્યા છે. એકમાં તેમને ઈસ્લામિક આત્મઘાતી બોમ્બર, બીજામાં સિગારેટ પીતા, ત્રીજામાં લૂંટારા અને ચોથામાં ગે રૂપમાં બતાવવામાં આવ્યા છે. પોસ્ટરની નીચે એક સ્લોગન લખવામાં આવ્યું છે - 'Vote DemocRAT'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment