15 October 2010

કોમનવેલ્થ: જેનો અંત સારો તેનું બધું સારું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


કોમનવેલ્થ: જેનો અંત સારો તેનું બધું સારું

કોમનવેલ્થ શરૂ થયા પહેલાં જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની ઘટનાઓ બની હતી તેનાથી એવી આશંકા ઊભી થઈ હતી કે રમતોત્સવ સફળ રહેશે કે કેમ. પરંતુ, ઝાકઝમાળ ઓપનિંગ સેરેમની અને તેને પણ પાછળ રાખી દે એવી ભવ્ય કલોઝિંગ સેરેમની સાથે ભારતને ૧૦૧ પદકોએ દર્શાવી આપ્યું છે કે રમતોત્સવને ગ્રાન્ડ સફળતા મળી છે. શૂટિંગમાં ૧૪ ગોલ્ડ મેડલ જીતી જનાર ભારતે કોમનવેલ્થમાં ધાર્યું નિશાન પાડ્યું છે. આટલા સફળ આયોજન પછી એમ કહેવું યોગ્ય છે કે ભારત જો ધારે તો ઓલિમ્પિક્સનું પણ સફળ આયોજન કરી શકે. કોમનવેલ્થની શરૂઆત પહેલાં ભારતની આબરૂના કાંકરા કરવામાં કલમાડી આણી કંપનીનો વાંક હતો.ભારતે ૧૦૧ ચંદ્રકો મેળવ્યા, મહિલાઓએ ૩૬ પદક જીત્યા, લોન ટેનિસ જેવી રમતમાં ભારતે પ્રથમ વખત ખાતું ખોલાવ્યું એનાથી ભારતવાસીઓની છાતી ગજ ગજ ફૂલી રહી છે. પણ સફળતાના આ નશામાં અગાઉ થયેલી ગેરરીતિઓની તપાસ કરવાનું ભૂલાઈ ન જાય તે સુનિશ્વિત કરવું રહ્યું. કારણ કે, આવા રમતોત્સવ દેશની આર્થિક તાકાત અને આયોજન શક્તિનું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવા માટે યોજાતા હોય છે. કલમાડીને કારણે વિશ્વના ચોતરે ભારતની આબરૂના ધજાગરા થઈ ગયા હતા.

ધોનીની આ સિદ્ધિથી કદાચ તમે અજાણ હશો
ધોનીએ સુનિલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલીના રેકોર્ડને તોડ્યો છે. વાત એમ છે કે સુનિલ ગાવસ્કર અને ગાંગુલીના સુકાનીપદ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ત્રણ ટેસ્ટ મેચ જીતી છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની એવો પ્રથમ કેપ્ટન બની ગયો છે જેના સુકાની પદ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ જીતી હોય..


ગટરના પાઈપમાંથી બની ફાઈવ સ્ટાર હોટલ

ઓસ્ટ્રિયામાં ગટરના પાઈપોથી બનેલી એક ફાઈવ સ્ટાર હોટલ ખુલી છે. ઓટેનશીમ સ્થિત પાર્ક હોટલના એક મહેમાને જણાવ્યું હતું કે આમાં ફક્ત એક જ ખામી છે, પાઈપમાંથી બનાવેલા રૂમમાં બાથરૂમ અને ટોઈલેટની સુવિધા નથી.બાથરૂમ માટે અલગ પાઈપમાં જવું પડે છે. આ હોટલમાં આવનારા મહેમાનો પણ ખુશ લાગી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ રૂમમાં લગાવવામાં આવેલી બેડ ખૂબ જ આરામદાયક છે. હોટલના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકોને આ હોટલ ખૂબ પસંદ પડશે. અમે હોટલના રૂમમાં બધી જ સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે.મહેમાનો અહીં રહેવા માટે ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. અહીં આવતા લોકોને હોટલનો દરવાજો ખોલવા માટે એક પીનકોડ બંનર આપવામાં આવે છે. આ પીન દ્વારા એ જ દિવસે રૂમનો દરવાજો ખોલી શકાય છે જે દિવસ માટે તેમણે રૂમ બુક કરાવ્યો હોય.

ભાવનગરના કાળુભા રોડ ઉપર દરોડો પાડી મોટા માથાઓને ઝડપી લેતી પોલીસ

ક્રિકેટના સટોડીયાઓ શાહ કીરીટ અનંતરાય (રે. સિધ્ધાર્થ ફલેટ નંબર ૧૦૧, જૈન દેરાસરની બાજુમાં, કાળુભા રોડ,) સિંધી ઇન્દ્રજીત પરચામલ રોહીડા (સોના ફલેટ એસ/૪ ઘોઘાસર્કલ) પારેખ કનુભાઇ મહેન્દ્રભાઇ (રે. અનંતવાડી પ્લોટ નંબર૭/બી) ગાંધી નિરવ ઉર્ફે ગોપાલ અનંતરાય(રે. ધર્મરાજ ફલેટ એ/૬ ભગવતીપાર્ક, કાળવીબીડ) વોરા રૂપેશ અનિલકુમાર (રે. ઉષાકિરણ ફલેટ, એ/૧૨ કાળુભા રોડ) સહિત પાંચ બુકીઓને એ ડીવીઝનના પીઆઇ પ્રદીપસિંહ જાડેજા, પીએસઆઇ પીએ રાણા, સ્ટાફના અનિરૂધ્ધસિંહ, ભુપતસિંહ, મકસુદ, સમીર કોઠારીયા,ચંપકસિંહ સહિતનાએ ઝડપી લઇને રોકડા R ૨૩૦૮૦/- ૪ વાહનો, મોબાઇલ ફોન ૧૫, ટીવી, રીમોટ, લેપટોપ તથા ક્રિકેટનો જુગાર રમતા જુગારીઓના નામવાળી ડાયરી સહિત અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. પાંચ સટોડીયા પૈકી ત્રણ સટોડીયાઓ તો થોડા સમય પૂર્વે જ ઝડપાયા હતા ભાવનગરના ક્રિકેટના જુગારનું બુકીગ મહેસાણામાં મુન્ના શ્રીજી નામની વ્યક્તિ કરતો હતો તેમ પોલીસમાં ખુલવા પામ્યુ છે.


કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ

શહેરના પશ્ચિમ વિસ્તારના કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.


રાહુલ ગાંધીના નીતિશની ધર્મનિરપેક્ષતા પર પ્રશ્નો!

રાહુલે ગુરુવારે કોધા અને સક્તિમાં આયોજીત ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે આ બધું શું છે? તમારી ભાજપ સાથે ભાગીદારી છે, પરંતુ તેમ છતાં તમે તેમના એક નેતાના પ્રવાસથી ડરી રહ્યાં છો. રાહુલનો ઈશારો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ હતો. નીતિશે રાજ્યમાં ચૂંટણી પ્રચારથી નરેન્દ્ર મોદીને દૂર રાખ્યા છે.રાહુલનો આરોપ છે કે જેડીયૂ અને ભાજપ રાજકીય લાભ માટે ધર્મ અને જાતિનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસ આવા ગઠજોડની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ગરીબ-અમીર, હિંદુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી તમામને માટે ઈન્સાફ અને વિકાસ ચાહે છે.


ચૂંટણીપંચને ફાળવાયેલાં વાહનો જલસા માટે લઈ જવાયાં

મહાનગર પાલિકાની ચૂંટણી માટે ફાળવાયેલા મ્યુનિ.ના ડઝનબંધ કાર સહિતના વાહનો અન્ય કામોમાં ઉપયોગમાં લેવાતા હોવાની અને કેટલાક વાહનોને રાજ્ય બહાર પ્રવાસમાં લઇ જવાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ વાહનોનો દુરુપયોગ કરનારા અધિકારી સામે પગલાં લેવાની માગણી પણ મ્યુનિ. વર્તુળો કરી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યુનિ.ની ચૂંટણી માટે દર વખતની જેમ રાજ્ય ચૂંટણીપંચના આદેશથી ચૂંટાયેલી પાંખના ચેરમેન તથા અન્ય હોદ્દેદારોની મોટરકાર અને અન્ય વાહનો ચૂંટણી અધિકારીઓને સોંપી દેવાતાં હોય છે. આ વાહનોનો ઉપયોગ ચૂંટણી કામગીરી માટે જ કરવાનો હોય છે, પરંતુ કેટલાક અધિકારી ફરજ સમય પૂરો થયા બાદ ઘરના કામમાં મ્યુનિ.ની મોટરકારનો ઉપયોગ કરતા હોવાની તથા કેટલાક અધિકારી ઓફિસ આવ્યા બાદ પરિવારજનોને હરવાફરવા માટે મોટરકાર મોકલી આપતા હોવાની ફરિયાદ ઊઠી છે.

No comments:

Post a Comment