16 October 2010

ગુજરાત બિઝનેસ માટે સૌથી સાનુકૂળ : ફોર્બ્સ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ગુજરાત બિઝનેસ માટે સૌથી સાનુકૂળ : ફોર્બ્સ

વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં કરેલા એક રસપ્રદ વિશ્લેષણમાં ગુજરાત અને અમદાવાદ શહેરને ગૌરવરૂપ સ્થાન મળ્યું છે. જેના અહેવાલ મુજબ ગુજરાતને મોસ્ટ માર્કેટ ઓરિએન્ટેડ એન્ડ બિઝનેસ ફ્રેન્ડલી (ઉત્તમ બજારલક્ષી અને વ્યાપાર માટે મૈત્રિપૂર્ણ રાજ્ય) સ્ટેટ તરીકેનું ગૌરવ અપાયું છે, એટલું જ નહીં અમદાવાદને વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલાં શહેરોમાં સ્થાન મળ્યું છે.સૌથી મહત્વની બાબત તો એ છે કે ભારતનાં તમામ શહેરોમાં એકમાત્ર અમદાવાદ એવું શહેર છે કે જેની માથાદીઠ આવક દેશનાં અન્ય શહેરો કરતાં બમણી છે. દેશના ગ્લોબલ ઈમજિઁગ પાવર હાઉસ એટલે કે આગામી દાયકામાં વિકાસના ઉભરતા વૈશ્વિક ઊર્જા કેન્દ્રો તરીકે ભારતનાં ત્રણ શહેરોને સ્થાન મળ્યું છે. જેમાં બેંગલોર અને ચેન્નાઈ ઉપરાંત અમદાવાદને સ્થાન અપાયું છે.


ઝડપથી વિકાસ પામતાં શહેરોમાં સુરત ક્યાં ખોવાઈ ગયું

ફોર્બ્સની યાદી અનુસાર વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામતાં શહેરોમાં અમદાવાદ, ચેન્નાઈ અને બેંગલોરને સ્થાન મળ્યું છે. આ આનંદની વાત છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પહેલાંના સરવેમાં ભારતના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલાં શહેરોમાં સુરતનું નામ ટોચ પર હતું. તો ફોર્બ્સના અભ્યાસમાં સુરત ક્યાં ખોવાઈ ગયું.શા માટે સુરતનું ક્યાંય પણ નામનિશાન નથી? ત્યારના સરવે વખતે સુરતનો જીડીપી ૧૧.૫ ટકા હતો અને અમદાવાદનો ૧૦.૧ ટકા હતો. આ બાબતે શહેરના તજજ્ઞોનું કહેવું છે કે સુરતની ઇન્ડસ્ટ્રીઝને છેલ્લાં બે વર્ષમાં મોટો ફટકો પડ્યો છે. એની સામે અમદાવાદ, બેંગલોર જેવાં શહેરોમાં સરાઉન્ડિંગ ડેવલપમેન્ટ ઘણું જ થયું છે. એ દ્રષ્ટિએ અમદાવાદ આગળ રહ્યું હશે.


ગુજરાતવિરોધીઓને ફોર્બ્સનો તમાચો

ગુજરાતને અનેક રીતે બદનામ કરીને વગોવી રહેલા લોકોને એક ઇન્ટરનેશનલ તમાચો ઝીંકાયો છે. અમેરિકાના પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને ગુજરાત રાજ્યને ઉત્તમ બજારલક્ષી અને વાણિજિયક મૈત્રીપૂર્ણ રાજ્ય ગણાવ્યું છે અને વિશ્વના સૌથી ઝડપી વિકસી રહેલાં ૧૯ શહેરોમાં અમદાવાદની પણ પસંદગી કરી છે.વિકાસનાં ઉભરતાં વૈશ્વિક ઊર્જા કેન્દ્રો એવાં આ શહેરોમાં ભારતના બેંગ્લોર અને ચેન્નાઈ પણ છે. અમદાવાદની માથાદીઠ આવક દેશનાં અન્ય શહેરો કરતાં બમણી હોઈ તે ગ્લોબલ પાવરહાઉસ બની રહ્યું છે.ફોર્બ્સ દ્વારા આ પ્રકારની નોંધ લેવાવી એ ગર્વ અને ગૌરવની વાત છે. ભારત માટે પ્રકાશિત થતા પ્રવાસનથી માંડીને આર્થિક-સામાજિક પ્રકાશનો-લેખનોમાં હજુ અત્યારે પણ ગુજરાત અને અમદાવાદની બદબોઈ કરાય છે. ગોધરાકાંડનાં હુલ્લડોની તતૂડી વગાડીને એવું ચિત્ર બતાવાય છે કે ગુજરાત-અમદાવાદ કોમી રીતે સંવેદનશીલ છે.


ગુજરાત મોડલ'ને અનુસરશે કેન્દ્ર

ગ્રામિણ વિકાસ પ્રધાન બીકે, સિંહાની અધ્યક્ષતામાં 16 નિષ્ણાતોનું સમુહ નિમવામાં આવ્યું હતું, જે જીઓ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની સંભાવનાઓ ચકાસી રહ્યું હતું. જેને સ્વીકાર્યું છેકે, ગુજરાતએ આ ક્ષેત્રમાં પ્રમાણમાં ખૂબ સારી પ્રગતિ સાધી છે અને તેને બેઝ મોડલ તરીકે લઈ શકાય તેમ છે. આ જૂથમાં ઈસરોના સભ્યો પણ સામેલ હતા. આ સમુહની નિમણુંક જુલાઈ માસમાં કરવામાં આવી હતી, જેથી નરેગાનું નિયમન કેવી રીતે વધુ સારૂ થઈ શકે અને તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે કામગીરી પણ આ જૂથને સોંપવામાં આવી હતી.


કમ્યુનિસ્ટ ચીન ભગવાન તરફ વળી રહ્યું છે

ધર્મની વધતી અસરને કારણે આર્થિક સમૃદ્ધિ વચ્ચે લોકોની સુખ-શાંતિ પામવાની ઈચ્છા અને જરૂરત તો છે જ, સરકારનું અનુકૂળ વલણ પણ ઘણી હદ સુધી તેના માટે જવાબદાર છે. સરકાર અપ્રત્યક્ષપણે લોકોને ધાર્મિક બનવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ઉદાહરણ તરીકે આ વર્ષની શરૂઆતમાં સરકારે માજુની જયંતી પર ભવ્ય સમારંભ આયોજીત કર્યો છે. માજુ સ્થાનિક દેવતા છે. તેમને સમુદ્રના દેવતા માનવામાં આવે છે અને માન્યતા છે કે માછીમારો તથા નાવિકોની રક્ષા તેમની કૃપાથી થાય છે. આવા કાર્યક્રમો સરકાર દ્વારા વચ્ચે વચ્ચે આયોજીત થતાં રહે છે. એટલું જ નહીં પહેલી વાર ચીનની સરકારે ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને આમંત્રણ મોકલ્યું છે.આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર બીજિંગ પાસે આયોજીત ધાર્મિક નેતાઓના સમાગમ અને સત્સંગમાં ભાગ લેશે. સરકારી સંસ્થા ચાઈના ઓવરસીઝ ફ્રેન્ડશીપ એસોસિએશન (સીઓએફએ) 24-25 ઓક્ટોબરે આ કાર્યક્રમ આયોજીત કરી રહ્યું છે. ચીન તરફથી ભારતના કોઈ ધાર્મિક અને આધ્યાત્મિક વ્યક્તિને આ પહેલું આમંત્રણ છે. પોતાના આશ્રમમાં કાર્યક્રમની મેજબાની કનારા તેંગ ક્વિયુ કહે છેકે આધ્યાત્મને લઈને ચીની સરકારનું વલણ બદલાય રહ્યું છે.


ટીમ ઈન્ડિયાનું ટેસ્ટમાં અવ્વલ બીજુ સ્થાન જોખમમાં

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શાનદાર વિજય મેળવી ભારતીય ટીમે ટેસ્ટ રેન્કિંગમાં તો પોતાનું નંબર એકનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ વન ડે રેન્કિંગમાં ભારતે તેનું બીજુ સ્થાન જાળવી રાખવું હશે તો તેણે ઓસ્ટ્રેલિયા સામે રવિવારથી શરૂ થનારી ત્રણ વન ડે મેચની શ્રેણીમાં પણ ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવું પડશે.હાલમાં 132 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ વન ડે રેન્કિંગમાં ટોચના સ્થાને છે. જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા હાલમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે. જો ધોનીના ધૂરંધરો ઓસ્ટ્રેલિયાને 3-0 કે પછી 2-1થી હરાવે છે તો તેઓ પાસે અનુક્રમે 121 પોઈન્ટ અને 118 પોઈન્ટ થશે.


વિવાદીત જમીન પરથી મુસ્લિમો દાવો છોડે: નિર્મોહી અખાડા

અયોધ્યામાં વિવાદીત જમીનના ત્રણ હકદારોમાંથી એક નિર્મોહી અખાડાએ સુલેહ સમજૂતીની તમામ કોશિશોને નકારતાં કહ્યું છે કે આ પ્રકારના મામલામાં આગળ ત્યારે જ વાત થઈ શકે છે કે જ્યારે મુસ્લિમો ત્રીજા ભાગ પરથી પોતાનો દાવો છોડી દે. નિર્મોહી અખાડાના આ નવા દાંવથી આ મામલામાં સુલેહની કોશિશોને મોટો આંચકો લાગ્યો છે.ભાજપના નેતા વિનય કટિયારની મહંત ભાસ્કર દાસ સાથે મુલાકાત.કટિયારની મુલાકાત બાદ નિર્મોહી અખાડાના વલણમાં ફેરફાર.રામવિલાસ વેદાંતીએ કહ્યું વાતચીત જારી રહેશે.લખનૌમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક.મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં વિવાદ પર નિર્ણયની સંભાવના


વડોદરા જિલ્લામાં નરેન્દ્ર મોદી રવિવારે ડભોઇમાં જાહેરસભા ગજવશે

વડોદરા જિલ્લામાં તા.૨૧ ઓક્ટોબરે યોજાનારી જિલ્લા-તાલુકા પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે જિલ્લાના ડભોઇ ખાતે આવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના કલાકાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાની સભાઓનું ઠેરઠેર આયોજન કરાયું છે.વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બાળકૃષ્ણ પટેલના જણાવ્યા મુજબ રવિવારે દશેરાના પર્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જિલ્લાના ડભોઇ નગરમાં આવશે. મુખ્યમંત્રી મોદી ડભોઇમાં સાંજે ૪.૩૦ કલાકે પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રચાર સભાને સંબોધન કરશે.


ઓબામા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો સ્થાપવા માગે છે

ઓબામાની ભારતયાત્રા કોઈ પણ દેશમાં રાષ્ટ્રપતિ તરીકેની સૌથી લાંબી મુલાકાત હશે. આ આયોજન પરથી જ ખ્યાલ આવે છે કે ઓબામા દુનિયાના બે વિશાળ લોકતંત્ર વચ્ચે સામરિક સંબંધ સ્થાપવાના મુદ્દાને કેટલું બધું મહત્વ આપે છે.ઓબામા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારત આવવાના છે. જો કે એ વાત નક્કી છે કે તેઓ સુવર્ણ મંદિર માથુ ટેકવવા જવાના છે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલાના વિદેશ ઉપમંત્રી રોબર્ટ બ્લેકે બાલ્ટીમોર કાઉન્સિલ ઓફ ફોરેન અફેર્સમાં આપેલા પોતાના વ્યાખ્યાનમાં ઓબામાની ભારત યાત્રાના કેટલાંક સંકેત આપ્યા હતા.

ભારત-ચીન વચ્ચે નાના ઘર્ષણોની સંભાવના

સેનાધ્યક્ષ જનરલ વી.કે.સિંહે કહ્યું છે કે ચીનના વલણને જોતાં આપણે આપણી પારંપરિક સૈન્ય ક્ષમતાઓ પર્યાપ્તપણે મજબૂત કરવી જોઈએ. તેમણે ચીન સાથે નાની ઝડપો કે ઘર્ષણોની સંભાવના પણ વ્યક્ત કરી છે.સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝ દ્વારા આયોજીત ગોષ્ઠિના ઉદઘાટન પ્રસંગે જનરલ સિંહે કહ્યું હતું કે ચીનના ઈરાદા આપણી ભૂમિકા પર અસર પાડશે. આપણે આપણી સેનાને એવી રીતે બનાવવી પડશે કે તે રાષ્ટ્રીય જવાબદારી નીભાવી શકે. માટે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે આપણી સામે જોખમો ક્યાં છે અને આ પડકારોનો આપણે કેવી રીતે મુકાબલો કરીએ છીએ?


ગાંધીનગરમાં સી.બી.આઇ.ના પી.આઇ.નો ફાંસો ખાઈ આપઘાત

ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ સુનિલકુમારે શુક્રવારે ક્વાર્ટરમાં નાયલોન દોરી વડે પંખે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. એકલા રહેતા પીઆઇએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેની વિગતો જાણવા મળી નથી. તેમનો પરિવાર નાગપુરથી આવ્યા બાદ વધુ વિગતો જાણવા મળશે.ગુજરાત સીબીઆઇની વડીકચેરીમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા મૂળ નાગપુરના વતની ૪૧ વર્ષીય સુનિલકુમારની બદલી દોઢ વર્ષ પહેલાં ગુજરાતમાં થઈ હતી. સેક્ટર-૧૨માં આવેલા સીબીઆઇ ક્વાર્ટર્સના મકાન નં. ૪૪માં તેઓ એકલા રહેતા હતા. તેમનાં પત્ની અને એક પુત્રી નાગપુર રહે છે.


ખેલનો 'મેલ' શોધવા વડાપ્રધાનની સમિતિ

કોમનવેલ્થ રમતોત્સવ પૂરો થઈ જતાં જ અને તેમાં ભ્રષ્ટાચાર અંગે તપાસની સતત માંગને ધ્યાનમાં લઈને વડાપ્રધાન મનમોહનસિંઘે, આ મેગા ઈવેન્ટમાં થયેલી ગેરરીતિની તપાસનો આદેશ આપી દીધો છે. આ માટે તેમણે ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય સમિતિની પણ નિમણુંક કરી દીધી છે.વડાપ્રધાન કાર્યાલયના પ્રવકતાએ કહ્યું છે કે, ભૂતપૂર્વ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ) વી.કે. શુંગલુની આગેવાની હેઠળની સમિતિ તપાસનો અહેવાલ ત્રણ મહિનામાં વડાપ્રધાનને સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સના કેટલાક પ્રોજેક્ટના મૂલ્યાંકન માટે કેગની મદદ લેવાઈ હતી. હવે, કેગ તમામ સ્ટેડિયમની મુલાકાત લેશે અને તમામ વિગતો તપાસશે. તપાસ અંગેની વધુ વિગત એક-બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે. વિપક્ષોએ ૧૨ દિવસનો રમતોત્સવ પૂરો થતાં જ તેમાં કરોડો રૂપિયાના થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની માગણી શુક્રવારે વધુ ઉગ્ર બનાવી દીધી હતી.


માળીયા -હાટીના : મહાકાય સવા અગીયાર ફુટ લાંબી મગર ઝડપાઈ

માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામની સીમમાં ચડી આવેલી એક સવા અગીયાર ફુટ લાંબી મગર ઝડપાઈ હતી. વનવિભાગનાં સ્ટાફે રેસ્કયૂ ટીમની મદદથી પકડી લઈ સાસણ ખસેડી હતા.આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના આછીદ્રા ગામની સીમમાં આવેલી રાજસી પરબતની વાડીમાં આજે બપોરનાં સમયે એક મગર ચડી આવી હતી. ખેતરમાં કામ કરતા લોકો મગરને જોઈ જતા તેઓએ માળીયા વનવિભાગને જાણ કરતા માળીયા આરએફઓ આર.ડી.વંશે સાસણની રેસ્કયુ ટીમને જાણ કરી સ્ટાફ સાથે આછીદ્રા પહોંચી ગયા હતા.s


આમિર હજામ બની ગયો!!

ફિલ્મ ગજનીની રિલીઝ પહેલાં આમિર તેનાં ચાહકોનાં વાળ ગજની સ્ટાઈલમાં કાપતો નજર આવ્યો હતો. જોકે તે તેની ફિલ્મ હતી પણ આ વખતે તે ટાટા સ્કાયની એડવર્ટાઈઝમેન્ટમાં ફરી એક વખત વાળંદ બન્યો છે.તે દિલ્હીનો એક વાળંદ બન્યો છે. તેમજ તેણે 70નાં દાયકાનો લુક અપનાવ્યો છે. રેટ્રો લુક આપતાં કલર, તેવી પેર્ટન પણ બતાવવામાં આવી છે. તેણે સલમાને ફિલ્મ દબંગમાં પહેર્યાં હતાં તેવાં જ કલરફુલ ચશમા આ એડમાં પહેર્યાં છે.તેનાં આ લુક વિશે આમિરે જણાવ્યું હતું કે, આમ તો નિર્દેશક જ નક્કી કરે છે કે તેની સ્ટોરી પ્રમાણે પાત્રનું કેવું લુક હોવું જોઈએ પણ અમે પણ તેમને થોડુ ગાઈડ કરી શકીયે છીએ. આ એડવર્ટાઈઝમેન્ટમાં મે રેટ્રો લુક ધારણ કર્યો છે.s


ધોનીની સાક્ષીના ‘દમ’ની સાક્ષી

ભારતીય ક્રિકેટ ટીમના સફળ સુકાની મહેન્દ્ર સિહં ધોનીને તમે ક્યારેય કોઇ નાઇટ ક્લબમાં પાર્ટીમાં હાજર રહેલો નહીં જોયો હોય કે પછી તેને સ્મોકિંગ કરતો પણ નહીં જોયો હોય. જો કે, અહિંયા વાત ધોનીની નહીં પણ મીસીસ ધોનીની કરવાની છે. મુંબઇ સ્થિત એક ટેબ્લોઇડ દ્વારા મીસીસ ધોનીના કેટલાક ફોટા રજૂ કરવામાં આવ્યા છે. જે જોઇને તમે પણ એમ જ કહેશો કે આ સાક્ષી, મહેન્દ્રસિંહ ધોનીની સાક્ષી ન જ હોઇ શકે.ધોનીએ તેની નાનપણની મિત્ર સાક્ષી સાથે એકદમ સાદગીથી લગ્ન કરી લીધા. લગ્ન બાદ બન્નેના કેટલાક ફોટા પણ પ્રસિદ્ધ થયા હતાં. જેમાં અમુક ફોટા બન્નેના લગ્ન પહેલાના હતા. એ બધા ફોટામાં સાક્ષીની સાદગી સ્પષ્ટપણે જોવા મળતી હતી. જો કે, મુંબઇ સ્થિત ટેબ્લોઇડને તેના વાચક દ્વારા સાક્ષીના લગ્ન પહેલાના ફોટા મોકલવામાં આવ્યા છે.


વિકાસમાં અવરોધકોને "સાફ" કરો : નરેન્દ્ર મોદી

રાજ્યના વિકાસની ટ્રેન પૂરપાટ દોડી રહી છે ત્યારે આ વિકાસમાં અડચણરૂપ ફાટકોને હટાવવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાલાવાડવાસીઓને હાકલ કરી હતી. જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની યોજાનારી ચૂંટણીના ઝંઝાવતી પ્રચારાર્થે વઢવાણમાં આવી પહોંચેલા નરેન્દ્ર મોદીએ પ્રચંડ જનમેદની વચ્ચે વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યની છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ યોજાયેલી આ સભા અંગે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓમાં ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે વઢવાણ ભકિતનંદન સર્કલ પાસે શુક્રવારે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતને આડેહાથે લીધી હતી. કેન્દ્ર સરકારે માંસની નિકાસ પર સબસીડી આપે છે જ્યારે કાળી મજૂરી કરીને કપાસ પકવતા ખેડૂતોના રૂની નિકાસ માટે પૈસા આપવા પડે છે. તેઓએ ગુજરાતના વિકાસમાં રોડા નાંખતા કોંગ્રેસના આગેવાનો પર તીખા પ્રહારો કર્યા હતા અને રાજ્યની વિકાસરૂપી ટ્રેનને અડચણરૂપી ફાટકોથી અટકાવવા માટે ઝાલાવાડવાસીઓને આહવાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ મહાનગરપાલિકામાં કોંગ્રેસની હાર ઇવીએમને કારણે નહીં પરંતુ સીજેએસ (સીબીઆઇ, જુઠ્ઠાણું, સોહરાબુદ્દીન)ના કારણે થઇ છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત નર્મદાના પાણીના કારણે સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યનો સૌથી સુખી જિલ્લો બનશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.s


કચ્છમાં કોંગ્રેસને એક પણ મત નહીં આપનારા ગામને ૧૦ લાખ

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો છે અને રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા નીત નવા કીમિયા અજમાવી તાકાત લગાવી રહયા છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીએ એક નવતર જાહેરાત કરી છે.અબડાસા તાલુકામાં ઉત્તરોત્તર કોંગ્રેસ તળિયાઝાટક સ્થિતિમાં મૂકાઇ રહી છે. કેટલાક ગામોમાં કોંગ્રેસને મળનારા મતોની સંખ્યા બે આંકડામાં નહી પહોંચે, પરંતુ જે ગામોમાં કોંગ્રેસને એક પણ મત નહી મળે તે ગામને વિકાસ માટે તેઓ પોતાની ગ્રાન્ટમાંથી દસ લાખ ફાળવશે એટલું જ નહીં તે ગામના મતદારોનું જાહેર અભિવાદન કરશે !


રેહમાને લોકોની માફી માંગી

ઓસ્કર એવોર્ડ વિજેતા ભારતીય લોકપ્રિય સંગીતકાર એ.આર.રેહમાને લોકોની માફી માંગી છે.દિલ્હીમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સ માટે થીમ સોન્ગ તૈયાર કરનારા રેહમાને લોકોની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવા બદલ માફી માંગી છે.કોમનવેલ્થ થીમ સોન્ગ યારો ઈન્ડિયા બુલા લિયા તૈયાર કરનારા રેહમાને કહ્યું છે કે જો મારા ગીતથી કોઈને પણ નિરાશા થઈ છે તો તેના બદલ તે માફી માંગે છે. પરંતુ આ ગીત તૈયાર કરવા બદલ મને ગર્વ છે.રેહમાને કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિને સંતોષ આપવો ઘણું કપરુ કામ છે પરંતુ ભવિષ્યમાં હું મારી તરફથી પૂરતા પ્રયત્ન કરીશ. તેમણે કહ્યું હતું કે તેણે પ્રત્યેક પેઢીનો ટેસ્ટ જાણાવા માટે વધારે સતર્ક રહવું પડશે. જો કે કાર્યક્રમ દરમિયાન થીમ સોંગ માટે અલગ-અલગ દેશોના લોકો તરફથી ઘણી સકારાત્મક પ્રતિક્રિયા મળી હતી. જો કે તે પણ સત્ય છે કે લોકોને આ પસંદ નથી આવ્યું અને તેના માટે ઘણો મોટો વિવાદ પણ સામે આવ્યો છે.ઉલ્લેખનીય છે કે દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના થીમ સોંગને તૈયાર કરવાની જવાબદારી રેહમાનને આપવામાં આવી હતી. તથા રેહમાનની પ્રતિભા જોઈને તમામ લોકોને આશા હતી કે રેહમાન એક ધમાકેદાર ગીત તૈયાર કરશે. એટલું જ નહીં રેહમાને તો દાવો કર્યો હતો કે આ ગીત દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપના થીમ સોંગ વાકા વાક કરતા પણ વધારે લોકપ્રિય અને ધમાકેદાર હશે.s


ઐશ્વર્યા રાય બચ્ચન બિગ બીના નિશાના પર

ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના સસરા અમિતાભ બચ્ચનના સવાલોથી હવે બચી શકશે નહિ. આ વખતે એશ પોતાના પતિ સાથે નહિ પરંતુ અક્ષય કુમાર સાથે હોટ સીટ પર બેસશે.એશ અને અક્ષય પોતાની ફિલ્મ એક્શન રિપ્લેના પ્રમોશન માટે કેબીસીમાં આવવાના છે. આ માટે એશ અને અક્કીની તારીખો પણ નક્કી થઈ ગઈ છે. આ માટે ફિલ્મના નિર્માતા વિપુલ શાહની મંજૂરી પણ મળી ગઈ છે. એશ પહેલીવાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે ટીવીના પડદે જોવા મળશે.જોવાનું એ રહે છે કે, અમિતાભ પોતાની વહુને કઈ રીતે સવાલો પૂછે છે. તો એશ પોતાના સસરાના પૂછાયેલા સવાલોનો કઈ રીતે જવાબ આપે છે.

No comments:

Post a Comment