13 October 2010

ગુજરાતમાં મોદી સરકારના વિકાસ કાર્યોની જીત:ગડકરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ગુજરાતમાં મોદી સરકારના વિકાસ કાર્યોની જીત:ગડકરી

ગુજરાતમાં સ્થાનિક નગર નિગમોની ચૂંટણીમાં ભાજપની જીતને પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના વિકાસાત્મક કાર્યોની જીત ગણાવી છે. ગુજરાતના તમામ છ સ્થાનિક નગર નિગમોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે.ગડકરીએ ભાજપની જીત માટે ગુજરાતની જનતાને ધન્યવાદ આપતાં કહ્યું છે કે વાસ્તવમાં આ વિકાસની જીત છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિભિન્ન બંધારણીય સંસ્થાનો દુરુપયોગ કરીને રાજ્ય સરકારને બદનામ કરવાની કોશિશ કરી છે. એવામાં ગુજરાતની જનતાએ કોંગ્રેસને જોરદાર જવાબ આપી દીધો છે. ગુજરાતની જનતાએ આતંકવાદની પેરવી કરનારા નહીં, પણ વિકાસના પક્ષકારોનો સાથ આપ્યો છે.


ઇંગ્લેન્ડને હરાવી ભારત ફાઇનલમાં

હોકી સ્પર્ધાના સેમીફાઇનલના રોમાંચક મુકાબલામાં ભારતે ઇંગ્લેન્ડને ટાઇબ્રેકરમાં 5-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. નિર્ધારિત સમયમાં 3-3ની બરોબરી બાદ બન્ને ટીમો વચ્ચેના પરિણામ માટે ટાઇબ્રેકરની મદદ લેવામાં આવી હતી.આ પહેલા બન્ને ટીમોએ આક્રમક રમત દર્શાવી હતી. 17મી મિનિટે શિવેન્દ્રમાં શાનદાર મૂવ બનાવી હતી પરંતુ ગોલ કરવાની તક ગુમાવી દીધી હતી. પરંતુ બે મિનિટ પછી મળેલા પેનલ્ટી કોર્નરને સરવનજીત સિંહે ગોલમાં રુપાંતરીત કરી નાંખ્યો હતો. જેના કારણે ભારત 1-0થી આગળ થઇ ગયું હતું.પ્રથમ હાફની 35મી મિનિટે ઇંગ્લેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યો જેમાં જેક્સને ગોલ ફટકારીને સ્કોર લેવલ કરી નાંખ્યો હતો. બીજા હાફમાં અંગ્રેજી ટીમ ભારત પર ભારી પડી હતી અને ઇંગ્લેન્ડની સ્થિતિ ભારત સામે 3-1 કરી નાંખી હતી.


બિહારમાં ભાજપ નાનો ભાઈ નહીં: મોદી

બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીનું માનવું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોમાં રાજકારણ પ્રત્યે મહત્વકાંક્ષાઓ વધી છે અને એ જ કારણ છે કે ટિકિટોને લઈને ચારે બાજુ હંગામો મચ્યો છે. તેમણે એ માનવાથી ઈન્કાર કર્યો હતો કે બિહારમાં ભાજપ નાના ભાઈની ભૂમિકામાં છે.મોદીનું કહેવું છે કે ગઠબંધનની સરકાર કોઈ મનમુટાવ વગર પાંચ વર્ષ ચલાવવી એક મોટી ઉપલબ્ધિ છે. ભાજપમાં ટિકિટને લઈને મચેલા હંગામા સંદર્ભે પુછવામાં આવતાં મોદીએ કહ્યું હતું કે આજે લોકોમાં રાજકારણને લઈને મહત્વકાંક્ષા વધી છે. એવામાં લોકો ટિકિટ માટે હંગામો કરશે જ. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે હંગામો ઓછો છે.


માત્ર લોકસભા માટે ઉમેદવારો ઉતારીશ: બાબા રામદેવ

મારે ગાદી જોઈતી નથી, દેશને રોગ મુક્ત બનાવવા, ભ્રષ્ટાચાર મુક્ત કરવા અને લોકોને ભૂખથી મુક્તિ અપાવવો મારો મુખ્ય ઉદેશ્ય છે. આ વિચાર યોગગુરુ બાબા રામદેવે ચંબામાં પત્રકારો સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યા હતા.તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ રાજ્યની ચૂંટણીમાં ભાગ લેશે નહીં, પરંતુ લોકસભા ચૂંટણીમાં સારા ચરિત્રવાન લોકોને ઉતારવાનો પ્રયાસ કરશે. જેથી દેશમાં સારા કાયદા બને અને સારી નીતિઓ બનાવી શકાય. ભારત યાત્રાનો શુભારંભ તેમણે દ્વારિકાથી કર્યો હતો.તેઓ અત્યાર સુધીમાં ઉત્તર ભારતના પાંચ રાજ્યોનો પ્રવાસ ખેડી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રીરામે લંકાને જીતી હતી, પરંતુ રાજગાદી પર બેઠા ન હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કંસને મારીને મથુરાની વ્યવસ્થા બદલી, પરંતુ ખુદ રાજગાદી ગ્રહણ કરી ન હતી.તેમણે કહ્યું હતું કે પ્રત્યેક જિલ્લામાં તેઓ દરરોજ લાખો લોકોને સામુહિક રીતે વ્યસન મુક્ત થવાનો સંકલ્પ આપી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, કાળું ધન, ભ્રષ્ટ વ્યવસ્થા અને વિદેશી કંપનીઓના ષડયંત્ર વિરુદ્ધ એકજૂટ કરી રહ્યાં છે.


ચિલીમાં 69 દિવસ બાદ બે ખાણ મજૂર સુરક્ષિત બહાર આવ્યા

લગભગ બે મહિના સુધી ખાણમાં ફસાયેલા 33 ખાણ મજૂરોને બહાર કાઢવાનું કામ આજે સવારે શરૂ કરી દેવાયું છે. આજે સવારે 31 વર્ષીય ફ્લોરેસિયો અવાલોસ અને મારિયો સેપલવેડા નામના બે ખાણ મજૂરો સુરક્ષિત બહાર લવાયા છે. ખાણ મજૂરોને બહાર કાઢવાનું અભિયાન ભારતીય સમય પ્રમાણે આજે સવારે સાડા ચાર વાગ્યાથી શરૂ થઈ ગયું છે.સમાચાર એજન્સી ડીપીએ પાસેથી મળતી માહિતી અનુસાર આ ખાણિયાઓને બહાર કાઢવા માટે 54 સેન્ટીમિટર પહોળી એક કેપ્સુલ નીચે મોકલવામાં આવી છે, જેમાં બે ખાણ મજૂર બહાર આવી ગયા છે. આ કેપ્સુલ ફોનિક્સ નામની એક ખાસ ધાતુમાંથી બનાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ખાણ મજૂરોને બહાર કાઢવાની અંતિમ તૈયારીઓ ગઈકાલે રાતથી જ શરૂ કરી દેવામાં આવી હતી. ખાણ મજૂરોને બહાર કાઢવાની પ્રક્રિયાનું અહીંયા સીધુ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ખાણ મજૂરોને સુરક્ષિત બહાર આવેલા જોઈ અહીંના લોકોનો હરખ નહોતો સમાતો.



કોંગ્રેસના કારમા પરાજયથી હાઇકમાન્ડ નારાજ

ગુજરાતની છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના રકાસથી કોંગ્રેસ હાઇકમાન્ડ ખફા થઈ છે અને પંચાયતોની ચૂંટણી પછી પ્રદેશમાં મોટા પાયે સાફસૂફીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતના ચૂંટણી પરિણામોના દિલ્હીમાં પણ ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ કોંગ્રેસને પડેલાં ફાંફાંથી દિલ્હીના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ હોવાના સમાચાર કોંગ્રેસનાં વર્તુળોમાંથી પ્રાપ્ત થયાં છે.ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ નબળી હોવાની બાબતથી કોંગ્રેસ હાઇકમાન્ડ સારી રીતે વાકેફ છે, પરંતુ આટલી હદે કોંગ્રેસનું ધોવાણ થશે તેની કલ્પના પણ ન હતી. હાઇકમાન્ડની નારાજગીથી પ્રદેશના નેતાઓની મુસીબતમાં વધારો થાય તો નવાઈ નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતના શહેરી વિસ્તારોમાંથી ભાજપનો જનાધાર ઘટી રહ્યો હોવાની દલીલ ગુજરાતના કોંગી નેતાઓ દિલ્હીમાં હાઇકમાન્ડ સમક્ષ વારંવાર વ્યક્ત કરતા રહ્યા છે.પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત દલિત, ઓબીસી વોટબેન્કમાં ભાજપે પાડેલા ગાબડાનો પ્રદેશના નેતાઓ પાસે કોઈ જવાબ નથી. આ પરિણામોની સીધી અસર આગામી પંચાયતોની ચૂંટણી પર ચોક્કસ પડશે ત્યારે કોંગ્રેસના નેતાઓ માટે તો ‘મા મને કોઠીમાંથી બહાર કાઢ’ જેવી સ્થિતિ છે.


હવે સચિન બની ગયો ‘ડોન’!

ઓસ્ટ્રેલિયાના પ્રમુખ અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડ દ્વારા કરવામાં આવેલા એક ઓન-લાઈન સર્વેમાં વાચકોને પૂછવામાં આવ્યું હતું કે શું હાલના સમયમાં સચિન તેંડુલકર ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજ ખેલાડીઓની સરખામણીમાં શ્રેષ્ઠ છે.આ સવાલના જવાબમાં ઓસ્ટ્રેલિયામાં 14,500 કરતા પણ વધારે લોકોએ હકારાત્મક જવાબ આપ્યો હતો. જેની ટકાવારી ગણવામાં આવે તો તે 85 ટકા જેટલી થતી હતી. જો કે અખબાર માટે આ ઘણો મોટો પડકારજનક સવાલ હતો કેમ કે તેણે આ સવાલ સર ડોન બ્રેડમેન જે દેશના છે તે દેશના લોકોને જ પૂછ્યો હતો.જો કે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પોલમાં ભાગ લેનારા મોટા ભાગના લોકોએ એટલે કે 85 ટકા જેટલા લોકોએ તે વાતને સમર્થન આપ્યું હતું કે સચિન તેંડુલકર ક્રિકેટ જગતનો મહાનત્મ બેટ્સમેન છે.


બિગ બીને પહેલી વાર જોયા અને જયા પ્રેમમાં પડી

અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી વચ્ચે 37 વર્ષથી સંબંધ છે. અભિમાન ફિલ્મમાં અમિતાભ અને જયાએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. શોલે ફિલ્મ સાઈન કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.અમિતાભ-જયાનો આ 37 વર્ષ જૂનો સંબંધ આજે યુવાનો માટે એક ઉદાહરણરૂપ છે. અમિતાભ અને જયાએ 3 જૂન 1973ના રોજ બંગાળી રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા.જયાના નિકટના મિત્રોના મતે અમિતાભ એક લાકડી જેવા દેખાય છે.આ સમયે બિગ બી ઘણાં જ પાતળા હતા અને તેમની આંખો મોટી મોટી હતી.મિત્રોની આ વાત પર જયા સખ્ત ઝઘડી હતી અને કહ્યું હતું કે, તે (અમિતજી) અન્ય કરતાં અલગ છે. જયાના મતે આ પ્રથમ નજરનો પ્રેમ છે.


એવી તે ક્યાં વ્યસ્ત છે એશ્વર્યા કે?

એશ્વર્યા રાય બચ્ચન આજકાલ એટલી તે વ્યસ્ત છે તે તેની પાસે અક્ષય કુમાર માટે સમય જ નથી. અક્ષય કુમારે એકલે હાથે જ ફિલ્મ એક્શન રિપ્લેનાં પ્રોમોશનનું બીડુ ઉપાડ્યું છે.એશ્વર્યાનું શિડ્યુલ હાલમાં એકદમ ટાઈટ છે. તે દીવાળી સુધી જરાં પણ ફ્રી નથી. તેથી જ તે અક્ષયને ફિલ્મનાં પ્રોમોશન માટે સમય ફાળવી શકતી નથી. તેથી જ અક્ષયને ફિલ્મનાં પ્રોમોશન માટે ઘણી તકલીફ પડી રહી છે.


સુરત : ભાજપ સદી ચૂક્યો, કોંગ્રેસની આબરૂ માંડ બચી!

સુરત મહાપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. ૧૧૪ બેઠકોમાંથી ૯૮ બેઠકો સાથે ભાજપે ફરી સત્તા મેળવી છે. જ્યારે કોંગ્રેસે ૧૪ બેઠકો મેળવીને જ સંતોષ માનવો પડ્યો છે. આ સિવાય વોર્ડ નંબર-૩૦ ઉધનામાં અપક્ષ ઉમેદવાર પ્રકાશ દેસાઈ ફરી વિજેતા બનીને મેદાનમાં આવી ગયા છે. તો વોર્ડ નંબર-૨૭ ડુંભાલમાં અક્રમ અન્સારીએ એનસીપીએ પાંચ વર્ષ પછી ફરી પાલિકામાં ખાતુ ખોલાવી આપ્યું છે.ભાજપના ઉમેદવારોને જ્યાં હારનો ડર હતો તેવી બેઠકો તેમણે અંકે કરી લીધી છે. પણ સાથે જ્યાં જીત નિશ્વિત લાગતી હતી તેવી બે પેનલો ઝૂંટવવામાં કોંગ્રેસને સફળતા મળી છે. વોર્ડ નંબર-૧૩ મુગલીસરાની બેઠકના પરિણામે ભાજપને ધાર્યા મુજબનો ઝાટકો આપ્યો હતો કેમકે અહીં કોંગ્રેસની આખી પેનલ શિલ્પા શેઠ, નઈમુદ્દીન રિફાઈ અને ભૂપેન્દ્ર સોલંકી આસાનીથી ચૂંટાઈ આવ્યાં હતાં.પાલિકાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે મુગલસરાઈ અંકે કરી તો લીધી છે પણ તેની બેઠકમાં નુકસાન વેઠવું પડ્યું છે. અલબત્ત મોટું ગાબડું નથી પડ્યું પરંતુ ચારે બેઠક ગુમાવવી પડી છે. જ્યારે કોંગ્રેસને ફાયદો તો થયો છે પરંતુ માત્ર બે જ બેઠકો વધારે મળી છે. ભાજપને સત્તા મેળવવવા માટેનો વિશ્વાસ તો હતો પરંતુ તેની બેઠકોમાં વધારો થાય તેવો પણ આત્મવિશ્વાસ હતો.


પ્રફુલ પાનસેરિયા ઉર્ફે ચૂંટણીના સચિન તેંડુલકર

કોર્પોરેટર તરીકે મળતી ગ્રાન્ટ પૂરેપૂરી વાપરનારા તે પહેલા કોર્પોરેટર હતા. એ ઉપરાંત અન્ય કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ પણ તેમણે પોતાના વિસ્તારમાં કર્યો હતો. ૨૦૦૬ના વર્ષમાં પૂર આવ્યું ત્યારે લાઉડ સ્પીકર પર લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી તેમણે લોકોનું અને મિલકતનું રક્ષણ કર્યું હતું. રાજ્યમાં સૌથી વધુ લીડ મેળવનારા યુવા કોર્પોરેટર પ્રફુલ પાનસેરિયાનો પ્રતિભાવ જાણવા માટે જ્યારે સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રમાણિકપણે લોકોની સેવા કરી તેનું આ પરિણામ છે.

No comments:

Post a Comment