11 October 2010

સચિન તેંડુલકર : હું મારૂ સપનુ જીવી રહ્યો છું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



સચિન તેંડુલકર : હું મારૂ સપનુ જીવી રહ્યો છું

રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં બેટિંગ આઈકોન સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીના 14000 રન પૂરા કરીને એક નવી સિદ્ધિ નોંધાવ્યા બાદ જણાવ્યું હતું કે તેનું નાનપણનું સપનું હતું કે તે દેશ માટે રમે અને તેથી જ તે છેલ્લા 20 વર્ષથી પ્રત્યેક ક્ષણનો આનંદ માણી રહ્યો છે.સચિને કહ્યું હતું કે હું હંમેશા મારી રમત પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત રાખુ છું. જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું, ત્યારે મારા કોઈ ધ્યેય નહોતા પરંતુ હું હંમેશા મારા દેશ માટે ઉત્તમ પ્રદર્શન કરવા ઈચ્છતો હતો. અને હું જ્યાં સુધી મારા દેશ માટે રમતો રહીશ મારૂ ધ્યેય આ જ રહેશે. તેણે ઉમેર્યુ હતું કે ભારત માટે 20 વર્ષ સુધી રમવું તે ઘણી જ ભવ્ય વાત છે.માસ્ટર બ્લાસ્ટરે કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક વર્ષોથી ગેરી કર્સ્ટન સાથે સખત મહેનત કરી રહ્યો છે અને ટીમ પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે.


ડેસ્ટિનીથી ઇનડોર સુધી મુન્ની છવાઈ ગઈ!

અડાજણના જીવન સૌરભ ટ્રસ્ટ દ્વારા ઇનડોરમાં શનિવારે યૌવન હિલોળે ચડ્યું હતું. દીપક આનંદજી ગ્રુપના યંગસ્ટર્સના ધબકતા સૂરો પર ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા હતાઘોડદોડ રોડના સૌથી મોટા મિલેનિયમ ગ્રુપના ખેલૈયા શનિવારે મરુન કુર્તા અને સફેદ ઝગ ઓઢણી સાથે ગરબામાં ઊતર્યા હતા, જ્યારે સુરતના પ્રખ્યાત રાહુલનું ખેલૈયા ગ્રુપ સૌથી નોખું તરી આવતું હતું. જુવાનો ફિરોઝી રંગના ઝબ્બામાં અને ગોરીઓ મલ્ટીકલરના ઘાઘરા પર બાંધણીની ફિરોઝી ઓઢણીમાં રંગ જમાવતી હતી.


શાકાહારી હોવા છતાં પણ હોટ એન્ડ સેક્સી...!

વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે, જ્યાં મોટાભાગના લોકો શાકાહારી છે. વિશ્વમાં શાકાહારી બનો તે રીતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શાકાહારી જીવન જીવવાનો રસ્તો છે પરંતુ બોલિવૂડ માટે આ એક ફેશન હોય તેમ લાગે છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ સાત દિવસ એટલે કે 1 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર સુધી વર્લ્ડ વેજીટેરિયન ડે મનાવવામાં આવે છે. સમીરા રેડ્ડીએ પણ શાકાહારી બની છે. તેણે કહ્યું હતું કે, શાકાહારને કારણે આરોગ્ય સારૂં રહે છે.બોલિવૂડ સ્ટાર્સ આરોગ્ય, પર્યાવરણ, પ્રાણીઓને લઈને ઘણાં જ ચિતિંત છે અને તેથી જ તેઓ કહી રહ્યા છે કે, ગો ગ્રીન, ગો વેજીટેરિયન...


ધોરાજીના શિક્ષિકાએ બોલપેન મારી ધો.4ના વિદ્યાર્થીની આંખ ફોડી નાખી

ધોરાજીના કુંભારવાડામાં આવેલી મારૂતિ વિદ્યાલયની શિક્ષિકાએ લેશન નહીં કરનાર માસૂમ વિદ્યાર્થીને આંખમાં બોલપેન મારી આંખ ફોડી નાખતા શિક્ષણ અને વાલી જગતમાં ભારે ચકચાર જાગી છે.મારૂતિ વિદ્યાલયમાં ધોરણ-૪માં અભ્યાસ કરતા સ્મિત જીતુભાઇ ચૌધરી (ઉ.વ.૯) એ લેશન કર્યું ન હોવાથી ટીચર કિંજલબેન વિંજુડાએ સ્મિતને ઠપકો આપ્યા બાદ ઉશ્કેરાઇને આંખમાં બોલપેન મારી ગંભીર ઇજા કરી હતી.ઘવાયેલા વિદ્યાર્થીને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. માસૂમના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષિકા કિંજલબેન અને સંચાલક દુશ્યંત ભટ્ટ સામે ગુનો દાખલ કર્યો હતો.


નોકિયાનો એકદમ સસ્તો સ્માર્ટફોન લોન્ચ

મોબાઇલ ફોન બનાવનારી ફિનલેન્ડની પ્રખ્યાત કંપની નોકિયાએ વ્યાજબી કિંમતે વાઈ ફાઈ ટેક્નોલૉજીથી સજ્જ મોબાઇલ ફોન લૉન્ચ કર્યો છે. નોકિયાનો આ નવો મોબાઇલ છેસી3 માં વાઈફાઈ કનેક્ટીવિટી સાથે યાહૂ, એમએસએન, જીટૉક અને ઓવી ઉપર ચેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે આ ફોનની કિંમત માત્ર 6450 રૂપિયા રાખવામાં આવી છે.આ ફોનની ખૂબિઓની લિસ્ટ ખાસ્સી લાંબી છે. આ મોબાઇલમાં ફેસબુક, ટ્વિટરના લાઇવ અપડેટ્સ, ક્વાર્ટી કી પેડ, એફએમ અને મ્યૂઝીક પ્લેયર પણ ઉપલબ્ધ કરાવાયું છે.આ ફોનમાં 2મેગાપિક્સલનો કેમેરો છે. કંપનીને આશા છે કે નોકિયાનો આ નવો ફોન યુવાનોને ખાસ ગમશે કારણ કે તેને યુવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.


ભાજપી ઉમેદવારની પત્નીએ પૂર્વ MLAનાં કપડાં ફાડી નાખ્યાં

કાલુપુર વોર્ડમાં મતદાનપ્રક્રિયા શરૂ થવાની સાથે જ પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રી અને ભાજપના ઉમેદવાર કૃષ્ણવદન બ્રહ્નભટ્ટ ઉર્ફે કોકો વચ્ચેનો વિખવાદ ફરીવાર ચરમસીમા પર આવી પહોંચ્યો હતો. ભૂપેન્દ્ર ખત્રી પોતાનો મત આપી બહાર આવ્યા ત્યારે કૃષ્ણવદનની પત્નીએ તેમનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં. કાલુપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.ભૂપેન્દ્ર ખત્રી મ્યુનિ.ની સ્કૂલ નં- ૧૨માં મત આપવા માટે ગયા હતા. ત્યારે કૃષ્ણવદન બ્રહ્નભટ્ટના ટેકેદારોએ ભૂપેન્દ્ર ખત્રીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કૃષ્ણવદનની પત્ની સંગીતા બ્રહ્નભટ્ટ ત્યાં આવી પહોંચી હતી અને ભૂપેન્દ્ર ખત્રીને ગાળો આપી માથાના ભાગે માર માર્યા બાદ તેનો ઝભ્ભો ફાડી નાંખ્યો હતો.


બિગ બીને અભિનેતા નહિ પણ એન્જીનિયર બનવું હતું

બિગ બીને એન્ગ્રી યંગમેન, શહેનશાહ કે પછી કોઈ પણ નામથી બોલાવો, આ તમામ નામો અમિતાભ બચ્ચન આગળ નાના હોય તેમ જ લાગે છે. આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ અમિતાભ 68 વર્ષ પૂર્ણ કરશે. આજે આ ઉંમરે પણ બિગ બીની કામ કરવાની ધગશ અને ઉત્સાહ કોઈ યુવાને પણ શરમમાં મૂકી દે છે.અમિતાભ બચ્ચનનો જન્મ 1942માં 11 ઓક્ટોબરના રોજ અલ્હાબાદમાં થયો હતો. અમિતાભને તેમના માતા-પિતા મુન્ના અને મિત્રો અમિત કહીને બોલાવતા હતા.


વડોદરામાં સરેરાશ ૪૩.૫૫ ટકા મતદાન

૨૫ વોર્ડમાં સૌથી વધુ મતદાન વોર્ડનં.૧૮માં તો સૌથી ઓછું મતદાન વોર્ડનં ૧૪માં થયું હતું. ધીમી ગતિએ ચાલેલી મતદાન પ્રક્રિયા બપોર બાદ વેગલી બનતા ટકાવારી વધી હતી. એકંદેર શાંતીપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું.સેવાસદનના ૨૫ વોર્ડની ૭૫ બેઠક માટે ૧૩૭૦ મતદાનમથકો પર લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારે આઠ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. સવારે આઠ થી દશ વાગ્યા સુધીના પ્રથમ બે કલાાકમાં ૫.૮૮ ટકા કંગાળ મતદાન નોંધાયું હતું.બપોરના બાર વાગ્યા સુધીમાં ૧૭.૬૧ ટકા મતદાન નોંધાયું હતું. બપોરે બે વાગ્યા સુધીમાં ૨૮.૫૬ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કયોઁ હતો સાંજે ચાર વાગ્યા સુધીમાં ૩૯.૪૬ ટકા મતદાન થયું હતું. આજે બપોર સુધી મતદાનમથકોમાં કાગડા ઉડતા ઉમેદવારોએ તાબડતોબ વાહનો દોડાવીને મતદારોને મતદાનમથકે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી હતી. જેના કારણે છેલ્લા બે કલાકમાં મોટી સંખ્યામાં મતદાન થયું હતું.

ગોડાદરા : સિવિલની બેદરકારીના કારણે માતાનો લાડકવાયો છિનવાયો

ગોડાદરાની પ્રિયંકા ટાઉનશીપ-૧માં રહેતા સંદીપભાઈ પાંડેના પત્ની સુનિતાબહેન (૨૦)ને પ્રસૂતિ માટે ગઈ તા. ૨૮-૯-’૧૦ના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ હતી પરંતુ તેનું વજન માત્ર ૧.૩ કિલો હોવાના કારણે આ બાળકને નર્સરી વોર્ડમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. કાચની પેટીમાં રાખ્યું ત્યારથી દર બે કલાકે આ નવજાત શિશુને માતાનું દૂધ પીવડાવાતું હતું.શનિવારે રાત્રે ૩.૦૦ વાગ્યે માતાનું દૂધ પીવડાવ્યા બાદ જ્યારે ૫.૦૦ વાગ્યે દૂધ પીવડાવવાનું થયું ત્યારે કાચની પેટીમાંથી બાળક ગાયબ હતું! એ સાથે જ પાંડે પરિવારે હાંફળાફાંફળા થઈ બાળકની શોધ આદરી હતી. આમ છતાં બાળકની ભાળ ન મળતાં આખરે ખટોદરા પોલીસ મથકમાં બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન રવિવારે સાંજે ૬.૦૦ વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ત્રણની પાછળ નવા બાંધકામનું ખોદકામ ચાલે છે ત્યાંથી એક કૂતરું બાળકને મોઢામાં લઈ પસાર થઈ રહ્યું હતું તેના પર એક મજુરનું ધ્યાન પડતાં મજુરે પથ્થર મારી બાળકને કૂતરાના મોઢામાંથી છોડાવ્યું હતું અને બાળકની લાશ મળી હોવાની જાણ ખટોદરા પોલીસને કરાઈ હતી.નવા સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ કલોક સિક્યુરિટી તેમજ સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા છે આમ છતાં કોઈ માણસ આ રીતે વોર્ડમાંથી બાળકનું અપહરણ કરી જાય છતાં પકડાય નહીં એ તે કેવી સલામતીની વ્યવસ્થા! આટલું અધૂરું હોય તેમ બાળક બદલાઈ જવાની અને ચોરાઈ જવાની ઘટનાને ધ્યાને લઈ બાળકને બઝર ચિપ લગાડવાની વ્યવસ્થા પણ કરાઈ હતી.

૧૦-૧૦-૧૦ લકી ડેના ૧૦ પ્રથમ બાળકો

તા. ૧૦-૧૦-૧૦ના રોજ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન ભલે નીરસ રહ્યું હોય પરંતુ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં રવિવવારે ૮ બાળકી અને બે બાળકો મળી ૧૦ બાળકોનો જન્મ થયો હતો. બાળકોના માતાપિતા સાથે ગાયનેક વોર્ડનો સ્ટાફના ચહેરા પર પણ અનેરી ખુશી જોવા મળી હતી.સ્મીમેરમાં ૧૦-૧૦-૧૦ની તારીખ શરૂ થતાં જ રૂપાલીબેન દિનેશભાઈ પાટીલ (રહે. ૧૪૩, ત્રિકમનગર નિલગીરી)એ બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી સહિત રવિવારે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી સ્મીમેરમાં કુલ ૧૦ બાળકોનો જન્મ થયો હતો. આ બાળકોમાં ૮ પુત્રી હતી જ્યારે બે પુત્રો હતા. જેમાંથી ત્રણ બાળકીના માતા-પિતા તેમની પુત્રીના નામ અંબે માંના નામ પરથી રાખશે.


પાંચના ટકોરે સટ્ટાબજાર સક્રિય

આ વખતે પણ કોર્પોરેશનની ચૂંટણીમાં લાખોનો સટ્ટો રમાઇ રહ્યો છે. પ્રાપ્તથયેલી માહિતી મુજબ સટ્ટા બજારમાં ગત ચૂંટણીની માફક આ વખતે પણ ભાજપ હોટ ફેવરિટ છે અને ભાજપની ૫૦ સીટનો ભાવ હાલ ૭૦ પૈસા ચાલી રહ્યો છે. નવા સીમાંકનના કારણે અનેક વોર્ડનાં પરંપરાગત પરિણામો બદલાઇ શકે તેમ હોવાના કારણે મુખ્ય બુકીઓ પણ ખૂબ જ સાવચેતી દાખવીને સટ્ટો રમાડી રહ્યા છે. ચૂંટણી પર સટ્ટો રમાડતાં બુકીઓની સંખ્યાંમાં પણ આ વખતે ઘણો ઘટાડો નોંધાયો છે.આમ છતાં સટ્ટાબજારમાં હાજ જે સટ્ટો રમાઇ રહ્યો છે, તેમાં ભાજપના ૫૦ ઉમેદવારનો ભાવ હાલ ૭૦ પૈસા ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના ૨૦ ઉમેદવારનો ભાવ રૂ.૩.૨૦ ચાલી રહ્યો છે.આ રીતે જોતાં કોર્પોરેશનમાં સટોડિયાઓના મતે ભાજપ ફરી સત્તા પર આવશે તેમ જણાઇ રહ્યું છે.

No comments:

Post a Comment