visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
મહાનગરપાલિકાની ચૂંટણીના ફરી ચાલ્યો મોદીનો જાદૂ
મહાનગરપાલિકાની ચૂંટણીના જેમ જેમ પરિણામો આવતા જઈ રહ્યા છે તેમ તેમ ભાજપના કેમ્પમાં ઉત્સાહ અને કોંગ્રેસમાં હતાશા જોવા મળી રહી છે. ભાજપના ઝળહળતા વિજયનો તમામ યશ કાર્યકરો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે.નોંધનીય છે ભાજપના પ્રચારની મુખ્યકમાન ખૂદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી હતી. અને 20 જેટલી જાહેર સભાઓ ગજવી હતી. તેમજ કાર્યકરોના સાત સંમેલનો સંબોધ્યા છે.જો કે આઠ દિવસના ચૂંટણી પ્રચારમાં ભાજપે રાષ્ટ્રીય નેતાઓને પણ મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ કાર્યકરો વિજય માટે ફક્તને ફક્ત મુખ્યમંત્રી મોદીના મેજિકને જવાબદાર ગણી રહ્યા છે.
સચિન બાદ ટીમનો ધબડકો, 495 રને ઓલ-આઉટ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની શાનદાર બેવડી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાના 478 રનના જંગી સ્કોરને પાર કરીને 17 રનની નજીવી લીડ મેળવી છે. ભારત તરફથી સચિને શાનદાર બેવડી સદી ફટકારતા 214 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા તરફથી પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા પીટર જ્યોર્જે સચિનની મહત્વની વિકેટ સહિત બે વિકેટ લીધી હતી. જ્યારે જ્હોનસને 3 અને હોરિટ્ઝે પણ 2 વિકેટ લીધી હતી.સચિનના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો. 486 રનના સ્કોરે સચિનના રૂપમાં ભારતી છઠ્ઠી વિકેટ પડ્યા બાદ સમગ્ર ભારતીય ટીમ 495 રને તંબૂ ભેગી થઈ ગઈ હતી. સચિન બાદ કોઈ પણ બેટ્સમેન કાંગારૂઓ સામે ટકી શક્યા નહોતા.આ પહેલા ચોથા દિવસની શરૂઆતમાં બેટિંગ આઈકોન સચિન તેંડુલકરે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં સચિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી અને ઓસ્ટ્રેલિયા સામે બીજી બેવડી સદી ફટકારી હતી.
ફિલાડેલ્ફિયામાં ઈનામ માટે ઓબામા સામે કપડા ઉતાર્યા
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે ફિલાડેલ્ફિયામાં રવિવારે એક શખ્સે જાહેરમાં કપડા ઉતારી દીધા હતા. તેણે આ કામ 10 લાખ ડોલરનું ઈનામ જીતવા માટે કર્યું હતું. એક બ્રિટિશ અબજપતિ એલ્કી ડેવિડે પોતાની વેબસાઇટને પ્રમોટ કરવા માટે ઓગસ્ટમાં આ ઈનામ જાહેર કર્યું હતું.ઈનામ મેળવવા માટે તેણે 6 વખત ઓબામાની નજરો સામે આ વેબસાઇટનું નામ બૂમો પાડીને બોલવાનું હતું. આ ઉપરાંત તેણે શરીર પર આ વેબસાઇટનું નામ પણ લખવાનું હતું. ડેવિડે સલાહ આપી હતી કે જ્યાં નગ્ન થવાનું કાયદેસર હશે, ત્યાં જ આ કામ કરવામાં આવે. જુઆન નામના આ વ્યક્તિએ એ સમયે જ આ પરાક્રમ કરવાનો પ્રયત્ન કર્યો જ્યાં ઓબામા એક રેલીને સંબોધી રહ્યા હતા. જુઆનની હવે ધરપકડ કરી લેવાઈ છે.
ગર્ભવતી મહિલાને કહ્યું, ‘બુરખો હટાવ’
અદાલતમાં એક ગર્ભવતી મુસ્લિમ મહિલાને ચહેરા પરથી બુરખો હટાવવા માટે કહેવામાં આવ્યું, જેથી તેના ચહેરાના હાવભાવ પારખી શકાય. સ્થાનિક ન્યુઝપેપર ડેઇલી મેઇલ પ્રમાણે જ્યોર્જિના રિચર્ડ આઠ મહિનાની ગર્ભવતી છે. તેણે પોતાના એક જૂના મિત્ર પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.જ્યોર્જિનાનો એવો આરોપ હતો કે તેના મિત્ર ઈસ્માઇલ મંગેરાએ તેના ચહેરા પર મુક્કા માર્યા હતા. લીસ્ટરની અદાલતમાં જજ લોરેન્સ ફોકનરે જ્યોર્જિનાને કહ્યું હતું કે સત્ય જાણવા માટે તેમણે બુરખો હટાવવો પડશે.
બિગ બોસના ઘરમાં સાક્ષીને ગર્ભવતી હોવાનો ડર
બિગ બોસ ચારની સૌથી યુવાસ્પર્ધક સાક્ષી પ્રધાનને ડર છે કે, તે ગર્ભવતી છે.સાક્ષી છેલ્લાં બે દિવસથી ઘણી જ તણાવમાં જોવા મળી હતી. સાક્ષીએ સારા ખાનને પોતાના ડરની વાત કરી હતી. સાક્ષીએ સારાને કહ્યું હતું કે, તે ગર્ભવતી હોય તેવું તેને લાગી રહ્યું છે.સાક્ષીને લાગી રહ્યું છે કે, તે ગર્ભવતી છે. સારા અને સાક્ષીએ શ્વેતા તિવારીને આ વાત કરી હતી. શ્વેતાએ સાક્ષીને સાંત્વના આપતા કહ્યું હતું કે, આમાં ચિંતા કરવા જેવું કંઈ નથી.શ્વેતાએ સાક્ષીને ગર્ભપાત અંગે પણ કહ્યું હતું. જો કે હજી સુધી એ નક્કી થઈ શક્યું નથી કે, સાક્ષી ગર્ભવતી છે કે, નહિ.
દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલ આગળ
ગુજરાત કોલેજ ખાતે ચાલી રહેલી મતગણતરી પ્રક્રિયામાં કોંગ્રેસના ગઢ ગણાતા દાણી લીમડા વોર્ડની ગણતરીમાં ત્રીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસની પેનલ આગલ નીકળી ગઇ હતી. વોર્ડ નં ૫૯ દાણીલીમડાની ગણતરીમાં સતત ત્રીજા રાઉન્ડમાં પણ કોંગ્રેસના તમામ ઉમેદવારો આગળ રહેતા કોંગીઉ મેદવારો ખુશખુશાલ નજરે પડતાં હતા જ્યારે ભાજપના ઉમેદવારો હતાશ થઇ ગયા હતા.
સોરઠ અને કાઠિયાવાડમાં ઝાપટાંથી ચાર ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ તોફાની પવન વચ્ચે સોરઠ, ગોહિલવાડ અને કાઠિયાવાડમાં ઝાપટાંથી ચાર ઈંચ સુધીનું પાણી પડી ગયું હતું. જ્યારે રાજકોટ જિલ્લાના વાંકાનેર પંથકમાં અમુક સ્થળે ઝાપટાં પડ્યા હતા. જ્યારે મોડીસાંજે શાપરમાં ગાજવીજ સાથે એક ઇંચ પાણી પડ્યું હતું. તો ગોંડલ પંથકમાં ઝરમર ઝાપટા વરસ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુરમાં રાત્રિના અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પોરબંદર જિલ્લો કોરો રહ્યો હતો. ભાદરવાના અંતે સતત બીજા દિવસે વરસાદ વરસતાં ખરીફ પાકને વ્યાપક નુકસાનીની ભીતિ વચ્ચે ભૂમિપુત્રો ચિંતાતૂર બન્યા છે.સોરઠ માં જાણે અષાઢી માહોલ છવાયો હોય તેમ સોમવારે સતત બીજા દિવસે ઝાપટાંથી માંડી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં વિસાવદરના રતાંગ સહિતના ગામડાંઓમાં એકથી ચાર, ઊનાના જામવાડામાં પોણા બે, ટિંબીમાં દોઢ, સાસણમાં દોઢ, જુનાગઢ-વંથલી પોણો અને કોડીનારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ છુટાછવાયા ઝાપટાં વરસ્યા હતા. સતત બીજા દિવસે વરસેલા વરસાદના કારણે અનેક સ્થળે ફરી વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment