15 October 2010

હોકીમાં છેલ્લે છેલ્લે નિરાશ કર્યા, રજતથી સંતોષ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



હોકીમાં છેલ્લે છેલ્લે નિરાશ કર્યા, રજતથી સંતોષ

ભારતે કોમનવેલ્થ ગેમ્સની હોકી ટૂનૉમેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તે ફાઇનલમાં ચકનાચુર થઈ ગઈ અને વિશ્વમાં મોખરાના ક્રમની ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને ૮-૦થી હરાવીને ગોલ્ડમેડલ જીતી લીધો હતો. આ સાથે ભારતે હોકીમાં સિલ્વરમેડલથી સંતોષ માનવો પડ્યો હતો.ગુરુવારે અહીંનાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે રમાયેલી હોકીની ફાઇનલમાં વડાપ્રધાન મનમોહનસિંઘ ઉપરાંત ભૂતપૂર્વ ઓલિમ્પિયન અશોક ધ્યાનચંદ, બલબિરસિંઘ સિનિયર અને અજિતપાલસિંઘ જેવા મહાન ખેલાડીઓની હાજરી પણ ભારતને પ્રોત્સાહિત કરી શકી ન હતી. સમગ્ર મેચ દરમિયાન ભારત પાસે કોઈ ધારદાર રમત ન હતી તો સાથે સાથે કોઈ રણનીતિ પણ જોવા મળતી ન હતી.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ હાફમાં ચાર ગોલ નોંધાવીને પોતાનો વિજય નક્કી કરી લીધો હતો અને એ પછી તો ભારત જાણે મેચ પૂર્ણ કરવાની ઔપચારિકતા જ નિભાવી રહ્યું હતું.


ખેલગાંવમાં ઓસ્ટ્રેલિયાના એથ્લેટ્સની તોડફોડ

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભલે 19માં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ ટેલીમાં ટોચના ક્રમાંકે હોય પરંતુ તેઓનો વ્યવહાર વિજેતાઓને છાજે એવો ન હતો. ઓસ્ટ્રેલિયાના એથ્લિટોએ ખેલભાવનાથી વિપરીત વર્તન કર્યું હતું. ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલા 2-0થી કારમા પરાજયને ઓસ્ટ્રેલિયન એથ્લિટો પચાવી શક્યા નથી. ક્રિકેટમાં મળેલી હારથી ગુસ્સે ભરાયેલા ઓસ્ટ્રેલિયન એથ્લિટોએ સચિન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેલગાંવમાં તોડફોડ કરી હતી. ખેલગાંવમાં આઠમાં માળેથી આ ખેલાડીઓએ વોશિંગમશિનને નીચે ફેંક્યું હતું.ગેમ્સ વિલેજમાં તૈનાત દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યા અનુસાર મગંળવાર અને બુધવારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ પોતાના ટાવરમાં ઇલેક્ટ્રોનિક ફિટિંગ કાઢી નાંખ્યા હતા અને ફર્નીચર તોડી નાંખ્યા હતા. તેમજ આઠમાં માળેથી વોશિંગ મશિનને નીચે ફેંકી દીધું હતું.


બાય બાય દિલ્હી, ઓવર ટુ ગ્લાસગો

ભારતની અવિસ્મરણીય સિદ્ધિ (૩૮ ગોલ્ડ, ૨૭ સિલ્વર, ૩૬ બ્રોન્ઝ) તથા યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લેસર લાઇટ્સથી ઝળહળી ઉઠેલાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ૧૯મી કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થયું હતું. રંગારંગ કાર્યક્રમો દ્વારા પૂરા વિશ્વનાં લોકોએ ભારતની વિરાટ સંસ્કૃતિનો દબદબો નિહાળ્યો હતો. ગેમ્સના સમાપનમાં વડાપ્રધાન મનમોહનસિંઘ, ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઇંગ્લેન્ડના પ્રિન્સ એડવર્ડ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ જેકસ રોગે પણ હાજર રહ્યા હતા. સમાપન પહેલાં ૧૧ દિવસ સુધી ૭૧ કોમનવેલ્થ દેશના લગભગ ૬,૭૦૦ ખેલાડીઓએ પોતાનાં પ્રદર્શનથી વિશ્વને ચકિત કર્યું હતું.


રેક પર એથ્લેટ્સે રચ્યો સોનેરી ઈતિહાસ

૧૯મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સે બે ગોલ્ડમેડલ સહિત કુલ ૧૨ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. દિલ્હી ગેમ્સ પહેલાં ભારતે ગઇ ૧૮મી કોમનવેલ્થમાં એક ગોલ્ડ સહિત નવ મેડલ્સ જીત્યા હતા. એથ્લેટિકસમાં ભારતીય મહિલાઓએ ડસ્કિસ થ્રો અને ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં ગોલ્ડન પ્રદર્શન કર્યું હતું.ડિસ્કસ થ્રોમાં ક્રિષ્ના પૂનિયા, હરવંતકૌર અને સીમા એન્ટિલે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતીને આ સ્પર્ધામાં કલીન સ્વિપ કરી હતી. મનજિતકૌર, સાઇની જોશ, અશ્વિની ચિરાનંદા અને મનદીપકૌરની ટીમે ચાર બાય ૪૦૦ મીટર રિલેમાં પ્રથમ ક્રમાંકે રહીને એથ્લેટિકસમાં બીજો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતને અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં મિલ્ખાસિંઘે ૧૯૫૮માં સૌથી પહેલો ગોલ્ડમેડલ અપાવ્યો હતો.


ભાયંદરની પેટાચૂંટણીમાં ચાર પાટિલો વચ્ચે સ્પર્ધા

મીરા-ભાયંદર મહાનગરપાલિકાના વોર્ડ નં-૪૫ની પેટા ચૂંટણી માટે કુલ ચાર ‘પાટિલ’ ઉમેદવારો મેદાનમાં છે. ગુરુવારે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારે દસ્તાવેજો ચૂંટણી અધિકારીને સુપરત કરીને નામાંકન નોંધાવ્યું હતું. તેથી આ ચૂંટણીમાં શિવસેના, કોંગ્રેસ અને મનસે વચ્ચે ત્રિરંગી સ્પર્ધા જોવા મળશે.કોંગ્રેસના નગરસેવક પ્રફુલ્લ પાટિલની હત્યાને કારણે ખાલી પડેલી બેઠક માટે ૩૧ ઓક્ટોબરે આ પેટા ચૂંટણી યોજાશે. બુધવાર સુધીમાં શિવસેના તરફથી સ્વ. પ્રફુલ્લ પાટીલનાં પત્ની સંધ્યા અને મનસે તરફથી સુશાંત પાટિલે ઉમેદવારી પત્રો ભર્યા હતા.


આણંદ તાલુકાના બેડવામાં ગેસ બોટલ લીકેજ બાદ સળગતાં દોડધામ

બેડવા ગામે મોટી ખડકીમાં રહેતા મફતભાઇ પટેલેના ઘરે ચિખોદરા ધવલ ગેસ એજન્સીંનો કર્મચારી ગેસનો ભરેલો સીલપેક બોટલ મૂકવા આવ્યો હતો. કર્મચારીના ગયા બાદ મફતભાઇએ આ બોટલનું સીલ તોડી ઢાંકણું ખોલતાંની સાથે જ વાલ બહાર નીકળી ગયો અને સૂસવાટા મારતો ગેસ બહાર નીકળ્યો હતો. એ સમયે બાજુમાં સ્ટવ સળગતો હોઇ ગેસના બોટલમાં આગ લાગી ગઇ હતી.


શાળાની છાત્રા સાથે શિક્ષક કઢંગી હાલતમાં ઝડપાયો

ડનગર તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળાનો એક શિક્ષક આ જ શાળાની ધોરણ-૯ની એક વિદ્યાર્થિની સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ જતાં ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થિનીના પરિવારજનોએ ફરીયાદ કરવાનું ટાળતાં ગ્રામજનોએ લંપટ શિક્ષકને શાળામાંથી બરતરફ કરવા માંગણી કરી છે.સમગ્ર જિલ્લાના શિક્ષણજગતને કાળી ટીલી લાગડે તેવા આ બનાવની હકીકત એવી છે કે વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક માધ્યમિક શાળાનો શિક્ષક શાળાની ધોરણ ૯માં અભ્યાસ કરતી એક છાત્રા સાથે ગત ૩૦મી ઓગસ્ટના રોજ કઢંગી હાલતમાં ઝડપાઇ જતાં ગ્રામજનોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે.


ઊંઝામાં વીમો પકવવા મોતનું નાટક

ઊંઝા હાઇવે પર વર્ષ ૧૯૯૪માં બનેલ એક અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓને ઇજા થઇ હોવાનો ગુનો ઊંઝા પોલીસ મથકે નોંધાયો હતો. આ બનાવમાં વીમાની રકમ મેળવવાના હેતુ સાથે એક ટોળકીએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને એક વ્યક્તિના મોતનું ખોટુ નાટક ઉભુ કર્યું હતુ. આ બાબતે પોલીસ અને વીમા કંપનીની તપાસમાં આ નાટકનો પર્દાફાશ થતા ઊંઝા પોલીસે આઠ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.બોલીવુડની ફિલ્મોના પ્લોટને યથાર્થ સાબિત કરતા આ બનાવની પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ ઊંઝા હાઇવે પર આવેલ ધાણાદાળની ફેક્ટરી પાસે અકસ્માત થયો હોવાની લેખિત ફરિયાદ પ્રવિણભાઇ જોઇતારામ પટેલ દ્વારા ઊંઝા પોલીસ મથકે કરવામાં આવી હતી. આ ફરિયાદમાં સ્કુટરની ટક્કરે થયેલા આ અકસ્માતથી મણીભાઇ પીતાંબર પટેલ અને જીતુભાઇ અંબાલાલ પટેલ (બન્ને રહે.બ્રાહ્મણવાડા)ને ઇજા થઇ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ કેસ અંગે ફરિયાદના આધારે પોલીસે અશ્વિનભાઇ ભીખાભાઇ પટેલ(રહે.મહેસાણા) નામના શખ્સની અકસ્માત કરવા બાબતે અટકાયત કરીને બાદમાં તેને જામીન પર મુક્ત કર્યો હતો.


બિગ બોસમાં આજે પરિણામ

બિગ બોસના આજના એપિસોડમાં સલમાન ખાન આજે પરિણામ જાહેર કરશે.સમીર સોની, સીમા પરિહાર અને સાક્ષી પ્રધાન આ ત્રણમાંથી ગમે તે એક આજે બિગ બોસનું ઘર છોડીને જશે.જનતાના વોટને આધારે આ ત્રણમાંથી ગમે તે એકને ઘરની બહાર કાઢવામાં આવશે.


હવે, મોનિકા બેદીનો સ્વંયવર યોજાશે?

મોનિકા બેદી પોતાનો ભૂતકાળ ભૂલીને જીવનમાં આગળ વધવા માંગે છે. મોનિકા બેદીએ બિગ બોસ, દેસી ગર્લને કારણે જાણીતી બની હતી.હવે, મોનિકાએ પોતાના લગ્ન અંગે કેટલીક વાતો કરી હતી.મોનિકાએ થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન અને કરિયર અંગે વાત કરી હતી.મોનિકાએ સ્વંયવર અંગે જણાવ્યું હતું કે, રાખી સાવંતનો સ્વંયવર પૂરો થયો પછી અને રાહુલનો શરૂ થયો તે પહેલા ચેનલે તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ આખી વાત હસવામાં કાઢી દીધી હતી.


જ્હોનને 15 દિવસની જેલની સજા

બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેશ ડ્રાઈવિંગના એક કેસમાં જ્હોનને આ સજા આપવામાં આવી છે.મુંબઈની બાંદ્રા કોર્ટે વર્ષ 2006ના એક અકસ્માત કેસમાં જ્હોનને 15 દિવસની સજા ફટકારી છે.ઉલ્લેખનીય છે કે, જ્હોન હાલમાં પોતાની ફિલ્મ જૂઠા હી સહીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જ્હોન પુસ્તક વિક્રેતા બન્યો હોય છે. જ્હોન આ ફિલ્મમાં ખોટું જ બોલતો હોય છે અને તેની આસપાસ ફિલ્મની વાર્તા દર્શાવવામાં આવી છે.


શાહની જામીન અરજીની સુનાવણી ૨૨મી ઓક્ટોબર પર મુલત્વી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પુર્વગૃહમંત્રી અમીત શાહની જામીન અરજીની સુનાવણી ન્યાયમુતિg આર.એચ.શુકલએ ૨૨મી ઓકટોબર પર રાખી સીબીઆઇને નોટીસ પાઠવી છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં છેલ્લા અઢી મહીનાથી જેલમાં રહેલા અમીત શાહની જામીન અરજી સીબીઆઇ કોર્ટે નામંજુર કરતા તેમણે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.જે અંગેની આજે સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઇને નોટીસ ઇસ્યુ કરી કેસની વધુ સુનાવણી ૨૨મી ઓકટોબર પર મુકરર કરી છે.

કચ્છના અંજાર ખાતે ૫૯૯ કરોડનું ડિસ્ક્લોઝ
વેલસ્પન ગ્રૂપના અંજાર, મુંબઇ અને વાપીમાં આવેલા યુનિટમાં બે દિવસથી ચાલી રહેલી ઇન્કમટેક્સની કાર્યવાહી દરમિયાન આ ગ્રૂપના માલિકો દ્વારા અધધ રૂ.૫૯૯ કરોડનું ડિસ્ક્લોઝર કરવામાં આવ્યું હતું.માત્ર એક જ કંપની દ્વારા આવડી મોટી રકમના બેનામી વ્યવહારો મળી આવતાં ઇન્કમટેક્સના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કંપની પાસેથી પેનલ્ટી સહિતની કરચોરીની રકમ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના અંજાર ખાતે આવેલાં વેલસ્પનના યુનિટમાંથી ૩૫લાખ રૂપિયા રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું આઇ.ટી.ના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.


કોંગ્રેસના નેતા-ભાજપના માજી કોર્પોરેટરની ક્લિપિંગ ફરતી થઇ

શહેરના પશ્ચિમ વિસ્તારના કોંગી અગ્રણી અને ભાજપના માજી કોર્પોરેટરની વીડિયો ક્લિપિંગ ફરતી થતાં રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. શહેરના કોંગી ઉમેદવારોને હરાવવા કોંગી અગ્રણીએ ભાજપના માજી નેતાને રૂપિયાની લહાણી કરી હોવાનો યુવક કોંગ્રેસના અગ્રણીએ આક્ષેપ કરતાં ચકચાર મચી ગઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે કેમિકલના વેપારીએ દાવેદારી કરતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે ડેરા તંબૂ તાણી દીધા હતાં પરંતુ વેપારીને ટિકિટ નહિ મળતાં તેમણે એક પગ ભાજપ અને બીજો કોંગ્રેસની છાવણીમાં મુકી દીધો હતો.

No comments:

Post a Comment