visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
કોમનવેલ્થ ગેમ્સમાં ફાઈનલમાં ભારતની હાર
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની આક્રમક રમત અને શરૂઆતથી જ ગોલની લીડથી મેચ એકતરફી બની ગઈ હતી. મેચ એક તરફ બની જતાં દર્શકો નિરાશ થઈ ગયા હતા.ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના પ્રદર્શન આગળ ભારતના ખેલાડીઓનું પ્રદર્શન થોડું ફીક્કુ દેખાઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના આઠ ગોલના કારણે ભારતીય ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતાં.ભારતીય ટીમે 1998માં પ્રથમ વખત હોકી સ્પર્ધામાં ભાગ લીધો હતો. 2002માં તે કોમનવેલ્થ ગેમ્સમાં નહોતી રમી શકી. જ્યારે 2006માં તેને ચોથા સ્થાનથી જ સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમે તમામ ચાર વર્ષોમાં ભાગ લીધો હતો અને ત્રણ વખત ચેમ્પિયન બની હતી. અને આ વખતે પણ તેને ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો છે.
કર્ણાટક: યેદિયુરપ્પા બીજી વખત વિશ્વાસમત જીત્યા
વિધાનસુધા શરૂ થઈ તે પહેલા યેદિયુરપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતોકે, તેઓ બીજી વખત પણ વિશ્વાસનો મત જીતી જશે. અગ્યાર વાગતાની સાથે જ વિધાનસુધાની કામગીરી શરૂ થઈ હતી. સોમવારની સરખામણી આજના દ્રશ્યો એકદમ અલગ હતા. સોમવારે વિધાનસભ્યોએ ઉગ્ર દ્રશ્યો સર્જયા હતા, જ્યારે આજે વિધાનસભ્યો શાંત રહ્યા હતા. ભાજપના સભ્યોના ચહેરા પરથી જણાતું હતુંકે તેઓ વિજય માટે નિશ્ચિત છે. પાંચ અપક્ષ ધારાસભ્યો અને બળવાખોર ધારાસભ્યોને સ્પીકરના આદેશના પગલે વિધાનસુધામાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો.જે સ્પીકરની ખુરશીની ફરતે અને વેલમાં માર્શલની હાજરી ઉડીને આંખે વળગતી હતી. સવારે અગ્યાર વાગ્યે મુખ્ય એજન્ડાને પગલે સ્પીકરએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને વિશ્વાસના મતનો પ્રસ્તાવ મુકવા માટે કહ્યું હતું. ત્યારબાદ સ્પીકરએ વિધાનસભાના અધિકારીઓને 'મેન્યુઅલ હેડકાઉન્ટ' કરવા માટે કહ્યું હતું. જે અંતર્ગત અધિકારીઓ વ્યક્તિગત રીતે દરેક ધારાસભ્યો પાસે પહોંચ્યા હતા અને તેઓ વિશ્વાસમતના સમર્થનમાં છે કે વિરોધમાં તે અંગે મત લીધો હતો.
મોદીનો પાસપોર્ટ જપ્ત કરી લો
મોદી સામે ‘બ્લ્યૂ એલર્ટ’, હવે બની ગયા મોસ્ટ વોન્ટેડ
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી)એ મુંબઈ પાસપોર્ટ ઓફિસને મોદીને પાસપોર્ટ રદ કરવા માટે એક પત્ર લખ્યો છે. મોદીએ તપાસમાં સહયોગ આપવાની ના પાડતા ઈડી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.મોદીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફઈએમએ) નો ભંગ કરતા સો કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ઈડી દ્વારા મોદી સામે બ્લ્યૂ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં કથિત નાણાંકિય ગોટાળાઓ બાદ મોદીએ આઈપીએલના કમિશ્નર પદેથી સસ્પેન્ડ થવું પડ્યું હતું. જ્યારે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા મોદી સાથે તમામ સંબંધો તોડી નાંખવામાં આવ્યા છે.
આઘાતજનક : સોનિયા ગાંધીની રેલી માટે ઉઘરાણું
કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રના શુક્રવારે વર્ધા ખાતે ઝંડા મોરચો શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં ચલો સેવાગ્રામનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો વર્ધા ખાતે એકઠાં થવાના છે. જેના પગલે મોટાપાયા પર ખર્ચ થવાનું હોવાથી કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ દ્વારા મહારાષ્ટ્રમાંથી નાણા મંગાવવામાં આવ્યા હતા. આ અંગેનો ખુલાસો અજાણતા જ ખુદ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે કર્યો છે. અને આ મતલબની વીડિયો એક ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવી છે.નાગપુરમાં એક પત્રકાર પરિષદને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ માણિક રાવ ઠાકરે અને ભૂતપૂર્વ ટેક્સ્ટાઈલ પ્રધાન સતિષ ચતુર્વેદી સંબોધિત કરવાના હતા. આ માટે પત્રકારોના માઈક પણ ગોઠવાઈ ગયા હતા. આમ છતાં. બંને નેતાઓ વાતચીતમાં મશગુલ હતા. જેમાં બંનેને એમ કહેતા સાંભળી શકાય છેકે, વર્ધા ખાતે યોજાઈ રહેલી સોનિયા ગાંધીની રેલીને સફળ બનાવવા માટે તમામ પ્રધાનો પાસેથી રૂપિયા ત્રીસ થી ચાલિસ લાખની માગ કરવામાં આવી હતી. પરંતુ. પ્રધાનોએ દસ-દસ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન અશોક ચવ્હાણને રૂપિયા બે કરોડ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું.
ચીન અરુણાચલપ્રદેશ પર કબજો કરવાની તૈયારીમાં, ભારત ચિંતિત
ચીનની હરકતોએ એકવાર ફરી ભારત સરકારને ચિંતામાં મૂકી દીધી છે. ભારત સરકારને મળેલા તાજા અહેવાલોમાં સામે આવ્યું છે કે ચીન કેટલાંક એવા પગલાં ભરી રહ્યું છે, જેના કારણે ભારતને ઘણું નુકસાન થશે. ચીને તિબ્બત રેલવે લાઇનથી યુદ્ધ માટેનો તૈયાર સામાન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. તિબ્બત રેલવે લાઇનને નેપાળ સુધી લાવવા સાથે જ ચીન એક અન્ય રેલવે લાઇન પર કામ કરી રહ્યું છે, જે અરુણાચલપ્રદેશની સીમા સાથે જોડાયેલા ન્યાનગત્રી સુધી આવશે. આ જ જગ્યાએ ચીને દુનિયાના સૌથી મોટા ડેમ કરતા બમણો મોટો ડેમ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેથી બ્રહ્મપુત્રાનું વહેણ બદલી શકાય.
સુરત : કિસ્તાની ગુનેગાર સુરતી પોલીસને બેભાન કરી છુ!
૨૦૦૭ના વર્ષમાં જ્યારે ખેરમહંમદ ઉર્ફે ખેરુ સુરત ગ્રામ્ય પોલીસના હાથે પકડાયો ત્યારે તેણે ૨૮ લૂંટના ગુનાની કબૂલાત કરી હતી. આવા અત્યંત રીઢા ગુનેગારનો કોર્ટની કાર્યવાહી માટે સુરત ગ્રામ્ય પોલીસના ત્રણ કર્મચારી સાથે સેલવાસ ગયો હતો ત્યાંથી તે મંગળવારે બપોરે બે વાગ્યા પછી કોઈ પણ સમયે ભાગી ગયો હતો.સુરત ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પોઈ આર.વી. રબારી અને પ્રકાશ રઘુનાથ પાટીલે ૨૦૦૭ના વર્ષમાં આ ખૂંખાર ગુનેગાર ખેરમહંમદ ઉર્ફે ખેરુ નબી સિંધી પઠાણ અને તેના સાગરીત સત્તાર પઠાણને પકડી પાડ્યા હતા. તે વખતે પોલીસે કરેલી પૂછપરછમાં ખેરુએ અપહરણ કરી હત્યા કરવી, હત્યા, નકલી નોટ, હથિયારના ગુના સહિત કુલ ૨૮ ગુનાની કબૂલાત કરી હતી. આ ગુનાના કારણે તે જેલમાં હતો.
ચોટીલા : '5 દિવસમાં 10 શખ્સોએ જાતિય સંબંધ બાંધ્યો'તો'
ચોટીલામાં ૧૪ વર્ષની બાળા સાથે સંબંધ બાંધનાર બેને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે બાળા પાસે કુકર્મ કરાવનાર મહિલા આરોપીના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ કેસની મળતી માહિતી મુજબ ચોટીલાના હાઇવે પર ગેસ્ટ હાઉસ પાછળ મકાન ભાડે રાખીને રહેતી જબલપુરની રૂપા મનોજ પાંડેને ૧૪ વર્ષની બાળા પાસે કુકર્મ કરાવવા સબબ એસઓજીની ટીમે ઝડપી લીધી હતી. ત્યારે આ બાળાએ પોલીસને જણાવેલી હકિકત મુજબ પાંચ દિવસમાં ૧૦ શખ્સોએ તેની સાથે જાતિય સંબંધ બાંધ્યો હતો. જે પૈકીના શાહીદ ઉર્ફે મુન્ના હબીબભાઇ સૈયદ અને જોરૂભાઇ બાવકુભાઇને ઝડપી તેમની પૂછપરછ સીપીઆઇ દ્વારા કરાઇ હતી.ચોટીલામાં દેહ વ્યાપારની હાટડી ખોલી બાળાની જિંદગી બગાડનાર રૂપાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મહિલા મકાન ભાડે રાખી ગોરખધંધા કરતી હોવાથી આસપાસના રહીશો પણ વાજ આવી ગયા હતા.જ્યારે પાંચ દિવસમાં ૧૦ વ્યક્તિઓએ કાળા કામ કર્યા છે તેવા ગ્રાહકોની પોલીસ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં મોટા માથાના નામ બહાર આવે તેવી પોલીસ શંકા વ્યક્ત કરી છે.
આવી ઘટના ભાગ્યે જ બને!
કોઈ પણ દંપતિ માટે એ વાત ખુશીની હોય છે કે તેમના બધા જ સંતાનોની જન્મ તારીખ એક જ હોય. ઈસ્ટબોર્નમાં રહેતા જેનિફર અને ડ્રિસ અલાલી નામના દંપતિના ત્રણેય બાળકો એક જ તારીખે જન્મ્યા છે. તાજેતરમાં 7 ઓક્ટોબરે તેમનું ત્રીજુ બાળક સેમી જન્મ્યું છે. તેનો મોટો ભાઈ એડમ 3 વર્ષનો છે, તેની જન્મ તારીખ પણ 7 ઓક્ટોબર છે. સામીને મોટી બહેન નજ્લા પાંચ વર્ષની છે, તેનો જન્મ પણ 7 ઓક્ટોબરે જ થયો હતો.મિસિસ અલાલીની તાજેતરમાં બ્રેઇન સર્જરી કરવામાં આવી છે. તે જણાવે છે કે આ બધુ સંયોગે થયું છે. તેમણે ત્રણેય બાળકોના એક જ તારીખે જન્મ કરાવવા માટે કોઈ પ્લાનિંગ નહોતુ કર્યું. અત્યાર સુધી લગભગ કોઈ જ દંપતિના સંતાનોના જન્મ એક તારીખે થયા હોય તેવું બન્યું નથી.
મહુવામાં ગ્રેસ-ભાજપ સામે ડૉ.કળસરીયાએ ત્રીજો મોરચો ખોલ્યો
મહુવામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમજ વર્તમાન ધારાસભ્ય કનુભાઈ કળસરીયાની સદ્દભાવના સેવા સમિતિએ ઝુકાવતા ત્રિપાંખીયો જંગ શરૂ થયો છે. કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને નિરમા સામે લડાઈ ચલાવનાર ધારાસભ્ય કનુભાઈએ અલગથી લડવાનું નક્કી કરતા જે બાબતે કોંગ્રેસનું પ્રદેશ એકમ ટૂંક સમયમાં તેની રણનીતિ જાહેર કરશે.રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધીના યુવા કાર્યક્રમમાં હાજર રહેનાર અને યુવક કોંગ્રેસનું સમર્થન મેળવનાર ધારાસભ્ય કનુભાઈ કળસરીયાએ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની સામે મોરચો માંડતા જેને લઈને કોંગ્રેસ પક્ષ તરફથી ઉચ્ચ સ્તરે રજુઆત થનાર છે.
ભાવનગર : કતલખાને ધકેલાતા આઠ બળદ સાથેનું આઇશર ઝડપાયું
ભાવનગર જિલ્લાના ગઢડા ગામ પાસે ગત મોડીરાત્રે અમરેલી તરફથી અમદાવાદ જતી આઇશર ટ્રકમાં ક્રુરતાપૂર્વક બળદ ભરી કતલખાને લઇ જવાતા હોવાની બાતમીના આધારે જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવતા ગઢડાના બોટાદ રોડ પાસેથી આઠ બળદોને કસકસાવી બાંધી તેના ઉપર બેરલ ગોઠવી ઢોરની હેરાફેરી કરવાનું કૌભાંડ ખુલવા પામ્યું હતું.અમરેલીથી ઢસા તરફના રસ્તેથી મોટાપાયે ગેરકાયદેસર રીતે મુંગા પશુઓની હેરાફેરી કરી કતલખાના સુધી માલ પહોંચાડવાના ચાલતા મોટા ષડયંત્ર સામે જીવદયાપ્રેમીઓએ અભિયાન હાથ ધરતા ગત રાત્રીના ૨-૩૦ કલાકે આઇશર નં.જી.જે.૧ એક્સ ૩૪૧૫ના કુલ આઠ બળદને કસકસાવીને બાંધી ઉપર પ્લાસ્ટીકના બેરલ ગોઠવી બેરલ લઇને ગાડી જતી હતી તેવું આયોજન કરી ઢોરની હેરાફેરી કરવાનો કારસો ખુલવા પામ્યો હતો.
ચૂંટણીના પગલે ગાંધીધામમાં જામે છે શરાબની મહેફિલ
કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણ્યા ગાઠયા દિવસો જ બાકી રહયા છે ત્યારે મુખ્ય પક્ષોએ પોતાના કાર્યકર્તાઓને રાજી કરવા અને મતદારોના દિલ જીતવા માટે નવા-નવા નુસખા શરૂ કરી દીધા છે. ખાસ કરીને કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં તો મુખ્ય પક્ષોએ પોતાના કાર્યકર્તાઓને રાજી કરવા માટે મોટી માત્રામાં શરાબનો જથ્થો મંગાવ્યો હોવાની વાત પણ બહાર આવી છે.વિશ્વસનિય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસોજ બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોએ જીત માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા છે. સ્થાનિક ચૂંટણીમા મહત્વની કામગીરી બજાવતા કાર્યકર્તાઓને રાજી કરવા માટે રાજકીય પક્ષોએ ખાસ આયોજન ગોઠવ્યું છે. ગાંધીધામમાં અત્યારથી જ કેટલાક રાજકીય પક્ષો પોતાના કાર્યકર્તાઓ માટે શરાબની વ્યવસ્થા કરી રહયા છે.
ગાંધીધામ વોર્ડનં. ૬માં ઉમેદવારોનો પરસેવો છુટી જશે
શહેર સુધરાઇના ૧થી ૫ વોર્ડમાં પારાવાર ગંદકી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિદ્યાઓને મુદ્દે ચૂંટણી જંગ ખેલાશે ત્યારે વોર્ડનં. ૬માં કોઇપણ પક્ષના ઉમેદવારે નગરસેવક બનવા માટે પ્રતસ્પિધીઁને કાંટે કી ટક્કર આપવી પડે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ઝૂંપડપટ્ટી અને રેલવે કોલોની ધરાવતા આ વિસ્તારમાં કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખી બે બેઠક લેવાની છે તો ભાજપે આ બેઠક પરત મેળવીને પેનલ પૂરી કરવાની છે બન્ને પક્ષોએ કમ્મર કસીને ઉમેદવારો ખડા કર્યા છે. પણ સામે રેલવે કોલોનીમાંથી પણ બે અપક્ષ હટીને માર્ગ દેવાના નથી કારણ કે, ભાજપ અને કોંગ્રેસ કોઇ સ્થાનિક ટિકિટ આપી નથી તેવો વિરોધ આંતરિક રીતે વર્તી રહ્યો છે. જો કે, કોંગ્રેસના ઉમેદવારનું જોર વધારે દેખાઇ રહ્યું છે.પછાત નિરક્ષર અને મોટાભાગની ગરીબ-મજુર વર્ગ જેવી વસતી ધરાવતા વોર્ડનંબર છમાં જ્ઞાતિ આધારિત સમીકરણ પણ એક પરબિળ તરીકે ઉભરી આવ્યું છે.ખોડિયારનગરમાં દેવીપૂજક સમાજના કાંતિભાઇને કોંગ્રેસે જ્યારે ભાજપે આ વિસ્તારના અગ્રણી ગણાતા અભેસિંહને સામાન્ય કેટેગરીમાં ટિકિટ ફાળવી છે.દેવીપૂજક સમાજને ૪૦ વર્ષમાં પ્રથમ વખત ચૂંટણીમાં ઉમેદવારીનો મોકો મળ્યો છે. તો સામે સામાન્ય બેઠકના ભાજપના ઉમેદવારો હાલના સતાધીશોએ કેટલો વિકાસ વટાવી ખાવાનો છે. બીજી બાજુ કાર્ગો ઝૂંપડાઓની વાત કરીએ તો બન્ને મુખ્ય મંડળોએ અનુસૂચિત જાતિના મહિલાને ઉભા રાખ્યા છે.
આણંદ : કમોસમી માવઠાથી ખેડૂતોમાં ફફડાટ
આણંદ સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે સમી સાંજના વાતાવરણમાં એકાએક નાટયાત્મક પલટો આવ્યો હતો. તેમાંય નમતી બપોરે ચાર વાગ્યા પછી ખંભાત, તારાપુર, બોરસદ અને આંકલાવ પંથકમાં વંટોળ ફૂંકાવા સાથે અમીછાંટણા થયા હતા. ત્યારબાદ પેટલાદ, સોજિત્રા અને આણંદ પંથકમાં પણ ઘનઘોર વાદળો છવાઈ જવા સાથે અમીછાંટણા થયા હતા અને ઉમેરઠ પંથકમાં હળવો વરસાદ થતાં માવઠું થયું હતું.છેલ્લા પ્રણેક દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવથી ખેડૂતોની ઉંઘ ઉડી ગઈ છે. વરસાદ થાય તો ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જ્યારે ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રંગમાં ભંગ પડવાનો ડર સતાવી રહ્યો છે.છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બુધવારે સવારના સૂર્યનારાયણે દર્શન દીધા હતા અને આકાશમાંથી વાદળો વિખરાઈ જતાં વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું હતું. પરંતુ સાંજના ચાર વાગ્યા બાદ વાતાવરણમાં ફરીથી એકવાર પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાઈ જતાં વરસાદી માહોલ બન્યો હતો અને ઉમરેઠ પંથકમાં હળવો વરસાદ વરસ્યો હતો.
14 October 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment