13 October 2010

કોમનવેલ્થમાં ભારતીય ખેલાડી પર લાગ્યો ડોપિંગનો ડાઘ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



કોમનવેલ્થમાં ભારતીય ખેલાડી પર લાગ્યો ડોપિંગનો ડાઘ

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના અધ્યક્ષ માઈક ફેનલે કહ્યું છે કે એક ભારતીય એથ્લિટ પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો છે. જેનું નામ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. ફેનલે સંકેત આપ્યો છે કે તે ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટનો ખેલાડી હોઈ શકે છે. ડોપ ટેસ્ટ પોઝિટિવ આવશે તો ખેલાડીના મેડલ પણ છીનવી લેવામાં આવે તેવી શક્યતા છે.હવે જો ફેનલની વાત સાચી સાબિત થશે તો કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં નવા રેકોર્ડની ખુશી મનાવવાના બદલે યજમાન ભારતને મોટો ફટકો પડી શકે છે.


મોદીના ભાર હેઠળ કોંગ્રેસ દબાઈ ગઈ

ગુજરાતનાં છ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં મોદી મેજિકના બુલડોઝર નીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ થતાભાજપનો જવલંત વિજય થયો છે. ૨૦૦૫ના વર્ષ કરતાં પણ વધુ દયનીય રીતે આ વખતે કોંગ્રેસની હારનું પુનરાવર્તન થયું છે. શહેરી મતદારોએ કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં : જામનગરને બાદ કરતાં તમામમાં ભાજપને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતીઅમદાવાદમાં ૧૪૯ બેઠક સાથેનો વિજય કોંગ્રેસ માટે મરણતોલ ઘા સમાન છે. તે સાથે મુખ્યમંત્રી મોદીના વિકાસના મુદ્દા પર મતદારોએ વિજયની મહોર લગાવી હોવાનું ફરી એકવાર સાબિત થયું હતું. આ પરિણામોની અસર આગામી પાલિકા-પંચાયતોની ચૂંટણી પર પણ પડશે તેમ મનાઇ રહ્યું છે.સવારથી પરિણામો જાહેર થતાં હતાં તેમ તેમ એક પછી એક ભાજપની પેનલો વિજયી બનતી જતી હતી. હરખઘેલા ભાજપના કાર્યકરોએ ઉમેદવારો સાથે ઠેરઠેર સરઘસ કાઢી અબીલ ગુલાલ ઉડાડી વિજયને વધાવી લીધો હતો. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો આઘાતમાં સરી પડ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વિજયનો યશ મતદારોની સૂઝ અને સમજને આપીને પ્રજાની સુવિધા માટે વધુ વિકાસકામો કરાશે તેવી જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસે પ્રજાનો ચુકાદો માથે ચડાવી લોકશાહીમાં હાર-જીત થતી રહે છે તેમ જણાવ્યું છે.


ગુજરાતમાં મોદી સરકારના વિકાસ કાર્યોની જીત:ગડકરી

ગુજરાતમાં સ્થાનિક નગર નિગમોની ચૂંટણીમાં ભાજપની જીતને પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના વિકાસાત્મક કાર્યોની જીત ગણાવી છે. ગુજરાતના તમામ છ સ્થાનિક નગર નિગમોમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે.ગડકરીએ ભાજપની જીત માટે ગુજરાતની જનતાને ધન્યવાદ આપતાં કહ્યું છે કે વાસ્તવમાં આ વિકાસની જીત છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વિભિન્ન બંધારણીય સંસ્થાનો દુરુપયોગ કરીને રાજ્ય સરકારને બદનામ કરવાની કોશિશ કરી છે. એવામાં ગુજરાતની જનતાએ કોંગ્રેસને જોરદાર જવાબ આપી દીધો છે. ગુજરાતની જનતાએ આતંકવાદની પેરવી કરનારા નહીં, પણ વિકાસના પક્ષકારોનો સાથ આપ્યો છે.


ભારતે માન્ચેસ્ટરનો રેકોર્ડ તોડ્યો

કોમનવેલ્થ ગેમ્સના નવમા દિવસે મંગળવારે હીના સિધ અને અનુરાજસિંહે ગોલ્ડમેડલ જીતવાની સાથે ભારતે માન્ચેસ્ટર ગેમ્સમાં સવૉધિક ૩૦ ગોલ્ડ જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હીના અને અનુરાજની જોડીએ મહિલા દસ મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીતીને ભારતને ૩૧મો તથા શૂટિંગમાં ૧૪મો ગોલ્ડમેડલ અપાવ્યો હતો. સોમવારે મહિલા ડસ્કિસ થ્રો એથ્લેટ કિષ્ણા પૂનિયાએ એથ્લેટિકસમાં ગોલ્ડ જીતીને માન્ચેસ્ટરના ૩૯ ગોલ્ડમેડલના વિક્રમની બરોબરી કરી હતી. ભારતે હવે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.


ડોપિંગમાં નાઇજિરિયાનો બીજો એથ્લેટ પકડાયો

કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર ૨૪ કલાકની અંદર બીજો ડોપિંગનો મામલો સપાટી પર આવ્યો છે. નાઇજિરિયાનો બીજો એથ્લેટ હર્ડલ રેસર સેમ્યુઅલ ઓકોન પ્રતિબંધિત દવાનું સેવન કરવાના મામલે પોઝિટિવ આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ માઇક ફેનેલે જણાવ્યું હતું કે ગેમ્સમાં બીજો ડોપિંગનો બનાવ બન્યો છે. નાઇજિરિયાનો સેમ્યુઅલ ઓકોન મિથાઇલ હેકસાએમાઇનનું સેવન કરવા બદલ દોષિત માલૂમ પડ્યો છે. ઓકોન ૧૧૦ મીટર હર્ડલ રેસનો એથ્લેટ છે. સોમવારે નાઇજિરિયાની મહિલા એથ્લેટ ઓસાયેમી ઓડામ્બોલા પણ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવી હતી.


મરતાને જિંદગી આપે છે આ માતા

મરતા લોકોને જિંદગી આપવાના કારણે ભક્તોએ માતા દુર્ગાને મરહી માઈ એવું નામ આપ્યું છે. આ વાત છે છત્તીસગઢના રાયપુરની, અહીંયા આંબેડકર હોસ્પિટલ પાસે આ મંદિર આવેલું છે. આ મંદિર કોણે બનાવડાવ્યું અને કોણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી તેનો હજુ કોઈ પત્તો જડ્યો નથી. એટલું જાણવા મળ્યું છે કે આ મંદિર લગભગ દોઢસો વર્ષ જૂનું છે.શિલાલેખ પ્રમાણે કાંકેરના મહારાત પદ્મદેવની રાણી પાર્વતીદેવી મા મરહીમાઈની કુળદેવી તરીકે પૂજા કરતી હતી. એક અંદાજ છે કે આ મહારાણીએ માતાજીની અહીંયા સ્થાપના કરાવી હશે. આ મહારાણીની સમાધિ અહીંયા 1915માં બની હોવાનો ઉલ્લેખ છે. મરહીમાઈ માતા મંદિર વિકાસ સમિતિના અધ્યક્ષ રાજા રક્સેલ જણાવે છે કે તેમના દાદા-પરદાદા અહીંયા પૂજા કરતા હતા. અહીંના રજબંધા તળાવના નીચેના ભાગે એક સ્મશાન ઘાટ હતો. ખુલ્લા પ્રાંગણમાં માતાની પ્રતિમા સ્થાપિત હતી. અહીં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા લોકોના સ્વજનો આવતા હતા.


‘હિંમત હોય તો રજનીકાંત પર આંતકવાદનો કેસ કરી જુઓ’

પરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સ્ટાર સંજય દત્ત બેંગ્લોર એરપોર્ટ પર અચાનક જ મળી ગયા હતા. જ્યારે બંને મળ્યા ત્યારે એકબીજાને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રજનીકાંત અને સંજય દત્ત એકબીજાના સારા મિત્રો છે. એરપોર્ટ તેઓએ એકબીજાને જોતા તેઓ ગળે મળ્યા હતા અને બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો.


‘હિંમત હોય તો રજનીકાંત પર આંતકવાદનો કેસ કરી જુઓ’

પરસ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સ્ટાર સંજય દત્ત બેંગ્લોર એરપોર્ટ પર અચાનક જ મળી ગયા હતા. જ્યારે બંને મળ્યા ત્યારે એકબીજાને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રજનીકાંત અને સંજય દત્ત એકબીજાના સારા મિત્રો છે. એરપોર્ટ તેઓએ એકબીજાને જોતા તેઓ ગળે મળ્યા હતા અને બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો.


ભાજપ સમર્થકોનું શક્તિપ્રદર્શન જોઈ કોંગ્રેસ સ્તબ્ધ

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજથી પીઆરએલ તરફ અને પાસપોર્ટ ઓફિસ તરફ જતા જાહેર માર્ગો પર સવારથી જ ભાજપ-કોંગ્રેસના સમર્થકો, કાર્યકરો અને ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર થઈ ગયા હતા. લગભગ ૫૦૦થી વધુ કાર અને ૨૦૦૦થી વાહનોના કાફલાથી આ વિસ્તારના તમામ રસ્તાઓ જામ થઈ ગયા હતા અને પોલીસનો મોટા ભાગના સમય ટ્રાફિક કંટ્રોલ કરવામાં જ ગયો હતો.અહીં વિવિધ વોર્ડના પરિણામો જાહેર થતાં ભાજપના સમર્થકો ઉત્સાહમાં આવી ખુલ્લી જીપ કારમાં ફરતા નજરે પડ્યા હતા.વિજયોત્સવની ઉજવણી કરવા બંને પક્ષો દ્વારા મોટા પ્રમાણમાં ગુલાલ અને ફૂલહારની ખરીદી કરાઈ હતી. વિજેતા ઉમેદવારોને હારથી લાદી, ખભે ઊંચકી લઈ નારાબાજી થતી હતી.


વડોદરાનું સુકાન ફરી ભાજપના હાથમાં

સેવાસદનની ચૂંટણીમાં આજે ફરીથી ભાજપનો ભગવો લહેરાયો હતો. ૭૫ બેઠકમાંથી ભાજપાએ ૬૧ બેઠક હાંસલ કરીને જંગી બહુમતી મેળવી હતી. જ્યારે કોંગ્રેસના ભાગે ૧૧ બેઠકો તો જનતાદળ(યુ) ના ભાગે ત્રણ બેઠકો આવી હતી. અન્ય પક્ષો અને અપક્ષોનો સફાયો થઇ ગયો હતો. ભાજપની સરસાઇને પગલે કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. જ્યારે કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો હતો.સેવાસદનની ૭૫ બેઠક માટે ૨૮૮ દાવેદારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું .આજે સવારે નવ વાગ્યાથી પોલિટેક્નિક કોલેજ ખાતે એક જગાએ જ ૨૫ વોર્ડની મતગણતરી કરાઈ હતી. પોલિટેક્નિક કોલેજની બહાર ઉમેદવારોના સમર્થકોનાં તેમજ સામાન્ય નાગરિકોનાં ટોળેટોળાં પરિણામ જાણવા ઊમટી પડ્યાં હતાં.આજે સવારે સાડા નવ વાગ્યાથી જ પરિણામનો ટ્રેન્ડ બહાર આવી જતાં ભાજપની છાવણીમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી અને કોંગ્રેસના મોરચે એક તબક્કે નિરાશા છવાઇ ગઇ હતી. આજે બપોર સુધીમાં મોટાભાગના વોર્ડનાં પરિણામ જાહેર થઇ ગયાં હતાં.ભાજપે વોર્ડનં. ૨,૩,૪, ૫, ૬,૭,૮,૯,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૨૨ અને ૨૪ મળી કુલ ૧૬ વોર્ડમાં ત્રણેય બેઠક મેળવીને ક્લીન સ્વીપ મેળવી હતી.



મહાનગર સેવાસદનની ચૂંટણીની કેસરિયો વિજયના ગુલાલથી રંગાયો

મહાનગર સેવાસદનની ચૂંટણીની મતગણતરીના પગલે પોલિટેક્નિક બહાર સવારથી જ લોકોનો જમાવડો થવા માંડ્યોહતો. સાડા નવ વાગ્યાની આસપાસ કોણ જીતશે અને કોણ હારશેની ગણતરીઓ સાથે લોકોમાં શુષ્ક વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ દસ વાગ્યાની આસપાસ વોર્ડ નં.૧૩ માં ભાજપની પેનલના વિજયની જાહેરાત થતાં જ માર્ગો પર કેસરિયો છવાયો હતો.પરિણામોના ઉતારચઢાવ વચ્ચે કાર્યકરો નજીક આવી જતાં પોલીસે દોરડું બાંધી અટકાવ્યા હતા પરંતુ ઇવીએમમાંથી ભાજપની પેનલો નીકળતાં કાર્યકરોએ ગેટ બહાર જ જમાવટ કરી દીધી હતી. પોલીસે લાકડીઓ ઉગામવા છતાં કાર્યકરો ટસનાં મસ થયાં ન હતાં. પોત-પોતાના ઉમેદવારોને લઇ લોકો રવાના થયા હતાં. જોકે, અંતિમ વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બનતાં કાર્યકરોએ વાજતે ગાજતે વધાવી લીધાં હતાં.


અમદાવાદ શહેરના બાર કોર્પોરેટરોના બાર વાગી ગયા

મંગળવારે થયેલી મતગણતરીમાં આજે કોંગ્રેસના ૮ કોર્પોરેટરો, જેમાં જમાલપુરના ઇમરાન ખેડાવાલા અને રાબિયા આપા, કૃષ્ણનગર વોર્ડના દીપક મકવાણા, શાહપુર વોર્ડના રાજુ મોમીન, સાબરમતી વોર્ડના ઉદેસિંહ સોલંકી, મહાવીરનગર વોર્ડના અરવિંદ ચૌહાણ તથા ગણપત પરમાર, રાયખડ વોર્ડના રફિક શેખ તથા સરસપુર વોર્ડના શાંતાબહેન પંચાલને મતદારોએ જાકારો આપ્યો છે.જ્યારે ભાજપના નામે અગાઉ ચૂંટાયેલા ચાર કોર્પોરેટરોને મતદારોએ ઘરભેગા કરી દીધા છે. તેમાં પાલડી વોર્ડના દીપક ભટ્ટ, બહેરામપુરાના નરેશ વ્યાસ, નરોડા રોડના મેનાબહેન પટણી તથા નિકોલના ધનજીમામાનો સમાવેશ થાય છે. જો કે આ બાર કોર્પોરેટરો પૈકી ઇમરાન, રાબિયા આપા, રફિક શેખ, દીપક ભટ્ટ તથા ધનજીમામાએ અપક્ષ અને અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.અગાઉ મ્યુનિ.માં ચૂંટાયેલા ભાજપના ૯૬ તથા કોંગ્રેસના ૩૨ કોર્પોરેટરોમાંથી રિઝર્વેશન સહિત જુદા જુદા કારણોસર ભાજપે ૩૦થી વધુને અને કોંગ્રેસે પણ ૯-૧૦ કોર્પોરેટરોને ફરી તક આપી નહોતી.


અમદાવાદ : ચૂંટણીમાં ધબડકા માટે ઈવીએમ જવાબદાર : કોંગ્રેસ

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસના રકાસ માટે કોંગ્રેસે ઇવીએમ પર દોષનો ટોપલો ઢોળ્યો છે!મતગણતરીના પ્રારંભથી જ ભાજપની સરસાઈ બાદ બપોર સુધીમાં લગભગ તમામ મહાપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો જોઈને કોંગ્રેસના મહામંત્રી ગિરીશ પરમાર કહે છે કે, મતદાનના સમગ્ર દિવસ દરમિયાન નિરસ મતદાન રહ્યું હતું અને અંદાજે ૩૦થી ૩૨ ટકા વોટિંગ થાય તેવું જણાતું હતું પરંતુ ચૂંટણીપંચે જાહેર કરેલાં સત્તાવાર આકડાંમાં ૪૪ ટકા જેટલી ઊંચી ટકાવારી શંકા ઉપજાવનારી છે. છેલ્લા એક કલાકમાં આટલું મતદાન શક્ય જ નથી. નક્કી મશીનમાં કોઈ ગરબડ હોવી જોઈએ.

No comments:

Post a Comment