16 October 2010

રાજકોટ : નવરાત્રિમાં બાળાઓને અપાતી લાખેણી લહાણીઓ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : નવરાત્રિમાં બાળાઓને અપાતી લાખેણી લહાણીઓ

રાજકોટના કરણપરા ગરબી મંડળના પ્રમુખ નીતભિાઇ પાંધીએ જણાવ્યું હતું કે, અમારા મંડળને ૨૯ વર્ષ પૂરા થયા છે. બાળાઓ પાસે કોઇપણ ફી લેવામાં આવતી નથી. નવરાત્રિ દરમિયાન ૩૫ થી ૪૦ પ્રકારની લહાણી આપવામાં આવે છે. સાથે જોવા આવતા દર્શકો પણ રોકડ પુરસ્કાર આપે છે. તેમાં ઘરવપરાશથી લઇને ઉપયોગ થતી તમામ વસ્તુઓ આપવામાં આવે છે. બાળાઓને સોનાની કડી, ચેન, સોનાની ચીપ વાળા પાટલા પણ આપવામાં આવ્યા છે.રાજકોટના પંચનાથ ગરબી મંડળના સેક્રટરી લાલભાઇ કથરેચાએ જણાવ્યું હતું કે, નાના વાસણોથી લઇને રસોડાની તમામ ચીજવસ્તુઓ લહાણીમાં આપવામાં આવે છે. રાજકોટ જંકશનમાં નવરાત્રિ મહોત્સવ મંડળના પ્રમુખ જનકભાઇ કોટકએ જણાવ્યું હતું કે, આ વર્ષે પંદર પ્રકારની લહાણીઓ તો આપવામાં આવશે. બાળાઓનો ઇમ્પોર્ટડ મેક-અપ બોક્સથી લઇને ડિનર સેટ અને નોન સ્ટીકના તમામ વાસણો લહાણીમાં આપવામાં આવે છે. ગરુડની ગરબીના પ્રમુખ મનસુખભાઇ પોબારુએ જણાવ્યું હતું કે, વાસણની તો દરેક લહાણી આપવામાં આવે જ છે. સાથે કબાટ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ જેવી આણામાં અપાતી તમામ વસ્તુઓ અપાઇ છે.

રાજકોટ જિ.ના ૩૭૫ કિમી. રસ્તા ધોવાયા

રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદના કારણે જિલ્લાભરના મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે, આ નુકસાનીનો આંક આશરે એક અબજને આંબી જવાનો માર્ગ અને મકાન વિભાગ મત વ્યક્ત કરી રહ્યો છે.હાલમાં તંત્ર દ્વારા તૂટી ગયેલા રસ્તાઓના રિપેરિંગ માટે ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા છે. પરંતુ રસ્તાની કાયમી સુવિધા માટે ખર્ચનો આંક એક અબજ થશે. રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન સતત વરસતા વરસાદના કારણે જિલ્લાભરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં ડામર રોડ તૂટી ગયા હતા.

જામકંડોરણા : મોઢે ડૂમો દઇ કાકી પર ભત્રીજાનો બળાત્કાર

જામકંડોરણા તાબેના સાજડિયાળી ગામે ભત્રીજાએ વાડીમાં કામ કરી રહેલી કાકી પર નજર બગાડી કુકર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પટેલ સમાજમા ભારે ચકચાર જાગી છે.હવસનો શિકાર બનેલી પટેલ પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં, તે ગઇ કાલે ગામની સીમમાં આવેલી તેની વાડીએ કામ કરતી હતી. ત્યારે બાજુમાં જ વાડી ધરાવતો કૌટુબિક ભત્રીજો કિશોર જીણાભાઇ રાણપરિયા અચાનક વાડીમાંધસી આવ્યો હતો.વાડીમા કાકીને એકલી કામ કરતા જોઇ કિશોરને વાસનાનો કીડો સળવળ્યો હતો. આ વેળાએ પટેલ પરિણીતા કંઇ વિચારે તે પહેલાં કિશોરે પછાડી લઇ મોઢે ડુમો દઇ દીધો હતો.મોઢે ડૂમો દઇ દેવાથી લાચાર બની ગયેલી પરિણીતા પર નરાધમ ભત્રીજાએ બળાત્કાર ગુજાર્યો હતો. એકલતાનો ગેરલાભ ઉઠાવ્યા બાદ કિશોરે જો આ અંગે કોઇને કહ્યું તો તારા પતિ,દિયર અને પુત્રને જાનથી મારી નાખીશની ધમકી આપી નાસી છુટયો હતો.


વડોદરા : રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજકોટની જુહી કેપ્ટન

વડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામા રાજકોટ એસ.એન.કે. સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી જુહી ચેતનભાઇ કોઠારીએ વધુ એક સિધ્ધિ મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.નાની ઉંમરમાં જ છત્તીસગઢ, મઝિોરમ, ગુરૂદાસપુર, જયપુર, દહેરાદૂન ખાતે યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઓમાં રમતનું સુંદર પ્રદર્શન કરનાર જુહીને આગામી ડિસેમ્બરમાં પૂના ખાતે રમાનાર નેશનલ સ્કૂલ ગેમ્સમાં વધુ એક વાર રાજ્યની ટેબલ ટેનિસની ટીમનું સુકાન સોંપાયું છે.જુહીએ વધુ એક વાર રમતનું સુંદર પ્રદર્શન કરી રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. જુહીની ટેબલ ટેનિસની આક્રમક રમતને કારણે ભારતની જુનિયર ટીમમાં સામેલ થવાનું સ્વપ્ન હવે તેના માટે દૂર નથી.


મહેસાણા ગંજબજારમાં આત્મવિલોપનની ઉત્તેજના

મહેસાણા ગંજબજારમાં શુક્રવારે લાયસન્સ મુદ્દે સંચાલક મંડળ સામે જંગ છેડી એક વેપારીએ આત્મવિલોપનની ચીમકી આપતાં ઉત્તેજનાભર્યા માહોલમાં આખરે ચીમકી આપનાર વેપારીની ૧૫૧ મુજબ અટક કરાઇ હતી. જ્યારે આ બનાવ બાદ કેટલાક વેપારીઓના સમૂહે પોલીસ સહિત સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવી ગંજબજારનું કામ બંધ રાખવાનું જણાવતાં દિવસભર આ મામલે ગરમાવો રહ્યો હતો.મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાવિન ટ્રેડર્સના નામે અનાજ, કઠોળ, તેલીબીયાનો ધંધો કરવા માટે અ-વર્ગનું લાયસન્સ ધરાવતા ભદ્રેશકુમાર સુરેન્દ્રકુમાર શાહનું કેટલાક કારણોસર ગત ૧૧-૬-૧૦ના રોજ લાયસન્સ રદ કરવામા આવ્યું હતું. ખેડૂતોનો મામલ હરાજીમાં ખરીદી કરીને મીલમાં મોકલતા આ વેપારીનું લાયસન્સ રદ કરાતાં શુક્રવારે પોતાની પેઢી પાસે જ જાહેરમાં આત્મવિલોપન કરવા અંગેની પત્રિકા વહેતી કરી હતી. જ્યારે આત્મવિલોપનની ચીમકીને લઇને શહેર પોલીસ દ્વારા શુક્રવારે સવારથી જ વેપારીના નિવાસ સ્થાન, પેઢી સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. જ્યારે શુક્રવારે સવારથી ગંજબજારમાં ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે આત્મવિલોપનની ચીમકી આપનાર વેપારીની શોધખોળ હાથ ધરાઇ હતી. આ કવાયત વચ્ચે ચીમકી આપનાર વેપારી ગંજ બજારમાં આવતાં જ પોલીસે ૧૫૧ મુજબ એની અટક કરી હતી. દરમિયાન શહેર પોલીસ મથકે લઇ જવાયેલા વેપારી ભદ્રેશભાઇ શાહને એક રૂમમાં બંધ બારણે બેસાડી પોલીસે નિવેદન લીધું હતું. ત્યારબાદ તેઓને મામલતદાર સમક્ષ રજુ કરી પાકા જામીન લેવડાવ્યા હતા.


મહેસાણાના રાધનપુરથીબે બહેનોને લૂંટી ત્રણ ગઠિયા ફરાર

મહેસાણાના રાધનપુર ચાર રસ્તાથી રિક્ષામાં બેસી શુક્રવારે સવારે ધિણોજ જઈ રહેલી મહિલાના થેલામાંથી રોકડ R ૧૩ હજાર તથા સોનાનું મંગળસૂત્ર મળી કુલ ૫૮ હજારની મત્તા લૂંટી ગયેલા ત્રણ શખ્સો વિરુદ્ધ શહેર પોલીસે ગુનો નોંધ્યો છે.અમદાવાદ રહેતા ગીતાબેન સુરેશભાઈ પટેલના ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે રહેતા ભત્રીજાનો ગરબો હોઈ તેઓ કલોલ ખાતે રહેતી બહેન જયોત્સનાબેન સાથે જીપમાં બેસી શુક્રવારે સવારે મહેસાણા રાધનપુર ચાર રસ્તા ઉતરી હતી. અહીં તેઓ પીકઅપ સ્ટેન્ડ નજીક ઉભા હતા તે સમયે તેમની નજીક આવીને ઉભી રહેલી રિક્ષામાં બેસી તેઓ ધિણોજ જવા રવાના થયા હતા. આ દરમિયાન આશરે સાડા નવ વાગ્યાના અરસામાં પોતાના પગ નજીક મૂકેલો થેલો બાજુમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સો ખેંચવાનો પ્રયત્ન કરતા જોઈ તેઓને શંકા જતાં રિક્ષાચાલકને રિક્ષા થોભાવી દેવા કહ્યું હતું. જો કે, રિક્ષાચાલકે રિક્ષાની ઝડપ વધારતા આ મહિલાઓએ બૂમરાડ મચાવી મૂકી હતી. જેમાં પકડાઈ જવાના ડરથી ત્રણ શખ્સો ગીતાબેનના થેલામાં મૂકેલ R ૪૫ હજારનું સોનાનું મંગળસૂત્ર તથા રોકડ R ૧૩ હજાર મળી કુલ R ૫૮ હજારની મત્તાની લૂંટ કરી બન્ને મહિલાઓને રસ્તામાં ઉતારી રિક્ષા લઈ નાસી ગયા હતા. બન્ને મહિલાઓ રાહદારીની મદદથી શહેર પોલીસ સ્ટેશન પહોંચી રિક્ષાચાલક સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.


આણંદના પૂર્વ ધારાસભ્યને ત્રણ શખ્સની ફોન પર ધમકી

આણંદના માજી ધારાસભ્ય ને મંત્રી દિલીપભાઈ મણીભાઈ પટેલને ગુરૂવારના રોજ ત્રણ શખ્સે મોબાઈલ પર સતત ધમકી આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, કરમસદ રોડ પર નિવાસસ્થાન ધરાવતા માજી મંત્રી અને માજી ધારાસભ્ય દિલીપભાઈ મણીભાઈ પટેલ ગત તા.૧૪મી ઓક્ટોબરના રોજ બપોરે પોતાના ઘરે હતા, તે દરમિયાન તેમના મોબાઈલ પર સતત ધમકી ભર્યા ફોન આવતા હતાં.


‘વસૂલી ફેમ’ માણિકરાવને સોનિયા ગાંધીની કલીન ચિટ

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માણિકરાવ ઠાકરેની વસૂલી રેલીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ માણિકરાવ ઠાકરે અને મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને કલીન ચિટ આપી હતી. ગુરુવારે કંઈ જ બન્યું ન હોય એવો માણિકરાવનો વટ હોવાનું કહેવાયું હતું.તેમણે ઝંડા માર્ચનો આરંભ ભાષણથી કર્યો હતો. સેવાગ્રામની રેલી માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને એકત્ર કરવા બદલ સોનિયા ગાંધીએ માણિકરાવ ઠાકરે અને અશોક ચવ્હાણનાં વખાણ કર્યાં હતાં. સામાન્ય કાર્યકર્તા એકત્ર થયાનો ગાંધીએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે બનેલી બાબત વિશે તેમણે આ સમયે કશું પણ બોલવાનું ટાળ્યું હતું.


ઠાકરે કુટુંબની ત્રણેય પેઢી એક મંચ પર આવશે

શિવસેનાના દશેરા મેળાવડામાં જે ‘અવાજપ્ત સાંભળવા દરેક શિવસૈનિક આતુર હોય છે એ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનો ધારદાર અવાજ બે વર્ષના અંતર બાદ આ વર્ષે ફરી શિવાજી પાર્કમાં ગરજશે. કેટલાંક વર્ષોથી તબિયતના કારણોસર શિવાજી પાર્ક ખાતે મેળાવડાના મંચ પર તેમની ઉપસ્થિતિ અંગે અનિશ્ચિતતા હોય છે.પરંતુ આ વર્ષે તબિયતની ફરિયાદો બાજુ પર મૂકીને બાળ ઠાકરે દશેરાના મેળાવડામાં હાજર રહેવા સજ્જ હોવાની જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. આ ઉત્સાહનું એક કારણ એવું છે કે બાળ ઠાકરે તેમના પરિવાર અને શિવસેનાના નેતૃત્વની ત્રીજી પેઢીની જાહેરાત કરશે. શિવસેનાની યંગ બ્રિગેડ ‘યુવા સેના’ના નેતા તરીકે આદિત્ય ઉદ્ધવ ઠાકરેનું નામ જાહેર કરાશે. આમ, મંચ પર ઠાકરે કુટુંબની ત્રણ પેઢીઓ ઉપસ્થિત રહેશે. આદિત્યને ‘લોન્ચ’ કરવા માટેની આ રેલીમાં પૌત્રનું પ્રથમ જાહેર ભાષણ સાંભળવા દાદા બાળ ઠાકરે અચૂક હાજર રહેશે.


ઈરાનનું ભવિષ્ય અંધકારમય છે

રાજનૈતિક ચર્ચા માટે હજુ પણ દ્વાર ખુલ્લો હોવાનો દાવો કરતા અમેરિકાએ કહ્યું છે કે કડક પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાનનું ભવિષ્ય અંધકારમય છે. આનું કારણ છે અહીંના નેતાઓની એકપક્ષીય પરમાણુ કાર્યક્રમને લઇને જિદ.વિદેશ વિભાગના પ્રવક્તા પીજે ક્રાઉલેએ જણાવ્યું છે કે ગયા મહિને ઈરાની રાષ્ટ્રપતિ અહમદીનેજાદ અમેરિકા આવ્યા હતા અને તેમની વાત કરી હતી. આ પછી તેઓ લેબનોન ગયા અને ત્યાં પણ વિચિત્ર ભાષણો કર્યા હતા. હવે તેઓ તહેરાન પાછા આવી ગયા છે, જ્યાં તેમના દેશનું ભવિષ્ય ધૂંધળુ દેખાઈ રહ્યું છે. ઈરાન આંતરરાષ્ટ્રીય સમૂદાયથી હવે વધારે દૂર થઈ ગયું છે.


ફુગાવો વધીને ૮.૬૨ ટકા

જીવનજરૂરી ચીજવસ્તુના ભાવોમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બર માસ દરમિયાન ફુગાવાનો દર વધીને ૮.૬૨ ટકાનો થવા પામ્યો છે, જેના કારણે વિશ્લેષકોનું માનવું છે કે પોતાની આગામી નાણાકીય નીતિમાં આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે.જોકે આ એવો સતત બીજો મહિનો છે કે જેમાં ફુગાવાનો દર એક આંકડે રહેવા પામ્યો છે જે જુલાઈ સુધી પૂરા થતા પાંચ માસ દરમિયાન ૧૦ ટકાનો રહેવા પામ્યો હતો. ઓગસ્ટ માસ દરમિયાન ફુગાવાનો દર ૮.૫૧ ટકાનો રહેવા પામ્યો હતો. જુલાઈ માસ દરમિયાન ફુગાવાના જે હંગામી આંકડાઓ ૯.૯૭ ટકાના જાહેર કરવામાં આવ્યા હતા તે સુધારીને ૧૦.૩૧ ટકાના જાહેર કરવામાં આવ્યા છે.દરમિયાન, સરકાર દ્વારા તારીખ ૨જી ઓક્ટોબરનાં રોજ પૂરાં થતાં સપ્તાહ માટે જાહેર કરવામાં આવેલો ખાદ્યપદાર્થો આધારિત ફુગાવાનો દર ૦.૧૩ ટકા જેટલો વધીને ૧૬.૩૭ ટકાનો થવા પામ્યો છે. ખાસ કરીને શાકભાજી અને દૂધના ભાવમાં થયેલા વધારાને કારણે ખાદ્યપદાર્થો આધારિત ફુગાવાના દરમાં વધારો થવા પામ્યો છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ વધતી જતી કિંમત અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ફુગાવાને અંકુશમાં લેવો તેમના માટે સૌથી મોટો પડકાર છે. સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર ફુગાવામાં સમાવિષ્ટ પ્રાથમિક ચીજો(કે જેમાં કાચી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.) ખાદ્ય અને બિનખાદ્ય પદાર્થો તેમજ ખનીજોના ભાવો વાર્ષિક ધોરણે ૧૭.૪૫ ટકાના દરે વધવા પામ્યા છે.


મલ્લિકા ઈમરાનને ચુંબન કરવા આતુર.

મલ્લિકા છ વર્ષ પછી પોતાના સેક્સી અવતારમાં પાછી ફરશે. થોડા સમય પહેલા જ દિગ્દર્શક મોહિત સુરીએ મર્ડરની સિક્વલ બનાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે, મર્ડરમાં ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરવાતે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે ખાસ્સા એવા ઉત્તેજક પ્રણય દ્રશ્યો હતા, જેને લઈને વિવાદ પણ થયો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોસ એન્જલસથી પરત ફર્યા બાદ અભિનેત્રી વારંવાર જૂહુ ખાતેની ભટ્ટ ઓફિસમાં આંટાફેરા મારે છે. મલ્લિકાને મર્ડરની સિક્વલમાં કામ કરવાની ઘણી જ ઉત્કંઠા છે.સૂત્રોના મતે મર્ડર ફિલ્મ હિટ જતાં મલ્લિકાએ નિવેદન આપ્યું હતું કે, તેને કારણે આ ફિલ્મ હિટ ગઈ છે. આ વાતને કારણે મહેશ અને મુકેશ ભટ્ટ નારાજ છે. જો કે ગયા વર્ષે મલ્લિકા અને ભટ્ટબંધુઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.


'પીપલી'ને આ ફિલ્મો આપશે સખત સ્પર્ધા

ઓસ્કર માટે ભારત તરફથી પીપલી લાઈવને વિદેશી ભાષા ફિલ્મ ટ્રોફી જીતવા માટે આ ફિલ્મો સખત સ્પર્ધા પુરી પાડશે. આ પાંચ ફિલ્મો સારી એવી સ્પર્ધા પુરી પાડશે. 25 જાન્યુઆરી 2011એ 83માં એકેડમી એવોર્ડસની જાહેરાત થશે.ઓસ્કરમાં વિદેશી ભાષા ફિલ્મની કેટેગરી માટે 65 દેશોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં ઈથિયોપિયા અને ગ્રીનલેન્ડ જેવાં દેશોનો પણ સમાવેશ થાય છે.ફિલ્મ : બલ (હની)


રાજકોટમાં પાણીકાપની હેટ્રિક, આજે મવડી ઝોન તરસ્યો રહેશે

રાજકોટવાસીઓના લલાટે પાણીકાપનું દુભૉગ્ય જાણે કાયમી લખાયેલું જ હોય તેમ શિયાળો હોય, ઉનાળો હોય કે, ચોમાસુ આવા કારમા દિવસોમાં જીવવું જ પડે છે. આવી જ એક કમનસીબી હજુ ચોમાસુ ચાલ્યું જાય છે ત્યાં ફરી આવી પડી છે. છેલ્લા બે દિવસથી ન્યૂ રાજકોટની માઠી બેઠી છે. લગલગાટ ઝીંકાતા પાણીકાપની આવતીકાલે હેટ્રિક કરી મવડી ઝોનના વોર્ડ નં. ૧૩, ૨૧, ૧૦(પાર્ટ), ૨૦(પાર્ટ), ૧૪(પાર્ટ)ના હજારો લોકોને પાણી વગર ટળવળતા રખાશે.


રાજકોટમાં શ્યામ પાર્કમાં યુવતીને અગનજવાળા ભરખી ગઇ

રાજકોટના કોઠારિયા રોડ પરના શ્યામ પાર્કમાં કડિયા યુવતીને અગનજવાળા ભરખી ગઇ હતી. તેમજ બાંટવાના પાજોઠ ગામમાં ખાનગી બસની ઠોકરે બાળકીનું મૃત્યુ થયું હતું.રણુજા મંદિર પાછળના શ્યામ પાર્કમાં રહેતી કડિયા રંજન કાંતિભાઇ મકવાણા (ઉ.વ.૨૧) ગત ૧૪ના પોતાના ઘરે પ્રાઇમસ પર રસોઇ બનાવતી હતી ત્યારે વાઇ આવતા યુવતી પ્રાઇમસ પર પડી હતી. આ ઘટનાથી દાઝી ગયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાન પુત્રીના મોતથી કડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


કોડીનાર :૩૦ ફુટ લાંબી અને ૫ ટન વજન ધરાવતી વ્હેલ

કોડીનાર તાલુકાનાં મુળદ્વારકા બંદરના દરિયામાંથી ૩૦ ફુટ લાંબી વહેલશાર્ક માછલીને જાળમાંથી મુક્ત કરાવાઈ હતી. આજે વહેલી સવારનાં ૭ વાગ્યાની આસપાસ મુળ દ્વારકાનાં દરિયામાં ફીશીંગ કરી રહેલી વીઆરએલ ૧૨૭૯૪ નંબરની પરમેશ્વરી કૃપા નામની બોટની જાળમાં ૩૦ ફુટ લાંબી અને ૫ ટન વજન ધરાવતી મહાકાશ વ્હેલશાર્ક માછલી ફસાઈ જતાં બોટનાં માલિક પ્રકૃતિ નેચર ક્લબનાં પ્રમુખ દિનેશગીરી ગોસ્વામી,


રાજકોટ : કોંગ્રેસ આપી શકે માત્ર વચનો, કરી શકે વિનાશ: વિજય રૂપાણી

વિજયભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટની પ્રજાએ વર્ષ ૨૦૦૦ માં પાંચ વર્ષ માટે કોંગ્રેસને તક આપી હતી. પરંતુ કોંગ્રેસના કુશાસનને કારણે રાજકોટનો વિકાસ અટકી ગયો. સત્તાભૂખ્યા કોંગ્રેસીઓએ પાંચ વર્ષ અંદરોઅંદર લડવા ઝઘડવામાં જ વિતાવ્યા. ત્રણ-ત્રણ તો મેયરો બદલાયા. કોંગી પદાધિકારીઓએ એ સમયે એવા લખણો ઝળકાવ્યા હતા કે રાજકોટવાસીઓના માથાં શરમથી નીચા થઇ જતા હતા. કોંગ્રેસ આજે ચૂંટણી લડી રહી છે પરંતુ પોતાના પાંચ વર્ષના શાસનના એકપણ સારા કે વિકાસલક્ષી કામને હવાલો આપવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસનું એ કુશાસન આજેપણ પ્રજાને યાદ છે. કોંગ્રેસ પણ જાણે છે કે, તેનો પરાજય નિશ્વિત બની ગયો છે.


રાજકોટ :યુવતીને રિક્ષાચાલકે ડીસમીસ ઝીંકી

રેસકોર્સ રિંગ રોડ પર સવારે નેપાળી યુવતી પર ગાંધીગ્રામના રિક્ષાચાલક સહિતાનાઓએ હુમલો કરતા ઘવાયેલી યુવતીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.કોઠારિયા સોલવન્ટ પાસે રહેતી માનસી ઉર્ફે ભુરી કિશોરભાઇ થાપા (ઉ.વ.૨૦) રેસકોર્સ રિંગ રોડ પર મગનલાલ આઇસક્રીમ સામે ઊભી હતી ત્યારે ગાંધીગ્રામમાં રહેતો રિક્ષા ચાલક સંજય બાવાજી રિક્ષામાં કેટલાક શખ્સો સાથે ધસી આવ્યો હતો અને માનસી પર પક્કડ અને ડિસમિસથી તમામ શખ્સો તૂટી પડ્યા હતા.હુમલામાં ઘવાયેલી નેપાળી યુવતીને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. બનાવની જાણ થતાં પ્ર. નગર પોલીસ દોડી ગઇ હતી. પોતાની સહેલી કોમલની રાહ જોતી હતી ત્યારે રિક્ષા ચાલકે હુમલો કર્યાનું યુવતીએ પોલીસ સમક્ષ કહ્યું હતું.


પોરબંદરના કિંદરખેડા ગામે બની કૌતૂકભરી ઘટના
આભને આંબતો લિસોટો અનેક લોકોએ નિહાળ્યો

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે મેઘરાજાનું આગમન થયું છે. સુરેન્દ્રનગરના ચુડા ગામે કરા પડવાની ઘટના બની છે ત્યારે પોરબંદર જીલ્લાના કિંદરખેડા ગામે એક અજુગતી કુદરતી ઘટના ચર્ચાનો વિષય બની હોય તેમ આજે બપોરના સમયે પાણી ભરેલા વિસ્તારમાંથી એકાએક ધુમાડાનો એક ચક્રવાત ઉઠ્યો હતો અને તેમાંથી એક સફેદ કલરનો લીસોટો આકાશને આંબી ગયો હતો. આ ઘટના નજરે નિહાળનાર લોકો દંગ રહી ગયા હતા.

No comments:

Post a Comment