02 August 2010

બે વર્ષ બાદ આ વખતે સવારે રક્ષાબંધન થઈ શકશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

બે વર્ષ બાદ આ વખતે સવારે રક્ષાબંધન થઈ શકશે

રક્ષાબંધન શ્રાવણ સુદ પૂર્ણિમા, તા.૨૪મી ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ છે. ઉલ્લેખનીય છે કે જયોતિષશાસ્ત્ર મુજબ છેલ્લાં બે વર્ષથી ભદ્રા-વિષ્ટિ યોગને કારણે રાખડી બાંધવાનો સમય સવારે નહોતો આવતો, પરંતુ આ વર્ષે સવારે ૯.૨૧ વાગ્યે વિષ્ટિ-ભદ્રા સમાપ્ત થઈ જાય છે, તેથી સવારે ૯.૨૨થી નિશ્વિત ઉત્તમ સમયે જ રક્ષાબંધન કરી શકાશે.આ અંગે જયોતિષાચાર્ય રઘુનાથભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે, આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા, મંગળવારે સવારે ૯.૨૧ સુધી ભદ્રા-વિષ્ટિ રહે છે, જેથી સવારે ૯.૨૨થી બપોરે ૧.૩૦, બપોરે ૩થી ૫ અને રાત્રે ૮.૨૧થી ૯.૦૨ સુધીનો સમય રક્ષાબંધન માટે ઉત્તમ છે.આ દિવસે સવારે ૯.૨૨ પહેલા રક્ષાબંધન ન થવી જોઈએ અને રાત્રે ૯.૦૨થી મૃત્યુયોગ શરૂ થાય છે અને રાત્રે ૧૦.૩૪થી પૂનમ પૂર્ણ થતી હોવાથી રાત્રે ૯.૦૨ બાદ રક્ષાબંધન કરાવવી નહીં.વર્ષ-૨૦૦૪, ૨૦૦૮, ૨૦૦૯માં પણ ભદ્રા-વિષ્ટિ યોગને કારણે સવારના સમયે રક્ષાબંધન થઈ શક્યું નહોતું. શ્રાવણ સુદ પૂર્ણિમા, તા.૨૪મી ઓગસ્ટના રોજ યજુર્વેદી અને અથર્વવેદી બ્રાહ્નણો જનોઈ પરિવર્તન(ઉપાકર્મ) કરશે. જ્યારે ઋગ્વેદી બ્રાહ્નણો માટે તા.૨૩મી ઓગસ્ટે શ્રવણ નક્ષત્ર હોવાથી આ દિવસે મધ્યાહ્ન પછી ઉપાકર્મ કરી શકે છે.


રેલવેની ટિકિટ નવી વેબાસઇટ પરથી મળશે

રેલવે મંત્રાલયે ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન એટલે કે આઇઆરસીટીસીને વધુ એક ઝટકો આપવાનું મન બનાવી લીધું છે. આઇઆરસીટીસી પાસેથી પહેલાં ટ્રેનોમાં કેટરિંગની સર્વિસનો વેપાર છીનવી લીધો છે. હવે ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે રેલવે નવી વેબસાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નવી વેબસાઇટ ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરી દેવાશે. સૂત્રોનું માનીએ તો આ નવી વેબસાઇટ લોન્ચ થયા બાદ આઇઆરટીસીની પાસેથી ઓનલાઇન ટિકિટ બુકિંગનો વેપાર સંપૂર્ણ બંધ થઇ જશે.આઇઆરસીટીસીની કુલ આવકમાંથી 14 ટકા હિસ્સો ઓનલાઇન ટિકિટ બુકિંગનો છે. પહેલાં જ તેના હાથમાંથી કેટરિંગ સર્વિસ છીનવી લીધા બાદ તેની આવક 80 ટકા સુધી ઘટી ગઇ છે. 2009-10 દરમ્યાન આઇઆરસીટીસીની કુલ કમાણી રૂ.688 કરોડ હતી. જેમાંથી અંદાજે 96 કરોડ ઓનલાઇન બુકિંગ દ્વારા આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આઇઆરસીટીસીની વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરાવતા આઇઆરસીટીસીને મોટું કમિશન મળે છે. જે આવનારા દિવસોમાં બંધ થઇ જશે.


મુલાયમસિંહ જેવા મરે તો સારૂ – અમરસિંહ

સમાજવાદી પક્ષમાંથી હાંકી કઢાયેલા નેતા અમરસિંહે મુલાયમસિંહ ઉપર અત્યારસુધીનો સૌથી મોટો શાબ્દિક હુમલો કર્યો હતો. રવિવારે તેમણે કરેલા નિવેદનમાં અમરસિંહે કહ્યું હતુંકે, પોતાના જીવવા કરતા મુલાયમસિંહ જેવા નેતાઓ મરે તે જરૂરી છે. અલ્લાહબાદમાં લોકમંચના રાષ્ટ્રીય અધ્યક્ષ અમરસિંહે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. તેમના કહેવા પ્રમાણે, મુલાયમસિંહે હંમેશા મુસલમાનોના હિતોની વાતો કરી છે. પરંતુ, તેમના હિતનું કોઇપણ કામ કર્યું નથી.મુલાયમસિંહે હંમેશા મુસલમાનોને દગો કર્યો હોવાનો આક્ષેપ પણ અમરસિંહે કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, મુસ્લીમોએ મુલાયમસિંહના ચહેરાને સારી રીતે ઓળખી લેવાની જરૂર છે. ઉલ્લેખનયી છેકે, સમાજવાદી પક્ષમાંથી હાંકી કઢાયા પહેલા અમરસિંહ એવું નિવેદન કરતા રહ્યા છેકે, તેઓ અને મુલાયમસિંહ બે શરીર અને એક જીવ છે.


હવે નવી અલ્ટોની રાહ નહિં જોવી પડે

મારૂતિ સુઝુકી ઇન્ડિયાની નવી અલ્ટો કે-10નું લોન્ચિંગ આવતા બુધવારે થવાનું છે. તેની કિંમત સંભવત: ત્રણ લાખ રૂપિયા હશે. નવી અલ્ટોના લોન્ચિંગને લઇને કંપની ખાસી ઉત્સાહિત છે. કંપનીનું માનવું છે કે તેનાથી એ-2 સેગમેન્ટમાં મારૂતિના બજારનો હિસ્સો વધશે. સાથો સાથ કંપનીને એ પણ આશા છે કે નવી અલ્ટો સૌપ્રથમ કાર ખરીદનાર મોટા વર્ગને આકર્ષિત કરવામાં સફળ રહેશે.નવી અલ્ટોમાં 1000સીસી ક્ષમતાનું કે-સીરીઝનું એન્જિન લાગેલું હશે. નવી કાર હાલની અલ્ટોથી 125 મિમી લાંબી છે અને તેની કુલ લંબાઇ 3620 મિમી છે. નવી અલ્ટોની લંબાઇ એ-2 સેગમેન્ટની વેગન-આર, અસ્ટિલો અને હ્યુન્ડાઇ આઇ-10 સહિત મોટાભાગે તમામ કારોથી વધુ છે. કંપનીનો દાવો છે કે નવી અલ્ટો 20.2 કિમી પ્રતિ લિટર માઇલેજ આપશે. તેની સાથે જ આ શૂન્ય થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અંદાજે 13.3 સેકન્ડ પ્રાપ્ત કરી લેશે. આ શ્રેણીની અન્ય કારો આ ગતિ પ્રાપ્ત કરવામાં 14 સેકન્ડનો સમય લે છે.મારૂતિ સુઝુકીના મુખ્ય મહા પ્રબંધક (માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે એ-1 અને એ-2 શ્રેણી પર કંપનીઓનું ફોકસ ફરીથી વધી રહ્યું છે. આ શ્રેણીમાં આવનારા વર્ષોમાં સ્પર્ધા વધવાની આશા છે.તેમણે કહ્યું કે એ-2 સેગમેન્ટમાં હાલ અલ્ટો 800, શેવિ સ્પાર્ક અને સેન્ટ્રો સ્ટાન્ડર્ડ સામેલ છે. જ્યારે એ-1 સેગમેન્ટમાં મારૂતિ 800 અને ટાટા નેનો છે. આ સેગમેન્ટમાં મારૂતિનો ખાસો હિસ્સો છે. પૂરા મહિનામાં 32,000-34,000 કારોનું કુલ વેચાણ થાય છે, તેમાં અલ્ટો-800નું અંદાજે 20,000-21,000 યુનિટોનું વેચાણ થાય છે. શ્રીવાસ્તવે આશા વ્યક્ત કરી છે કે 1000 સીસી વાળી નવી અલ્ટોના લોન્ચિંગથી આ બ્રાન્ડના વેચાણમાં 25-30 ટકાનો વધારો થશે.


રસ્તાની સાથે બ્રિજ પણ ધોવાયા!

શહેરીજનોના પરસેવાની કમાણીમાંથી જંગી ટેક્સ વસુલ કરી મ્યુનિ. સત્તાધીશોએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રસ્તા તો વરસાદમાં ધોવાઇ જ ગયા છે, તેની સાથે સાથે નવા જ બનેલા ફલાય ઓવર બ્રિજ ઉપરના રસ્તા પણ ધોવાઇ જતાં કેવો ભ્રષ્ટાચાર આચરાયો હશે તેવો સવાલ ખડો થયો છે.પ્રાપ્તમાહિતી અનુસાર, શહેરમાં દરવર્ષે કરોડો રૂપિયા રસ્તા અને ફૂટપાથ પાછળ ખર્ચીને મ્યુનિ. સત્તાધીશો મલાઇ તારવી લેવામાં માહિર બની ગયા છે. દર વર્ષે રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે નાનામોટા ખાડા પડી જાય છે અને દર વર્ષે કરોડો રૂપિયા રોડ રિસરફેસના નામે ખર્ચવામાં આવે છે, દર વર્ષે રસ્તા રિસરફેસ કરવાને બદલે કાયમી ઉપાય શોધવાને બદલે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલા લેવાને બદલે શાસક ભાજપને પણ કરોડો રૂપિયા વેડફવામાં જ રસ છે.રસ્તાના કરોડો રૂપિયાના કામો માનીતા કોન્ટ્રાક્ટરોને આપવામાં માહિર શાસક ભાજપ તથા વહિવટીતંત્ર દ્વારા રસ્તાના કામોની ગેરંટી-વોરંટી લીધી હોવાના દાવા કરે છે, પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કેટલા કોન્ટ્રાક્ટરો પાસે ધોવાયેલા કે ખાડા પડેલા રોડ ઉપર પુન: રિસરફેસ કરાવી શક્યા તે મોટો સવાલ છે.રોડ રિસરફેસનુ કૌભાંડ ઓછુ હોય તેમ હવે તો બ્રિજના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવાના નામે ઠેર ઠેર ૩૦-૪૦ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજના કામો પણ વગ ધરાવતાં કોન્ટ્રાક્ટરોને આપ્યા બાદ કેવી કામગીરી થાય છે તેનુ ધ્યાન રાખવામાં મ્યુનિ. સત્તાધીશોની બેદરકારીને પગલે કેટલાક બ્રિજ ઉપર ડામર-કપચી ઉખડી જવા પામ્યાં છે, એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો બ્રિજ ઉપરના રસ્તા પણ ધોવાઇ ગયા છે.બીઆરટીએસની બસ સડસડાટ દોડી શકે અને જનરલ ટ્રાફિકને અડચણના નામે એઇસી ચાર રસ્તા તથા હેલ્મેટ સર્કલ ખાતેના ફલાય ઓવર બ્રિજ ઉપર પણ ડામર-કપચી ઉખડી જવા પામતાં શહેરીજનો આશ્ચર્ય પામી ગયા છે. નવાઇની વાત તો એ છે કે, આ બ્રિજનુ નિર્માણકાર્ય પૂરૂ થયાને હજુ બે વર્ષ પણ થયાં નથી અને એટલી વારમા તો ડામરકપચી ઉખડી ગઇ તે જ બતાવે છે કે મ્યુનિ. સત્તાધીશોને માત્ર કોન્ટ્રાક્ટરોને જ સાચવવામાં રસ છે.


કરોડો ચૂકવાયેલા BRTS કોરિડોરમાં જ પાણી

કોરિડોરમાં પાણી ભરાઇ રહેતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશબીઆરટીએસ કોરિડોર અને બસ સ્ટેન્ડના પાણીના ફોટા છે. મ્યુનિ.ના મહત્વાકાંક્ષી અને દેશવિદેશમાં ખ્યાતિ પામેલા બીઆરટીએસનો જનમાર્ગ પણ જળમાર્ગમાં પરિવર્તીત થઇ જતાં વિવાદ સર્જાયો છે.પ્રાપ્તમાહિતી અનુસાર, આરટીઓથી પીરાણા સુધીના પ્રથમ તબક્કાનો કોરિડોર તો માનીતા કોન્ટ્રકટરના ઉંચા ભાવના કરોડો રૂપિયાના ટેન્ડરને મંજુર કરી બનાવવાની મંજુરી શાસક ભાજપે આપી હતી. બહુ ચર્ચિત બીઆરટીએસ પ્રોજેક્ટને જોવા વિદેશીઓ આવે છે અને વિદેશમાંથી એવોર્ડ મળ્યા છે તેવા બણગાં ફૂંકતા મ્યુનિ. સત્તાધીશોએ બીઆરટીએસનો કોરિડોર એટલે કે રસ્તો બનાવવા પાછળ એક કીમી દીઠ પાંચથી સાત કરોડ રૂપિયા ખર્ચ્યા છે.પરંતુ ઇજનેર ખાતાના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ તથા કહેવાતા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન પછી પણ કોરિડોરના રસ્તાની ડિઝાઈન એવી ખામી ભરેલી છે કે, સમગ્ર કોરિડોરમાં ઠેર ઠેર પાણી ભરાઇ રહે છે અને તેમાંય આજે તો આ માર્ગ પણ જનમાર્ગને બદલે જળમાર્ગમાં ફેરવાઇ ગયો હતો.ગઇકાલે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનારા વાહનચાલકો આજે બીઆરટીએસ કોરિડોરમાં પણ એક દોઢ ફૂટ પાણી ભરાયેલા જોઇ સાઇડના રસ્તા ઉપર જ રહ્યાં હતાં. જોકે કેટલાક દ્વીચક્રી વાહનચાલકોએ રસ્તા ઉપર પાણી ભરાયેલા જોઇ કોરિડોર કૂદાવવાનુ પસંદ કર્યું હતુ. વાળીનાથ ચોક બસ સ્ટેન્ડની ચારેતરફ ભરાઇ ગયેલા ઘૂંટણસમાણા પાણીમાં બંધ પડેલા બાઇક-સ્કૂટર લોકોએ કોરિડોરમાં લાવી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો.


અઢી ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર

રવિવારે મેઘરાજા લોકોની રજા બગાડવાના મૂડમાં હોય તેમ સમગ્ર મધ્ય ગુજરાતમાં ત્રાટક્યા હતા. મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૬૦ મિમી અને દેડિયાપાડા ભરૂચ તાલુકામાં ૨-૨ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ભરૂચ જિલ્લાનો આમોદ તાલુકો કોરોધાકોર રહ્યો હતો.ગઈ કાલે ઝરમર વરસાદે રવિવારે બપોરે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં દિવસ દરમિયાન શહેરમાં ૬૦ મિમી વરસાદે શહેરીજનોને પારાવાર હાલાકીમાં મૂકી દીધા હતા. આજે રવિવાર હોવાથી મોટા ભાગના શહેરીજનોના ફરવા ફરવાના કાર્યક્રમ પર ધોધમાર વરસાદે પાણી ફેરવી દીધું હતું.બપોર બાદ ચાર કલાકમાં શહેરમાં ૨૮ મિમિ વરસાદે મોટાભાગના વિસ્તારોને ઘૂટણસમા પાણીથી છલકાવી દેતા ‘સબ સલામત હૈ’ના બણગા ફૂંકતા તંત્રને ફરી એકવાર લપડાક મારી હતી.આજે વડોદરા શહેરમાં સવાર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ જામ્યું હતું. બપોર સુધીમાં શહેરમાં આકાશ વરસાદી વાદળોની ફૌજથી ખડકાઈ જતાં વરસાદ માટે બસ સમયની જ વાટ જોવાતી હતી. પછી અચાનક વરસાદ તૂટી પડતાં ચાર વાગ્યા સુધીમાં ૩૨ મિમી વરસાદ નોંધાઈ ચૂકયો હતો. બપોર બાદ ભારે પવન સાથે મેહૂલિયો વધારે આક્રમક બનતાં સાંબેલાધાર વરસાદ જાણે શહેર માથે લેશે તેવી હાલત સર્જાય તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. વડોદરાના માંડવી, દાંડિયાબજાર, લહેરીપુરા, મચ્છીપીઠ, મહાવીર હોલ, મદનઝાંપા રોડ, અલકાપુરી, બરાનપુરા , નાગરવાડા, જયુબિલી બાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.


900 ટેસ્ટ રમીને ઈંગ્લેન્ડે અનોખી સિદ્ધિ નોંધાવી

ક્રિકેટનું જન્મદાતા ઈંગ્લેન્ડ 900 ટેસ્ટ રમનારો પ્રથમ દેશ બની ગયો છે. ઈંગ્લેન્ડે રવિવારે પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં 354 રને પરાજય આપીને આ સિદ્ધિની ઉજવણી કરી હતી.વર્ષ 1877માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમવાની શરૂઆત કરનારી ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને હરાવવાની સાથે પોતાની 316મી ટેસ્ટ જીત હાંસલ કરી હતી. આ સિવાય ઈંગ્લેન્ડને 900 ટેસ્ટમાં 259 હાર અને 325 ડ્રો ટેસ્ટ રમી છે.રસપ્રદ વાત એ છે કે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 354 રને પરાજય આપ્યો હતો અને તેણે પોતાના પ્રથમ દાવમાં પણ 354 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે 262 રને પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. જ્યારે પાકિસ્તાને બન્ને દાવમાં મળીને કુલ 262 રન બનાવ્યા હતા. જેમાં પ્રથમ દાવમાં 182 અને બીજા દાવમાં 80 રન બનાવ્યા હતા.રનના અંતરથી જોવામાં આવે તો ઈંગ્લેન્ડના ટેસ્ટ ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો વિજય છે. જ્યારે પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે.સૌથી વધુ ટેસ્ટ રમાનારા દેશોની યાદીમાં ઈંગ્લેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા 723 ટેસ્ટ સાથે બીજા નંબરે છે. બાદમાં વેસ્ટ ઈન્ડિઝ 465 ટેસ્ટ સાથે ત્રીજા, ભારત 439 ટેસ્ટ સાથે ચોથા અને ન્યૂઝિલેન્ડ 359 ટેસ્ટ સાથે પાંચમાં સ્થાને છે. દક્ષિણ આફ્રિકા (353) છઠ્ઠા, પાકિસ્તાન (349) સાતમા, શ્રીલંકા (194) આઠમાં, ઝિમ્બાબ્વે (83) નવમાં અને બાંગ્લાદેશ (68) દસમાં સ્થાને છે.


મહેસાણા પાલિકાની ચૂંટણી વહેલી યોજાય તેવા સંકેત

રાજ્યમાં આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ૪૯ નગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે તેની સાથોસાથ મહેસાણા નગરપાલિકાની ચૂંટણી પણ મુદત પૂર્વે યોજાય તેવા સંકેતો સાંપડતાં સ્થાનિક રાજકારણમાં સળવળાટ શરૂ થયો છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા ૨૦૦૬માં નગરપાલિકા તરીકે જાહેર કરાયેલા વિસ્તારો બાદમાં નજીકની નગરપાલિકામાં સમાવિષ્ઠ થયા હોય તેવી મહેસાણા, પાદરા, મોરબી અને ઉના પાલિકાઓની ચૂંટણી મુદત પૂર્વે કરવાની ગતિવિધિ તંત્ર દ્વારા શરૂ કરાઈ છે.
રાજ્યની કુલ ૧૫૯ નગરપાલિકાઓ માંથી નિર્ધારિત મુદત પૂર્ણ કરતી ૪૯ નગરપાલિકાઓની ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાવાની છે. પરંતુ આ ચૂંટણી સાથે શહેરી વિકાસ વિભાગ દ્વારા અગાઉ ૨૮ જેટલા વિસ્તારોને નગરપાલિકા તરીકે જાહેર કરાયેલા અને બાદમાં કેટલાકને નજીકની નગરપાલિકામાં સમાવિષ્ઠ કરાયા હતા. આવા વિસ્તારો ધરાવતી પાલિકાઓની ચૂંટણી નિધૉરિત મુદત પૂર્વે કરવી તેવી ગણતરી તંત્ર રાખી રહ્યું છે.જે અંતર્ગત મહેસાણા પાલિકાની પાંચ વર્ષિય મુદત ડિસેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થવાની હોઈ પરંતુ મહેસાણા પાલિકામાં પણ નાગલપુર નગરપાલિકા વિસ્તારનો સમાવેશ કરાયો હોવાથી સ્થાનિક પાલિકાની ચૂંટણી મુદત પૂર્વે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાય તેવા એંધાણ મળી રહ્યા છે.દરમિયાન શનિવારે મળેલી મહેસાણા પાલિકાની રૂટીન સામાન્ય સભામાં હાજર શાસક અને વિપક્ષના નગરસેવકોમાં આ ટર્મની છેલ્લી સામાન્ય સભા હોવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મહેસાણાની જેમ સૌરાષ્ટ્રમાં મોરબી, ઉના અને મધ્યગુજરાતમાં પાદરા પાલિકાની મુદત પણ ડિસેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થાય છે પરંતુ ઉચ્ચકક્ષાએથી થઈ રહેલી તૈયારીઓને લઈને આ પાલિકાઓની ચૂંટણી પણ ઢુકડી જણાઈ રહી છે.નાગલપુર અને ઓજી વિસ્તારને પાલિકામાં પ્રતિનિધિત્વ મળશે.મહેસાણા પાલિકામાં સમાવિષ્ઠ નાગલપુર અને ઓજી વિસ્તારનો મુકરર ૧૪ વોર્ડમાં સમાવેશ કરાયા બાદ પાલિકાની ચૂંટણી યોજાશે ત્યારે પંચાયતને બદલે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ પાલિકામાં જોવા મળશે.વહેલી ચૂંટણીના સંકેતથી રાજકીય પક્ષોમાં સળવળાટ.મહેસાણા પાલિકાની ચૂંટણી વહેલી યોજાય તેવા મળી રહેલા સંકેતો વચ્ચે સ્થાનિક શાસક ભાજપ અને વપિક્ષ કોંગ્રેસમાં સળવળાટ શરૂ થયો છે. સંગઠનની દ્રષ્ટિએ ભાજપમાં શહેરના માળખાની તાજેતરમાં જ રચના જાહેર થઈ છે અને કોંગ્રેસમાં આગામી દિવસોમાં આ કાર્યવાહીનો ધમધમાટ છે ત્યારે પાલિકાની ચૂંટણીને પણ નજર સમક્ષ રાખવામાં આવી રહી છે.


નાઈટ્રેટ મિશ્રિત પાણીના ઘૂંટ ભરતી દોઢ લાખ પ્રજા!

બોરસદ તાલુકાની કાંઠાગાળાના ગામોની પ્રજા ફ્લોરાઈડ અને નાઈટ્રેટ મિશ્રિત પાણીના ઘુંટડા ભરી રહી હોવાનો એક સરકારી રિપોર્ટ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ફ્લોરાઈડ અને નાઈટ્રેટ મિશ્રિત પાણી પીવાના કારણે અંદાજે દોઢ લાખ લોકો પર ચામડી અને કિડનીના રોગનો ખતરો ઝળુંબી રહ્યો છે.આ અંગેના એક સરકારી રિપોર્ટ મુજબ, બોરસદ તાલુકાની પ્રજા પીવાના પાણી માટે મોટાભાગે પાતાળકુવા અને હેન્ડ પંપ પર આધારિત છે. તાલુકાના દક્ષિણ ભાગના ગામોની નજીકમાં થઈને વહેતી મહીસાગર નદી ખંભાતના અખાતને મળે છે. દરિયાની ભરતીના સમયગાળા દરમિયાન દરિયાના ખારાશવાળા પાણી ઊંડાણવાળા વિસ્તાર સુધી આવી જાય છે. જેના કારણે આ વિસ્તારના પાણીના સ્ત્રોતમાં ખારાશનું પ્રમાણ ઉત્તરોત્તર વધતુ જોવા મળી રહ્યું છે. પાણીના સતત પંપીંગના કારણે પાણી સાથે ઊંડાઈએથી જમીનના ક્ષાર પણ આવી જતાં હોવાથી પાણીની ગુણવત્તા ઉત્તરોત્તર નબળી પડી રહી છે. નવા સ્ત્રોત પણ લાંબો સમય ચાલી શકતા નથી.પાણીના સ્ત્રોતના નમુનાઓનું રાસાયણિક પ્úથ્થકરણ કરાતા મહીસાગર કાંઠાને અડીને આવેલા વિસ્તારોમાં પીવાના પાણીની ગુણવત્તા નબળી માલુમ પડી છે અને આ પાણી બીનપીવાલાયક છે. એકત્ર કરાયેલા પાણીના નમુના પૈકી બોરસદ તાલુકાના ૪૭ ગામ - પરાંઓના પાણી બીનપીવાલક છે. ભુગર્ભજળમાં ફ્લોરાઈડ તથા નાઈટ્રેટની માત્રાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. આ ઉપરાંત અખાત વિસ્તાર નજીકમાં હોઈ પાણીમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણપણ ઉત્તરોત્તર વધી રહ્યું છે.જેના કારણે આ વિસ્તારમાં પીવાના પાણીના સ્ત્રોતમાં પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં ગુણવત્તાના કારણોસર પાણી બીનપીવાલાયક છે. આ અંગે પંથકના તજજ્ઞતબીબોના જણાવ્યાનુસાર, નાઈટ્રેટ તથા ફ્લોરાઈડ મિશ્રિત પાણી પીવાનાથી કીડની અને ચામડીના રોગનું પ્રમાણ વધે છે. બાળકો અને મહિલાઓ ઝડપથી આ રોગનો શિકાર બની શકે છે. આ બાબતે સરકારે પણ તાકીદે પગલાં ભરવા જરૂરી બન્યાં છે.
રિપોર્ટમાં જણાવ્યાનુસાર, ફ્લોરાઈડ અને નાઈટ્રેટ મિશ્રિત પાણીના વિકલ્પ માટે જળશાસ્ત્રીના અભિપ્રાય મુજબ અલગ અલગ વિસ્તારોમાં પાતાળકુવો તેમજ અન્ય આનુસંગિક કામો હાથ ધરવાથી પ્રમાણમાં ઘણો વધુ ખર્ચ કરવો પડે તેમ છે. ઉપરાંત સ્ત્રોતનું ટકાઉપણુ તેમજ ગુણવત્તાની આધારભુતતા બાબતે શંકા જાય છે.


તારાપુરના તલાટીની ધરપકડથી વિવાદ

તારાપુરના તલાટીની પ્રાંત અધિકારીએ આપેલા વોરંટ આધારે પોલીસે અટકાયત કરતાં વિવાદ છેડાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ તારાપુરમાં કોલેરા ફાટી નીકળ્યો ત્યારે પેટલાદ એસડીએમે તારાપુર તલાટી રૂસ્તમભાઇએ વહોરાને રિપોર્ટ કરવા સુચના આપી હતી.તલાટીએ આ રિપોર્ટ જમા ન કરાવતાં એસડીએમે તેમની સામે રેવન્યુ એક્ટ ૨૫ મુજબ ફરિયાદ નોંધી વોરંટ ઇસ્યુ કરી તારાપુર પોલીસને મોકલી આપતાં તારાપુરમાં ગરીબ કલ્યાણ મેળા સમયે જ તલાટી રૂસ્તમભાઇની અટકાયત કરી હતી. ગંદકી બાબતે માત્ર તલાટીને જ જવાબદાર ઠેરવવાની બાબતે તેમજ તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવાની બાબતમાં રેવન્યુ વિભાગ લડાયક મુડમાં આવી જવા પામ્યો છે.


પેટલાદમાં એસટી તંત્રના ખાડે ગયેલા વહીવટ સામે જનઆંદોલન


એક સમયનું પાટનગર પેટલાદની હાલત દિવસે દિવસે બગડી રહી છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી એસટી તંત્રના ઓરમાયા વર્તનનો ભોગ બનેલા પેટલાદમાં નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગ રોષે ભરાયાં છે. આ મામલે ધારાસભ્ય નિરંજનભાઈ પટેલની આગેવાની હેઠળ આગામી સપ્તાહથી જનઆંદોલનના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ‘પેટલાદ નગર અને ગ્રામ્યમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે, ત્યારે તેની સામે એસટી ડેપો દ્વારા પહેલા જે રૂટો ચાલતા હતાં તેમાં વધારો કરવાને બદલે ઘટાડો કરવામાં આવ્યો છે. આજે શિક્ષણના વ્યાપ વધ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા ટુકડે ટુકડે વાહન બદલીને જિલ્લા મથકે કોલેજ કે ઘરે પહોંચવું પડે છે.


આર.પીઆઈ.ના ગુજરાતી પ્રદેશ આઘાડીના અધ્યક્ષ તરીકે જતીનભાઈ ભુતા

આરપીઆઈ આઠવલે જુથના ગુજરાતી પ્રદેશ આઘાડીની અધ્યક્ષ તરીકે જતિનભાઈ ભુત્તાની વરણી થઈ છે. બોરીવલી પશ્ચિમમાં એમસીએફ સ્પોર્ટ ક્લબમાં આરપીઆઈના ગુજરાતી પ્રદેશ આઘાડીના અધ્યક્ષ તરીકે ભુત્તાની વરણી કરાઈ હતી. આ આઘાડીનું અગાઉ સાંસદ રામદાસ આઠવલે દ્વારા ઉદઘાટન કરાયું હતું. આ પછી તેમણે ભુત્તાની નિમણુંકની વિધિસર જાહેરાત કરી હતી.આ પ્રસગે આલજીભાઈ પી. મારૂ, જિલ્લા અધ્યક્ષ યુવા નેતા રમેશ ગાયકવાડ, પ્રવીણભાઈ ચાવડા, કચ્છી ગુજરાતી મારવાડી જૈન સમાજના પરેશ ઠક્કર, સુરેશ અજમેરા, વિનોદભાઈ શાહ, નિર્મલાબેન શાહ, અરવિંદ ડુમસિયા, જિજ્ઞેશભાઈ ભુત્તા, નવીનભાઈ સાવલા, પ્રવીણ તુલસી ઝાલા, નરેશ મારૂ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરપીઆઈએ આઘાડીનો આ નવો કક્ષ સ્થાપીને ગુજરાતીને તેનું નેતૃત્વ આપવાને કારણે સ્થાનિક ગુજરાતીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.


ડિમ્પીએ રાહુલને માફ કરી દીધો!

રાહુલ મહાજને ટીવી પર સ્વંયવર યોજીને ડિમ્પી સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય તો તેઓનું લગ્ન જીવન બરાબર ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ તેઓની વચ્ચે ઘણી જ સમસ્યા ઉદભવી છે.થોડા સમય પહેલા પાયલ રોહતગીએ ફરિયાદના સ્વરે કહ્યું હતું કે, રાહુલ તેને ગમે તે સમયે ફોન કરીને હેરાન કરે છે અને રાહુલે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી છે. જો કે આ સમયે રાહુલની પત્ની ડિમ્પી પોતાની પતિની વહારે આવી હતી અને ડિમ્પીએ કહ્યું હતું કે, પાયલ પબ્લિસિટી સ્ટંટ માટે આ બધુ કરી રહી છે.જો કે ડિમ્પીએ આ વાત કહી તેના બીજા દિવસે જ ડિમ્પીએ રાહુલનું ઘર છોડી દીધું હતું. ડિમ્પીએ ફરિયાદ કરી હતી કે, રાહુલે તેને બેરહેમીથી માર માર્યો છે.

No comments:

Post a Comment