visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
તાજના સાક્ષી બનવાની અમિનની અરજીની આજે સુનવણી
તાજના સાક્ષી બનવાની અમિનની અરજીની આજે સુનવણી. આજથી વણઝારા એન્ડ કંપની તથા અમિન આમને સામને કે સાથ સાથ?તાજના સાક્ષી બનવાની અમિનની અરજીની આજે સુનવણી. સોહરાબુદ્દીનના મુદ્દે તો અમે સાથેજ છીએ તેવા જોરશોરથી નિવેદનો કરનાર ડો.અમીને હવે સીબીઆઇને પોતાની પાસેના પુરાવા આપીને તાજના સાક્ષી બનવા માટે કોર્ટમાં અરજી કરી છે તેનો આજે ચુકાદો છે.દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની રહેલ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં હાઇપ્રોફાઇલ આરોપીઓ પૈકી સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડો. નરેન્દ્ર અમીને આ કેસને લગતી માહિતી તથા જરૂરી પુરાવા સીબીઆઇને આપીને તાજના સાક્ષી બનવા માટે અરજી કરી છે. જેની આજે સીબીઆઇ કોર્ટમાં સુનવણી છે.આ મુદ્દાને લઇને રાજ્યભરમાં એ બાબત જાણવાની ઉત્સુકતા છે કે હવેથી વણઝારા એન્ડ કંપની તથા ડો. અમીન આમને -સામને કે પછી સાથ-સાથ રહેશે.જોકે આ સવાલનો જવાબ આજે સીબીઆઇ કોર્ટના આદેશ પરથી મળી જશે જો કોર્ટ અમિનને તાજના સાક્ષી બનવાની પરવાનગી આપે તો તે અને વણઝારા એન્ડ કંપની આમને સામને થઇ જશે. જો કોર્ટ અમીનને તાજના સાક્ષી બનવાની પરવાનગી ન આપે તો તેઓ હમ સાથ સાથ હૈ.જોકે અમીનની તાજના સાક્ષી બનવાની અરજીની સામે આ કેસના અને અમીનના સહઆરોપીઓ વણઝારા સહિત કુલ આઠ આરોપીઓએ અમીનને તાજનો સાક્ષી નહિ બનાવવા માટે કોર્ટમાં અરજી કરી છે. હવે એ જોવાનું ર«યું કે કોર્ટ કોની અરજી ગ્રાહ્ય રાખે છે.
સોહરાબ કેસના તમામ આરોપીઓને સાથે કોર્ટમાં લવાશે
ચકચારી સોહરાબુદ્દીન કેસના તમામ આરોપીઓને આજે ચાર્જશીટ આપવાની હોવાથી તમામને સીબીઆઇ કોર્ટમાં હાજર રાખવાની શક્યતા છે.જોકે અમિત શાહની ચાર્જશીટ આપી દેવાતાં તેમને કોર્ટમાં લવાશે નહિ.આ અગાઉ વર્ષ ૨૦૦૭માં સોહરાબુદ્દીન કેસના તમામ આરોપીઓને ચાર્જશીટ આપવામાં આવી હતી ત્યારે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.જોકે અગાઉ જ્યારે સોહરાબુદ્દીન કેસના આરોપીએ કોર્ટમાં ચાર્જશીટ માટે લાવવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓમાં અભય ચુડાસમા, અમીત શાહ, અજય પટેલ તથા યશપાલ ચુડાસમાનો સમાવેશ નહોતો. જ્યારે આ વખતે સોહરાબુદ્દીન પ્રકરણમાં આ હાઇપ્રોફાઇલ આરોપીઓનો સમાવેશ થયો છે.
વૈદ્યનાથનને 50 કરોડના પગારની ઓફર
ક્યારેય સાંભળ્યું છે 50 કરોડ રૂપિયાનું સેલરી પેકેજ? આઇસીઆઇસીઆઇ પ્રુડેંશિયલના પૂર્વ એમડી અને સીઇઓ વી.વૈદ્યનાથનને આ ઓફર મળી છે. તેમણે આ સેલરી બિગ બજારપેન્ટાલૂનની ફાઇનાન્સ કંપની ફ્યુચર કેપિટલ હોલ્ડિંગ ગ્રૂપ સાથે જોડાવવા માટે મળી છે. કંપની સાથે જોડાવાના બોનસના રૂપમાં તેમણે રૂ.47.40 કરોડ કિંમતના 20 લાખ વોરંટ મળ્યા છે.આ વોરંટને ફેબ્રુઆરી 2012માં ફયુચર કેપટિલના શેરમાં બદલી શકાય છે. આ પેકેજ સન ટીવીના એમડી અને ચેરમેન કલાનિધિ મારનના વાર્ષિક પગારથી 10 કરોડ વધુ છે. કલાનિધિ ગયા વર્ષે ભારતમાં સૌથી વધુ નાણાં કમાનાર સીઇઓ હતા. આઇસીઆઇસીઆઇના એમડીના રૂપમાં વૈદ્યનાથનો પગાર (કંપેનસેશન પેકેજ) 1.4 કરોડ રૂપિયા હતો. આમ, તો તેમાં અંદાજે 10 કરોડનો સ્ટોક વિકલ્પ સામેલ ન હતો.વૈદ્યનાથનને ફયુચર કેપટિલના શેર રૂ.237ની કિંમત પર આપવામાં આવ્યા છે, તેનો મતલબ એ છે કે કંપનીના શેરમાં એક રૂપિયાની વૃદ્ધિ પણ તેમણે 20 લાખ રૂપિયાનો ફાયદો અપાવશે. સોમવારે ફયુચર કેપિટલનો શેર રૂ.279.75 સુધી પહોંચી ગયો હતો એટલે કે વૈદ્યનાથનની સંપતિમાં 85 લાખ રૂપિયા કંપની સાથે જોડાયાના એક સપ્તાહ પહેલાં મળી ગયા છે.
ઇરાન પર હુમલો કરવા અમેરિકા તૈયાર
એક બાજુ જ્યારે સમગ્ર વિશ્વમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ એક ચોકાવનારા સમાચાર સામે આવ્યાં છે. અમેરિકાએ જણાવ્યું છે કે તેણે ઇરાન પર હુમલો કરવાની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.સમાચાર ચેનલ ફોક્સ ન્યૂઝના જણાવ્યાં અનુસાર અમેરિકાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટોકના પ્રમુખ એડમિલ માઇક મુલેને કહ્યું છે કે ઇરાન પરમાણુ હથિયાર કાર્યક્રમ પડતો નહિ મુકે તે તેને રોકવા માટે અમેરિકા તેની પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે. જો કે ઇરાન પર હુમલો ક્યારે અને કેવી રીતે કરવાનો છે તેનો અંતિમ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ જ લેવાનો છે.બીજી બાજુ અમેરિકાના નિવેદનોથી ગુસ્સે ભરાયેલા ઇરાને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે જો તેની પર હુમલો કરવામાં આવશે તો તે તેનો જવાબ આપશે. ઇરાનની સરકારી સમાચાર એજન્સી ઇરાનાએ જણાવ્યું છે કે ઇરાન પર હુમલાની જવાબી કાર્યવાહી કરવામાં આવશે.
દલાલ બન્યા ખાદીધારી MLA
આઇબીએન સેવન નામની ખાનગી ચેનલ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન દર્શાવવામાં આવ્યું હતું. ચેનલ અને કોબરાપોસ્ટ વેબસાઇટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં એવી વિગત બહાર આવી છેકે, રાજ્યસભાની ચૂંટણીઓ વખતે અનેક ધારાસભ્યો તેમના ઇમાન વેંચવા માટે તૈયાર થઇ ગયા હતા.આ ધારાસભ્યોની વચેટિયા સાથેની વાતચીતને ગુપ્ત કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જેમાં તેઓ એક કરોડથી માંડી ને બે કરોડ રૂપિયા સુધીની માગ કરી રહ્યા છે. વધુમાં ભાજપના એક ધારાસભ્યએ પચાસ લાખ ઉપરાંત વૈભવી કારની પણ માગણી કરી હતી.આ સ્ટિંગ ઓપરેશનમાં કોંગ્રેસના ત્રણ ઝારખંડ મુક્તિ મોરચાના બે અને ભાજપના એક ધારાસભ્ય ગુપ્ત કેમેરામાં કેદ થઇ ગયા હતા. જે સાબિત કરે છેકે, કેવી રીતે ધનિક લોકો પૈસાની થેલીઓ ખુલ્લી મૂકીને રાજ્યસભા સુધી પહોંચી જાય છે.
ઓબામાને અહમદીનેજાદનો લલકાર
ઇરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ટેલીવિઝન પર ખુલ્લી ચર્ચા કરવા માટે લલકાર્યા છે. તેમણે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આગામી મહિનામાં થનારા અધિવેશન દરમિયાન અમે મીડિયાની સામે સીધી વાતચીત કરી શકીએ છીએ.અમે દુનિયાની સમસ્યાઓના સમાધાન માટે પોત-પોતાના અભિપ્રાય વ્યક્ત કરી શકીએ છીએ, જેથી દુનિયાને ખબર પડે કે કોની પાસે સાચુ સમાધાન છે. અહમદીનેજાદે જણાવ્યું હતું કે તેમણે અગાઉ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશને પણ આ જ પ્રમાણે પડકાર્યા હતા પરંતુ તે તૈયાર નહોતો થયાં.દુનિયાના પાંચમાં સૌથી મોટા તેલ ઉત્પાદક ઇરાનનું કહેવુ છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ વિજળીના ઉત્પાદન માટે છે. પરંતુ યુરેનિયમ યોજાનાના કારણે અમેરિકા અને અન્ય પશ્વિમી દેશોને આશંકા છે કે તે પરમાણુ બોમ્બ બનાવી રહ્યાં છે.ઇરાનની આ યોજનાના આધારે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અમેરિકાના કહેવા પર ઇરાન પર નવા પ્રતિબંધો પણ લગાવ્યાં છે. અહમદીનેજાદે અમેરિકાની નીતિઓને જંગલરાજ જેવી બતાવી છે. વધુમાં અહમેદીનેજાદે જણાવ્યું હતું કે હમે વાતચીત માટે હંમેશા તૈયાર છે, ઉપરાંત અમે ક્યારેય યુદ્ધના હિમાયતી નથી.
ખંભાળિયામાં મેઘ તાંડવ, ૨૪ કલાકમાં ૨૩ ઇંચ
પોરબંદરમાં ૮, રાણાવાવમાં ૯ ઇંચ જેટલો ભારે વરસાદ : ખંભાળિયા અને પોરબંદરમા રેસ્કયુ ટીમ ઉતારવી પડી, અસંખ્ય ગામડાં સંપર્કવિહોણાં જામનગર-ખંભાળિયા હાઇવે પરનો વાહનવ્યવહાર ચાર કલાક સુધી ખોરવાયો, આવતા ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદે આજે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. અમરેલી જિલ્લાને બાદ કરતાં આખા સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જામનગર જિલ્લાના ખંભાળિયામાં આભ ફાટતાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચ વરસાદ પડ્યો હતો. મુશળધાર વરસાદને કારણે જામનગર- પોરબંદર જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા તેમજ અનેક નગરો બેટમાં ફેરવાયા હતા.જોકે પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવા માટે રેસ્કયુ ટીમ ઉતારવી પડી હતી. ઉપરાંત જામનગર અને લાલપુરમાં ૭ અને રાણાવાવ ૯, પોરબંદર ૮, ઘેડ- બરડા પંથકમાં સાત-સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં વાંસદામાં ચાર ઇંચ તેમજ ભુજમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.ઉત્તર ગુજરાતના બાયડ, વડાલીમાં બે ઇંચ જ્યારે અમદાવાદ શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હવામાનખાતાએ આજે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના જુદા જુદા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.કચ્છ-સૌરાષ્ટ્રમાં તો અતિવૃષ્ટિની નોબત આવી છે. ભચાઉમાં સાત, નલિયામાં છ, ભૂજમાં ચાર ઇંચ વરસાદ નોંધાતા નાની સિંચાઈના ૧૫ ડેમ તો અનેક તળાવોમાં નીર આવ્યા છે.સોરઠમાં સોમવારે પણ બારે મેધ ખાંગા થયા હતા. જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખંભાળિયા સહિતનાં અનેક નગરો વિખૂટા પડ્યાં હતાં. ખંભાળિયામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે અનેક સ્થળે ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતાં મોટી જળહોનારતનો ભય સર્જાયો હતો. ઘી અને તૈલી નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.બેડના પુલ ઉપરથી સસોઈનાં પાણી ફરી વળતાં જામનગર ખંભાળિયા હાઇવે પરનો વાહનવ્યવહાર ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો. ખંભાળિયાનો ઘી ડેમ ૪ ફૂટે ઓવરફ્લો થયો હતો. જામનગરમાં અનરાધાર સાડા સાત ઇંચ વરસાદ વરસતાં શહેર જળબંબોળ બની ગયું હતું. સવારે રણજિતસાગર ડેમ છલકાયો હતો. શહેરમાં ઠેર-ઠેર બેથી ચાર ફૂટ પાણી ભરાતાં ૧પ૦ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.
'સોહરાબ કેસ CBIને સોંપવાના આદેશની રિવ્યૂ અરજીની વિચારણા
જેઠમલાણીએ કહ્યું હતું કે, સીબીઆઇ શું ડેવલપ કરવા માગે છે તેની પોતાને જ ખબર નથી. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરમાં સુપ્રીમ કોર્ટે આપેલા સીબીઆઇ તપાસના આદેશને રિવ્યૂ કરવા માટે અરજી કરવાની વિચારણા હોવાનું વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ તરફથી સીબીઆઇ કોર્ટમાં હાજરી આપવા આવેલા જેઠમલાણીએ કહ્યું હતું કે, સીબીઆઇ શું ડેવલપ કરવા માગે છે તેની પોતાને જ ખબર નથી.એક બાજુથી કહેવામાં આવે છે કે સોહરાબુદ્દીન સમાજ માટે ખતરારૂપ હતો, જ્યારે બીજી બાજુથી કહેવામાં આવે છે કે તે ખંડણી ઉઘરાવવામાં અમિત શાહનો પાર્ટનર હતો એટલે સીબીઆઇ શું ડેવલપ કરવા માગે છે તે જ સમજાતું નથી. સીબીઆઇએ ઊભા કરેલા સાક્ષીઓ વિશે જેઠમલાણીએ કહ્યું હતું કે કોઈ પણ કોર્ટમાં જેમની ક્રેડિબિલિટી નથી અને જેઓ હિસ્ટ્રીશીટર છે તેવા કેટલાક સાક્ષીઓ આરોપ લગાવે છે કે સોહરાબુદ્દીનને રાજકીય રીતે મરાયો છે.વધુમાં તેમણે કહ્યું હતું કે, તેઓ દસ-બાર દિવસમાં સોહરાબુદ્દીન કેસમાં દસ્તાવેજો સાથે મોટો ધડાકો કરશે, જેનાથી બધા જ આઘાત પામશે. જો કે આ ધડાકામાં શું હશે તે અંગે હાલમાં કશું કહેવાની તેમણે ના પાડી દીધી હતી. સીબીઆઇએ કેટલાક ઓર્ગેનાઇડ રેકોર્ડ ઊભા કર્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે, જેલમાં વીડિયો રેકોર્ડિંગ કરાયું છે અને સીબીઆઇએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે.સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર અંગે રામ જેઠમલાણીએ કહ્યું હતું કે, ‘સમ પીપલ આર અલાઇવ બિકોઝ ઇટ્સ ઈલીગલ ટુ શૂટ ધેમ’ એન્કાઉન્ટરનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાત પોલીસ પાસે કોઈ રસ્તો નહોતો અને તેની સજા કેટલાક પોલીસ અધિકારીઓ ભોગવી રહ્યા છે, પરંતુ આ મુદ્દાને રાજકીય રીતે ઉછાળવો યોગ્ય નથી.
દેશના સૌથી સ્વચ્છ મંત્રીને ખોટી રીતે ફસાવ્યા: જેઠમલાણી
અમને હજુ સુધી ચાર્જશીટ અપાઇ નથી, પૂછપરછ માટે અમારી પ્રથમ માગ ચાર્જશીટ હતી. અમે તે સમયે પણ સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી. સીબીઆઇએ તેને અપાયેલા ૨૪ કલાકમાંથી માંડ ત્રણ કલાક પૂછપરછ કરી છે અને કહે છેકે હજુ વધુ તપાસ જરૂરી છે.આ નવી તપાસ નહીં પણ વધુ તપાસ છે માટે તેમને એ તમામ લાભો ન મળે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપીની પૂછપરછ જેલ કસ્ટડીમાં થઇ શકે, પોલીસ કસ્ટડીમાં નહીં. કોઇ વ્યક્તિ નિવેદન આપે કે આ વ્યક્તિ ખંડણી માગે છે તેના આધારે તેને ખંડણીખોર કહી ન શકાય. ગુજરાત પોલીસે જ આ કેસની તપાસ કરી અનેક અધિકારીઓની ધરપકડ કરી છે. જે દર્શાવે છેકે ગુજરાત પોલીસની તપાસ યોગ્ય દિશામાં જ હતી. તે તપાસ માટે ગુજરાત પોલીસને સલામ કરવી જોઇએ. સીબીઆઇ પાસે જાહેરમાં દેખાડી શકાય તેવી ગુણવત્તાવાળા પુરાવા નથી. એક તરફ તમામ હકીકતો પ્રેસ સુધી પહોંચી જાય છે અને આરોપીઓને તેમના હક્કના કાગળો પણ આપવામાં આવતા નથી અને એવી રજૂઆત કરવામાં આવે છેકે આ દસ્તાવેજો જાહેર થઇ જાય તો દેશની સુરક્ષા જોખમાઇ શકે છે.સીબીઆઇને ત્રણ દિવસ અપાયા હતા તેમાં ૨૪ કલાકની પૂછપરછની પરવાનગી આપી હતી પણ તેમણે માત્ર ૩ કલાક જ પૂછપરછ કરી છે. તે સમયે પૂરતી પૂછપરછ નહીં કરી હવે રિમાન્ડની માગ કરે છે.આ કેસ ખંડણી માટે હત્યાનો છે. ઉચ્ચકક્ષાના રાજકારણીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ સિન્ડિકેટ રચી ખંડણી ઉઘરાવી છે.કાયદામંત્રી હોવાથી પૂછપરછમાં સહકાર આપશે તેવી અમને આશા હતી પરંતુ તેમણે સહકાર ન આપ્યો. સીઆરપીસીની ૧૬૭ કલમ મુજબ તપાસ એજન્સીને વધુ પુરાવા મેળવવા માટે રિમાન્ડની જરૂર છે અને તેને મળવા જોઇએ.
અમેરિકાની ૯૧૧ ઇમરજન્સી સેવા કરતાં ૧૦૮ વધુ ઝડપી
તાજેતરમાં હાવર્ડ બિઝનેસ રિવ્યુનાં અંકમાં ‘ઇનોવેટીવ્સ હોલી ગ્રેઇલ’ શીર્ષક હેઠળ રજુ થયેલો સ્ટડી. અમેરિકાની ૯૧૧ ઇમરજન્સી સેવા કરતાં ૧૦૮ વધુ ઝડપી. વિશ્વની ઇમરજન્સી સેવાનાં ક્ષેત્રમાં સૌથી ઝડપી ગણાતી અમેરિકાની ૯૧૧ ઇમરજન્સી સર્વિસ કરતાં ભારતની ૧૦૮ ઇમરજન્સી સેવા વધુ ઝડપી પુરવાર થઇ છે. ઇમરજન્સી સર્વિસ ક્ષેત્રમાં થઇ રહેલાં વિવિધ ફેરફારો અંગે હાથ ધરાયેલાં એક અભ્યાસને હાવર્ડ યુનિવર્સિટી રિવ્યુનાં લેટેસ્ટ અંકમાં ‘ઇનોવેસન્સ હોલી ગ્રેઇલ’ શીર્ષક હેઠળ પ્રસિધ્ધ કરાયો છે. મહત્વની વાત એ છે કે, ૧૦૮એ ગુજરાતમાં સેવા પ્રારંભ કરી ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૧૫ લાખથી વધુ એટલે કે, દર મહિને ૬૫ હજાર જેટલા ઇમરજન્સી કેસ હેન્ડલ કર્યા છે. તેમજ ૧૦૮ પર આવતા કુલ ફોન કોલ્સમાંથી ૯૯ ટકા જેટલા ફોન કોલ્સ એક રિંગ ઉપાડ્યાં છે, અને ૬૮ હજારથી વધુ લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાાડીને નવજીવ આપ્યું છે.મેનેજમેન્ટ ગુરુ સી. કે. પ્રહલાદ અને આર.એ. માશલેકર દ્વારા કરાયેલાં આ સ્ટડી મુજબ, સમગ્ર વિશ્વમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)થી ચાલતા પ્રોજેક્ટોમાં અમેરિકાની ૯૧૧ સેવા કરતાં પણ ઝડપી ગણાવાઇ છે. હાલમાં ૧૦૮ ગુજરાત સહિત, આસામ, ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, ચેન્નાઇ અને રાજસ્થાનમાં કુલ ૩૬૬ મિલિયન લોકોને સેવા આપી રહી છે.
મકાઉના કેસોનીમાં 'નાણાંનો વરસાદ'
કેસીનોમાં લોકો મોટાભાગે ઊંચી કમાણીના ઇરાદાથી જાય છે પરંતુ ક્યારેક આ કમાણી એટલી મોટી થઇ જાય છે કે સાંભળનાર વ્યક્તિની આંખો ફાટી જાય છે. મકાઉના કેસીનોમાં નાણાંનો વરસાદ થઇ રહ્યો છે. જી હા, હોંગકોંગની નજીક આવેલ આ નાનકડાં દ્વીપમાં કેસીનો ચલાવનાર કંપનીઓએ ફકત જૂલાઇ મહિનામાં 2 અરબ ડોલર એટલે કે 9200 કરોડ રૂપિયા બનાવ્યા.ચીનના આ શહેરને દુનિયાનો બીજા નંબરનો જુગારી અડ્ડો કહેવામાં આવે છે. અહિં ડઝનબંધ જુગારખાના (કેસીનો) છે. લાસવેગાસ સહિતની દુનિયાની તમામ જાણીતી ગેમ્બલિંગ કંપનીઓ અહિં કેસીનો ખોલીને બેઠી છે. મકાઉ કોમ્યુનિસ્ટ ચીનનું એક જ એવું શહેર છે જ્યાં કેસીનો ખોલવાની સંમતિ છે. અહિં દુનિયાભરના જુગારીઓ આવે છે અને પત્તા અને સ્લોટ મશીનોથી પોતાના નસીબને અજમાવે છે.સ્ટેનલી હો ની કંપની એસજેએમ હોલ્ડિંગ્સ લિમિટેડ ગેમ્બલિંગની સૌથી મોટી ફર્મ છે. આ વર્ષે તેની માર્કેટ વેલ્યૂ 62 ટકા વધી છે. હોંગકોંગ શેરબજારમાં તેનો શેર સોમવારે 0.4 ટકા વધીને 6.90 ડોલર પર બંધ થયો. પરંતુ બીજા નંબરની કંપની લાસ વેગાસ સેંડ્સ કોર્પનો શેર 4.1 ટકા વધીને 27.96 ડોલરે પહોંચ્યો હતો.
માતાની કેડમાંથી બાળકીને ઝુંટવી
માતાની કેડમાંથી બાળકીને ઝુંટવીને ભાગેલા બાઈક સવાર બે પૈકી એકનો લોકોએ પીછો કરી ઝડપી લીધોઅપહત બાળકીને યુવાનના શકંજામાંથી હેમ ખેમ છોડાવી લીધીએકમિત્ર થયેલા લોકોએ યુવાનની અસહ્ય ધોલાઇ કરી પોલીસને સોંપી દીધો. અમરાઇવાડી ગોરના કુવા રાજ ચેમ્બર પાસેથી પસાર થઇ રહેલી મહિલાએ કેડમાં રાખેલુ બાળક ઝુંટવીને બાઈક સવાર બે યુવાનો ભાગ્યા હતા. જો કે મહિલાએ બુમાબુમ કરતા એકત્રિત થયેલા લોકો પૈકી બાઈક સવાર બે યુવાનોએ બાઈકીનું અપહરણ કરી ભાગી રહેલા બે પૈકી એક યુવાનને ઝડપી લઇ બાળકીને હેમખેમ છોડાવી લીધી હતી. આટલું જ નહીં યુવાનના આ કૃત્યથી રોષે ભરાયેલા રહીશોએ તેની અસહ્ય ધોલાઇ કરી પોલીસને સોંપી દીધો હતો.પ્રાપ્તમાહિતી અનુસાર, અમરાઇવાડી ગોરનો કુવો અમરદીપ પાર્ક સોસાયટી ખાતે રહેતા પ્રિયંકાબહેન સચિનભાઇ જૈનની દીકરી નેન્સી(ઉ.વ.૪) ગોરના કુવા ખાતેની રાજા ભગત વિદ્યાલયમાં કે.જી. સેક્સનમાં અભ્યાસ કરે છે. નિત્યક્રમ અનુસાર પ્રિયંકાબહેન મંગળવારે સવારે ૧૧.૦૦ વાગ્યે નેન્સીને સ્કુલે લેવા ગયા હતા.પ્રિયંકાબહેન નેન્સીને લઇને ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગોરના કુવા રાજ ચેમ્બર પાસે તેમને બહેનપણી મણી જતા બંને વાતો કરી રહ્યા હતા.દરમિયાનમાં હાટકેશ્વર પાસેથી બાઈક ઉપર આવેલા બે યુવાનો પ્રિયંકાબહેનને કેડમાં રાખેલ નેન્સીને ઝુંટવીને ભાગ્યા હતા. જો કે આ ઘટનાથી હતપ્રત બનેલા પ્રિયંકાબહેને બુમા બુમ કરતા સ્થાનિક રહીશો,વેપારીઓ તેમજ રાહદારીઓ એકમિત્રત થઇ ગયા હતા. જે પૈકી બે યુવાનોએ બાઈક સવાર અપહરણકારોનો પીછો કરી પાછળ બેઠેલ યુવાનને ઝડપી લઇ અપહત નેન્સીને તેના શકંજામાંથી હેમખેમ છોડાવી હતી.
સરકારી હોસ્પિટલોનાં રસોડાનું સઘન ચેકિંગ
શારદાબહેન, એલ.જી. અને વી.એસ. હોસ્પિટલનાં રસોડાના ખાધપદાર્થોના સેમ્પલ લેવાયા. સરકારી હોસ્પિટલોનાં રસોડાના ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ. કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા શહેરની ચાર જેટલી સરકારી હોસ્પિટલોનાં રસોડામાં દર્દીઓ માટે તૈયાર થતાં ખાધપદાર્થોની સઘન તપાસ હાથ ધરાઇ છે. એટલું જ નહિ, પરંતુ, હોસ્પિટલોના રસોડામાંથી મસાલા, તેલ અને દાળ સહિતનાં ખાદ્યપદાર્થોના સેમ્પલ લઇને તપાસ કરવામાં આવી રહી છે. જો સેમ્પલમાં ભેળસેળ નીકળશે તો સપ્લાયર સામે કોર્ટકાર્યવાહી કરાશે. જેમાં મિલાવટ કરનાર સામે દંડ અને સજાની જોગવાઇ છે.કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીનાં લેબોરેટરી ઓફિસર અતુલ સોનીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને શુદ્ધ અને સાત્વિક ખોરાક પ્રાપ્ત થાય તેવા આશયથી શહેરની ચાર જેટલી સરકારી હોસ્પિટલમાંથી તેલ, તુવેરની દાળ અને મસાલા સહિતનાં ખાધપદાર્થોની રૂટિન તપાસ પ્રમાણે સેમ્પલ લેવામાં આવ્યાં છે.બજારમાં વેચાતા મસાલા સહિતનાં વિવિધ ખાધપદાર્થોમાં મિલાવટનાં કિસ્સા પ્રકાશમાં આવે છેત્યારે હોસ્પિટલનાં રસોડામાં દર્દીઓના ભોજનમાં વપરાતા ખાધપદાર્થોમાં કોઇ મિલાવટ છે કે કેમ તેની તપાસ કરવી આવશ્યક છે.મહત્વની વાત એ છે કે, ઘણીવાર હોસ્પિટલતંત્રની જાણ બહાર હોસ્પિટલનાં રસોડામાં માલસામાનના સપ્લાયર દ્વારા ભેળસેળિયા કે એક્સ્પાયરી ડેટનો માલસામાન સપ્લાય કરાયો હોય તો આવા ભેળસેિળયા ખાધપદાર્થોમાંથી તૈયાર થતું ભોજન ખાવાથી બીમાર દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડવાની શક્યતા છે. તેથી લેબોરેટરી દ્વારા ચેકિંગ હાથ ધરીને વિવિધ ખાધપદાર્થોના સેમ્પલ લેવાયાં છે.જો સેમ્પલમાં મિલાવટ નીકળશે તો સપ્લાયર સામે પગલાં ભરવામાં આવશે.
અષાઢી આકાશનો વરસાદી વૈભવ જામ્યો
શહેર-જિલ્લામાં ચોમાસાની જમાવટ થતાં લોકો ખુશખુશાલ બની ઝૂમી ઊઠ્યાં છે. રવિવારે જોરદાર વરસાદ થયા બાદ સોમવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતા.શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર ચાલુ રહેતાં ટાબરિયાંઓને પલળવાની મજા પડી ગઇ હતી. બીજી તરફ બપોરે ૧ વાગે તેમજ સાંજે ૬ વાગે વરસાદનું જોરદાર ઝાપટું પડતાં માર્ગો જળબંબાકાર બન્યા હતા. માર્ગો પરથી વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને કારણે વાહનો અને રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં આજે સવારે ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી ૦૬ મિ.મી. તેમજ સાંજે ૬ વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવો વરસાદ ચાલુ રહેતાં ખેતીવાડીને ફાયદો થવાના અણસાર મળ્યા છે.બેઠો વરસાદ થવાથી ધરતી પુત્રો ગેલમાં આવી ગયા છે.
નાણાંની ઉઘરાણી કરતાં ઇંટના વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો
છાણીના વેપારીને ઇંટોના બાકી પડતાં રૂપિયા બાબતે મકરપુરાના શખ્સ સાથે બોલાચાલી થઇ હતી. તેણે સોમવારે સાંજે બે સાગરિતો સાથે વેપારી પર હુમલો કરી કારના કાચની તોડફોડ કરતાં ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા છાણી પોલીસે ત્રણેની ધરપકડનાં ચક્રોગતિમાન કર્યા છે.છાણી જકાતનાકાના ચશિ્તીયા નગરમાં રહેતા નૂરહસન અલીહસન પઠાણે મકરપુરા એરફોર્સ સ્ટેશન નજીક રહેતા જય અંબે ટ્રેડર્સના રાકેશભાઇને ચાર મહિના પહેલા ઇંટો આપી હતી. વેપારીએ ઇંટોના બાકી પડતા રૂ. ૨પ,પ૦૦ ની રાકેશભાઇ પાસે માગણી કરતાં ફોન પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.ઉશ્કેરાયેલો રાકેશ બે સાગરિતો પિન્ટુ અને એક ભરવાડને લઇ સોમવારે સાંજે પોણા સાત વાગ્યાના સુમારે છાણી સત્યમ કોમ્પ્લેકસ સ્થિત વેપારીની ઓફિસે ગયો હતો. તેણે વેપારીને કોમ્પ્લેકસના કંપાઉન્ડમાં બોલાવ્યા હતા અને તેમની સાથે ઝઘડો કરી માર માર્ર્યો.આ ઉપરાંત વેપારીની કારના કાચ તોડી હુમલાખોરો ભાગી છુટયા હતાં. બનાવ અંગે વેપારીએ છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ત્રણેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
વિઝા કૌભાંડમાં પાસપોર્ટ પરતની ૧૦૦થી વધુ અરજી ફગાવાઇ
દુબઇમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવકોને બનાવટી વિઝા અને એર ટિકિટ આપી ઠગાઇ કરવાના ચકચારી કૌભાંડમાં પોલીસે ૧૨૪ જેટલા પાસપોર્ટ કબજે કર્યા હતા. જે પૈકી ૧૦૦થી વધુ વ્યક્તિઓએ તેઓના પાસપોર્ટ પરત મેળવવા માટે અત્રેની અદાલતમાં અરજી આપતાં ન્યાયાધીશે નામંજુર કરી દીધી હતી.બનાવટી વિઝા અને એરટિકિટના કૌભાંડમાં બાતમીના આધારે માર્ચ માં એસ.ઓ.જી. સ્કવોડે રેડ પાડી દિવ્ય ઓવરસીઝના સંચાલક મીતેશ પુરાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧૨૪ પાસપોર્ટ તેમજ બનાવટી વીઝા અને એર ટીકીટ પણ કબજે કરી હતી.આ પાસપોર્ટ પરત મેળવવા માટે તાજેતરમાં ૧૦૦થી વધારે વ્યક્તિઓએ અત્રેની અદાલતમાં અરજી આપી હતી. અરજીની સુનાવણીમાં સરકારી વકીલ પી. સી. પટેલ હાજર રહ્યાં હતા. અદાલતે તમામ અરજી રદ કરી હતી.
કોંગ્રેસ પ્રમુખને આધારો આપશે તો ચોક્કસ મંજૂરી લાવીશ : શક્તિસિંહ
ભાવનગરની ગેસની પાઈપલાઈન અંગે ઉર્જા મંત્રીને રાજ્ય સરકારના જરૂરી આધાર પુરાવા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખોને આપવા જણાવી આ અંગેની મંજુરી લાવી દેવા શક્તિસિંહ ગોહિલે કટબિધ્ધતા દર્શાવી છે.સને ૨૦૦૫માં ભાવનગરમાં રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ ભાવનગરમાં એક વર્ષમાં ઘરે-ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ આપવામાં આવશે તેવી જાહેરાત કરેલી. આ પાંચ વર્ષ દરમિયાન રાજ્ય સરકારે આ અંગે શું પ્રગતિ કરી અને શા માટે પાંચ વર્ષ સુધી પાઈપ લાઈન દ્વારા ગેસ અપાયો નહીં.તેની સાચી વિગતો અને સ્પષ્ટતા ઉજામંત્રી કરે અને કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકારે શું દરખાસ્તો મોકલી તેની વિગતો, આધારો અને નોટિફીકેશનની નકલ સહિતની વિગતો જો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખને ઉર્જામંત્રી અથવા રાજ્ય સરકાર પહોંચાડશે અને રાજ્ય સરકારની આ દરખાસ્ત ભાવનગર અને ગુજરાતના લોકોના હિતમાં હશે તો ચોક્કસપણે મંજુરી લાવી આપવામાં આવશે તેમ વપિક્ષી નેતાનો દિલ્હી ખાતે સંપર્ક સાધતા શક્તિસિંહ ગોહિલે આ સ્પષ્ટતા સાથેની બાંહેધરી આપી છે.
આણંદ નજીકના રાસનોલ ગામે આવેલી મહિકેનાલમાં રવિવારની રાત્રે એકાએક સો ફુટ જેવુ મોટું ગાબડું ધડાકા સાથે પડતાં રાસનોલ અને કુંજરાવ ગામની સીમમાં જળબંબાકાર થયો હતો. હજુ લોકો કંઈ સમજે તે પહેલા સર્વત્ર પાણી ફેલાઈ ગયું હતુ અને સીમ વિસ્તારમાં રહેતા લોકોના ઘરો અને એકાદ હજાર વીઘા જમીન પર પાણી ફરી વળ્યાં હતાં. આ બનાવના પગલે વહીવટી વિભાગ પણ સાબદું બની ગયું હતું અને મામલતદાર, ટીડીઓ અને સિંચાઈ વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ તાલુકાના રાસનોલ ગામેથી પસાર થતી મહિકેનાલ પેટલાદ શાખામાં રવિવારની રાત્રે મસમોટું ગાબડું પડ્યું હતું. પાણીથી લબાલબ આ નહેરમાં અંદાજે સો ફુટ જેવું મોટું ગાબડું પડતાં રાસનોલ, કુંજરાવ અને રામપુરાની સીમ વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો હતો. આ સ્થિતિને કારણે સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ઉભા પાક પાણીમાં ગરકાબ થઈ ગયાં હતાં. જ્યારે મકાનો પણ પાણી ઘુસી જતાં સરસામાન બચાવવા સલામત સ્થળ શોધવા દોડધામ શરૂ કરવી પડી હતી. સદ્દનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ખેડૂતોનો ઉભો પાક અને મકાનોની ઘરવખરી સહિત લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.આ અંગે ગ્રામજનોના જણાવ્યાનુસાર ‘કેનાલમાં ફુલ લેવલે પાણી હતું. જેમાં ગાબડું પડતાં પાણીનો મોટો ધોધ વછુટ્યો હતો અને ધસમસતુ પાણી આજુબાજુના ખેતરમાં ફેલાઈ ગયું હતું અને નજીકના ખેતરના પાકનું ધોવાણ પણ થયું હતું. ૫૦૦ જેટલા ખેડૂતોને નુકશાન ભોગવવું પડ્યું હતું. જ્યારે કેનાલ ઉંચી હોવાના કારણે અહીં ગાબડાં પડવાનો ભય ઉભો છે. જે બાબતે તંત્રએ તાકીદે રિપેરિંગ કામ હાથ ધરવું જરૂરી બન્યું છે.’
આણંદ : મેઘમહેરથી ચરોતરનો અસલી મિજાજ ખિલ્યો
આણંદ શહેર સહિત જિલ્લામાં સોમવારે પણ મેઘમહેર યથાવત્ રહેવા પામી હતી. જિલ્લામાં સોમવારે સવારના ૮ થી સાંજના ૪ કલાક સુધીમાં પ૩ મીમી વરસાદ અને સવારના ૮ કલાકે પૂરા થતાં ચોવીસ કલાકમાં રર૦ મીમી વરસાદ નોંધાયો હતો. ખંભાત અને બોરસદ તાલુકામાં ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. આણંદમાં સૌથી ઓછો ૧પ મીમી વરસાદ પડ્યો હતો.આણંદ જિલ્લા પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારના ૮ કલાકે પૂરાં થતાં ચોવીસ કલાક દરમિયાન તાલુકા પ્રમાણે આણંદમાં ૧૧ મીમી, ઉમરેઠમાં ૧૭ મીમી, બોરસદમાં પ૦ મીમી, આંકલાવમાં ૧૮ મીમી, પેટલાદમાં ર૬ મીમી, સોજિત્રામાં ર૦ મીમી, ખંભાતમાં ૪પ મીમી અને તારાપુરમાં ૩૩ મીમી મળીને કુલ રર૦ મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં આણંદમાં ૪ મીમી, ઉમરેઠમાં ૧૦ મીમી, બોરસદમાં ર૦ મીમી, પેટલાદમાં ૧ મીમી, સોજિત્રામાં ૩ મીમી, ખંભાતમાં ૧૩ મીમી અને તારાપુરમાં ર મીમી વરસાદ પડ્યો હતો. આણંદમાં સોમવારે સાંજના અડધોથી પોણો કલાક સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. બીજા રાઉન્ડમાં થયેલા વરસાદથી ખેતીકાર્યોને પણ વેગ મળ્યો છે.
હિન્દુ સમાજને કચડવાના પ્રયાસ : અશોક સિંઘલ
દેશભરના મંદિરોમાં ‘હનુમાન ચાલીસા’ કરી રામ મંદિરના નિર્માણ માટે સંકલ્પ કાર્યક્રમની સફળતા માટે બોચાસણ મુકામે પ્રમુખ સ્વામીના આશિવૉદ લેવાં આવેલાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષ અશોક સિંઘલે સોમવારે કહ્યું હતું કે ‘હિન્દુ સમાજને અપમાનિત કરી નીચો અને કચડી નાખવાના હાલ પ્રયાસો થઈ રહ્યાં છે. દેશના જગતગુરૂ શંકરાચાયને હત્યા કેસમાં ફસાવવાની બાબતથી મોટું કોઈ જ અપમાન હિન્દુ સમાજનું થયું નથી. આતંકવાદીઓને સરકાર મદદ કરી રહી છે. આ બધુ જ વેટિકનથી એક મહિલાના ઈશારે થઈ રહ્યું છે. આ સત્ય એક દિવસ જરૂર બહાર આવશે.’સમગ્ર દેશમાં તા.૧૬ ઓગષ્ટથી ચાર મહિના માટે મંદિરોમાં હનુમાન ચાલીસા કરી રામ મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓ દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ સ્વામીના આશિવૉદ મેળવવા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષ અશોક સિંઘલે સોમવારના રોજ બોચાસણની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંદિરમાં દર્શન અને અભિષેક બાદ પ્રમુખ સ્વામી મહારાજ સાથે બંધ બારણે એક કલાક બેઠક યોજી હતી. રાજ્યમાં બહુચર્ચિત સહોરાબુદ્દીન કેસના પ્રશ્ન અંગે તેઓએ આકરાં પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘હિન્દુ સમાજને બદનામ કરવા પ્રયાસો ચાલી રહ્યાં છે.
કેન્દ્રિય ભરતી બોર્ડ નહીં સાંખી લેવાય
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાઇસ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે કેન્દ્રિય ભરતી બોર્ડની રચના કરવાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરી મહેસાણા જિલ્લાના માધ્યમિક અને ઉ.મા શાળા સંચાલક સંઘે આક્રોશ ઠાલવ્યો હતો કે, કોઇ પણ સંજોગોમાં ભરતી બોર્ડને સાંખી નહીં લેવાય. અત્રે ઉલ્લેખનિય છે કે, મહેસાણામાં સોમવારે શાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે કેન્દ્રિય ભરતી બોર્ડની રચના કરવા હિલચાલ થઇ રહી છે. જેનો વિરોધ કરવા માટે મહેસાણા જિલ્લા માધ્યમિક અને ઉ.મા શાળા સંચાલક સંઘ તથા મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે મહેસાણામાં સોમવારે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષણ વિભાગની કામગીરી બાબતે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ભરતી બોર્ડની રચનાનો વિરોધ વ્યક્ત કરી એને કોઇ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય એવો એક્સૂર ઉઠ્યો હતો.શાળા સંચાલક મંડળના મહામંત્રી અને બોર્ડના સભ્ય ભાસ્કર પટેલે કહ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા આડેધડ નિર્ણયો લેવામાં આવે છે અને રાજ્યના શિક્ષણ મંત્રી સંચાલક મંડળોને જાણે કે શુ સમજે છે એ ખબર નથી પડતી. પરંતુ સંચાલક મંડળ મક્કમ છે અને કોઇ પણ ભોગે તાબે નહીં થાય. આ બેઠકમાં રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ એ.જે.પટેલ, શાળા સંચાલક સંઘના પ્રમુખ નારાયણભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, રામભાઇ પટેલ, દિલીપ ચૌઘરી તથા કેશવલાલ ચૌધરી, માજી બોર્ડ સભ્ય દિનેશભાઇ ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ક્યા કરે ક્યોંકી સાલા એક મચ્છર..
મુંબઇમાં હાલ મલેરિયા મુદ્દે રાજકારણ ગરમ બન્યું છે. જ્યાં એક તરફ મનસેના નેતા રાજ ઠાકરે આ મુદ્દે પરપ્રાંતિયોને જવાબદાર ઠેરવે છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આવા નિવેદનો કરવા બદલ તેમની ઝાટકણી કાઢી છે. જ્યારે લગભગ પચાસ હજાર જેટલા લોકો મુંબઇમાં મલેરિયાના કિસ્સા નોંધાયા છે. મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે સ્મોક મશિનની મદદ લેવામાં આવી રહી છે.
પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ પરમાણુ શસ્ત્રો
પાકિસ્તાન હવે ભારત કરતાં વધુ પરમાણુ હથિયાર ધરાવે છે. તો ચીન પાસે તો ભારત કરતાં ત્રણગણા પરમાણુ હથિયાર છે. ઓનલાઇન મેગેઝિન ‘બુલેટિન ઓફ ધ એટોમિક સાઇન્ટિસ્ટ’માં દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાસે ૬૦૮૦ તો પાકિસ્તાન પાસે ૭૦૯૦ પરમાણુ હથિયાર છે. વર્ષ ૨૦૧૦ માટેની જાહેર થયેલી યાદીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને હથિયારોની સંખ્યા વધારી રહ્યા છે. ‘ગ્લોબલ ન્યુક્લિયર વેપન્સ ઇન્વેન્ટ્રીઝ ૧૯૪૫૨૦૧૦’ અહેવાલમાં જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાને પોતાનાં હથિયારોની સંખ્યા જાહેર કરી નથીયાદીમાં જણાવ્યા મુજબ રશિયા પાસે સૌથી વધુ ૧૨ હજાર પરમાણુ શસ્ત્રો છે. તે પછીના ક્રમે અમેરિકા પાસે ૯૪૦૦, ફ્રાન્સ પાસે ૩૦૦, ચીન પાસે ૨૪૦, બ્રિટન પાસે ૨૨૫ તો ઇઝરાયેલ પાસે ૬૦ થી ૮૦ પરમાણુ હથિયાર છે. ઇઝરાયેલે પણ પોતાની પાસેનાં પરમાણુ શસ્ત્રોની સંખ્યા મોટાભાગે જાહેર કરી નથી.
કોથળામાંથી બિલાડાં કાઢે છે સીબીઆઈ
ખ્યપ્રધાન મોદીની પૂછપરછ થઈ શકે, પણ તેથી શું ફરક પડશે?સીબીઆઈના અધિકારીઓ જાદુગરની અદાથી એક પછી એક આશ્ચર્યો પેશ કરી રહ્યા છે.અમિત શાહની ધરપકડ પછી હવે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પૂછપરછની વાત આવી છે. જેની ચર્ચા સામાન્યજનોમાં થઈ રહી હતી તે હવે સીબીઆઈનાં સૂત્રોના નામે જાહેર થઈ રહ્યું છે. મૂળ મુદ્દો એ છે કે મુખ્યપ્રધાન પોતે કેબિનેટ કક્ષાના ગૃહપ્રધાન પણ છે એટલે તેઓ સમગ્ર ઘટનાક્રમથી અજાણ હોય એવું કોઈ માની શકતું નથી. કસોકસની લડાઈ આ મુદ્દે જ લડાશે. અને, શંકાનો લાભ આપી આપીને અપાય પણ ક્યાં સુધી?ગુજરાતમાં એક પાંદડું પણ નરેન્દ્રભાઈની ઇચ્છા વગર હલતું નથી. તેઓ પોતે પણ પોતાની ઇચ્છા વગર પાંદડુંય હલવા દે તેવા નથી. છતાં તેઓ સાવ અંધારામાં રહીજાય એ સીબીઆઈ સહિત ઘણાના ગળે ઊતરતું નથી. આ મુદ્દો પુરાવાઓનો નથી. કદાચ, તેમને જાણ ન કરાઈ હોય તો અથવા અમુક તબક્કે કરાઈ હોય તો પણ તેનો જેટલો ફાયદો કે જેટલું નુકસાન સાઈકોલોજિકલ છે એટલાં વાસ્તવિક ન હોય. જેમ સીટે પૂછપરછ કરી હતી તેમ સીબીઆઈ કરશે. ધેટ્સ ઓલ. તેનાથી કાંઈ આભ તૂટી પડવાનું નથી. પણ, સાઈકોલોજિકલી આ મુદ્દો બહુ મહત્વનો છે.સીટ દ્વારા પૂછપરછનો મુદ્દો પણ એ જ કારણે અત્યંત ચગ્યો હતો. આ યુદ્ધ માત્ર તપાસના લેવલે લડાઈ રહ્યું નથી. અમિત શાહની ધરપકડ પહેલાં બે મહિનાથી તેની ચર્ચા થવા માંડી હતી. વાતો લીક થવા માંડી હતી. અમિત શાહ પર માનસશાસ્ત્રીય દબાણ બનાવાયું હતું. તેમણે લગભગ ભાગતા રહેવું પડ્યું હતું. મોદીની પૂછપરછની વાત આવ્યા પછી પણ તાત્કાલિક કશું કદાચ ન થાય પણ તલવાર લટકતી રહેશે. સીબીઆઈએ કોથળામાંથી બિલાડું કાઢયું છે. પણ, તેનાથી શું ફરક પડશે?
03 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment