03 August 2010

પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અનિવાર્ય હતો : સોનિયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો અનિવાર્ય હતો : સોનિયા

મોંઘવારી મુદ્દે સંસદમાં ભારે હંગામો ચાલુ છે ત્યારે કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસમાં કરાયેલા ભાવવધારાને યોગ્ય ગણાવીને કહ્યું છે કે તે ‘જરૂરી’ હતો. તેમણે એમ કહ્યું હતું કે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે ફંડની જરૂર હોવાથી આ ભાવવધારો કરાયો છે.સોનિયાએ પક્ષના કાર્યકરોને કોંગ્રેસના મુખપત્ર ‘કોંગ્રેસ સંદેશ’માં સંબોધીને લખ્યું છે કે ‘ભાવવધારો એ ક્યારેય આનંદની વાત ન હોઈ શકે, પરંતુ તે અનેક કારણોસર કરવામાં આવ્યો છે, જેમાં સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે ફંડ ઉપલબ્ધ કરવાની જરૂરિયાતનો સમાવેશ છે.’ તેમણે ભાવવધારાનો વિરોધ કરી રહેલા એનડીએ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ‘એનડીએ દ્વારા પાંચ વર્ષના તેના શાસનમાં પેટ્રોલના ભાવમાં ૨૮ વાર અને ડીઝલના ભાવમાં ૩૧ વાર વધારો કરાયો હતો. જ્યારે યુપીએ દ્વારા છ વર્ષમાં નવ વાર જ ભાવવધારો કરાયો છે.’સોનિયાએ દાવો કર્યો હતો કે યુપીએના શાસનમાં હંમેશા આમ આદમીનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા ભાવવધારાનો બોજ ન પડે તેની કાળજી લેવાઈ છે. સોનિયાએ કહ્યું કે ‘દેશભરમાં કોંંગ્રેસના કાર્યકરોએ એ સમજવાની જરૂર છે કે શા માટે ભાવવધારો કરાયો છે અને કઈ રીતે ઓછામાં ઓછો ભાવવધારો કરાયો છે. લોકોને આ સંદેશો પહોંચાડવો પડશે.’


ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિ નોંધાવનાર ખેલાડીઓ, ભાગ-2

ટેસ્ટ ક્રિકેટ એટલે ખેલાડીની પ્રતિભાની અસલી પરીક્ષા. ભલે ખેલાડી વન ડેમાં ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ તેની ક્ષમતાની ખરી પરીક્ષા તો પાંચ દિવસની ટેસ્ટ મેચમા જ થાય છે.ક્રિકેટના આ ફોર્મેટમાં રમવા માટે પ્રત્યેક ખેલાડી આતુર હોય છે. ક્રિકેટના આ ફોર્મેટમાં ઘણા રેકોર્ડ અને ઘણી સિદ્ધિઓ નોંધાયી છે. અમે અહીં કંઈક એવા જ ખેલાડીઓની માહિતી તમને આપીએ છીએ કે જેઓએ ટેસ્ટ ક્રિકટમાં પોતાનો ઝંડો લહેરાવ્યો છે અને રેકોર્ડ બનાવ્યા છે.આ શ્રેણીમાં પ્રથમ ભાગમાં આપણે વાત કરી હતી ભારતના લિજેન્ડરી બેટ્સમેન સુનિલ ગાવાસ્કરની. હવે આ ભાગમાં આપણે વાત કરીશું ટેસ્ટ ક્રિકેટમાં બે વખત સર્વોચ્ચ સ્કોર નોંધાવનાર વેસ્ટ ઈન્ડિઝના લિજેન્ડરી બેટ્સમેન બ્રાયન લારાની.આમ તો બ્રાયન લારાએ ટેસ્ટ ક્રિકેટમાં કઈ સિદ્ધિ મેળવી છે તે તો તમામ લોકો જાણે છે. હા ટેસ્ટ ક્રિકેટનો વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર લારાના નામે બોલે છે. પરંતુ ખાસ વાત તો તે છે કે લારાએ આ રેકોર્ડ બે વખત બનાવ્યો છે અને બન્ને વખત તેણે ઈંગ્લેન્ડ સામે જ આ સિદ્ધિ હાંસલ કરી છે.


દિલશાન આઉટ, શ્રીલંકાની સદી પૂરી

પી. સારા ઓવલ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંચ સુધીમાં શ્રીલંકાએ બે વિકેટ ગુમાવીને 102 રન બનાવી લીધા છે.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈન ફોર્મ રમી રહેલા ઓપનર પરનવીતાના અંગત 8 રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. છેલ્લી બે મેચમાં નિષ્ફળ રહેલા ઈશાંત શર્માએ પરનવીતાનાને ધોનીના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો.બાદમાં તિલકરત્ને દિલશાન અને સુકાની સંગાકારાએ બાજી સંભાળી હતી. પરંતુ વ્યક્તિગત 41 રનના સ્કોરે દિલશાન પણ રન આઉટ થઈ જતા શ્રીલંકાને બીજો ઝટકો લાગ્યો હતો.ભારત માટે આ ટેસ્ટ મેચ મહત્વની બની રહેશે. કેમ કે શ્રેણી પ્રથમ મેચ ગુમાવ્યા બાદ ભારત શ્રેણીમાં 0-1થી પાછળ છે. જ્યારે શ્રેણીની બીજી મેચ ડ્રો ગઈ હતી. તેથી ભારત આ મેચ જીતીને શ્રેણીને સરભર કરવાનો પ્રયાસ કરશે.

કેટ સાથે ન બનવાનું બની ગયું

રવિવારે ફિલ્મના તમામ કલાકારો દક્ષિણ સ્પેનમાં શુટિંગ અર્થે હતા. જો કે આ સમયે કેટ અને તેની બહેન અચાનક જ ગુમ થઈ ગયા હતા.રવિવારે સવારે યુનિટ બ્રેક ફાસ્ટ માટે કેટ અને તેની બહેનની રાહ જોતું હતું પરંતુ કેટ આવી નહોતી. યુનિટને લાગ્યું કે, મોડી રાત સુધી શુટિંગ થયું હોવાથી કેટ સૂતી હશે. ફરહાન અખ્તર અને અન્ય લોકો કેટરિનાને આળસુ કહીને તેની મજાક ઉડાવવા લાગ્યા હતા. જો કે થોડા સમય પછી ખ્યાલ આવ્યો કે, કેટરિના કે તેની બેન ઈઝાબેલ સેટ પર નથી.કેટ અને ઈઝાબેલ સાંજ સુધી પરત ફર્યા નહોતા. કેટલાંક લોકોના મતે કેટ અને તેની બેન ખોવાઈ ગયા હશે અને તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું સૂચન કર્યુ હતું. જો કે મોડી સાંજ સુધી કેટરિના અને ઈઝાબેલનો કોઈ પત્તો લાગ્યો નહોતો અને કેટે ફોન પણ કર્યો નહોતો. યુનિટના તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.


કેટ બાદ હવે દીપિકાની પણ હમશકલ

તેલુગુ ફિલ્મ સ્ટાર મોહન બાબુની પુત્રી લક્ષ્મી માંચુ ફિલ્મોમાં કામ કરવા માંગે છે. આ માટે તેણે એક ફોટોશુટ કરાવ્યું હતું. તેના ફોટાઓ જોઈને લાગે છે કે, તેનો ચહેરો દીપિકા પદુકોણ સાથે મળતો આવે છે.લક્ષ્મી ભારતમાં નહિ પરંતુ લોસ એન્જલસમાં રહે છે. તેણે ત્યાંના કેટલાંક શોમાં કામ કર્યુ છે. હાલમાં તો લક્ષ્મી એક તેલુગુ ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ તેનો ભાઈ બનાવી રહ્યો છે. આ ફિલ્મને લઈને લક્ષ્મી ઘણી જ ઉત્સાહિત છે.આ ફિલ્મમાં લક્ષ્મી નકારાત્મક ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને શ્રુતિ હસન છે. લક્ષ્મીએ કહ્યું હતું કે, તેને નકારાત્મક ભૂમિકા ભજવવી ગમે છે. જો કે તેને કલાકો સુધી મેક અપ કરવાનો ઘણો જ કંટાળો આવે છે.લક્ષ્મીએ કહ્યું હતું કે, તે જ્યારે અમેરિકામાં હતી ત્યારે ઘણી બધી હિન્દી ફિલ્મો જોયા કરતી હતી. તેને ફિલ્મો જોવી ગમે છે. તેને હાલમાં બોલિવૂ઼ડની ફિલ્મોની ઓફર થાય છે પરંતુ તે હાલમાં પોતાની પહેલી તેલુગુ ફિલ્મને લઈને ઉત્સાહિત છે.


સચિન બન્યો સૌથી વધુ ટેસ્ટ રમનારો ખેલાડી

ઘણા રેકોર્ડ તોડતો અને ઘણા રેકોર્ડ બનાવતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ટેસ્ટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનારો સચિન હવે સૌથી વધુ ટેસ્ટ રમનારો ક્રિકેટર બની ગયો છે.પી સારા ઓવલ ખાતે સચિન જ્યારે શ્રીલંકા સામે ફિલ્ડિંગ ભરવા માટે મેદાનમાં ઉતર્યો તે સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની સ્ટીવ વોના સૌથી વધુ ટેસ્ટ રમવાના રેકોર્ડનો તોડી નાંખ્યો હતો.સ્ટીવ વોએ 168 ટેસ્ટ રમીને સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીની સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ હવે વોની આ સિદ્ધિ રેકોર્ડના રાજા સચિન તેંડુલકરના નામે થઈ ગઈ છે. શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ સચિનની 169મી ટેસ્ટ છે.


સચિન 2011ના વર્લ્ડકપ માટે ઉતાવળો બન્યો છે

ટેસ્ટ અને વન ડે ક્રિકેટનો બેતાજ બાદશાહ સચિન તેંડુલકર ભારતીય ઉપખંડોમાં યોજાનારા 2011ના વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.તેણે કહ્યું હતું કે ચાર વર્ષમાં એક વખત યોજાનારો વર્લ્ડ કપ વન ડે ક્રિકેટની ખરી સ્પર્ધા છે. ક્રિકેટ રમતા તમામ દેશો ક્રિકેટના આ મહાકુંભની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને જ્યારે તે શરૂ થશે ત્યારે પ્રત્યેક વ્યક્તિ તેની સાથે ઉંડાણથી જોડાઈ જશે.સચિને વધારેમાં જણાવ્યું હતું કે ક્રિકેટ વર્લ્ડ કપનો ભાગ બનવું તે ઘણી અદભૂત લાગણી છે. અને ખાસ કરીને જ્યારે 15 વર્ષ બાદ તે ભારતીય ઉપખંડોમાં રમાવવાનો છે ત્યારે તેનું વાતાવરણ અને ઉત્સાહ ઘણો જ ખાસ રહેશે.ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ યોજાનારી આ સ્પર્ધા વિશે બોલતા ભારતીય સુકાનીએ કહ્યું હતું કે પોતાના ઘરઆંગણે યોજાનારી સ્પર્ધા તે તેનું મોટુ સપનું છે.આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ કરતા બીજી કોઈ શ્રેણી મોટી ના હોઈ શકે કે જ્યાં ઉત્તમમાં ઉત્તમ ટીમ જ વિજેતા બને છે અને ટ્રોફી પોતાના ઘરે લઈ જાય છે, તેમ ભારતીય સુકાનીએ જણાવ્યું હતું.ધોનીએ વધારેમાં ઉમેર્યુ હતું કે ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતા બનવું તે ફક્ત મારૂ એકલાનું સપનું નથી પરંતુ ટીમ ઈન્ડિયાનો પ્રત્યેક ખેલાડી ઈચ્છે છે કે તેઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતે. અમે આ સપનાને હકિકતમાં બદલવા માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું.


અશોક ચવ્હાણના નામે સુરતીઓને ૫૦ કરોડનો ચૂનો

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના નામે સુરતમાં હીરાની ત્રણ ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીઓ સાથે રૂપિયા ૫૦ કરોડના હીરાની ઠગાઇનો અજીબો ગરીબ અને અભૂતપૂર્વ કિસ્સો બનતા સુરત અને મુંબઇના હીરા જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. એક તો આ આખોય સોદો નિયમ વિરૂધ્ધ જઇને બે નંબરમાં કરવામાં આવ્યો છે ત્યારે આ વેપારી ઓ ભેખડે ભેરવાયા છે. બીજીતરફ ડાયમંડ એસોસિયેશન પણ આવો કોઇ બનાવ બન્યો હોવાની બજારમાં ચર્ચા હોવાનો સ્વીકાર કરીને ફરી આવુ ન બને તેની તકેદારી રાખવાની વાતને સમર્થન આપે છે.આ આખીય સનસનીખેજ ઠગાઇ કઇ રીતે બની તેનો ઘટનાક્રમ જાણવો પણ એટલો જ રોચક અને રસપ્રદ થઇ શકે તેમ છે. ‘‘સાહેબ, મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ માટે રૂ. ૫૦ કરોડના હીરા ખરીદવાના છે. જોજો, ઇજ્જત ન જાય. આપણને સૌથી ઊંચી ક્વોલિટીનો માલ જોઈએ છે.’’મુંબઈનો એક મિ. નટવરલાલ આવી ઊંચી સ્ટાઇલ મારીને સુરતના ત્રણ ડીટીસી સાઇટ હોલ્ડર્સ પાસેથી રૂપિયા ૫૦ કરોડનો માલ વગર જાંગડે મેળવીને રફુચક્કર થઈ જતાં સમગ્ર હીરાબજાર સ્તબ્ધ થઈ ગયું હતું.વિગત જાણે એવી છે કે મૂળ ધાનેરાના અને વર્ષોથી મુંબઈમાં હીરાની દલાલી કરતા અશોક જોગાણી નામના હીરાદલાલે ગત સપ્તાહમાં મુંબઈ ખાતે સુરતના એક ડીટીસી સાઇટ હોલ્ડરની ઓફિસે જઈને અદ્ભુત અને ચીકણીચુપડી વાકછટાથી ઉદ્યોગકારોને આંજી દીધા હતા. અશોકે કહ્યું હતું કે મને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણે રૂપિયા ૫૦ કરોડના હીરા ખરીદવાનું કહ્યું છે. કવોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇસ નહીં ચાલે.


ઉકાઈની સપાટી ૪.૫ ફૂટ વધી

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તથા મહારાષ્ટ્રના ગુજરાત રાજ્યની સીમાના વિસ્તારોમાં વ્યાપક વરસાદ થતાં ઉકાઈ ડેમમાં પાણીનો ઇન ફ્લો ૧ લાખ ક્યુસેક્સથી વધારે નોંધાયો હતો, જેના કારણે ડેમની સપાટી રવિવારની સાપેક્ષમાં ૪.૫ ફૂટ જેટલી વધીને ૩૧૩.૬૬ ફૂટ નોંધાઈ હતી. છેલ્લા ૪૮ કલાકમાં જ ડેમની સપાટીમાં ૮ ફૂટ જેટલો વધારો નોંધાયો હતો.તાપી નદી પર બંધાયેલા ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં રવિવારે તેમજ સોમવારે ભારે વરસાદ નોંધાતા ડેમમાં પાણીના ઇનફ્લોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૪૮ કલાકમાં મહારાષ્ટ્રમાં પણ વ્યાપક વરસાદ નોંધાતાં ત્યાંના હથનૂર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ઉકાઈ ડેમમાં પાણીનો ઇનફ્લો ૧ લાખ ક્યુસેક્સ કરતાં પણ વધારે નોંધાયો હતો. સોમવારે સાંજે ડેમની સપાટી ૩૧૩.૬૬ ફૂટ જ્યારે ઇનફ્લો ૧,૧૨,૮૨૫ ક્યુસેક્સ નોંધાયો હતો. આજે સવારે ડેમની સપાટી ૩૧૧.૬૪ નોંધાયા બાદ સાંજે ૬.૦૦ કલાકે સપાટી ૩૧૩.૬૬ ફૂટ પર પહોંચી ગઈ હતી. આમ રવિવારની સાપેક્ષમાં ડેમની સપાટીમાં ૪ ફૂટનો વધારો નોંધાયો હતો.


કુદરતનું સાનિધ્ય માણવા ટ્રેકિંગની મૌસમ

ચોમાસાની ઋતુ પુરબહારમાં ખીલતા ટ્રેકિંગની પ્રવૃત્તિ પણ પુરબહારમાં ખીલશે. જિલ્લામાં ચોતરફ હરિયાળી છવાઈ જતા શહેરના યુવક-યુવતિઓ રજાના સમયમાં ટ્રેકિંગની મજા માણવાનો આનંદ લેતા થઈ જશે.ટ્રેકિંગ એ પ્રકૃત્તિના સાનિધ્યમાં રહીને અને શરીરની ફિટનેસ જાળવીને હળવા થવાની પ્રવૃત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રવૃત્તિનો વેગ પણ બરાબર જામ્યો છે. ખાસ કરીને કોલેજિયનોમાં ટ્રેકિંગનો ક્રેઝ જોવા મળે છે. શહેરના મોટાભાગના યુવક-યુવતિઓ પ્રકૃતિને માણવાના હેતુથી શહેરથી દૂરના સ્થળોએ ટ્રેકિંગ કરવા જતા રહે છે.માત્ર યુવાનો જ નહિ, બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના પણ ટ્રેકિંગમાં જોડાય છે. શહેરની કેટલીક સંસ્થાઓ યુથ હોસ્ટેલ, કોલેજિયન ગૃપ, સન એડવેન્ચર્સવગેરે બાળકો, યુવાનો માટે સ્પેશિયલ વન-ડે ટ્રેકિંગનું પણ આયોજન કરે છે. જેમાં રૂટ સુધીની આવવા-જવાની વ્યવસ્થા વાહન દ્વારા કરવામાં આવે છે. અને પોતાનું એક સમયનું ભોજન ટ્રેકર્સો પોતાની સાથે લઈ જાય છે.


ગરીબ મેળા અને લોકાર્પણમાં લોકોની હાજરી તો હોતી જ નથી!

ભાવનગર શહેર અને જિલ્લામાં લોકાર્પણ સહિતના સરકારી કાર્યક્રમોની હારમાળા સર્જાઈ છે ત્યારે કાર્યક્રમમાં ભરચક મેદની સરકારી અધિકારી-કર્મચારી, કાર્યકરો અને પરાણે બોલાવેલા લોકોથી ભરાયેલી હોય છે. ખરેખર તો લોકાર્પણમાં લોકો હોતા જ નથી.છેલ્લા ઘણા સમયથી સરકારી કાર્યક્રમો અવિરતપણે શરૂ જ રહે છે. એક પુરો થાય અને બીજો આવે ગરીબ મેળા કરીને હવે તો સરકારી કર્મચારીઓ પણ ગરીબ ‘બિચારા’ જેવા થઈ ગયા છે. સ્થાનિક વહિવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર આયોજિત ગરીબ કલ્યાણ મેળા વન મહોત્સવ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંતર્ગતના કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્યમંત્રી અને મંત્રીઓને વિશાળ હાજરી દેખાડવા અને તાળીઓના ગડગડાટ સંભળાવવા માટે તંત્રવાહકો એન-કેન પ્રકારે સમીયાણા લોકોથી ભરી દે છે.પરંતુ વાસ્તવમાં લોકાર્પણ કાર્યક્રમમાં લોકો (સામાન્ય લોકો) નથી હોતા. આવા કાર્યક્રમોમાં સરકારી અધિકારી-કર્મચારીઓ, રાજકીય કાર્યકરો, આંગણવાડી વર્કરો, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓને હાજર રહેવા ફરજ પાડવામાં આવે છે. અવાર-નવાર આવતા આવા સરકારી કાર્યક્રમોમાં ખરેખર લોકોને રસ જન નથી.


ભુજમાં ૪ ઇંચ સાથે જનહૈયાં ‘ઓગન્યાં’

ભુજમાં રવિવારના દિવસે કંજુસી દાખવનારા મેઘરાજાએ મોડી રાતથી સોમવાર સાંજ સુધી એકધારૂં ક્યારેક ધીમું તો ક્યારેક જોશભેર હેત વરસાવ્યું હતું. કુલ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. મન મૂકીને વરસેલી વર્ષાથી શહેરીજનોને મોજ પડી હતી અને સતત ‘બીજો’ દિવસ રજા પાડી હતી.રાત્રે એક વાગ્યે અચાનક ધોધમાર ઝાપટું વરસ્યું હતું, જે અંદાજે એક કલાક ચાલ્યું હતું. ત્યાર બાદ પરોઢે પાંચ વાગ્યાથી ઝરમર ચાલુ થઇ હતી. રાત દરમિયાન પોણો ઇંચ જેટલું પાણી પડી ગયું હતું.સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી એકધારો જોરદાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે ઠેરઠેર પાણી ભરાયાં હતાં. બસ સ્ટેશન પર તો ડિવાઇડર પણ ગરકાવ થઇ ગઇ હતી, જેના લીધે થોડા સમય માટે વાહનોને થંભી જવું પડ્યું હતું. કોટ અંદરની શેરીઓ, છઠ્ઠીબારી રિંગ રોડ, વાણિયાવાડ, મહેરઅલી ચોક, વી.ડી.હાઇસ્કૂલ રોડ, લોટસ કોલોનીમાં પુષ્કળ પાણી ભરાયાં હતાં. જેના લીધે દ્વિચક્રી વાહનો બંધ પડેલાં નજરે પડ્યાં હતાં.બપોરના બાર વાગ્યા પછી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે ત્રણ વાગ્યા સુધી ચાલ્યો હતો. ઉપરવાસમાં ભારે વર્ષાથી હમીરસરને પાણી પહોંચાડનારો મોટો બંધ જોશભેર વધ્યો હતો જેના લીધે કચ્છનું ઓળખસમું આ સરોવર લબોલબ ભરાઇ ગયું હતું. જેને જોવા શહેરીજનો ઉમટી પડતાં મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું.શાંતિનિકેતન પાછળની સોસાયટીઓમાં પાણી ભરાતાં એક તબક્કે ઘરમાં પાણી ઘૂસે તેવી સ્થિતિ સર્જાઇ હતી, પરંતુ સુધરાઇએ લાયન્સ હોલ પાસે અમુક નડતર તોડી નાખતાં પાણી રિલીઝ થતાં રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો તેવું ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ કહ્યું હતું. દરમિયાન સવારથી જ સુધરાઇની ટુકડી ઠેરઠેર જઇ પાણીનો નિકાલ કરવામાં વ્યસ્ત બની હતી.


કચ્છમાં ધ્રોસઠ ૧થી ૧૨ ઇંચ વર્ષા

કચ્છમાં અનરાધાર વરસાદે સજેઁલા ખુશીના મોજામાં હવે ધીરે ધીરે ચિંતાના તરંગ સર્જાઇ રહ્યાં છે. માંડવી પછી હવે (વધુ ૧૨ ઇંચને લીધે) કોઠારામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ છે. ભચાઉમાં ધોધમાર ૭, નલિયામાં ૬, મુન્દ્રામાં એકથી ચાર, માંડવી તથા ભુજ શહેરમાં રમઝટભર્યો ૬, નખત્રાણામાં દોઢથી બે, લખપતમાં એક થી દોઢ, ગાંધીધામમાં એક અને સૌથી ઓછો અંજારમાં માત્ર ૯ મિ.મી. ઇંચ વરસાદ પડ્યો છે.જિલ્લામાં મધ્યમકક્ષાના વધુ બે ડેમ, નાની સિંચાઇના ૧૫ ડેમ સહિત આજે નાના - મોટા અનેક તળાવો ઓગની ગયાં હતાં. ભુજના હૃદયસમા હમીરસરને ઓગનવામાં માત્ર ૧ ફૂટ બાકી રહ્યું છે. એકતરફ છલોછલ જળાશયો જોઇને કચ્છીમાડુના દિલ પણ ખુશીથી છલકાઇ રહ્યા છે. બીજી બાજુ અવિરત ભારે વરસાદથી લીલા દુકાળનો ભય સર્જાયો છે. અનેક સ્થળે વાવેતર ધોવાઇ ગયા હતા.પાપડીઓ તૂટી જતાં સંખ્યાબંધ ગામો વિખૂટાં પડી ગયા હતા. બન્નીના ત્રણ ગામોમાં લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. ઠેકઠેકાણે થાંભલા પડી જતાં વીજપુરવઠો ખોરવાયો હતો. આમ, કચ્છમાં ખાનાખરાબીની શરૂઆત થઇ છે.અબડાસાના મુખ્ય મથક નલિયામાં ૬ અને કોઠારા ૮ ઇંચ વર્ષાને લીધે અનેક ગામડાં આ બે મથકથી વિખૂટાં પડી ગયાં હતાં. કોઠારામાં માનપુરા વિસ્તારમાં ભયજનક સ્થિતિ સર્જાઇ હતી. સિંધોડીમાં પાણી ભરાતાં ૧૫થી ૨૦ જણને મંદિરમાં આશરો અપાયો હતો. બીટિયારી પાસે મૂળ હરિયાણાના બે ખેડૂતો તણાતા ગ્રામજનોએ બચાવ્યા હતા. કપાસના પાકને જબરી હાનિ પહોંચી છે.


કસાબના કેસની સુનાવણી હવે ૧૨મી ઓગસ્ટે

મુંબઈ શહેર ઉપર ૨૬/૧૧ના રોજ આતંકવાદી હુમલો કરવાના પ્રકરણમાં એકમાત્ર જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી કસાબને આપવામાં આવેલી ફાંસીની સજા કાયમ રહે તે માટે મુંબઈ હાઈ કોર્ટમાં આજથી શરૂ થયેલી સુનાવણી ૧૨મી ઓગસ્ટ ઉપર ઠેલવવામાં આવી હતી.મુંબઈ હાઈ કોર્ટનાં ન્યાયાધીશ રંજના દેસાઈ અને ન્યાયાધીશ વિજયા કાપસે-તાહિલરમાણીની બનેલી ખંડપીઠ સમક્ષ કસાબ પ્રકરણ સુનાવણી માટે આવ્યો હતો. દરમિયાન સ્પેશિયલ કોર્ટે ફટકારેલી ફાંસીની સજાની સામે કસાબની અપીલ અરજી સોમવારે કોર્ટની સમક્ષ આવી હતી. એ સિવાય સ્પેશિયલ કોર્ટે ફહીમ અને સબાઉદ્દીનને પુરાવાને અભાવે છોડી મૂક્યા હતા. કોર્ટના આ નિર્ણયને પડકારતી અરજી સરકારે હજી સુધી કરી નથી.આ બધી અપીલ દાખલ થયા પછી જ કસાબના ખટલાની સુનાવણી એકત્રિતપણે હાથ ધરવાનો આદેશ ખંડપીઠે આપ્યો હતો. આ માટે હવે પછીની સુનાવણી ૧૨મી ઓગસ્ટે હાથ ધરાવામાં આવે એવું ખંડપીઠે જણાવ્યું હતું.કસાબના ખટલા માટે હાઈ કોર્ટે નિયુક્ત કરેલાં ન્યાયાધીશ રંજના દેસાઈ એ મુખ્ય ન્યાયાધીશ પછીના સૌથી અનુભવી ન્યાયાધીશ છે. ન્યાયાધીશ દેસાઈ અને તાહિલરમાણી એ બંને અનેક વર્ષોનો ગુનેગારી ખટલો ચલાવવાનો અનુભવ ધરાવે છે


જેઠમલાની' સામેનો માસ્ટર સ્ટ્રોક 'તુલસી

કે. ટી. એસ. તુલસી સીબીઆઇ તરફથી વકીલ તરીકે ઉતરવાના છે. એ સમાચાર સાંભળીને જેલમાં રહેલા ડી. જી. વણજારા, અમિત શાહ, અભય ચૂડાસમા તથા બીજા પોલીસ અધિકારીઓને આઘાત લાગશે. એટલે સુધી કે, હજૂ પણ આ કેસમાં જેટલા લોકો બહાર છે, તેઓ તુલસીના નામથી ફ્ફ્ડી રહ્યાં છે.વર્ષ 2006 અને 2007માં સુપ્રીમ કોર્ટમાં તેઓ ગુજરાત સરકાર તરફથી બચાવ પક્ષના વકીલ તરીકે હાજર રહ્યાં હતા. જ્યારે વર્ષ 2007માં ચૂંટણીઓ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મોત કા સૌદાગર' વગેરે જેવી ટિપ્પણીઓ કરી હતી.આથી કે. ટી. એસ તુલસી નારાઝ થયા હતા. તેમણે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની માફીની માગણી કરી હતી. તેમના કહેવા પ્રમાણે, જે કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હોય ત્યારે આવી ટિપ્પણી ન થવી જોઇએ. પરંતુ, તે સમયે નરેન્દ્ર મોદીએ તુલસીને 'સામાન્ય વકીલ' માની લીધા હતા. જેઓ હવે સીબીઆઇનો 'માસ્ટર સ્ટ્રોક' બની ગયા છે.સોમવારે જ્યારે કે. ટી. એસ. તુલસી રિમાન્ડ જેવી બાબત માટે પણ દિલ્હી થી અમદાવાદ આવ્યા ત્યારે એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે હવે અમદાવાદમાં મોટી કાનૂની લડાઇ જામશે. એક તરફ જાણીતા ક્રિમિનલ વકીલ રામ જેઠમલાની અને તેમના પુત્ર મહેશ જેઠમલાની છે. જેમનું ભારે નામ છે. તો બીજી તરફ કે. ટી. એસ. તુલસી છેકે, જેઓ બચાવ પક્ષની તમામ નબળાઇઓ અને સબળ બચાવથી વાકેફ છે. ખુદ અમિત શાહ પણ સોહરાબુદ્દીન મુદ્દે અનેક વખત તેમની સાથે ચર્ચા કરી ચૂક્યાં છે.


કરાચીમાં ભડકેલા રમખાણોમાં 30ના મોત

મુત્તાહિદા કોમી મુવમેટના એક પ્રાંતીય એસેમ્બલી સદસ્ય અને તેમના અંગરક્ષકની મસ્જિદમાં થયેલી હત્યા બાદ પાકિસ્તાનના કરાચી શહેરમાં રમખાણો ભડકી ઉઠ્યા છે, જેમાં 30 લોકોના મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા છે.પ્રાંતીય એસેમ્બલી સદસ્યની અને તેના અંગરક્ષકની હત્યા એ સમયે કરવામાં આવી જ્યારે તે તેના મિત્રના અંતિમ સંસ્કાર દરમિયાન કરવામાં આવતી પ્રાથનામાં ભાગ લેવા માટે ગયા હતાં. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કરાચીના જુદા જુદા વિસ્તારોમાં થયેલા રમખાણોમાં 30 લોકોના મોત નિપજી ચૂક્યાં છે.સરકારી જિન્ના હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે અમને 13 શબો મળ્યા છે જ્યારે 45 જેટલા ઘાયલોનો ઇલાજ ચાલી રહ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો ગોળીઓના કારણે ઘાયલ થયા છે.શહેરના પોલીસ પ્રમુખ વસીમે જણાવ્યું હતું કે તનાવપૂર્ણ સ્થિતિ બાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓની સ્થિતી વધારી દેવામાં આવી છે.


ભારત શ્રેણી ડ્રો કરવા રમશે

આઈસીસીમાં મોખરાનો ક્રમાંક આ વખતે દાવ પર નથી પરંતુ શ્રેણીમાં ૦-૧થી પાછળ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે મંગળવારથી અહીંના પી. સારા ઓવલ ખાતે શરૂ થઈ રહેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં તેની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. આ ઉપરાંત પ્રવાસી ભારતીય ટીમની સામે ઇજાગ્રસ્તોની સમસ્યા પણ છે. ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી અહીં ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે અને સવારે ૧૦.૦૦ કલાકથી ટેન સ્પોર્ટ્સ પરથી મેચનું જીવંત પ્રસારણ કરાશે.ગયા સપ્તાહે રમાયેલી બીજી ટેસ્ટ ડ્રો કરાવીને ભારતે આઈસીસીમાં પોતાનો મોખરાનો ક્રમ તો જાળવી રાખ્યો હતો પરંતુ હવે તેને શ્રેણી બચાવવા માટે રમવાનું છે. ભારત અત્યારે પાછળ છે અને આ મેચ જીતીને તે શ્રેણી ડ્રો કરાવી શકે છે. આમ આ મેચમાં ભારતે જીતવું ફરજિયાત છે. બીજી ટેસ્ટના પ્રારંભે ઓપનર ગૌતમ ગંભીર ઘાયલ થયો હોઈ તેનું રમવું શંકાસ્પદ છે અને તે મોટાભાગે આ મેચમાંથી આઉટ થઈ ગયો છે. હરભજનનું પણ રમવું શંકાસ્પદ બન્યું છે.ભારત સામે અંતિમ ઇલેવનની પસંદગીની સમસ્યા રહેલી છે. સુરેશ રૈનાને બીજી ટેસ્ટમાં અનફિટ યુવરાજસિંઘના સ્થાને તક અપાઈ હતી અને તેણે શાનદાર સદી ફટકારી દીધી હતી. હવે યુવરાજ ફિટ થઈ ગયો છે ત્યારે રૈનાને પડતો મૂકવો કે યુવરાજને બહાર રાખવો તે ટીમ મેનેજમેન્ટે નક્કી કરવાનું છે. ગંભીરના સ્થાને મુરલી વિજય અનુભવી સેહવાગ સાથે ઓપનિંગ કરે તો મધ્યમક્રમમાં રૈનાને જાળવી રાખવાનું સુકાની ધોની પસંદ કરશે અને આ સંજોગોમાં યુવરાજને બહાર રહેવું પડશે. ગંભીરે રવિવારે નેટ પ્રેકિટ્સ કરી હતી પરંતુ તે મંગળવારે રમી શકશે કે નહીં તે અંગે જાણી શકાયું ન હતું.સચિન તેંડુલકર આ મેચમાં રમીને ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારો ક્રિકેટર બની જશે. આમ સચિન વધુ એક વિશ્વવિક્રમ પોતાના નામે કરી લેશે પરંતુ બીજી ટેસ્ટના છેલ્લા દિવસે તે ફિલ્ડિંગમાં આવી શક્યો ન હતો અને આ મેચમાં તે રમશે કે કેમ તે અંગે પણ શંકા પ્રવર્તી રહી છે, જોકે રવિવારે તેણે પણ પ્રેક્ટિસ કરી હતી અને મંગળવારે તે પોતાની કારકિર્દીની ૧૬૯મી ટેસ્ટ રમે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.સચિને બીજી ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. સચિન અને સેહવાગ ઉપરાંત સુરેશ રૈના પણ ફોર્મમાં છે પરંતુ ભારતીય બેટિંગની મુખ્ય ચિંતા રાહુલ દ્રવિડનું ફોર્મ છે. આ શ્રેણીમાં તે પોતાની પ્રતિષ્ઠા મુજબની બેટિંગ કરી શક્યો નથી.

No comments:

Post a Comment