21 August 2010

વિમાનનું ટાયર ફાટ્યું, લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

વિમાનનું ટાયર ફાટ્યું, લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાની લખનૌથી દિલ્હી જનાર ફ્લાઈટ આઈસી 412નું લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.જાણવા મળ્યું છે કે વિમાનનું ટાયર ફાટ્યા પછી લખનૌ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ જાનહાનીના સમાચાર નથી. વધુ વિગતો મેળવાઈ રહી છે.


મોદીની કેબિનેટનું વિસ્તરણ, પ્રફુલ પટેલ નવા ગૃહ રાજ્ય પ્રધાન

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ત્રણ વર્ષના લાંબા સમય પછી પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું છે. હાલની ૧૭ની કેબિનેટમાં વધુ ચાર સભ્યોનો ઉમેરો થતાં સંખ્યાબળ વધીને ૨૧નું થયું છે જેમાં ૧૦ કેબિનેટ અને ૧૧ રાજ્યકક્ષાના મંત્રીઓ થવા જાય છે.શપથ લેનારા સભ્યોમાં વિસાવદરના કનુભાઇ ભાલાલા, જામનગરના વસુબહેન ત્રિવેદી, અસારવાના પ્રદપિસિંહ જાડેજા અને હિંમતનગરના પ્રફુલ પટેલનો સમાવેશ થાય છે. આવનારા ઓકટોબર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ અન્ય મંત્રીઓ પાસે વધારે કાર્યભાર હોવાથી આ વિસ્તરણ કરવામાં આવ્યું છે.રાજભવનમાં બાંધવામાં આવેલા વોટરપ્રુફ સામિયાણામાં રાજ્યપાલ ડો.કમલાએ આજે બપોરે ૧૨.૩૯ કલાકે પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગુ’તાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર રાજ્યપાલે શપથ પછી મંત્રીઓને પુષ્પગુચ્છ આપી સન્માન્યા હતા. આ પળે પદનામિત મંત્રીઓના શુભેચ્છકો, સ્નેહીજનો તેમજ પાર્ટીના આગેવાનોએ નવા મંત્રીઓને વધાવી લીધા હતા. નવા મંત્રીઓ તેમને ફાળવેલી નવી સરકારી ગાડીમાં સચિવાલય ગયા હતા.શપથ સમારોહ પછી મળેલી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સભ્યોને વિભાગોના હવાલા સુપરત કર્યા હતા. પ્રદપિસિંહ જાડેજા હાલ વિધાનસભામાં સત્તાધારી પક્ષના મુખ્ય દંડક છે. મંત્રી બનતાં તેમણે દંડક પદેથી રાજીનામું આપી દેવું પડશે.


ખરા સમયે ભાગી જનારાઓની યાદીમાં ઝરદારી નંબર-1

દરેક દેશ અને દેશવાસીઓ માટે એ જરૂરી હોય છે કે જ્યારે સંકટનો સમય આવે ત્યારે તેમનો નેતા તેમની સાથે હોય, પણ પાકિસ્તાન એ બાબતે થોડું કમનસીબ છે. પાકિસ્તાનમાં 80 વર્ષના સમય ગાળાનું સૌથી વધુ વિનાશકારી પૂર તાજેતરમાં આવ્યું છે. અત્યારે તેમને સૌથી વધુ જરૂરિયાત તેમના નેતાની હતી, પણ દુઃખની વાત તો એ છે કે આ સમયે જ તેમના નેતા તેમનાથી દૂર હતા. વળી નવાઈની વાત તો એ છે કે જરૂરિયાત સમયે દેશવાસીઓથી દૂર રહેનારા નેતાઓની યાદીમાં પાકિસ્તાની વડાપ્રધાન આસિફ અલી ઝરદારીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.અન્ય પાંચ આવા નેતાઓની યાદી બહાર પાડતાં 'ફોરેન પોલીસી' નામના મેગેઝીને જાહેર કર્યું છે કે પૂરના સમયે પાકિસ્તાનના લોકોને સૌથી વધુ જરૂર તેમના વડાપ્રધાનના સાથ સહકારની હતી, પરંતુ આ સમયે તેઓ પૂરપીડિતોની ચિંતા કર્યા વગર યુરોપના પ્રવાસમાં હતા. ખરેખર તો આ સમયે વડાપ્રધાને બધું જ પડતું મૂકીને લોકોને કઈ રીતે રાહત સામગ્રી પહોંચાડવી તે વિશે વિચારવું જોઇએ. પણ ઝરદારીને તો પોતાના દેશવાસીઓ કરતાં પોતાની યુરોપ ટ્રીપ વધારે પ્રિય લાગી.'ફોરેન પોલીસી' મેગેઝિન પાસેથી મળતી માહિતી અનુસાર કેટલાંક અમેરિકી અધિકારીઓએ તો ઝરદારીને અંગત રીતે કહ્યું પણ હતું કે આ ટ્રીપ કેન્સલ કરી દો, પરંતુ ઝરદારીને તો 11000 ડોલરના ભાડા વાળી હોટલમાં રોકાવું વધારે જરૂરી લાગ્યું. તેમ છતાં ઝરદારીના અધિકારીઓ તો એમ જ કહે છે કે તેમના રાષ્ટ્રપતિ સૌથી સસ્તી ફાઇવ સ્ટાર હોટલમાં રહે છે, જ્યારે વાસ્તવમાં તો તેઓ ચર્રિલ હયાત રેસિડેન્સી નામની અહીંની સૌથી મોંઘામાંની એક હોટલમાં રોકાયા હતા. પૂરની માહિતી મળવા છતાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ બ્રિટનમાં જલસા કરતા હતા, જો કે બ્રિટનથી આવતા પહેલા કહેવા ખાતર તેમણે એક જાહેર સભાને સંબોધી દીધી હતી.


સંબંધો મીઠા કરવા ગિલાનીએ મનમોહનને કેરીઓ મોકલી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીએ ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહને ભેટમાં કેરીની પેટીઓ મોકલી છે. ગયા મહિને વિદેશમંત્રી એસ.એમ.કૃષ્ણાની ઈસ્લામાબાદની યાત્રા દરમિયાન બંને દેશના સંબંધોમાં ખારાશ આવી ગઈ હતી, જેને દૂર કરવાના પ્રયત્નો ગિલાની દ્વારા કરવામાં આવી રહ્યા છે.સૂત્રો જણાવે છે કે પાકિસ્તાનથી પ્રધાનમંત્રી મનમોહનસિંહ માટે કેરીની પાંચ પેટીઓ આવી છે. આ પેટી આવી એના એક દિવસ પહેલા જ મનમોહનસિંહે ગિલાનીને ફોન કરીને વધુ મદદ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ મદદના બદલામાં ગિલાનીએ કેરી મોકલાવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ પહેલા 25મી મેના રોજ પ્રધાનમંત્રી મનમોહનસિંહે ગિલાનીને 20 કિલો ઉચ્ચ ગુણવત્તાની આલ્ફાન્ઝો કેરી મોકલાવી હતી.આ સિલસિલો પછી સતત ચાલતો રહ્યો છે. આ પછી જૂનમાં પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે પણ ભારતના ગૃહમંત્રી ચિદમ્બરમને કેરીઓ મોકલી હતી. ભારત અને પાકિસ્તાન 80ના દાયકાથી આવી રીતે કેરીની આપલે કરતા આવ્યા છે. આ દાયકામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝિયા-ઉલ-હક અને ઈન્દિરા ગાંધીએ પણ એકબીજાને કેરીઓ મોકલાવી હતી. 2001માં પરવેઝ મુશર્રફે પણ અટલ બિહારી વાજપેયીને આ રીતે કેરીની પેટી મોકલાવી મિત્રતાનો હાથ માંગ્યો હતો.


દર અઠવાડિયે બદલાય છે દીપિકાનાં પ્રમીઓ

નિલ અને દીપિકા ફક્ત ઓન સ્ક્રિન હોટ કપલ જ નહી પણ ઓફ સ્ક્રિન પણ હોટ કપલ છે ગત દિવસોમાં બન્ને મુંબઈનાં જાહેર રસ્તાપર બાઈક રાઈડ કરતાં જોવા મળ્યાં હતાં. બન્નેની બોડી કેમેસ્ટ્રી ઘણું બધુ કહી દેતી હતી.જો કે આ વાતે દીપિકાએ સફાઈ આપી હતી કે આ ફક્ત અફવાઓ છે, અમે બન્ને ફક્ત સારા મિત્રો જ છીએ. જો લોકોને તેનાં વિશે અફવાઓ વાંચવી પસંદ છે તો જરૂરથી વાંચો મને કોઈ જ વાંધો નથી.દીપિકાની આ વાતોથી અંદાજો લગાવવામાં આવે છે કે બન્ને માત્ર મિત્રો જ નથી પણ તેમનાં વચ્ચે અન્ય કાંઈ ખિચડી પણ રંધાઈ રહી છે.


શરમ કરો..સાંસદો...શરમ કરો..

સાંસદોની વર્તણૂંક શરમજનક, જનતા સાથે સરખામણી. દેશમાં ૭૭ ટકા લોકોની આવક ૨૦ રૂપિયા રોજ પણ નથી અને બીજી તરફ ત્રણસો સાંસદો કરોડપતિ છેદેશમાં આમઆદમી ૧૦થી ૨૦ ટકા પગારવધારાથી પણ ખુશી મનાવે છે પરંતુ આપણા સાંસદો ખુદ પોતાનો પગાર ત્રણસો ગણો વધારી લીધા બાદ પણ ખુશ તો થતા જ નથી. આ વધારો થયા બાદ એક સાંસદને ભથ્થાં અને સુવિધાઓ ભેગી કરતાં સાડા ત્રણ લાખ માસિક પગાર મળશે. શું આ પગાર ઓછો છે? ભાસ્કરે ભૂતપૂર્વ સાંસદો અને વિશેષજ્ઞો પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવ્યો....એક વાત તો સ્પષ્ટ છે કે આઝાદી પહેલાંની જેમ જનસેવકો હવે કોઈ મશિન માટે નહીં પરંતુ સારી કારકિર્દી માટે આ ક્ષેત્રે આવે છે. આથી બહેતર એ જ રહેશે કે કોઈ સ્વતંત્ર કમિશન તેમનો પગાર નક્કી કરે અને દર પાંચ વર્ષે તે ફરી નિધૉરિત કરવામાં આવે. સિંગાપોરમાં એવું માનવામાં આવે છે કે પગાર જેટલો વધારે હોય એટલો ભ્રષ્ટાચાર ઓછો થશે.તેઓ પોતાના કર્તવ્ય પ્રત્યે વધારે ગંભીર બનશે. હું માનું છું કે વધારે પગાર હોય તેમાં કંઈ ખોટું નથી. તેનાથી તેઓ ઈમાનદારીથી કામ કરી શકશે. આપણે અહીં સવાલોના બદલે લાંચના કિસ્સા જોવા મળ્યા. પગાર વધ્યા બાદ આશા રાખી શકાય કે ફરી કદાચ આવી નોબત નહીં આવે. એતો સ્પષ્ટ છે જ કે સાંસદોના ખર્ચા બેફામ હોય છે. તેમના ક્ષેત્રથી આવતા લોકોનો પણ ભારે ખર્ચો તેઓ જ ભોગવે છે. આટલી મોંઘવારીમાં આ બધું કેવી રીતે શક્ય છે તે જોવું જરૂરી છે. દેશના અર્થતંત્રની સ્થિતિ સારી છે. આપણે આ ખર્ચ ભોગવી શકીએ તેમ છીએ.


બ્રિટિશ વડાપ્રધાને પોતાનું ઘર ભાડે આપ્યું

બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરોન અને તેની પત્ની સામન્થાએ રૂપિયા કમાવાનો એક નવો કીમિયો શોધી કાઢ્યો છે. તેમણે પોતાનું નોટિંગ હિલ-લંડન ખાતેનું ઘર ભાડે આપી દીધું છે, જેના દ્વારા તેઓ દર મહિને 6000 પાઉન્ડની કમાણી થશે.ડેવિડ કેમરોન પાસે કોટ્સવોલ્ડમાં એક મિલિયન પાઉન્ડનું એક ઘર પણ છે. કેમરોન જ્યારે વડાં પ્રધાન બન્યા ત્યારે તેમણે પોતાના મંત્રીમંડળને આશ્વાસન અપાવ્યું હતું કે તે મંત્રીમંડળના સભ્યોને આવતા પાંચ વર્ષમાં પાંચ ટકા જેટલો પે કટ પાવશે.કેમરોનની અત્યારે વાર્ષિક કમાણી 142,500 પાઉન્ડ છે અને તેને ઘરના ભાડામાંથી અન્ય 72000 પાઉન્ડની વાર્ષિક આવક થશે.કેમરોન બ્રિટનના પ્રથમ એવા વડાં પ્રધાન છે, જેમણે પોતાનું ઘર ભાડે આપ્યું હોય. આ સિવાય અન્ય પ્રધાનોમાં ટોની બ્લેરે પોતાનું ઘર વેચી નાંખ્યું છે, જયારે ગોર્ડન બ્રાઉન, જોન મેજર અને માર્ગારેટ થેચર જેવા પ્રધાનો પોતાને અપાયેલા ઘરમાં જ રહે છે. એક અઠવાડિયા પહેલા જ કેમરોન અને તેનો પરિવાર ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના પોતાના મકાનમાં રહેવા આવ્યો છે. કેમરોનના ઘરમાં ભાડે રહેવા આવેલા ભાડૂઆતો પણ ઘણા ખુશ છે. અહીં એક 40 વર્ષની સ્ત્રી અને તેની બે દીકરીઓ રહેવા આવ્યા છે. તેમણે આ ઘર એક એજન્ટ દ્વારા ભાડે લીધું છે.


લૂંટો દેશને લૂંટો, સાંસદોને કોણ રોકશે

પ્રજાના પ્રતિનિધિને નામે દેશના સાંસદોએ જાણે ઉઘાડી લૂંટાલૂંટ મચાવી છે. સાંસદોનો પગાર મહિને રૂ.૧૬ હજારથી વધારીને સીધો ૫૦ હજાર કરી નાખવાનો નિંભર નિર્ણય દેશની બાપડી પ્રજાનાં ગજવાં કાપી લેવાથી જરાય ઉતરતો નથી. છેલ્લાં ચાર વર્ષમાં મોંઘવારી ૨૦૦ ટકા વધી છે એની સામે આ સાંસદોને ૩૦૦ ટકાનો વેતનવધારો આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.
વધારાનાં તોતિંગ અન્ય ભથ્થાંઓ તેમજ સાવ મફત મુસાફરી-રહેઠાણ, વીજળી-ફોન વગેરે સુવિધાઓ તો ખરી જ. નિવૃત્ત થશે ત્યારે મહિનાનું પેન્શન ૮ હજારથી વધીને ૨૦ હજાર થઈ જશે. બે-ચાર રિંગણ તોડવાની ડાહી ડાહી વાત કરીને પેલા દલા તરવાડી કરતાં પણ આજના સાંસદો તો સાવ ફાટીને ધુમાડે ગયા છે. કહીને લેવાને બદલે તેઓએ તો જાણે ઉઘાડી લૂંટાલૂંટ મચાવી છે.ગયા સોમવારે વેતનવધારાના આ મામલે મતભેદ પડતાં કેન્દ્રીય કેબિનેટે નિર્ણય પાછો ઠેલ્યો હતો, પરંતુ ત્રણ દિવસમાં એવી તે શી મોટી નોબત આવી કે ભૂવા ધૂણે ને ઘર ભણી નાળિયર ઉછાળે એમ સરકારે વેતનવધારાનાં કોપરાં ઉછાળી દીધાં! એક બાજુ દેશની પ્રજા કારમી મોંઘવારીમાં ભીંસાઈ રહી છે. રોજીરોટી ન મળતાં લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે દેશના સાંસદોને આટલો બધો પગારવધારો સેરવી લેવામાં કોઈ શરમ આવતી નથી. સરકાર પણ પરમાણુ બિલ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા વગેરે જેવી અણિયાળી બાબતોથી ડરીને સાંસદોને બટકાં ફેંકતી હોય એવા ઇરાદા સાથે આવા પગારવધારાની ભાગબટાઈ કરવામાં પાછી પડતી નથી.


મોરબીની લૂંટ-ડબલ મર્ડરમાં જામનગર-મહેસાણા તરફ તપાસ

મોરબી નજીક એસ.ટી. બસમાં આંગડિયા કર્મચારી અને બસના ડ્રાઇવરને ભડાકે દઇ ૨૦ લાખની લૂંટ કર્યા પછી પાટડી નજીક પોલીસ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરીને નાસી જનાર લૂટારૂ ગેંગ જામનગરના યાસીન મોટાની અથવા મહેસાણાની હોવાના તારણ સાથે પોલીસે એ દિશામાં તપાસ કરી છે. પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા કુખ્યાત તાજીયા ગેંગનો સાગરીત યાસીન ઉર્ફે મોટીયો જામનગરના લૈયારા ગામનો વતની છે. તાજીયાની જેમ જ લૂંટ વેળા ભય ફેલાવવા ફાયરીંગ તેમજ પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ટેવ ધરાવતો યાસીને લૂટની ભાગ બટાઇ મુદ્દેસાગરીતની હત્યા કરી હતી.ખૂન કેસમાં વોન્ટેડ યાસીન એક વર્ષ પહેલાં ટંકારાના છતર નજીમ બસમાં ફયરિંગ કરી એક કરોડની લૂંટ કરી હતી. પોલીસે કરોડના મુદામાલ સાથે તેના સાગરીતોને ઝડપી લીધા હતા. પરંતુ, યાસીન હજી સુધી ફરાર છે. છેલ્લા ચાર માસમાં રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં થયેલી આંગડિયા લૂંટમાં પણ યાસીનની સંડોવણી મનાય છે. જો કે , સગાભાઇ તો ઠીક પત્નીને પણ આશ્રય સ્થાન અંગે અજાણ રાખતો ચાલાક યાસીન મોબાઇલ પણ રાખતો ન હોવાથી તેનું લોકેશન મેળવવું પોલીસ માટે અશકય બની ગયુ છે. દરેક લૂંટ વખતે નવા સાગરીતો સાથે કામ પાર પાડતા યાસીને જ કાલે મોરબી નજીક બેવડી હત્યા કરીને લૂંટ કર્યાની પોલીસને દ્રઢ શંકા છે. આંગડિયા લૂંટ કરતી રાજ્યની મોટા ભાગની ગેંગના સભ્યો સાથે સંપર્ક ધરાવતો યાસીન આ વખતે પોલીસને ગેરમાર્ગે દોરવા મહેસાણા, હિંમતનગરના ગુનેગારોને સાથે રાખી જામનગરના બદલે મોરબીથી હળવદ રોડ વાયા અમદાવાદતરફ ભાગ્યો હોવાનું પોલસ માની રહી છે. આંગડિયા સાથે પોલીસતંત્રની આબરૂ લૂંટીને નાસી છુટેલા લૂટારાને શોધી કાઢવા રાજકોટ, સુરેન્દ્રનગર,અને જામનગર પોલીસની અલગ અલગ ટીમને જુદી જુદી દિશામાં રવાના કરી છે.


અમરેલીમાં મોટા આંકડીયા ગામે ૧૧ દુકાનોના તાળા તૂટયા

અમરેલી જિલ્લામા છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો રંજાડ વધ્યો છે. ત્યારે જિલ્લાના મોટા આંકડીયા ગામે ગત રાત્રીના તસ્કર ટોળકી ખાબકી એક સાથે અગિયાર દુકાનોને નિશાન બનાવતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ કરતા તમામ દુકાનોના તાળા તેમજ શટર ઉંચકાવી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.જોકે તસ્કરોને કોઇ મોટી મતા હાથ લાગી ન હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમા એક સાથે ૧૧ દુકાનોમા ચોરીના બનાવો બનતા લોકોમા રોષ ફેલાયો છે અને રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ શરૂ કરવા પોલીસને રજુઆત કરી છે.

No comments:

Post a Comment