18 September 2010

પાકિસ્તાની ફરી ક્રિકેટને કલંકિત કર્યુ, ICCએ તપાસ શરૂ કરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાકિસ્તાની ફરી ક્રિકેટને કલંકિત કર્યુ, ICCએ તપાસ શરૂ કરી

ત્રણ પાકિસ્તાની ક્રિકેટરો કથિત સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાની તપાસ હજી પૂરી નથી થઈ ત્યાં તો પાકિસ્તાની ટીમ ફરી એક વખત ફિક્સિંગના આરોપોમાં ઘેરાઈ ગઈ છે.બ્રિટિશ ટેબ્લોઈડ ધ સન દ્વારા શુક્રવારના રોજ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન ડેમાં ફિક્સિંગ થયું હોવાના ખુલાસા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) આ મેચની તપાસ શરૂ કરી દીધી છે.ધ સનમાં દાવો કરવામાં આવ્યો હતો કે શુક્રવારના રોજ રમાયેલી મેચમાં પાકિસ્તાની ઈનિંગ્સ શરૂ થઈ તે પહેલા જ સટ્ટાખોરોને તેની માહિતી મળી ગઈ હતી અને સમાચાર પત્રએ મુકાબલા પહેલા જ આ સંબંધના પૂરાવાઓ આઈસીસીને સોંપ્યા હતા. આ ફિક્સિંગમાં કથિત રૂપે ભારત અને દુબઈના સટ્ટાખોરો સામેલ હતા.આ ખુલાસાના તુરંત બાદ આઈસીસીએ નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે ઈનિંગ્સમાં રન બનાવવાની પેર્ટનની સૂચના સાચી લાગ્યા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અહેવાલોને બકવાસ ગણાવતા તેને રદિયો આપ્યો છે અને જણાવ્યું હતું કે તેમાં કોઈ જ સત્ય નથી. આઈસીસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈસીસી એ લંડનના ઓવલમાં 17 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન ડે દરમિયાન થયેલા ફિક્સિંગ અંગેની તપાસ શરૂ કરી છે. બ્રિટનના એક સમાચાર અને સૂત્ર પાસેથી મળેલી જાણકારી બાદ આઈસીસી એ આ તપાસને મંજૂરી આપી છે.


અસારવા સ્વામીનારાયણ ગુરુકુલના ત્રણ છાત્ર ગુમ

અસારવા ખાતેના(સ્વામીનારાયણ) સહજાનંદ ગુરુકુલ છાત્રાલયમાં ગંજી પાનાનો જુગાર રમતા પકડાયેલા ત્રણ છાત્રોને ગૃપ પતિએ ઠપકો આપતા ત્રણેય છાત્રો મોડી રાતે ગુરુકુલમાંથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. ગૃહ પતિએ કરેલી જાહેરાતના આધારે શાહીબાગ પોલીસે ત્રણેય છાત્રોના નામ-સરનામા સહિતની માહિતી એકત્રિત કરી તેમની શોધખોળ શરુ કરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,સ્વામીનારાયણ બાલવાડી ઉત્તર ગુજરાત વિભાગ-૧ અસારવાના ગૃહ પતિ નિતિનભાઇ રમેશભાઇ મોદી તા.૧૭ સપ્ટેમ્બરની મોડી રાતે ૧.૦૦ વાગે સહજાનંદ ગુરુકુલ છાત્રાલયમાં રહેતા અને ત્યાં જ અભ્યાસ કરતા છાત્રોને ચેક કરવા નીકળ્યા હતા.દરમિયાનમાં પોતાના રુમમાં ગંજી પાનાનો જુગાર રમતા આકાશ સતીષભાઇ પટેલ(ઉ.વ.૧૫)(રહે.દેવડાગામ,તાલુકો વિજાપુર,જિલ્લો મહેસાણા)નરેન્દ્રસિંહ રતનસિંહ બારડ(ઉ.વ.૧૫)(રહે.નવ દુગૉ સોસાયટી, વિરાનગર,બાપુનગર) અને કૌશિક ભીમજીભાઇ કરેલા(ઉ.વ.૧૫)(રહે.શંકરપુરા,ડભોઇ.વડોદરા) રંગે હાથે પકડાયા હતા.જેથી ગૃહ પતિએ તેમને કડક શબ્દોમાં ઠપકો આપીને સુવડાવી દીધા હતા. ત્યારબાદ સવારે ૫.૦૦ વાગે ગૃહ પતિએ ફરી વખત ચેકÃગ કરતા આ ત્રણેય વિદ્યાર્થીઓ રુમમાં હાજર ન હતા. જેથી ત્રણેય વિદ્યાર્થીઓ ગુરુકુલ છોડીને ક્યાંય ચાલ્યા ગયા હોવાનું જાણવા મળતા ગૃહ પતિ નિતિનભાઇ મોદીએ આ અંગે શાહીબાગ પોલીસ મથકમાં જાહેરાત કરી હતી. આ અંગે પીઆઈ નાગોરીએ જણાવ્યું હતુ કે ત્રણેય વિદ્યાર્થીઓ તેમના ઘરે જતા રહ્યા હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.


ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર ઝાટકા

આજે મોડી રાત્રે 12-55 કલાકે દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હોવાનું જણાવાય છે અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. લોકોએ 25થી 30 સેકન્ડ સુધી ધરતીમાંથી કંપન અનુભવ્યું અને તેઓ પોતાના મકાનોમાંથી બહાર ધસી આવ્યા હતા.મોડી રાત્રે ફોન કરીને કેટલાંક લોકો સાથે આ સંદર્ભે વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે રાત્રે 12-55ની આસપાસ ધરતીમાંથી કંપનનો અનુભવ થયો હતો અને ધરતી 30થી 35 સેકન્ડ સુધી હલી હોય તેવું લાગ્યું હતું.


આજી ડેમમાથી વધુ એક પુરૂષની લાશ મળી

શહેરની ભાગોળે આવેલો આજી ડેમ આપઘાત કરવા માટેનું ઉતમ સ્થળ બની ગયું છે. ત્યારે શનિવારે સવારે ડેમમાથી વધુ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર જાગી છે. ડેમમાથી મળી આવેલો મૃતદેહ એટલી હદે કોહવાઇ ગયો છે કે લાશની ઓળખ મેળવવી મુશ્કેલ છે.બનાવની તપાસ કરી રહેલા થોરાળા પોલીસના ફોજદાર યુ.કે.મકવાણાના જણાવ્યા મુજબ, મૃતકની ઉમર અંદાજીત ૨૭ વર્ષની હોવાનું તેમજ આ અજાણ્યા યુવાને ત્રણેક દિવસ પહેલા આપઘાત કર્યો હશે કે પાણીમા ડૂબી ગયો હશે. મૃતકે ક્રિમ કલરનું શર્ટ અને કોફી કલરનું પેન્ટ પહેયું છે. પોલીસે અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.


PCBએ તાજા ફિક્સિંગ આરોપોને ફગાવ્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) શનિવારના રોજ તે આરોપને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે શુક્રવારાના રોજ ઓવલ ખાતે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં કથિત મેચ ફિક્સિંગની તપાસ કરશે.પીસીબી એ જણાવ્યું હતં કે તે સમાચારમાં કોઈ સત્ય નથી. પીસીબી અધ્યક્ષ એજાઝ બટ્ટે આ અહેવાલોને બકવાસ ગણાવતા કહ્યું હતું કે આ પુરાવા વગરના આરોપો છે. મેં અહેવાલ નથી વાંચ્યો, માટે હું કોઈ ટિપ્પણી કરી શકું નહીં.બટ્ટે કહ્યું હતું કે આઈસીસી એ આ આરોપો અંગે અમારો કોઈ જ સંપર્ક કર્યો નથી. આ બધુ કાલ્પનિક છે. તેમાં કોઈ સત્ય નથી.ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટિશ ટેબ્લોઈડ ધ સનમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની તપાસમાં પૂરતા પુરાવા મળ્યા છે કે પાકિસ્તાનની ઈનિંગ્સ શરૂ થતા પહેલા જ સટ્ટાખોરોને તેની સંપૂર્ણ જાણકારી હતી. આ ખુલાસા બાદ આઈસીસી પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન ડેની તપાસ કરશે


પરમાણુ હથિયારોની માહિતી વેચી રહ્યું હતું અમેરિકા

અમેરિકાના એક સાઇન્ટિસ્ટ દંપતિની ન્યુક્લિયર હથિયારોના સિક્રેટ્સ વહેંચવાના આરોપસર ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ સાઇન્ટિસ્ટે જણાવ્યું હતું કે તેની પત્ની એક વેનેઝુએલાના જાસૂસની ન્યુક્લિયર શસ્ત્રો બનાવવા માટે મદદ કરતી હતી. આર્જેન્ટિનામાં જન્મેલા 75 વર્ષીય પેડ્રો લીયોનાર્ડો મેસ્કેરોની અને તેની 67 વર્ષીય પત્ની મોર્જોરી રોક્સ્બી મેસ્કેરોની સામે કુલ 22 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જો આ તમામ આરોપો સિદ્ધ થશે તો આ દંપતિને આજીવન કારાવાસની સજા થઈ શકે છે.આ દંપતિ પહેલા ન્યુ મેક્સિકોની એક લેબોરેટરીમાં સાથે કામ કરતા હતા. આ દંપતિએ 10 વર્ષ સુધી ન્યુક્લિયર શસ્ત્રો બનાવવામાં વેનેઝુએલાની મદદ કરી હોવાનું માનવામાં આવે છે.


લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે બેથી અઢી હજાર દર્દીનું વેઇટિંગ

સમગ્ર દેશમાં લિવરનાં દર્દીઓમાં વધારો થયો છે. પરંતુ, ચિંતાજનક બાબાત એ છે કે, સમગ્ર એશિયામાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે બેથી અઢી હજાર દર્દી વેઇટિંગમાં છે. તેમ હૈદરાબાદની ગ્લોબલ હોસ્પિટલનાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. મોહમ્મદ રેલાએ જણાવ્યું હતું.પત્રકારોને સંબોધતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિપેટાઇટીસ- એ અને બી, ઓબેસીટી અને ખોરાકની અનિયમિતતાને કારણે લિવરને નુકશાન થઇ શકે છે. ખાસ કરીને વધુ પડતો કે જરૂર કરતા પ્રમાણમાં ઓછો ખોરાક લિવરને નુકશાન કરી શકે છે.તેમણે જણાવ્યું હતું કે, તામલિનાડુમાં છેલ્લાં સાતથી ૧૪ મહિનામાં લિવર ટ્રાન્સપ્લાન્ટનાં ૧૦૦ ઓપરેશનો કરાયા છે. જેમાંથી ૬૦ ટકા ઓપરેશનો કેડેવરમાંથી અને ૪૦ ટકા લિવર જીવંત વ્યકિતઓમાંથી પ્રાપ્તથયાં છે. આજથી પંદર વર્ષ પહેલા દર્દીને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે હૈદરાબાદ જવાની ફરજ પડતી હતી. પરંતુ, સંસ્થા દ્વારા મુંબઇ, કોલકાત્તા અને દિલ્હીમાં સેન્ટરો ખુલ્યાં છે. તેમજ આગામી બે વર્ષમાં અમદાવાદમાં સેન્ટર ખોલવામાં આવશે.ગ્લોબલ હોસ્પિટલનાં ચેરમેન ડો. કે. વિશ્વનાથને જણાવ્યું હતું કે, દેશમાં તમામ રાજ્યોમાં દર્દી આવે છે. પરંતુ, હોસ્પિટલમાં સૌથી વધુ દર્દી ગુજરાતમાંથી આવે છે. અમે આગામી બે વર્ષમાં અમદાવાદમાં સેન્ટર ખોલવા માટે પ્રયત્નશીલ છીએ.


રાંદેરના પાળા પરથી પડતાં બે વર્ષના માસૂમનું મોત

રાંદેરમાં બાપુનગર ઝૂપડપટ્ટી વિસ્તાર નજીક રહેતો ૨ વર્ષીય ઇરફાન ઇબુસીમ શુક્રવારે રાત્રે રાંદેરમાં બનાવેલા પાળા પર રમી રહ્યો હતો. જયાંથી તે નીચે પડતાં તેના શરીરે ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં શનિવારે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


નવાગામની પરિણીતાનું અગ્નિસ્નાન

શહેરની ભાગોળે નવાગામમા રહેતી શીતલ શૈલેષભાઇ મકવાણા નામની કોળી પરિણીતાએ પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતુ. દોઢ વર્ષ પહેલા જ શૈલેષ સાથે લગ્ન કરનાર શીતલને સંતાનમા સવા માસનો પુત્ર છે. ત્યારે હુડકો કવૉટર નજીક આવેલા મચ્છાનગરમા રહેતા મૃતકના પિતા જાદવભાઇ કરશનભાઇ મોલીયાએ જમાઇ કંઇ કામ ધંધો કરતો ન હોય પુત્રીને અવારનવાર મારકુટ કરતા હતા અને કરિયાવર મુદે પણ મેણાટોણા મારતા હોય પુત્રીને સાસરિયાઓએ જ મરી જવા મજબુર કરી હોવાનો આક્ષેપ કરી જમાઇ અને વેવાણ સામે ફરિયાદ નોંધાવી હતી.

No comments:

Post a Comment