06 January 2010

05 January Fresh news અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે

05 January Fresh news
અમિતાભ અને મોદી સાથે બેસી પા ફિલ્મ જોશે
હિન્દી ફિલ્મના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે પહેલીવાર મિલન થશે. આ મિલન ગાંધીનગર પાસેના એક મલ્ટીપ્લેકસમાં થવાનું છે.

અમિતાભ અને નરેન્દ્ર મોદી એબીસીએલના સાહસ અને અમિતાભ અભિનિત પા ફિલ્મ સાથે બેસીને જોશે. આ ફિલ્મમાં અમિતાભ તેના પુત્ર અભિષેકના પુત્રની ભૂમિકા ભજવે છે. બુધવારે સાંજે આઠ વાગ્યાની આસપાસ સ્પેશ્યલ શો રાખવામાં આવ્યો છે.

અમિતાભ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધો મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગાંધીનગર જશે ત્યાંથી તેઓ નજીકના મલ્ટીપ્લેકસમાં ફિલ્મ જોવા જશે.

આ શો માટે અમિતાભ સાથે કોણ આવવાનું છે તેની માહિતી જાણવા મળી નથી પરંતું મુખ્યમંત્રીનો સાંજનો સમય અનામત કરી દેવામાં આવ્યો છે. મોદીએ આ અગાઉ ચરિત્ર અભિનેતા અનુપમ ખેર સાથે ગાંધીનગરમાં વેનસ્ડે ફિલ્મ જોઇ હતી.*
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની કરપીણ હત્યા
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. ગત સપ્તાહે વધુ એક ભારતીયનું શબ મળી આવતાં તેના પર પણ ઓસ્ટ્રેલિયન ગોરાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે. ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટની હત્યાને પગલે સર્જાયેલો તનાવ દૂર કરવા માટે બેઠક યોજવા બન્ને દેશોના સત્તાવાળાઓ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.


ભારતના વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિશ્નાએ ભારતીયો પર આવા હુમલાના આર્થિક પરિણામો આવવાની અને બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડવાની ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે. અપરાધીઓને સજા કરવા માટે કડક પગલાં ભરવાનું વિદેશ પ્રધાને ઓસ્ટ્રેલિયાને જણાવ્યું છે.


પોલીસે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ પ્રાંતમાંથી ગત ૨૯મી ડિસેમ્બરે ગીરીફિથ નજીક આવેલા એક માર્ગની બાજુમાં એક આંશિક બળેલું શબ મળી આવ્યું છે. જોકે, આ શબની વિધિસર રીતે ઓળખ કરવાનું હજી બાકી છે પરંતુ આ શબ એક ૨૫ વર્ષીય ભારતીયનું હોવાનું માનવામાં આવે છે.


ઓસ્ટ્રેલિયન અધિકારીઓ ભારતમાં આ યુવાનના પરિવાર સાથે સંપર્કમાં છે અને ભારતીય દૂતાવાસ શબ ઓળખી પાડવામાં મદદ કરશે તેવું એક નિવેદનમાં ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે જણાવ્યું છે.


રવિવારે મેલબોર્નમાં ૨૧ વર્ષીય નીતિન ગર્ગની હત્યા કરવામાં આવ્યા બાદ વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ નવી દિલ્હી અને કેનબરા વચ્ચે સર્જાયેલો રાજદ્વારી તનાવ દૂર કરવાના પ્રયાસમાં ભારતીય રાજદ્વારીઓ ઓસ્ટ્રેલિયન અધિકારીઓને મળે તેવી સંભાવના છે.*

શું ભારતીય છોકરીઓ ખોટું બોલતી નથી?
શું ભારતીય છોકરીઓ સેક્સ્યૂઅલ બાબતોમાં ખોટૂં બોલતી નથી? શું તે ક્રાઈમ થયા બાદ જ ફરીયાદ કરે છે? સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે કોઈ પણ ભારતીય છોકરી કોઈના પર સેક્સ્યૂઅલ એસોલ્ટનો ખોટો આરોપ લગાવી શકે નહી કારણ કે તે જાણે છે કે તેને જિંદગીભર સોસાયટીથી શું સહન કરવું પડશે. પરંતુ રેપના ઘણાં આવા મામલા છે કે જે બાદમાં ખોટો સાબિત થાય છે.

સુપ્રીમ કોર્ટના જજે જણાવ્યું હતું કે ઈન્ડિયન સોસાયટી વેસ્ટર્ન દેશોની જેમ મોર્ડન નથી. અહિં સેક્સ્યૂઅલ એટેકની પીડિતા સામાજિક પ્રતિક્રિયાને લઈને એટલી ગભરાયેલી હોય છે કે તે ફરિયાદને અંતિમ વિકલ્પ તરીકે લે છે. તે ત્યારે ફરિયાદ કરે છે જ્યારે અપરાધ ખરેખર થયો હોય. સપ્ટેમ્બર 2009માં દિલ્હીની સેશન કોર્ટના જર્જ અનિલ શર્માએ એક મહિલા અને તેની પુત્રી પર ક્રિમિનલ કેસ ચલાવવાનો ઓર્ડર આપ્યો હતો કારણ કે તેઓએ એક શખ્સ પર રેપનો ખોટો આરોપ લગાવ્યો હતો બાદમાં તે ફરી ગઈ હતી.

જયપુરમાં ઔધોગિકરણની હિમાયત કરી રહેલ એક વ્યક્તિ પર એક મહિલાએ રેપનો કેસ કર્યો હતો, પરંતું બાદમાં પોલિગ્રાફિ ટેસ્ટથી સાબિત થયું હતું કે મામલો ખોટો છે. 2008માં પણજીમાં એક મહિલાએ પોતાના પાડોશી પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેની સાથે રેપ કર્યો હતો અને તેણે રેપિસ્ટના પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં ડીએનએ ટેસ્ટથી ખબર પડી કે પુત્રનો પિતા કોઈ બીજો જ છે. એપ્રિલ 2009માં દિલ્હી પોલીસે 38 વર્ષની એક મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે લોકો પર રેપનો આરોપ લગાવીને તેની પાસે પૈસા પડાવતીહતી.

સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કોર્ટે જે પણ કહ્યું છે તેનો સંબંધ વધારે મામલા સાથે છે કે આવા ધણાં મામલામાં મહિલાઓ ખોટું બોલતી નથી. જો હજારમાંથી એક મહિલા ખોટું બોલી રહી છે તો તેનો મતલબ એ થયો કે બીજી મહિલાઓ સાચુ બોલી રહી છે. મહિલા એક્ટિવિસ્ટ અંજલિ સિન્હાએ કહ્યું હતું કે કોર્ટે જે કહ્યું છે તેને સમર્થન કરવું જોઈએ. અપવાદ તો દરેક મામલામાં હોય છે. મુખ્ય વાત તો એ છે કે 100માંથી ચાર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે.*
મહિલાઓ શારીરિક ઉત્તેજનાને... ?
મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે સેક્સની લાગણી અનુભવતી હોય છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે મહિલાઓ શારીરિક ઉત્તેજનાને ગુનાહિત લાગણીની રીતે જોતી હોવાથી તેઓ પુરૂષોની તુલનાએ સેક્સને ઓછી રીતે માણી શકે છે.

સંશોધન પ્રમાણે પુરૂષો માનસિક અને શારીરિક ઉત્તેજનાને અનુભવે છે અને તે જ સમયે મહિલાઓ પોતાની શારીરિક ઉત્તેજનાને પ્રમાણમાં ઓછી જાહેર કરે છે.

સંશોધન પ્રમાણે કેટલીક મહિલાને શારીરિક ઉત્તેજના થતી હોય છે તે વાતનો ખ્યાલ હોતો જ નથી. સંશોધનકર્તાના મતે મહિલાઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધારે જોવા મળે છે .

કેટલીક મહિલાઓ ઉત્તેજીતની લાગણી અનુભવ્યા વગર જ સેક્સ માણતી હોય છે. અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજનાની લાગણી વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય છે પરંતુ સ્ત્રીઓમાં સેક્સને લઈને ગુનાહિત લાગણી વધુ જોવા મળે છે.

આ જ કારણોસર મહિલાઓ પોતાની સેક્સ લાઈફથી ઓછી સંતુષ્ટ હોય છે.

પુરૂષો માટે મગજથી તેઓ શારીરિક ઈચ્છા પૂર્તિ માટે હોય છે અને આ બાબત પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. પરિણામે પુરૂષોમાં સેક્સની વૃત્તિ વધારે જોવા મળતી હોય છે.

અહેવાલ પ્રમાણે શારીરિક ઉત્તેજના મહિલાઓ અને પુરૂષોમાં અલગ હોય છે તે બાબતનો નિર્દેશ કરે છે.

No comments:

Post a Comment