07 January 2010

શાહરૂખે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી

કાર બનાવતી કોરિયાની કંપની હ્યુન્ડાઇએ સ્મોલ કાર વર્ઝનમાં ઇલેક્ટ્રિક કાર હ્યુન્ડાઇ i10 બોલિવુડ અભિનેતા શાહરૂખના હસ્તે ભારતમાં લોન્ચ કરી છે. દેશમાં સ્મોલ કાર અને ઇલેકટ્રિક કારનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને હ્યુન્ડાઇએ i10 ઇલેક્ટ્રિક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 10મા ઓટો એક્સપોમાં રજૂ કરી છે.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના ડાયરેકટર (માર્કેટિંગ અને સેલ્સ) અરવિંદ સક્સેનાએ કહ્યું કે, "ભારતીય બજારમાં નજીકના ભવિષ્યમાં ઇલેકટ્રિક કારનો દબદબો વધતો જશે તેને ધ્યાનમાં રાખીને અમે ઇલેકટ્રિક કાર લોન્ચ કરી છે. ગ્રાહકો પણ આ પ્રકારની કોમ્પેક્ટ કારમાં ઇલેક્ટ્રિક વર્ઝન માંગી રહ્યા હતા." કંપનીએ i10 ઇલેક્ટ્રિક કાર ગયા વર્ષે ફ્રેન્કફ્રૂટ મોટર શોમાં સપ્ટેમ્બર મહિનામાં ડિસપ્લે કરી હતી. ત્યાર બાદ કંપનીએ આ વર્ષે સાઉથ કોરિયામાં મર્યાદિત કારનું ઉત્પાદન કરીને સાઉથ કોરિયાના બજારમાં કાર મૂકી છે. હાલમાં ભારતીય બજારમાં ફોર વ્હિલરમાં ફકત રેવા કંપનીની જ ઇલેક્ટ્રિક કાર દોડે છે. કંપનીએ i10નું 2007માં વૈશ્વિક સ્તરે લોન્ચિંગ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય બજારમાં 3 લાખથી વધુ i10નું વેચાણ કર્યું છે. બીજી બાજુ કંપનીએ આ ઓટો એક્સપોમાં i10 સહિત લક્ઝુરીયસ સેડાન જીનીસીસનું પણ પ્રદર્શન કર્યું છે.

No comments:

Post a Comment