પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી બોન્ડ પર છોડવા અરજી દાખલ કરી
ભારત પર આતંકવાદી હુમલાનું કાવતરૂં રચવા માટે તેમજ 26/11ના હુમલાના શકમંદ એવા પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તવ્વહુર હુસૈન રાણાએ કબુલ કર્યું હતું કે તે પાકિસ્તાની સૈન્યનો ભાગેડુ છે. તેણે આ કારણ આગળ ધરીને જામીન અરજી કરી છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પાકિસ્તાન અથવા ક્યાંય પણ જઇ શકે તેમ નથી. પોતે પાકિસ્તાનમાં હવે જઇ શકે તેમ ન હોવાથી તે ફ્લાઇટ રિસ્ક ધરાવતો વ્યક્તિ નથી અને તેને આ કારણે બોન્ડ પર છોડવામાં આવે તેવી તેણે અરજી દાખલ કરી હતી. જોકે, જજ કેનલીએ તેની અરજીની સુનાવણી મોકુફ રાખી છે તેના વકીલે જણાવ્યું કે 14 જાન્યુઆરી સુધીમાં સુનાવણી થઇ શકે છે. ફેડરલ પ્રોસિક્યુટરે જણાવ્યું કે તે જેલમાં જ રહેવો જોઇએ કારણ કે તે મુંબઇમાં 26/11ના રોજ થયેલા હુમલા અંગે પુરી માહિતી ધરાવે છે. જેમાં 166 લોકોના મોત થયા હતા. એફ.બી.આઇ.એ જણાવ્યું કે હેડલી દ્વારા ચલાવાતા લશ્કર-એ-તોઇબાનો રાણા સહ-કાવતરાખોર છે અને તેને 26/11ની અગાઉથી માહિતી હતી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment