આસારામ આશ્રમે દબાણ જાતે દુર કર્યું
આસારામ આશ્રમ દ્વારા મોટેરા ખાતે સરકારની ૬૭૦૦૦ ચો.મી. જમીન પર કરેલા દબાણ પૈકીનું બાંધકામ જાતે જ દુર કરી જિલ્લા કલેકટરને તેની જાણ કરવામાં આવી છે. નદીના પટમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેના માટેની નાની ઓરડી દુર કરવામાં આવી છે. તે ઉપરાંત ફેન્સીંગ પણ દુર કરવામાં આવી છે. આશ્રમના જન સંપર્ક અધિકારી ઉદય સાંગાણીએ જણાવ્યું કે સરકારી જમીન પરના દબાણો દુર કરવા માટે રેવન્યુ ધારાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ બાદ અમે નદીના પટમાં કહેવાતા ૫૧૦૦૦ વાર જગ્યાના બાંધકામમાં કરવામાં આવેલો પાણીનો બોર અને તેની ઓરડી હટાવી લેવામાં આવ્યો છે. આમ હવે આ જગ્યા પર કોઇ ગેરકાયદે દબાણ રહેતું નથી. જયારે ૧૫૪૫૧ વાર જગ્યામાં કરાયેલા દબાણ બાબતે તેમણે જણાવ્યું હતુંકે આ જમીન પર મજુરોના માલ-સામાન મુકવાની ઓરડી તથા ચોકીદારનો સેડ દુર કરવામાં આવ્યા છે. હવે સરકારી જમીન પરનું દબાણ સંપુર્ણ દુર થઇ ગયું છે.
06 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment