07 January 2010

પટેલ અટક પર બ્રિટનમાં સંશોધન

બ્રિટનમાં સંશોધનકર્તાઓ પટેલ, સિંહ, અહમદ અને અલી જેવી અટકો સહિત હજારો અટકોની ઉત્પતિ અંગે સંશોધન કરશે. બ્રિસ્ટલ સ્થિત વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ યુનિવર્સિટીના ભાષા નિષ્ણાંતોના એક જૂથે આ અંગે એક યોજના શરૂ કરી છે.
યોજના પાછળ 8,40,000 જેટલો ખર્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ બ્રિટન હવે અત્યાર સુધીનો સૌથી મોટો અટક ડેટાબેઝ તૈયાર કરશે. એપ્રિલ મહિનામાં શરૂ થનાર ચાર વર્ષીય યોજના હેઠળ લગભગ 1, 50, 000 અટકોના અર્થ, ઉત્પતિ અને સમયની સાથે તેમાં આવેલા ફેરફાર અંગે સંશોધન કરવામાં આવશે. સંશોધનકર્તા ફક્ત બ્રિટિશ અટકો પર સંશોધન નહિ કરે પરંતુ 19મી અને 20મી સદીમાં બ્રિટન આવેલા લોકોની અટકનો અભ્યાસ કરવામાં આવશે. 1945 પછી બ્રિટનમાં આવીને વસેલા લગભગ 75 હજાર અટકોનો અભ્યાસ આ વર્ષે કરવામાં આવશે. આ તમામ અટકોનો બ્રિટનમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનાં ભાષા વિજ્ઞાનના પ્રોફેસર રિચાર્ડ કોટ્સે કહ્યું હતું કે, પરિવારના નામો અને તેના ઈતિહાસ અંગે જાણવામાં લોકોને ઘણી જ ઉત્સુકતા હોય છે. આ યોજનામાં આધુનિક પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવામાં આવશે અને જાણકારીને વિસ્તૃત બનાવવામાં આવશે. આ અંગે ભારતીય, કેરેબિયન, આફ્રિકા, ચીન અને જાપાનના વિદ્વાનોની પણ મદદ લેવામાં આવશે.

No comments:

Post a Comment